Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સદબોધના સ્પંદનો
- ગુણવંત બરવાળિયા
આગમયુગની કથાઓ
디지
v - E
ત્રિપષ્ઠિ શાખા પુણ્ય ચરિત્ર
વિનોદ ત્રીસી કથાઓ
ધર્મકથાનુયોગ
સિદ્ધત્વની યાત્રા
શ્રી જ્ઞાતાામકથા બેંગ
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સદબોઘના સ્પંદનો
સંપાદન :ગુણવંત બરવાળિયા
અશોક પ્રકાશન મંદિર પહેલા માળે, કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧. ફોન: ૦૭૯-૨૨૧૪૦૭૭૦ ફેક્સ: ૨૨૧૪૦૦૦૧ E-mail : hareshshah42@yahoo.co.in
apmbooks42@yahoo.in
નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦૦૦૨. ફોન : ૨૨૦૧ ૭૨૧૩, ૨૨૦૮ ૫૫૯૩ E-mail: nsmmum@yahoo.co.in
નવભારત સાહિત્ય મંદિર
બુકશેલ્ફ જૈન દેરાસર પાસે, ૨૦૨, પેલિકન હાઉસ, I ૧૬, સિટી સેન્ટર, ગાંધી રોડ, આશ્રમ રોડ,
સી.જી. રોડ, અમદાવાદ-૧.
અમદાવાદ-૯. | અમદાવાદ-૩૮૦૦૦૯
Page #3
--------------------------------------------------------------------------
________________
Jain Kathanakoma Sadbodhna Spandano
સંપાદકનું નિવેદન
Edited by: Gunvant Barvalia Sept. 2017 સૌજન્ય: ડૉ. રતનબેન ખીમજીભાઈ છાડવા, મુંબઈ
જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો (જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૬ના શોધપત્રોનો સંચય) સંપાદન: ગુણવંત બરવાળિયા
અહમ સ્પીરીચ્યુંઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જેના ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેંટર, ઘાટકોપરના ઉપક્રમે પદ્મશ્રી ડિૉ. કુમારપાળ દેસાઈના પ્રમુખ સ્થાને જૈનસાહિત્ય જ્ઞાનસત્ર ૧૬ નું બીજી અને ત્રીજી સપ્ટે. ૨૦૧૦ ના પ્રાણધામ, વલસાડ મુકામે આયોજન થયું.
માતુશ્રી પુષ્પાબેન ભૂપતરાય બાવીસી હસ્તે શ્રી યોગેશભાઈ પ્રેરિત આ જ્ઞાનસત્ર પૂજ્યશ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીની ૮૬ મી જન્મજયંતિ નિમિત્તે પ્રયોજવામાં આવ્યું.
જ્ઞાનસત્ર “જૈન કથાનકોમાં સબોધના સ્પંદનો' એ વિષય પર વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો અને નિબંધોને સંપાદિત કરી ગ્રંથરૂપે મૂકતા અમે આનંદ અનુભવીએ છીએ. - જ્ઞાનસત્રના બીજા “અધ્યાત્મ કાવ્યોમાં આત્મચિંતન” વિષયના વિદ્વાનોના શોધપત્રો અને લેખોને અલગ ગ્રંથરૂપે પ્રકાશિત કરી રહ્યા છીએ.
જ્ઞાનસત્રમાં ઉપસ્થિત રહી શોધપત્રો પ્રસ્તુત કરનાર તમામ વિદ્વાનોનો આભાર માનું છું.
આ કાર્યમાં ડૉ. પૂ. વિરલબાઈ મ.સ. નું અમને સતત માર્ગદર્શન મળતું રહ્યું છે.
જ્ઞાનસત્રને સફળ બનાવવા માટે યોગેશભાઈ બાવીસી, ખીમજીભાઈ | છાડવા, અનિલભાઈ પારેખ (ટ્રસ્ટી, પ્રાણધામ) પ્રકાશભાઈ શાહ, ડૉ. ઉત્પલાબેન મોદી, જિતેન્દ્રભાઈ કામદારના સમ્યક પુરુષાર્થની અનુમોદના, કરીએ છીએ.
પૂ પ્રાણકુંવરબાઈ વામી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળનો આભાર.
મૂલ્ય : રૂ. ૨૫૦/
પ્રકાશક: અહંમ સ્પીરીચ્યુંઅલ સેંટર સંચાલિત SKPG જેન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેંટર, ઘાટકોપર, મુંબઈ. મો. ૦૯૮૨૦૨૧૫૫૪૨ gunvant.barvalia@gmail.com
મુદ્રણ વ્યવસ્થા: સસ્તુ પુસ્તક ભંડાર, અમદાવાદ.
૬૦૧,મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રયલેન, ઘાટકોપર, ઈસ્ટ.
ઓગસ્ટ- ૨૦૧૭
ગુણવંત બરવાળિયા
Page #4
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રીની જન્મજયંતિ અને જ્ઞાનસત્ર: કાંચનમણિયોગ
પ્રાણગુણીની ૮૬ મી જન્મજયંતિ સાથે ઉજવાય જ્ઞાનસત્ર,
ગુણ ગજરાના શબ્દ લખવા માટે ટેકો પડે પત્ર, ગુરણીનો યશ ગવાય છે. અત્ર તત્ર અને સર્વત્ર; સાધના-સાધર્મિક ભક્તિથી ગાજે છે પ્રાણધામનું છત્ર .
વરસાદની રસધારને કોણ રોકી શકે? સૂર્યના તેજને કોણ આંબી શકે? સમુદ્રના તરંગને કોણ માપી શકે? વનની વનરાઈના આનંદને કોણ લૂંટી શકે? પક્ષીના કલરવને કોણ અટકાવી શકે ? તેમ અણુએ અણુમાં વાત્સલ્ય, રગેરગમાં રત્નત્રય પામવાની તમન્ના, ટેકા લીધા વિના અંગેઅંગમાં અરિહંત પ્રભુના જાપ, શબ્દ શબ્દમાં સાધનાની સુરાવલી અને પગલે પગલે પાપને પૂર્ણ કરવાની ખેવના છે એવા પૂજ્યશ્રી પ્રાણગુરુણીના જીવનને કંડારવા સામાન્ય માનવ શું લખી શકે ? છતાં “શું બાળકો માબાપ પાસે બાળક્રીડા નવ કરે ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે” એ યુક્તિએ કંઈક લખવા માટે કર, કલમ અને કાગળ લખવા તૈયાર થયેલ છું.
લખી રહી છું ગુરુમાતાનો લેખ, નાની ઉંમરમાં લીધો છે ભેખ,
બાળજીવોની કરે છે દેખરેખ, સાધનાથી તોડે છે કર્મની રેખ.
રૂપિયા બનાવવા માટે બજારમાં જવું પડે, રૂપ ચમકાવવા માટે બ્યુટી પાર્લરમાં જવું પડે પણ સ્વરૂપ પામવા માટે ગુરુભગવંતો પાસે જવું પડે. ગુરુ શબ્દ બહુ જ નાનકડો છે છતાં તેની સામે કુબેરનો ભંડાર અને ચક્રવર્તીની નિધિ પણ વામણી પડે. ચંદ્રક મળવાથી સમાજસેવકને આનંદ, ફ્રન્ટ પેઈઝ પર નામ ચમકે એટલે પ્રધાનને આનંદ, ચૂંટણીમાં સારા વોટ મળી જાય તો વિજેતાને આનંદ, સ્કૂલમાં ફર્સ્ટ આવી જાય એટલે વિદ્યાર્થીને આનંદ એમ પૂ. પ્રાણગુણીની ૮૬ મી જન્મજયંતિ અને વિદ્વાનોનું જ્ઞાનસત્ર ઉજવાય તેથી પ્રાણધામમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે જાણે કે દિવાળી ઉજવાઈ રહી છે.
ભારતની ભવ્યભૂમિ રાણપુર ગામ, પિતા જયાચંદભાઈ, માતા ગંગાબેન, ત્રણ ભાઈ અને ચાર બહેનની લાડકી માણકુંવરબેનનો જન્મ ચોવટીયા કુટુંબમાં વિ.સં. ૧૯૮૮ શ્રાવણ વદ પાંચમના થયો. ઉંમરના પાંચમે વર્ષે દીક્ષાનો અભિગ્રહ કરી વિ.સં. ૨00૪ મહાસુદ તેરસના દિવસે સાવરકુંડલામાં સૌરાષ્ટ્ર કેસરી પૂજય પ્રાણગુરુદેવ તથા શાસનદીપિકા પૂ. મોતીબાઈ મ.ના ચરણમાં દીક્ષા લીધી. દીક્ષા લઈને જીવનને ધન્યતમ બનાવવા ગુરુ આજ્ઞા અને ગુરુસેવાને અંતરપટમાં વણી લીધી.
પૂજ્યશ્રીના વ્યાખ્યાનનો સ્વાદ માણે તે ધન્ય બની જાય, શાંત અને સુમધુર વાણીનો પ્રવાહ સાંભળતા સૌ કોઈને આત્મશાંતિનો અનુભવ થાય. પૂજયશ્રી પાટ પર બેસીને પ્રવચન આપતા હોય ત્યારે પૂ. પ્રાણગુરુદેવની અદેશ્ય કૃપાદૃષ્ટિ જાણે વરસતી ન હોય તેવું ભાસે. પૂજયશ્રીના પ્રવચનના નવ પુસ્તક પ્રગટ થયા છે. દરેક પુસ્તકમાં નવો નવો આધ્યાત્મિક ખજાનો મળશે. (૧) ધર્મ પ્રાણ પ્રવચન - કાંદાવાડી (૨) પ્રાણ પરિમલ - કોટ - મુંબઈ (૩) આચાર પ્રાણ પ્રકાશ - મુલુંડ (૪) પ્રાણ પ્રસાદી – ધનબાદ (૫) પ્રાણ પ્રગતિ - મદ્રાસ (૬) પ્રાણ પ્રગતિ, હિન્દીમાં – મદ્રાસ (૭) જનેતા – વિસાવદર (૮) પ્રાણ પ્રબોધ -રાજકોટ (૯) પ્રાણ પમરાટ -યોગીનગર, બોરીવલી .
પૂજશ્રીના આ નવ પુસ્તક વાંચતા અનેક આત્મા તરી ગયા, ઠરી ગયા, ઉચ્ચ સ્થાને પહોંચી ગયા. અરે, સંસારને સ્વર્ગ બનાવી અંતિમ સમયે સંથારાની સીડીઓ ચડી ગયા. એટલું જ નહિ કેટલાક જીવો આપઘાત કરતા અટકી ગયા, કેટલાક જીવો તપના રાહે ચડી ગયા અને કેટલાક જીવો વ્યસનમુક્ત બની ગયા.
તપસમ્રાટ પૂ. રતિગુરુદેવની આજ્ઞાથી પાંચ ચાતુર્માસ શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપર મુકામે કર્યા. વિદ્યાપીઠમાં આગમ તથા દરેક પ્રકારની ભાષાનો અભ્યાસ કરીને “વિદ્યાભાસ્કર” ની પદવી પ્રાપ્ત કરી છે. વિદ્યાપીઠમાં ૩૫ સાધ્વીજીઓ અને ૪૦ વૈરાગી બહેનોનો અભ્યાસ પણ પૂજયશ્રીના નેતૃત્વમાં થયો છે. ગુરુકૃપાથી અલ્પ સમયમાં જ ‘પ્રખર વ્યાખ્યાતા’ અને ‘શાસનરત્ના’ તરીકે પ્રાણકુંવરબાઈ મ. ખ્યાતિ પામ્યા છે. તપસમ્રાટ પૂજયશ્રી રતિલાલજી મ. સાહેબે ‘પૂજયશ્રી’ ની પદવી આપી છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રીએ ૧ લાખ કિ.મી. નો વિહાર કરી તેમની પ્રેરણાથી ઘણા સ્થળે ઉપાશ્રય, દવાખાના, ઉપાશ્રયના જીર્ણોદ્ધાર, પાઠશાળા, યુવકમંડળ, મહિલામંડળ, પ્રાર્થનામંડળ વગેરેની સ્થાપના કરી ગોંડલ સંપ્રદાયમાં એક અનોખું સ્થાન મેળવ્યું છે. પોતાના શિષ્યવર્ગને તપના રાહબર બનાવી રત્નત્રયની આરાધના કરાવે છે. અત્રતત્ર અને સર્વત્ર પૂ. પ્રાણગુણીના નામની બોલબાલા છે. ૭૦ચાતુર્માસ એવા કર્યા છે કે હજુ સુધી કોઈ ભૂલતા નથી. ચાતુર્માસમાં ચાર ચાંદ લાગે, વિક્રમ સર્જાય એવા અવનવા આયોજનો કરી સૂતેલા લોકોને જગાડ્યા છે. ગુરુની, ગચ્છની, શાસનની, સંઘની, સમાજની જાહોજલાલી વધે તેવા સત્કાર્યો કર્યા છે. તપસમ્રાટ પૂ. ગુરુદેવ સાથે પહેલું ચોમાસુ રાજકોટ, સરદારનગર, બીજું વડીયા તથા ત્રીજું રાજકોટ, રોયલપાર્કમાં સામૂહિક ત્રણ ચાતુર્માસ કરી ગુરુદેવની વાંચણીનો અનન્ય લાભ લીધેલ છે.
પૂ. પ્રાણગુણીએ તેમના માતુશ્રી ગંગાબેન જયાચંદ ચોવટીયા અને ભાભીશ્રી તારાબેન રતિલાલ ચોવટીયાને દીક્ષા દાનની સાથે સંથારો કરાવી માવિત્રના ઋણમાંથી યત્કિંચિત મુક્ત થયા છે. પૂજ્યશ્રી તથા તેમના શિષ્યાઓની નાતંદુરસ્ત તબિયત હોવાના કારણે વલસાડ - મગોદ “પ્રાણધામ” માં સ્થિરવાસ કરી સાધનામાં અડીખમ આગળ વધી રહ્યા છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી જ “પ્રાણધામ” એક અદ્વિતીય ધામ બની ગયું છે. જે આવે તે કંઈક પામીને જ જાય છે. આજે પ્રાણધામમાં શાસનરત્ના પૂ. પ્રાણકુંવરબાઈ મ., યશસ્વી પૂ. યશોતિબાઈ મ., સેવાભાવી પૂ. પ્રજ્ઞાબાઈ મ., સ્વાધ્યાયપ્રેમી પૂ. શૈલાબાઈ મ., વિરલવિભૂતિ ડૉ. પૂ. વિરલબાઈ મ., કોકિલકંઠી પૂ. પ્રિયલબાઈ મ. બિરાજે છે. તેઓશ્રીના સાન્નિધ્યમાં આ પવિત્ર ભૂમિમાં જ્ઞાનસત્રનું આયોજન કરી કાંચનમણિયોગનું સર્જન કરી જ્ઞાનની ગરિમા વધારી છે. પૂજ્યશ્રીના કયા કયા ગુણને કંડારવા, બધા જ ગુણ લખવા બેસીશ તો આખી બુકના પાનાં ઓછા પડશે. આપશ્રી યુગોયુગ વર્ષ જીવી અનેક આત્માઓને ભવ્ય રસ્તે ચડાવો. આપ આરોગ્યના અમૃતને પ્રાપ્ત કરો. ..
જેન કથાનકોમાં સબોધના સ્પંદનો
અનુક્રમણિકા ક્રમ વિષય
લેખકનું નામ ૧. સમત્વ થકી વીતરાગતા સમ્યક પરાક્રમના રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ બોલમાં સદ્બોધના સ્પંદનો
નમ્રમુનિ મ.સા. ધન્ય સાર્થવાહની કથાનકમાં સબોધના પૂ. ડૉ. આરતીબાઈ સ્પંદનો
સ્વામી ૩. ઈકોઈ રાઠોડના કર્મની કિકિયારી બતાવતી પૂ. ડૉ. વિરલબાઈ કથાનું સંવેદન
સ્વામી ૪. જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ગુણવંત બરવાળિયા
છલોછલ ભર્યા છે. ૫. સમતાના મેરુ - કુરઘડુ
ડૉ. ગુલાબ દેઢિયા શ્રી ૨થનેમિની કથામાં રહેલા સમ્બોધના જાદવજી કાનજી વોરા
સ્પંદનો ૭. ચંપા શ્રાવિકાની કથામાં સમ્બોધના સ્પંદનો ભારતી દીપક મહેતા
વિનોદચોત્રીસી' માં સબોધના સ્પંદનો ડૉ. કાન્તિભાઈ બી. શાહ ૯. પ્રસન્નચંદ્રને જોયા છે?
ડૉ. ગુલાબ દેઢિયા ૧૦. “જનનીનું ભિક્ષાપાત્ર’ - કથાનક અને ડૉ. માલતી શાહ
અને તેના સર્જક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ ૧૧, મોહનલાલ ધામી કૃત ‘વેળા વેળાની વાદળી’ પારુલ ભરતકુમાર ગાંધી
માં વ્યક્ત થતો કર્મસિદ્ધાંત ૧૨. સગર ચક્રવર્તી - જીવનચરિત્ર - એક અધ્યયન જસવંત ધનજીભાઈ શાહ
અને કથામાં આધ્યાત્મિક નિરૂપણ ૧૩. ઈલા અલંકાર કથામાં સબોધના સ્પંદનો ડૉ. રતનબેન છાડવા ૧૪. મહામંત્રી ઉદયનની કથામાં ભક્તિના સ્પંદનો ડૉ. પ્રવીણ સી. શાહ ૧૫. લબ્ધિ દિશાદર્શન કરાવતી મુનિ
ડૉ. છાયાબેન શાહ નંદિષણની કથા ૧૬. પ્રભાવકની કથામાં સંબોધના સ્પંદનો ડૉ. રશ્મિબેન ભેદા ૧૭. શ્રી સનતકુમાર ચક્રવર્તીની કથામાં મિતેશભાઈ એ. શાહ
સબોધના સ્પંદનો
૬૪
૯૪
મિનિટ
૧૧૯
પ્રાણધામ વલસાડ
૧૨૩ ૧૩૧
શાસનરત્ના પૂજ્યશ્રી પ્રાણકુંવરબાઈ મ.ના સુશિષ્યા
ડૉ. વિરલબાઈ મહાસતીજી
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સદ્ધોધના પંદનો -
સમત્વ થકી વીતરાગતા સમ્યક પરાક્રમના બોલમાં સદ્ધોધના સ્પંદનો
- રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા.
૧૮. દશાર્ણભદ્રની કથામાં સદ્દબોધના સ્પંદનો યોગેશ બાવીશી
૧૩૯ ૧૯. ચારુદત્તની કથામાં સદ્દબોધના સ્પંદનો ડૉ. પાર્વતી ખીરાણી ૧૪૪ ૨૦. અનેકસેનાદિ છ મુનિરાજોના કથાનક ડૉ. કેતકી યોગેશ શાહ ૧૫રે
દ્વારા ધર્મબોધ ૨૧. કવિશ્રી ઋષભસાગરજી કૃત વરદત્ત - ડૉ. ભાનુબેન જે. શાહ ૧૬૧ ગુણમંજરીની ચોપાઈ - કથાનક
(સત્રા) ૨૨. સમુદ્રપાલની કથામાં સદ્બોધ
ડૉ. રેખા વોરા
૧૭૩ ૨૩. જૈન કથાનુયોગમાં વ્યક્ત થતું નીતિ સદાચાર ડૉ. સેજલ શાહ ૧૮૦
અને ધર્મદર્શન ૨૪. જયભિખુની કથા “દેવાનંદા’ માં વ્યક્ત થતો ડૉ. સુધાબેન નિરંજન પંડ્યા ૧૯૨ |
માતૃત્વનો મહિમા ૨૫. પવિત્ર ભેટ અને જાતિસ્મરણને ઉજાગર કરતી ડૉ. મધુબેન જી, બરવાળિયા ૧૯૯
આદ્રકુમારની કથા ૨૬. શ્રી માણિભદ્રવીરનું કથાનક
કનુભાઈ શાહ ૨૭. બાહુબલીની વિશ્વ પ્રસિદ્ધ પ્રતિમાના ડૉ. રેણુકા પોરવાલ
અભિષેકની કથા ૨૮. ગુણગૌરવનું દર્શન : હરિકેશીય કથા ડૉ. ઉપલા કાન્તિલાલ મોદી ૨૨૦ ૨૯. લોભ કષાય સામે સજાગ કરતી કપિલ રમેશ ક. ગાંધી
૨૨૭ કેવળીની કથા ૩૦. વિનય અને વૈયાવૃત્યને ઉજાગર કરતી ગુણવંત બરવાળિયા ૨૩૪
પંથકમુનિની કથા ૩૧. ઉત્કૃષ્ટ ક્ષમાભાવનું દર્શન કરાવતી ડૉ. પૂર્ણિમા મહેતા ૨૪૬
ગજસુકુમાલની કથા ૩૨. અભયદાનને ઉજાગર કરતી સંજય રાજા ડૉ. કોકિલા શાહ | (સંયતિ રાજા) ની કથા ૩૩. નમિ રાજર્ષિના જીવન-કવનમાંથી શૈલેષી અજમેરા
સબોધના સ્પંદનો ૩૪. મહાસતી મદનરેખાની કથામાં સબોધ રીનાબેન શાહ ૩૫. ઉદાયન રાજાની કથામાં ક્ષમાભાવ શિલા રાજેન્દ્ર શાહ ૩૬. સંગમથી શાલિભદ્રની યાત્રા : ઉત્કૃષ્ટ દાન હેમાંગ સી. અજમેરા
ભાવનાનું ઉદાહરણ
कसाय - पच्चखाणेणं भंते ! जीवे किं जणयइ ? कसाय - पच्चक्खाणेणं वीयरागभावं जणयइ । वीयरागभाव - पडिवण्णे वि य णं जीवे
समसुहदुक्ने भवइ।
કષાય પચ્ચખાણ કષાય કોને કહેવાય ? આત્માના ગુણોને કુષ (નબળા) પાડે તેને કષાય કહેવાય છે. આત્માના ગુણો કયા ?
ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ એ આત્માના ગુણો છે અને કષાય તેને પાતળાં પાડે છે, નબળાં પાડે છે.
ક્રોધ કર્યો એટલે ક્ષમાભાવ નબળો પડી ગયો.
Page #7
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આત્મામાં રહેલા આત્માના ગુણોની કૃષતા ઉત્પન્ન કરે તેને કષાય કહેવાય છે.
કષાયના પચ્ચખાણ કરવાથી આત્મા મજબૂત બને છે. આત્મા આત્મામાં રહેવા લાગે ત્યારે એને પર પ્રત્યે રાગ પણ ન થાય અને ષ પણ ન થાય.
પર પ્રત્યે રાગ કે દ્વેષ ન થવાં, તેને કહેવાય છે વીતરાગતા.” વીતરાગ શબ્દ કહ્યો પણ વિતદ્વેષ શબ્દ ન કહ્યો, કેમ ? રાગ માતા છે અને દ્વેષ તેનું બાળક છે. ઈંડું જ ન હોય તો મરઘીની કોઈ શક્યતા નથી. આત્મા રાગ કરે ત્યારે જ આત્મામાં દ્વેષ જન્મી શકે છે.
સૂકું વૃક્ષ ક્યારેય જન્મ ન લે. હંમેશાં લીલુંછમ વૃક્ષ જન્મ અને લીલાછમ વૃક્ષમાં ક્યારેય આગ ન લાગે.
લીલું જયારે સૂકું થાય ત્યારે તેમાં આગ લાગે.
તેવી રીતે રાગ જ્યારે રાગ રહેતો નથી ત્યારે દ્વેષ બની જતો હોય છે અને તે દ્વેષને આગ કહેવાય છે.
ક્યાંય પણ સીધેસીધો વૈષ જન્મતો નથી. રાગ વગરનો દ્વેષ ક્યારેય જન્મતો નથી.
રાગને જીતી લો, મૂળને કાપી નાખો, થડ ગયા વગર રહેવાનું નથી, પણ ફળને કાપશો તો ફરી પાછું ઊગ્યા વગર રહેશે નહીં.
પરમાત્માએ રાગને બધા દોષોનો જનક કહ્યો છે. બધા દોષોનું મૂળ કારણ બતાવેલું છે. રાગ ન થાય તો વ્યક્તિને દ્વેષ, અહમ્, કપટ, ઈર્ષા, ખટપટ કંઈ જન્મવાનું નથી.
એવો એક પણ અવગુણ બતાવો જ્યાં રાગ ન હોય.
એવું એક પાપ બતાવો જે રાગ વગરનું હોય. આપણને તિરસ્કાર શા માટે જન્મે છે?
આપણને બીજાનું સારું કાર્ય ગમે છે માટે આનું ખરાબ કાર્ય આપણને ગમતું નથી.
રાગ વગરનો તિરસ્કાર ક્યારેય જન્મે જ નહીં. ક્યાંક રાગ હોય, સારું ગમતું હોય તો જ ખરાબ ન ગમતું હોય. જગતનાં બધાં જ પાપના મૂળમાં રાગ, રાગ અને રાગ જ પડેલો હોય છે.
रागो य दोसो वि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति ।
कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाईमरणं वयंति ।।
રાગ અને દ્વેષ બન્નેને સમજવા હોય તો ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ મા અધ્યયનમાં રાગ-દ્વેષ શબ્દ ઉપર વિશાળ વ્યાખ્યા બતાવી છે. આખું અધ્યયન તેના પર છે.
વ્યક્તિ કષાયના પચ્ચખાણ કરે ત્યારે શું કરે ? આત્માના અવગુણો નીકળે છે ત્યારે જ આત્માના ગુણોની પ્રાપ્તિ થાય છે. અવગુણોની નીચે આપણા ગુણો દબાઈ ગયા છે.
અવગુણોને કાઢ્યા એટલે ગુણ તો પહેલા જ છે એટલે તેને બહાર નીકળવું પડે.
કષાયના પચ્ચખાણ કરે તેને વીતરાગભાવની પ્રાપ્તિ થાય છે. એક કલાક માટે ગુસ્સો નહીં કરવાનો, આવા પચ્ચખાણથી શો લાભ
થાય ?
એક મોટા સરોવરની અંદર લીલ જામેલી હતી અને સરોવરની અંદર જેટલાં કાચબા, માછલાં હતા તે ઘોર અંધકારની વચ્ચે રહેતા હતા. ક્યાંકથી
Page #8
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો એક સોંય મારવામાં આવી તો લીલી શેવાળ ઉપર બાહરથી સૂરજનું એક કિરણ અંદર ગયું. કાચબો તેજ જોઈને અંજાઈ ગયો કે આ શું ? આટલો તેજ પ્રકાશ ! આટલી દિવ્યતા મેં ક્યારેય જોઈ નથી. કાચબો ધીમેધીમે તે કિરણ સુધી પહોંચે છે અને જેવો ઉપર જાય છે એટલે શું થાય ?
આજ સુધી તેને એમ હતું કે ઉપર દીવાલ છે પણ જેવું મોટું બહાર કાઢ્યું એટલે ઉપર પ્રકાશ... પ્રકાશ અને પ્રકાશ !
હવે તે કાચબો પ્રકાશમાં રહેશે કે ઘોર અંધકારમાં? પ્રકાશમાં, બરાબર !
આખો સંસાર અમારી દૃષ્ટિએ સરોવર જેવો છે અને તેની પર મોહનીય કર્મ - ક્રોધ, માન, માયા અને લોભની શેવાળ જામેલી છે. એક કલાકના ક્રોધના પચ્ચખાણ એટલે સોયથી એક કાણું પાડી દીધું. અનંતકાળથી ચાલતા ક્રોધ, માન, માયા, લોભના કર્મો પર એક કાણું પાડી દીધું.
એક કલાકના પચ્ચખાણ કરનારી વ્યક્તિ અનંતકાળની વીતરાગી બની શકે છે.
એક કલાક માટે કષાયના પચ્ચખાણ કરનારી વ્યક્તિ અનંતકાળ માટે વીતરાગભાવની પ્રાપ્તિ કરી શકે છે.
કારણ કે આજે એક અંશ છે, આજે જરાક છે તો આવતીકાલે બધું જ છે. જેણે એક કિરણને જોયું નથી તે સૂરજને ક્યારેય જોઈ શકતો નથી.
જે વ્યક્તિ વીતરાગી બની છે, તેની પર ભયંકર કક્ષાનું દુઃખ આવે, તો તેમાં પણ તે તટસ્થ રહે છે અને અતિસુખ આવે તો તેમાં પણ તે તટસ્થ રહે છે.
તેવી વ્યક્તિ કોણ હતી ? તે હતા પરમાત્મા મહાવીર !
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો કૂતરું કરડતું હોય તેવા અનાર્ય દેશમાં પણ મહાવીરને શાંતિ છે અને સોનાનો ગઢ અને રત્નના કાંગરા, રત્નોનો ગઢ અને મણિરત્નના કાંગરા જેવો વૈભવ હોવા છતાં મહાવીર સ્વામીને અહમ્ નથી. બન્ને પરિસ્થિતિમાં સમભાવ છે.
તે વીતરાગદશા આવે ત્યારે સાધકદશા સાર્થક થઈ કહેવાય. સાધકનો માપદંડ શો ? કેટલી વીતરાગતા આવી તેના ઉપરથી સાધકનું માપદંડ નીકળે છે.
મારે મારા આત્માને એક કલાક માટે વીતરાગી બનાવવો છે, આત્માની વીતરાગ દશા લાવવી છે, એક કલાક માટે કોઈના ઉપર ક્રોધ, અહમ્, કપટ, લોભ કરવો નથી. ક્યાંય રાગદ્વેષના ભાવ કરવા નથી. કોઈ ગમે તે કરે, મારે જોયા કરવું છે – માત્ર વીતરાગભાવમાં રહેવું છે.
કોઈ કંઈ બોલે, સંભળાવે, અપમાન કરે, તિરસ્કાર કરે, મારે શાંત રહેવું છે.
આમ નક્કી કરવા છતાં કોઈનો ફોન આવે અને એકાદી વાત સંભળાય, એકાદ સગાવહાલાં સાથે વાતચીત થાય, એટલે ખલાસ !
શા માટે આપણે અશાંત થઈ ગયા ?
આપણે વીતરાગદશાને પ્રાપ્ત કરવી છે તેવો દેઢ સંકલ્પ હજી કર્યો નથી. કોઈ કંઈ બોલે, કોઈ કંઈ કહે, કોઈ કંઈ સંભળાવે, મારે એક જ કામ કરવું છે – મારે વીતરાગભાવની અંદર રહેવું છે.
समसुह दुक्ख्ने भवड़ સુખ કે દુઃખ બેમાંથી શું સારું? જે વ્યક્તિ વીતરાગભાવની પ્રાપ્તિ કરાવે તેના માટે સુખ અને દુઃખ
૧૨
૧૩
Page #9
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો સમાન બની જાય છે, પણ આપણે વીતરાગ નથી તો આપણા માટે સુખ સારું કે દુઃખ સારું?
જે બંનેને એકસરખાં માને તેના માટે સુખ કરતાં દુ:ખ વધારે સારું.
આત્મા માટે, સાધકઆત્મા માટે સુખ કરતાં દુઃખ વધુ સારું, પણ આપણી મોહદશાના કારણે આપણને દુ:ખ ગમતું નથી.
તમને અચાનક પાછળથી મંકોડો ચટકો ભરે અને બટકું ભરી જાય તો તમે શું કરો ?
વાંચણી લખો કે મંકોડાને જુઓ?
પરમાત્મા એમ કહે છે કે તારી પાસે આવતું પ્રત્યેક નાનું દુ:ખ તારા માટે મોટા સુખનું સર્જન કરવા માટે આવે છે, પણ જેને દુઃખ દુ:ખ ન લાગે અને જેને દુઃખ સુખ લાગે તે જ સુખનું સર્જન કરે છે.
આપણી પાસે દુઃખ આવે ત્યારે આપણે તેને બે પ્રકારમાં અલગ કરવાનું.
સહન કરી શકાય તેવા અને સહન ન કરી શકાય તેવા દુઃખને અલગ પાડી દો.
સહન કરી શકાય એવું નથી તો એનો ઉપાય કરો, પણ સહન થઈ શકે એવું હોય તો એક નિયમ બનાવો. તે દુઃખ વખતે આપણું ધ્યાન તેમાં જવું ન જોઈએ.
કારણ કે પ્રત્યેક સહન કરી શકાય એવા દુ:ખનું ધ્યાન બીજી તરફ લઈ જઈએ તો તે દુ:ખ આપણા માટે દુ:ખ રહેતું નથી.
આપણા અનંતા કર્મો ખપી જાય છે અને આપણા માટે તે સુખનું કારણ બની જાય છે.
પણ બને છે એવું કે દુઃખ નાનું હોય કે મોટું, તે આવે એટલે આપણે દુ:ખી દુ:ખી થયા વગર રહેતા નથી.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોLocal Train અને Express Train વચ્ચે ફરક શો?
દરેક સ્ટેશને ઊભી રહે તેને Local Train કહેવાય અને લેવા જેવા સ્ટેશન લે તેને Express Train કહેવાય.
સાધક અને સંસારી વચ્ચે શો ફરક? વાંચણીમાં આવવાવાળા અને ન આવવાવાળા વચ્ચે શો ફરક?
એક જ ફરક – નાના નાના સ્ટેશન ઉપર ક્યારેય એની ગાડી ઊભી રહેવી જોઈએ નહીં. નાની નાની વાતમાં, નાની નાની ઘટનામાં, નાની નાની પીડામાં, નાના નાના દુઃખમાં એ દુઃખી થવો ન જોઈએ, હેરાન થવો ન જોઈએ, કે ત્રસ્ત થવો ન જોઈએ. નાના દુ:ખમાં તો તે મસ્ત જ હોવો જોઈએ.
તમે Local Train છો કે Express છો?
દુઃખના સ્ટેશન આવે ત્યારે તે સ્ટેશન ઉપર ગાડીને ઊભી રાખવા જેવી છે કે નહીં ? તે આપણા મનના Driver ને પૂછી લેવાનું.
આપણને ગાડી ચલાવતાં આવડે તો નાના નાના સ્ટેશન ઉપર કોઈ દિવસ ગાડી ઊભી રાખવી નહીં.
ઘણા લોકોને બધાં જ સુખો હોય, બધી જ સમૃદ્ધિ હોય, છતાં એક નાનકડું દુઃખ આવતા જ દુઃખી દુઃખી થઈ જાય અને મોઢામાંથી નીકળી પડે - મારે તો હવે જીવવું જ નથી, મને જીવવું આકરું લાગે છે, મને એમ થાય છે કે જલદી હું પાટા નીચે જઈ અને હું ... !!
આવો વિચાર શા માટે આવે? કેમકે તેની ગાડી નાના સ્ટેશન ઉપર પણ ઊભી રહેતી હોય છે.
જેને નાનું સ્ટેશન મોટું લાગે છે તેની ગાડી ત્યાં વધારે વાર ઊભી રહે છે. નાના સ્ટેશનમાં ગાડી એક સેકન્ડ ઊભી રહે અને ફટ કરીને આગળ નીકળે.
- ૧૫ —
Page #10
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
પણ ઘણીવાર સ્ટેંશન નાનું હોય છતાં લાગે બહુ મોટું અને મન ડ્રાઈવર ગાડીને ઊભી રાખી દે તો આપણને સમજ હોવી જોઈએ કે નાનું સ્ટેંશન હોય તો પણ આપણી ગાડી ત્યાં સેકન્ડથી વધારે ઊભી રહેવાની નથી.
તારી ગાડી તારા નાના-નાના સ્ટેંશન ઉપર ઊભી રહે છે.
દુઃખ વખતે... દુઃખની ક્ષણ વખતે જો હું સાધક આત્મા છું, તો મારે નાના દુઃખોને ગણવા નથી.
સુખ અને દુઃખનો એક નિયમ છે. તેને જેટલા ગણીએ તેટલા વધે
અને જેટલા અવગણીએ તેટલા ઘટે.
સુખને ગણવું સારું કે અવગણવું સારું ?
સુખને જે અવગણે એને જ સાધક કહેવાય. સુખને ગણવા લાગે તે ક્યારેય સાધક બની શકતો નથી.
વીતરાગભાવની પ્રાપ્તિ કરનાર વ્યક્તિ સમદુઃખના ભાવની અંદર આવી જાય છે.
“સુખ કરતાં દુઃખ સારું અને તું બંનેને સરખું માને તો તે સૌથી સારું !’ તમે દુઃખથી દુઃખી થતા હો ત્યારે કયા કર્મ બંધાય ? દુઃખની નોંધ લેનાર વ્યક્તિ અનંતા દુઃખને નોંધે છે એટલે શું ?
દુઃખ વખતે જે વ્યક્તિ દુઃખી થાય છે તે આર્તધ્યાન કરે છે અને આર્દ્રધ્યાન તેને જ કહેવાય જે કર્મોના પ્રદેશને કર્મોની તીવ્રતાને અને તેના સમૂહને વધારે છે. દુઃખ વખતે દુઃખી થનાર જીવ પોતાનાં દુઃખને અનંતવાર વધારે છે અને દુઃખ વખતે સમતા રાખનાર જીવ પોતાનાં દુઃખને ઘટાડે છે અથવા અલ્પ કરી દે છે !
