________________
આવી જ રીતે દક્ષિણ ભારતખંડના દક્ષિણ વિસ્તારમાં [ જ ખૂઢીપની જગતીની નજીકના વિસ્તારમાં ] જ્યાં નિષધ, હિમવંત કે વૈતાઢય પર્વતે તથા તેના શિખરોના પડછાયા પહોંચી શકતા ન હોય તે વિસ્તારમાં સૂર્ય પ્રકાશ ચાલુ રહી શકે છે.
આ રીતે દક્ષિણ-ભરતમાં પણ ઉત્તરના વિસ્તારમાં [વૈતાઢય પર્વતની તળેટીના વિસ્તારમાં ] અયોધ્યાની સમશ્રેણિના વિસ્તાર કરતાં દિવસ નાનું હોય છે. અને દક્ષિણના વિસ્તારમાં [ જગતીની નજીકના વિસ્તારમાં 3 દિવસ મેટો હેઈ શકે છે.
સૂર્ય જ્યારે નિષધ પર્વત પસાર કરીને હરિવર્ષ ક્ષેત્રમાં દાખલ થાય છે તે વખતે અધ્યા ની સમશ્રેણિના વિસ્તારમાં સૂર્યોદય થાય છે અને સૂર્ય ફરતે ફરતેં ભરતક્ષેત્ર પસાર કરીને નિષધ પર્વત ઉપર જાય છે ત્યારે ઉપરોક્ત વિસ્તારમાં રાત્રિ થાય છે.
સૂ જ્યારે અત્યંતરના છેલ્લા મંડળમાં ફરતે હોય છે ત્યારે આ વિસ્તારમાં દિવસ લગભગ ૧૩ કલાકને હોય છે. અને સૂર્ય જ્યારે બાહ્ય મંડળમાં ફરતે હોય છે, ત્યારે લગભગ ૧ના કલાકને દિવસ હોય છે,
પરંતુ આ સમયે પણ વૈતાદ્યની તળેટીના વિસ્તારમાં તે દિવસ ઘણે ના હોય છે અને જગતની નજદીકના વિસ્તારમાં દિવસ ઘણે જ મેટો હોય છે.
સૂર્ય જ્યારે ભરતક્ષેત્રની નજદીકના વિસ્તારમાં આવે ત્યારે વૈતાદ્યની તળેટીના પ્રદેશમાં દિવસ થાય છે અને ભરતક્ષેત્ર પસાર કરીને ભરતક્ષેત્ર નજીકના વિસ્તારથી દૂર ચાલ્યો જાય કે તરત જ ત્યાં રાત્રિ પડી જાય.
- એથી ઊલટ જગતના વિસ્તારમાં નિષધ, હિમવંત, વૈ ત્ર્યિ પર્વતે કે તેના શિખરના પડછાયા જ્યાં ન પહોંચી શક્તા હેચ તેવા વિસ્તારોમાં સૂર્ય, નિષધ પર્વતની પેલે પાર ઘણે દૂર હોય તે પણું સૂર્યને પ્રકાશ પડતે હોય ત્યાં દિવસને અનુભવ થાય અને સૂર્ય ફરતે ફરતે ભરતક્ષેત્ર પસાર કરીને પેલે પાર દૂર દૂર ચાલ્યો જાય ત્યાં સુધી પણ આ દિવસ રહી શકે. .
સંભવતઃ જગતીની તદ્દન નજીકના વિસ્તારમાંના કેટલાક પ્રદેશમાં તે સૂર્ય સીતા નદીની ઉપરના આકાશ ક્ષેત્રમાં હોય ત્યાંથી પ્રકાશ ચાલુ થાય અને શીતેદા નદીના મુખ ઉપરના આકાશ ક્ષેત્ર સુધી પહોંચે ત્યાં સુધી પણ પ્રકાશ રહી શકે. - આ રીતે એક જ સૂર્ય ૨૪ કલાક સળંગ પ્રકાશ આપી શકતા હોવાની સંભાવના છે. - જંબુદ્વીપમાં બે સૂર્ય હોવાને કારણે કેટલાક આવા વિસ્તારે સદાકાળ પ્રકાશ– વાળા હોવાની પણ સંભાવના છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org