Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
你沒優優優優漫漫際優優優漫漫漫漫漫漫漫漫漫漫漫漫漫優鮮燒燒燒友溪濕濕濕濕濕濕濕濕濕濕隊
એક ઝંઝાવાતી દીક્ષા
સાહિત્ય પ્રચાર અને બિભત્સ વજ્ર પરિધાનો જેવા દૂષણોનો પૂજ્ય શ્રી સિંહ જેવા ધ્વનિમાં એવો તો શિરચ્છેદ કરતાં, કે શ્રોતાનું હૃદય કંપી ન ઉઠે તો જ આશ્ચર્ય.
વિષય જ વિકૃતિ અને ભૌતિકતાના ખંડનનો હોવાથી, એ ભૌતિકતા ના - જેના જીવનમાં ઘૂસણખોરી કરી ગઇતી, તેવા યુવકો, વૈજ્ઞાનિકો અને સુધારકો પણ કાં કૌતુકવશ, કાં પ્રતીકાર માટે પૂજ્યશ્રીના પ્રવચનોમાં પૂરની જેમ ઉભરાતા.
સમ્પૂર! પણ પૂજયશ્રીના તાતા શબ્દો દ્વારા જ્યારે ભૌતિક વાદના ચીર ચીરાણા જતાં અને તેની ભીંતરી નગ્નતા પ્રકટ થઇ જતી. ત્યારે જમાનાવાદના તે ભેખધારીઓ પણ માનસિક રીતે હત પ્રત બની જતા. ઉંડા મનોમન્થનમાં ગબડી પડતા.
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ૧૩ + અંક ૧૮ ૧૯ ૭ તા. ૯-૧ ૨૦૦૧ શાબાશ ! કાંતિ ! તારો જીવન દેદાર હવે બદલાઇ જવાનો...’’
મામાએ ભવિષ્ય વાણી ભાંખી.
આમ, એ દિવસે તો તે બે છૂટા પડયાં, પણ ત્યાર પછી મનોએ રોજીંદો ક્રમ બની ગયો કે વ્યાખ્યાનના સમયે રામવિજયજીની વ્યાખ્યાન સભામાં પહોચી જવું.
એ મનોમન્થનનો કોઇ જ ઇલાજ જ્યારે તેઓ શોધી શકતાં નહિ, ત્યારે છેવટે પૂજયશ્રી પાસે જ તેની યાચના કરતા તેઓનો પૂજ્ય શ્રી દ્વારા એવો સચો ઇલાજ થતો, કે અંતે સુધારકવાદનો તેમનો હિમ ઓગળીને રહેતો. ભૌતિકતાના તેમના ભ્રમ ભૂંસાઇને રહેતા.
એટલું જ નહિ, તેમનું વ્યાકુળ બનેલુ મન સંસારથીય વિમુખ બની જઇને સંયમના સ્વીકાર માટે લાલાયિત બની જતું. બસ ! આજ સ્થિતિ કાંતિકુમારની પણ થઇ.
સેકડો સંસાર યાત્રીઓને સંયમના યાત્રિક બનાવનારા સૂરિરામનો કસબ કાંતિલાલના કાળજા પર સવાર થઇ ગયો.
વ્યાખ્યાનનું સર્વમંગલ થયા પછી એ જ્યારે ઉઠ્યો, ત્યારની એની આંતિરક સ્થિતિ એ વ્યાખ્યાન સભાની જાજમ પર બેઠો ત્યારની મન: સ્થિતિથી ધાવ વિપરીત હતી.
પૂજ્યશ્રીના હરતે મામા સાથે મસ્તક પર વાસનિક્ષેપ સ્વીકાર્યા પછી એ જ્યારે ઉપાશ્રયના પગથીયા ઉતર્યો, મામાએ તરત દાણો દાબી જોયો
4. કેમ લાગે છે, કાંતિ ! આપણો સંસાર જ અનુભવવા જેવો નથી. આ દુનિયા પણ કાંઇક વળોટવા જેવી છે. એવુ નથી લાગતું ? ...’’ 1.સબૂર ! મામા, કાલથી તમારી સાથે વ્યાખ્યાનમાં મારી હાજરી પાછા પાકકી..'' કાંતિકુમારે પ્રત્યુત્તર વાળ્યો.
શું વાત કરે છે; કાંતિ ? એટલો બધો રંગ લાગી
ગયો તને!''
