Book Title: Jambudwip Part 01
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 32
________________ 1. ૨૫ દર વીસ કલાકનાં રાત્રિ-દિવસ બંનેને અનુભવ થાય છે. તેનાં પણ કેટલાંક આ વિસ્તારનાં ભૌગલિક કારણે છે. ભરતક્ષેત્રના મોટાભાગના વિસ્તારમાં [ જ્યાં નિષધ, હિમવંત, વિતાઢ્ય આદિ પર્વતે તથા તેના શિખરના પડછાયા પડે છે તે વિસ્તારમાં ] રાત્રિ-દિવસ થવાના કારણ ભૂત ઉપરોક્ત શિખરે છે. જ્યાં પડછાયા પહોંચી શકતા નથી ત્યાં કાયમ માટે દિવસ જ રહે છે. ઉપરોક્ત વિસ્તાર જે તદ્દન સપાટ ભૂમિ હોય તે ત્યાં કાયમને માટે દિવસ જ હોઈ શકે. પરંતુ આ ભૂમિ સપાટ ન હોય અને અતિશય ઊંચી-નીચી હોય કે અતિશય મોટા ટેકરા સ્વરૂપ હોય તે ત્યાં પણ પ્રકાશ અને અંધકારનું પરિવર્તન થયા કરે, અને તેથી આ ચોવીસ કલાકના પ્રકાશવાળા વિસ્તારમાં પણ રાત્રિ, દિવસને ક્રમ ચાલે. પરંતુ આ ચેવીસ કલાકના પ્રકાશક્ષેત્રમાં રાત-દિવસ થવાના કારણભૂત તરીકે નિષધ, આદિ પર્વતે કે તેના શિખરના બદલે ઉપરોક્ત ભૂમિનું ભૌગોલિક સ્વરૂપ કારણભૂત બને છે. એ પર્વત કે શિખના પડછાયાની મર્યાદામાં આવેલા વિસ્તારમાં સૂર્ય પૂર્વ-મહાવિદેહ તરફ દૂર હોય ત્યારે દક્ષિણ વિસ્તારમાં પ્રથમ સૂર્ય પ્રકાશ પડે અને સૂર્ય જેમ જેમ નજીક આવતું જાય તેમ તેમ પ્રકાશ ઉત્તર તરફ વધ રહે. અપેક્ષાએ દક્ષિણ વિસ્તારમાં પ્રથમ પ્રકાશ પડે અને ઉત્તર તરફ પછી પડે અને સૂર્ય ભરતક્ષેત્ર પસાર કરીને જેમ જેમ પશ્ચિમ મહાવિદેહ તરફ આગળ વધે તેમ તેમ પ્રથમ અંધકાર ઉત્તર તરફ પહેલે શરૂ થાય અને જેમ જેમ આગળ જાય તેમ તેમ અંધકાર દક્ષિણ તરફ આગળ વધે. અપેક્ષાએ રાત્રિ ઉત્તર તરફ પ્રથમ-વહેલી થાય અને દક્ષિણ તરફ મેડી-પાછળથી થાય. આ રીતે ભરતક્ષેત્રના મોટા ભાગના વિસ્તારમાં દક્ષિણ તરફ દિવસ માટે હોય અને ઉત્તર તરફ દિવસ ના હોય. પર્વતે કે શિખરાના પડછાયાની મર્યાદાથી દૂર રહેલા વિસ્તારમાં રાત્રિ-દિવસ જુદી જુદી રીતે થાય. અને તે દરેક જુદા-જુદા સ્થાનેમાં જુદી-જુદી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જુદી જુદી રીતે થાય. વૈતાઢ્યનાં શિખરે તથા જગતીના કેટ વિગેરે ઉપર પણ રાત્રિદિવસ જુદી જુદી રીતે થાય. પડછાયાની મર્યાદાની બહારના વિસ્તારની ભૂમિ ઉચ્ચ ટેકરાસ્વરૂપ હેય તે ત્યાં પણ તાત્યના શિખરોની માફક રાત્રિ-દિવસ થાય. વર્તમાન જગતની પરિસ્થિતિ જોતાં જણાય છે કે... " આ ભૂમિ પણ ઉચ્ચ ઢાળિયા-ટેકરા સ્વરૂપ જણાય છે વિષુવવૃત્તથી ઉત્તર પ્રદેશ છેક તિબેટ અને રશિયાના મધ્યભાગ સુધી કેમે કમે ઊંચા થતે પ્રદેશ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102