________________
૧૪.
સંસ્કૃતિના સ્વરૂપે આર્યોએ આપેલ વારસે સહિષ્ણુતા, દયા, પરોપકાર, વિકાસ, ધ્યેય, મંથન, ચિંતન અને રોજિંદા જીવનને પણ એટલું જ સચેટ સ્પર્શ કરે છે.'
તેમણે સમાજવ્યવસ્થા વિચારી, જીવનની વ્યવસ્થા ઘડી, આશ્રમ બાંધ્યા, બ્રાહ્મને બ્રહ્મકર્મ સમજાવી વિદ્યાદાનના અધિકારી ઠરાવ્યા, ક્ષત્રિયેના હાથમાં રક્ષણ અને રાજ્યની લગામે આપી, વિશ્વને વેપાર વાણિજ્યના ત્રાજવાં આપ્યાં અને શુદ્રને તેને લાયક હતાં તેવાં કામ-સેવા સેંપી દીધાં;
એટલું જ નહિ આર્યોએ (ઋષિ મુનિઓએ) માણસ-માણસને વિચાર કર્યો.
વિદ્યાભ્યાસ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમમાં આયુષ્યનાં સે વર્ષને સરવાળે પૂરો કર્યો,
આમ દરેક માણસના જીવનકમને જ નહિ, ઉન્નતિની સાથે સાથે આત્માના વિકાસને પણ એટલે જ બહોળો માર્ગ શે.
આકાશમાં રહેતા અને વિહરતા દેવને રીઝવવા તેઓ સ્તુતિ કરતા, અધમની સામે બંડખેર બની ક્રાંતિની જ્વાળા પ્રજવલિત કરતા, - એ સાથે વ્યવહાર જાળવવા વેપાર વાણિજ્યને પણ એટલું જ મહત્વ આપતા. અને પ્રવૃત્તિમય જીવનમાંથી મેકળાશ અનુભવતા ત્યારે મંથન અને ચિંતનમાં ડૂબી જતા.
આ બધી હકીક્ત જોતાં સ્પષ્ટ થાય છે કે –
આર્યો દૂરંદેશીપણાથી ભરપૂર હતા, એટલું જ નહિ, તીવ્ર, બુદ્ધિશાળીઓ પણ હતા.
એ વાતમાં શંકાને સ્થાન રહેતું નથી કે તેઓ એકથી લઈ સે સુધીના તમામ આંકને વિચારી શક્તા હતા, તમામને યેગ્ય ન્યાય આપી શકતા હતા. એ પરથી કઈ પણ સમજી શકે છે.
“આર્યો જંગલી અને અજ્ઞાની કે ભટકતી ટોળીઓવાળા ન હતા.” એમના દરેક કાર્યમાં દષ્ટિ કરીએ તે સ્પષ્ટ જણાઈ આવે કેતેમણે કેવું વ્યવસ્થિત કાર્ય કર્યું છે? અને કેવી સંગીનતા ઊભી કરી છે?
તેમણે અઢાર પુરાણે રચ્યાં તેમજ રામાયણ, મહાભારત જેવાં મહાકાવ્યો રચ્યાં.
એ સમયે તેમને પૃથ્વીના વિશાળ-ફલકનું જેટલું જ્ઞાન હતું તેટલું આજ સુધી જગતના કોઈ પ્રાચીન ગ્રંથમાંથી જેવા કે વાંચવા મળ્યું નથી. - તેઓ લખવા સાથે ચિત્રો ચિતરતા. પૃથ્વીના આકારની તેમને જરૂર પડતી ત્યારે પિતે પૃથ્વીને નકશાને રૂપે ચિતરતા. એ દિવસે માં એમને પૃથ્વીનું જેટલું સચોટ જ્ઞાન હતું, તેટલું બીજી કઈ જગ્યાએ એ કાળમાં જોવા નથી મળ્યું તે અહીં આપવામાં આવેલા નકશા નંબર ૧ પરથી જોઈ શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org