Book Title: Jambudwip Part 01
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 36
________________ પ્રત્યક્ષ પુરાવા ન હોય, અને ફક્ત દલીલ કરવા માટે જ સ્વીકારેલા હોય તેવા સિદ્ધાતેને લઈને ગૂઢ રહસ્યના-phenomena–અર્થઘટન માટે સંભવિત અને દેખીતું સત્ય પણ ન હોય તેવી પદ્ધતિ કરતાં વધારે સુસંગત અને સંતોષકારક છે. જેમાં જિજ્ઞાસા કરતાં ધારણું વધારે હોય, તેવા બધા સિદ્ધાંત એ પ્રકારના હોય છે. તેમાં વધુની સાચી રચના, અનુભવ કે નિરીક્ષણ કરતાં કાલ્પનિક ધારણ પર વધારે આધારિત હોય છે. દૃષ્ટા લેક પિતાની બુદ્ધિથી કેઈક સિદ્ધાંત શેધી કાઢે છે, તેની થોડાક સમય માટે પ્રશંસા થાય છે. પરંતુ એ સિદ્ધાંતની ભૂતાવળ સત્યની શક્તિથી આજ કે કાલ દૂર થઈ જાય છે. આપણે એ છેતરપીંડીથી ખુશ થયા હોઈએ ત્યારે જેના પર સર્વ પ્રકારની પ્રગતિ આધારિત છે તેવું તત્ત્વજ્ઞાન વેદના પામતું હોય છે. ઘણીવાર સાચી પરિસ્થિતિ આપણું નિરીક્ષણમાંથી છટકી જાય છે કે આપણી સામે આવે છે ત્યારે તે કાલ્પનિક છે એમ માનીને તેને કાઢી નાખીએ છીએ. અથવા તે આપણી માન્યતા સાથે તેને જોડી દેવાનો કે આપણા મનમાન્ય સિદ્ધાંતે સાથે સરખામણી કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આવી રીતે અસંગત ભાગોને ભેગા કરીને સત્યની ભૂલભરેલી, વિચિત્ર રચના આપણે આપણી સામે ઊભી કરીએ છીએ. આનાથી વધુ નુકસાન થયું નથી પરંતુ ફિલસૂફ અભિમાન અને આકાંક્ષા દ્વારા માને છે કે તેઓ જગતને નિસગના યંત્રની પૂર્ણ માહિતી આપી શકે છે, અને એ મેળવવા માટે તેઓ કોઈક સિદ્ધાંત અને માન્યતાઓ-ધારણએ શેાધી કાઢે છે અને તેનાથી નિસર્ગનાં સર્વ રહસ્ય સમજાય છે એ ઢગ કરે છે તે વૃત્તિથી ઉપરોક્ત વૃત્તિ કરતાં વધારે નુકશાન થયું છે. - સૈદ્ધાંતિક પદ્ધતિ એ કઈ ચોક્કસ વસ્તુ નથી. માટે ભાગે તે તે જે તે યુગના મત અને પ્રવૃત્તિઓ પર આધારિત હોય છે. તે મત અને પ્રવૃત્તિ કેઈકવાર અમુક સિદ્ધાંતની તે કઈકવાર બીજા સિદ્ધાંતની તરફેણ કરતાં હોય છે. કેપનિકસે (પૃથ્વી ફરવા વિશેની) પિતાની પદ્ધતિ તત્કાલ પૂરતી, સાબિત કરવી અશક્ય છે તેવી માન્યતા સાથે સ્વીકારેલી હતી, એના શબ્દો છે, “ધારણુઓ સાચી કે સંભવિત હોય એ જરૂરી નથી; તે ગણતરીનાં (calcultion) પરિણામ લાવે છે તે પૂરતું છે. જ્યાં સુધી માન્યતાઓને સંબંધ છે ત્યાં સુધી ખગળશાસ્ત્રમાંથી કોઈને કોઈ પણ પ્રકારની એકસાઈની આશા રાખવી નહીં; કારણ કે તે વિજ્ઞાન એ પ્રકારનું કશું આપી શકતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102