સંદર્ભ:-જૈનઆગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યય-૨૯સિદ્ધત્વની યાત્રા
૧
૨
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
ધન્ય સાર્થવાહની કથાનકમાં સદ્બોધના સ્પંદનો
- પૂ. ડૉ. આરતીબાઈ સ્વામી
આધારગ્રંથ અને ગ્રંથકારનો પરિચયઃ
પ્રસ્તુત કથા તીર્થંકર કથિત શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર આધારિત છે. શ્રી જ્ઞાતાસૂત્ર બાર અંગસૂત્રોમાં છઠ્ઠું અંગ સૂત્ર છે. તીર્થંકર પરમાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી તેઓ પ્રથમ દેશનામાં ‘ઉપન્નઈ વા, વિગમેઈ વા, વેઈ વા’ આ ત્રિપદી પ્રદાન કરે છે. ત્રિપદીના શ્રવણથી જેને ચૌદપૂર્વ સહિત બાર અંગસૂત્રનું જ્ઞાન થઈ જાય, તેને તીર્થંકરો ગણધર પદે સ્થાપિત કરે છે. ગણધરો પોતાને પ્રગટ થયેલા જ્ઞાનના આધારે અંગસૂત્રોની રચના કરે છે. આ રીતે જ્ઞાતાસૂત્ર ભાવરૂપે તીર્થંકર કથિત છે અને સૂત્રરૂપે ગણધર ગ્રંથિત છે.
શ્રી જ્ઞાતાસૂત્ર ધર્મકથાનુયોગમાં સમાવિષ્ટ થાય છે. તેમાં જ્ઞાત-પ્રસિદ્ધ કથાનકો અને કેટલાક રૂપકોની યોજના કરીને શાસ્ત્રકારોએ ધર્મ અને કર્મના
૧૭
Page #11
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો સિદ્ધાંતો સમજાવ્યા છે. શ્રી નંદીસૂત્રના કથનાનુસાર શ્રી જ્ઞાતાસૂત્ર સંખ્યાત હજાર પદ પ્રમાણ છે. તેમાં સાડા ત્રણ કરોડ કથાઓ હતી, પરંતુ કાળક્રમે જૈન સાહિત્યનો હ્રાસ થતાં વર્તમાને માત્ર જ્ઞાતાસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં ઓગણીસ અધ્યયનો અને બીજા શ્રુતસ્કંધમાં દશ વર્ગ છે. આ ઓગણીસ કથાઓ અને દશ વર્ગમાં પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના ૨૫૬ સાધ્વીજીઓના જીવનદર્શન દ્વારા શાસ્ત્રકારે આત્મસાધના માટેના મહત્વપૂર્ણ ભાવોનું દર્શન કરાવ્યું છે.
ચાર અનુયોગમાં ધર્મકથાનુયોગનું એક વિશિષ્ટ સ્થાન છે. ધર્મકથા એ ઉપદેશનું પ્રબળ સાધન છે. ભારતના દરેક ધર્મગ્રંથોમાં ઉપદેશ માટે કથાઓનો મુખ્ય આધાર લીધેલો છે. આત્મસાધના માટેના ગહનતમ સિદ્ધાંતો સાધકોને
ક્યારેક ભારેખમ બનાવી દે છે, પરંતુ તે જ સિદ્ધાંતો જયારે કોઈપણ કથાઓના માધ્યમથી સમજાવાય, ત્યારે તે સરળ, સહજ અને સુપાચ્ય બની જાય છે. કથાઓ વિષયને રસપ્રદ બનાવે છે. વૈદિક પરંપરામાં રામાયણ કે મહાભારત જેવા ધર્મગ્રંથો તેની કથાઓના આધારે પ્રસિદ્ધિને પામ્યા છે.
જ્ઞાતાસૂત્રમાં ભલે કોઈ સળંગ કથા નથી, તેમ છતાં મેઘકુમાર, મલ્લિ ભગવતી, દ્રૌપદી ચરિત્ર વગેરે કથાનકો વાચકોને જકડી રાખે તેવા છે.
આપણે જ્ઞાતાસૂત્રના બીજા અધ્યયનમાં કથિત ધન્ય સાર્થવાહ અને વિજયચોરની કથાના માધ્યમથી સંબોધના સ્પંદનોની અનુભૂતિ કરશું. ધન્ય સાર્થવાહ અને વિજયચોર:
રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ધન્ય સાર્થવાહ અને ભદ્રા નામની સાર્થવાહી રહેતા હતા. તેમના ગૃહસ્થ જીવનના ઘણા વર્ષો પછી અનેક દેવદેવીઓની માનતા-પૂજા કર્યા પછી એક બાળકનો જન્મ થયો. તે દેવનો દીધેલો હોવાથી તેનું નામ દેવદત્ત રાખ્યું હતું. અત્યંત લાડ-પ્યારમાં દેવદત્તનો ઉછેર
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો થઈ રહ્યો હતો. માતા રોજ નવા વસ્ત્રો, આભૂષણો પહેરાવીને બાળકને સુસજ્જિત કરી સંતાનપ્રાપ્તિનો સંતોષ અનુભવતા હતા.
એકવાર દાસપુત્ર પંથકની સાથે દેવદત્તને ગામની શેરીમાં રમવા મોકલ્યો. શેરીમાં આડોશ-પાડોશના ઘણા બાળકો રમતા હતા. બાળકો રમવામાં મસ્ત હતા અને દાસપુત્ર બીજા બાળકોની બાલક્રીડા જોવામાં દેવદત્તને ભૂલી ગયો. દેવદત્તે બહુ મૂલ્યવાન આભૂષણો પહેર્યા હતા.
તે સમયે નગરનો કુખ્યાત વિજય નામનો ચોર ત્યાં ફરી રહ્યો હતો. તેનું ધ્યાન દેવદત્તના આભૂષણો ઉપર ગયું. તક જોઈને તેણે દેવદત્તને ઉપાડી લીધો અને છૂપી રીતે નગરની બહાર ભાગી ગયો. દૂર-સુદૂર એકાંત નિર્જન જગ્યામાં જઈને લોભને વશ થઈ માસૂમ બાળકની ક્રૂર હત્યા કરી નાંખી અને બાળકના આભૂષણો લઈ લીધા. ત્યાર પછી બાળકના મૃતદેહને અવાવરું કૂવામાં નાંખીને સ્વયં ગીચ ઝાડીમાં છુપાઈ ગયો...
અહીં થોડીવાર પછી દાસપુત્ર પંથકનું ધ્યાન ગયું, તે ચારે બાજુ દેવદત્તને શોધવા લાગ્યો, પણ દેવદત્ત ક્યાંય દેખાયો નહીં. તે આકુળ-વ્યાકુળ થઈ ગયો. શેઠને શું જવાબ આપીશ ? તે ભયભીત થઈને ધ્રુજવા લાગ્યો. ઘરે આવીને રડતા રડતા શેઠને સર્વ હકીકત કહી. માતા-પિતા માટે પુત્રવિયોગના સમાચાર અસહ્ય હતા. શું થયું હશે ? બાળક ક્યાં ગયો હશે ? કોણ ઉપાડી ગયું હશે ? વગેરે વિચારોના ઘમસાણમાં સાર્થવાહ બેભાન થઈને પડી ગયા. આસપાસની વ્યક્તિઓએ શીતોપચાર કર્યા. થોડીવારમાં ધન્ય સાર્થવાહ ભાનમાં આવ્યા. તેણે ચારે બાજુ પુત્રની શોધ માટે નગરરક્ષક કોટવાલની સહાયતાથી ચોરને પકડી લીધો. દેવદત્તે પહેરેલા તમામ અલંકારો સાથે વિજયચોર પકડાઈ ગયો.
૧૮
Page #12
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કોટવાલે તેને કારાગૃહમાં બંદી બનાવી દીધો. ચોરને ખાવા-પીવાનું આપ્યા વિના સવારસાંજ ચાબૂકના માર મારતા હતા. આ રીતે ઘોર ત્રાસ સાથે વિજયચોરનો સમય વ્યતીત થઈ રહ્યો હતો. યોગાનુયોગ થોડા સમય પછી ધન્ય-સાર્થવાહ પણ રાજયના મામૂલી ગુનામાં પકડાઈ ગયા અને કર્મયોગે તેમને પણ તે જ કારાગૃહમાં વિજયચોરની સાથે એક જ બેડીમાં બાંધવામાં આવ્યા.
ધન્ય સાર્થવાહ માટે તેના ઘરેથી ભોજન આવ્યું. સાર્થવાહ ભોજન કરી રહ્યા હતા. વિજયચોર દિવસોથી ભૂખ્યો-તરસ્યો હતો. તેણે ભોજન માંગ્યું, પરંતુ ધન્ય સાર્થવાહના અંતરમાં પુત્રઘાતક વિજયચોર ઉપર ભારોભાર રોષ હતો તેથી તેમણે સ્પષ્ટ નિષેધ કર્યો. ત્રણ-ચાર કલાક પછી ધન્ય સાર્થવાહને મળ-મૂત્ર ત્યાગ માટે બહાર જવું હતું, પરંતુ ભોજનના નિષેધથી ખીજાયેલા ચોરે પણ સાર્થવાહને ના પાડી દીધી. હવે શું કરવું ? ધન્ય સાર્થવાહ મૂંઝાણા. શારીરિક સ્થિતિ કફોડી હતી. અંતે અનિચ્છાએ તેમણે ભોજન આપવાની શરત સ્વીકારી અને ચોર સાથે બહાર જઈને કુદરતી હાજતનું નિવારણ કર્યું. ત્યાર પછી ધન્ય સાર્થવાહ પોતાની અનુકૂળતા માટે શત્રુ સમ ચોરને ભોજન આપવા લાગ્યા.
સમય જતાં પત્ની ભદ્રાને આ વાતની જાણ થઈ. તેને અત્યંત દુ:ખ થયું. કારાગૃહમાંથી છૂટીને પોતાના પતિ જયારે ઘેર પાછા આવ્યા ત્યારે તેણે પોતાના પતિ પ્રતિ નારાજગી પ્રગટ કરી. તે પતિની સામે જોવા પણ તૈયાર ન હતી. વ્હાલસોયા પુત્રના ઘાતક વ્યક્તિ સાથેનો સંબંધ કઈ રીતે ચલાવી શકાય? તેના મનમાં ખેદ હતો. ત્યારે ધન્ય સાર્થવાહે પોતાની પરવશતા, લાચારી અને અસહ્ય પરિસ્થિતિનું પ્રગટીકરણ કર્યું કે મારે માત્ર કુદરતી હાજતના
-જૈન કચાનકોમાં સદ્ભોધના સ્પંદનો નિવારણ માટે જ ચોરને ભોજન આપવું પડતું હતું. મારા અંતરમાં વિજયચોર પ્રતિ સદ્દભાવનો એક અંશ પણ નથી.
પતિની અનિવાર્ય પરિસ્થિતિને જાણીને ભદ્રાની શંકાનું નિરાકરણ થયું. ત્યાર પછી તે દંપતી આનંદથી ગૃહસ્થ જીવન જીવવા લાગ્યા. સમય વ્યતીત થયા પછી ધર્મઘોષ નામના સ્થવિર મુનિભગવંતના ઉપદેશના પ્રભાવે તેઓ ધર્મના રંગે રંગાયા. તેમણે સંયમનો સ્વીકાર કર્યો. અનેક વર્ષોની સંયમપર્યાયનું પાલન કરીને અંતે એક માસનો સંથારો કરી પંડિત મરણને પામ્યા. મૃત્યુ પામીને પ્રથમ દેવલોકમાં દેવ થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યજન્મ ધારણ કરી સંયમ-તપની સાધના દ્વારા સર્વકર્મનો ક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
વિજયચોર કારાગૃહમાં વધ-બંધનના દુ:ખોને ભોગવતો આયુષ્ય પૂર્ણ કરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંની ભયંકર વેદનાને અબજો વર્ષ સુધી ભોગવીને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને દીર્ધકાલ પર્યત સંસાર-પરિભ્રમણ કરશે. કથાનો સબોધઃ
શાસ્ત્રકારે સ્વયં કથાના ઉપનય રૂપે સદ્ધોધનું દર્શન કરાવ્યું છે. વિનય तक्करस्स... एवामेव जे अम्हं णिग्गंथे वा णिग्गंथी वा जाव इमस्स ओरालिय सरीरस्स णो वण्णहेउं वो... णण्णत्थ णाण दंसण चरित्ताणं वहणायाए STETRમાણારૂ | ધન્ય સાર્થવાહે વિજયચોરને ધર્મ સમજીને આહાર-પાણી આપ્યા ન હતા, પરંતુ પોતાના શરીરની રક્ષા માટે જ આહાર આપ્યો હતો. તે જ રીતે સાધુ કે સાધ્વી પોતાના શરીરની રૂપ કે બળની વૃદ્ધિ માટે કે પુષ્ટિ માટે કે વિષયભોગની પૂર્તિ માટે આહાર કરતા નથી પરંતુ શરીર દ્વારા જ્ઞાનદર્શન-ચારિત્રની આરાધના કરવા માટે જ આહાર કરે છે.
૨૦
૨૧
Page #13
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
શાસ્ત્રકારનો સંકેત દેહાધ્યાસને છોડવાનો છે. સાધક દેહાસક્તિને છોડીને આત્મા સાથે અનુસંધાન કરે, દેહદષ્ટિ છૂટે, આત્મદૃષ્ટિ પ્રગટે, ત્યાર પછી સાધકને શરીર કે આહાર પ્રતિ આસક્તિ રહેતી નથી. તે માત્ર સાધનામાં
સહાયક સમજીને અનાસક્ત ભાવે શરીરનું પોષણ કરે છે.
નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ વૃત્તિમાં આ વિષયનું અર્થઘટન ઉપમા દ્વારા કર્યું છે. રાજગૃહ નગર સમાન મનુષ્યક્ષેત્ર, ધન્ય સાર્થવાહ સમાન સાધુ, વિજયચોર સમાન શરીર, દેવદત્ત સમાન સંયમ અને તેના આભૂષણો સમસ્ત ઈન્દ્રિયના વિષયો છે. સાધુ સંયમની સુરક્ષા માટે શરીરનું સંરક્ષણ કરે છે. તેના અંતરમાં ઈન્દ્રિયના વિષયોનું કોઈ આકર્ષણ હોતું નથી. વૃત્તિમાં આ ભાવોને પ્રગટ કરતી ગાથા આ પ્રમાણે છે -
सिवसाहणेसु आहार - विरहिओ जं ण वदृण देहो । तम्हा धण्णो व्व विजयं, साहू तं तेण पोसेज्जा ।।
આહાર વિના આ દેહ દ્વારા મોક્ષની સાધના થઈ શકતી નથી, તેથી સાધુ આહારથી શરીરનું પોષણ કરે છે, પણ જેમ ધન્ય સાર્થવાહે લેશમાત્ર અનુરાગ વિના વિજયચોરનું પોષણ કર્યું તેમ સાધક આહાર કે શરીરમાં આસક્ત થયા વિના શરીરનું પોષણ કરે છે.
કર્મસિદ્ધાંત :
ડાળ માાં જ મોવો અસ્થિ | કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. શાસ્ત્રોમાં કર્મોની સફળતાનું અનેક સ્થાને દિગ્દર્શન છે. પ્રસ્તુત કથા કર્મના સિદ્ધાંતને સમજાવે છે. વિષયોની આસક્તિથી કપાયનો જન્મ થાય છે. કષાય કર્મબંધનું કારણ છે. બંધાયેલા કર્મો અનુસાર સુખ કે દુઃખ જનક પરિસ્થિતિનું સર્જન થાય છે. આ જ સંસારનો ક્રમ છે.
૨૨
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
વિજયચોર દેવદત્તના આભૂષણોમાં આસક્ત થયો. તેને લોભ જાગૃત થયો. લોભની પૂર્તિ માટે ક્રૂર રીતે બાળહત્યા કરી. પંચેન્દ્રિયહિંસાના તે ઘોર પાપના પરિણામે તેણે આ ભવમાં વર્ષો સુધી કારાગૃહનો ભયંકર ત્રાસ સહન કર્યો. તે દુષ્કૃત્યોથી બંધાયેલા કર્મોથી નરકાયુષ્યનો બંધ થયો. તે કર્મના પરિણામે લાખો, કરોડો, અબજોના અબજો વર્ષો સુધી નરકગતિના દારૂણ દુઃખો ભોગવવા પડશે. ત્યાર પછી પણ દીર્ઘકાલ પર્યંત તે દુ:ખની પરંપરા સ્વરૂપે સંસારપરિભ્રમણ થશે.
એક વસ્તુની આસક્તિ આટલું ભયંકર પરિણામ લાવે છે. આ કથાનક સાંપ્રતકાલના સંપત્તિ, પદ કે પ્રતિષ્ઠાના લોભમાં અંધ બનેલા લોકો માટે લાલબત્તી સમાન છે. વ્યક્તિ આ ભવની પાંચ-પચ્ચીસ વર્ષની જિંદગી માટે પરિણામનો વિચાર કર્યા વિના બેફામ પાપોનું આચરણ કરે છે, અમિત્ત સુ વહુાન યુવા ક્ષણિક-અલ્પકાલના સુખ માટે તે સ્વયં પોતાના દીર્ઘકાલના દુઃખનું નિર્માણ કરે છે, આ તેની મૂઢદશા છે.
ભોગનું પરિણામ દીર્ઘકાલનું દુઃખ છે અને ત્યાગનું પરિણામ દીર્ઘકાળનું સુખ, શાંતિ અને સમાધિ છે.
ધન્ય સાર્થવાહે સત્સંગથી બોધ પામી ત્યાગમાર્ગ સ્વીકારી દુ:ખજનક, આધિ-વ્યાધિ-ઉપાધિજનક ભવપરંપરાનો અંત કર્યો. સ્થૂળદષ્ટિએ ત્યાગ માર્ગ કદાચ કઠિન લાગે પરંતુ તેનું પરિણામ શ્રેષ્ઠ છે.
આ રીતે કથાનક કર્મના સુખરૂપ વિપાક અને દુઃખરૂપ વિપાકને સમજાવે
છે.
અનેકાંત દૃષ્ટિ ઃ
કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનું દર્શન એક દૃષ્ટિકોણથી થાય,
૨૩
Page #14
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો જીવી શકે છે અને આસપાસના વાતાવરણને પણ શાંત બનાવી શકે છે. આ રીતે ધન્ય સાર્થવાહ અને ભદ્રા સાર્થવાહીનો જીવનવ્યવહાર વાચકોને શાંત અને સુરક્ષિત જીવન જીવતા શીખવે છે.
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ત્યારે તે યથાર્થ હોતું નથી, જેમકે ભદ્રા સાર્થવાહીને કારાગૃહમાં રહેલા પોતાના પતિ પુત્રઘાતક ચોરને આહાર આપે છે, તે સમાચાર મળ્યા. તુરંત તેને પતિ પ્રતિ અત્યંત અભાવ, રોષ અને નારાજગીના ભાવો પ્રગટ કર્યા. પતિ કેવા સંયોગોમાં કેવી રીતે આહાર આપે છે તે જાણવાનો પ્રયત્ન કર્યા વિના જ પતિની ઉપેક્ષા કરવા લાગી. જયારે પતિ પાસેથી સર્વ હકીકત જાણી અર્થાત્ એકાંતદૃષ્ટિ છોડીને અનેકાંત દૃષ્ટિ અપનાવી, ત્યારે તેનો રોષ ઉતરી ગયો. આમ કોઈપણ સમસ્યાના સમાધાન માટે અનેકાંત દૃષ્ટિ એક ઔષધનું કામ કરે
એકાંત દૃષ્ટિકોણ સમસ્યા છે, અનેકાંત દૃષ્ટિકોણ સમાધાન છે.
એકાંત દૃષ્ટિકોણ રાગ-દ્વેષજનક છે, અનેકાંત દૃષ્ટિકોણ વીતરાગતા તરફનું ગમન છે.
એકાંત દૃષ્ટિકોણ અજ્ઞાન છે, અનેકાંત દૃષ્ટિકોણ સમ્યગુજ્ઞાન છે.
એકાંત દૃષ્ટિકોણ કર્મબંધનું કારણ છે, અનેકાંત દૃષ્ટિકોણ કર્મમુક્તિનો માર્ગ છે.
આજના યુગમાં પ્રાયઃ વ્યક્તિના માનસ સંકુચિત, શુદ્ર અને સ્વાર્થબહુલ થઈ ગયા છે. અન્ય વ્યક્તિના એકાદ વ્યવહારને જોઈને સામી વ્યક્તિ માટે અભિપ્રાયો આપે છે, અનુમાનો બાંધે છે. પોતાની ઇચ્છાથી આંશિક પણ વિરુદ્ધ વ્યવહારને જોઈને તેનો ઉશ્કેરાટ પ્રગટ થાય છે. ક્ષણવારમાં તે સંબંધોને બગાડી નાંખે છે, પરંતુ જો ભદ્રસાર્થવાહીએ પતિની સાંભળીને પોતાનો અભિપ્રાય બદલી નાંખ્યો અને શાંતિથી જીવન વ્યતીત કરવા લાગી, તે જ રીતે એક વ્યક્તિ પોતાની વિશાળ દૃષ્ટિથી બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરે તો આવેશ કે ઉશ્કેરાટને અવકાશ રહેતો નથી. તે સ્વયં શાંતિથી
સંબંધોની વિચિત્રતામાં સમભાવઃ
સંસારના સંબંધો વિચિત્ર છે. જેના વિના એક ક્ષણ પણ જીવી શકીશ નહીં, તે પ્રમાણે જીવની માન્યતા હોવા છતાં તેના વિના અનંતકાળ વ્યતીત કરવો પડે છે અને જેનું મુખ ક્યારેય જોઈશ નહીં તેવો દ્વેષભાવ રાખતા જીવને તે વ્યક્તિને ત્યાં જ પુત્ર રૂપે ઉત્પન્ન થવું પડે છે, તેની સાથે રહેવું પડે છે. જેમ ધન્ય સાર્થવાહને પુત્રઘાતક વિજયચોરની સાથે જ એક બેડીમાં બંધાઈને કારાગૃહમાં રહેવું પડ્યું, કુદરતી હાજતના નિવારણ માટે વિજયચોરની જ અધીનતા સ્વીકારવી પડી.
સંસારના સંબંધોની આ જ વિચિત્રતા છે. વ્યક્તિ જો આ વાસ્તવિકતાને સ્વીકારે, તો સંબંધીજન્ય રાગ-દ્વેષના ભાવોને ઘટાડી શકે છે.
આ રીતે કથાનક ટૂંકું હોવા છતાં જીવન વ્યવહારમાં તે અત્યંત બોધપ્રદાયક છે.
| (સૌરાષ્ટ્ર કેસરી પ્રાણપરિવારના તપસમ્રાટ પૂ. રતિલાલજી મહારાજના આજ્ઞાનુવર્તી પૂજ્ય મૂક્ત-લીલમના શિષ્યરત્નાવિરલ પ્રજ્ઞા પૂજ્ય વીરમતીબાઈ મ.સ.નાશિષ્યા આરતીબાઈ મ.સ. પ્રાણ આગમ બત્રીસીના સહસંપાદિકા છે અને તેઓએ ખતરગચ્છના પૂ. દેવચંદ્રજી સ્વામી પર શોધ પ્રબંધ લખી પી.એચ.ડી. કરેલ છે. પૂજ્યશ્રી જૈન વિશ્વકોશના પરામર્શ દાતા છે.)
૨૪
-
૨૫
-
Page #15
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
ઈકોઈ રાઠોડના કર્મની કિકિયારી
બતાવતી કથાનું સંવેદન
- પૂ. ડૉ. વિરલબાઈ સ્વામી
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોલોકો પાસબુક, ચેકબુક, ફેસબુક વસાવશે પણ આગમબુક વસાવવી ગમતી નથી.
આત્મા અને પરમાત્મા વચ્ચેનું માધ્યમ આગમ છે. આગમ એ પરમાત્માનો પત્ર છે, પરંતુ તેણે સ્વયં નથી લખ્યો. જેમ શેઠ પોતાના મહેતાજી પાસે પત્ર લખાવે તેમ પરમાત્માએ ગણધર પાસે પત્ર લખાવ્યો અને આપણા સુધી પહોંચાડી દીધો. જે પત્રની અંદર સોનેરી શિખામણ, અનંત સુખના ખજાનાની ચાવીઓ અને જીવન જીવવાની વિશિષ્ટ કળાઓ બતાવી છે. તે પત્ર તો આપણા હાથમાં આવી ગયા પરંતુ હવે તેને પ્રેક્ટિકલ જીવનમાં ઉતારવા પડે. જેમ મોબાઈલનો રીચાર્જ કરાવવો પડે તેમ માનવજીવનને મહાન બનાવવા માટે આગમરૂપી પદ અને કથાઓ દ્વારા રીચાર્જ કરાવવો પડશે.
૩૨ આગમ પૈકી ૧૧ મું વિપાકસૂત્ર એક કર્મવેદનનું શાસ્ત્ર છે. બે પ્રકારના કર્મ છે - શુભ અને અશુભ. આ બન્ને કર્મોને સમજાવતું વિષાકસૂત્ર રસમય અને સંવેદનશીલ કથાઓથી ભરપૂર છે. કથા સાંભળતાં અંતરની વ્યથા, અંતરનો થાક અને કર્મની નિર્જરા થાય છે. જે કથા સાંભળવાથી હૈયું હચમચી જાય, મગજ મેડ થઈ, બુદ્ધિ બહેર થઈ અને હાથ હાથમાં ન રહે, તો વાંચો ઈકોઈ રાઠોડની કથાનો આસ્વાદ.
ભગવાન મહાવીરના સમયમાં મૃગગ્રામ નગરમાં વિજયક્ષત્રિય રાજા અને મૃગાવતી રાણી રાજ્ય કરતા હતા. સમય પસાર થતાં મૃગાવતી રાણીએ એક બાળકને જન્મ આપ્યો તેનું નામ મૃગાલોઢિયા રાખું; જે જન્મથી જ હાડપિંજર હતો. તેને આંખ, કાન, નાક, હાથ, પગ આદિ અવયવ ન હતા. તે દરેક અંગોના સ્થાને ફક્ત નિશાની જ હતી. જન્મ પહેલાં ગર્ભમાં જ તેને ભસ્મક રોગ લાગુ પડ્યો હતો, જેથી આહાર કરે કે તરત જ તેના શરીરમાંથી
વાંચો વિચારો અને જાણો કર્મરાજાની અનોખી ભાત, વિપાકસૂત્રમાં ઈકોઈ રાઠોડે સત્તાથી બરબાદ કર્યા દિન રાત; ભ. મહાવીરને ગૌતમ સ્વામીના સંવાદથી જાણવા મળી કર્મની વાત. કથાનો સબોધ વાંચી જનજન સુધારી લેજો પોતાની જાત.
વીતરાગ પ્રભુએ આત્મકલ્યાણ માટે આગમભાવનો અપૂર્વ રાજમાર્ગ બતાવ્યો. મહાપુરુષના વિષાદથી જગતને અમૂલ્ય પ્રસાદ મળે છે. મહર્ષિ વાલ્મિકીના અંતરમાં વિષાદ ન થયો હોત તો જગતને રામાયણનો પ્રસાદ ન મળત. મહર્ષિ વ્યાસ અને મહારથી અર્જુનના અંતરમાં વિષાદ ન થયો હોત તો જગતને ભાગવત અને ગીતાનો પ્રસાદ ન મળત, એમ ગૌતમસ્વામીના અંતરમાં વિષાદ ન જાગ્યો હોત તો ભગવાન મહાવીરના આગમનો પ્રસાદ ન મળત. મોક્ષમાર્ગમાં ગમન કરવા માટે આગમ માઈલસ્ટોન છે. આજે
- ૨૬.
- ૨૦
Page #16
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પરુ અને લોહી વહેતું. સાક્ષાત્ નરકના દર્શન થાય એવું દુઃખ ભોગવતો હતો. પૂર્વભવની મોજથી તેનો પોજ જોવો ન ગમે. તેની આકૃતિ જોતાં આત્મામાં એક અનોખું સંવેદન થતું.
મૂકી દે મનવા મનગમતી મોજ, માથે ફરે છે કર્મની ફોજ, દિવસે દિવસે વધશે કર્મનો બોજ, ભાવિમાં બદલી જશે પોજ.
શાસ્ત્રમાં ત્રણ પ્રકારના આત્મા બતાવ્યા છે. (૧) જગતને કેન્દ્રમાં રાખીને જીવે તે બહિરાત્મા. (૨) જગદીશને કેન્દ્રમાં રાખીને જીવે તે અંતરાત્મા (૩) જાતને કેન્દ્રમાં રાખીને જીવે તે પરમાત્મા. મૃગાલોઢિયાએ જગદીશ અને જાતને બાજુમાં રાખી જગત ઉપર સત્તાનું જોર જમાવ્યું હતું. કર્મની ૧૫૮ પ્રકૃતિઓમાંથી ૧૦૩ પ્રકૃતિઓ પ્રાયઃ દેહ માટે રોકાયેલી છે. દેહ માટે જીવ કેટલાં કર્મ બાંધે છે તેનો વિચાર કરો. એક અંતર્મુહૂર્તમાં સાધારણ વનસ્પતિના જીવો ૬૫,૫૩૬ ભવ કરે. પ્રત્યેક વનસ્પતિ ૩૨ હજાર ભવ કરે. એકેન્દ્રિય ૧૨,૮૩૪ ભવ કરે. બેઈન્દ્રિય ૮૦ભવ કરે, તેઈન્દ્રિય ૬૦ભવ કરે, ચૌરેન્દ્રિય ૪) ભવ કરે, અસંજ્ઞી તિર્યંચ ૨૪ ભવ કરે, સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ ૧ ભવ કરે. મનુષ્ય ગતિના જીવો ભવ ઓછા કરે પણ પાપની પગદંડીએ ચડી પરિણતીને બગાડી પરિગ્રહના લાલચે, સત્તાના મોહમાં અનંત ભવ કરે છે.
सुचिण्णा कम्मा सुचिण्णा फला भवन्ति ।
दुचिण्णा कम्मा दुचिण्णा फला भवन्ति ।। સારા કર્મ કર્યા હોય તો સારું ફળ મળે છે અને ખરાબ કર્મ કર્યા હોય તો ખરાબ ફળ મળે. મૃગારાણીને પ્રથમ પુત્ર મૃગાલોઢિયો હતો. ત્યાર પછી ચાર પુત્રો થયા હતા; જે સુંદર, સોહામણા અને રૂપ - ગુણથી યુક્ત હતા.
- ૨૮
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો એક સમયે મૃગાપુર નગરમાં ભગવાન મહાવીર પધાર્યા. સમૃદ્ધિમાન વિજયક્ષત્રિય એ ધરતીનો રાજવી હતો. તે રાજાની ધન-ધાન્ય અને ધર્મની સમૃદ્ધિ ભલભલાની આંખમાં વસી જાય તેવી હતી. પરિવાર અને નગરજનો સહિત તે પ્રભુની દેશના સાંભળવા ગયા. તે જ નગરમાં એક દીન, હીન, અવયવથી બેઢંગ, જન્માંધ, કપડાં ચીંથરેહાલ, ચાલવાના ઠેકાણા નહિ, માથે માખી બણબણતી હતી એવી તે વ્યક્તિએ નગરમાં થતાં કોલાહલને સાંભળીને કોઈ દેખતા પુરુષને પૂછ્યું, “હે દેવાનુપ્રિય ! શું આજે મૃગગામમાં ઈન્દ્રાદિ મહોત્સવ છે? સ્કંધ મહોત્સવ છે? રાજ મહોત્સવ છે? ઉદ્યાન કે પર્વતની યાત્રા છે ? કે જેથી આ ઉગ્રવંશી અને ભોગવંશી આદિ ઘણા પુરુષો એક જ દિશામાં, એક જ તરફ નગર બહાર જઈ રહ્યા છે ?” તે પુરુષે કહ્યું, “હે દેવાનુપ્રિય ! આજે નગરમાં ઈન્દ્રાદિનો મહોત્સવ નથી. આ નગરમાં બ્રહ્મના બ્રહ્મા, વિશ્વના વિષ્ણુ, કિંકરના શંકર, જીવના શિવ, ચાકરના ઠાકર, ઇન્સાનના ઈશ્વર અને માનવના મહાવીર ભગવાન પધાર્યા છે. તેની દેશના સાંભળવા સૌ જઈ રહ્યા છે.” જન્માંધ વ્યક્તિએ કહ્યું, “મને તમે સાથે લઈ જાવ.” દેખતા પુરુષે તેનો હાથ પકડીને ભગવાનના સમવસરણમાં લઈ આવ્યો. જન્માંધ વ્યક્તિ પ્રભુની પર્યાપાસના કરી દેશનામાં બેસી ગયા.
ભગવાન મહાવીર માલકૌંસ રાગમાં દેશનાનો ધોધ વરસાવ્યો. સંસાર કેવો અસાર છે “યુવે સાસન્મિ ” શરીર કેવું અનિત્ય છે “મેં શરીર
વે” અનિત્ય શરીરમાંથી સાર શોધો. કર્મના કોયડાને ઉકેલો. “દન ર્મની ત:” કર્મ ભલભલાને પણ છોડતા નથી. શ્રેણિક મહારાજાને હરણી હણવામાં ૮૪ સેકંડ નહિ થઈ હોય પણ તેના ફળ સ્વરૂપે ૮૪ હજાર વર્ષ સુધી નરકમાં રહેવું પડ્યું. કર્મ કરતાં ચેતી જાઓ. બેંકમાં એક સેવિંગ્સ ખાતું અને
Page #17
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો બીજું ફીક્સ ડીપોઝીટ ખાતું હોય. સેવિંગ્સ ખાતામાં વ્યાજ ઓછું મળે, ફીક્સ ડીપોઝીટમાં વધારે મળે. સેવિંગ્સ ખાતાની રકમ ગમે ત્યારે ઉપાડી શકાય. એમ માનવજીવનરૂપી બેંકમાં મુખ્યત્વે બે ખાતા છે (૧) આગાર ધર્મ અને (૨) અણગાર ધર્મ. આ બે ધર્મથી વીતરાગદશાને પ્રાપ્ત કરી શકાય.
ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ‘ભંતે ! આ કેટલો દુઃખી આત્મા છે, તેના જેવો આ દુનિયામાં બીજો કોઈ દુઃખી હોય ખરો ?' ભગવાન કહ્યું, ‘હંતા હે ગૌતમ ! તેનાથી વિશેષ દુ:ખી આત્મા આ મૃગગામ નગરમાં વિજયક્ષત્રિય રાજાનો પુત્ર અને મૃગાવતી રાણીનો આત્મજ મૃગાલોઢિયા નામનો એક બાળક છે. તે જન્મથી જ અંધ છે. અર્થાત્ તેને હાથ, પગ, કાન, આંખ અને નાસિકા આદિ અંગોપાંગ નથી. અંગોપાંગના સ્થાને માત્ર આકાર છે. તેની માતા તેનું પાલનપોષણ ઘણી સાવધાનીપૂર્વક ગુપ્ત રીતે, ગુપ્ત ભોંયરામાં કરી રહી છે.’
ગૌતમસ્વામીએ નમસ્કાર કરી ભગવાન મહાવીરને કહ્યું, ‘ભંતે! આપશ્રીની આજ્ઞા મળે તો હું તે બાળકને જોવા ઇચ્છું છું.’ અહીં ગૌતમસ્વામીનો વિનય સાંગોપાંગ ઝળહળે છે. ભગવાન મહાવીરે કહ્યું, “મહાસુદં વેવાણુપિયા” જેમ તમને સુખ ઊપજે તેમ કરો. ગૌતમસ્વામી ગુરુઆજ્ઞા પ્રાપ્ત થવા પર પ્રસન્ન અને સંતુષ્ટ મને ઈર્યાસમિતિનું બરાબર પાલન કરતાં કરતાં મૃગાવતીના ઘરે આવ્યા.
મૃગાવતી રાણી ગૌતમસ્વામીને જોતાં આનંદિત, પ્રફુલ્લિત અને હર્ષિત થઈ. આજ મારે આંગણે કલ્પવૃક્ષ ફળ્યું. દર્શન કરતાં અનંતાનુબંધી કષાયની ચાર અને મોહનીય કર્મની ત્રણ આ સાત પ્રકૃતિનો ઉપશમ કરી સમકિતની સન્મુખ થઈ. ૬૯ ક્રોડાક્રોડ સાગરોપમથી ઝાઝેરા કર્મોનો ક્ષયોપશમ કર્યો. ‘પ્રભુ ! આજ મારા આંગણે અસમયે આવવાનું શું પ્રયોજન ?' ગૌતમસ્વામીએ
-- ૩૦
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કહ્યું, ‘હું તમારા દીકરાને જોવા આવ્યો છું.” ત્યારે મૃગાદેવીએ ચાર પુત્રોને વસ-આભૂષણથી શણગારીને ગૌતમસ્વામી પાસે હાજર કર્યા. ‘હે ભગવનું ! આ મારા ચાર પુત્રો છે તેને આપ જોઈ લ્યો.' ગૌતમસ્વામીએ કહ્યું, “હે દેવાનુપ્રિય! હું તમારા આ પુત્રોને જોવા માટે નથી આવ્યો, પરંતુ જન્માંધરૂપ જયેષ્ઠ બાળકનું તમે એકાંત ગુપ્ત ભોંયરામાં ગુપ્ત રીતે ખાનપાનાદિ દ્વારા પાલનપોષણ કરી રહ્યા છો એવા મૃગાલોઢિયાને જોવા આવ્યો છું.”