આશ્ચર્યાન્વીત બનેલા મામાએ વિસ્મય વ્યક્ત કર્યું.
.. જરુર મામા, મારું હૃદય તો હજીય વ્યાખ્યાન - વ્યાખ્યાન
જ પુકારે છે.
મહારાજના શબ્દો વ્યાખ્યાન પૂરૂં થયા પછી પણ મનને ભેદી
રહ્યા હોય, તેવુ લાગે છે...''
બીજા દિવસનું નિરભ્ર પ્રભાત ખીલી ઉઠયું. કાંતિકુમ ર જાગ્યા ત્યારથી તેમનું લક્ષ્યાંક વ્યાખ્યાન સભામાં સમયસર પહોંચી જાનું રહ્યું. તેમણે પોતાની દૈનિક ક્રિયાઓ ઝડપભેર સમેટી લીધી. સમ થતાં જ મામાએ સાદ દીધો. અને એ સાદને હૂંફાળો પ્રતિસાદ આપીક તિકુમારે વ્યાખ્યાન સભાની વાટ પકડી.
આદિથી અંત સુધી પ્રવચન સભામાં તે હાજર રહ્યો. જીવનમાં પથરાઇ પડેલી ધૂંધળાશના ટોળેટોળા વિખે ઇરહ્યાં હોય, એવો અનુભવ તે કરી શક્યો. પ્રવચન શ્રવણના માધ્યમે. દિવસોપર દિવસો પસાર થતાં ચાલ્યા. કાંતિકુમારનું પ્રવચન શ્રવણ યાત્રા અણથક ગતિએ એકાદીય સ્ખલના વિના આગળ પેજતી તી. પંન્યાસ રામ વિજયના પ્રવચનોનો તે સદાયનો પ્રેમી બની ગયો.
હરણને વીણાનું વાદન જેટલું પ્રિય લાગે. તેથી ય ઝાઝેરી પ્રીતિ કાંતિલાલે પૂજ્યશ્રીનાં પ્રવચનો સાથે બાંધી દીધ..
હવેતે નાસ્તિક ન રહ્યો. નખશિખ આસ્તિક બની ગયો. ધર્મનો દ્વેષી નહિ ધર્મનો ચુસ્ત ચાહક થઇ ગયો. સંયમીઓનો વિરો નહિ, સંયમીઓનો ઉપાસક બની ગયો.
ઠીક-ઠીક લાંબા કહી શકાય, એટલા સમયના પ્રવચન શ્રગ પછી તો તે એક તત્ત્વજ્ઞાતા શ્રાવક બની ગયો.
* તેના જીવનના દેદાર પલટાઇ ગયા.
* તેના જીવતરનો કાયા કલ્પ થઇ ગયો.
* તે તત્ત્વોનો અભ્યાસુ બન્યો. ગણના પાત્ર ધર્માત્મ બન્યો. * એટલું જ નહિ, તે એથી ય આગળ વધ્યો. એક છ ડાંગ વધુ ભરીને તે મુમુક્ષુ બની ગયો. સંસાર તરફ તેને નફરત વછૂટી ગઈ. ભોગો તેને કડવા ઝેર જેવા ભાસવા માંડયા. તેની લોલુપતા મરી પરવારે વિષય સુખો તેને મૃગજળ જેવા જ કાલ્પનિક સમજાતા ચાલ્યા. યુવતી અને દિવાનીના માનસિક આવેશો ઇન્દ્રધનુષ જેવા જ ક્ષણિક ભાર નં.
તે વૈરાગી બની ગયો.
સંસારના બન્ધનોથી તે ત્રાસી ઉઠયો. સુખાભા જેવી વિષયેષણાની જંજીરથી તે ત્રાહિમામ્ પુકારી ઉઠયો. કુટુંબ અને પત્નીના
પ્રેમ તેને નિ:સાર લાગવા માંડયા.
ભૌતિકતાની ઇન્દ્રજાળ તેની ચીરાઇ ગઇ.
કતિકુમારે ભાવુક સ્વરે જાણાવ્યું.
તે તો હવે, વીતરાગી બનવા માટે વીતરાગીએ જ ચીંધેલા વૈરાગ્યના (દીક્ષાનાં) પન્થ તરફ દોડી જવા થનગનવા લાગ્યો. યમ જ તેનો ઇતબાર હતો.
31333/૩૫૪ 3333333
~~~--~------______