Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રવચન – છેતાલીશમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૨૪/૨૫૭ તા. ૧૩-૨-૨૦૦૯
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા સં. ૨૦૪૩, ભાદરવા સુદિ ૧૪, રવિવાર તા. ૬-૯-૧૯૮૩ ચંદનબાળા જૈન ઉપાશ્રય, મુંબઈ-૪૦૦ ૦૦:
!!વયન - છેતાલીશાં
પ્રકીર્ણક ધર્મોપદેશ
ગતાંકી ચાલુ...
આપણે કેવા છીએ તે નક્કી કરવું છે. ભવ્ય છીએ ? ભવ્ય છીએ તો લઘુકર્મી છીએ ? સાધુપણું લેવાની ઈચ્છા થાય છે ? સ ધુ થયેલાને પણ આગળને આગળ વધવાનું મન થાય છે ખરૂ ? સાધુ થયેલાને પણ ખાવા - પીવાદિમાં મઝા આવતી હોય, માન - પાનાદિ ગમતા હોય તો તે બધા પણ ભારેકર્મી પણ હોય, દુર્ભવ્ય પણ હોય અને અભવ્ય પણ હોય. અભવ્ય આદિ પોતાનો સ્વાર્થ સાધવા પણ સાધુ થાય. મોક્ષે જનાર જીવને ય ટક્કર મારે તેવું સાધુપણું પણ પાળે. તે છતાં પણ ધર્મ પામે જ નહિ. આથી મોક્ષે જવા માટે જ જેઓ સાધુપણું પાળતા હોય તે બધા ડાહ્યા જીવો કહેવાય. ‘આ વિષય - કષાયાદિ પ્રમાદો જ્યાં સુધી મને ન શે ત્યાં સુધી મારું ય ઠેકાણું નહિ પડે' આવું જેને થાય ધ ય સારો કહેવાય. સંસારની જ બધી
અનુકૂળતા કરી આપે તે ગુરુ પણ દુર્ગતિમાં મોકલનારો છે.
જૈન મા - બાપ એવા હોવા જોઈએ જે પોતાના સંતાનોને સ ધુપણું અપાવે અને સાધુઓના સાધુપણાની પણ ચિંતા કરે. તમારા મા-બાપ તમારા આત્માની જં ચિંતા કરે છે કે તમારા શરીરની જ ચિંતા કરે છે ? તમે પણ તમારાં સંતાનોના આત્માની ચિંતા કરો છો કે શરીરની ચિંતા કરો ધર્મ ? તમારા મા - બાપે તમને સાધુ થવાની વાત કરી છે. ?
પ્ર. - સાધુપણાની વાત આપ જ કરો છો.
ઉ. જૈન સાધુ તમારા ઘર માંડવાની વાત કરે ખરા ? સંસારમાં મઝેથી લહેર કરે તેને સારા માને ? કરોડપતિ આદમી પણ મંદિરે આવતો ન હોય, સાધુ પાસે ય જતો ન હોય તેને ય કેવો માને ? તેવાને ‘તમે બહુ સારા છો, તમારા વડે ધર્મ છે' તેમ કહે ?
સાધુપણું તે જ ધર્મ છે. સાધુપણું કયારે આવે ? દુનિયાનું મળેલું સુખ છોડી દે અને કોઈ તે સુખ આપવા આવે તો ય લે નહિ અને ભવિષ્યમાં આવું સુખ મલજો તેમ ઈચ્છા પણ કરે નહિ અને દુઃખ મઝેથી વેઠે તેનામાં સાધુપણું અ વે. સંસારનું સુખ ભૂંડું લાગે અને દુઃખ સારું લાગે તેને સાધુપણું અપાય. સંસારનું સુખ સારું લાગે તેને સાધુપણું આપે તો તે ફજેતી કર્યા વિના રહે નહિ.
· જૈન જ મોક્ષે જાય તેનો અર્થ શો સમજો છો ? શ્રી જિનેશ્વરદેવનો ભગત તે જૈન કહેવાય. તે જૈન સંસારના સુખનો વિરાગી હોય અને પાપના પ્રતાપે દુઃખ આવે તા તે દુઃખમાં સમાધિવાળો હોય દુનિયાના સુખને દુઃખથી કર્મને ભોગવે તેનું નામ જૈન. આ દુનિયાના સુખની ઈચ્છા પાપના ઉદયવાળાને થાય. કયા પાપનો ઉદય કહેવાય અવિરતિ નામના પાપનો ઉદય કહેવાય. આવું સમજનારા તમે તમારાં સંતાનોને અવિરતિવાળા બનાવવા માગો છો કે વિરતિવાળા બનાવવા માગો છો ?
હવે આ ગ્રન્થકાર પરમર્ષિ શ્રી સૂયગડાંગ સૂત્રની સાક્ષી આપી સમજાવે છે કે – મા – બાપ, ભાઈ - ભાર્યા - ભગિની આદિ બધા ભયરૂપ છે. આ આખો સંસાર ભયરૂપ છે. સંસારના સંબંધી તમને કેવા બનાવવા ઈચ્છે છે ? તમારા મા - બાપે તમે સાધુ બનો તેમ કહ્યું છે ? સાધુ ન થવાય તો શ્રાવક બનો, સમકિત પામો તેમ પા કહ્યું છે ? તમે પણ તમારાં સંતાનોને શું કહો છો ? શું ભણાવો છો ? નવતત્ત્વાદિ ભણેલા કેટલા મળે ? નવતત્ત્વાદિ ભણેલા પણ આ સંસારને આશ્રવ માને કે સંવર માને ? આશ્રવ સંસારમાં રખડાવે કે મોક્ષે મોકલે ? તમારાં સંતાન સંસારમાં રહે તે તમને ગમે કે સાધુ થાય તે ગમે ? મારે ઘેર જન્મેલાં સંતાન સાધુ થઈને વહેલા માત જાય તેવી પણ તમને ઈચ્છા થાય છે ખરી ? તમને બધાને પણ મોક્ષની ઈચ્છા થઈ છે ખરી ?
-
ધર્મ સાંભળવા આવેલા ઘર - પેઢી, પૈસા - ટદ આખા સંસારથી કંટાળેલા હોવા જોઈએ. ‘હજી અમને આવો કંટાળો નથી આવતો પણ આવો કંટાળો આવે તો સારું’તે માટે પણ અહીં ધર્મ સાંભળવા - સમજવા આવા હો તો ય હું રાજીનો રેડ થાઉં. વર્ષોથી વ્યાખ્યાન રોજ સાંભળે, તેને ય પૂછીએ કે- રોજ વ્યાખ્યાનમાં કેમ જાવ છો તો તેનો ય જવાબ સાચો નથી આપતા. વ્યાખ્યામાં તો તત્ત્વ ભગવાને કહેલાં સમજાવું છું. તત્ત્વમાં તો આખો સંસાર ભૂંડો કહ્યો છે. દુનિયાનું સુખ પણ ભૂંડામાં ભૂંડું કહ્યું છે તે માનો છો ? દુનિયાનું સુખ મઝેથી ાચી - માચીને ભોગવે તે દુર્ગતિમાં જાય. આ વાત કહી કહીને મ યા પણ હૈયાથી કેટલા માને છે ? સાધુ પણ જો આ વાત નહિ માને તો તે પણ દુગર્તિમાં જ જવાના છે.
૪૧૫