આ વાત સાંભળી આશ્ચર્યચકિત થઈને તેણે ગૌતમસ્વામીને પૂછ્યું, ‘ભંતે ! એવા કોણ જ્ઞાની અને તપસ્વી છે? જેમણે મારી આ રહસ્યપૂર્ણ ગુપ્ત વાત આપશ્રીને યથાર્થરૂપે કહી ?' ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું, “હે દેવાનુપ્રિય ! મારા ધર્માચાર્ય, ત્રણલોકના નાથ, કેવળજ્ઞાની, કેવળદર્શની, મનમનની વાત જાણનારા ભગવાન મહાવીરે આ ગુપ્ત વાત મને કરી.' પછી મૃગાવતી રાણી વિપુલ પ્રમાણમાં ખાનપાનથી ગાડી ભરીને ગુપ્ત ભોંયરામાં ગૌતમસ્વામીને લઈને ગઈ.' પ્રભુ ! આપ મોઢે કપડું બાંધી લેજો.' મૃગવતીએ પણ મોઢે કપડું બાંધી લીધું. ભૂમિગૃહનું દ્વાર ખોલ્યું ત્યારે તેમાંથી અત્યંત દુર્ગધ ફેલાવા લાગી. તે દુર્ગધ મરેલા સાપ, કૂતરા, બિલાડી, ઉંદર, ગાય, મનુષ્ય, ઘોડા, હાથી, સિંહ, વાઘ, ઘેટાં, દીપડા વગેરેના ક્લેવર સડી ગયા હોય, ગળી ગયા હોય, કોહવાઈ ગયા હોય તેવી ભયાનક દુર્ગધ હતી. કીડા ખદબદતા હતા. મૃગાવતીએ આહારને ભોંયરામાં રહેલ પિંજરામાં નાંખ્યો . મૃગાલોઢિયાએ વિપુલ પ્રમાણનો આહાર રૂંવાટી દ્વારા ગ્રહણ કર્યો. તે આહાર તરત જ પરુ અને રૂધિરના રૂપમાં રૂપાંતર થઈ ગયો અને બહાર વહેવા લાગ્યો. બાળક તેને ચાટી ગયો.
ગૌતમસ્વામી આ દશ્ય જોઈને અવાક્ થઈ ગયા. ત્યાંથી વિહાર કરી
- ૩૧
Page #18
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ભગવાન મહાવીર પાસે આવ્યા. વંદન કરીને કહ્યું, ‘ભંતે ! મેં નરક કે નારકીને જોયા નથી, પણ ખરેખર ! આ બાળક નરક કરતાં વધારે વેદના અનુભવે છે. હે ભગવાન ! તે બાળક પૂર્વભવમાં શું હતો? તેણે કેવા ક્રૂર કર્મ કર્યા હશે કે તે આ ભવમાં રાજાનો પુત્ર હોવા છતાં આવું મહાભયંકર દુઃખ ભોગવે છે ?' ભગવાને કહ્યું, “હે ગૌતમ ! જંબુદ્વીપના શતદ્વાર નગરમાં વિજયવર્ધમાન નામનું એક લઘુનગર હતું. ઈકોઈ રાઠોડ તે નગરના રાજયનું પ્રતિપાલન કરતો હતો. તે સ્વભાવથી અધર્મી, કૃષ્ણલેશી અને દુરાચારી હતો.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ચાર કષાયની ચોકડીમાં રમીને અનેકને પાયમાલ કરી નાંખ્યા. રાગ અને દ્વેષના બીજને વાવીને સંસારનું વૃક્ષ ઊભું કર્યું હતું. ચાડીચુગલી કરી રાજાના કાન ભંભેરી અનેક શ્રેષ્ઠીવર્યોને ચિંતાતુર બનાવ્યા હતા. માયા અને અસત્યનું આચરણ કરી પોતાની વાત પકડી અનેકને આપઘાત કરાવ્યા હતા. હે ગૌતમ ! તેણે માથાના વાળ જેટલા પાપ કર્યા તેના ફળસ્વરૂપે કર્મના કાયદા પ્રમાણે કોઈ રાઠોડને અંતિમ સમયે ૧૬ રોગ ઉત્પન્ન થયા. આ વેદનામાં મરીને તે મૃગાલોઢિયો થયો.
બાંધ્યા અઢાર વાપસ્થાનકના પાપ, નગરજનો પર કર્યો સંતાપ, કર્મ ભોગવતા કરે છે બાપ રે બાપ, દુઃખ ભોગવશે તે અમાપ.
કર્મોની કેસેટ સૌ કોઈ સાંભળે,
કર્મનો વિચાર કોઈ ના કરે હસતાં હસતાં જે કર્મો બાંધ્યા હશે,
રડતાં રડતાં ભોગાવવા પડશે... કર્મોની...
ઈકોઈ રાઠોડ અઢાર પાપસ્થાનકનું સેવન કરવામાં પાવરધો હતો. નિર્દોષ પશુ-પક્ષીની હિંસા કરી માંસાહારનું સેવન કરતો. અસત્યનું આચરણ કરી ખોટા લેખ, દસ્તાવેજ લખી જનતાને પરેશાન કરતો. મોટી ચોરી કરી ખિસ્સાકાતરુને સાથ આપતો. દુરાચારનું સેવન કરી પરસ્ત્રી લંપટ બની અનેક સ્ત્રીઓના ચારિત્ર લૂંટતો હતો. પરિગ્રહની મૂર્છા વધારી સત્તાના જોરે ગરીબોના ગળા કાપી અને શાહુકારને જમીનદોસ્ત કરી દેતો. ગુરુજનોની નિંદા કરી અશાતનાના કર્મ બાંધ્યા.
ઈકોઈ રાઠોડે ધનધાન્યના ભંડાર ભર્યા,
પરિગ્રહના લોભે પ્રભુને ભૂલી ગયા; હાયવોય કરીને નરકમાં ગયા,
કર્મ બાંધતા પહેલા વિચાર કરો... કર્મોની... ઈકોઈ રાઠોડે અંતિમ સમય હાયવોય અને અરેરાટીમાં પૂર્ણ કર્યો. તેના કર્મ પ્રમાણે તે નરકમાં ગયો, ત્યાંથી તિર્યંચનો ભવ કર્યો, પછી એકેક ભવ કરતાં કરતાં સાતે નરકમાં ઉત્પન્ન થયો. ત્યારપછી નાના મોટા લાખો ભવ કરી શુભકરણી વડે અનંતકાળે મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે.
ગૌતમ શું કહું ઈકોઈ રાઠોડની પાપની લીલા, લોભના લાલચે પશુ, તિર્યંચ, માનવને માર્યા ખીલા; અનેક ગામ નગરમાં યુદ્ધ કરી તોડાવ્યા છે કીલા, અનંતકાળ સુધી ફળ દેવામાં કર્મરાજા નહીં બને ઢીલા.
- ૩૨
-
- ૩૩
-
Page #19
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કથાનો સબોધઃ- કર્મ બાંધતા પહેલાં વિચાર કરીને કાર્ય માટે પગ ઉપાડશો તો ચીકણા કર્મ નહિ બંધાય. સત્તાના જોરે એકવાર કર્મ બાંધી લેશો તો તેને ભોગવવા માટે ભવરૂપી અરણ્યમાં ઈકોઈ રાઠોડની જેમ લાખો ભવ કરવા પડશે. બીજાને સતાવશો નહિ તો હળવા કર્મ બંધાશે. જેમ નવા કપડાં પર લાગેલી ધૂળ ખંખેરી નાંખવાથી ખરી જાય છે એમ સારા કર્મ કરવાથી જીવ સમકિતને ધારણ કરી પંચમ ગતિને પ્રાપ્ત કરી શકે. અરે ! દ્રવ્યકર્મ અને ભાવકર્મ બન્નેથી મુક્ત થઈ શકે.
જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો
છલોછલ ભર્યા છે
(સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુના શિષ્યા પૂજયશ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીના શિષ્યા ડૉ. વિરલબાઈ મહાસતીજીએ નવ તત્ત્વ: એક અધ્યયન પર શોધપ્રબંધ લખી પી.એચ.ડી. કરેલ છે.)
- ગુણવંત બરવાળિયા
જૈન આગમ અને આગમેત્તર સાહિત્યમાં કથાઓનો ભરપૂર ખજાનો છે. આગમના ચાર અનુયોગ પ્રયોજયા છે. (૧) ચરણકરણાનુયોગ (૨) ધર્મકથાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ. સાધુસંતોના આચાર, જૈન ગણિત અને જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન સમજવા માટે ધર્મકથાનુયોગમાં આવતી કથાઓ બહુ જ ઉપયોગી છે. ધર્મના ગૂઢ રહસ્યો સમજવા માટે દૃષ્ટાંતકથાઓ, ચરિત્રકથાઓ બહુ જ ઉપયોગી છે. આ કથાનકોની વિરાટ સૃષ્ટિ આપણી અમૂલ્ય સંપદા છે.
શ્રી સ્થાનાંગ સૂત્રમાં ધર્મકથાના ચાર પ્રકાર દર્શાવ્યા છે. જેમકે, (૧) આક્ષેપણી કથા : જે કથાઓ જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે આકર્ષણ પેદા કરે છે. (૨) વિક્ષેપણી કથા : જે કથા સન્માર્ગની સ્થાપના કરતી હોય.
- ૩૪
-
• ૩૫
Page #20
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો (૩) સંવેદની કથા : જે કથા જીવનની નશ્વરતા, દુઃખ બહુલતા અને શરીરની અશુચિતા બતાવીને વૈરાગ્ય ઉત્પન્ન કરતી હોય. (૪) નિર્વેદની કથા : જે કથા કૃત કર્મોના શુભાશુભ ફળ બતાવીને સંસાર પ્રતિ ઉદાસીનતા બતાવે છે.
આ ચાર પ્રકારની કથાના બીજા ચાર પ્રભેદ પણ બતાવ્યા છે. આમ, કથાસાહિત્યમાં ધર્મકથા જીવનનું આમૂલ પરિવર્તન કરનારી શ્રેષ્ઠતમ કથા છે.
આગમ સાહિત્યમાં આવતી કથાઓનું પાત્રોની પ્રધાનતાની દૃષ્ટિએ પણ વિભાજન કરવામાં આવ્યું છે. જેમકે, ઉત્તમ પુરુષોના કથાનકો, શ્રમણ કથાનકો, શ્રમણોપાસક કથાનકો. નિર્વ કથાનકો વગેરે વગેરે. આ કથાનકોમાં મુખ્ય વિષય તરીકે તીર્થકરોના ચરિત્ર, શ્રમણ ભગવંતની સંયમસાધના, પરિષહજય, તપશ્ચર્યા, જ્ઞાન, ધ્યાન વગેરેને દર્શાવ્યા છે.
માનવ વાર્તાપ્રિય પ્રાણી છે. વાર્તા કહેવી અને સાંભળવી તેને ગમે છે. શૈશવકાળથી લઈને જીવનસંધ્યાના સમય સુધી ભિન્ન ભિન્ન પ્રકારની કથાવાર્તાઓનો આનંદ લે છે. તેમાં પણ ધર્મકથા તો ઉપદેશનું પ્રબળ સાધન છે.
જગતભરમાં કથાસાહિત્યનું સ્થાન અદ્વિતીય અને અનુપમ છે. कहा-बंधे त णस्थि जयम्मि जं कह वि चुक्का कुवलयमाला
જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જેને કથારચનામાં સ્થાન મળ્યું ન હોય. પ્રત્યક્ષ દુનિયામાં જે માનવપ્રજા વસે છે તેમાં ભણેલા, કુશાગ્રબુદ્ધિવાળા અલ્પ છે કે જે વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ભૂગોળ, ખગોળ, ગણિત, આયુર્વેદ, અધ્યાત્મ, યોગ, પ્રમાણશાસ્ત્ર જેવા ગહન અને તાત્ત્વિક વિષયોમાં રસ લઈ ઊંડા ઊતરી શકે. આથી તેઓને સ-રસ અને સમજ પડે તેવા અને તે સમજ દ્વારા જીવનનો રસ માણી શકાય તેવા સાહિત્યની અપેક્ષા છે. આથી આપણા
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોપૂર્વ ઋષિમુનિઓએ વિપુલ પ્રમાણમાં કથાઓ દ્વારા તેમની અપેક્ષાને પૂર્ણ રીતે સંતોષી છે. તેઓના સપ્તરંગી મેઘધનુષ્યની વિવિધતા અને ભાતીગળ મનોરંજનથી ભર્યું કથાસાહિત્ય આપણી જાતની સૂધબૂધ વિસરાવી કથારસના અલૌકિક પ્રદેશમાં દોરી જાય છે. વિશ્વના કોઈપણ ધર્મ-દર્શન, શિક્ષણ કે સમાજના ક્ષેત્રમાં સિદ્ધાંતો કે નિયમો સમજાવવા કે જે તે ક્ષેત્રના સહેતુ બર લાવવા પ્રેરકબળ તરીકે કથાનકોનો ઉપયોગ અનિવાર્ય રીતે કરવામાં આવ્યો છે; જેમાં જીવનમાં ઘટિત થયેલા પ્રેરક પ્રસંગો, ઉપનય કથાઓ, દષ્ટાંત કથાઓનો સમાવેશ કરવામાં આવે છે.
સમાજના વિવિધ વર્ગમાં સદાચારનું સિંચન કરવા માટે, વિવિધ જાતિ, સંપ્રદાય કે ધર્મના લોકોને ધર્માભિમુખ કરવા માટે વિવિધ પ્રકારની કથાઓનો આશ્રય લેવામાં આવ્યો છે.
આપણા પુરાણો, વેદ, ઉપનિષદો, આગમ ઉપરાંત આપણા મહાકાવ્યો રામાયણ - મહાભારતમાં પણ ભરપૂર કથાનકો સંગ્રહિત છે. કથાઓમાં પંચતંત્ર, હિતોપદેશ, ઈસપની નીતિકથાઓ, બૌદ્ધની જાતકકથાઓ, પરીકથાઓ, જૈન કથાસાહિત્યમાં આગમયુગની કથાઓ, બાલાવબોધ, ઉપદેશમાળાના કથાનકોનો સમાવેશ થાય છે.
ધર્મમાં શ્રદ્ધા વધારવા માટે પર્યકથાઓ, વ્રતકથાઓ અને તત્ત્વબોધકથાઓનો ફાળો નોંધપાત્ર છે.
જૈન ધર્મમાં જ્ઞાનપ્રાપ્તિ માટેના માર્ગ-અનુયોગ દ્વારના ચાર પ્રકાર બતાવ્યા છે –
જેમાં ધર્મકથાનુયોગમાં ત્રિષષ્ટિશલાકા પુરુષ આદિ મહાત્માઓ, દાની, શ્રાવક શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓના પ્રેરક જીવનને કથાનકો દ્વારા વર્ણવવામાં
૩૦
- ૩૬
Page #21
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આવ્યા છે. જૈન કથાસાહિત્યમાં જ્ઞાતાધર્મકથા આગમમાં સાડા ત્રણ કરોડ કથાઓ હતી તેવી શ્રુતપરંપરાથી માહિતી મળે છે, પરંતુ આજે આટલી મોટી સંખ્યામાં કથાઓ ઉપલબ્ધ નથી. કથાનુયોગ એ સામાન્ય જનસમૂહ માટે ધર્મમાર્ગમાં પ્રવેશદ્વારની ભૂમિકા પૂરી પાડે છે.
કથા-લોકકથા એ સાહિત્યનું હૃદય છે. આબાલવૃદ્ધ, ગરીબ-તવંગર, સાક્ષર-નિરક્ષર સર્વ કોઈને કથા સમસ્વરૂપે એકસૂત્રતાથી જકડી બાંધી રાખે છે. આ ઉપરાંત તેની વિશેષતા એ છે કે એને જેટલી સાંભળવા કે વાંચવામાં આવે એટલી જ સહેલાઈથી, સરળતાથી તે હૃદયંગમ થઈ શકે છે. આથી જ પ્રત્યેક ધર્માચાર્યોએ પોતાનો ધર્મોપદેશ કથાના માધ્યમ દ્વારા કરવાનું યોગ્ય, ઉચિત માન્યું છે. માનવજીવનમાં ધાર્મિક સંસ્કારોના સિંચન માટે કથાથી ઉત્તમ સરળ, સહજ અને યોગ્ય કોઈ માધ્યમ નથી અને આથી જ વિશ્વના પ્રત્યેક ધર્મમાં કથાસાહિત્યની લોકપ્રિયતા, પ્રચલિતતા વ્યાપકપણે જણાય છે. ભગવાન મહાવીરે ધર્મોપદેશ દરમિયાન ધર્મ, વિજ્ઞાન અને તત્ત્વદર્શન જેવા ગૂઢ અને ગંભીર તત્ત્વોને અધિક સરળ, સુગમ, સુબોધ અને રુચિકર બનાવવા માટે કથાનો આશ્રય લીધો; જેને આગમસાહિત્યમાં સંગ્રહિત-સંકલિત કરવામાં આવ્યો.
આગમ સાહિત્ય પછી ક્રમશઃ થતી કથારચનામાં પરિવર્તન આવતું ગયું. આગમમાંથી પ્રાપ્ત કથાઓ, ચરિત્ર અને મહાપુરુષોના જીવનના નાનામોટા અનેક પ્રસંગોમાંથી મૂળ કથાવસ્તુમાં અવાંતર કથાઓનું સંયોજન અને મૂળ ચરિત્રના પૂર્વજન્મોની ઘટનાઓને સમૃદ્ધ કરવી, એની કથાવસ્તુનો વિકાસ અને વિસ્તાર કરવાની પશ્ચાદ્દવર્તી શૈલી બની ગઈ, જે શૈલીનો પ્રભાવ રામાયણ, મહાભારત કે જાતકથી માંડીને ચારિત્રો, પારાયણો, આખ્યાયિકા,
- ૩૮ -
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો - કથાકોષો ઈત્યાદિમાં પરંપરાગત રીતે જણાઈ આવે છે.
વિશ્વભરના ધર્મ અને સાહિત્યએ દષ્ટાંતકથાનો સહારો લીધો છે. બાળદશાના શ્રોતાઓ અને વાચકોને ધર્મ અને તત્ત્વના ગહન રહસ્યો સરળતાથી રસમય રીતે સમજાય એ તેનો મુખ્ય ઉદ્દેશ છે. કથાઓ દ્વારા પરિચિતતાની માધુરી અને અપરિચિતતાનો આનંદ આપી શકાય છે. દ્રવ્યાનુયોગના ગહન તત્ત્વો પ્રાથમિક દશાના વાચકો માટે સમજવા મુશ્કેલ-અધરાં છે, પરંતુ દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવાર થઈવાચકના હૃદય સુધીની યાત્રા સરળતાથી કરી શકે છે.
ધર્મ અને દર્શનને જગત સુધી પહોંચાડવા કથાનુયોગ સૌથી વધુ ઉપકારક બને છે. આગમમાં કથાનુયોગ અભિપ્રેત છે. કાદમ્બરીનો ભાવાનુવાદ કરનાર, કવિ ભાલણની ઉક્તિ અમારા હૃદયભાવને વાચા આપે છે,
મુગ્ધ રસિક સાંભળવા ઇચ્છી પણ પ્રીરછી નવ જાય,
તેહને પ્રીછુવા કારણે કીધું ભાલણે ભાષા બંધ.” મુગ્ધરસિક શ્રોતા સાંભળવા અને સમજવા ઇચ્છે છે, પરંતુ સમજી શકતા નથી અને સરળ રીતે સમજાવવા ભાલણ જે રીતે આસ્વાદ-ભાવાનુવાદનો પુરુષાર્થ કરે છે તેમ આપણે પણ કથાનકો દ્વારા આસ્વાદનો પુરુષાર્થ કરવો જોઈએ.
વિશ્વના કથાસાહિત્યમાં જાસૂસી કથાઓ, જુગુપ્સાપ્રેરક કથાઓ, બીભત્સકથાઓ, હિંસાત્મક વીર કથાઓ પુષ્કળ છે, પરંતુ ધર્મ કે દર્શનસાહિત્યમાં આવી કથાઓને સ્થાન નથી.
અહીં નીતિ-સદાચાર પ્રેરકકથાઓ, ચારિત્ર્યકથાઓ, તપ-ત્યાગની કથાઓ જ ધર્મકથાઓ છે, જે માનવજીવનને ઊર્ધ્વગામી કરી શકે છે. વળી,
૩૯
Page #22
--------------------------------------------------------------------------
________________
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો જ્ઞાનીઓએ ચાર વિકથાનો ત્યાગ કરવા જણાવ્યું છે; જેમાં પાપહેતુભૂત સ્ત્રીપુરુષની કથા છે. એ જ રીતે રાજકથા અને દેશકથા કરવાથી નિંદા દ્વારા આત્મા અનર્થદંડથી દંડાય અને કર્મબંધન કરે છે, તો વળી ક્યારેક આધ્યાન કે રૌદ્રધ્યાનમાં ફસાઈ જાય છે. જયારે ભોજનકથામાં આસક્તિ અભિપ્રેત છે. આવી વિકથાનો, આરાધક આત્માઓએ ત્યાગ કરી માત્ર ધર્મકથાનો જ આશ્રય લેવો જોઈએ. આસક્તિ અને સંજ્ઞાઓને પાતળી પાડવા આ કથાનકો પાયાનું કામ કરે છે. શાસ્ત્રકાર પરામર્શીઓ, જૈન દાર્શનિકો, મુનિઓ કે જૈન સર્જક સાહિત્યકારો એમ દઢપણે માને છે કે સાહિત્ય અને કલાના સર્જનનો ઉદ્દેશ શુભતત્ત્વોના દર્શનનો હોય તો જ સાર્થક.
કથા, કાવ્ય, સાહિત્ય, સંગીત અને લલિતકથાઓથી જીવન સભર બને છે. માટે અહીં જીવનમાં કલાની આવશ્યકતા જ નહિ, પરંતુ અનિવાર્યતા સ્વીકારાઈ છે, પરંતુ જીવનની સભરતા અને મધુરતાનું શું ? માત્ર કલ્પનામાં વિહાર કરવાથી જીવનમાં સભરતા અને મધુરતા આવી શકે ? સર્જનશક્તિ ખીલવવા માટે કલ્પનાના વિકાસની એક નિશ્ચિત હદ છે. એ સરહદ પાર કર્યા પછી નિરર્થક છે.
કથા, કાવ્ય, સાહિત્ય કે સંગીત વગેરે કલાઓ માત્ર ભક્તિ પ્રયોજનરૂપ ન હોય, સદાચારપ્રેરક ન હોય તો માત્ર કલ્પિત અને નિરર્થક બની રહેશે. જે સર્જનમાં નિજ સ્વરૂપને પામવાની ઝંખના નથી તે કૃતિ ઇન્દ્રિયોના મનોરંજન કરનારી નીવડે છે, જેનું પરિણામ ભોગ-ઉપભોગ અને તૃષ્ણા વધારનારું, રાગ-દ્વેષ ને સંસાર વધારનાર છે. સૂરદાસ, તુલસીદાસ, મીરાં, નરસિંહ, કબીર, આનંદઘનજી, શ્રીમદ્ રાજચંદ્રજી, પૂ. યશોવિજયજી, પૂ. હરિભદ્રસૂરિ,
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોકલિકાલ - સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, પૂ. કુંદકુંદાચાર્યનું સાહિત્ય આત્માર્થે હોવાથી ચિરંજીવ બની અમરત્વને પામ્યું.
પ્રાચીન કે મધ્યકાલીન કથામંજુષા ખોલી સાહિત્યસર્જકો, કથાઓના શ્રદ્ધાતત્ત્વને અકબંધ રાખી સાંપ્રત પ્રવાહ પ્રમાણે આધુનિક-વૈજ્ઞાનિક અભિગમથી એ કથાઓ નવી પેઢી સમક્ષ રજૂ કરશે તો યુવાનોને ધર્માભિમુખ થવાની નવી દિશા મળશે.
જૈન કથાનુયોગમાં શ્રાવક, શ્રાવિકા, સાધુ-સાધ્વી વગેરેના જીવનના આદર્શ પાસાનું નિરૂપણ તો કરવામાં આવે જ છે, પરંતુ જૈન કથાઓની વિશિષ્ટતા એ છે કે તે પશુપંખીનાં પાત્રોને, તેના જીવનના આદર્શને રજૂ કરી પ્રેરણા પૂરી પાડે છે. સિંહના જીવનનું પરિવર્તન થતાં તે ભૂખ્યા રહેવા છતાં હિંસા કરતો નથી. ચંડકૌશિક સર્પને જાતિસ્મરણ થતાં તે કીડીને પણ નુક્સાન કરતો નથી. આમ, જૈન કથાનુયોગની કથાઓનું જીવનઘડતરમાં મૂલ્યવાન યોગદાન રહ્યું છે.
જૈન કથાસાહિત્ય ઉપદેશાત્મક અને ચરિત્રઘડતરમાં ઉપયોગી બને તેવું હોય છે. તેનો ઉદ્દેશ માત્ર કથા સાહિત્ય રચવાનો કે મનોરંજનનો નથી હોતો, પરંતુ જૈન મૂલ્યોને વધુ સુદૃઢ કરવાનો હોય છે. આ ચરિત્રો ગૃહસ્થધર્મને આત્મવિકાસના માર્ગે લઈ જવા માટે સહાયક બને છે. સાહિત્યની દૃષ્ટિએ એમાં અભુત, શૃંગાર અને વીરતા જેવા રસનું આલેખન સુંદર રીતે કરાયું હોય છે. સ્ત્રી અને પુરુષના આ ચરિત્રોમાં શુભાશુભ કર્મવિપાકને પ્રગટ કરનારા દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જૈન તાત્ત્વિક વિચારણાની પ્રસિદ્ધિ કરવી અને આદર્શોનું સ્થાપન કરવું.
- ૪૦
-
૫ ૪૧
Page #23
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો જૈન કથા સાહિત્યમાં પરિષહ અને ઉપસર્ગ પ્રધાન કથાઓ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા - એમ ચતુર્વિધ સંઘને ઉપસર્ગો નડે છે. દેવકૃત, મનુષ્યકૃત અને તિર્યંચ (પ્રાણી, પશુ, પંખી) કૃત ઉપસર્ગો આવે ત્યારે મહાન આત્માઓ સમભાવથી આવા ઉપસર્ગો સહન કરી કર્મનો ક્ષય કરે છે. સાધના જીવનમાં બાવીસ પ્રકારના પરિષહો આવે છે. પરિષહપ્રધાન કથાઓમાં મહાન આત્માઓ કઈ રીતે સમતાભાવે પરિષહ સહન કરે છે તે વાંચતા આપણા જીવનમાં અનન્ય પ્રેરણા મળે છે. આમ જૈન કથાનકો સબોધના સ્પંદનોથી છલોછલ ભરાયેલા છે, જે માનવને નીતિ અને સદાચારી જીવન માટે પ્રેરક બળ પૂરું પાડનાર છે અને આત્મોત્થાન કરાવનાર છે.
સમતાના મેરુ-કુરઘડુ
- ડૉ. ગુલાબ દેઢિયા
(ગુણવંતભાઈએ સી.એ. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ શૈક્ષણિક, ધાર્મિક અને આરોગ્યને લગતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમના લખેલા અને સંપાદિત થયેલા ૬૦ પુસ્તકો પ્રગટ થયા છે. જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે. જૈન વિશ્વકોશ, ગુજરાત વિશ્વકોશ અને જૈન આગમ મીશન સાથે જોડાયેલા છે.)
મનને ચંચળ ભલે કહીએ પણ મન તો ક્યાં ને ક્યાં બંધાયું હોય છે. મનનો કબજો લઈ લે છે કોઈ વિચાર, કોઈનો ઠપકો, કોઈકે કરેલ વખાણ, કોઈ પ્રસંગ, કોઈના કઠણ વેણ, કોઈ જૂની યાદ. મન એ વાતને ઘૂંટ્યા કરે છે.
આજે મારા મનનો કબજો કુરઘડુ મુનિએ લીધો છે. ભિક્ષા વહોરવા જતા, ભાત વહોરીને આવતા, અન્ય તપસ્વી મુનિઓને વિનયપૂર્વક પૂછતા, તિરસ્કારનો ભોગ બનતા, ભાતના પાત્રમાં તપસ્વી સાધુઓનું થુંકવું, મધ્યાહ્નનો તડકો, ઉપાશ્રયની શાંતિ બધું ચિત્રવત્ દેખાયા કરે છે.
વાર્તા શરૂ થાય છે દૃષ્ટિવિષ સર્પથી. જેની દૃષ્ટિના ઝેરથી જોનારા મરણને શરણ થાય. આ સર્પને જાતિસ્મરણજ્ઞાન થવાથી આ દૃષ્ટિવિષપણાની ભયંકરતા યાદ આવી. કોઈનો ઘાત ન થાય માટે મોટું દરમાં જ રાખવા લાગ્યો. પૂંછડી દરની બહાર.
-
૪૨
-
-
૪૩
-
Page #24
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો બનવાકાળ એવો કે તે સમયમાં કુંભ રાજાના કુંવરને કોઈ સાપે ડંખ દીધો, કુંવર મૃત્યુ પામ્યો. કોપિત રાજાએ હુકમ કર્યો કે બધા સાપને પકડી પકડીને મારી નાખો. મરેલો સાપ લાવનારને સાપ દીઠ એક એક સોનામહોરનું ઈનામ.
સર્પની શોધખોળ કરનાર કોઈ માણસને દૃષ્ટિવિષ સર્પની પૂંછડી દરમાં દેખાઈ. ખેંચવા લાગ્યો. સાપ સમજીને બહાર ન આવ્યો. અપાર વેદના થઈ, પૂંછડી તૂટી ગઈ. વેદના સહન કરી. સાપે દેહ છોડ્યો.
બીજી તરફ કુંભ રાજા ચિંતીત છે. પુત્ર નથી – વારસ નથી એ ચિંતા કોરી ખાતી હતી. સ્વપ્ન આવ્યું, ‘હવે તું એવી પ્રતિજ્ઞા લે કે હું કોઈને પણ સાપ મારવાની આજ્ઞા નહિ કરું, સર્પહત્યા રોકી દઈશ તો તને પુત્રરત્નની પ્રાપ્તિ થશે.” કુંભ રાજાએ એમ કહ્યું.
દૃષ્ટિવિષ સર્પ મરીને કુંભની રાણીના પેટે અવતર્યો. નાગદત્ત એનું નામ પાડ્યું. યુવાવસ્થાએ પહોંચતાં નાગદત્ત કુંવરે ગોખમાંથી જૈન સાધુને દીઠા. જાતિસ્મરણશાન થયું. પૂર્વભવ યાદ આવ્યો. સાધુ મહારાજને વંદન કરી દીક્ષા લેવા તૈયાર થયો. માતાપિતાએ રોક્યો, સમજાવ્યો, પણ વૈરાગી નાગદત્ત દીક્ષા અંગીકાર કરે છે.
તિર્યંચ યોનિમાંથી આવેલા હોવાથી અને વેદનીય કર્મનો ઉદય હોવાથી ભૂખ સહન કરી શકતા નથી. તેથી પોરસી માત્રનું પણ પચ્ચકખાણ નથી કરી શકતા. આપણને આપણી દશા યાદ આવે.
ગુરુ મહારાજે મુનિની પ્રકૃતિ જાણી ઉપદેશ આપ્યો, ‘જો તારાથી તપશ્ચર્યા નથી થઈ શકતી તો તારે સમતા અંગીકાર કરવી જોઈએ.' સરળ
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોસ્વભાવી નાગદત્ત મુનિએ ગુરુની વાતને મનમાં સ્થાપી દીધી. નિગ્રંથ સાધુએ સમતાની ગાંઠ બાંધી દીધી,
દરરોજ સવારે એક ઘડુઆ (એક વાસણ) ભરીને કુર (ભાત) વહોરી લાવીને વાપરે ત્યારે જ હોશકોશ આવે. દરરોજની આ ભૂખની પીડાએ ‘કુરઘડ’ નામ છપાવી દીધું.
કુરઘડુની ભોજનપ્રીતિ સામે અન્ય સહવર્તી ચાર સાધુઓ મહા તપસ્વી હતા. માસક્ષમણ તપ કરી લેતા. ચારે આહારવિજયી તપસ્વી સાધુઓ કુરઘડુ મુનિને ‘નિત્ય ખાઉ', ‘ખાઉધરો' જેવા વિશેષણોથી નવાજતા, તેની નિંદા કરતા, તેને તુચ્છ સમજતા. કુરઘડુ મુનિ તો સમતાની સાથે મૈત્રી કરી બેઠા હતા. બધા ઉપાલંભ, દ્વેષ, નિંદા, તિરસ્કાર સહી લેતા. એ અપમાનના શબ્દોને મન સુધી પહોંચવા જ ન દેતા.
મહાપર્વનો દિવસ, ચાર ચાર તપસ્વી મુનિરાજો તો તપમાં શૂરા. લાચાર પેલા કુરઘડુ ! ભૂખ પાસે લાચાર. ગોચરી વહોરી લાવ્યા. જૈન આચાર પ્રમાણે કુરાડુ મુનિએ તપસ્વી મુનિરાજોને પાત્ર બતાવી નમ્રતાથી કહ્યું, ‘આપને આમાંથી કંઈક વાપરવાની અભિલાષા હોય તો વાપરો.”
મધ્યાહ્નનના તાપ જેવો ક્રોધ તપસ્વી મુનિઓમાં ભભૂકી ઊઠયો. ચારે દિશામાંથી ચારે તપસ્વી ક્રોધાયમાન થઈ બોલી ઊઠ્યા, “કુરઘડુ ! આવા મહા પર્વના દિવસે પણ તમે તપ નથી કરતા? ધિક્કાર છે તમને ! અને ઉપરથી અમને વાપરવાનું કહો છો?”
રાતાપીળા તપસ્વીઓ આટલેથી ન અટક્યા. ક્રોધ સાતમા આસમાને હતો. ‘હાફ... ઘૂં’ કહી કુરઘડુના લંબાવેલા પાતરામાં થૂક્યા. ઉપાશ્રય ગુસ્સાના લાલ રંગે ધગધગી ઊઠ્યો.
- ૪૫
-
Page #25
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોહજી પેલું પાત્ર દેખાય છે. થૂકમિશ્રીત આહાર કેમ ગળી શક્યા હશે? વિચારતા કંપારી છૂટે છે. જૈન ધર્મમાં આવી આકરી સામા છેડાની કસોટીઓ છે. સ્થૂલિભદ્ર યાદ આવે ને ! દષ્ટિવિષ સર્પનો જીવ, ક્રોધ કે કષયાના વિષને જીતી લેવા અચળ આસને બિરાજમાન થઈ ગયો !
સમતાની સાધના આપણામાં પ્રગટે, આપણો સ્વભાવ બને એ પ્રાર્થના કરીએ.
(વિદ્વાન લેખકે સ્વામી આનંદના જીવન અને સાહિત્ય ઉપર શોધ પ્રબંધ લખી પી.એચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. તેઓ ઉત્તમ નિબંધકાર, વક્તા અને અધ્યાપક છે.)
- જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો આટલું હળાહળ અપમાન થયું. ચારે તપસ્વીઓએ ધિક્કાર્યા છતાં કુરાડુ તો ઠંડા ને ઠંડા ! સમતાનો સાથ એમણે ન છોડ્યો કે સમતાએ એમનો સાથ ન છોડ્યો. કહેવું મુશ્કેલ ! | કુરઘડુ મનમાં વિચારે છે, “ધિક્કાર છે મને ! હું નાનું સરખું તપ નથી કરી શકતો, ભૂખને રોકી નથી શકતો, હું પ્રમાદને વશ છું. આજે આ તપસ્વી મુનિરાજોના ક્રોધનું સાધન-નિમિત્ત હું બન્યો' પાત્રનો આહાર વાપર્યો. શુક્લધ્યાનમાં પહોંચી જતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
કેવળજ્ઞાનનો મહોત્સવ ઊજવવા દેવતાઓ વિમાને ચડીને આવ્યા. તપસ્વી મુનિઓ સમજયા કે દેવ અમારે માટે આવ્યા છે, પણ અહીં તો જુદી જ વાત બની.
તપસ્વી મુનિઓને પણ સમજાયું કે અમે દ્રવ્ય તપસ્વી રહ્યા જયારે કુરઘડુ તો ભાવ તપસ્વી છે. કુરઘડુને ખમાવ્યા. છેવટે એ ચારે ક્ષમાપ્રાર્થી મુનિઓને પણ કેવળજ્ઞાન થયું.
કુરઘડુની તો મુક્તિ થઈ પણ એ પાત્ર મનમાંથી ખસતું નથી. કસોટીની પરાકાષ્ઠા તો જુઓ ! અપમાનની ચરમસીમાં, પણ એ અપમાનની આગ કુરઘડુને ન અડી શકી કારણ કે એ તો સમતાના મેરુ પર બિરાજમાન હતા.
