Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 138
________________ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો સુંદર શિયળ સુર તરુ, મન વાણી ને દેહ; જે નર નારી સેવશે, અનુપમ ફળ લે તેહ. - શ્રીમદ્ રાજચંદ્ર શીલ રતનકે પારખું, મીઠા બોલે બૈન; સબ જગસે ઊંચા રહે, નીચાં રાખે નૈન. શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ. - લાલા રણજીતસિંહજી - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો રાજ્યભાર સોંપે છે. એક વખત ચંદ્રશનો ઉન્મત્ત થયેલો હાથી નમિરાજના નગરની સરહદમાં આવી જાય છે. નમિરાજ તેને પકડી લે છે. ચંદ્રયશ તેને પોતાનો હાથી સોંપી દેવાનું કહે છે, પણ નમિરાજ તે સ્વીકારતો નથી. આથી બંને વચ્ચે યુદ્ધ થાય છે. સતી સુવ્રતા (મદનરેખા) ના જાણવામાં આવતાં તે તરત યુદ્ધભૂમિમાં પહોંચે છે. આમ તો કોઈપણ સાધુ કે સાધ્વી યુદ્ધભૂમિમાં ન જઈ શકે, પરંતુ યુદ્ધને રોકીને મોટી જાનહાનિ રોકવા અપવાદ રૂપે સાધ્વી સુવ્રતા યુદ્ધભૂમિમાં જાય છે. બંને ભાઈઓને સમજાવે છે અને કહે છે કે તેઓ બંને સગાં ભાઈ જ છે. ત્યારે બંને ભાઈઓને ખૂબ પશ્ચાત્તાપ થાય છે. બંને પ્રેમથી ગળે મળે છે. ચંદ્રયશ નમિરાજને રાજય સોંપીને દીક્ષા લે છે. નમિરાજ પણ થોડા વર્ષો પછી પોતાના પુત્રને રાજય સોંપીને દીક્ષા લે છે. આમ મદનરેખા, ચંદ્રયશ, નમિરાજ શ્રેષ્ઠ આત્મકલ્યાણને સાધે છે. જુઓ ! એક સતી સ્ત્રીએ યુગબાહુનું સુગતિ મરણ કરાવ્યું, મણિપ્રભને દુર્વાસનામાંથી ઉગાર્યો, બંને પુત્રોને ઉત્તમ સંસ્કાર આપ્યા, યુદ્ધ અટકાવ્યું તેમજ અનેક કષ્ટો વેઠીને પણ પોતાના સતીત્વનું રક્ષણ કર્યું. આપણે પણ તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને જીવનને યત્કિંચિત્ ઊર્ધ્વગામી બનાવીએ. સ્ત્રીમાં ઘણી શક્તિ હોય છે. તે ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને ધારે તો નરક પણ બનાવી શકે છે. બંનેનું પ્રત્યક્ષ અને પરોક્ષ ફળ તે ભોગવે છે. માટે આપણે શું કરવું તે આપણે વિચારવું. લાખ લાખ વંદના સતી શિરોમણિ મદનરેખાને. (અમદાવાદસ્થિત જૈનદર્શનના અભ્યાસુ રીનાબહેન સ્વાધ્યાય સત્સંગમાં ખૂબ રસ ધરાવે છે.) જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. - ૨૦૨ - ૨૩ -

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145