Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 17
________________ - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો બીજું ફીક્સ ડીપોઝીટ ખાતું હોય. સેવિંગ્સ ખાતામાં વ્યાજ ઓછું મળે, ફીક્સ ડીપોઝીટમાં વધારે મળે. સેવિંગ્સ ખાતાની રકમ ગમે ત્યારે ઉપાડી શકાય. એમ માનવજીવનરૂપી બેંકમાં મુખ્યત્વે બે ખાતા છે (૧) આગાર ધર્મ અને (૨) અણગાર ધર્મ. આ બે ધર્મથી વીતરાગદશાને પ્રાપ્ત કરી શકાય. ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ‘ભંતે ! આ કેટલો દુઃખી આત્મા છે, તેના જેવો આ દુનિયામાં બીજો કોઈ દુઃખી હોય ખરો ?' ભગવાન કહ્યું, ‘હંતા હે ગૌતમ ! તેનાથી વિશેષ દુ:ખી આત્મા આ મૃગગામ નગરમાં વિજયક્ષત્રિય રાજાનો પુત્ર અને મૃગાવતી રાણીનો આત્મજ મૃગાલોઢિયા નામનો એક બાળક છે. તે જન્મથી જ અંધ છે. અર્થાત્ તેને હાથ, પગ, કાન, આંખ અને નાસિકા આદિ અંગોપાંગ નથી. અંગોપાંગના સ્થાને માત્ર આકાર છે. તેની માતા તેનું પાલનપોષણ ઘણી સાવધાનીપૂર્વક ગુપ્ત રીતે, ગુપ્ત ભોંયરામાં કરી રહી છે.’ ગૌતમસ્વામીએ નમસ્કાર કરી ભગવાન મહાવીરને કહ્યું, ‘ભંતે! આપશ્રીની આજ્ઞા મળે તો હું તે બાળકને જોવા ઇચ્છું છું.’ અહીં ગૌતમસ્વામીનો વિનય સાંગોપાંગ ઝળહળે છે. ભગવાન મહાવીરે કહ્યું, “મહાસુદં વેવાણુપિયા” જેમ તમને સુખ ઊપજે તેમ કરો. ગૌતમસ્વામી ગુરુઆજ્ઞા પ્રાપ્ત થવા પર પ્રસન્ન અને સંતુષ્ટ મને ઈર્યાસમિતિનું બરાબર પાલન કરતાં કરતાં મૃગાવતીના ઘરે આવ્યા. મૃગાવતી રાણી ગૌતમસ્વામીને જોતાં આનંદિત, પ્રફુલ્લિત અને હર્ષિત થઈ. આજ મારે આંગણે કલ્પવૃક્ષ ફળ્યું. દર્શન કરતાં અનંતાનુબંધી કષાયની ચાર અને મોહનીય કર્મની ત્રણ આ સાત પ્રકૃતિનો ઉપશમ કરી સમકિતની સન્મુખ થઈ. ૬૯ ક્રોડાક્રોડ સાગરોપમથી ઝાઝેરા કર્મોનો ક્ષયોપશમ કર્યો. ‘પ્રભુ ! આજ મારા આંગણે અસમયે આવવાનું શું પ્રયોજન ?' ગૌતમસ્વામીએ -- ૩૦ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કહ્યું, ‘હું તમારા દીકરાને જોવા આવ્યો છું.” ત્યારે મૃગાદેવીએ ચાર પુત્રોને વસ-આભૂષણથી શણગારીને ગૌતમસ્વામી પાસે હાજર કર્યા. ‘હે ભગવનું ! આ મારા ચાર પુત્રો છે તેને આપ જોઈ લ્યો.' ગૌતમસ્વામીએ કહ્યું, “હે દેવાનુપ્રિય! હું તમારા આ પુત્રોને જોવા માટે નથી આવ્યો, પરંતુ જન્માંધરૂપ જયેષ્ઠ બાળકનું તમે એકાંત ગુપ્ત ભોંયરામાં ગુપ્ત રીતે ખાનપાનાદિ દ્વારા પાલનપોષણ કરી રહ્યા છો એવા મૃગાલોઢિયાને જોવા આવ્યો છું.” આ વાત સાંભળી આશ્ચર્યચકિત થઈને તેણે ગૌતમસ્વામીને પૂછ્યું, ‘ભંતે ! એવા કોણ જ્ઞાની અને તપસ્વી છે? જેમણે મારી આ રહસ્યપૂર્ણ ગુપ્ત વાત આપશ્રીને યથાર્થરૂપે કહી ?' ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું, “હે દેવાનુપ્રિય ! મારા ધર્માચાર્ય, ત્રણલોકના નાથ, કેવળજ્ઞાની, કેવળદર્શની, મનમનની વાત જાણનારા ભગવાન મહાવીરે આ ગુપ્ત વાત મને કરી.' પછી મૃગાવતી રાણી વિપુલ પ્રમાણમાં ખાનપાનથી ગાડી ભરીને ગુપ્ત ભોંયરામાં ગૌતમસ્વામીને લઈને ગઈ.' પ્રભુ ! આપ મોઢે કપડું બાંધી લેજો.' મૃગવતીએ પણ મોઢે કપડું બાંધી લીધું. ભૂમિગૃહનું દ્વાર ખોલ્યું ત્યારે તેમાંથી અત્યંત દુર્ગધ ફેલાવા લાગી. તે દુર્ગધ મરેલા સાપ, કૂતરા, બિલાડી, ઉંદર, ગાય, મનુષ્ય, ઘોડા, હાથી, સિંહ, વાઘ, ઘેટાં, દીપડા વગેરેના ક્લેવર સડી ગયા હોય, ગળી ગયા હોય, કોહવાઈ ગયા હોય તેવી ભયાનક દુર્ગધ હતી. કીડા ખદબદતા હતા. મૃગાવતીએ આહારને ભોંયરામાં રહેલ પિંજરામાં નાંખ્યો . મૃગાલોઢિયાએ વિપુલ પ્રમાણનો આહાર રૂંવાટી દ્વારા ગ્રહણ કર્યો. તે આહાર તરત જ પરુ અને રૂધિરના રૂપમાં રૂપાંતર થઈ ગયો અને બહાર વહેવા લાગ્યો. બાળક તેને ચાટી ગયો. ગૌતમસ્વામી આ દશ્ય જોઈને અવાક્ થઈ ગયા. ત્યાંથી વિહાર કરી - ૩૧

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145