તપસ્વી મુનિઓનું ક્રોધિત થવું માનવસહજ હતું. તિરસ્કારનો ભાવ આવે જ. કુરઘડુ તરફની ધૃણા કેવી તીવ્ર હતી. પોતે તપસ્વી ને પેલો ખાઉધરો, સરખામણી. કુરઘડુ ભૂખ પાસે નબળા પણ ક્રોધ કષાય સામે સબળા. આ સહનશીલતા, નમ્રતા, વિનય શ્વાસમાં હતા, લોહીમાં હતા. સહજ હતા. અંતરંગ હતા. કંઈ નવું ન લાગ્યું. એ સ્વભાવ હતો. સ્વનો ભાવ જ આખરે જીતે છે.
-
૪૬
-
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
૬
શ્રી રથનેમિની કથામાં રહેલા
સદ્ધોધના સ્પંદનો
- જાદવજી કાનજી વોરા
સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. ની જન્મ શતાબ્દીની પાવન સ્મૃતિમાં શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશને શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર પ્રકાશિત કર્યું છે. એના પ્રમુખ સંપાદિકા પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી અને સહસંપાદિકા ડૉ. પૂ. આરતીબાઈ મ.સ. તથા પૂ. સુબોધિકાબાઈ મ.સ. છે. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ અખૂટવૈર્ય, અપૂર્વશક્તિ અને અત્યંત સાહસ ધરાવનાર પુણ્યાત્મા હતા. એમના ગુરુ પૂ. જયચંદ્રજી મહારાજની ઉમર હોવાથી દીક્ષા પછી તેમના શિરે માત્ર ત્રણ વરસમાં જ ગોંડલ ગચ્છનો સઘળો ભાર સોંપ્યો હતો. તેમની વાણીની ખુમારી એવી હતી કે દરબારો જેવા દરબારો પણ તેમના એકમાત્ર વચનથી પોતાના સર્વ વ્યસનો છોડી દેતા. આપણા કરકમલોમાં આ આગમ આવે એ માટે તેને અનુવાદ સાથે લિપિબદ્ધ કરવાનું કાર્ય પૂ. શ્રી મુક્ત-લીલમ પરિવારના પૂ. સાધ્વી શ્રી સુમતિબાઈ મ.સ. એ કરેલ છે.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની વિશિષ્ટતા એ છે કે એ સારભૂત જૈન ઉપદેશનો ‘નિચોડ' ગ્રંથ છે. એમાં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સ્પર્શ કરવા માટે ભગવાન મહાવીરસ્વામીની ચરમ દેશનારૂપ પ્રસિદ્ધ પામેલ આગમવાણી આપવામાં આવી છે. જૈન ધર્મગ્રંથોમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું સ્થાન મૂળસૂત્ર રૂપે અનોખું છે. તેમાં સાધકોને ઉપયોગી યમ-નિયમોનું મુખ્યત્વે નિરૂપણ છે તેમજ સાધકોની સાધનાના પ્રેરણાત્મક હિતશિક્ષા સૂત્રો છે. ભૂદાન પ્રણેતા આચાર્ય વિનોબા ભાવે રાત્રે સૂતી વખતે પોતાની એક બાજુ ગીતા અને બીજી બાજુ ઉત્તરાધ્યયનસૂત્ર રાખતા હતા. તેમનું કહેવું હતું કે, “પોતાના જીવનમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નોના જવાબ તેમને ઉત્તરાધ્યયન સૂત્રમાંથી મળી રહે છે. એમાં માનવમૂલ્યો, આત્મઉત્થાનના ઉપાયો અને જન-જનને સ્પર્શતા સનાતન અને સૈકાલિક સત્યોની રજૂઆત છે.”
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૨ માં અધ્યયનમાં શ્રી રથનેમિની કથામાં રાજેમતી સાધ્વીજીએ શ્રી રથનેમિ સાધુજીને આપેલો ઉપદેશ વર્તમાનમાં શિથિલાચાર આચરીને પથભ્રષ્ટ થઈ રહેલા સાધકો માટે પુનઃ સંયમમાર્ગે પાછા ફરવા માટે ઉત્સાહપ્રેરક અને માર્ગદર્શક છે. આવા ઉપદેશનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
સૌર્યપુર નગરમાં દશ ભાઈઓમાં સહુથી મોટા વસુદેવ તથા સહુથી નાના સમુદ્રવિજય નામના બે ભાઈઓ રાજય કરતા હતા. તેમાં સમુદ્રવિજય રાજાની શિવા નામની રાણી તથા અરિષ્ટનેમિ, રથનેમિ, સત્યનેમિ તથા દઢનેમિ નામના ચાર પુત્રો હતા. મોટા પુત્ર અરિષ્ટનેમિની ઉગ્રસેન રાજાની પુત્રી રાજેમતિ સાથે સગાઈ નક્કી થઈ હોવાથી વિવાહ માટે જતી વખતે એ મંડપની નજદીક પહોંચ્યા ત્યારે તેમણે વાડાઓ અને પાંજરામાં પુરાયેલા
૪૯
Page #27
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ભયગ્રસ્ત અને અતિદુ:ખિત પશુઓ અને પક્ષીઓના ચિત્કાર સાંભળ્યા. સારથિઓને પૂછતાં તેમને ખબર પડી કે આ પશુ-પક્ષીઓ પોતાના વિવાહ નિમિત્તે યોજાયેલા ભોજનમાં માંસાહારી જાનૈયાઓના માંસભક્ષણ માટે ભક્ષ્ય બનનારા હોવાથી ચિત્કાર કરી રહ્યા છે. તીર્થંકર ભગવાન અરિષ્ટનેમિનું ઉપાદાન શુદ્ધ હોવાથી તેમના અંતરમાં અનુકંપાના ભાવો ઉત્પન્ન થયા. ગંભીર ચિંતનના પરિણામે તેમને તીવ્ર નિર્વેદભાવ પ્રગટ થયો અને સંસાર પ્રત્યે પૂર્ણ ઉદાસીનતા થઈ. ત્યાંથી પાછા વળતાં તરત જ પોતાના બધા જ અલંકારો ઉતારીને સારથિને આપી દે છે અને ત્યાં જ તેમને સંયમભાવ ઉત્પન્ન થાય છે અને એ એક હજાર પુરુષો સાથે દીક્ષા ગ્રહણ કરે છે. પૂ. અરિષ્ટનેમિ દીક્ષિત થયા બાદ ૫૪ દિવસ સુધી છબસ્થ અવસ્થામાં રહીને અનેક ગામોમાં વિચરણ કરતાં કરતાં રૈવતાચલ પર્વત પર અઠ્ઠમ તપ કરીને શુક્લધ્યાનમાં મગ્ન થાય છે. એ સમયે ઘાતી કર્મોનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમને આપણે વર્તમાન ચોવીસીના ૨૨ મા તીર્થંકર નેમિનાથ ભગવાન તરીકે જાણીએ છીએ.
લગ્નસંસાર માંડવાને બદલે અરિષ્ટનેમિ દીક્ષા લઈ રહ્યા છે એ સાંભળીને પહેલાં તો રાજમતી શોકથી મૂછિત થઈ જાય છે. પરંતુ, પછી પોતે અરિષ્ટનેમિ દ્વારા ત્યાગી દેવાઈ છે એમ જાણીને વિચાર કરે છે કે જો હું બીજા પતિનો સ્વીકાર કરે તો તે પણ હંમેશાં સાથે રહેવાના જ છે એવું નથી. કાળક્રમે પતિ-પત્નીમાંથી એકને તો વિયોગનું દુ:ખ સહન કરવું જ પડતું હોય છે. હવે કદાપિ પતિના વિયોગને સહન ન કરવો પડે તેથી સર્વ સંબંધોનો ત્યાગ કરી પોતાને પણ પ્રવજયા ગ્રહણ કરવી એ જ શ્રેયસ્કર છે એમ વિચારે છે. પછી અનેક રાજાઓ, સામાન્ય પુરુષો, સ્ત્રીઓ તથા પ્રભુનેમનાથના લઘુબંધુ રથનેમિ તથા રાજમતિએ પણ નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો પ્રભુના દર્શન માટે એકવાર સાધ્વી રાજમતિ રૈવતાચલ પર્વત પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઘનઘોર વરસાદ પડવાથી ચારેકોર અંધકાર વ્યાપી જતાં અન્ય સાધ્વીઓથી એ છૂટા પડી ગયા અને તેમણે એક ગુફાનો આશ્રય લીધો. ત્યાં પોતાના ભીના વસ્ત્રોને સૂકવવા તે નિર્વસ્ત્ર થઈ ગયા ત્યારે ત્યાં અગાઉથી જ ધ્યાનસ્થ દશામાં બેઠેલા રથનેમિ મુનિ ઉપર તેમની નજર પડતાં એ ભયભીત થઈને બંને હાથોથી પોતાના અંગોને ઢાંકી દે છે. એકાંત અતિ ભયાનક છે. ત્યાં બીજરૂપ રહેલો વિકાર, રાખમાં દબાયેલા અગ્નિની જેમ પ્રગટ થાય છે. સંયમ સાધના કરતા રથનેમિ મુનિ ચરમશરીરી હોવા છતાંય નિર્વસ મહાસતી રામતિને જોતાં જ ક્ષણવારમાં તેમનું મન ચલાયમાન થાય છે અને તેમની પાસે ભોગો ભોગવવાની માગણી કરતાં કહે છે, “મનુષ્યભવ મળવો અત્યંત દુર્લભ છે માટે આવ, આપણે બંને સાથે ભોગો ભોગવીએ. ભોગો ભોગવ્યા પછી આપણે ફરી પાછા સંયમમાર્ગનું આચરણ કરીશું.”
મહાસતી રાજમતિ સાવધાન થઈને તરત જ વસ્ત્રપરિધાન કરી લે છે અને પોતાના વૈરાગ્યભાવને દેઢ બનાવીને હિંમતપૂર્વક રથનેમિને સંયમભાવમાં પુનઃસ્થિર કરાવવા કહે છે, “જો તમે રૂપ, લીલા કે વિલાસમાં દેવ અથવા ઈન્દ્ર સમાન હો તો પણ હું તમને ઈચ્છતી નથી. અગંધન કુળમાં ઉત્પન્ન થયેલો સર્પ ભયંકર અગ્નિ જવાળામાં પડીને મરી જાય છે છતાં પણ પોતે વમન કરેલું પોતાનું વિષ પાછું ચૂસવા ઇચ્છતો નથી.” પડકાર કરતાં કહે છે કે, ‘ત્યાગેલા ભોગોનો પુનઃસ્વીકાર કરવા કરતાં મરી જવું બહેતર છે.’ તેમને પોતાનું કુળાભિમાન પ્રગટ કરાવતાં કહે છે કે, “ઉચ્ચ કુળમાં જન્મેલાઓએ દેઢ થઈને સંયમભાવનું પાલન કરવું જોઈએ. જો તમે કોઈપણ સ્ત્રીઓને જોઈને આવી
- ૫૦
- ૫૧ -
Page #28
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
રીતે રાગભાવ કરતા રહેશો તો વાયુથી તરત જ પ્રકંપિત થઈ ઉઠતી હડ નામની વનસ્પતિની જેમ તમે પણ અસ્થિર ચિત્તવાળા આત્મા બની જશો. જેમ ગોવાળ ગાયો કે દ્રવ્યોના માલિક હોતા નથી, તેમ સંયમભાવ રહિત કેવળ વેશ પરિધાન કરવા માત્રથી તમે શ્રમણ ધર્મના માલિક રહેશો નહિ.” સંયમી સાધ્વી રાજેમતિના આવા કડક સુભાષિત વચનો સાંભળીને મુનિ રથનેમિ પોતાનું કર્તવ્ય સમજી જાય છે અને પુનઃ ધર્મમાં સ્થિર થઈ, ભગવાન પાસે આલોચના લઈ ચતુર્યામ ધર્મમાં સ્થિર થાય છે. જીવનપર્યંત નિશ્ચલ ભાવથી શ્રમણ ધર્મનું પાલન તથા ઉગ્ર તપનું આચરણ કરતાં કરતાં બંને કેવળી થયા અને બધા કર્મોનો ક્ષય કરીને તેમણે સિદ્ધ દશા પ્રાપ્ત કરી.
આ કથાનકમાં સાંપ્રત જીવનમાં ઉપયોગી થાય એવા સદ્બોધના કેટલાંય સ્પંદનો સ્ફુરીત થઈને આપણને વિશિષ્ટ બોધ આપે છે. ૧. જેનું ઉપાદાન શુદ્ધ હોય, તેને કોઈ પણ નિમિત્ત અસર કરી જાય છે. અન્ય જીવોની હત્યા પરલોકમાં ક્યારેય પણ કલ્યાણકારી નીવડતી હોતી નથી. અરિષ્ટનેમિકુમાર અત્યંત ઉપશાંત અને જિનેન્દ્રિય હોઈ તેમણે કૌમાર્યાવસ્થાથી જ કામવાસનાઓનું દમન કર્યું હતું. આથી જ તેમણે સાંભળેલા પશુ-પક્ષીઓના પોકારોથી તેમનું હૃદય કંપિત થઈ જાય છે અને પોતાના રથને ત્યાંથી તરત જ પાછો વાળવા માટે આદેશ આપે છે. ૨. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ પણ અનિવાર્યપણે રહેલો જ છે. બે ભીંતો ક્યારેય પણ એકી સાથે પડતી હોતી નથી. પતિ-પત્નીમાંથી એકને વિયોગનું દુઃખ સહન કરવું જ પડે છે. આવું વિચારીને રાજેમતિ ભવિષ્યમાં કદાપિ પતિના વિયોગને સહન ન કરવો પડે એથી સર્વ સંબંધોનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરવા તત્પર બને છે.
પર
જૈન કથાનોમાં સદ્બોધના સ્પંદનો
૩. સંયમભાવથી થયેલું પતન બ્રહ્મચર્યના તેજથી સ્થિર થઈ શકે છે. સ્ત્રી અને પુરુષનો એકાંત સ્થાને સહવાસ ક્ષણવારમાં સંયમભાવથી ચલિત કરી મૂકવા સમર્થ હોવાથી એ ઇચ્છવા યોગ્ય નથી. એટલા માટે જ આજીવન બ્રહ્મચર્યનું વ્રત લેનારા દંપતીઓ માટે પણ બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. ૪. પ્રતિકૂળ સંજોગોમાં પણ નાહિંમત થઈને હિંમત હારવાને બદલે આત્મવિશ્વાસપૂર્વક પોતાના શીલને બચાવવા પોતાના પ્રયાસો જારી રાખવા જોઈએ. નકારાત્મકતાભર્યા વિચારોને કરીને હિંમત હારવાને બદલે હંમેશાં હકારાત્મક વિચારો દ્વારા પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે લાગ્યા રહેવાથી અંતે મનુષ્ય અવશ્ય સફળતાને પામે છે. ૫. વૈરાગ્યપ્રેરક વચનોથી અને સંયમી જીવનની મહત્તાનું દર્શન કરાવવાથી પતિત થયેલ જીવોને પણ સંયમભાવમાં પુનઃસ્થિર કરાવી શકાય છે. શૂરતા અને વીરતાપૂર્વક તથા શૌર્ય અને વૈરાગ્યવાસિત વચનોથી પોતાનું સંયમજીવન બચાવવાની સાથે સાથે સામેની વ્યક્તિને પણ પોતાના કુલની કુલીનતાનું સ્મરણ કરાવીને પ્રાપ્ત થયેલા અતિ કિંમતી એવા મનુષ્યજન્મને સાર્થક કરી શકાય છે. ૬. સ્ત્રીશક્તિ કોમળ તથા મંદગતિની અને લજ્જાયુક્ત હોવા છતાં પણ કટોકટીની વેળાએ તે પ્રચંડતામાં પલટાઈને પ્રકાશિત થાય ત્યારે જગતનું સર્વે બળ પરાસ્ત થઈ જાય છે અને તીવ્ર સંયમશીલ, તપોબળ અને સંપૂર્ણ નિર્વિકારતાનો વિજય થાય છે.
આ પાંચમા આરાના ઉતરતા કાળના વર્તમાન સમયમાં આજે આપણે રોજબરોજ નિર્ભયાકાંડો તથા બળાત્કારના અનેક કિસ્સાઓ વાંચી-સાંભળી રહ્યા છીએ ત્યારે આ સાધ્વી રાજેમતિનો કિસ્સો ખાસ કરીને બહેનો-સ્ત્રીઓને
૫૩
Page #29
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પોતાના શીલ-સંયમની રક્ષા કરવા માટે પ્રેરણા-માર્ગદર્શન પૂરું પાડે છે. સાધુ રથનેમિ પણ મનથી અને વચનથી ચલિત થયા હોવા છતાં પણ જિનેન્દ્ર ભગવાનના સર્વવિરતિપણાને શ્રેષ્ઠ સમજતા હોવાથી જ તેમણે ભોગો ભોગવાની ઇચ્છા કર્યા બાદ પણ ફરી પાછા સંયમજીવનમાં જ સ્થિર થવાની મહેચ્છા પ્રગટ કરી છે એ મહત્ત્વનું છે. આ કથામાંથી એક એ પણ સબોધ મળે છે કે સંયમભાવથી થયેલું પતન બ્રહ્મચર્યના તેજથી ફરી પાછું સ્થિરિકરણ કરી શકાય છે એટલે ક્રોધ, માન, માયા અને લોભનો સર્વ પ્રકારે નિગ્રહ કરીને, ઈન્દ્રિયોને વશ કરીને ફરી પાછા સંયમમાર્ગમાં સ્થિર થવું જ શ્રેયસ્કર છે.
ચંપા શ્રાવિકાની કથામાં સદ્ધોધનાં સ્પંદનો
- ભારતી દીપક મહેતા
(આધ્યાત્મિક સાહિત્ય વાંચનનો શોખ ધરાવતા જાદવજીભાઈનું ગમતાના ગુલાલ તથા વૈચારિક આદાનપ્રદાન માટે પત્રશ્રેણી સંદર્ભહેઠળ ‘પ્રતિભાવ'પુસ્તક પ્રગટ થયું છે. તેઓ જૈન જ્ઞાનસત્રોમાં શોધપત્રો પ્રગટ કરે છે.)
ઈ.સ.૧૫૬૪ માં ગુજરાતમાં ભરૂચ શહેરથી ૩૦ માઈલ દૂર વિશ્વામિત્રી નદી જયાં અરબી સમુદ્રને મળે છે તેવા પ્રશાંત ગંધાર તીર્થના મૂળનાયકજી શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યશ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાને ઈ.સ. ૧૫૮૨ માં બિરુદ મળેલું : ‘અકબર પ્રતિબોધક'. તે મળવા પાછળનાં કથાનકનું મુખ્ય ને મૂળપાત્ર એટલે ચંપા શ્રાવિકા, જેમની કથાઘટનાનો ઉલ્લેખ અકબરના નવરત્નોમાંના એક અબુલ ફઝલે પર્સીયન ભાષામાં “અકબરનામા' અથવા ‘આયના-એઅકબરી' નામે લખેલ સમ્રાટ અકબરના જીવનચરિત્રમાં, ઈ.સ. ૧૫૮૯ માં પૂજય પદ્મસાગરેજી મહારાજે રચેલ “જગદ્ગુરુ કાવ્ય' માં તથા ઈ.સ. ૧૫૯૦ માં શ્રમણ ભગવંત પૂજયશ્રી દેવવિમલગણિજીએ સંસ્કૃતમાં રચેલ ‘હીર સૌભાગ્ય કાવ્ય' ઉપકાંત ‘ભાનુચંદ્રમણિચરિતમ્', ‘લાભોદય રાસ', ‘વિજયપ્રશાંતિ
-
૫૪
- ૫૫
Page #30
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો સાર', ૨૦ મી સદીના ગુજરાતી ગ્રંથ “હીરવિજયસૂરિરાસ’, ‘સૂરીશ્વર અને સમ્રાટ’ વગેરેમાં આજે પણ ઉપલબ્ધ છે.
મોગલ બાદશાહ હુમાયુ તથા હમીદાબાનુ બેગમના ઈસ્લામધર્મી પરિવારમાં ઈ.સ. ૧૫૪૨ માં જન્મેલ અબુલ ફત્તેહ જલાલુદ્દીન મુહમ્મદ એટલે કે શહેનશાહ અકબર ૧૩ વર્ષની વયે જ શ્રી બૈરામખાનની રાહદારી નીચે આગ્રા, ફત્તેપુર સીક્રી તથા દિલ્હી રાજયની રાજગાદી પામ્યા. લગ્ન કર્યા પછી તેઓ એકદા રઝિયા બેગમ તથા કાસીમાબાનુ બેગમ સાથે પોતાના રાજમહેલના ઝરૂખામાં બિરાજી ગોષ્ઠિ કરતા હતા, ત્યાં દૂરે રાજમાર્ગ ઉપરથી પસાર થતી એક અનોખી શોભાયાત્રાએ તેઓનું ધ્યાન ખેંચ્યું. ઐતબર ખાનને પૃચ્છા કરતાં ઉત્તર મળ્યો : “જહાંપનાહ, પોતાના ગુરુ પૂજય આચાર્ય વિજયહીરસૂરીશ્વરજી મહારાજની કૃપાથી સળંગ ૬ મહિનાના ઉપવાસ એટલે કે દિવસ-રાતના રોજાનો નિયમ લેનાર જૈનધર્મી શ્રી ચંપાબાઈ શ્રાવિકાના તપનાં માનમાં આ ઝુલુસ નીકળ્યું છે.”
દીને ઈલાહી, ઝોરથુસ્ટીયન, ઈસ્લામિક, હિન્દુ, ક્રિશ્ચિયન વગેરે ધર્મમાં એકતા સ્થપાવનાર, પયગંબર પ્રેરણા પામેલ ધર્મપ્રણેતા મોગલ શહેનશાહ અકબરને આ સુણતા અચંબો થયો. તેઓએ જોયું કે ધામધૂમપૂર્વક પસાર થતા આ ઝુલુસમાં વાજિંત્રો સાથે શહેરના હજારો જૈનધર્મી ભાવિકો જોડાયેલ ને રથ શિબિકામાં બિરાજેલ મહાતપસ્વિનીના ઉગ્રતાને બિરદાવવા સુંદર ગીતો ગવાતા હતા. વળી, ચંપા શ્રાવિકા સમયાંતરે ગરીબોને ઉલ્લસિત હૈયે દાન પણ દઈ રહ્યા હતા.
છ મહિના પર્યત ના દિવસે – ન રાત્રે જમવું અને છતાં આટલી બધી શક્તિ આ સોહાગી નારીમાં કઈ રીતે આવી હશે તેમ વિચારી રાજા અકબરે
- ૫૬ +
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ખાતરી કરવા જૈનસંઘના બે આગેવાનો શ્રી ભાનુ કલ્યાણજી તથા શ્રી થાનસિંહ રામજીને ફતેપુર સીક્રીમાં બોલાવી, તેમના દ્વારા શ્રાવિકા ચંપાબાઈને માનપૂર્વક દરબારમાં આમંત્રિત કર્યા. આવી સુદીર્ઘ તપસ્યાનું રહસ્ય પૂછતાં ચંપા શ્રાવિકાએ જણાવ્યું, “સુદેવ, સુગુરુ અને જૈનધર્મની કૃપાથી જ આ શક્ય બન્યું છે. મારા ગુરુદેવ આચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ હાલ ગુજરાતમાં છે. એમના જ આશીર્વાદ અને અસીમ કૃપાથી હું આ તપશ્ચર્યા કરી રહી છું.” અકબરે તપની પાક્કી ચકાસણી કરવા થોડા દિવસ મહેલમાં જ રહી તપસ્યા આગળ વધારવા કહ્યું. નિર્ધારિત સમય પૂર્ણ થયે ખાતરી થતાં શહેનશાહને આચાર્યશ્રી વિજયહીરસૂરીશ્વરજીને મળીને જૈનધર્મ વિશે ઊંડાણથી જાણવાની ઇચ્છા થઈ.
આચાર્યશ્રીજી એ વેળાએ ખંભાત પરિસર વિહારમાં હતા, તેથી અકબર બાદશાહે શ્રાવકો મારફત સંદેશો મોકલ્યો તથા પોતાના બે કાસદ મોદી અને કમાલ મારફત શાહી આમંત્રણ મોકલાવ્યું. વળી, ગુજરાતનાં સૂબેદાર શાહબુદીન એહમદ ખાન ઉપર શાહી ફરમાન મોકલી સૂરિજીને સંપૂર્ણ રક્ષણ આપી દિલ્હી પહોંચાડવા હુકમ કર્યો. વિધવિધ જૈનસંઘોએ એકઠા થઈ કરેલા વિચારવિમર્શ પશ્ચાતું અને સૂરિજીની સ્વયંની ધર્મશ્રદ્ધાને માન આપવા સૌની સંમતિ સહ ઉપાધ્યાય વિમલહર્ષવિજયજીની આગેવાનીમાં થોડા શિષ્યો પાટણથી આગળ વહેલા મોકલ્યા. તે પછી સંપૂર્ણ રક્ષણ હેઠળ વિહાર કરી પૂજ્ય ગુરુદેવ ૬૭ શિષ્યો સાથે દિલ્હી દરબારમાં પધાર્યા ત્યારે સુશ્રાવક થાનસિંહે રાજયમાં જબરી ઉજવણી કરાવી. શ્રી અબુલ ફઝલની હાજરીમાં પ્રથમ મિલન થયા પછી સમ્રાટ અકબરે મહિનાઓ પર્યત ‘ઈબાદતખાના’ માં બેસીને તેઓ પાસેથી જૈનધર્મનાં આચારો, સિદ્ધાંતો તથા આગમસૂત્રો વિષયક જ્ઞાન મેળવ્યું. ઈ.સ. ૧૫૮૩ નું ચાતુર્માસ આગ્રામાં કરી, કુલ બે વર્ષ રહી પ્રાંતે પ્રભાવિત
પ૦
Page #31
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો થઈ બાદશાહે સૂરિજીને હીરા, માણેક, ઝવેરાત આદિ ભેટમાં આપવા માંડ્યું, ત્યારે આચાર્યશ્રીએ તેનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કરતા જણાવ્યું કે :
“એ અમારા સાધ્વાચારથી વિરુદ્ધ છે, પરંતુ જો તમારે મને ઉપહાર રૂપે કાંઈક આપવું જ હોય તો આપના રાજયના પાંજરામાં પૂરેલા અગણિત પ્રાણી-પશુઓ-નિર્દોષ કેદીઓને મુક્ત કરો. ડાબર તળાવમાંથી કરાતા મત્યના શિકારને બંધ કરાવો. વળી, અમારા પર્યુષણ પર્વમાં દર વર્ષે આઠ દિવસ કતલખાના પણ બંધ કરાવો.”
૬ જૂન, ૧૫૮૪ ના પ્રકાશિત થયેલ જહોન માલ્કોમના ‘એ મેમોઈર ઓફ સેન્ટ્રલ ઈન્ડિયા એન્ડ માલવા’ માંથી જ્ઞાત થાય છે તે મુજબ સુપ્રસન્ન ચિત્તે અકબર મહારાજાએ તેમાં પોતાના તરફથી ગુરુદક્ષિણા રૂપે વધારાના ૪ દિવસ ઉમેરી બારમાંથી ૭ રાજયો જયાં જૈનોની બહુધા વસ્તી હતી ત્યાં ગુજરાત, માળવા, અજમેર, દિલ્હી, ફતેપુર, લાહોર તથા સુદૂર રહેલા મૂલતાન રાજય સુધી ૧૨ દિવસ માટે તેમ કરવા આદેશ આપ્યો. વળી, જૈન યાત્રાસ્થળો ઉપરનો વેરો બંધ કરાવવાનો હુકમ જારી કર્યો તથા ગિરનાર, તારંગા, શત્રુંજય, કેસરીયાજી, આબુજી, રાજગૃહી તથા સમેતશિખરજી જેવા મહાન પ્રાચીન જૈન તીર્થસ્થળોએ તો કાયમની જીવહિંસા બંધ જ કરાવી.
તેઓના અતુલ્ય જ્ઞાનકૌશલ્ય, ધર્મભાવના તથા અહિંસાના વિસ્તૃત કાર્યફલકને જોઈ સમ્રાટ અકબરે સૂરિજીને ‘જગદ્ગુરુ’ નું બિરુદ પણ આપ્યું. સિદ્ધપુરથી કાઠિયાવાડ થઈ દિલ્હી પહોંચેલ પોતાના મુખ્ય શિષ્ય આચાર્યશ્રી વિજયસેનસૂરિજીને સમ્રાટ પાસે ઉપદેશ દેવા માટે રહેવા દઈ સૂરિજીએ તપશ્ચાતુ વિહાર કરી આગ્રા, મથુરા, ગ્વાલિયર આદિ જગ્યાઓએ લોકોને જૈનધર્મનો પરિચય કરાવી, હજારો હિંદુ તથા મુસલમાનોના મદિરાપાન તથા માંસાહાર
- જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો બંધ કરાવ્યા. ખંભાતના હાજી હબીબુલ્લાહ ઉપર ફરમાન પણ કઢાવ્યું કે જૈન સંપ્રદાયના લોકોને કોઈ વાતે હેરાન ન કરવા. શ્રી ઋષભદાસ કવિ કહે છે તેમ પ00 નૂતન દેરાસરો બંધાવી, ૫૦ પ્રતિમાજીઓના પ્રતિષ્ઠા મહોત્સવો પણ સૂરિજીએ કરાવ્યા.
ઈ.સ. ૧૫૨૬ માં પાલનપુરના ઓશવાળ પરિવારમાં જન્મીને દીક્ષા લીધેલા મુનિશ્રી હીરવિજયજી ઈ.સ. ૧૫૫૪ માં ૨૮ વર્ષની નાની વયે આચાર્યપદ પામેલા. ઈ.સ. ૧૫૭૮ માં મેવાડથી મહારાણા પ્રતાપે જેઓને માર્ગદર્શન માટે આમંત્રેલા, તેવા તેઓ ઈ.સ. ૧૫૮૨ માં પ૬ વર્ષની વયે અકબરને પ્રતિબોધ આપી, અનેક જિનભક્તિ અને જીવમૈત્રીનાં કાર્યો કરાવવા વિહાર કરતા-કરતા તેઓ ૧૫૮૫ માં કાઠિયાવાડ પરત ફર્યા. ઈ.સ. ૧૫૯૫ માં સૌરાષ્ટ્રના દીવ નજીકનાં ઉના ગામમાં ૬૯ વર્ષની વયે જયારે કાળધર્મ પામ્યા, ત્યારે મહારાજા અકબરે તેઓના અગ્નિસંસ્કાર કરી ગુરુદેવની સ્મૃતિમાં સમાધિમંદિર બાંધવા માટે રાજય તરફથી ૧૦૦ વીઘા જમીન ભેટમાં આપી.
આ કથાનકમાંથી અનેક પ્રકારે સમ્બોધનાં સુવર્ણ સ્પંદનોની અનુભૂતિ થાય છે:
(૧) ચંપા શ્રાવિકાનાં ચરિત્રમાંથી પ્રાપ્ત થતા સદ્ધોધનાં સ્પંદનો
એ સુવિદિત છે કે ૬ પ્રકારના બાહ્યતપ એ ૬ પ્રકારના આત્યંતર તપના હેતુ રૂપે ગ્રાહ્ય છે. જેમ કે અનશન એ પ્રાયશ્ચિત્તનો હેતુ છે, ઊણોદરી એ વિનયનો, વૃત્તિસંક્ષેપ એ વૈયાવચ્ચનો, રસત્યાગ એ સ્વાધ્યાયનો, કાયક્લેશ એ કાયોત્સર્ગનો અને સંલીનતા એ ધ્યાનનો અંતરંગ હેતુ છે. માટે તપ અનિવાર્ય છે. બાહ્યતપની ઉપેક્ષા અત્યંતર તપની ઉપેક્ષામાં પરિણમી શકે છે તે સત્યના જ્ઞાતા મહાતપસ્વી શ્રી ચંપાબાઈ શ્રાવિકાએ અરિહંત પ્રરૂપિત દર્શન, જ્ઞાન,
- ૫૮
૫૯
Page #32
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ચારિત્ર અને તપના ચતુર્યામને જીવનમાં ઉતારી, કર્મક્ષય કરી, મોક્ષગામી બનવાનું બીડું ઝડપેલ.
તપ કરીએ એટલે આહારના ત્યાગથી જેમ ક્રોધ ઉભવી શકે તેમ અહંકાર પણ જન્મે, પરંતુ જિનાજ્ઞાથી કર્મક્ષયના એકમાત્ર હેતુપૂર્વક કરાતો તપ સદૈવ દેવ-ગુરુ પસાથે જ આ તપ થાય છે તેની સત્યપ્રતીતિ કરાવે જ છે. પોતાના વીર્ય ફોરવવાના પુરુષાર્થને યશ આપવાને બદલે દેવ-ગુરુને જ તેનું પરમ કારણ માનતા ચંપા શ્રાવિકા તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રભુ વીર પછી છ માસના નિરંતર તપ કરવાનું શ્રેય તેમને જ જાય છે, પરંતુ તેમની ધર્મશ્રદ્ધા, તપ થકી ઉત્પન્ન થયેલ સમતા અને વિનય ગુણે જ તેઓને સમ્રાટ અકબર સમક્ષ એમ બોલાવ્યું કે : “મારા ગુરુદેવની જ કૃપાથી હું આ તપશ્ચર્યા કરી રહી છું.” જો ક્વચિત્ તેમણે એમ ઉત્તર દીધો હોત કે આ મારા સંકલ્પબળથી કરી રહી છું તો ઈતિહાસ અલગ જ હોત !
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોઆનાથી વધુ સુવિશિષ્ટ નિમિત્ત ન મળી શકે તેમ વિચારી બધા એકમત થયા તે અત્યંત મહત્ત્વની ઘટના ગણાય. સાંપ્રતકાળે શ્રમણો તથા શ્રાવકો વચ્ચેની આ કડી અનેકવાર તૂટતી જણાય છે તે દુઃખદ છે. (૩) સમ્રાટ અકબરની ધર્મોપરત્વેની ઉદારતામાંથી વહેતા સદ્ધોધના સ્પંદનો
ઈ.સ. ૧૫૮૨ માં જ્યારે અકબરે આચાર્યશ્રી વિજયહીરસૂરીશ્વરજી સમીપેથી જૈનધર્મના સિદ્ધાંતોને તત્ત્વજ્ઞાન સમજીને શાસ્ત્રાર્થ કર્યો ત્યારે તેઓની ઉંમર હતી ફક્ત ૪૦ વર્ષ. ભરપૂર સમૃદ્ધિ, સમ્રાટની પદવી અને યુવાની.... પછી તો કહેવું જ શું? પરંતુ આવી ભૌતિક સુખની રસલ્હાણ મળે જીવતા અકબરને તો દરેક ધર્મોના તત્ત્વોની સુયોગ્ય પ્રરૂપણા સમજવામાં ખૂબ રસ હતો.
અકબરને જૈનધર્મના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અનેકાંત વગેરે દરેક મુખ્ય સિદ્ધાંતો ઉપર માન ઉપજેલું, પરંતુ અહિંસા તો તેમના હૃદયમાં જ વસી ગયેલ. શિકારના શોખીન તેઓએ લગભગ બધો કાળ માંસાહાર ત્યાગ કરી વર્ષના અનેક દિવસો દરમ્યાન કતલખાનાઓ બંધ કરાવ્યા, શિકાર જેવી શોખીન પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવી અને તળાવના માછલાઓને જીવનદાન અપાવ્યું. અકબરને સૂરિજીનું એક વાક્ય હૃદયવેધક બનેલું : “મનુષ્યનું ઉદર કઈ રીતે પ્રાણીઓનું કબ્રસ્તાન બની શકે ?” આ એક વાક્ય જ તેમણે મહાવીર જન્મદિન તથા પર્યુષણના આઠ દિવસ ‘અમારિ ઘોષણા' કરાવેલ. ગુજરાતમાં છ મહિના કતલખાના બંધ કરાવવાના તેઓના ફરમાનને પણ સૌએ વધાવી લીધેલ. એ તાકાત હતી તેમના ચારિત્રમાં. ઈ.સ. ૧૬૦૫ માં અકબરના મૃત્યુપર્યત સમ્રાટની લોકચાહના અકબંધ રહી તેનું એક કારણ તેનો અહિંસાપ્રેમ ગણાવાય છે.
