________________
એટલું જ નહીં પણ ૩૨ વિજયે પૈકી કોઈપણ એક જ વિજયમાં પણ જુદાં જુદા સમયે અને જુદી જુદી રીતે રાત્રિ-દિવસ થવાની સંભાવના જણાય છે.
આ બધી વિગતે વિસ્તારના ભયથી અમે અત્રે રજુ કરી શકતા નથીપરંતુ હાલમાં ભરતખંડમાં જ કેવી રીતે રાત્રિ-દિવસ થાય છે? તેની-વિચારણા અમે રજુ કરીએ છીએ,
ભરતખંડના કેટલાક ભાગોમાં નિષધ પર્વત અને તેના શિખરના પડછાયા પડવાને કારણે રાત્રિ-દિવસ થાય છે, અને જેમ જેમ સૂર્ય નજીક આવતે જાય તેમ તેમ પડછાયે ઉત્તર તરફ જેમ જેમ પાછો ફરતો જાય તેમ તેમ દક્ષિણ તરફથી ઉત્તર તરફ ધીમે ધીમે સૂર્યને પ્રકાશ આવતે જાય અને તેથી ત્યાં ધીમે ધીમે ઉત્તર તરફના ભાગમાં દિવસને અનુભવ થતો જાય.
વળી ભરત-ક્ષેત્રના ઉત્તર-વિભાગમાં [ઉત્તરાર્ધ ભરત ખંડમાં]ના કેટલાક ભાગમાં હિમવત પર્વત તથા તેને શિખરના પડછાયા તથા દક્ષિણાર્ધ ભરત ખંડમાં કેટલાક ભાગોમાં વૈતાઢય પર્વત અને તેના શિખરના પડછાયા પડવાને કારણે પણ તે વિભાગમાં રાત્રિને અનુભવ થાય છે.
સૂર્ય, નિષધ પર્વતની દક્ષિણના વિસ્તારમાં ભ્રમણ કરતે હોય ત્યારે પણ ઉત્તરાધ (નિષધ) પર્વતના છેક ઉત્તર વિભાગમાં [ હિમવંત પર્વતની તળેટીના વિસ્તારમાં ] તથા દક્ષિણ ભારતના ઉત્તરના વિભાગમાં [વતાઢય પર્વતની તળેટીને વિસ્તારમાં ] નિષધ કે તેના શિખરોને પડછાયો પડતો નહિ હોવા છતાં પણ હિમવંત પર્વત અને વૈતાઢય પર્વત તથા તેના શિખરના પડછાયા પડતા હોવાને કારણે પણ તે તે વિભાગમાં રાત્રિને અનુભવ થાય છે.
આ વિભાગમાં રાત્રિ ઘણું મેરી અને દિવસ ઘણું નાના હોય છે.
આનાથી ઉલટું ઉત્તર ભારતના તેમજ દક્ષિણ ભારતના દક્ષિણ વિસ્તારના કેટલાક ભાગોમાં ઉત્તરના વિસ્તારના પ્રદેશ કરતાં દિવસ મેટ ને રાત્રિ નાની હેવાની સંભાવના પણું જણાય છે,
' ઉત્તરાર્ધ ભારતના ઉત્તર વિસ્તારના પ્રદેશે કરતાં દક્ષિણ વિસ્તારના પ્રદેશ [વૈતાઢય પર્વતના ઉત્તર તરફની તળેટીના વિસ્તારમાં દિવસ મોટો હોઈ શકે છે.
કારણ કે સૂર્ય નિષધ પર્વતની દક્ષિણ દિશામાં ભ્રમણ કરતે હેવા છતાં પણ હિમવંત અને તેના શિખરોના પડછાયાને કારણે ઉત્તર વિસ્તારમાં [ હિમવતની તળેટીના વિસ્તારમાં ] રાત્રિ હોવા છતાં પણ દક્ષિણ વિસ્તારમાં [વૈતાવ્યની ઉત્તર તરફની તળેટીના વિસ્તારમાં] જ્યાં હિમવંત કે તેના શિખરના પડછાયા જે વિસ્તારમાં પહેચી શકતા ના હોય તે વિસ્તારમાં દિવસને અનુભવ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org