Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 141
________________ જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો ૩૬ સંગમથી શાલિભદ્રની યાત્રા: ઉત્કૃષ્ટ દાનભાવનાનું ઉદાહરણ - હેમાંગ સી. અજમેરા -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ખીર વહોરાવાના પુણ્યના ફળસ્વરૂપે તેમને દેવલોકથી દિવ્ય રત્નો, આભૂષણો, વસ્ત્રો વગેરેની નવ્વાણું પેટીઓ રોજ ઉતરતી હતી. એ શ્રેણિક રાજા કરતા પણ અતિ ધનવાન અને સમૃદ્ધ હતા. તો શું કેવળ એક વાટકી ખીર વહોરાવાથી આટલી બધી સમૃદ્ધિ બધાને મળી શકે ? પરમાત્મા સમજાવે છે કે મહત્ત્વ દાન કેટલું કર્યું એનું નહિ, પરંતુ કેવી પરિસ્થિતિમાં અને કેવા ભાવો સાથે દાન દેવાય છે તેનું મહત્ત્વ છે. જૈન કથાનુયોગમાં સંગમ ગોવાળ અને શાલિભદ્રના જીવનની તે અમૂલ્ય ક્ષણોનો ઉલ્લેખ છે. સંગમ ગોવાળ, એ આઠ-નવ વર્ષનો એક બાળક ઘણા દિવસોથી તેની માતા પાસે ખીર ખાવાની ઇચ્છાને દર્શાવી રહ્યો હતો. ઘરની પરિસ્થિતિ અત્યંત દારિદ્રમય હોવાના કારણે તે માતા અને દીકરો જમવા માંડ કરીને પામતા હતા. તેવી પરિસ્થિતિમાં ખીર બનાવવી તે એક સ્વપ્ન સમાન જ હતું. રોજ માતા સંગમને સમજાવે, કે આજ નહિ પણ પછી આપણે ખીર બનાવશું. છેવટે, જ્યારે સંગમની ખીર ખાવાની તડપ તેની માતાથી સહન ન થઈ, તો તેણે કોઈક પાસેથી થોડી સાકર અને કોઈક પાસેથી થોડુંક દૂધ એમ એક-એક સામગ્રી માંગીને એક વાટકો ખીર બનાવી હતી. મા એ પ્રેમથી સંગમને માટે ખીર બનાવી અને એક થાળીમાં ઠારવા રાખીને પોતાના કામથી તે બહાર જાય છે. સંગમની ખુશીનો તો કોઈ પાર ન હતો. એ તો ખીરને નિહાળતો જ રહ્યો કે આજે મને મારી મનગમતી ખીર ખાવા મળશે. એવા વિચારથી ખૂબ હરખાવા લાગ્યો. ત્યારે ઘરમાં બીજું કોઈ જ ન હતું. તેવા જ ક્ષણે સંગમને એક સંતનો યોગ થાય છે. આ નાનકડો સંગમબાળ તે સંતને આવકાર આપે છે, અને અત્યંત પ્રસન્નતા અને ભાવપૂર્વક ખીર વહોરાવીને યાચના કરે છે. સંત તેના સરળ ભાવોને નિહાળે છે અને ખીર વહોરાવીને ધર્મલાભ આપે છે. - ૨૦૯ પરમાત્મા દ્વારા બતાવેલી પ્રત્યેક ધર્મકથામાં ગૂઢ રહસ્યો સમાયેલા હોય છે. જયારે પણ આપણે તે સત્ય ઘટનાઓને સ્મરણપટ ઉપર લાવીને અનુપ્રેક્ષા કરીએ છીએ તો આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. સહજતાથી આત્મલક્ષી બોધ મળે છે. શ્રાવક ધર્મના ચાર સ્તંભ છે – દાન, શીલ, તપ અને ભાવ. તેમાં શ્રાવકનો સર્વપ્રથમ ધર્મ, સર્વ પ્રથમ કર્તવ્ય દાન છે. અનેક પ્રકારના દાનમાં શ્રેષ્ઠ સુપાત્ર દાન છે, અને જયારે પણ સુપાત્ર દાનની વાત આવે તો સંગમ ગોવાળે કરેલું સુપાત્ર દાન આપણા સહુના સ્મરણમાં આવ્યા વગર રહે જ નહિ, તેમણે એક વાટકો ખીર વહોરાવી હતી અને તેઓ આવતા ભવમાં ગોભદ્ર નામના એક શ્રીમંત શેઠને ત્યાં શાલિભદ્ર રૂપે જન્મ લે છે. એક વાટકી * ૨૦૮

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145