(૨) જૈન સંઘની સુયોગ્યતામાંથી ઝરતાં સબોધનાં સ્પંદનોઃ
સોળમી સદીની શરૂમાં જ્યારે જહાંપનાહ અકબરે પૂજયશ્ન શ્ર આચાર્યશ્રીને દિલ્હી દરબારમાં પધારવા તેડું મોકલ્યું, ત્યારે એકઠો થયેલ જૈન સંઘ જરૂર અવઢવમાં હતો કે આટલા મોટા આચાર્યને એક મુસ્લિમ રાજાના દરબારમાં હાજર કરવાથી તેઓને, જૈનધર્મને કે જૈન સંઘો ઉપર કાંઈ આપત્તિ તો નહીં આવે ને? તે અંગે વિચારવિમર્શ કરવા જયારે અનેક સંઘોના આગેવાનો એકઠાં થયા, ત્યારે તેઓ ઉપરોક્ત આશંકા સાથે જૈનધર્મની યશોગાથા અંગે પણ ઉજાગર હતા. તેઓને પૂર્ણ શ્રદ્ધા હતી તેઓના ગુરુમહારાજમાં, તેઓની વિદ્વત્તામાં તથા તેઓમાં શુદ્ધ આચારમાં. વળી, જૈનધર્મનો ફેલાવો કરવા માટે
૪૧
Page #33
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
‘આયના-એ-અકબરી’ નામના અબુલ ફઝલે લખેલ પુસ્તકમાં ઉલ્લેખ મળે છે કે અકબર મહારાજાએ ૧૪૦ પ્રબુદ્ધ જ્ઞાની તથા આત્મજ્ઞાની લોકોને પોતાના રાજ્યમાં વસાવી, વિશિષ્ટ માન સંપ્રદાન કરેલ. તેમાં પણ ૨૧ આત્મજ્ઞાનીઓને અલગ તારવીને તેઓને સર્વોચ્ચ ઈલ્કાબ આપેલ, તેમાં આચાર્યપ્રવર પૂજ્યશ્રી વિજયહીરસૂરીશ્વરજીને સમાવિષ્ટ કરેલ. આવા ઉત્તમ ચરિત્રનો જગતને પરિચય કરાવનાર હતું પૂય સૂરિજી મહારાજનું સમ્યક્ત્વ સત્ત્વ અને રાજાનું સ્વયંનું ઉદારતાવાદી તત્ત્વ. આજે રાજકીયધારામાં આ સત્ત્વ ખૂટતું જણાય છે.
(૪) ‘અકબર પ્રતિબોધક' પૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજયહીરસૂરીશ્વરજીની યશસ્વી પુરુષાર્થ ગાથામાંથી અનુભૂત થતા સદ્બોધના સ્પંદનો ઃ
પાલનપુરના જૈન ઓશવાલ જ્ઞાતિમાં ઈ.સ. ૧૫૨૬ માં જન્મેલ બાળક હીરાજી તેના માતા-પિતા નાથીબાઈ તથા કુંબારજી (કુમાશાહ) બાળપણમાં જ વિદેહી થતાં બે મોટી બહેનોના હાથે સુઉછેર પામેલ. ૧૩ વર્ષની બાલીવયે જૈનાચાર્ય પૂજ્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજીના શિષ્ય બનવા ઈ.સ. ૧૫૪૦ માં દીક્ષા અંગીકાર કરી બન્યા - મુનિશ્રી હીરહવિજયજી મહારાજ. દેવગિરમાં સંસ્થાપિત સંસ્કૃત જ્ઞાનકેન્દ્રમાં સંસ્કૃતનો ૧૦ વર્ષનો અભ્યાસ કરતા ઈ.સ. ૧૫૫૧ માં નાડલાઈમાં ‘પંડિત’ ની ઉપાધિ પામ્યા. તપશ્ચાત્ ઈ.સ. ૧૫૫૨ માં ઉપાધ્યાય ને ૧૫૫૩ માં રાજસ્થાનના સિરોહીમાં તેઓ સૂરિપદવીના ધારક બન્યા. ઈ.સ. ૧૫૫૬ માં જ્યારે તેઓ નીચે ૨૦૦૦ શિષ્યો સંસ્કૃત ભણીને તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે તેઓના ગુરુદેવ કાળ પામતા શ્વેતાંબર તપગચ્છના અગ્રણી આચાર્ય તરીકે તેઓને ઘોષિત કરાયા.
કર
જૈન કથાનોમાં સદ્બોધના સ્પંદનો
ત્યાર બાદ આશરે ૨૬ વર્ષ પછી ઈ.સ. ૧૫૮૨ માં શહેનશાહ અકબરે આમંત્રિત કર્યા ત્યારથી ઈ.સ. ૧૫૯૫ સુધી એટલે કે જીવનના અંતપર્યંત તેઓ સમ્રાટ અકબરના અધ્યાત્મગુરુ બની રહ્યા. અકબરની જીવનગાથાનું નિરૂપણ કરનાર શ્રી વિનસન્ટ સ્મિથ લખે છે કે સૂરિજીમહારાજ પ્રત્યે તેઓ એટલા તો આદર ને સન્માન અનુભવતા કે તેઓ સમીપ ઘણો લાંબો સમય રહી વિહાર કરવા છતાં સમ્રાટ અકબર તેઓને વારંવાર આગ્રહ કરતા કે તેઓ
પોતાની પાસે ફરીથી રહેવા પધારે. આ વિનંતીને માન આપવા સૂરિજીને તેમના શિષ્ય મુનિ શાંતિચંદ્રવિજયજીને દિલ્હી રાજ્યમાં રોકેલ હતા, જેઓએ તે પછી શિષ્યો મુનિ ભાનુચંદ્રવિજયજી તથા મુનિ સિદ્ધિચંદ્રવિજયજીને દરબારમાં પ્રતિબોધ કરવા મોકલેલ. વળી છેલ્લે તેઓએ ઈ.સ. ૧૫૯૩ થી ૧૫૯૫ વચ્ચે તેઓના શિષ્ય આચાર્યવર શ્રી વિજયસેનસૂરીશ્વરજીને પણ દિલ્હી-આગ્રા વગેરે રાજ્યોમાં મોકલીને સમ્રાટને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડેલ.
આમ, જ્ઞાની, ધ્યાની, તપસ્વી, ઉદારચરિત અને જેઓના પંચાચારના મનોહર ઉદ્યાનમાં વિહરતા સમ્રાટ અકબરના જીવનમાં ય આકાશી પરિવર્તન લાવનાર મહાન સૂરિજીના જીવનમાંથી આ સાંપ્રતકાળે ય આજીવન આચમન લઈ શકાય તેટલા સદ્બોધના સ્પંદનો મેળવી શકાય છે.
(રાજકોટ સ્થિત જૈન દર્શનના અભ્યાસુ ભારતીબહેનના ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં ‘પારસમણિ’ ગ્રંથ જૈન શ્રુત સંપદાને સમૃદ્ધ કરે છે. તેઓ પ્રોફેશનલ ડીઝાઈનર ટીમનું નેતૃત્વ કરે છે.)
93
Page #34
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
વિનોદચોત્રીસી' માં સર્બોધ સ્પંદનો
- ડૉ. કાન્તિભાઈ બી. શાહ
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કૃતિપરિચય:પદ્યવાર્તા: મધ્ય ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાનું આલેખન બે પ્રકારે થયેલું છે. ૧. સ્વતંત્ર સળંગ વાર્તા સ્વરૂપે. જેમકે હંસાઉલી, મદનમોહના વગેરે. ૨. વાર્તામાલા સ્વરૂપે. એમાં જુદી જુદી વાર્તાઓ કોઈ એક કેન્દ્રીય કથાદોરમાં ગૂંથાઈને આવે. જેમકે સિંહાસનબત્રીશી, વેતાલપચીશી, સૂડાબહોંચેરી. ‘વિનોદચોત્રીસી’ આ બીજા પ્રકારની વાર્તામાલા છે. એના નામ પ્રમાણે જ એની બધી વાર્તાઓ વિનોદરસિક છે. વસ્તુની મનોરંજકતા તો ખરી જ, પણ એ જૈન સાધુએ આલેખેલી હોઈ એ બધી કથાઓ બોધકતાના તત્ત્વવાળી પણ છે.
આધારસ્ત્રોત : ‘વિનોદચોત્રીસી' ની આ કથાઓનું કથાવસ્તુ કવિનું મૌલિક છે એમ કહી શકાશે નહીં. આ ૩૪ કથાઓ પૈકી કેટલીક કથાઓનો આધારીત આપણા પૂર્વસૂરિઓના ધર્મગ્રંથોમાં પ્રાપ્ત થાય છે, તો કેટલીક કથાઓ અતિ લોકપ્રચલિત કથાઓના વસ્તુ સાથે સામ્ય ધરાવે છે. ‘વિનોદચોત્રીસી' ની ૯ કથાઓ (ક્રમાંક ૫ થી ૧૨ અને ૨૯) નો આધારસ્રોત વિક્રમના નવમા શતકના પૂર્વાર્ધ સુધીમાં થયેલા પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ - વિરચિત ગ્રંથ ‘ઉપદેશપદ’ તેમજ તે ગ્રંથ ઉપર શ્રી મુનિચંદ્રસૂરિએ સં. ૧૧૭૪ માં રચેલી ‘સુખબોધની’ નામની ટીકામાં પ્રાપ્ત થાય છે. એમાંથી બુદ્ધિના ચાર પ્રકારોની દષ્ટાંતકથાઓ ‘ઉપદેશપદ' ઉપરાંત શ્રી મલયગિરિકૃત ‘નંદીઅધ્યયન વૃત્તિ' માં પણ મળે છે. ક્ર. ૨૧ ની કથા ગૌણ ફેરફાર સાથે આચાર્ય રત્નશેખરસૂરિએ સં. ૧૫૭૬ માં રચેલ ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ' અને એની સ્વોપજ્ઞ ટીકા ‘શ્રાદ્ધવિધિ કૌમુદી ટીકા' માં મળે છે. ક્ર. ૮, ૨૩, ૨૪ ની કથાઓ લોકપ્રચલિત લૌકિક કથાઓનું રૂપાંતર જણાય છે.
કવિ પરિચય : ‘વિનોદચોત્રીસી' એ જૈન સાધુકવિ હરજી મુનિની મધ્યકાલીન ગુજરાતીમાં રચાયેલી ૩૪ કથાઓના સંપુટવાળી પદ્યવાર્તા છે. હરજી મુનિ વિક્રમની ૧૭ મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા કવિ છે. ઉપકેશગચ્છની દ્વિવંદણિક શાખાના સિદ્ધસૂરિ – ક્ષમારત્ન – લક્ષ્મીરત્નના તે શિષ્ય છે. આ કવિના જન્મ-દીક્ષા-સ્વર્ગવાસ આદિના નિશ્ચિત વર્ષો પ્રાપ્ત થતા નથી, પરંતુ એમની બે રચનાઓ પૈકીની ‘વિનોદચોત્રીસી' (રચના સં. ૧૬૪૧) અને બીજી, ‘ભરડબત્રીસી' (રચના સં. ૧૬૨૪૪૪) ના રચનાવર્ષો પ્રાપ્ત થતાં હોઈ આ કવિનો કવનકાળ ૧૭ મી શતાબ્દીનો પૂર્વાર્ધ નિશ્ચિત કરી શકાય છે. આ સિવાય આ સાધુકવિના જીવનવિષયક કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી.
- ૬૪
-
-
૫
-
Page #35
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
ભલે, કથાઓ મૌલિક નહિ, પરંતુ કોઈ એક કથાદોરમાં સાંકળી લઈને કર્તાએ પોતાની ભાષાશૈલીમાં પદ્યદેહે કંડારી છે એ દૃષ્ટિએ એમની સર્જકતા સ્વીકારવી રહી.
શ્રી હરિભદ્રસૂરિના ‘ઉપદેશપદ’ માં મનુષ્યભવની દુર્લભતા સદષ્ટાંત દર્શાવવા સાથે એમણે ચાર પ્રકારની બુદ્ધિ ઉચિત દૃષ્ટાંતોના ઉલ્લેખ સહિત સમજાવી છે :
૧. ઔત્પત્તિ કી બુદ્ધિ : પહેલાં કદી ન જોયેલા, ન સાંભળેલા, ન વિચારેલા પદાર્થનું તત્કાળ જ્ઞાન થાય એવી બુદ્ધિ.
૨. વૈયિકી બુદ્ધિ : મુશ્કેલ, અધૂરું કામ પાર પાડવાનું સામર્થ્ય આપનારી અને વિનયથી ઉત્પન્ન થયેલ બુદ્ધિ.
૩. કાર્મિકી બુદ્ધિ : કર્મ (અભ્યાસ) થી ઉત્પન્ન થયેલી બુદ્ધિ.
૪. પારિણામિકી બુદ્ધિ : અનુમાન, હેતુ અને દૃષ્ટાંતથી સાધ્ય પદાર્થને સિદ્ધ કરનારી બુદ્ધિ.
હરજી મુનિએ ‘વિનોદચોત્રીસી' માં જે બુદ્ધિચાતુરીની કથાઓ આપી છે એમાં આ દૃષ્ટાંત કથાઓનો આધાર લીધો છે.
‘વિનોદચોત્રીસી’ ની કથાપીઠિકા (કેન્દ્રીય કથાદોર) : શ્રીપુરનગરમાં શ્રીપતિ શ્રેષ્ઠી અત્યંત ધર્માનુરાગી છે, પણ એમનો પુત્ર કમલ નાસ્તિક, ઉદ્ધત અને અવિવેકી છે. નગરમાં પધારેલા જૈન આચાર્ય શેઠની વિનંતીથી કમલને શાસ્ત્રકથિત ઉપદેશવચનો કહે છે, પણ કમલને બોધ પમાડવામાં નિષ્ફળ જાય છે. થોડા સમય પછી પધારેલા બીજા મહાત્મા પણ આવો જ પ્રયત્ન કરે છે, પણ સફળ થતા નથી. એ પછી ત્રીજા મહાત્મા કમલની નાસ્તિકતાની વાત જાણી સામેથી એને આસ્તિક બનાવવાનો નિર્ધાર કરે છે. આ મહાત્મા શાસ્રના
E
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
સીધા સિદ્ધાંતવચનો સંભળાવવાને બદલે કથાની માંડણી કરે છે. કમલને કથામાં રસ પડવા માંડે છે. મહાત્મા ૩૪ દિવસ સુધી રોજ એક-એક કથા સંભળાવીને એનું હૃદયપરિવર્તન કરી એને નાસ્તિકમાંથી આસ્તિક બનાવે છે.
‘વિનોદચોત્રીસી’ ની આ કથાઓ પૈકી ક્રમાંક ૨૯ ની કથા અહીં પ્રસ્તુત છે, જે ‘ઉપદેશપદ' ની ટીકામાં પારિણામિકી બુદ્ધિના દૃષ્ટાંત તરીકે અપાયેલી છે.
કથા ઃ વૃદ્ધજનની કોઠાસૂઝ
ચંદ્રાવતી નામે નગરીમાં રત્નશેખર રાજા વૃદ્ધ થતાં યુવાનપુત્ર મદનસેનને રાજગાદીએ બેસાડી વનમાં ગયો. હવે રાજ્યમાં યુવાન મદનસેનની આણ વર્તવા લાગી. પણ એને રાજકાજનો પૂરતો અનુભવ નહોતો. એક દિવસ મંત્રી યુવાન રાજાને કહે છે, “હે સ્વામી ! અહીં વૃદ્ધ પુરુષો રાજ્યવહીવટની સેવામાં આવે એ ઘણું જ અયોગ્ય છે. કેમકે એમના શરીર શિથિલ થયા છે. મોં ફિક્કાં પડી ગયા છે, આંખો નિસ્તેજ બની છે, ગળામાંથી કફ નીકળે છે. આવા ઘરડાઓથી આપણી રાજસભા શોભતી નથી માટે એમને સેવામાંથી છૂટા કરવા જોઈએ.”
બિનઅનુભવી યુવાન રાજાને મંત્રીની આ વાત ગળે ઊતરી ગઈ. ફરમાન કાઢીને એણે બધા વૃદ્ધ રાજસેવકોને દૂર કર્યા. હવે રાજદરબારમાં કેવળ યુવાનો જ નજરે પડતા હતા.
હવે એક દિવસ બન્યું એવું કે રાજા મદનસેન એની રાણી સાથે અંતઃપુરમાં સોગઠાંબાજી રમતો હતો. ત્યારે રાણીએ પ્રેમમસ્તીના આવેશમાં આવીને રાજાને ચરણપ્રહાર કર્યો. રાજાને માટે આ કૌતુક સમાન હતું. રાત્રિના
પાછલા પહોરે રાજા વિચારતરંગે ચડીગયો. ‘રાણીએ મારા પ્રતિ ચરણપ્રહારની 96
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ચેષ્ટા કેમ કરી ? આનો જવાબ મને કોણ આપી શકે ?’ આમ વિચાર કરતાં એને યાદ આવ્યું કે મારા દરબારમાં વૃદ્ધો તો છે જ નહીં. બધા યુવાનો છે. કોઈ શત્રુનું સંકટ આવી પડે તો એનો માર્ગ કોણ બતાવે?
બીજે દિવસે રાજાએ આખીયે રાજસભાને સંબોધીને પ્રશ્ન કર્યો કે, કોઈ વ્યક્તિ મને ચરણપ્રહાર કરે તો મારે શો દંડ કરવો ? તમે વિચારીને
હો."
બધા જુવાન સભાસદો કહેવા લાગ્યા, “અરે સ્વામી ! જે વ્યક્તિ આપને ચરણપ્રહાર કરે એના ચરણના તો ટુકડેટુકડા કરી નાખવા જોઈએ.' પણ રાજાએ આ વાત માની નહીં. તે કહે, “જે કોઈ મને સાચો જવાબ આપશે તેને હું રાજયના મુખ્યમંત્રી બનાવીશ.”
સભા વિખરાઈ. સૌ પોતપોતાને ઘેર ગયા. બધા જ મનોમન એકસરખું વિચારવા લાગ્યા કે અનુભવી વૃદ્ધજન સિવાય આનો જવાબ કોઈ કહી શકે નહીં.
એક સદસ્ય પોતાને ઘેર આવ્યો ત્યારે પિતાએ એને મોડા આવવાનું કારણ પૂછ્યું. પુત્ર કહે, ‘પિતાજી સભામાં આજે એક વાત બની તે સાંભળો.” આમ કહી એણે સભામાંની ઘટના કહી સંભળાવી.
પિતા કહે, “તું કશી ચિંતા કરીશ નહીં. પહેલાં આપણે ભોજન કરી લઈએ. સવારે તું સભામાં જઈને રાજાને કહેજે કે આપના પ્રશ્નનો જવાબ મારા પિતા આપશે. જો રાજા સંમત થાય તો મને સભામાં તેડાવી લેજે.” પિતાના જવાબથી પુત્ર ખુશ થયો.
બીજે દિવસે સભામાં જઈને એણે રાજાને કહ્યું, “આપના પ્રશ્નનો જવાબ મારા પિતા કહેશે.”
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો રાજા થોડી ક્ષણ અવઢવમાં પડી ગયો. કેમકે પોતે જ વૃદ્ધોને રાજસભાના બારણે પણ ટૂંકવાનો પ્રતિબંધ લાદ્યો હતો. પછી એને થયું કે વૃદ્ધજનની પરીક્ષા તો કરું, એટલે એણે એ યુવાન સદસ્યના પિતાને સભામાં તેડાવી મંગાવ્યો.
વૃદ્ધ પિતા સભામાં આવીને કહે, “હે રાજા ! આપને જે વ્યક્તિ ચરણપ્રહાર કરે એનું તો મૂલ્યવાન મણિ-માણેક-રત્ન અને વસ્ત્રાલંકારોથી બહુમાન કરવું.”
રાજાએ પૂછ્યું, “એમ શા માટે ?” ત્યારે વૃદ્ધ કહે, “હે સ્વામી ! આપને ચરણપ્રહાર કરવાની હિંમત કોણ કરે ? જે આપને ખૂબ પ્રેમાળ હો એ જ. અને પ્રેમાળ પત્ની વિના આવું કોણ કરે ? રતિકલહની વેળાએ અને મોજમસ્તીના સમયમાં પત્ની જ આવી ચેષ્ટા કરે. આવી ચેષ્ટા તો પ્રેમની અભિવ્યક્તિ છે.”
રાજાએ વૃદ્ધની વાત માન્ય રાખી. વૃદ્ધનું સન્માન કર્યું. તેમજ વૃદ્ધજનોને રાજસભામાંથી દૂર કરવાનો લાદેલો અમલ રદ કર્યો. વૃદ્ધો રાજસભામાં પુનઃ પ્રવેશ પામ્યા.
રાજાને પ્રતીત થયું કે વૃદ્ધજનોનું અનુભવજ્ઞાન અને કોઠાસૂઝ ગજબના હોય છે. તેથી કરીને યુવાનોએ વૃદ્ધજનોની સંગતિ ટાળવી જોઈએ નહીં. સદ્ધોધ - સ્પંદનઃ
‘વિનોદચોત્રીસી' ના કેન્દ્રીય કથાદોરના સંદર્ભમાં વિચારીએ તો એ ફલિત થાય છે કે નાસ્તિક કમલને ધર્માભિમુખ કરવા માટે સીધો ધર્મોપદેશ કામયાબ ન નીવડી શક્યો. એ કામ દષ્ટાંતકથાઓ દ્વારા પાર પાડી શકાયું. એથી તો હજારો વર્ષોથી વિશ્વની તમામ પ્રજાઓમાં અને તમામ ધર્મોમાં, ગ્રંથોમાં સચવાયેલી અને લોકમુખે રમતી થયેલી કથાઓનો ગાઢ પ્રભાવ જોઈ
૬૯
Page #37
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો શકાય છે. જૈન ધર્મમાં જે ચાર અનુયોગ દર્શાવાયા છે તેમાંનો એક અનુયોગ ધર્મકથાનુયોગ' છે. આપણા આગમો પૈકી છઠું અંગ-આગમ ‘જ્ઞાતાધર્મકથાગ' છે. સાધુ મહાત્માઓ એમના પ્રવચનોમાં શાસ્ત્રકથિત જ્ઞાનને દષ્ટાંતકથાના સહારે જ શ્રોતાવર્ગના હૃદય સુધી પહોંચાડી શકે છે.
અહીં આપણે જે કથાનો આસ્વાદ લીધો એ પદ્ય કથાના અંતમાં કવિએ એક અર્થાન્તરન્યાસ અલંકારથી યુક્ત સંસ્કૃત શ્લોક ટાંક્યો છે
'यदेहः स्थविरो वेत्ति, न तत् तरुणकोटय: ।
जीर्णभिन्नं यथा पथ्यं, न तथा नवशालयः ।।' (અસંખ્ય તરુણો જે જાણી શકતા નથી તે એક વૃદ્ધ જાણી-પામી શકે છે. જૂનું થયેલું અનાજ ભોજનમાં જેટલું અનુકૂળ-હળવું છે એટલું નવું અનાજ (શાલિ) નથી હોતું.)
આ કથામાં યુવાન મંત્રીએ તાજો રાજ્યાભિષેક પામેલા યુવાન રાજાને વૃદ્ધ સદસ્યોની કેવળ શારીરિક નબળાઈઓનું કારણ બતાવીને રાજસભામાં તેઓ અશોભનીય બનતા હોઈ એમને રાજયની તમામ સેવામાંથી દૂર કરાવી દીધા. પણ રાજાને ચરણપ્રહાર કોણ કરી શકે? એ અંગે એકપણ યુવાન વિચારી શક્યો નહીં. ચરણપ્રહાર કરનારનું શું કરવું જોઈએ એ તેઓએ ઝટપટ કહી દીધું પણ રાજાએ એ વાત માન્ય રાખી નહીં ત્યારે આગળ વધીને કોઈ અનુમાનતર્કમાં જઈ શક્યા નહીં. આ જવાબ એક સદસ્યના વૃદ્ધ પિતા આપી શક્યા. કેમકે વર્ષોના અનુભવજ્ઞાનનો આધાર લઈને અનુમાનની દિશામાં ગતિ કરીને ચોક્કસ નિર્ણય ઉપર આવી શક્યા. વૃદ્ધજનો શરીરે દૂબળા કે અસ્વસ્થ બને એનો અર્થ એ થતો નથી કે તેઓ બુદ્ધિમાં શિથિલ-મંદ બન્યા છે.
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોઆપણે ત્યાં આ લોકોક્તિ અતિ પ્રચલિત છે – “ઘરડાં ગાડાં વાળે.' અર્થાતુ જ્યારે કોઈ વાત વણસી જતી હોય ત્યારે વડીલો-વૃદ્ધજનો વાતને વણસતી અટકાવીને, યોગ્ય દિશામાં વાળીને સમુચિત સમાધાન ઉપર લાવી શકે છે.
આ કથાનું બોધક તત્ત્વ કોઈપણ સમયગાળાને સ્વીકાર્ય બને એમ છે. સાંપ્રત કાળમાં પણ એ એટલું જ ઉપયોગી થઈ પડે એમ છે. કથામાં જોયું તેમ વર્તમાનમાં કાયિક કે માનસિક રીતે યુવાવર્ગનું વડીલો સાથેનું અળગાપણું જોવા મળે છે. મોહવશ જીવનસાથીની સ્વપસંદગી, મનફાવતી રહેણીકરણી, અર્થોપાર્જનના ટૂંકા રસ્તાઓની લાલચ, દેખાદેખીથી થતું વિદેશગમન - આ બધા વર્તમાન જીવનશૈલીના એવા પાસાં છે જેથી કરીને યુવાવર્ગ વડીલોથી અળગો થતો જાય છે કાં તો વડીલોને અળગા કરી મૂકે છે. વડીલોની સાચી સલાહની અવગણના એ યુવાવર્ગનું ઊભરતું લક્ષણ નજરે પડે છે. સાચી ટકોર સહન કરવાની શક્તિ એ ગુમાવતો જાય છે. વડીલોની સહોપસ્થિતિ જાણે દખલગીરીનો પર્યાય બનતી જાય છે. રામનારાયણ પાઠકે સર્જેલું મુકુન્દરાયનું પાત્ર અહીં સહેજે સ્મરણમાં આવે. કથાના અંતમાં જેમ વૃદ્ધોની અનિવાર્યતા
સ્થાપિત થઈ છે એ દ્વારા એક મહત્ત્વનો સર્બોધ - સંદેશ અપાયો છે કે વૃદ્ધજનોની સંગતિ ટાળી શકાય એમ નથી.
(અમદાવાદ સ્થિત ડૉ. કાંતિભાઈએ મધ્યકાલીન ગૂર્જર સાહિત્ય પર ઘણું સંશોધન-સંપાદનનું કાર્ય કર્યું છે. તેઓ જૈન સાહિત્ય જ્ઞાનસત્રોમાં અભ્યાસ પૂર્ણ પેપર્સ પ્રસ્તુત કરે છે. એમના ગ્રંથોને સાહિત્ય અકાદમીના એવોર્ડ પ્રાપ્ત થયા છે.) સંદર્ભ: વિનોદ ચોત્રીશી કર્તા હરજી મુનિ સં. ડૉ. કાંતિભાઈ શાહ પ્રકાશકઃપ્રાણગુરુ જૈન ફિલોસોફી સેંટર અને
ગુજરાતી સાહિત્ય પરિષદ સંયુક્ત
©૧
Page #38
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
પ્રસન્નચંદ્રને જોયા છે?
- ડૉ. ગુલાબ દેઢિયા
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો પ્રસન્નચંદ્ર પોતનપુર નગરીના રાજા હતા. પ્રભુ મહાવીર પોતનપુર પધાર્યા છે અને મનોરમ ઉદ્યાનમાં બિરાજે છે એ જાણી પ્રભુને વંદન કરવા જાય છે. મોહનો નાશ કરનારી મહાવીર વાણી સાંભળે છે. એક તો પ્રભુની વાણી અને વ્યક્તિત્વનો પ્રભાવ અને તે સમયના જીવોની સરળતા કેવી ! રાજા પ્રસન્નચંદ્ર રાજપાટ છોડ્યું. પોતાના નાનકડા કુંવરને સિંહાસને બેસાડ્યો અને પ્રભુ પાસે દીક્ષાવ્રત ગ્રહણ કરી લીધું. કમળના પત્ર પરથી જલબિન્દુ સરે એટલું સહજ, એટલું સ્વાભાવિક !
રાજઋષિ પ્રસન્નચંદ્ર ધર્મમાં ઊંડા ઉતરતા ગયા. પ્રભુ રાજગૃહીમાં પધાર્યા છે. શ્રેણિક મહારાજા પરિવાર સાથે હાથી, ઘોડાની સવારી લઈ પ્રભુ દર્શને આવવા નીકળ્યા છે.
શ્રેણિક મહારાજની સેનામાં સુમુખ અને દુર્મુખ બે મિથ્યા દૃષ્ટિવાળા સેનાનીઓ મોખરે ચાલતા હતા. એમણે પ્રસન્નચંદ્ર મુનિને એક પગે ઊભા રહી, હાથ ઊંચા કરી તપ કરતા જોયા. સુમુખે કહ્યું, “વાહ ! આવી આપના (ઉગ્ર તપ) કરનાર આ મુનિ માટે સ્વર્ગ કે મોક્ષ એ દૂરની વાત નથી.”
દુર્મુખે કહી દીધું, “આ તો પોતનપુરના રાજા પ્રસન્નચંદ્ર છે. પોતાના રાજયનો ભાર કુંવરને માથે નાખી દીધો, આ તે કંઈ ધર્મી કહેવાય ! એના મંત્રીઓ ચંપાનગરીના દધિવાહન રાજા સાથે ભળી જઈ રાજકુંવર પાસેથી રાજય પડાવી લેશે. આ રાજાએ તો હળાહળ અધર્મ કર્યો છે.” (આપણે પણ આવા અભિપ્રાયો સાવ સહજ રીતે ક્યાં નથી ઉચ્ચારતા !)
આ વચનો સાંભળી ધ્યાનસ્થ મુનિ પ્રસન્નચંદ્ર વિચારવા લાગ્યા. “અહો! મારા ભ્રષ્ટ મંત્રીઓને ધિક્કાર છે. મારા પુત્ર માટે આવું કરવા ધારે છે ? આ વખતે હું રાજા હોત તો એમની ખબર લઈ લેત. (સમજવાની વાત આ છે,
હું તમને પૂછું, “તમે પ્રસન્નચંદ્રને જોયા છે?” તમને નવાઈ લાગશે, તમે તરત જ કહેશો,
“મેં પ્રસન્નચંદ્રને ક્યાંથી જોયા હોય ! એ તો પેલા વાર્તાવાળા રાજર્ષિ પ્રસન્નચંદ્ર એ જ ને !”
“હા, હા, એ જ. પણ એમને જોવા હોય તો દર્પણમાં જોવું.” દર્પણમાં તો આપણી છબી દેખાય છે.”
“બસ, એ જ તો કહેવું છે, પ્રસન્નચંદ્ર અને આપણામાં ફેર ક્યાં છે? એ તો ઘડીમાં ખુશ ને ઘડીમાં નાખુશ થયા હતા. આપણું પણ એવું જ ને !”
આપણો આ સંવાદ અટકાવી જરા એ રાજા અને એ ઋષિ પ્રસન્નચંદ્રની વાર્તાને ફરીથી માણીએ અને જાણીએ. વાર્તા તો ખબર છે ! છતાં એમાં રહેલો મર્મ સમજવા જેવો છે ને !
Page #39
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આપણા બધા માટે આ કેટલું સ્વાભાવિક છે. રાગ કે દ્વેષ સંપૂર્ણ છૂટે એ વિરલ પળ તો ક્યારેક જ આવે છે. બીજી રીતે જોઈએ તો મુનિના મનમાં પુત્ર માટેની આ ચિંતા એ પણ સહજ છે. વસ્ત્ર બદલવાનું સહજ છે. મન બદલવાનું કેટલું દુષ્કર છે તેની આ વાત છે.)
તપમાં મગ્ન મુનિના મનમાં સંકલ્પ-વિકલ્પ ચાલે છે. પ્રસન્નચંદ્ર અપ્રસન્ન થઈ પોતાના સાધુત્વના વ્રતને વિસારી મનથી જ મંત્રીઓ સાથે યુદ્ધ કરે છે. (આપણી જેમ જ ! આપણે પણ પ્રતિદિન, પ્રતિપળ કેવા કેવા મનોયુદ્ધોમાં મચ્યા રહીએ છીએ !)
શ્રેણિક મહારાજા પ્રભુને વંદન કરી પૂછે છે, “માર્ગમાં તપમગ્ન પ્રસન્નચંદ્ર રાજર્ષિને મેં વાંધા છે. આ સ્થિતિમાં એમનું આયુષ્ય પૂર્ણ થાય તો એમની ગતિ કઈ હોય ?”
પ્રભુ મહાવીરે કહ્યું, “સાતમી નરકે જાય.” તે સાંભળી શ્રેણિક વિચારમાં પડી ગયા અને માન્યું કે, સાધુને નરકગમન ન હોય, પ્રભુની વાત મને બરાબર સંભળાઈ નહિ હોય.
થોડી વાર રહી શ્રેણિક મહારાજાએ પ્રભુને ફરી પૂછ્યું, “પ્રભુ ! પ્રસન્નચંદ્રમુનિ આ સમયે કાળ કરે તો ક્યાં જાય ?”
ભગવંતે કહ્યું, “સર્વાર્થસિદ્ધ વિમાને જાય.” શ્રેણિકની જિજ્ઞાસા વધી ગઈ, ફરી પૂછ્યું, “આપે ક્ષણના અંતરમાં બે જુદી જુદી વાત કેમ કહી ?”
પ્રભુએ સમજાવ્યું, “ધ્યાનના ભેદથી મુનિની સ્થિતિ બે પ્રકારની થઈ ગઈ. તેથી મેં બે જુદી વાત કરી છે. દુર્મુખની વાતથી ગુસ્સે થયેલા મુનિ મનમાં યુદ્ધ કરતા હતા તેથી નરકને યોગ્ય હતા. ત્યાંથી તમારા અહીં આવવા દરમ્યાન તેમણે મનમાં વિચાર્યું કે મારા બધા અસ્ત્ર-શસ્ત્ર વપરાઈ ગયા. હવે
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો મસ્તકના શિરસ્ત્રાણ (ભેટ) થી શત્રુને મારું. એમ વિચારી મસ્તકે હાથ મૂક્યો તો લોચ કરેલા મસ્તકે બધું યાદ કરાવી દીધું. મુનિવ્રત યાદ આવ્યું. પોતાને નિંદવા લાગ્યા. આલોચના, પ્રતિક્રમણ કર્યું. પાછા પ્રશસ્ત ધ્યાનમાં સ્થિર થયા. તેથી તમારા બીજી વારના પ્રશ્ન વખતે સર્વાર્થસિદ્ધિને યોગ્ય થયા.”
પ્રભુ હજી આ પરિવર્તનની વાત કરતા હતા ત્યાં પ્રસન્નચંદ્ર મુનિ પાસે દેવદુંદુભિ વાગે છે. શ્રેણિકે પૂછ્યું, “પ્રભુ આ શું થયું ?”
પ્રભુએ કહ્યું, “ધ્યાનમાં સ્થિર થયેલા પ્રસન્નચંદ્ર મુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે.”
આ કથા આપણા મનની ચંચળતા, મનની અગાધ શક્તિ, મનના બદલાતા ભાવને દર્શાવે છે. શાંત સરોવર જેવું મન છે. જરાક જેટલી નાની અમથી કાંકરી પડી કે, પાણીમાં વર્તુળ સર્જાય છે. આધુનિક મનોવિજ્ઞાન અને ધર્મની આ વાતોને સાથે સાથે જોવી જોઈએ.
ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા છીએ. ચાર રસ્તા પાસે પહોંચતાં જ સિગ્નલ લાલ થયું તો નારાજ થઈ ગયા. બીજા સિગ્નલ પાસે પહોંચતાં જ સિગ્નલની લીલી બત્તી થઈ તો પ્રસન્ન થઈ ગયા, મનનો સિસ્મોગ્રાફ ચાલ્યા જ કરે છે. પાંચેય ઈન્દ્રિયોથી કંઈક ને કંઈક ઝીલ્યા જ કરીએ છીએ. તેમાં પણ આંખોથી તો સૌથી વધુ. એટલે તો મનને એકાગ્ર કરવા આંખોને ઢાળી દેવાનું કહે છે. છતાં મનમાં તો ઘંટી ચાલ્યા જ કરે છે. વિચારો ખૂટતા જ નથી.
આપણી મુશ્કેલી એ છે કે, પ્રસન્નચંદ્રમુનિ જેવા કે એનાથીય આકરા નકારાત્મક વિચારો તો ઝટ આવી જાય છે, પણ સકારાત્મક, આત્મબોધના, પ્રતિક્રમણના, ભૂલ સ્વીકારના, સરળતાના વિચારો ઝટ આવતા નથી.
-
o૫ ૪
Page #40
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો મનને વશ કરવાના, મનને જીતવાના, શુભ વિચારો લાવવાના ધર્મએ અનેક રસ્તા દર્શાવ્યા છે. સાવ સરળ, સીધા ને સર્વસુલભ ઉપાયોમાં નામસ્મરણ, મંત્રજાપ, પૂજાપાઠ, સત્સંગ, ગુરુવંદન, સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ, દેવદર્શન વગેરે અનેક દર્શાવી શકાય. સાધક માનવીને મળતાં મન પ્રસશ થાય છે.
ફોનની ઘંટડી સતત વાગ્યા કરે, ફોન પર ફોન આવ્યા કરે તો નારાજ થઈએ. ઇચ્છીએ કે આ ફોન બંધ થઈ જાય તો સારું. અને આપણું ધાર્યું થાય અને ફોન બંધ થઈ જાય તો પાછા નારાજ થઈ જઈએ.
