Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આણંદ શહેરમાં ઐતિહાસિક ચાતુર્માસ
શ્રી જૈન શાસન (અઠવાડિક)
વર્ષ ૧૩ ૪ અંક ૨૪ ૨૫ : તા. ૧૩-૨-૨૦૧૧
લહાવલઇને હજારો ભાવિકો ધન્ય બન્યા, દિવ્ય શૃંગારજ શ્રી શી નાથપ્રભુનાં દર્શન કરીને સૌએ આંખોને ઠારી અંતરને અજવળ્યું અને આત્માને પખાળ્યો. (૭) તા. ૧-૧૨-૨૦૦૦ સવારે ૮-૩૦ વાગે પાયોનીયર હાઇલના વિશાળ પટાંગણમાં બાંધવામાં આવેલા વિશાળ શમિયગામાં ઊંચા સ્ટેજ ઉપર હજારો ભાવિકોની હર્ષસભર ઉપસ્થિતિમાં મોક્ષમાલા રોપણ વિધિ સાનન્દ સંપન્ન થઇ હતી. (૮) પહેલી માળનો ચઢાવો શ્રી ચીમનલાલ દલસુખભાઇ પાદરાળા પરિવારે લઇને શ્રી નીતીનકુમાર હસમુખલાલને પૂજ્ય મુનિવર ના વરદ હસ્તે મોક્ષમાળા પહેરાવી ત્યારે જૈન શાસનના જય જયકારથી ગગન ગુંજી ઉઠ્યું હતું. (૯) બીજી માળનો ચઢાવો શ્રી મનુભાઇ વાડીલાલ શાહે લઇને | પુત્રવધુ શર્મિષ્ઠા કેતનકુમારને પૂજ્ય મુનિવરોના હસ્તે મોક્ષમાલા પહેરાવી. (૧૦)બીજી માળનો ચઢાવો શ્રી નવિનચંદ્ર ચંપકલાલ શ્રોફ પરિવા લઇને પદ્માબેન નવિનચંદ્રને મોક્ષમાળા પહેરાવી. (૧૧) ધોથી માળનો ચઢાવો શ્રી સૌભાગ્યચંદ્ર કાંતીલાલ શાહ લઇને જ્ય મુનિવરોના વરદ હસ્તે મોક્ષમાળા પહેરી. (૧૨)પાંચમી માળાનો ચઢાવો શ્રી રાજેન્દ્રભાઇ મોહનલાલ
વાલવોડવાળાએ લઇને પૂજ્ય મુનિવરોના વરદ હસ્તે અંજનાબેન રાજેન્દ્રભાઇને મોક્ષમાળા પહેરાવી. (૧૩) ઉત્સાહ ભર્યા વાતાવરણ વચ્ચે ૬૦ જે લી મોક્ષમાલા પૂજ્ય મુનિવરોએ પહેરાવી. (૧૪) બન્ને દિવસ બપોરે સકલસંઘનું ૫000 ભાવિકોનું બેસાડીને વિધિપૂર્વક સ્વામીવાત્સલ્ય થયું હતું. (૧૫) તપસ્વીઓને ૧૦૦૦ રૂપિયાથી વધારે વસ્તુઓ અને રોકડાની પ્રભાવના થઇ હતી. (૧૬) આદમી માળ પહેરનાર વડોદરા નિવ સી રાણીબેન શાંતિલાલજી બદોરાએ ચઢાવો લઇને પૂજ્યોનું ગુરુ પૂજન કર્યું હતું. (૧૭) રાજ્યકક્ષાના મંત્રીશ્રી દિલીપભાઇ પટેલ સંસદસભ્ય શ્રી દીપકભાઇ સાથી અને આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રી બિપીનભાઇ વકીલ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્યશ્રીના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. (૧૮) અવિસ્મરણીય સંસ્મરણો સાથે ઉપધાન તપ અને અષ્ટાનિક જિન ભક્તિ મહોત્સવનું સમાપન થયું હતું. (૧૯) પો. સુ. પ્ર. ૪ તા. ૨૯-૧૨-૨૮, શુક્રવારે શ્રી સંઘ આયોજિત શ્રી સિદ્ધગિરિરાજ મહાતીર્થનો છ'રી પાલક યાત્રા સંઘ આણંદ શહેરથી સૌ પ્રથમવાર નીકળેલ.
(
પ્રભુ પ્રાર્થના
- સૌ. અનિતા પટણી. ધરતી અને આકાશ જેવી પ્રીત છે ભગવાન-ભક્તની દુનિયા નહિ સમજી શકે, ભક્ત ઉરની લાગણી. હે વિભુ તારી કરૂણાનજરનો મુજને સહારો મળે તો બસ ભટકું ભવોદધિમાં આમ-તેમ, મુક્તિનો કિનારો મળે તો બસ. હે તારક કિરતાર ! કરૂણામય કથા છે મારી વેદનામય વ્યથા છે મારી સંસાર સાગરમાં ગમના વમળ ઉઠે છે હૈયે દર્દના વમળથી છૂટકારો મળે તેવી કરૂણા કરજે સુખ એવું ના મળો જે ભૂલાવે તને દુ:ખ એવું ના મળો જે ગુમાવે તને નાવતો જુઓ નથી મજધારમાં, નથી કિનારા પર નથી ડૂબી શકતો નથી કરી શકતો એવા મૂંઝારા પર હે કિરતાર ! મને સાચો રાહ બતાવી દે મને મુકિતનો માર્ગ બતાવી દે.
શેરમાંથી સવા શેર માટે લુચ્ચા ન કરો
બે ગામડિયા શહેરમાં આવ્યા, ત્યાં તે તેની નજરે એક હોટલના બોર્ડ ઉપર પડી. તેમાં લખ્યું હતું, “જમો, જમો, પૈસાની ચિંતા કરશો નહિ, બિલ તમારા છોકરાના છોકરા આવીને ભરી જશે.”
બંને ગામડિયા હોટલમાં ગયા અને પેટ ભરીને જમી લીધું. જમીને બહાર નીકળતા હતા ત્યાં જ શેટે બંનેને બૂમ પાડીને બોલાવ્યા. “અલ્યા એબિ તો ભરતા
જુઓ.”
બંને જગાએ બોર્ડ દેખાડયું અને કહ્યું “અમારા | છોકરાના છોકરા બિલ ભરશે.”
શેઠ કહે “હું તમારા પૈસા કયાં માંગ છે આ તો તમારા બાપનાબાપા અહીં આવીને જમી ગયા હતા તેમના પૈસાતો તમે ચૂકવો.'
) સૌજન્ય નિરંજન
૪૧૮