________________
ચૌદશિયે
૧૫૩ લાડકી ન્યુમોનિયાની બીમારીમાં ગુજરી ગઈ. સહુને ખબર આપ, અમે આવીએ છીએ.”
તાર મળતાં સાથે જ ઓતમચંદને એકસો ચાર ડિગ્રી તાવ ચડી ગયો. હાય બાપ, હવે શું ? રૂપિયા પાછા આપવા પડશે. પણ રમણીક પાસેથી બધા પૈસા કઢાવવા કેવી રીતે ? તેઓ કાગના ડોળે એની રાહ જોવા માંડ્યા.
દિવસે પર દિવસો વીત્યા, ફાસ્ટ,–મેલને ટાણે જઈ જઈને ઓતમચંદનાં ખાસડાં ઘસાઈ ગયાં, પણ મુંબઈથી કઈ ન આવ્યું તે ન આવ્યું.
એમણે તાર કર્યો : “રમણીક, મારું મોત ભૂંડું ન કરીશ.” છતાં જવાબ ન આવ્યો ! કે નિષ્ફર! ઓતમચંદ જેવા આબરૂદાર માણસને ઝેર પીવાનો વખત આવી પહોંચ્યો. એમના સાગરીતે મુંબઈ પહોંચ્યા, પણ રમણીક કથાં તે કોઈ જાણતું નહતું! મારે બેટો શું કળિયુગ આવ્યે ! હવે કેણ કેનું કામ કરશે ?
[૬] પાનાશેઠના દિલને વાસના–શયતાન એમને સતાવવા લાગે. એમને મનમાં બે રીતે દુઃખ થતું હતું; એક તે લાડકીના કમભાગનું ! અને અહીં માયાની કંઈ ખોટ નહતી. અમનચમન હતાં.
આ ઉંમરે વિધુર થયેલા ઘણા લેકે ત્યાં હતા. અને આવી અધ મજલે વિધુર થવું અત્યંત દુઃખદ હતું. કંઈ વિધુરથી વિધવાને થડું પરણી શકાય છે ? વિધવાઓનાં લગ્નનું દ્વાર પિતાના હાથે જ ભીડેલું. એ વેળા કન્યાની છત. માનેલું કે ફુવડના માથાની જૂના ટોળાની જેમ કન્યાઓ ઊભરાતી હેય–ત્યાં વિધવાને શું કરવી છે? પુરુષને તો અણસુંધું ફૂલ જોઈએ !
પણ પછી સમજાયું કે આ તે ભારે થઈ. કુમળી કન્યા મેળવવાનું