કઈ પળે તેડું આવશે, એ તો જાણતા નથી. અને એ પળોમાં અશુભ મનોદશા હશે, મનમાં યુદ્ધ ચાલતું હશે તો !?
પ્રસન્નચંદ્ર રાજર્ષિની આ કથાનું સતત સ્મરણ રહે તો ય સારું.
હવે સમજાયું ને ! પ્રસન્નચંદ્રને મળવું હોય તો દર્પણમાં જુઓ. આપણી અંદર જ એક પગે ઊભા રહી તપ કરતા પ્રસન્નચંદ્ર હાજરાહજૂર છે.
ધર્મની વાતોને મનોવિજ્ઞાનથી નિહાળીશું તો યુવાવર્ગને વધુ ગમશે.
૧૦.
જનનીનું ભિક્ષાપાત્ર’ - કથાનક અને તેના સર્જક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
- ડૉ. માલતી શાહ
(વિદ્વાન લેખકે સ્વામી આનંદના જીવન અને સાહિત્ય ઉપર શોધ પ્રબંધ લખી પી.એચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. તેઓ ઉત્તમ નિબંધકાર, વક્તા અને અધ્યાપક છે.)
ટૂંકા ટૂંકા વાક્યો, રસઝરતું પ્રકૃતિવર્ણન, ચોટદાર સંવાદો અને પ્રવાહી શૈલીમાં નવલિકાઓ (ટૂંકી વાર્તાઓ) લખનાર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ મૂલ્યનિષ્ઠ સર્જક હતા. ઐતિહાસિક ઘટનાઓ, રાજકથાઓ, બહોળા જૈન સાહિત્યના કથાનકો, માનવજીવનના મૂલ્યનિષ્ઠ પાસાઓ, નારીજીવનની મહત્તા સ્થાપિત કરતા બનાવો – આ બધા તેમની વાર્તાના વિષયો હતા.
ખૂબ જહેમત બાદ લખાયેલ “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઈતિહાસ' ભાગ ૧ અને ૨, કચ્છમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામનું મહત્ત્વ દર્શાવનાર ‘શ્રી ભદ્રેશ્વર -વસઈ મહાતીર્થ', સુપ્રસિદ્ધ કેળવણીધામ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પચાસ વર્ષના મહોત્સવની ઉજવણી નિમિત્તે લખાયેલ ‘વિદ્યાલયની વિકાસકથા' - આ તો શ્રી રતિભાઈની કલમે આલેખાયેલ પ્રમાણભૂત રીતે ઈતિહાસને નિરૂપિત કરતાં કેટલાંક ગ્રંથોના નામો છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ભાવનગરથી પ્રકાશિત થતાં “જૈન” અઠવાડિકમાં ઈ.સ. ૧૯૪૭ થી શરૂ કરીને એકધારા બત્રીસેક વર્ષ સુધી તંત્રીલેખ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવા, અન્યાયને પડકારવા, સારા અને સાચા વિચારોને વધાવવા, કોઈની પણ શેહ-શરમ રાખ્યા વગર રતિભાઈએ કલમ ચલાવી. તેમના આ તંત્રીલેખો અને સામયિક ફુરણના મોટા પથારામાંથી ખૂબ મહેનત કરીને તેઓના સુપુત્ર પ્રો. શ્રી નીતિનભાઈ દેસાઈએ સંપાદિત કરેલ ‘અમૃત સમીપે', ‘જિનમાર્ગનું જતન’ અને ‘જિનમાર્ગનું અનુશીલન' આ ત્રણ પુસ્તકો તેમના પત્રકારપણાની સાક્ષી પૂરે છે.
જીવનઃ ભગતના ગામ તરીકે ઓળખાતા સાયલા ગામના વતની શ્રી દીપચંદભાઈ (કે જેઓ દીપાભગત તરીકે ઓળખાતા) અને શિવકોર બહેનને ત્યાં સાતમી સપ્ટેમ્બર ૧૯૦૭ ના રોજ જયેષ્ઠ પુત્ર તરીકે શ્રી રતિભાઈનો જન્મ થયો. બહેનોનો જન્મ થયો, પણ ટૂંકું આયુષ્ય ભોગવીને વિદાય થઈ ગઈ. પોતાનાથી નાના બે ભાઈઓ : કાંતિભાઈ અને ધરમચંદભાઈ. પિતાના પરિભ્રમણના કારણે તેમનું પ્રાથમિક શિક્ષણ યેવલા, ધૂળિયા, વઢવાણ, સાયલા, ધૂળિયા, સુરેન્દ્રનગર વગેરે જુદા જુદા સ્થત થયું. પોતાની ચૌદ વર્ષની વયે, એટલે કે નાની ઉંમરમાં જ માતાનું અવસાન અને તે પછી થોડા સમયમાં પિતાજીએ સ્વીકારેલ સંયમમાર્ગ. અઢી વર્ષના દીક્ષાપર્યાય પછી પૂ. દીપવિજયજી મહારાજ (સંસારી પિતા) પણ, રતિભાઈની બાવીસ વર્ષની ઉંમરે કાળધર્મ પામતા તેમની મા-બાપની લેણ-દેણ યુવાનવયે પૂરી થઈ ગઈ. કાકા શ્રી વીરચંદભાઈએ (શ્રી જયભિખ્ખના પિતાશ્રીએ) ત્રણે ભાઈઓનું ધ્યાન રાખવાની પોતાની ફરજ અદા કરીને અનોખા કુટુંબપ્રેમનો દાખલો બેસાડ્યો.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો પોતાની માતાના અવસાન પછી કાશીવાળા પૂ. આચાર્ય શ્રી ધર્મસૂરિજીની સલાહથી “શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ' નામની પાઠશાળામાં પહેલા શ્રી રતિભાઈ અને પછી તેમના પિતરાઈ ભાઈ શ્રી બાલાભાઈ (જયભિખુ) દાખલ થયા. મુંબઈથી બનારસ થઈ શિવપુરીમાં સ્થાયી થયેલ આ વિદ્યાધામના સાહિત્ય, સંસ્કાર, સંસ્કૃતિથી હર્યાભર્યા જે મૂલ્યનિષ્ઠ વાતાવરણનો માહોલ ત્યાંના અન્ય વિદ્યાર્થીઓની જેમ આ બંને ભાઈઓને મળ્યો તેણે આ બંને ભાઈઓના જીવનની અને બીજા શબ્દોમાં કહીએ તો સમગ્ર કુટુંબની સાહિત્યિક દિશા પકડવામાં અગત્યનો ભાગ ભજવ્યો. અભ્યાસમાં પ્રવીણ શ્રી રતિભાઈ યુવાનવયથી જ ન્યાય અને સત્યના આગ્રહી હતા. શિવપુરીમાં શ્રી રતિભાઈને ‘તાર્કિક શિરોમણિ' ની પદવી આપવાનું નક્કી થયું ત્યારે ખૂબ મનોમંથનના અંતે ‘પોતે તે પદવી માટે લાયક નથી' એવો એકરાર તેઓએ ખુલ્લા મને કર્યો. પણ સંસ્થાએ તેમની લાયકાત જોઈને ‘તર્મભૂષણ' ની પદવી તો આપી જ.
૨૩ વર્ષની વયે ઈ.સ. ૧૯૩૦ માં મૂળી પાસે આવેલ ટીકર પરમાર ગામના શ્રી ચતુરદાસ તથા જીવીબહેનના દીકરી મૃગાવતીબહેન (મરઘાબહેન) સાથે તેમના લગ્ન થયા ત્યારે તેઓ શિવપુરીમાં આછી-પાતળી ઘરવખરી સાથે રહેતા. ૨૬ વર્ષની ઉંમરે ગુજરાત કૉલેજમાં, સંસ્કૃત સાથે એમ.એ. કરવાના લક્ષ્યથી દાખલ થવા માટે અમદાવાદ આવ્યા અને માદલપુરમાં વસવાટ કર્યો, પણ કુટુંબની જવાબદારી અને અન્ય કારણોથી ઇચ્છા હોવા છતાં એકાદ વર્ષ પછી કૉલેજનો અભ્યાસ તેમને છોડી દેવો પડ્યો. તે પછી આજીવિકા અર્થે તેઓએ સમગ્ર જીવન દરમ્યાન જયાં જ્યાં કામ કર્યું ત્યાં ત્યાં તેમણે સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠાથી કામ કર્યું. તે એટલે સુધી કે પોતાને
છ૯
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
એમ લાગે કે કામ પ્રમાણે મારો પગાર વધારે છે, ત્યારે ઘણી જગ્યાએ તેઓએ સામે ચાલીને પગાર ઘટાડવા માટે અરજી કરી. ‘ન્યાસંપન્ન વૈભવ’ ના તેમના
આ જીવનમાર્ગમાં તેઓના સહધર્મચારિણી અને કુટુંબના અન્ય સભ્યોનો પણ સાથ-સહકાર મળ્યો.
મૂળ સાહિત્યનો જીવ. શરૂઆતમાં ‘વિદ્યાર્થી’, ‘જૈન સત્યપ્રકાશ’ જેવા સામયિકોમાં સંપાદન અને લેખનનું કાર્ય કરતા. પછી આકસ્મિક રીતે આવી પડેલ ‘જૈન’ ની જવાબદારી લાંબો સમય સુધી નિભાવી. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી સાથે ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય’ ના આગમ-પ્રકાશન વિભાગમાં કામ કર્યું. આ બધાંની સાથે સાથે અન્ય સંપાદનો અને લેખનકાર્ય પણ ચાલુ. ઈ.સ. ૧૯૮૫ ની સાતમી ડિસેમ્બરે અવસાન પામ્યા ત્યાં સુધી ‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઈતિહાસ’ ના બીજા ભાગના લખાણની જવાબદારી ચાલુ હતી.
કથા સાહિત્ય : તેમણે જુદા જુદા સમયે વાર્તાઓ પણ લખી હતી. તેમની આ વાર્તાઓના આધારે ઈ.સ. ૧૯૫૩ થી શરૂ કરીને ઈ.સ. ૧૯૮૨ ના વર્ષોમાં ક્રમશઃ તેમના દસ વાર્તાસંગ્રહો આ રીતે પ્રકાશિત થયા. ૧. ‘અભિષેક’, ૨. ‘સુવર્ણકંકણ’, ૩.‘રાગ અને વિરાગ’, ૪. ‘પદ્મપરાગ’, ૫. ‘કલ્યાણમૂર્તિ’, ૬. ‘હિમગિરિની કન્યા’, ૭. ‘સમર્પણનો જય’, ૮. ‘મહાયાત્રા’, ૯. ‘સત્યવતી’ અને ૧૦. ‘સમર્પણનો જય’ આ દસેય
વાર્તાસંગ્રહોની બધી વાર્તાઓનો સમાવેશ કરીને ઈ.સ. ૧૯૯૪ માં ‘કથાસાહિત્ય’ ના ૧ થી ૫ ભાગ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા નવા સ્વરૂપે પ્રકાશિત થયા.
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
કથા - ‘જનનીનું ભિક્ષાપાત્ર' :
‘સુવર્ણકંકણ’ વાર્તાસંગ્રહમાં રજૂ થયેલ ‘જનનીનું ભિક્ષાપાત્ર’ મૂળ ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ ના આધારે લખાયેલ કથા છે, જે ‘કથાસાહિત્ય ભાગ-૧ મંગળમૂર્તિ' માં પુનઃ પ્રકાશિત થઈ છે. જેને આગમ સાહિત્યના ૪૫ આગમોમાં ચાર ‘મૂળ સૂત્રો’ રજૂ થયેલ છે. તેમાંના એક ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ માં કુલ છત્રીસ અધ્યયનો રજૂ થયા છે. શ્રી મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ (દેશના) રજૂ કરતા ‘ઉત્તરાધ્યયન સૂત્ર' માં સાધુઓને સંયમમાર્ગમાં રહેવાના ઉપદેશો તેમજ સિદ્ધાંતો વિવિધ કથાઓ, દૃષ્ટાંતો, ઉપમાઓ, સંવાદો વગેરે રૂપે રજૂ થયેલ છે.
‘જનનીનું ભિક્ષાપાત્ર’ કથા આ પ્રમાણે છે :
એક સોહામણી સવારે મિથિલાનગરીના રાજવી શ્રી નમિરાજને સમાચાર મળ્યા કે પોતાની હસ્તિશાળાનો સર્વશ્રેષ્ઠ રાજહસ્તી (ગજરાજ) પોતાનો ખીલો ઉખાડીને જંગલ તરફ ઉપડી ગયો છે. પોતાના પ્રાણપ્યારા આ રાજહસ્તીને શોધવા માટે થઈ શકે તે બધાં જ પ્રયત્નો કર્યા, પણ તેના કોઈ સગડ ન મળ્યા. અંતે જાસૂસોને આ રાજહસ્તી શોધવાનું કામ સોંપ્યું. જાસૂસો દ્વારા ભાળ મળી કે આ રાજહસ્તી માલવપતિ ચંદ્રયશ રાજાની સુદર્શનપુરમાં આવેલ હસ્તિશાળામાં છે. મિથિલાપતિ નિમરાજે માલવપતિ ચંદ્રયશને આ રાજહસ્તિ પાછો સોંપવા સંદેશો મોકલ્યો, પણ માલવપતિએ મિથિલાના આ હાથીને સોંપવાની માગણી ફગાવી લીધી. મિરાજને તેમાં પોતાનું અપમાન જણાયું. તેથી પોતાના રાજહસ્તીને પાછો મેળવવા માટે નિમરાજે ચંદ્રયશ ઉપર ચડાઈ કરવાનો નિશ્ચય કર્યો.
આ બાજુ મિથિલાનગરીના ધર્માંગારમાં રહેતા, દેખાવે સોહામણા અને સ્વભાવે શાંત સાધ્વી શ્રી સુત્રતાજીના કાને આ યુદ્ધની વાતો પહોંચી. તે
૧
Page #43
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો સાંભળતાં તેઓ બીજા દિવસે ધર્માગાર છોડીને માલવદેશ તરફ વિહાર કરતાં પહોંચી ગયા. ત્યાં બંને પક્ષો યુદ્ધ માટે પૂરેપૂરી તૈયારી થઈ ગઈ હતી. માલવપતિ ચંદ્રશે પોતાના સમગ્ર સૈન્યને નગરમાં સમાવીને કિલ્લાના દરવાજા બંધ કરી દીધા. તો મિથિલાપતિ નમિરાજના સૈન્યએ ત્યાં સુદર્શનપુરનો, ચકલુંય ન ફરકી શકે તેવો ઘેરો ઘાલ્યો.
સાધ્વી સુવ્રતા સુદર્શનપુર પહોંચ્યા ત્યારે હજી યુદ્ધ શરૂ થયું ન હતું. નમિરાજ પોતાના મંત્રીઓ, સામંતો સાથે યુદ્ધની વ્યુહરચના ઘડવામાં વ્યસ્ત હતા. વાતાવરણ એકદમ તંગ હતું. આ ભયાનક વાતાવરણમાં સાધ્વી સુવ્રતાએ પ્રવેશ કર્યો.
લેખક લખે છે : “બળબળતાં રણમાં નાની સરખી વાદળી છંટકાવ કરે એમ, પોતાની પ્રશાંત મુખમુદ્રાથી શાંતિરસનો છંટકાવ કરતાં સાધ્વી સુવ્રતાએ નમિરાજની શિબિરમાં પ્રવેશ કર્યો.”
નમિરાજ અને મંત્રીઓ તેમજ સામંતો તો જોઈ જ રહ્યા. એમને થયું : આ શું? રણભૂમિ ઉપર એક અબળા ! અને તે પણ એક ધર્મગુરુણી ! અહીં એમનું શું કામ ? ન સમજાય એવો એક કોયડો જાણે બધાની સામે આવીને ખડો રહ્યો. પણ સાધ્વી તો સ્વસ્થપણે ઊભા હતા.” (“મંગલમૂર્તિ', પૃ. ૧૭)
મારે તમારી પાસેથી કશીક ભિક્ષા જોઈએ છે એમ જણાવતાં વાતચીતના અંતે સાધ્વીજી જણાવે છે કે મારે તો યુદ્ધ શાંતિની ભિક્ષા જોઈએ છે, જેથી સંહારલીલા અટકે. વળી, ભાઈ દ્વારા ભાઈનો સંહાર અટકે.
આ સાંભળી નમિરાજ અને સૌ આશ્ચર્ય પામે છે કે મિથિલાપતિ અને માલવપતિ ભાઈ-ભાઈ કેવી રીતે ? સાધ્વીજી કહે છે કે જેમ માલવપતિ ચંદ્રયશ એ યુગબાહુ અને મદનરેખાનો પુત્ર થાય, તેમ મિથિલાપતિ તમે પણ યુગબાહુ
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો અને મદનરેખાના જ પુત્ર છો. તમે જેને માતાપિતા કહો છો તે પારથ અને પુષ્પમાલા તમારું પાલન કરનાર પાલક માતા-પિતા છે.
નમિરાજને હજી ઘેડ બેસતી નથી, તેથી સાધ્વીજી જણાવે છે કે હું જ તમારા બંનેની જન્મદાત્રી માતા છું. તારો (નમિરાજનો) જન્મ જંગલમાં થયો. ત્યાં મારું અપહરણ થયું અને પદ્મરથ મિથિલાપતિએ તને પુત્રની જેમ ઉછેર્યો. મારું શીલ અખંડ રહેતા મેં સાધ્વીવેશ ધારણ કર્યો.
આટલું જાણવા છતાં પણ નમિરાજ તો યુદ્ધ કરવાના પોતાના નિર્ધારમાં અડગ જ રહ્યા. પણ સાધ્વી સુવ્રતા ગમે તે ભોગે આ યુદ્ધ અટકાવવાના પોતાના વિચારોને ઘૂંટતા રહ્યા અને ગમે તેમ કરીને સુદર્શનપુરમાં પ્રવેશી માલવપતિ ચંદ્રયશના રાજભવનમાં પહોંચી ગયા. રાજા ચંદ્રયશ પોતાની માતાને ઓળખી ગયા..
સાધ્વીજીએ પોતાના મોટા દીકરા ચંદ્રયશને ‘તમે બંને સહોદર છો' આ વાત સમજાવીને ‘આ યુદ્ધ અટકાવવું જ જોઈએ’ તેમ જણાવ્યું. આ બાબત ગળે ઉતરતા યુદ્ધશાંતિની ઘોષણા થઈ અને ભાઈ-ભાઈ ભેટી પડ્યા. મોટા ભાઈ માલવપતિએ રાજહસ્તિ તો સોંપ્યો જ, સાથે સાથે પોતે રાજત્યાગ કરીને પોતાનું રાજ્ય પોતાના ભાઈને સોંપ્યું. આ ઘટનાથી જનનીના હૃદયનું ભિક્ષાપાત્ર છલોછલ ભરાઈ ગયું. સર્જની વિશેષતાઃ
એક બાજુ ભીષણ યુદ્ધનું વર્ણન અને તેની જ વચ્ચે અપાર શાંતિ ફેલાવે તેવી સાધ્વી સુવ્રતાજીની વાતો - આ બે વિરુદ્ધ પરિસ્થિતિનું વર્ણન કરવામાં લેખક તરીકે શ્રી રતિભાઈની કલમ એટલી ચોટદાર છે કે વાચકે આ વાર્તા વાંચવી શરૂ કરે તે પૂરી કરીને જ જંપે. સર્જકની વર્ણનકળાની અને શબ્દો દ્વારા યોગ્ય ચિત્રણ કરવાની કુશળતા નોંધપાત્ર છે.
- ૮૩
૮૨
Page #44
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
સાદા, સરળ શબ્દો, નાના-નાના વાક્યો, રસાળ વહેતો કથાનો પ્રવાહ, બંને રાજવી સહોદર છે તે દર્શાવતું ચમત્કૃતિનું તત્ત્વ - આ બધી લેખકની શૈલીની વિશેષતાઓ વાચકને પકડી રાખે છે.
સમગ્ર પૃથ્વી ઉપર અત્યારે જ્યારે આતંકનો ભય વ્યાપેલો છે ત્યારે આપણા મનના છૂપા ખૂણામાં આશાનો એક તંતુ જીવંત હોય છે કે કોઈક તત્ત્વ આ સંહારને રોકે. અહીંયા જેમ સાત્ત્વિકતા અને કોમળતાના પ્રતીક સમ સાધ્વીજી આવી ચડે છે!, તેમ અત્યારના આતંકને અટકાવવા માટે લાગણીસભર, નાનું એવું વિચારબિંદુ પણ નિમિત્ત બને તો સારું એમ આપણું મન ઝંખે છે. કાળમીંઢ પથ્થર ઉપરથી ખળખળ વહેતા પાણીના ઝરણાંની તાકાત કેટલી કે તે પથ્થરમાં પણ ખાડાં પાડી શકે છે. એ જ રીતે છળકપટ વગરના, દંભ વગરના માનવીના મનની સરળ વૃત્તિઓની તાકાત પણ કાંઇ કમ નથી હોતી. મહાત્મા ગાંધીજીએ શસ્ત્રો વગર ભારત દેશને અહિંસક માર્ગે આઝાદી અપાવી તે ઘટના પાછળ પણ સત્ય, અહિંસા જેવા સનાતન મૂલ્યોમાં રહેલો તેમનો દૃઢ વિશ્વાસ જ દૃષ્ટિગોચર થાય છે. જમીનમાં ઢબૂરાયેલું નાનું બીજ જમીનના પડને વીંધીને પોતાના અંકુરોને વ્યક્ત કરે છે તેમ, મૂલ્યોની છૂપી તાકાત ગજબની હોય છે. જો માણસના હૈયામાં રામ વસે તો અશક્ય વાત પણ શક્ય બને છે અને દુર્લભ વસ્તુ સુલભ બને છે.
આ જ્ઞાનસત્ર નિમિત્તે મને મારા વિચારો રજૂ કરવાની અને કંઈક અંશ પિતૃઋણ અદા કરવાની તક આપી તે બદલ આ જ્ઞાનસત્રના આયોજકોનો હાર્દિક આભાર.
(ભાવનગર સ્થિત માલતીબેન શાહે તત્ત્વજ્ઞાન વિષયમાં Ph.D. કરેલ છે. તેમના ચાર પુસ્તકો પ્રગટ થયા છે. જૈન સેમિનારમાં શોધપત્રો પ્રસ્તુત કરે છે.)
*
૧૧
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
મોહનલાલ ધામી કૃત ‘વેળા વેળાની વાદળી’ માં વ્યક્ત
થતો કર્મસિદ્ધાંત
- પારુલ ભરતકુમાર ગાંધી
અખૂટ સાહિત્યભંડારથી જૈનશાસન આજે સમગ્ર વિશ્વને ઝળાહળાં કરી રહ્યું છે. શૂન્યનો સર્વ પ્રથમ પરિચય આપનાર કહો કે પરમાણુની સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમજણ આપનાર કહો, છ કાયમાં જીવની પ્રથમવાર ઓળખ કરાવનાર કહો કે અનેકાંત દ્વારા સંઘર્ષોનું સમાધાન આપનાર જૈનદર્શને ભારતને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સાબિત કર્યું છે. જૈનદર્શનના સાંાકેતિક મૂલ્યવાન ખજાનાનો સૌથી લોકપ્રિય અને લોકભોગ્ય સાહિત્યપ્રકાર રહ્યો હોય તો તે કથાસાહિત્ય છે. ૧૯ મી ૨૦ મી સદીમાં જે મહાન સાહિત્યકારો થઈ ગયા તેમાં સિદ્ધહસ્ત નવલકથાકાર મોહનલાલ ચુનીલાલ ધામીનું નામ સુવર્ણાક્ષરે લખાયેલું છે. સરસ્વતીપુત્ર મોહનલાલ ચુ. ધામી વિશે થોડુંક :
માતા-પિતા : પુંજીબા (ઝવેર ભગતના પુત્રી) તથા ચુનીલાલભાઈ ધામી જન્મભૂમિ : ઉત્તર ગુજરાત, પાટણ
જન્મતિથિ : સં. ૧૯૬૧ જેઠ સુદ અગિયારસ
૫
Page #45
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો વિશેષતા : સાહિત્યના બધા ક્ષેત્રો જેમકે બાલસાહિત્ય, પ્રવાસકથા, જીવનચરિત્રો, નિબંધ, વાર્તા, ધર્મ, ઈતિહાસ, કામશાસ્ત્ર, લોકકથા, લોકગીતો, ચારણીગીતો, નાટક, ચિત્રપટ, પત્રકારત્વનું ખેડાણ કરેલું છે. સિદ્ધહસ્ત નવલકથાકાર જેમના દ્વારા ૧૭૦કથાનું સર્જન થયું. અંગ્રેજી, હિન્દી, બંગાળી, વ્રજ, સંસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ અને મરાઠી જેવી આઠેક ભાષા પર પ્રભુત્વ. શીઘ કવિ ૨000 કાવ્યોના રચયિતા, ગાયક ઉપરાંત દેશદાઝસભર ઉત્તમ વક્તા. આયુર્વેદ ભૂષણ અને આયુર્વેદશાસ્ત્રી જેવી શ્રેષ્ઠતમ પદવીઓ પામનાર ઉત્તમ વૈદ્ય જે તેમના નામ સાથે જીવનભર જોડાયેલું રહ્યું. ઉત્તમ કથાના લોકસાહિત્યકાર કે જેઓ દુહા, છંદ, ભજન, સ્તવન ખૂબ સુંદર રીતે રજૂ કરી શકતા. તેમણે લખેલા ત્રણ નાટકો ખૂબ જ સફળ થયેલા. ઉપરાંત બે ગુજરાતી ચિત્રપટના ગીત-કથા પટકથા વગેરે લખેલા. શાસ્ત્રીય સંગીતની પણ સુંદર તાલીમ લીધેલ. સફળ તંત્રી, શતરંજના ઉત્તમ ખેલાડી, જૈન ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવનાર તથા જૈન ધર્મના સિદ્ધાંતોને પોતાના જીવનમાં આચારવંત બનાવનાર આ બહુમુખી, પ્રતિભાસંપન્ન લેખક વિષે એમ કહીશું તો અતિશયોક્તિ નહિ ગણાય કે ગુજરાતી ભાષામાં તેમણે જેટલા વિવિધ વિષયો પર લખ્યું છે તેટલું કદાચ કોઈએ લખ્યું નહિ હોય. ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવા સાક્ષર અને સિદ્ધહસ્ત લેખકશ્રી ધામીજી એકાંતપરાયણ, સંસ્કારશીલ, નિષ્ઠાવાન, સિદ્ધાંતપ્રેમી સાહિત્યકાર હતા. અવિરતપણે સાહિત્યની સાધના કરવા છતાં નિઃસ્પૃહી, સરળ અને નમ્ર વ્યક્તિત્વના સ્વામી બની તેઓ અગ્રિમ પંક્તિના સર્જક બન્યા હતા. તેમણે અથાગ મહેનત અને આગવી સૂઝબૂઝ દ્વારા જૈન સંસ્કૃતિને, જૈન ઈતિહાસને અને જૈન સાહિત્યને પોતાના ઉત્કૃષ્ટ સર્જનો દ્વારા ગૌરવાન્વિત કર્યું છે. તેની કદર એક એક જૈનને હોવી ઘટે. એમાંયે તેમણે પોતાની નવલકથાઓમાં જે
- જેના કથાનકોમાં સમ્બોધના સ્પંદનોસંદેશ આપ્યો છે તે વાંચી-વિચારી અનેક લોકો કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, ભોગવિલાસ વગેરે ત્યજીને કે ઓછા કરીને વિશ્વમૈત્રીના મહામંગલ માર્ગે ચાલવા પ્રેરણા પામી મુક્તિમાર્ગે આગળ વધવા માટે કટિબદ્ધ બન્યા છે. આવા સારસ્વતપુત્રનું એક નવલકથાના ચિંતન-મનન દ્વારા શબ્દાંજલિ આપવાનો નમ્ર પ્રયાસ કરી રહી છું. કથાનક - વેળા વેળાની વાદળી :
સિદ્ધહસ્ત લેખક શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીનું ૧૨૭ મું સર્જન એટલે પ્રસ્તુત કથા. આ કથામાં ઐતિહાસિક ચરિત્ર ભીમસેનને નાયક બનાવી તેના દ્વારા જૈનદર્શનના કર્મના સિદ્ધાંતનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકની ચાર થી પાંચ આવૃત્તિઓ થઈ છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. સંસ્કૃત સાહિત્યમાં ‘ભીમસેન ચરિત્ર' નામનો એક સુંદર કથાગ્રંથ છે જેનું મૂળ પ્રાકૃત ભાષાના ઈતિહાસમાં પડેલું છે. શ્રી અજિતસાગરજી મહારાજાએ સંસ્કૃત ગ્રંથ પરથી ગુજરાતી ભાષામાં ‘ભીમસેન ચારિત્ર' તૈયાર કરેલું છે. તેના પરથી પ્રેરણા લઈ લેખકે આ કથાનકની રચના કરી. જે દૈનિક વર્તમાનપત્ર ‘જયહિન્દ' માં પ્રગટ થઈ. ૩૧૧ પાનાના આ પુસ્તકમાં જીવનમાં આવતા સુખ-દુ:ખ, ઉતાર-ચઢાવ અને પૂર્વકર્મની લીલાઓનું વર્ણન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે.
ભગવાન મુનિસુવ્રતસ્વામીનું જન્મકલ્યાણક જે નગરીમાં ઉજવાયું છે તે રાજગૃહીના વર્ણનથી કથાની શરૂઆત થાય છે. આ કથાનો સમય લગભગ ૨૮૬૦ વર્ષ પહેલાનો ગણાવી શકાય. શ્રી નેમિનાથ પ્રભુ અને પાર્શ્વનાથ પ્રભુની વચ્ચેના સુવર્ણયુગની આ વાત છે. રાજા ગુણસેન જૈન ધર્મ મતાવલંબી હોવાને કારણે વિનમ્ર, બળવાન, સદાચારી અને ધર્મપ્રિય હતા. બ્રહ્મચર્યની
- ૮૬ -
૮
.
Page #46
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો મહત્તા જાણવાને કારણે તેને અંતઃપુરની શોભા વધારવામાં રસ નહોતો. આથી તેને પ્રિયદર્શના નામની એક જ રાણી હતી. તે પણ નામ પ્રમાણે ગુણ ધરાવનારી, પતિપરાયણ, ધર્મિષ્ઠ સ્ત્રી હતી. ૧૬-૧૬ વર્ષ સુધી ખોળાના ખૂંદનારની પ્રાપ્તિ ન થવાથી તે ઉદાસ રહેતી હતી. જૈન ધર્મમાં દેઢ શ્રદ્ધાવંત પતિએ કર્મના સિદ્ધાંતની વાસ્તવિકતા સમજાવ્યા બાદ તે ફરી પ્રસન્નતાથી જીવવા લાગી.
આનર્ત દેશના એક નિમિત્તકના નિમિત્તથી રાજા-રાણી એક નહિ, પરંતુ બે-બે સુંદર પુત્રોના માતા-પિતા બન્યા. મોટો પુત્ર તે કથાનો નાયક ભીમસેન અને નાનો પુત્ર તે હરિષેણ. આશ્રમજીવનમાં ગુરુના સાનિધ્યમાં રહીને રાજકારણ, ન્યાય, વ્યાકરણ, ધર્મ, કલા આદિ વિદ્યાઓના અભ્યાસાર્થે બંનેને ગુરુકુળમાં મૂકવામાં આવ્યા હતા. બંને ભાઈ ખૂબ સુંદર રીતે ગુરુના માર્ગદર્શન હેઠળ ઘડાયા હતા. વળી, માતાપિતા ધર્મમાં શ્રદ્ધાવાન, આચારવંત અને આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા હોવાને કારણે બંને પુત્રો પણ સંયમી, ધીરગંભીર, આજ્ઞાવંત અને વિનયી હતા. બંનેમાંથી કોઈને પણ એક નાનું સરખું પણ વ્યસન નહોતું. તેઓ માનતા હતા કે જુગારથી માનવી કર્તવ્યભ્રષ્ટ થાય છે અને મદિરાપાનથી વિવેક અને બુદ્ધિભ્રષ્ટ, નાચ-ગાન કે પરાયી સીના રૂપદર્શનથી મહાપાપના ભાગીદાર બનાય છે. આમ, બંને ભાઈ સાત વ્યસનથી અને દુર્ગુણોથી દૂર જ રહેતા.
વાર્તાના અન્ય પાત્રોમાં નિમિત્તક, આશ્રમમાં વિદ્યાદાન દેનાર ગુરુદેવ, સમરસેન, કામાગિની ગણિકા, ગણિકાપુત્રી નંદિની વગેરેનું આલેખન ખૂબ સુંદર રીતે થયું છે. બંને પુત્રોના જેની સાથે વિવાહ થયા તે ક્રમશઃ સુશીલા અને સુરસુંદરી પણ પોતાના વ્યક્તિત્વ દ્વારા વાચકોના મન-મસ્તિષ્ક પર છવાઈ
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો જાય છે. આ બંને દેરાણી-જેઠાણી એકમેકથી તદ્દન વિરુદ્ધ પદ્ધતિ ધરાવતી હતી. સુશીલા તેના નામ પ્રમાણે જ ગુણો ધરાવતી સજજન પ્રકૃતિની હતી. જયારે સુર તેના નામ પ્રમાણે ભોગ-વિલાસમાં રાચનારી, અન્યના કહેવાથી દોરવાઈ જનાર સ્ત્રી હતી. ભીમસેન તથા હરિષણને ગૃહસ્થાશ્રમમાં મોકલ્યા બાદ માતા-પિતાએ સંયમમાર્ગે પ્રયાણ કર્યું. ભીમસેનને બે પુત્રો થયા - દેવસેન અને કેતુસેન.
અત્યાર સુધી સુખરૂપ ચાલતી જીવનનૈયાને અચાનક એક વંટોળ આવી ધ્વંશ કરી ગયો. અત્યાર સુધી રાજા ભીમસેન અને સેનાધ્યક્ષ હરિષણ એક મગની બે ફાડની જેમ જીવતા હતા, પરંતુ સુરસુંદરીએ હરિષણની કાનભંભેરણી કરી ત્યારથી ભીમસેન પર દુઃખના વાદળો ઘેરાયા. અચાનક ભીમસેનને જીવ બચાવવા રાજમહેલ છોડી પત્ની અને બે પુત્રો સાથે ભાગવું પડ્યું. ગામ-ગામ અને નગર-નગરની ઠોકરો ખાતા બંને પતિ-પત્ની અને પુત્રોને ઘણું દુઃખ સહન કરવું પડ્યું. પૂર્વકૃત કર્મોના ઉદય સવળું કરેલું પણ અવળું પડવા લાગ્યું. અનેક વિપત્તિઓ વચ્ચે ઘેરાયેલા હોવા છતાં પતિ-પત્નીએ ધર્મની શ્રદ્ધા લેશમાત્ર ચલિત ન થવા દીધી. બૂરા કર્મોનો વિપાક જાણી શાંતિથી જિંદગી પસાર કરતા હતા. એકબીજાના સુમધુર સંગાથમાં પર્વત જેવડા દુ:ખોને પણ રાઈ જેવડા બનાવવાની શક્તિ છે, તે તેમના સહવાસે સાબિત કર્યું. પ્રેમ-વિશ્વાસ, પરસ્પર પાત્રો વચ્ચેની શુભ ભાવના, આવેલા દુઃખોને વામણા બનાવી દે છે, પરંતુ આ સુખ પણ ભાગ્યદેવીને મંજૂર ન હોય તેમ, અશુભ કર્મોના ઉદયથી ભીમસેનની મતિ બગડી અને તે કાંઈક પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી પત્ની-પુત્રોને ઊંઘતા મૂકી દૂર દેશાવર ચાલ્યો ગયો. આ પછી બંને પર કેટકેટલી વિપત્તિઓ
- ૮૮
૮૯
Page #47
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આવી. સંકટોનો સામનો કરતા હાર્યા ત્યારે નબળી પળે આત્મઘાતનો વિચાર પણ કર્યો, પરંતુ દૈવયોગે બચી ગયો.
દુઃખનો વિપાક પૂર્ણ થતાં ધીમે ધીમે બધા સુખો સામે આવીને પાછા મળ્યા, જે હરિષણે ભાઈની હત્યા કરી પોતે રાજય પડાવી લેવાનો કારસો કર્યો હતો તેણે પણ વાસ્તવિકતા જાણતા પશ્ચાત્તાપ કર્યો. આ બધી બાબતોની જડરૂપ રાણી સુરસુંદરીને પિયર વળાવી, પોતે ભાઈની પાસે ગયો. તેનું ભવ્ય સ્વાગત કરી પાછા લાવ્યો, પરંતુ સંસારની આવી વિચિત્ર પરિસ્થિતિઓએ તેમના મનમાં રહેલી સંયમ અને ત્યાગની ભાવનાને જગાડી બળવત્તર બનાવી. ભાઈને કરેલા અન્યાય બદલ સદાય ડંખતા હૃદયે ભાઈ – ભાભીને પુનઃ રાજય સોંપી સંયમમાર્ગે પ્રયાણ કર્યું. સુરસુંદરીએ પણ સાચી વાત સમજી પતિની પાછળ સંયમમાર્ગે જ આગળ વધવા નિશ્ચય કર્યો. પોતે કરેલા પાપોનું શુદ્ધ હૃદયે પ્રક્ષાલન કરવા તે કટિબદ્ધ બની. ભીમસેને થોડા વર્ષ રાજધુરા વહન કરી પરંતુ બંને પુત્રો યુવાન થતાં દેવસેનનો રાજયાભિષેક કરી, કેતુસેનને યુવરાજપદ સોંપ્યું. બંને પુત્રોને ખાનદાન કુળની રાજકન્યાઓ સાથે પરણાવી. યોગ્ય સમયે હરિષણમુનિ પાસે ભીમસેને તથા સુરસુંદરી આર્યાજી પાસે સુશીલાએ સંયમમાર્ગ અંગીકાર કર્યો.
