Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શીલ સુંદરીનો શી શણગાર
બોધકથા
શ્રી જૈન શાસન (અઠવાડિક) # વર્ષ ૧૩ - અંક ૨૪ ૨૫ : તા.૧૩-૨-૨૦૦
શીલ સુંદરીનો શીલ શણગાર
- પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. શીલ-સદાચાર-સંયમ પર સાચો પ્રેમ નથી. ધર્માત્મા પછી તે પુષ હોય કે સ્ત્રી પણ બાહ્ય શૃંગારને મહત્તા નથી આપતો પણ આંતર ગુણ વૈભવથી પોતાને અલંકૃત માને છે.
|
મહાપુણ્યોદયે આવી સુંદર ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્યભવ મલ્યો. સંયમ અને સદાચારની સુવાસ મનુષ્યને મહામાનવબનાવી ખુદ ભગવાન બનાવે છે. સુકુલ એ સદાચારની ઉત્પત્તિ ભૂમિ કહેવાય છે. પણ આજે સદાચારના સ્વાગત અને દુરાચારને દેશવટો દેવાના બદલે સદાચારને દેશવટો અને દુરાચારનું સ્વાગત કરાય છે. સદાર ારની સરગમની સુરાવલિ સહજ સાંભળવા મલતી ત્યાં આજે ચો તર દુશચારનું સામ્રાજ્ય દેખાય છે. સંયમ, શીલ અને સદાચાર છવનનો પ્રાણ હતો. તેના રક્ષણ ખાતર પ્રાણાર્પણ સહજ હતું. સુ ખ-સાહ્યબીનો ત્યાગ, કાયાનો પગ ત્યાગ કરવામાં ગૌરવ મનાતું. યાં આજે સદાચારના પાઠ પણ સ્વપ્ન સમ બન્યા છે. સદાચારનું ખાણભૂત જૈન કુળોની આવી હાલત જોઇ ઘણું
આજે મસ્તકના વાળ આધુનિક હેરસ્ટાઇલ - ડાથી શણગાર્યા હશે, મુખ ઉપર મોઘેરો મેકઅપ હશે, કપડા પણ લેસ્ટ ફેશનના હશે, અત્તર પણ પરદેશી મોંઘાદાટ હશે, હાથ-પગમાં મેદીની સુંદર સજાવટ હશે પણ આ બધામાં પ્રાણપૂરક તત્ત્વનો અભાવ હોવાથી અંતે બધું ઝાંખુ અને પ્રાણહીન લાગે છે. કામગ શીલની સાચી સંપત્તિ નથી. આપણે ત્યાં સ્ત્રી - પુરુષ બની શીલસંપન્નતા વખાણી છે. તેમાં ય સ્ત્રીને મોહકતાદિના કારણે વિશેષ સાવધ રહી શીલ સંપત્તિને જાળવવાનું કહ્યું છે. તેથી જ ધર્મી સ્ત્રીઓ શીલને જ સાચું આભુષણ માને છે અને ને ઉજાળવા હંમેશા સજ્જ હોય છે. શીલ જેવું બીજું શ્રેષ્ઠ ન માનતી નથી. તેમાં મલીનતા-ડાઘ ન લાગે તેની કાળજી રાખે છે. તેની ખાતર પ્રાણ ન્યારા કરતાં અચકાતી નથી. આવી જ એક પવિત્ર નારી શીલસુંદરીની જીવન કથાથી આપણા જીવનની દૂર કરી સાચા શૃંગારને સજીએ.
દુ:ખ થાય છે.
