________________ વિશ્વભરમાં ધર્મ અને સાહિત્યએ દષ્ટાંત કથાઓનો સહારો લીધો છે. પ્રાથમિક દશાના વાચકો માટે ગહનતત્ત્વો સમજવા અઘરા છે પરંતુ દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવાર થઈ વાચકના હૃદય સુધીની યાત્રા સરળતાથી કરી શકે છે. જૈન કથાનકોની વિરાટ સૃષ્ટિ આપણી અમૂલ્ય સંપદા છે. કથા સાહિત્ય માનવીના ચારિત્ર્ય ઘડતરમાં ઉપયોગી છે. આ કથાનકોમાં શુભાશુભ કર્મવિપાકોને પ્રગટ કરનાર દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે જે આદર્શ જીવનનું દિશા દર્શન કરાવનાર છે.