Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
cocooledade
શ્રી શંખેશ્વર મહાતી ર્વ - સંઘ આમંત્રણ પત્રિકા
જૈન શાસનનો યજયકાર
sasanae
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩* અંક ૨૦/૨૧૨ તા. ૨૩-૧-૨૦૧ ।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ: ।।
।। શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ: ।।
હાલારીનો કીર્તિધ્વજ
।। શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ જિનેન્દ્રાય મ: ।।
।। હાલાર દેશોદ્ધારક પૂ.આ. શ્રી વિજયાઅમૃત સૂરિભ્યો નમ: ।।
શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી હા. વી. ઓ. શ્વે. મૂ. તપા. જૈન ધર્મશાળામાં નયન રમ્ય ભવ્ય જર્મન સિલ્વરના મૂલનાયક શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્ર આદિ ૪૧ ઈંચના ત્રણ જિનબિંબો આદિની ત્રણ માળાના ભવ્યાતિભવ્ય જિનમંદિરની પ્રતિષ્ઠા બાદ તેની બીજી વર્ષગાંઠ નિમિતે તથ ભવ્યાતિભવ્ય ૨૭ ફૂટ ૯ ઈંચ (333 ઈંચ) ના ધાતુના અદ્વિતીય શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ જિનેન્દ્ર તેમજ ગુરુમૂર્તિની અંજન શલાકા પ્રતિષ્ઠા નિમિત્તે. શ્રી શાંતિસ્નાત્ર, શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર, શ્રી જિનેન્દ્રપંચકલ્યાણક મહોત્સવ પૂર્વક દશાન્તિકા જિનેન્દ્રભકિત મહોત્સવ પ્રસંગે શ્રી સંઘ આમંત્રણ પત્રિકા
શુભ સ્થળ : શ્રી હાલારી ધર્મશાળા, પંચાસર રોડ, શંખેશ્વર
સુજ્ઞ ધર્મ બંધુ શ્ર,
પ્રણામ સાથ ણાવવાનું કે શ્રી જૈન શાસનમાં સમ્યગ્ દર્શનની શુદ્ધિ માટે જિન બિંબ અને જિન મંદિર પરમ આલંબન છે. અનંતા જીવો એ આલંબનથી તર્યા છે, તરે છે અને તરશે.
શ્રી શંખેશ્વર મહાતીર્થ પણ એવુ આલંબન છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્ર ના ભવ્યાતિભવ્ય, પ્રાચીન પરમ આહ્લાદક પ્રતિમા છે. ભોદધિતારક આ તીર્થની યાત્રા કરવા આવનારની સુલભતા માટે શ્રી હાલારી વીશા ઓશવાળ શ્વે. મૂ. તપા. જૈન ધર્મશાળાનું નિર્માણ થયું અને ત્યાં આવનારને દર્શન પૂજન આદિ ભકિત સુલભ બને તે માટે પરમ તપોનિધિ તપોભૂતિ પૂ. આચાર્ય દેવશ્રી વિજય પૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર, હાલારી જૈન જનતાના તાર ગૃહાર નિસ્પૃહિ શિરોમણિ, શ્રેષ્ઠ કવીશ્વર હાલાર દેશોદ્ધારક પૂ. આચાર્ય દેવશ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજના ટ્રધર, પ્રાચીન સાહિત્યોદ્ધારક આગમ પંચાંગી સમુદ્ધારક, હાલાર કેશરી, પૂ. આચાર્ય દેવશ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહ રાજના સદુપદેશથી આ સંકુલના પટાંગણમાં ભવ્ય વિશાળ, ત્રણે વાળનું ત્રણ માળ ઉપર ભવ્ય રંગમંડપો, મૂળ મંદિર તથા ભૂગર્ભમાં બે બે રંગ મંડપ સહિતનું ભવ્યાતિભવ્ય જિનાલયનું નિર્માણ થયું.