આ સમગ્ર કથાનકમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી છે તે એ કે એક નારી ધારે તો આ ધરતી પર સ્વર્ગ ઉતારી શકે છે અને નહિ તો સ્ત્રીચરિત્ર દ્વારા અનેકોના જીવન બરબાદ કરી આ ધરતી પર જ નરકનો અનુભવ કરાવી શકે છે. સુરસુંદરીનું પાત્ર એક ઘરને વેરાન બનાવી દે છે. જયારે સુશીલાનું પાત્ર સ્ત્રીને વિશ્વાસ, ધર્મમાં ઊંડી શ્રદ્ધા અને નિશ્ચયના બળ દ્વારા દુઃખમાં પણ હામ ન હારવાની સુંદર પ્રેરણા આપે છે.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોસદ્ધોધના સ્પંદનોઃ
કથાસાહિત્ય દ્વારા તત્ત્વની અઘરી વાતોને પણ સરળતાથી રજૂ કરી લોકો સમક્ષ મૂકવામાં આવે તો આબાલવૃદ્ધ તેને હોંશે હોંશે આવકારે છે. વાર્તાની અટપટી ગૂંથણી દ્વારા રહસ્ય અને જિજ્ઞાસા ઉત્પન્ન કરી વાચકવર્ગને આટાપાટા ઉકેલવાની આંટીઘૂંટી સમજાવી શકાય છે. આ રીતે એક સબોધ આપી વાચકોને સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપી શકાય છે.
પ્રસ્તુત કથાનક ‘વેળા વેળાની વાદળી’ દ્વારા લેખકે જૈનદર્શનના કર્મસિદ્ધાંતને લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. કર્મનો સિદ્ધાંત ગહન અને અઘરો હોવા છતાં જો તેને સરળ રીતે લોકો સમક્ષ મૂકવો હોય તો પ્રથમ તેને બરાબર સમજવો પડે. આ કથાના ચિંતન-મનન દ્વારા ખ્યાલ આવે છે કે લેખકે જૈન ધર્મના સિદ્ધાંતોને, રહસ્યોને મૂળમાંથી સમજીને હૃદયસ્થ બનાવ્યા છે. “કર્મ જેવા કરીએ તેવા જ ફળો કર્મના કરનારને મળે છે,” એટલું જ નહિ કરેલાં કર્મોને ભોગવ્યા વિના છૂટકો જ નથી.” આ બંને બાબતોને તેમણે ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. જો કર્મો કરેલા હોય તે ભોગવવાના જ હોય તો પછી હસતા હસતા જ ભોગવી લઈએ એ બાબતનું સુશીલાના પાત્ર દ્વારા આબેહૂબ ચિત્રણ કર્યું છે. કરેલા કર્મો તીર્થકરોને પણ છોડતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો ગમે તેવા ચમરબંધીને પણ કરેલા કર્મો ભોગવ્યા વગર છૂટકો જ નથી, પરંતુ જો કર્મના આ સિદ્ધાંતને યોગ્ય રીતે સમજી લીધો હોય તો ભોગવતી વખતે હાય-વોય અને હૈયાપીટને બદલે ધર્મધ્યાન તરફ મન આસાનીથી વળી જાય છે. ભીમસેન એક સમર્થ રાજવી હોવા છતાં કર્મોદયે તેને જંગલમાં ભટકતો કરી દીધો, એટલું જ નહિ પોતાની પ્રાણપ્રિય પત્ની અને કલેજાના ટુકડા જેવા સંતાનોનો ત્યાગ કરવા પણ મજબૂર કરી દીધો. આ
૯૧
Page #48
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો બાબત જ નમ્રતા, મૈત્રીભાવ અને ઋજુતા વધારે છે. માનવીને દુ:ખ સહન કરવાની શક્તિ આપે છે. પાપભીરુ બનાવે છે. કારમાં દુ:ખો પડે ત્યારે ધર્મ તરફ ઉદાસીનતાને બદલે ધર્મશ્રદ્ધાને વધારે ગહન કરે છે, જેથી પુણ્ય બંધાતા પુણ્યોદયે પાપ કપાય છે.
ભીમસેન અને સુશીલા ભયંકર પાપોદયમાં પણ ટકી શક્યા હોય તો તેની પાછળ તેમની ધર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા રહેલી છે. આવેલા કમના ઉદયને તેમણે હસતા-હસતા ભોગવી, તમામ કર્તવ્યો પૂર્ણ કરી છેલ્લે જે કાર્ય સાધવાનું છે - મોક્ષ મેળવવાનો છે – તે મેળવવા સંયમમાર્ગે પ્રયાણ આદર્યું. તેના દ્વારા લેખક એક જીવનપદ્ધતિનું ચિત્રણ વાચક સમક્ષ મૂકે છે. કથાનું હાર્દઃ
આ કથામાંથી મળતા બોધ વિષે આગળ આપણે જોયું. કથાનું હાર્દ એ છે કે ત્યાગ દ્વારા જ આત્માનું શ્રેય થાય છે. ત્યાગ વગર મુક્તિ નથી. મુક્તિ વગર શાશ્વત સુખની પ્રાપ્તિ નથી. આત્માની સમગ્ર શક્તિઓને વિકસાવનારું કોઈ ચિરંજીવ ઔષધ હોય તો તે કેવળ ત્યાગ છે. પોતે પણ સંસાર ત્યાગીને જૈન સાધુ થતાં થતાં સહેજમાં રહી ગયા હતા, જેનું દુઃખ જિંદગીભર ચાલ્યું. પરિણામરૂપે દૂધપાક ન ખાવાની પ્રતિજ્ઞા આજીવન નિભાવી. ત્યાગનો મહિમા તેમના અંતઃકરણમાં સમાઈ ગયો હતો. આથી જ તેમના આ એક પુસ્તકમાં જ નહિ પરંતુ તેમની મોટાભાગની નવલકથાઓમાં વર્ણવ્યો છે. સંયમ અને ત્યાગ દ્વારા કર્મોની નિર્જરા કરી આત્મકલ્યાણ સાધવું એ માનવજીવનનું લક્ષ્ય હોવું જોઈએ. આ જ વાત તેમણે નવલકથાઓ દ્વારા જનસમૂહ સમક્ષ મૂકી છે.
બાકી નવલકથાની સમગ્ર શૈલી પ્રવાહબદ્ધ હોવાથી વાચકને જકડી રાખી શકે છે. આવી જ તેમની બધી જ નવલકથાઓને જબ્બર લોકપ્રિયતા
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોમળી છે. ધામીજીની પાત્રાલેખનની કલા અદ્ભુત છે, મંગલ દૃષ્ટિ છે. તેજસ્વી લેખિની છે. જૈન સંસ્કૃતિ જે સમસ્ત સંસારની મંગલમયી માતા છે તેનો એક સંસ્કારશીલ સતુપુત્ર પોતાની તેજીલી કલમે, મૃદુ-મધુર શૈલીએ, ભવ્ય ભાષાવૈભવ દ્વારા તથા ઈતિહાસને વાસ્તવિક રૂપમાં રાખીને જે રીતે ગૌરવ ગાથાઓનું સર્જન કરીને સમગ્ર માનવસમાજને “જાગતા રહેજો” નો ભવ્ય સંદેશો આપે છે તે ખરેખર અજોડ છે. આવા મહાન સાહિત્યકાર અને તેમના દરેક સર્જનને સો સો સલામ. ઉપસંહાર :
સાહિત્ય એ સમાજનો પ્રાણ છે, સમાજની આરસી છે, સમાજની ભાવના અને જ્ઞાનની સાચી સંપત્તિ છે. સમાજના લોકોના ઘડતર માટે જ્ઞાનનો પ્રકાશ ફેલાવી, સાચી દિશા બતાવનાર, સદ્ગુણનો વિકાસ કરનાર, ન્યાયનીતિ અને પ્રામાણિકતાની શિક્ષા આપનાર સાહિત્યની જરૂર પડે છે. આવું સાહિત્ય અને તે પણ વિપુલ પ્રમાણમાં સર્જન કરી સમાજ, શાસન અને જન-જનને સમર્પિત કરનાર, સાહિત્ય ગગનના તેજસ્વી તારક ધામીજીએ જે જે ક્ષેત્રમાં કામ કર્યું ત્યાં ત્યાં પોતાનું નામ પણ ઉત્તમ રીતે ઉજ્જવળ કર્યું. એ જ બાબત એક સમર્થ લેખક હોવાનો પુરાવો છે. બહુમુખી પ્રતિભાસંપન્ન, બાહોશ અને નીવડેલા લેખક એવા ધામીજીનું યોગદાન સાહિત્યક્ષેત્રે જે છે તે તેમને સદીઓ સુધી લોકહૃદયમાં જીવંત રાખશે. ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જક વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામીને ફરી ફરી સો સો સલામ.
(રાજકોટ સ્થિત પારુલબેન જૈનદર્શનના અભ્યાસુ છે. જૈનશાળા અને જૈન શિક્ષણ સાથે સંકળાયેલા તેમના ચાર પુસ્તકો પ્રગટ થયા છે. તેમના નિબંધને મુંબઈ જૈન પત્રકાર સંઘનો ઍવોર્ડ પ્રાપ્ત થયો છે.)
૯૩.
Page #49
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
સગર ચક્રવર્તી - જીવનચરિત્ર - એક અધ્યયન અને કથામાં
આધ્યાત્મિકનિરૂપણ
- જસવંત ધનજીભાઈ શાહ
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો એટલે ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળભદ્ર. એટલે આ ગ્રંથમાં વર્તમાન કાળના આ ભરતક્ષેત્રના ૬૩ શલાકા પુરુષોના જીવનચરિત્રોનું વર્ણન ઉપલબ્ધ છે. આ ગ્રંથના ગુજરાતીમાં ભાષાંતર કર્તા (4) શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈ છે. પ્રકાશનકર્તા શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ - ૩૮૦૦૧. (૫ મી આવૃત્તિ – ૨OO૬)
વર્તમાનકાળના ૧૨ ચક્રવર્તીમાં પ્રથમ ચક્રવર્તી – જે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી હતા. દ્વિતીય ચક્રવર્તી – સગર ચક્રવર્તી - તીર્થકર શ્રી અજિતનાથના સમયમાં થયા હતા.
અત્રે એ પણ ઉલ્લેખ કરવો અનુચિત નહીં ગણાય કે મહાભારતની કથાઓમાં પણ સગર ચક્રવર્તીનો ઉલ્લેખ જોવા મળે છે.
સગર ચક્રવર્તીનું જીવનચરિત્ર આ ગ્રંથમાં બીજા પર્વના સર્ગ ૪, સર્ગ ૫ અને સર્ગ ૬ માં એમ ત્રણ સર્ગમાં સંકલિત કરવામાં આવેલ છે. સર્ગ ૪ માં ચક્રવર્તીના દિગ્વિજયનું તથા તેમના અભિષેકનું વર્ણન છે. સર્ગ ૫ માં સગર ચક્રવર્તીના પુત્રોનું તીર્થરક્ષા નિમિત્તે થયેલ નિધનનું વર્ણન છે અને સર્ગ ૬ માં શ્રી અજિતનાથ સ્વામી તથા સંગર ચક્રવર્તીની દીક્ષા અને કેવળજ્ઞાન પ્રાપ્તિનું વર્ણન છે. સગર ચક્રવર્તીનું જીવન ચરિત્ર અતિ સંક્ષેપમાં કાંઈક આ પ્રમાણે વર્ણવી શકાય:
ઉપર જણાવ્યા પ્રમાણે ગ્રંથના પર્વ ૨ ના સર્ગ ૪ થી વિશેષરૂપે સગર ચક્રવર્તીના ચરિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સર્ગમાં સગર ચક્રવર્તીના છ ખંડ પરના વિજય - દિગ્વિજયનું ખૂબજ સુંદર વર્ણન કરવામાં આવેલ છે.
સગર રાજાના શસ્ત્રમંદિરમાં સુદર્શન નામે ચક્રરત્ન ઉત્પન્ન થયું. આ ચક્રનું વર્ણન પર અત્યંત આલંકારિક અને સૌમ્યભાષામાં કરવામાં આવ્યું છે.
નમ: સિદ્ધભ્ય: જ્ઞાતા જ્ઞાન તથા સેયં દ્રષ્ટા દર્શનદેશ્યભુ: | કર્તા હેતુઃ ક્રિયા યસ્માત તસ્મ જ્ઞાણ્યાત્મને નમઃ //
સર્વજ્ઞ વીતરાગ દેવને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદન આપ સર્વમાં શક્તિરૂપે વિરાજમાન આત્મા પરમાત્માને મારા પ્રણામ
જૈનદર્શનમાં ત્રિષષ્ટિ શલાકા પુરુષના જીવનચરિત્રનો ઉલ્લેખ જોવા મળે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યલિખિત ગ્રંથ આ વિષયનો અગ્રગણ્ય ગ્રંથ છે. ત્રિષષ્ટિ એટલે ૬૩ ત્રેસઠ - શલાકા એટલે ઉત્તમ - અર્થાત્ ત્રેસઠ ઉત્તમ પુરુષોના જીવનચરિત્રોનું આલેખન કરતો આ ગ્રંથ છે. જૈનદર્શન પ્રમાણે આ ત્રેસઠ ઉત્તમ પુરુષો પ્રત્યેક અર્ધચક્રકાળમાં હોય છે. આ ત્રેસઠ પુરુષો
૯૫
Page #50
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
દા.ત. તે ચક્રની ધારા સુવર્ણમય હતી. તે ચક્ર નાંદીઘોષ સહિત હતું. ચંદનના વિલેપનવાળું હતું – એક હજાર યક્ષોથી અધિષ્ઠિત હતું.... ઈત્યાદિ. તે ચક્ર જોઈને આયુધાગારના ઉપરી પુરુષે તેને નમસ્કાર કર્યા. પછી હર્ષવંત થઈને સત્વરે રાજાને તે અંગે આદરપૂર્વક નિવેદન કર્યું. આ સાંભળીને રાજાએ તેને પારિતોષિકરૂપે અંગ પર રહેલાં સર્વ આભૂષણો તત્કાલ આપ્યા. રાજા સગર પછી વિવેક સહિત તે ચક્રનું ઉચિત વિધિથી પૂજન કરે છે. તે પછી સગર રાજાને દિગ્યાત્રાનો વિચાર આવ્યો અને મંગલ મુહૂતૅ ગજરત્ન ઉપર આરૂઢ થયા અને સેનાપતિ અશ્વરત્ન ઉપર બેસી, હાથમાં દંડરત્ન લઈને રાજાની આગળ ચાલ્યો. આખી સેનાનું વર્ણન પણ આબેહૂબ છે. આખી યાત્રાનું વર્ણન લગભગ ૧૨ પાનાં ભરીને છે.
યથા સ્થળે રાજા અઠ્ઠમ તપ કરે છે અને આવશ્યકતા પ્રમાણે ચારે પ્રકારની રાજનીતિ – શામ, દામ, ભેદ અને દંડ વડે દિગ્વિજય પ્રાપ્ત કરે છે. ચારે દિશાઓનું તેમજ માગધતીર્થ, વરામતીર્થ અને પ્રભાસતીર્થનું તેમજ મિસ્રાગુફાનું વર્ણન કરવામાં આવેલ છે. જરૂરત પ્રમાણે અષ્ટાક્ષિકાપર્વના ઉત્સવો પણ કર્યા. પૌષધાગારમાં જઈને પૌષધ કર્યું પછી સ્રી-રત્ન સહિત
પાછા આવ્યા.
પંચમ સર્ગમાં સગર ચક્રવર્તીના પુત્રોનું તીર્થરક્ષા નિમિત્તે થયેલ નિધનનું વર્ણન છે. સર્ગના પ્રારંભમાં તીર્થંકર ભગવાન શ્રી અજિતનાથસ્વામી સાકેતનગરમાં આવીને સમસર્યા અને તે ધર્મસભામાં વૈરાનુબંધવાળા બે જીવો – પૂર્ણમેધ અને સુલોચન આવેલ હતા. સગર ચક્રવર્તીએ પ્રભુને બેના વેરનું કારણ પૂછ્યું. ભગવાને સવિસ્તારપૂર્વક કારણ જણાવ્યું. તે બન્નેના પૂર્વભવ પણ જણાવ્યા. બાદમાં સગર ચક્રવર્તીએ સહસ્ત્રલોચન પ્રત્યે સ્નેહ થવાનું
૯૬
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
કારણ પણ ભગવાને પૂછ્યું. ઉત્તરરૂપે ભગવાને સવિસ્તર પૂર્વભવનું કથન કર્યું.
ત્યારબાદ સગર ચક્રવર્તી તેમની ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે ઈન્દ્રની જેમ અંતઃપુરમાં રતિક્રીડા કરવા લાગ્યા. આમ વિષયસુખ ભોગવતા તેમને જદ્દુકુમાર આદિ સાઠ હજાર પુત્રો થયા. યોગ્ય કાળે યૌવનને પ્રાપ્ત થયા. અનેક કળા અને વિદ્યાઓમાં કુશળ થયા. એક દિવસે બળવાન કુમારોએ રાજ્યસભામાં સગર ચક્રવર્તી પિતાને ખૂબજ નમ્રતાપૂર્વક અને વિવેક અને વિનયપૂર્વક નિવેદન કરતા જણાવ્યું કે પરાક્રમને યોગ્ય સર્વકામ કર્યા છે. અમારે હવે તેવું કશું જ કરવાનું બાકી નથી. આથી અમે વિહાર કરવા ઇચ્છીએ છીએ. પછી પ્રયાણ વખતે મંગલસૂચક દુંદુભિ વગડાવ્યા. કાળયોગે તે સમયે અશુભ શુકન પણ થયા. અનેક પ્રકારના અપશુકનના વર્ણનનો ઉલ્લેખ છે.
સર્વે પુત્રો ત્યાંથી ચાલ્યા. કેટલાક ઉત્તમ હાથી પર, તો કેટલાક સુંદર અશ્વ પર તો કેટલાક રથમાં બેઠા. બધાએ મુગટ પહેર્યા હતા અને ઈન્દ્ર સમાન શોભતા હતા. યાત્રાનું વિસ્તૃત વર્ણન છે. અનુક્રમે ફરતા ફરતા પુણ્યસંપત્તિના સ્થાનરૂપ અષ્ટાપદ પર્વતની સમીપે આવી પહોંચ્યા. અષ્ટાપદ પર્વતનું સુંદર અને વિસ્તૃત વર્ણન કરેલ છે. ભરત ચક્રવર્તી દ્વારા નિર્માણ કરાયેલ સિંહનિષદ્યા નામના ચૈત્યનો ઉલ્લેખ છે, જેમાં ઋષભસ્વામી અને પછી થનારા બીજા ત્રેવીસ તીર્થંકરોનાં બિબો નિર્દોષ રત્નોથી પોતપોતાના દેહપ્રમાણ, સંસ્થાન, વર્ણ અને લાંછનવાળા વિધિ પ્રમાણે કરાવેલા છે તેમ જણાવેલ છે. તે બધાએ સરખી શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા. ભક્તિ, પૂજા, આરતી ઈત્યાદિનું ખૂબજ સુંદર મનમોહક રસપ્રદ વર્ણન છે. ઋષભસ્વામીની સ્તુતિ કરી અને
૯૭
Page #51
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ભરતચક્રીના ભ્રાતાઓનાં પગલાંઓની વંદના કરી. ભરત ચક્રવર્તીએ આ પર્વતની ચોતરફ આઠ આઠ પગથિયા કરાવેલા તેથી તે અષ્ટાપદ નામે પ્રસિદ્ધ થયા. બાદમાં સગરપુત્રોને તે તીર્થ રક્ષાનો વિચાર આવ્યો અને દંડરત્ન વડે ચોતરફ હજાર યોજન ખાઈ ખોદાવી. આથી ત્યાંના નાગદેવતા કોપાયમાન થયા. સગરપુત્રોએ તેમને શાંત કર્યા. પછી સગરપુત્રોમાંના જયેષ્ઠ પુત્ર જહુએ ત્યાં દેડરત્નનો ઉપયોગ કરી ત્યાં ગંગાનદીનું પાણી વળાવ્યું. તેથી તે ‘જાન્હવી' કહેવાઈ. નાગકુમારોના મંદિરો જળથી પુરાઈ ગયા. તેથી નાગકુમારોએ ત્યાં ઘાસ મૂકી અગ્નિ પ્રગટાવી અને તેમાં સર્વે સાઠ હજાર સગરપુત્રો બળીને ભસ્મીભૂત થયા.
ષષ્ઠ વર્ગમાં સગર ચક્રવર્તીની દીક્ષા અને કેવળજ્ઞાનનું વર્ણન છે.
સાઠ હજાર સગરપુત્રોની સાથે ગયેલા અનુચરો - સેવકો કલ્પાંત કરે છે. આવા દારૂણ સમાચાર રાજનને કયા મોઢે કેવી રીતે આપવા તેની વિમાસણમાં હતા ત્યાં ભગવાધારી એક બ્રાહ્મણ આવે છે અને રસ્તો બતાવે છે. તે બ્રાહ્મણ વિવિધરૂપે રાજન પાસે જાય છે અને અનેક રૂપકાત્મક શૈલીએ આ ઘટનાને સચોટ વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેમ રજૂ કરે છે. “પૂર્વવિધિથી પરોક્તવિધિ જેમ બળવાન છે તેમ સર્વે થકી વિધિ - (કર્મ) બળવાન છે.” સગરચક્રીને વૈરાગ્ય જાગ્યો. પૌત્ર ભગીરથને રાજય આપી દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ધાર કર્યો. તે વખતે અજિતનાથ પ્રભુ ત્યાંના ઉદ્યાનમાં સમસર્યા હતા. સગર ચક્રવર્તીએ દીક્ષા ગ્રહણ કરી સગરમુનિ બન્યા. સંસારના ચૌદ રત્ન ત્યાગી ધર્મના ત્રિરત્નધારી બન્યા. અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને અંતે નિર્વાણ પામ્યા.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો અધ્યાત્મનિરૂપણ અને સાંપ્રત જીવનમાં આમાં પ્રગટ થતો બોધઃ
સૌ પ્રથમ તો પ્રારંભમાં જ શસ્ત્ર મંદિર શબ્દપ્રયોગ અત્યંત વિનયસૂચક છે. શસ્ત્ર પ્રત્યેનો આદર દર્શાવે છે. ચક્રવર્તી પણ ચક્રની પૂજા કરે છે. આ ચક્રવર્તી સમ્યફષ્ટિ જીવ છે. તે અજીવ ચક્ર - આયુધની પૂજા કરે છે તે કર્તવ્યપરાયણ છે. તેથી આવી ક્રિયાને એકાંતે મિથ્યા ન કહી શકાય. ગુફાના દ્વાર ખોલાવવા માટે તેના પાલક - ધારક દેવની આરાધના અઠ્ઠમ તપથી કરે છે. આ પણ કર્તવ્યપરાયણતા છે. તેને પણ એકાંતે મિથ્યા ન કહી શકાય. તો આવી જ રીતે જૈન શ્રાવક પૂજન - ચોપડાપૂજન કરે છે કે જેમાં આગમમાં સ્થાન પામેલા ઉચ્ચ કોટિના જીવોના નામ આદર સહિત અંકિત કરવામાં આવે છે તેને એકાંતે મિથ્યાત્વ ન ગણવું જોઈએ. તે તો શ્રાવકની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને મંગલ સૂચક છે. તે તો ચોપડાનું મંગલાચરણ છે.
બીજું જોઈએ તો વાસ્તવમાં કે જેને આજના સમયમાં આપણે “જૈન ધર્મ” ના નામથી ‘અહિંસા પ્રધાન ધર્મ' કહીએ છીએ તે તો ખરેખર તો ‘વીર’ નો ધર્મ છે કે જે સમયાનુસાર વીરતા પણ દાખવી શકે. “હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ.” એટલે જ તો “ક્ષમા વીરસ્ય ભૂષણમ્.” ધર્મતીર્થના રક્ષણ કાજે ૬૦,OOO સાઠ હજાર રાજપુત્રો – બંધુઓ વીરગતિને પામ્યા. “ધર્મેશૂરા - કર્મેશૂરા” ધર્મ – ધર્મતીર્થના ત્રાણ - રક્ષણાર્થે બલિદાન દેવાની હિંમત જરૂરી છે.
સાઠ હજાર પુત્રોના મૃત્યુના અત્યંત આઘાતજનક સમાચાર સગર ચક્રવર્તીને જણાવવા માટે જયાં તેમના અનુચરો – સહયાત્રીઓ અસમર્થ હતા તે વેળાએ એક ભગવાધારી બ્રાહ્મણની ઉપસ્થિતિ વિચારણીય છે. આ બ્રાહ્મણ પોતાની વિદ્યા અને કુનેહ થકી ચક્રવર્તીને કે અત્યંત આઘાતજનક સમાચાર કે
Page #52
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો કરી શકાય. તેમાંથી તો માત્ર બોધપાઠ જ લેવો જોઈએ. તેમાં બૌદ્ધિક દલીલ કે તર્ક ન ચલાવવા જોઈએ. પ્રત્યેક મોક્ષગામી જીવ પોત પોતાના કર્મો પ્રમાણે જ જીવન વ્યતીત કરે છે. સર્વજ્ઞના જ્ઞાનની અપેક્ષાએ આ કથન છે. અજ્ઞાની કે છબસ્થ જીવ તો કશું જ જાણતો નથી. તેથી તેણે તો શ્રદ્ધા જ કરવી જોઈએ. કારણ કે વાસ્તવિક કાર્ય-કારણ ભાવ કે નિમિત્ત – ઉપાદાન કારણ કે નિમિત્ત - નૈમિત્તિક ભાવ પણ કેવળીગમ્ય છે. છદ્મસ્થ માત્ર પોતાના કર્મોના ક્ષયોપશમ પ્રમાણે અનુમાન કે ધારણા જ કરે છે.
આ લખાણમાં અલ્પજ્ઞતાને કારણે વીતરાગ સર્વજ્ઞની વાણી કે આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું જણાય તો તે બદલ અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહું છું.
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો જે સાંભળતાં જ કોઈપણ હોંશ ખોઈ બેસે અને કદાચ પ્રાણઘાતક પણ બની શકે તેવા સમાચારને રાજાને પ્રબળ વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તે રીતે રજૂ કરે છે તે ખરેખર દાદ માંગે છે. આ વ્યવહારકુશળતાનો ઉત્તમ દાખલો છે.
જેમ કે કુશળ વૈદ્ય રોગીની નાડ પારખીને દવા - ઔષધ આપે, દરેકને કાંઈ એકસરખી દવા ન આપે તેમ આ ભગવાધારી બ્રાહ્મણે અલગ અલગ રૂપ રજૂ કરી રાજાને સમાચાર આપ્યા. નોંધવા જેવી બાબત તો એ છે કે તે ભગવાધારી બ્રાહ્મણના નામનો કોઈ જ ઉલ્લેખ નથી. ચક્રવર્તી પુત્રોના શોક વિલાપ કરતાં દરેક રત્નને મનોમન પૂછે છે કે તેમની અગાધ શક્તિઓ ક્યાં ગઈ ? “કાબે અર્જુન મારીઓ એ જ ધનુષ એ જ બાણ.” સગર ચક્રવર્તીના પૌત્ર ભગીરથે ગંગાના પ્રવાહને પૂર્વસાગરમાં વાળ્યો, તેથી તે ભાગીરથી કહેવાઈ. પત્ર ભગીરથે તેના મૃત પિતા અને કાકાઓના અસ્થિ ગંગામાં ક્ષેપન કર્યા. આ પ્રકારની પ્રથા ઘણા લોકોમાં હજી પ્રવર્તમાન જોવા મળે છે. ભગીરથ પણ પ્રવજયા ગ્રહણ કરવા જણાવે છે ત્યારે સગર ચક્રીએ કરેલ કથન પણ મનન કરવા યોગ્ય છે. “પુત્રને રાજય આપી પછી દીક્ષા લેજો.”
આમ, સમગ્રરૂપે જોતાં આ કથાનકમાંથી આદર્શ ધર્મ, વિનયશીલતા, વિવેક અને વ્યવહાર કુશળતા વગેરેનો બોધ મળી રહે છે.
સાથે સાથે આ કે આવા અન્ય કોઈપણ તદ્દભવ મોક્ષગામી જીવોના કથાનક કે ચારિત્રનું પઠન કરતી વખતે એક વાત લક્ષમાં રાખવી એ જરૂરી છે કે તે તેમના ચરમભવમાં તેમના દ્વારા થયેલ ક્રિયા તેમને માટે બંધનું કારણ નથી બનતી, પરંતુ તે ક્રિયાઓ નિર્જરાના કારણ હોય છે. તે ભવમાં તો તેવા આત્માઓને શેષ કર્યો કે જે ભોગાવલી કર્મો તરીકે પણ જાણીતા છે તે પ્રમાણે જ તેમનો તે ભવ વ્યતીત થાય છે. માટે તેમના તે જીવનકાર્યનું અનુકરણ ન
- ૧૦૦
(વાપી સ્થિત જસવંતભાઈ એન્જિનિયર છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને જૈન સાહિત્યના અભ્યાસુ છે.)
૧૦૧
Page #53
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
૧૩
ઈલા અલંકાર કથામાં સબોધના સ્પંદનો
- ડૉ. રતનબેન ખીમજી છાડવા
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોબહોળો પરિવાર હોવા છતાં તેમણે સંવત ૧૯૯૪ માં સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. પાસે બગસરામાં દીક્ષા અંગીકાર કરી તપ સાધનામાં જોડાઈ ગયા. તપ સાધના સાથે સાથે તેમણે ઉત્કૃષ્ટ સાહિત્યનું સર્જન પણ કર્યું. લગભગ વીસેક ગ્રંથો લખ્યા, જેમાં ઋષભચરિત્ર જેવા મહાકાવ્યનો સમાવેશ પણ થયો છે. તેમજ મહાવીર સ્વામીના જીવન વિષે નાના-મોટા કાવ્યોની પણ રચના કરી છે. આ ઉપરાંત ધર્મક્ષેત્રે ઉપાશ્રયોના નિર્માણના પ્રેરણાદાતા તો બન્યા જ છે.
પરમ દાર્શનિક પૂજ્ય જયંતમુનિ મ.સા. નું જીવનકવન : પૂજય શ્રી જગજીવન મ.સા.ના સંસારી પુત્ર ‘જકુ' પિતાશ્રીને પગલે અનુસરી સં. ૧૯૯૯ માં વેરાવળ મુકામે ભગિની ચંપાબહેન સાથે ભાગવતી દીક્ષા લઈ ‘જયંતમુનિ' બન્યા. ત્યારબાદ વિશ્વની અનેક દાર્શનિક પરંપરાઓનો અભ્યાસ કર્યો. પૂર્વ ભારતના સંઘોએ તેમને પરમ દાર્શનિકનું બિરુદ આપ્યું. તેમણે પૂ. પિતાશ્રી જગજીવન મ. સાહેબે લખેલ સાહિત્યની વિવૃત્તિ, રસદર્શન લખ્યું. તેમજ અનેક વિષયોનું ગહન અધ્યયન કરી વિપુલ સાહિત્યનું સર્જન કર્યું. એમની પ્રેરણાથી પૂર્વ ભારતમાં આરોગ્ય, શિક્ષણ, ધર્મ, અધ્યાત્મનું કાર્ય કરતી અનેક સંસ્થાઓ ઊભી થઈ. પેટરબારમાં ચક્ષુચિકિત્સાલયની સ્થાપના કરી. ઝારખંડમાં નેત્રજયોતિ પ્રદાતા રૂપે પ્રસિદ્ધિ પામ્યા અને આદિવાસીઓના ‘બાબા’ બન્યા. આમ, પરમ પૂ. પિતા-પુત્રની જોડીએ સાચા અર્થમાં જૈન ધર્મ સાથે સેવાધર્મ પણ દીપાવ્યો છે.
ઈલા અલંકારના આ કથાનકમાં ઈલાયચીકુમારની પ્રતિભાના બંને પાસાંને ન્યાય આપી ઈલાયચીનું પાત્ર સજીવ કર્યું છે. એક તરફ ઈલાયચીની
ઈલાયચીકુમારના જીવનચરિત્ર આધારિત દિવ્ય કથાનકને ઉદયગિરિના યોગેશ્વર તપોધની પરમ પૂ. જગજીવન મ. સાહેબે કાઠિયાવાડી તળપદી ભાષામાં દોહા રૂપે ગૂંથી ‘ઈલા અલંકાર’ રૂપે પ્રસ્તુત કરી છે. કવિશ્રીએ આ કથાનકમાં ઈલાયચીકુમારની રાગથી વૈરાગ્ય તરફની યાત્રાનો અદ્ભુત ચિતાર આપ્યો છે. જ્યારે ગોંડલ ગચ્છના શિરોમણી પરમ પૂ. જયંતમુનિ મ. સાહેબે તેનું રસાળ વિવરણ કરી લોકભોગ્ય બનાવી છે. તેમજ સરળ ભાષામાં કામ-રાગ, માનવસંબંધોનો મોહ, કર્મની ફિલોસોફી જેવા ગહન વિષયો ઉપર પ્રકાશ પાડ્યો છે.
તપોધની પરમ પૂ. જગજીવન મ.સા. નું જીવનકવન : સૌરાષ્ટ્રના ગિરપ્રદેશના દલખાણિયા ગામના નગરશેઠ શ્રી જગજીવનભાઈ મડિયાના અંતરમાં પુણ્યયોગે ગૃહસ્થાશ્રમમાં જ વૈરાગ્યના બીજ રોપાઈ ગયા હતા.
- ૧૦૨.
- ૧૦૩
Page #54
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
ઉચ્ચ કોટિની ખાનદાની હોવા છતાં નટકન્યામાં મોહિત થવું, બીજી તરફ આ મોહનો ઉદ્વેગ પુનઃ ઉચ્ચ કોટિના કલ્યાણ સ્વરૂપે પરિણમે છે, પતનથી ઊર્ધ્વગમનની એક અદ્ભુત લીલાનું સર્જન બનાવ્યું છે.
કથાનકનો સંક્ષિપ્ત સાર :
ઈલાવર્ધન નગરીમાં ધનદત્ત નામના શ્રેષ્ઠી અને ધારિણી નામની તેમની
ભાર્યા રહેતા હતા. તેઓ બધી વાતે સુખી હતા. આ કોટ્યાધિપતિને ત્યાં પુત્રનો જન્મ થયો. તેનું નામ ઈલાયચીકુમાર રાખવામાં આવ્યું. અનુક્રમે કુમારે વિદ્યાભ્યાસમાં કુશળતા પ્રાપ્ત કરી યુવાનીના પ્રાંગણમાં પ્રવેશ કર્યો.
એકવાર કુમાર હવેલીના ઝરૂખામાં ઊભો હતો. ત્યાં તેની નજર માણેકચોકમાં ખેલ કરતી એક નટમંડળી ઉપર પડી. નટમંડળીમાં એક રૂપ રૂપના અંબાર સમી નટડી પણ હતી. તેની નૃત્યકળાની ભાવભંગિ, કામણગારા નેત્રો અને મનમોહક સ્મિત કુમારની આંખ અને અંતરમાં વસી ગયા. આ ઘટના કુમારના જીવનમાં ગજબનું પરિવર્તન સર્જે છે. નટડીના રૂપમાં મોહિત બની કુમાર પોતાની સૂઝ-બૂઝ બધું જ ગુમાવી કામવરથી પીડિત બન્યો. ગમે તેમ કરી દિવસ પૂરો કર્યો, રાત પડી. કુમાર અંધારામાં લપાતો-છુપાતો નટમંડળીની રાવટીમાં પહોંચી ગયો. ત્યાં જઈ આ શ્રેષ્ઠીકુમાર શેઠ મટીને એક ભિખારી બની નમ્રતાપૂર્વક નટરાજ પાસે તેમની કન્યાની માંગણી કરી. તેના બદલામાં લાખ સોનામહોર આપવા પણ તૈયાર થાય છે. ત્યારે પીઢ અને અનુભવી નટરાજ કુમારને સલાહ આપે છે કે ભાઈ ! અમે રહ્યા ગરીબ જાતિના સાધારણ માણસ અને તમે ઊંચી જાતના શ્રીમંત માણસ છો. માટે તમારો અને અમારો મેળ સંભવ નથી. તમે કોઈ કુળવાન કન્યાને પસંદ કરી
*૧૦૪
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
સંસાર માંડો. સમોવિયા ઘરના વર-કન્યા હોય તો તેની જોડી સુખી થાય. માટે તમે સાચે રસ્તે આગળ વધો.
