________________
ક્ષેત્રો ભરત રાવત, હિમવંત, રમ્યક આદિ ના કેટલાક વિભાગોમાં હિત આદિ પર્વતે અને તેના શિખરોના પડછાયાના કારણે રાત્રિ-દિવસ થાય છે.
જ્યારે પર્વતે [ હિમવંત, નિષધ આદિ ]ના શિખર પર જુદી જ રીતે રાત્રિ-દિવસ થાય છે.
શિખરના જે ભાગની સામી દિશામાં સૂર્ય હોય છે તે ભાગ ઉપર દિવસ હોય છે જ્યારે તે જ શિખરના પાછળના ભાગમાં રાત્રિ હોય છે. અને સૂર્ય જ્યારે ફરતે ફરતે શિખરના પાછળના ભાગ તરફ આવે ત્યારે તે ભાગ ઉપર દિવસ અને આગળના ભાગ ઉપર રાત્રિ થાય છે.
વળી મેરૂ પર્વતના કેટલાક ભાગ [મેરૂ પર્વતના ભૂતળથી ૧૦૦૦ જન ઉપર તે ભાગ] ઉપર કાયમ જ દિવસ રહ્યા કરે. કારણ કે, બે સૂર્ય હેવાને કારણે પૂર્વ મહાવિદેહ તરફના ભાગ ઉપર પૂર્વ મહાવિદેહમાં રહેલા સૂર્યનું અને પશ્ચિમ મહાવિદેહ તરફના ભાગ ઉપર પશ્ચિમ મહાવિદેહખંડમાં રહેલા સૂર્યનું એમ બંને સૂર્યનું અજવાળું કાયમ જ રહ્યા કરે છે. તેથી ત્યાં વીસે કલાક કાયમ દિવસ જ રહ્યા કરે છે.
- તેવી જ રીતે ભરતાદિક ખંડમાં પણ જે વિસ્તાર પર્વતના શિખરોને પહછાયાની મર્યાદાની બહાર-દૂર હોય ત્યાં પણ ત્યાંની ભૌતલિક પરિસ્થિતિ બાધક ન હોય તે ત્યાં પણ સદાકાળ સૂર્યનું અજવાળું કાયમ રહે.
વળી નિષધ, નીલવંત, આદિ કેટલાક પર્વતનાં કેટલાંક શિખરો ઉપર કેટલેક સમય અને સૂર્યના એક સાથે પ્રકાશ પડવાની સંભાવના છે. તેવા સ્થળે ઉભેલો માનવી એકી સાથે બે સૂર્યને પણ જોઈ શકે તેવી સંભાવના છે.
- જ્યારે એક સૂર્ય પૂર્વ મહાવિદેહમાં શીતા નદીના આકાશ ક્ષેત્રમાં અને બીજો સૂર્ય પશ્ચિમ મહાવિદેહમાં શીતદાન આકાશ ક્ષેત્રમાં હોય ત્યારે નિષધ ઉપરના કેટલાક શિખરના ઉત્તર-ભાગ તરફ અને નીલવંત પર્વતના કેટલાક શિખરના દક્ષિણ ભાગ તરફ [ મેરૂ પર્વત તરફના ભાગ ના ભાગ ઉપર અને સૂર્યને પ્રકાશ એકી સાથે પડે તેવી સંભાવના જણાય છે.
આ તે જંબુદ્વીપના ભરતાદિક-ક્ષેત્રે-પર્વત પરના શિખરે વિગેરે જુદા જુદા થામાં જુદી જુદી રીતે રાત-દિવસ થતો હોવાની સંભાવના જણાવી.
મહાવિદેહ ખંડની બત્રીસ વિજેમાં પણ એકી સાથે એક સરખી રીતે રાત્રિ -દિવસ થઈ શકે નહિં, પરંતુ બત્રીસ વિજેમાં જુદા જુદા સમયે અને જુદી જુદી રીતે રાત્રિ-દિવસ થવાની સંભાવના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org