________________
ચૌદશિયે
૧૩૧ ભાવહીણ લાગતા મહાનુભાવોની આંખમાં કંઈ કંઈ ઊર્મિઓ અને કલ્પનારંગો ઊભરાઈ રહ્યા. લાડકાશેઠની લાડકીનું એક સૌંદર્યભર્યું ચિત્ર બંનેની સામે નાચી રહ્યું.
કાંપની લાંબી-પહોળી શેરીઓમાં થઈને સવારના જેલના મીઠે કૂવે પાણી જતી એ નગરનારીઓમાંથી તેઓએ લાડકાશેઠની લાડકીને જોઈ લીધી હતી. બાપનું ગામ એટલે દીકરી લાજ-મરજાદ ઓછી જાળવે ! ઘણી વાર અડધે સે ઉઘાડે રહી ગયે હેય ને લાડકી પાણી જાય ! કંઈક ભરાવદાર અને ઊંચું શરીર ! ગળ લાડવા જેવું મેં ! માથે તો કેશનો ભારે ! કોક દહાડો અબડે વાળી ફૂલ ઘાલે તે કોકવાર છૂટી વેણું મૂકી છેડે ફૂમતું લટકાવે !
લાડકા શેઠની લાકી અમદાવાદની હવા ખાઈ આવેલી; એટલે સુંદરતા કરતાં એની સુઘડતા વિશેષ હતી. એ જેનારની આંખને તરત ઠારી દેતી. લાડકા શેઠને અમદાવાદમાં બીમારી લાગુ પડી ને બિચારા ચાર વર્ષ સુધી પૈસાનું પાણી કરી આખરે ગુજરી ગયા. શેઠ જીવતાં તે ભરમ ભારે હતો, પણ પાછળ વધુ કસ ન નીકળ્યો. શેઠાણું બે દીકરી ને એક દીકરો લઈ કાંપમાં કરકસરની જિંદગી ગાળવા આવ્યાં.
વિધવા સ્ત્રીને હિંદુસંસારમાં કોઈ છેડો ઝાલનાર નથી. પણ શેઠાણીનો ભરમ ભારે. બાંધી મુઠ્ઠી, એટલે આઘે આઘેનાં સગાં ઉપર પડતાં હિતૈષી થઈને આવ્યાં. પણ જેમ ભીતરના ભેદ ખૂલતા ગયા, એમ લેકેને લાગ્યું કે જેને મધભરેલો મધપૂડે માનતા તે ખાલી નિવાઈ ગયેલું મીણનું ખાનું છે, ત્યારે એકે એકે સહુ આવા ખસતા ગયા.
આખરે છેલ્લે છેલ્લે એક જ જણ એમને બનીને રહ્યો. અને તે અત્યારે સ્ટેશન યાર્ડમાં મોરબીના મેલની રાહ જોઈ ઉજાગરા,