________________
કામ ને પ્રેમ
૨૧૩
એમાં શું થઈ જાય છે ?' સુશીલા ઑફેસરની પાસે સરી. એમના ખભા પર હાથ મૂક્યો.
કઈ અડે એમાં કંઈ દૂષણું આવતું નથી. કેઈના સ્પર્શે કંઈ વિકૃતિ થતી નથી. કોઈની સાથે હસે-રમે પાપ-સાપ પ્રવેશતું નથી. આ તો રેતી સૂરતનું ઊભું કરેલું ચોખલિયાપણું છે. મિસ સુશીલા, જેવો એ ચોકધર્મ હંબગ છે, એવું આ પરણવાનું ચોકાબંધન પણ નિરર્થક છે. અલબત્ત, સારું જમે, સારી રીતે જમ, સારા સ્થળે જમે, એ જેમ પક્ષુધા માટે જરૂરી છે, એમ જાતીયક્ષધામાં પણ એ બધું જોવાની આવશ્યકતા છે. બાકી તે સુધા લાગી ને નીરોગી રીતે તૃપ્તિ કરી લીધી, ને પછી પોતપોતાનાં કામમાં મશગૂલ બન્યાં! ન કંઈ ઝંઝટ કે ન કંઈ જંજાળ !” ઑફેસર આટલું જ્ઞાન આપતાં થંભ્યા.
- “આપણે ત્યાં એક યુવક ને એક યુવતી વચ્ચે પ્રેમ થયે, એટલે હજાર જંજાળ એનું લોહી પીવાની. અનેક રિવાજો, અનેક રૂઢિઓ, અનેક ભૂતાવળો, અનેક અંતરાયો સામે આવી ખડાં થઈ જવાનાં ને એ દૂર કરતાં બિચારાઓની આખી જિંદગી ખતમ થઈ જવાની ! જે માટે ફક્ત કલાકે જોઈએ, એને માટે આખું કીમતી જીવન બરબાદ ! ન તમે દેશના કામના, ન સમાજના, ન ધર્મના ! આપણો દેશ પછાત છે એનું સાચું કારણ પણ શું છે?” સુશીલાએ પણ પિતાના જ્ઞાનને ફુવારે છોડ્યો.
અજબ જ્ઞાનધારામાં સહુ ભીંજાઈ ગયાં. નવલ બિચારો થોડું ભણેલે શું જવાબ આપે ? સુશીલાની વાત પણ એને કંઈક સાચી લાગતી હતી ! એક રાણકદેવી માટે આખો રાખેંગાર ને એનું રાજ ગયું. એક સંયુકતાની પાછળ પૃથ્વીરાજે દેહને તબાહ કર્યો. એક સ્ત્રી યા પુરુષની સામાન્ય ઈચ્છાતૃપ્તિ આડે તે કેટલી દીવાલે ! કેટલી ધમાલે ! કેટલા