________________
जैन साहित्य संशोधक
[ खंड ३ વિવેચન અને અર્થોધન એમ કહેવાય છે કે, વર્તમાન જૈન આગમ-સમૂહના મુખ્ય સંકલનકર્તા પૂર્વતસૂત્રાર્થધારક ભગવાન દેવ વાચક ક્ષમાશમણે જ્યારે આગમોની સંકલન કરવાને ઉપકમ કર્યો ત્યારે સર્વથી પ્રથમ તેમણે જેના પ્રવચનના પરિચય માટે મંગલસ્વરૂપ નવીર ની રચના કરી, એ સૂત્રમાં પ્રારંભમાં નિગ્રંથપ્રવચનસમ્મત શ્રુત જ્ઞાનનું
સ્વરૂપ વર્ણવીને પછી એ શ્રત જ્ઞાનના અંગભૂત આગમ અને પ્રકરણરૂપ સાહિત્યનું વિવેચન કરવામાં આવ્યું છે. એ રીતે, વિદ્યમાન સમગ્ર આગમ સંગ્રહના ઉદ્દઘાત જેવો એ સૂત્ર ગ્રંથ છે. એ સૂત્રની આદિમાં ૪૧ ગાથા મંગલાચરણરૂપે ગુંથવામાં આવી છે જેમાં નિગ્રંથ પ્રવચનના-શ્રુત જ્ઞાનના મૂળ પ્રભવ-ઉત્પત્તિસ્થાનભૂત ભગવાન મહાત્મા મહાવીર તીર્થકરની, તેમણે સ્થાપેલા શમણુસંઘની, અને એ સંઘમાં થએલા દેવવાચક ગણું પયેતના પ્રધાન પ્રધાન શ્રતધર સ્થવિરેની, સ્તવના કરેલી છે. આ પંક્તિઓના શિરોભાગ ઊપર જે ત્રણ ગાથાઓ મંગલરૂપે અવતારેલી છે તે એ જ સંતોષજ્ઞના મંગલપાઠની આદિ ગાથાઓ છે. આ ગાથાઓમાં શ્રમણભગવાન મહાતમા મહાવીર તીર્થકરની સ્તુતિ છે. આ સ્તુતિ બહુ જ ગંભીર અથવાળી છે અને એમાં ભગવાન મહાવીરદેવના જગવિલક્ષણ ગુણોનું સંકીર્તન કરવામાં આવ્યું છે. આ સ્તુતિના ગંભીરથેની કલ્પના થવા માટે, આચાર્ય શ્રી મલયગિરિ વિરચિત એ સૂત્રની સંસ્કૃત ટીકા જેવી જોઈએ. એ મહાન ટીકાકાર આચાર્યો આ સ્તુતિને વિવેચનાર્થ કરવા માટે લગભગ ૧૪૦૦-૧૫૦૦ જેટલા કપૂરની વિસ્તૃત વ્યાખ્યા લખી છે; અને એ વ્યાખ્યામાં જૈનદર્શન પ્રતિપાદિત આપ્તવાદ, સ્યાદ્દવાદ, આત્મવાદ, પુદગલવાદ, અહિસાવાદ, પ્રમાણુવાદ આદિ તત્વજ્ઞાન વિષયક મુખ્ય-મુખ્ય સિદ્ધાન્તોનું ઘણી જ યુક્તિપૂર્વક સમર્થન કર્યું છે. મલયગિરિસૂરિની ભાષાશૈલી મૃદુ અને તર્ક પદ્ધતિ વિશદ સ્વરૂપની હેવાથી જૈનદર્શનના પ્રાથમિક અભ્યાસની દષ્ટિએ, આ વણિત ટીકાભાગ, એક રીતે સ્વતંત્ર તાત્વિક ગ્રંથની ગરજ સારે એવો છે. આ ઉપરથી કલ્પી શકાય કે દેવવાચક ક્ષમાશ્રમણે કરેલી આ મહાવીરસ્તુતિ કેટલી બધી રહસ્યાર્થથી ભરપૂર હેવી જોઈએ. સ્થૂળ શબ્દાર્થ, આ સ્તુતિને નીચે લખ્યા પ્રમાણે છે. ૧-૨. જગતના [સકળ] જીવ-સમૂહને જાણનાર, જગના શાસ્તા, જગના આનંદ,
જગના નાથ, જગતના બંધુ, જગના પિતામહ, શ્રુતના–શાસ્ત્રના ઉદ્દગમસ્થાન, તીર્થકમાં અપશ્ચિમ–અંતિમ, અને લેકેને ગુરુ: એવા ભગવાન મહાત્મા
મહાવીર જયજયવંતા છે. ૩..
ભદ્ર-કલ્યાણ થાઓ, સર્વ જગતને પ્રકાશ આપનાર એવા જિન વીરનું કલ્યાણ થાઓ. જેમને સર્વ સુરાસુરોએ નમસ્કાર કર્યો છે તેમનું ભદ્ર થાઓ. જેમણે પાપમળ ધોઈ નાંખ્યું છે તેમનું ભદ્ર થાઓ.
Aho! Shrutgyanam