આ ભવ્ય મંદિર ની અંજન શલાકા પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય મહોત્સવ તેઓશ્રીની પૂનિત નિશ્રામાં વિ.સં. ૨૦૫૫ મહા સુદ ૫ શુક્રવાર તા. ૨૨-૧-૯૯ના પૂર્ણ થયો.
હાલારી જૈન જનતાની પુણ્યાઈ અને ધર્મભાવના દિવસે દિવસે વૃદ્ધિ પામી રહી છે અને અનેક ભવ્ય ધર્મકાર્યોનું નિર્માણ થઈ રહ્યું છે અને જૈન ધર્મનો જય જયકાર થઈ રહ્યો છે.
ગત વર્ષે દેરાસરની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે ભવ્ય મહોત્સવનું આયોજન પૂ. આચાર્ય દેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. 000000000000 occupatb0b6000 ૩૭૧
ની નિશ્રામાં થયું તે સમયે શ્રી રમેશચંદ્ર કાનજીભાઈ માલો છે મોમ્બાસાવાળાએ પૂ. શ્રી ને વિનંતી કરી હવે શું આયોજન છે પૂ. શ્રી એ જણાવ્યું કે આ સંકુલમાં જગતના જૈન જૈનેત્તર જીવ ધર્મના ઉલ્લાસમાં આવે તેવું કાર્ય ૨૫ ફુટના મહાપ્રતિમા ભરાવવાનું છે. આજે આ કાર્ય ઉદય પામતા હાલારીઓ કરી શકે. તેઓ કહે ચાલુ કરી દો. પૂ. શ્રીએ કહ્યું આ માટે દાતા જોઈએ અને ઉદારભાવનાથી થાય તો જ અલભ્ય અદ્વિતીય અને જંગતની અલંકારરૂપ આ કાર્ય થઈ શકે.
શ્રી રમેશભાઈ અને શ્રીમતી હંસાબેન રમેશચંદ્રભાઈએ આમાં અત્યંત ઉત્સાહ બતાવ્યો અને મુખ્ય દાતા ત્રણ અને સહયોગી દાતા ત્રીશેક લેવાનું નક્કી થયું. મુખ્ય દાતા તરીકે ૧૫ લાખ અને સહયોગી દાતા તરીકે ૨ લાખ બાવીશ હજાર બસો બાવીસ. એક મુખ્ય દાતા તેઓ બન્યા અને તે વખતે હાજર રહેલા શ્રી મનસુખલાલ પોપટલાલ વીરપાર સંધવી તથા શ્રીમતી દેવકુંવરબેન કુલદ લાલજી અને શ્રી રમણીકલાલ જેસંગભાઈ વોરાની સહયોગ દાતા તરીકે જાહેરાત થઈ અને વર્ષગાંઠના દિવસે તેઓના શુભ હસ્તે શિલાસ્થાપન થયું. બીજા મુખ્ય દાતા તરીકે શ્રીમતી જયાબેન ગુલાબચંદ મૂળચંદ મારૂ લંડન વાળા આવ્યા.
આ મહાન અને ભવ્ય કાર્યનું ઘણાજ ખંતથી આયોજન પાર પાડવા તેમજ ધર્મશાળાનો ઉત્તર વિભાગ તથા વિશાળ ભોજન શાળા તમા જલધારાના પણ મોટા કાર્યોને પાર પાડવા શ્રીમાન શ્રેષ્ઠિવર્ય કાનજી હીરજી શાહે અદ્વિતીય પ્રયત્નો આદર્યા. આજે એક વર્ષ સમય પણ પુરો થયો નથી તેટલા સમયમાં આ બધા કાર્યો પૂર્ણાહુતિની પ્રતિક્ષા કરી રહ્યા છે.
૩૦ ફુટ પાંચ ઈંચનો ગભારો, ૪૨.૫ ફુટ ઊંચા આરસના સ્થળો અને ૨૦ ફુટ ઉંચા સામરણ વિ. કાર્ય ઘણાજ ખંતથી પૂર્ણ થયા આવ્યા છે. ૨૦ ફુટ પાંચ ઈંચની પલોઠી, ૬-૬ ફુટ જેવડું મુખ zeecor poeole