________________
૨૧૪
કંચન ને કામિની
રીતરિવાજે! એમાં જ્ઞાતિ, ગોળ, એકડા કેટલાં! કેટલાં બંધને ! માણસ તે શું ગમાણનું પશુ છે ? અરે પશુને પણ કેટલી બધી સ્વતંત્રતા હોય છે!
પાપ તે પુરોહિતોએ શેાધેલું છે-જેથી એમની દાન-દક્ષિણ ચાલતી રહે. અલબત્ત, જોરજુલમથી જે કાંઈ થાય તેને હું વિરોધી છું–બાકી તે આજે આપણે બાહ્ય વિશાળ ક્ષેત્રોમાં કામ કરવાનું છે. ઘણાં વર્ષોથી વળગેલાં આ ચોકાબંધનોને હવે ફગાવી દેવાં પડશે. ગૃહકલેશના ખપ્પરમાં કેટલી સ્ત્રીઓ આત્મહત્યા આચરી રહી છે, કેટલીય તમારાં બંધનો અકારાં લાગવાથી પર ધર્મમાં જઈ રહી છે! મનને ગમ્યાં ને ભેગાં મળ્યાં. તૃપ્ત થયાં ને અલગ થયાં. ફરીને સંસારની ફરજો બજાવવામાં ડૂબી ગયાં. ન ધમાલ ન ઝઘડા !ન ઘરની ચિંતા, ન અરસપરસની શંકા! કોઈ અડી જાય તેય અડચણ નહિ! કહે, આમ થાય તે આપણે સંસાર કેટલે શાન્ત થઈ જાય ? ”
પણ ધર્મની દૃષ્ટિએ...” સુશીલાનું પાપભીરુ હૃદય બેલ્યું.
ધર્મ એટલે શું?' ઑફેસર આજ તત્ત્વજ્ઞાનને પ્રજાને ખેલીને બેઠા હતા. એમણે ઇતિહાસ, અર્થશાસ્ત્ર ને યૂરોપીય સમાજશાસ્ત્રમાંથી શોધી કાઢેલો અર્ક ઠાલવવા માંડ્યો. “ધર્મ એટલે ફરજ ! અરે, ખુદ ધર્મશાસ્ત્રોની વાત કહું ? એમાં શું શું નથી ? પહેલાં આપણે ત્યાં પતિ નિર્માલ્ય હોય તે પત્ની સારા પુરુષ પાસે પ્રજા ઉત્પન્ન કરાવતી. આપણું ઋષિઓ પણ સત્યવતી જેવી ભાછીમારણને ગર્ભાધાન કરતા, ને એ જ સત્યવતીને પિતાના પિતાને પરણાવવા માટે ભીષ્મ જેવા લઈ જતા ! યજમાન અતિથિને પિતાની પત્ની આપતે : દિયરવટું તે હજી ય ચાલે છે! ઊંડા ઊતરશો તો તમને મારી વાત સમજાશે.”
આજનું નગ્ન સત્ય એકદમ કોઈને ગળે ન પણ ઊતરે,