________________
ઇતિહાસ ]
૧૧ :.
શ્રી શત્રુંજય ૩૨ ભંડારીની
ધર્મશાળા ગામમાં બારેટના નાના ચારા પાસે ૩૩ પીપળાવાળી
છે બારેટના મોટા ચોરા પાસે. . . . ! રૂ૪ જોરાવરમલજીની , , ગામમાં ફકીરની ડેલી પાસે.. ૩૫ ડાહ્યાભાઈના એારડા , છ સાત એારડાની અંદર ગાળે..., ૩૬ દયાચંદજીવાળી
ઉજમબાઈની ધર્મશાળાની અંદર ગાળે. ૩૭ નગરશેઠને વન્ડે (ધુલીઓ વસે) પિષ્ટઓફીસ પાસે. છે જેમાં આંબિલખાતું ચલાવે છે. ૩૮ વીરબાઈ પાઠશાળા ' , , નરસી કેશવજીની સામે... " ૩૯ શેઠ નગીન કપુરચંદની છે કે ૪૦ મહાજનની ગામના સંઘની ,, ,, ગામમાં નવાપરામાં
" વિશાળ ધર્મશાળા છે. - આ સિવાય ગૌશાલા (પાંજરાપોળ), સદાવ્રત, રસોડાં, જેને વીશી, શ્રી વર્ષમાન તપ આયંબિલખાતું જે ઘણું જ સારું ચાલે છે. શેઠ આ. ક. પેઢી તરફથી ચાલતાં અનેક ધાર્મિકખાતા, શ્રેયસ્કર મંડલ, એન. એમ. પંડિત એન્ડ પુસ્તક પ્રકાશક મંડલ વિગેરે વિગેરે છે.
શત્રુંજય તીર્થને ઈતિહાસ - આપણે ગિરિરાજની ઉપર ચઢ્યા છીએ તે શ્રી શત્રુંજય તીર્થને ઈતિહાસ પણ જોઈ લઈએ— - આ તીર્થ ઘણું જ પ્રાચીન છે. જેન આગમ જ્ઞાતાધર્મકથામાં શત્રુંજય ગિરિરાજને ઉલ્લેખ પુંડરીકાચલ વગેરે નામથી મળે છે. આ સિવાય અનેક જન ગ્રંથોમાં આ તીર્થનું માહાસ્ય,, મહત્વ, ગૌરવ અને પ્રભુતાને ઉલ્લેખ વિસ્તારથી મળે છે. આ તીર્થની સ્પર્શના કરી અનેક ભવ્યાત્માઓ આત્મકલ્યાણ સાધી, કમરહિત બની મુક્ત થયા છે. આ મહાન તીર્થના માહાત્મ્યસૂચક “શત્રુંજય માહાસ્ય' નામને મહાન ગ્રંથ સંસ્કૃત ભાષામાં શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજે બનાવેલ છે જે ૩૬૦૦ શ્લોક પ્રમાણ છે. હિન્દુધર્મમાં જેમ સત્યુગ, કલિયુગ આદિ પ્રવર્તમાન કાલના ૪ વિભાગ માનેલા છે તેમ જૈન ધર્મમાં પણ સુષમઆર, દુષમઆરે આદિ પ્રવર્તમાન કાલના છ વિભાગ માનેલા છે. આ આરા( કાલચક્ર)માં ભારતવર્ષમાંની દરેક વસ્તુઓના સ્વભાવ અને પ્રમાણમાં સ્વાભાવિક પરિવર્તન થાય છે. આ નિયમ પ્રમાણે શ્રી શત્રુંજય ગિરિરાજના વિસ્તારમાં અને ઊંચાઈમાં પણ પરિવર્તન થાય છે. શત્રુંજય માહાઓમાં લખ્યું છે કે પ્રથમ આરામાં આ તીર્થ ૮૦ જન,. બીજા આરામાં ૭૦ એજન, ત્રીજા આરામાં ૬૦ એજન, ચોથા આરામાં ૫૦ એજન, પાંચમા આરામાં ૧૨ જન અને છઠ્ઠા આરામાં ૭હાથ પ્રમાણ આ તીર્થનું માન હોય છે, આwતીર્થ પ્રાય; શાશ્વત છે અથાત તેને કદી વિનાશ નથી થતા.': એ ગ્રેજોના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com