વ્યથાને
આજે ણગાર બધાને ગમે છે પણ સાચો શણગાર શોધ્યો જડતો નથી. સાવ દુષ્કાળ નથી હજી વિરલા જીવો છે. પણ વર્તમાનના વાતાવરણે મોટા ભાગને સાચા શણગારથી દૂર રાખ્યા છે. સ્ત્રી અને શણગાર એક બીજાના પૂરક શબ્દો છે. સ્ત્રી જ્યારે સાચો શણગાર સજે છે ત્યારે દેવેન્દ્રોને પણ પૂજ્ય બને છે. સંયમ, શીલ, સદાચા એ જ સાચો શણગાર છે. આવા પુણ્યાત્માઓનું નામસ્મરણ પણ આત્માને આનંદિત કરે છે. માટે જ પ્રાત: કાલના પ્રતિક્રમણમાં ભરહેસર'ની સજ્ઝાયમાં આવા સો મહાપુરૂષોનું પુણ્ય નામસ્મરણ કરી તેમના જેવા સંયમ-શીલ-સદાચારની માગણી કરી છીએ. તેમાં બાવન મહાપુરૂષો અને અડતાલીસ મહાસતીઓને યાદ કરીએ છીએ.
શીલની સુવાસ એ જ મનુષ્ય જીવનનો સાચો શણગાર છે. આજે શૃંગારની વ્યાખ્યા બદલાઇ ગઇ. આજે શૃંગારના સાધનો વધી ગયા છે, કલા, પણ વધી છે. કુરૂપને સુરૂપ બનાવવાની પ્લાસ્ટીક સર્જરીની વિદ્યા વિદ્યમાન છે છતાં પણ ગાલ ઉપર સ જ જે લાલી-ગુલાબી જોઇએ, મુખ ઉપર જે તેજપ્રભા - કાંતિ ìઇએ, ચાલમાં જે નિર્ભીકતા અને ખુમારી જોઇએ, જીવનમાં વિવેક પૂર્વકની મર્યાદા જોઇએ તે આજે લગભગદેખાતા નથી. આજના મોજ શોખના સાધનો એ જીવનનું સાચું સત્-સત્ત્વ જ ડણી લીધું છે. આજે બાહ્ય શૃંગારના સાધનો હોવા છતાં આંતર ગુણ વૈભવનો અભાવ છે. તેનું કારણ જીવનમાં
વિજય વર્ધન નામની નગરીમાં વસ્તુપાલ નામે ધન વહ શ્રેષ્ઠી હતો અને તેને શીલ સંપન્ન એવી સુમાલા નામની પતિપતા પત્ની હતી. રૂપ-શીલ અને તત્ત્વજ્ઞા-ધર્મજ્ઞા એવી શીલ સુંદરી નામની પુત્રી હતી. રૂપ એ જ્વાલા પણ બને જ્યોતિ પણ બને. રૂપવાન જો સદાચારી હોય તો તે પણ ઘૃક્ષ જેવો ગણાય છે. રૂપ એ ધર્મરત્ન પ્રાપ્તિનો એક ગુણ પણ કહેવાયો છે. રૂપ એ દેખાડાની સસ્તી બજારૂ ચીજ નથી એ તો આત્માનું સાચું સૌંદર્ય છે. આ કન્યા જેમ જેમ મોટી થાય છે તેમ તેમ રૂપ અને જ્ઞાનમાં પણ અજોડ - બેજોડ બને છે. સ્ત્રીઓની ચોસઠે કલાની પારંગતા બનવા સાથે ધર્મકલા જ તેના જીવનનો પ્રાણ હતી. જ્ઞાતિઓ કહે છે કે, ધર્મકલા વિનાની બધી જ કલા અધ્યાત્મ પ્રાણને લુંટનારી છે. ધર્મકલા જ જીવનના રૂપાદિ ગુણોને સાચું સંદર્ય બક્ષે છે. બાહ્ય રૂપમાં પાગલ બનેલા પતંગિયાની જેમ પ્રાણ ગુમાવે છે. આજે રૂપની સ્પર્ધાઓ યોજાય છે. ખરેખર અધ:પાત કયાં સુધી થયું છે !! આજે પેકીંગ આકર્ષક અને માલ ! પેકીંગમાં મૂંઝાયેલા-લોભાયેલા પછી પસ્તાવો કરે છે. ઠોકર ખાવા છતાં
|
|
૪૧૯