________________
૧૬૪
કંચન ને કામિની કેમ, હજી સૂતા નથી ?” શેઠાણીએ વહાલભર્યો પ્રશ્ન કર્યો.
"ના, પણ તું આમ કેમ સૂતી છે ?” શેઠે વધુ પાસે જતાં પ્રમીલાને ઊંચકી. હાથમાં લીધી. પ્રમીલા એક સતી ને સુશીલા સ્ત્રી હતી. પતિને રાજી રાખવા એ જાત કુરબાન કરનાર વીરાંગના હતી ! રાત સમાસમાટ વહે જતી હતી.
[૨] બે પુત્ર અને પાંચ પુત્રીઓ વચ્ચે પ્રમીલાને બહાર હરવા ફરવાને સમય નહતો. દાક્તરની સલાહ થડે સમય પિયર જવાની હતી, પણ સતી સ્ત્રી પતિની નામરજીથી ક્યાંય પણ જવા તૈયાર નહોતી. નગરશેઠ આવી સ્ત્રીથી પિતાનો મિજાજ ને ઘરની આબરૂ જળવાય છે, એ સમજતા હતા. રોજ રોજ આવતી મહેમાનોની જુદી જુદી હારમાળાઓને પિતાને શોભીતી રીતે સાચવનાર એ જ સ્ત્રી હતી અને આ જ સ્ત્રી હતી, કે જે મોટું મન રાખી પિતાની વર્તણુકને ચલાવી લેતી; પિતાની ઈચ્છાતૃપ્તિની આડે કદી દિવાલ ન બનતી.
શેઠ ઘણી વાર કહેતાઃ “તું શરીર સાચવ ને ! દહાડે દહાડે કેવી ફિક્કી પડતી જાય છે ! ” ને દાકતર-નર્સોને ત્યાં આગ્રહ કરીને એને લઈ જતા.
પ્રમીલા મનેકમને જતી, પણ એ જાણતી હતી કે મારું આરોગ્ય એટલે પતિના આનંદનો નાશ ! પિતે તે પતિ માટે જ હતી ને ! આ દેહને એ સિવાય એને વિશેષ ખપ પણ શો હતો!
આબરુ-મોભે એ શેઠને મન મોટી વાત હતી. એ વાતને પૂરી કરવા પ્રમીલાએ સતત કામગીરીમાં પિતાનો ભોગ આપો. બધી શેઠાણીએ સિનેમાઓનાં બીભત્સ ચિત્રો જોઈ જીવનમાં પણ કલાનાં કંકુ છાંટણાં કરતી ત્યારે પ્રમીલા ઘરની જંજાળમાં ગુંથાયેલી પડી રહેતી. બીજી સ્ત્રીઓ પોતાના પતિના વર્તન સામે ખુલ્લે ખુલ્લા પોકાર ઉઠાવતી,