Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 128
________________ -જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો રાજ્યાભિષેક કરીશ અને તુરત જ મહાર્થ, મહામૂલ્ય અને વિપુલ ઋદ્ધિથી ગજસુકુમાલને રાજ્યાભિષેકથી અભિષિક્ત કરે છે અને ત્યારબાદ પણ ગજસુકુમાલની દીક્ષા-ભાવના જોઈ દીક્ષા મહોત્સવ પણ ભવ્યતાથી સંપન્ન કરે છે. માતાની શીખ :- દેવકીમાતા પોતાના પુત્રને સંસાર તરફ વાળવા અનેક યુક્તિ-પ્રયુક્તિ કરે છે, પરંતુ દઢ વૈરાગી ગજસુકુમાલ મનુષ્યભવની વિનશ્વરતાનું સાદશ્ય વર્ણન કરે છે. ત્યારે પુત્રનો દૃઢ વૈરાગ્ય જોઈને માતા પોતાના પુત્રને શિક્ષા દે છે કે, હે પુત્ર ! તું સંયમમાં પરાક્રમી બનજે, પ્રમાદ કરીશ નહીં. ગુરુ - શિષ્યનો આત્મીય અને વૈરાગ્યસંપન્ન સંબંધ :- ધર્મગુરુ નેમિનાથ પ્રભુએ સ્વયં ગજસુકુમાલ મુનિ - શિષ્યને સમિતિ - ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાની શિક્ષા આપે છે. પ્રભુના શ્રીમુખેથી શિક્ષા પામી, ગજસુકુમાલ મુનિ ગુપ્ત બ્રહ્મચારી, જિતેન્દ્રિય બની આત્મભાવમાં વિચરે છે. અહીં શિષ્યનું વિનયભાવે સમર્પણ છે અને પ્રભુ - ગુરુ સ્વ અસ્તિત્વદાનથી શિષ્યને સંયમમાં સમર્થતા અર્પે છે, જેમાં દાતા – પાત્ર બંને ધન્ય બને છે. મારણાંતિક ઉપસર્ગમાં પણ સોળ વર્ષના મુનિનો ઉત્કૃષ્ટ ક્ષમાભાવ :ગજસુકુમાલ મુનિ માત્ર સોળ વર્ષની વયે અને થોડાક કલાકની દીક્ષા પર્યાયમાં બારમી ભિક્ષુપ્રતિમાની સાધના અર્થે સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિત બને છે. સોમિલનું ત્યાંથી પસાર થવું, મુનિને સાધુવેશમાં ધ્યાનસ્થ મુદ્રામાં જુએ છે. ક્રોધના આવેશમાં વિવેકભાન ભૂલી મુનિને મસ્તક પર માટીની પાળ બાંધી ખેરના અંગારા મુકે છે, તે સમયે દઢતા, સહનશીલતા અને ઉત્કૃષ્ટ ક્ષમાભાવના સાથે મુનિ લાખો ભવનાં પૂર્વસંચિત કર્મોનો મિનિટોમાં જ ક્ષય - ૨૫૨ જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો કરી દે છે. તે સમયે કેવા ઉત્કૃષ્ટ - શુદ્ધ ભાવો, લેશમાત્ર પણ દ્વેષ નહીં, તેમાંથી વિપરીત ઉપસર્ગ દેનારને મોક્ષસિદ્ધિનાં સહાયક માને છે. સાંપ્રત સમયમાં કથાનકમાંના ઉપયોગી તત્ત્વો ઃ- આજના આધુનિક યુગમાં મોબાઈલ, લેપટોપાદિ ભૌતિક સાધનો તેમજ જ્યારે કુટુંબના સભ્યો ભણતર તથા કારકીર્દિ માટે અલગ વસવાટ કરી રહ્યા છે ત્યારે તેઓ પ્રસ્તુત કથાનકમાં દૃષ્ટિગોચર થતાં માતૃપ્રેમ, ભ્રાતૃપ્રેમ, માતા – પિતા – ભાઈ પ્રત્યેનો વિવેકપૂર્ણ વ્યવહાર, તીર્થંકર પ્રત્યે ભક્તિભાવના આદિરૂપ સંસ્કારોથી વંચિત થતાં જાય છે. જીવનમાં જ્યારે પ્રેમભાવ, ક્ષમાભાવ, ત્યાગભાવ, સમભાવ વણાઈ જાય છે ત્યારે જીવન ખરેખર સાર્થક બની જાય છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહું છું. (અમદાવાદ સ્થિત ડૉ. પૂર્ણિમા એસ. મહેતા ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ જૈન વિદ્યા અધ્યયન કેન્દ્રના ઈન્ચાર્જ છે અને જ્ઞાનસત્રોમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે.) ૨૫૩

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145