કવિશ્રીએ અહીં નટરાજના માધ્યમથી સાધારણ જાતિમાં કેટલી નીતિમત્તા વર્તે છે અને માણસ ગંભીરભાવે વિચારે છે તેનું સુંદર વિવરણ કર્યું છે.
નટરાજનું મંતવ્ય સાંભળ્યા પછી પણ ઈલાયચી નિરાશ ન થયો, પરંતુ પોતાની આસક્તિને આધારે નટરાજને વારંવાર વિનવે છે અને પોતાનો દૃઢ સંકલ્પ પ્રગટ કરે છે કે હે નટરાજ ! હું પરણીશ તો આ નટકન્યાને જ. બીજી બધી કન્યાઓ મારા માટે બહેન સમાન છે. જ્યારે કુમાર આત્મહત્યા કરવાની ધમકી આપે છે, ત્યારે ન છૂટકે નટરાજે પોતાની નાતના નિયમ પ્રમાણે એક કડક શરત મૂકી કે, તમે એક કુશળ નટ બનો અને નવિદ્યાથી કોઈ રાજાને રીઝવી શકો તેવા ખેલ બતાવી ઈનામ પ્રાપ્ત કરો. પછી મારી કન્યાને તમારી સાથે પરણાવીશ. કુમાર તરત જ આ શરતનો સ્વીકાર કરે છે.
નટરાજ સાથે આ પ્રકારનો વાર્તાલાપ થતો હતો, ત્યારે નટકન્યા પણ જાગી જાય છે અને સૂતા સૂતા આખો સંવાદ સાંભળે છે. ત્યારે તેને પણ પોતાના રૂપ ઉપર ધિક્કાર આવે છે. પોતાનો દોષ માને છે કે મારા થકી જ શેઠ કુમાર મોહમાં ભરમાયા છે. ઈલાયચીની આસક્તિના પ્રત્યાઘાત તેના માતા-પિતા પર કેવા પડશે તેનો વિચાર કરી સ્વયં એક વેદનાનો અનુભવ કરે છે, તેમ જ બીજે દિવસે પોતાની સંગીતકળા વડે કુમારને સમજાવીશ એવું મનમાં નક્કી કરે છે.
આ બાજુ મોહવશ બનેલો કુમાર પોતાના માતા-પિતાની રજા લેવા જાય છે. માતા તો આ વાત સાંભળી આઘાતથી મૂર્છિત થઈ જાય છે. પિતા
૧૦૫
Page #55
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો
કુમારને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ઉચ્ચ કુળની અપ્સરા જેવી કન્યાઓ સાથે ધામધૂમથી લગ્ન કરાવી આપવાની લાલચ આપે છે, પરંતુ માતાની મૂર્છા કે પિતાની મૂક વેદના કુમારને પીગળાવી શકતી નથી. કર્મની ગતિ બહુ ગહન છે. જીવ માત્રને સારાનરસા સંજોગમાં મૂકે છે. જયાં કર્મની પ્રબળતા છે ત્યાં જીવાત્મા તેનો ચાકર બની જાય છે. ઈલાયચી પણ કર્માધીન બની મા-બાપને તરછોડી પોતાની કામના પૂરી કરવા નટમંડળી સાથે ચાલી નીકળે છે.
નટનું રૂપ ધારણ કરી કુમાર નટમંડળી સાથે ગામેગામ ભ્રમણ કરવા લાગ્યો. કુમાર અને નટકન્યા પરસ્પર પ્રેમના તંતુથી બંધાયા છે, પરંતુ સાંસારિક નિયમ પ્રમાણે લગ્નવિધિ ન થાય ત્યાં સુધી પોતાનો ધર્મ સંભાળીને ચાલે છે. સમય જતાં ઈલાયચી નટવિઘામાં કુશળ બની ગયો. તેની નટવિઘા જોઈને નટરાજ પણ સંતોષ અનુભવે છે. ફરતાં ફરતાં કુમાર નટમંડળી સાથે પોતાની જ નગરીમાં આવે છે. રાજાની આજ્ઞા લઈ ખેલ શરૂ કર્યો. આજે ઈલાયચીનો ઉત્સાહ અનેરો છે કારણ કે રાજાને રીઝવી ઈનામ મેળવી શરત પૂરી કરવાનો મોકો મળ્યો હતો. તેણે એક પછી એક શ્રેષ્ઠ ખેલ શરૂ કર્યા. જીવ સટોસટના ખેલ ખેલે છે, લોકો તાળીઓ પર તાળીઓ પાડે છે, વાહ, વાહના પોકારો થાય છે, પણ રાજા રીઝતો નથી. મોહની કેવી કરામત ! રાજા પણ તે જ નટકન્યા પર મોહ પામ્યો છે. રાજા વિચારે છે કે ક્યારે આ નટકાર દોરડા પરથી નીચે પડે અને મૃત્યુ પામે, જેથી આ સુંદર નટકન્યા મને મળે. જયારે કુમાર માટે રાજાનું આનંદિત થવું જરૂરી છે એટલે ફરીથી પાછો વધુ જોખમી ખેલ કરે છે. આમ તે ત્રણ ત્રણ વાર ખેલ કરે છે. દરેક વખતે જોખમની માત્રા વધતી જાય છે છતાં રાજા આનંદિત થતો નથી. બીજી તરફ નટકન્યા પણ આ
ત્રણ વખતના ખેલ પછી ખૂબજ આનંદિત બને છે અને તે કુમારના જીવના જોખમની ચિંતા કરે છે. વિધિની વક્રતા તો જુઓ ! એક તરફ રાણી અને અન્ય પ્રજાજનો આ નટકુમારના ખૂબ વખાણ કરે છે, પરંતુ રાજાનું મન રીઝયું નહીં. ત્રીજીવારના ખેલ પછી છેલ્લું અભિવાદન કરવા તે એકવાર ફરીથી દોરી પર ચડ્યો. ત્યારે સહુ કોઈ તેના સાહસના વખાણ કરવા લાગ્યા, પરંતુ ત્યાં જ જીવનમાં એકાએક અદ્ભુત પરિવર્તન આવે છે. જાણે ઈલાયચીનો પ્રબળ મોહનો અંત આવવાનું નિમિત્ત ઊભું થાય છે. | દોરી ઉપર ઊભેલા કુમારની નજર સામેની એક હવેલીના ચોકમાં જાય છે. ત્યાં એક રૂપ રૂપની અંબાર સમી યૌવનવંતી નાર મુનિ ભગવંતને આહાર-પાણી વહોરાવી રહી છે, પણ એ મુનિ તેની સામે ઊંચી આંખ કરીને જોતાં પણ નથી. મુનિની દૃષ્ટિ નીચી છે. રંભા જેવી સુંદર સ્ત્રીનું રૂપ પણ તેમના મનને જરાપણ વિચલિત કરી શકતું નથી. આ દેશ્ય જોતાં જ કુમારનો આત્મા જાગી ઊઠ્યો. કર્મવિપાક પૂરા થતાં મોહનો પડદો તૂટી ગયો, જ્ઞાન પ્રકાશિત થતાં જ શુદ્ધ ચિંતનની ધારા વહેવા લાગી.
ઈલાયચી પુત્ર વિચારે છે, એ હા હા ! ક્યાં આ મુનિનો ત્યાગ અને ક્યાં મોહની ખીણમાં મારું પગલું ! આ પુણ્યાત્મા ઘરબાર છોડી આત્મકલ્યાણમાં રમી રહ્યા છે, જયારે હું ઘરબાર છોડી કાદવમાં (મોહમાં) ફસાયેલો છું. આમ, પશ્ચાત્તાપની અગ્નિમાં તપતાં તપતાં ઈલાયચી કુમારના મનોભાવ ઊર્ધ્વદિશા તરફ ગતિ કરવા લાગ્યા. નીચે ઊતરી, મુનિને વંદન કરી, સંયમની અનુમતિ મેળવી, પંચમુષ્ટિ લોચ કરી ઈલાયચી મુનિ સંયમને પંથે ચાલી નીકળ્યા.
૧૦૬
- ૧૦૦
Page #56
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
આ દશ્ય જોઈ નટકન્યા પણ ઈલાયચી કુમારના પંથે ચાલવાનો નિર્ધાર કરી દીક્ષા અંગીકાર કરે છે, ત્યારે રાજા અને રાણી પણ સંસારથી વિરક્ત બની સંયમનો વેશ ધારણ કરે છે. આમ, ચાર ચાર આત્માઓ ચારિત્રના રંગે રંગાઈ એક પછી એક ગુણશ્રેણી ચઢતાં જાય છે. તેરમે ગુણસ્થાને પ્રવેશી કેવળજ્ઞાન, કેવળદર્શન પામી શાશ્વત સુખના અધિકારી બને છે. ઉપસંહાર ઃ
‘ઈલા અલંકાર’ આ ઐતિહાસિક કથાનકમાં ઈલાયચી કુમારનું રોમાંચક જીવનચરિત્ર માત્ર નથી, પરંતુ સદ્બોધની એક અદ્ભુત કથા છે. સાહિત્યિક તત્ત્વોથી સમૃદ્ધ એવી આ કથામાં નીતિબોધ, વ્યવહારિક બોધ, ધર્મતત્ત્વનું ચિંતન વગેરેનું નિરૂપણ સહજતાથી થયું છે, જે સાંપ્રત સમયમાં પણ ખૂબ ઉપયોગી છે.
કવિશ્રીએ આ કૃતિમાં કર્મની અકળ ગતિનું સ્વરૂપ સમજાવ્યું છે. મનુષ્યના મનને કારણે એની ગતિ બદલાય છે, પરંતુ એનું કારણ માત્ર મન નહિ પણ એના કર્મનું ફળ હોય છે. અર્થાત્ જે કાંઈ થાય છે તેમાં મનુષ્ય નહિ પરંતુ તેના કર્મ જ જવાબદાર હોય છે. સામાન્ય વ્યવહારમાં નિમિત્ત કારણને પ્રધાનતા અપાય છે, પરંતુ નિમિત્ત કારણો જેનું તેને ઉપાદાન કારણ હોય તે વ્યક્તિ પર પ્રભાવ પાથરે છે. ઉપાદાનની યોગ્યતા પ્રમાણે નિમિત્તનો પ્રભાવ પડે છે. નિમિત્ત કારણ પ્રત્યક્ષ દેખાય છે; જ્યારે ઉપાદાન કારણ પરોક્ષ ભાવે હોય છે, પરંતુ મનુષ્યની દૃષ્ટિ સ્થૂલ હોવાથી પ્રત્યક્ષને વધારે વજન આપે છે. નિમિત્ત કારણથી મોહની ઉદીરણા થાય છે, પરંતુ કર્મના પરિપાક અને ઉપાદાન કરણો જે રીતે ઉદ્ભવ્યા હોય તે રીતે જ નિમિત્તનું પરિણમન થાય છે. આમ,
- ૧૦૮
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
ઈલાયચી કુમારના પાત્ર દ્વારા કર્મની ઉદીરણા અને કર્મવિપાકનો સુંદર સદ્બોધ કરાવ્યો છે.
ઈલાયચી કુમારની પતન અવસ્થામાં પણ ઉચ્ચકોટિની નૈતિકતા જોવા મળે છે, જેના કારણે પ્રેમતત્ત્વનું સાચું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. પ્રેમની પૂર્વભૂમિકા મજબૂત હોય અને યોગ્ય રીતે પ્રેમનું ઘડતર થયું હોય તો જ આવી ઊંચી ભૂમિકા પ્રદર્શિત કરી શકાય. એટલું જ નહિ, અંતમાં નટકન્યા પણ ઉત્તમ પ્રેમની કેડીએ ચાલવા સંકલ્પ કરી ઈલાયચી મુનિ સાથે સંયમનો પંથ સ્વીકારે છે.
ખરેખર તો નાત, જાત કે નામ તે બહારનો લિબાશ છે. નટરાજ એક સામાન્ય માનવી હોવા છતાં કેટલા બધાં ઊંચા સંસ્કાર છે ! તેથી જ ઈલાયચીકુમારને હિતશિક્ષા આપી શકે છે. અહીં માનવમતિમાં દરેક પ્રત્યે સમભાવ રહે અને કોઈ ઊંચ-નીચ નથી તેનો ગર્ભિત ઈશારો પણ કવિશ્રીએ કર્યો છે. વળી, કોઈ મહાસંકટ ઊભું થવાનું હોય તો આવી પરિસ્થિતિમાં બુદ્ધિમાન માણસે વચલો રસ્તો કાઢવો જોઈએ કે જેનાથી સંકટ પણ ટળી જાય અને શાંતિ જળવાઈ રહે. આવી વ્યવહારિક કુનેહ નટરાજના મુખે સાંભળવા મળે છે.
નટકન્યાનું અતિશય રૂપ શ્રેષ્ઠીપુત્ર માટે અને પોતાની નટમંડળી માટે પણ ભયજનક બન્યું છે. આ છે નટકન્યાનું ચિંતન ! એક સાધારણ નારીના આટલા ઉચ્ચ કોટિના વિચાર તે ખરેખર નારીજાતિનું ગૌરવ છે.
આજે એક નાનો ગૃહસ્થ પણ નાની એવી ગૃહસ્થી છોડી શકતો નથી. જ્યારે રાજા અને રાણી રાજપાટ, વૈભવ, રિદ્ધિ-સિદ્ધિ છોડી સંયમનો માર્ગ અપનાવે છે. ખરેખર અહીં અપરિગ્રહનો ઉત્કૃષ્ટ બોધ પ્રાપ્ત થાય છે.
*૧૦૯
Page #57
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ‘દર્શનમ્ માત્રમ કલ્યાણ કારણમ્’ ‘સાધુનામ દર્શનમ્ પુણ્યમ્' આ કથામાં મુનિવરના દર્શન બહુ જ મૂલ્યવાન અને આદરણીય ઘટના છે. સંતના દર્શનથી ઈલાયચીકુમાર પર એક અદભુત પ્રભાવ પડ્યો, જે ઈતિહાસના પાનાં પર ઈલાયચીને અમર બનાવી દે છે. ફક્ત અમર જ નહિ, મુક્તિના મહેલ સુધી પહોંચાડે છે.
આમ, આ દરેક પાત્રોમાંથી મૂલ્યપરક બોધ તો પ્રાપ્ત થાય છે જ, પરંતુ કથાને ચેતનવંતી બનાવે છે. ખરેખર ! શ્રી પિતા-પુત્રની જુગલ જોડીએ લોકસાહિત્યના ક્ષેત્રે એક અણમોલ રત્નરૂપે આ કથાચરિત્રના સર્જન દ્વારા દરેક જીવાત્મા અનંતસુખ પામે એવો કલ્યાણકારી બોધ આપે છે.
મહામંત્રી ઉદયનની કથામાં
ભક્તિના સ્પંદનો
- ડૉ. પ્રવીણ સી. શાહ
(જૈન પ્રકાશ' નાં તંત્રી રતનબહેને શ્રાવકકવિ ઋષભદાસ કૃત “વ્રત વિચાર રાસ” પર શોધપ્રબંધ લખી પી.એચ.ડી. કર્યું છે. હસ્તપ્રતોના સંશોધનમાં તથા જૈન સાહિત્ય સત્રોના આયોજનમાં ખૂબ રસ ધરાવે છે.) સંદર્ભ ગ્રંથઃ ઈલા અલંકાર પદ્ય પૂજય જગજીવનજી મ.સા. સં. ગુણવંત બરવાળિયા
ગદ્ય: પૂજ્ય જયંતમુનિજી પ્રકાશક: પ્રાણગુરુ જૈન સેંટર
જૈન સાહિત્યમાં અનેક મહાપુરુષોના જીવનમાં વણાયેલી વિવિધ ઘટનાઓનું વર્ણન વાંચીએ તો અનેક પ્રકારની સન્માર્ગની પ્રેરણા મળતી હોય છે. નિરાશ જીવનમાં આશાનો, ઉત્સાહનો સંચાર થાય છે. પોતાના જીવનના આદર્શો ધ્યેય-લક્ષ્યને પહોંચી વળવા આવતા વિનોને હઠાવવાનું જોમ-ઉત્સાહ માર્ગદર્શન મળે છે અને અવાજ ઉઠે છે કે ‘યા હોમ કરી કૂદી પડો ફત્તેહ છે આગે, ડગલું ભર્યું તે ના હઠવું ના હઠવું.'
મહામંત્રી ઉદયનના જીવનના વળાંકો અને આશા - નિરાશા વચ્ચે ઝોલા ખાતા મંત્રીશ્વરે કેવી જીવનસિદ્ધિ મેળવી અને તે સિદ્ધ કરવા તેમના જીવનની અનેક ઘટના આપણા જીવનને સ્પર્શીને પ્રોત્સાહન આપે છે. તેની વાત અત્રે રજૂ કરવી છે.
(મારવાડ) દેશમાં ઉદા નામનો જુવાનિયો વસે. ઉનાળે આંબા ફળે એમ મુશ્કેલીમાં એની મર્દાનગી ખીલેલી. કોઈનું પીઠબળ મળે તો કાંઈનું
૧૧૦
૧૧૬
Page #58
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
કાંઈ કરી નાખવાના એને કોડ. પણ હામ, દામ ને ઠામ ત્રણેનો એને તોટો. આખો દિવસ ફર્યા કરે, અને વિચાર્યા કરે કે મારી ભાગ્યદેવી ક્યારે જાગશે ! પ્રેરણા - ગમે તેવા વિપરીત સંજોગોમાં આશા છોડતો નથી. ઉત્સાહ સાથે પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.
મૂળે એના બાપદાદા ક્ષત્રિય : કેડે કટારીને ઢાલતલવાર બાંધનારા. એના પૂર્વજો વીરદેવ, યક્ષનાગ ને અજેસર કોઈ જૈન સાધુના ઉપદેશથી શ્રાવક બનેલા. તીર-કમાનનો-હિંસાનો ધંધો છોડી, ત્રાજવા-કાટલાંનો ધંધો લીધો.
આ પૂર્વજોનો વારસદાર દીનહીન ઉદો ! પગમાં પહેરવા જોડા નહીં તો ચઢવા ઊંટ ક્યાંથી હોય ! ટૂંકી પોતડી, જૂનું અંગરખું ને લઘરવઘર પાઘડી: આ એનો પોશાક.
ઉદો ઘીનો વેપાર કરતો. બળ અને બુદ્ધિમાં એ ઓછો ન હતો, પણ જમા-ઉધારના બે પાસા સરખાં કરી ન શકતો. જેમ જેમ એની ગરીબાઈ વધતી ગઈ, એમ એમ ઉદાની મહત્વાકાંક્ષા વધતી ગઈ. એ મુસીબતો જોઈ હાર્યો નહીં. બેવડી હિંમતથી મુશ્કેલીઓ સામે લડવા લાગ્યો. ભારે ભડ પુરુષ! પ્રેરણા - ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઉત્સાહી રહે છે. નિરાશા - હતાશા તેના જીવનમાં જોવા નથી મળતી.
એ જવાન ઉદો મારવાડી એક વાર ઘી ઉઘરાવવા નીકળ્યો. માથે ઘીનો ગાડવો હતો. ખભા પર ધનુષ્યબાણ હતા. રાત અંધારી હતી. ખેતરને શેઢે થઈને એ જતો હતો. અચાનક એની નજર કોઈના ખેતરમાં પાણી વાળતા માણસો ઉપર ગઈ. ઉદાને લાગ્યું કે આટલી રાતે કોણ પાણી વાળે ? નક્કી આ કોઈ ભેરૂ હશે. એણે બાણ ચઢાવી પડકાર કર્યો. “કોણ છો અલ્યા ? સાચું
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો કહેજો, નહિ તો આ તીર તમારું સગું નહિ થાય !” પ્રેરણા - પરગજુ સ્વભાવ, હિંમતનો બળિયો, પરોપકારમાં આગળ.
અમે નસીબવંત લોકોના વગર પગારના ચાકર છીએ.”
ઉદાએ પ્રશ્ન કર્યો : ‘ભાઈ, આ ખેતરવાળો તો એક જણને પણ નોકર રાખી શકે તેમ નથી. તો તેના ખેતરમાં પાણી વાળનારા આટલા બધા તમે કોણ ?”
અમે એના હિતચિંતક છીએ.' પેલા લોકોએ જવાબ વાળ્યો.
ઉદાને લાગ્યું કે ભાગ્યશાળીને ભૂત રળે, જેવું કાંઈક લાગે છે. નિર્ભય ઉદાએ પ્રશ્ન કર્યો : “મારા પણ હિતચિંતક ક્યાંય હશે ખરા ?' પ્રેરણા - તક મળે તો આગળ વધવાનું માર્ગદર્શન મેળવી લે અને ડગલું ભર્યું તો ના હઠવું એવો દૃઢ નિશ્ચયી.
‘જરૂર, ગુજરાતના કર્ણાવતી નગરમાં.”
ઉદાએ વિગતથી પૂછવા માંડ્યું : “આપણા ભિન્નમાળ (શ્રીમાળનું બીજું નામ) પ્રદેશના સામંત રાજિના પુત્ર મૂળરાજનું નસીબ જયાં ખીલ્યું, જૈન ધર્મ પાળનારી કર્ણાટકના રાજા જયકેશીની કુંવરી મીનળદેવી જયાંના રાજાને વરી, એ જ નગરી કર્ણાવતીમાં જાઉં? શું ત્યાં ભાગ્યદેવી મારા પર રીઝશે.”
‘જરૂર રીઝશે', જવાબ મળ્યો. પ્રેરણા - આશા અમર છે. પ્રયત્ન કરવામાં વાંધો શો ?
ઉદો મારવાડી તો ચાલી નીકળ્યો. એણે ખભે ખડિયો નાખ્યો છે, પાછળ બૈરી ને બે બાળકો છે. એક બાળકને ચલાવતાં, એકને તેડતાં, સાથેની ઘરવખરીનો ભારબોજ વહેતાં એ પંથ કાપી રહ્યા છે.
૧૧૨
૧૧૩
Page #59
--------------------------------------------------------------------------
________________
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આખરે કર્ણાવતી આવી પહોંચ્યું.
એ પોતે જૈન ધર્મનો અનુરાગી હતો. સુંદર દેરાસર દેખી દર્શન કરવા લાગ્યો. દર્શન કરનારા તો અનેક હતા, પણ આ ઉદયનની લગની અજબ હતી. સ્થિતિનું તો દુ:ખ માથે હતું જ, સાથે સાથે કર્મની વિચારણા કરતો એ સ્તવન ગાતો હતો એટલે એ શબ્દો ભાવથી ભરપૂર હતા. પ્રેરણા - તેના જીવનમાં ધર્મશ્રદ્ધા, ધર્મઆરાધના વણાયેલી છે. અંતરાય કર્યો હઠાવવા ધર્મ એક શરણમાત્ર છે તેવી દેઢ શ્રદ્ધા છે.
લાછી નામની એક શ્રાવિકા દર્શન કરવા આવી હતી. એ વિધવા હતી. એને બાળક નહોતું. એણે આ જુવાનને જોયો, એના ભાવને પિછાણ્યો.
અરે, આ તો મારી સમાન ધર્મ જૈન ! દુ:ખિયારો પરદેશી લાગે છે. અરે, એક પણ સહધર્માનું દુઃખ ન ફેડું તો ધર્મ મળ્યો હોય શું ને ન મળ્યો તોય શું?”
લાઠીએ ઉદયનને પોતાનો મહેમાન બનાવ્યો. રહેવા માટે પોતાનો મેડો કાઢી આપ્યો. વેપાર કરવા થોડી મૂડી પણ આપી. વેલાને વાડ જોઈતી હતી તે આજે મળી ગઈ.
થોડા સમયમાં એણે ભારે નામના જમાવી. થોડી મૂડીએ બહોળો વેપાર ખેડવા માંડ્યો!
દુકાન ધમધોકાર ચાલે છે. ધૂળમાંથી પણ ધન પેદા કરવાની આવડત છે. ધન, ધન ને ધનના ડગલા !
- ઉદાને વિચાર થાય છે કે, પાસે બે પૈસા થયા છે, તો રહેવા ઈંટોનું પાકું મકાન ચણાવું. એણે લાછી શ્રાવિકાને વાત કરી. લાછીને તો પંડ સુધી પથારો હતો. એણે એક મકાન ઉદાને વેચાણ આપી દીધું. ઉદાએ તો ઘરના પાયા ખોદવા માંડ્યા. ખોદતાં ખોદતાં પાયામાંથી ધન નીકળ્યું.
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ઉદા શેઠે વિચાર કર્યો ‘ભલે જમીન મારી હોય, પણ ધન મારું ન કહેવાય.’
એણે લાછી શ્રાવિકાને બોલાવી, તેની આગળ ધન રજૂ કરતાં કહ્યું, માતા, આ ધન તમારું છે. તમે લઈ જાઓ !'
લાછી શ્રાવિકા કહે : “જેની જમીન એનું ધન; મારે કાંઈ લેવાદેવા નહીં.'
ખૂબ રકઝક ચાલી. આ વાત કર્ણાવતીમાં ફેલાતી ફેલાતી રાજદરબારમાં પહોંચી, પણ ઉદયન તો એક જ વાતને વળગ્યો હતો : ‘એ ધન લાછી શ્રાવિકાનું!' આખરે એ ધનથી જિનમંદિર બાંધ્યું, પ્રેરણા - જીવનમાં પ્રામાણિકતા વણાયેલી છે. કોઈ લોભ લાલચ દેખાતા નથી.
લોકો એ મંદિરને ઉદયનવિહારને નામે ઓળખવા લાગ્યા. પ્રજાને લાગ્યું કે ઉદો શેઠ પ્રામાણિક છે. એટલે એમનો ધંધો ખૂબ વધી ગયો.
પાટણ તો અલબેલું નગર. લાખોપતિના આવાસ લાખના હિસાબે દીવા બળે. કોટિધ્વજોની ધજાઓ ફરકે. રાણી મીનળદેવી ભારે ચતુર, ન્યાયી ને નરરત્નની પરીક્ષા કરનારી સ્ત્રી હતી. એણે આ નવા રત્નને પારખી લીધું. ઉદયનની રાજકાજમાં સલાહો લેવાવા લાગી. લોકોએ તેમને મંત્રીનું બિરુદ આપ્યું. પાટણના મહાજનના અગ્રેસરોમાં પણ ઉદયન શેઠ આગળ પડતા થયા. એવામાં રાજા કર્ણ અચાનક ગુજરી ગયા. એમના વારસદાર કુંવર જયસિંહ બાળક હતા. રાજા બાળક હોય ત્યારે સ્વાભાવિક રીતે રાજખટપટની ભૂતાવળો જાગે. આમાં ઉદયન મહેતાએ મહારાણીને સાથ આપ્યો. ઉદયનની બુદ્ધિએ ઘણો માર્ગ સરળ કરી દીધો. ઉદયન મંત્રીના માન વધ્યાં. પ્રેરણા- પોતાના પરિશ્રમથી ચડતી પડતીના અનુભવથી મહામંત્રી પદની યોગ્યતા મેળવી.
- ૧૧૪.
૧૧૫
Page #60
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો મહામંત્રી ઉદયનની બહાદુરી અને બાહોશીથી સોરઠસર થયું. મહારાજ જયસિંહદેવના ચાર હાથ એમના ઉપર થયાં. ખંભાત જેવા બંદરની સરનશીની એમને મળી. ખંભાત એટલે ચોરાશી બંદરને વાવટો ! મહામંત્રી ઉદયન ખંભાતના બેતાજ બાદશાહ બન્યા.
એ વેળા આચાર્ય દેવચંદ્રસૂરિ ત્યાં વિહરે. તેમની સાથે એક મોઢ બાળક. બાળકને એની મા પાસેથી ધંધૂકાથી માગી લાવેલા. ગુરુદેવ કહેતા હતા કે આ બાળક ક્ષત્રિય કુળમાં પેદા થયો હોત તો ચક્રવર્તી થાત; વણિક કુળમાં પેદા થયો છે એટલે સંસારમાં રહે તો મંત્રી થાય; ને જો કોઈ મતનો સ્વીકાર કરે તો યુગપ્રધાન થાય; કળિયુગમાં સત્યુગ લાવે.
એ બાળકની સાચવણીનો ભાર ગુરુજીએ ઉદયન ઉપર નાખ્યો. થોડે દિવસે ચાંગનો પિતા ધસમસતો આવી પહોંચ્યો. એણે આચાર્ય પાસે પોતાનો પુત્ર માગ્યો. આચાર્ય શાંતિથી કહ્યું, ‘તમારો બાળક મંત્રી રાજના ઘેર સલામત છે. તમારી જ વાટ હતી.”
ચાંગનો પિતા પારકા છોકરાને જતિ કરનાર ઉદયન મંત્રી ઉપર ક્રોધ વરસાવી રહ્યો. ઉદયન મંત્રી ચાંગના પિતાને ઘેર લઈ ગયા. રમતા પુત્રને લાવીને પિતાના ખોળામાં બેસાડ્યો, સાથે પંચાંગ પુરસ્કાર સાથે ત્રણ કિંમતી પોશાક અને ત્રણ લાખ રૂપિયા ભેટ કર્યા અને કહ્યું : “મન માને તો પુત્રની દેશને ખાતર ભેટ ચઢાવો ! ઘેર રાખશો તો ઘર અજવાળશે; બહાર કાઢશો તો દુનિયા અજવાળશે. માત્ર પોતાનો સ્વાર્થ ન જોશો.’
ચાંગનો પિતા ખુશ થઈ ભેટી પડ્યો. એ બોલ્યો : “મંત્રીરાજ મારો પુત્ર તમને અર્પણ છે. મારો પુત્રપ્રેમ ઉત્કટ છે. પણ એથીય તમારો ધર્મપ્રેમ વધુ ઉત્કટ છે. મારે એક કોડી પણ ન ખપે !'
- ૧૧૬ -
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોએ બાળક ચાંગો તે જ ગુરુદેવ હેમચંદ્ર પ્રભુ !
ધન ને સત્તા પામીને કોને મદ નથી થયો ? છતાંય ઉદયને દેવ, ગુરુ, ધર્મ ને સ્વામીની ભક્તિમાં લેશ પણ કચાશ રાખી નહિ. મહારાજ જયસિંહનો ક્રોધ કુમારપાળ પર ઉતર્યો. કુમારપાળને ઉપર આભ ને નીચે ધરતી રહ્યા. એ વેળા કુમારપાળનો મિત્ર મંત્રીરાજ પાસે મદદ માંગવા ગયો. મંત્રીરાજ ઉદયને ચોખ્ખું કહ્યું.
“મને લૂણહરામ ન બનાવ. કોઈ રાજસેવક ન જુએ તે પહેલાં અહીંથી ચાલ્યા જાઓ !' પ્રેરણા - રાજભક્ત, રાજયનો વફાદાર, વિશ્વાસુ મંત્રીશ્વર જોવા મળે છે.
અને એ જ કુમારપાળ માટે જયારે ગુરુદેવ હેમચંદ્રાચાર્યે કહ્યું, ‘કુમારપાળને આશ્રય આપવામાં સ્વામીદ્રોહ નથી, પણ રાષ્ટ્રસેવા છે. મારું જ્ઞાન ભાખે છે કે કુમારપાળ ગુજરાતનો ચક્રવર્તી રાજા થશે.’ ત્યારે પોતે એને આશ્રય આપ્યો. પ્રેરણા - ગુરુઆજ્ઞા, ગુરુભક્તિને પ્રાધાન્ય આપે છે.
મહારાજ કુમારપાળને જેટલા વાળ તેટલા દુશ્મન હતા. મંત્રીરાજ સાથે રહ્યા, સાથે ઝૂઝયા, ને તેમની સત્તા સ્થાપી. ગુજરાતની નવ ખંડમાં નામના કરી.
સિત્તેર વર્ષની અવસ્થા થઈ છે. ઉદયન મંત્રી નિવૃત્ત થયા છે. પત્ની ગુજરી ગઈ છે. દીકરા ને વહુ, દીકરાને ઘેર દીકરા, એમ લીલી કુટુંબવાડી જામી છે. હવે પોતે કામકાજનો સંકેરો કર્યો. પ્રવૃત્તિનું ધામ પાટણ અને ખંભાત છોડી કર્ણાવતીમાં આવી વસ્યા, પણ નિરાંત તો નસીબમાં હોય તો લેવાય ને... !
મેલગપુરના મેદાનમાં સાંગણડોડીઓનું એ યુદ્ધ ભયંકર હતું. ધાર્યા
૧૧૦
Page #61
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કરતાં દુશ્મનો વધુ નીકળ્યા. એ બળ કરતાંય કળ વધુ વાપરતા. પીઠ પાછળ ઘા કરવામાં કુશળ હતા. ગુજરાતનાં લશ્કરો પીછેહઠ કરવા માંડ્યા. તરત જ મંત્રીરાજ ઉદયને રણમેદાનમાં પોતાના ઘોડાને મોખરે દોય, પ્રેરણા - જીવનના છેલ્લા શ્વાસ સુધી યુદ્ધમાં લડી રાજ્યભક્તિ અને વફાદારી બતાવી.
રણનો રંગ બરાબર જામ્યો. ધીરે ધીરે સેના ઓછી થતી ગઈ. શત્રુઓએ એક સામટો મંત્રીરાજ પર હુમલો કરી દીધો, પણ પાછા હઠે એ બીજા . મંત્રીરાજે એંસી વર્ષની વયે નવજુવાન જોદ્ધાને પણ શરમાવે તેવા રણરંગ દાખવવા માંડ્યા. મંત્રીરાજનું આખું અંગ વેતરાઈ ગયું. મસ્તક ડોલવા લાગ્યું, છતાંય એમના હાથમાં સમશેર ચમકી રહી છે. માગીને ખાતો, જયણા પાળતો. જીવનને ધર્મથી જીવતો. પ્રેરણા - મંત્રીરાજે મરતી વેળો રણમેદાનમાં બહુરૂપી સાધુ માની આશીર્વાદ મેળવી અંતિમ શ્વાસ છોડ્યા અને પરિણામે વેશધારી બહુરૂપી જીવનભર સાધુ તરીકે જીવ્યો.
મંત્રીરાજનું મૃત્યુ આમ મંગલરૂપ બન્યું. લોકોએ કહ્યું : ‘હાથી જીવતો લાખનો, મર્યો સવા લાખનો તે આનું નામ !”
૧૫
લબ્ધિ દિશાદર્શન કરાવતી
મુનિ નંદિષેણની કથા
- ડૉ. છાયાબેન શાહ
(અમદાવાદ સ્થિત પ્રવીણભાઈએ જૈન ધર્મમાં જ્ઞાનમીમાંસા વિષય પર Ph.D. કરેલ છે. તેઓ દેશ વિદેશમાં જૈન ધર્મ પર પ્રવચનો આપે છે.)
ભરફેસર સ્ત્રોતમાં પ્રાતઃસ્મરણીય મહાપુરુષો તથા મહાસતીના નામો છે. તેમાં મહાપુરુષોમાં નંદિષેણ મુનિનું વૃત્તાંત છે.
આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં પરમાત્મા મહાવીર આ પૃથ્વી પર વિચરતાં પૃથ્વીને પાવન કરી રહ્યા હતા. પ્રભુના ભક્તોમાં પ્રભુનો અનન્ય ભક્ત મગધનો રાજા શ્રેણિક હતો. પ્રભુ જે દિશામાંથી આવી રહ્યાના સમાચાર પ્રાપ્ત થાય કે તરત જ તે દિશામાં સોનાનો સાથિયો કરી પ્રભુને વધાવતો. પ્રભુ તરફની આવી ભક્તિએ શ્રેણિક મહારાજાને “તીર્થકર નામકર્મ બંધાવી આપ્યું હતું. શ્રેણિક મહારાજના વિશાળ અંતઃપુરમાં તેમનો નંદિષેણ નામે રાજકુમાર હતો. નંદિષેણ અત્યંત સ્વરૂપવાન હતો. લાંબું કદ, વિશાળ છાતી, લાંબા બાહુ અને દૈદિપ્યમાન ચહેરો હતો. તે ઊંચા કુળની રૂપવાન પ00 કન્યાને પરણ્યો હતો. સાંસારિક સુખોની પરાકાષ્ઠામાં મહાલતો હતો.
૧૧૮
Page #62
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોકેવી રીતે થઈ ગયો ? મારું આવું અધ:પતન’ મુનિ ઊભા થઈ ગયા. દોડીને પ્રભુને ચરણે પડ્યા. ક્ષમા માગી. પ્રાયશ્ચિત્ત કર્યું. મુનિ પાછા સ્વસ્થાને સ્થિર થઈ ગયા ને આત્મકલ્યાણ કર્યું.
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો એક દિવસ પરમાત્મા મહાવીર પ્રભુની દેશના સાંભળવા ગયા. વાણીનો દરેક શબ્દ નંદિષણના હૃદયમાં રહેલા અજ્ઞાન અંધકારને દૂર કરતો હતો. દેશના પૂર્ણ થતાં સત્ય સમજાઈ ગયું. સંસારનું રૌદ્ર સ્વરૂપ જાણીને ધ્રુજી ઉઠ્યા ને તુરત જ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા લીધા પછી એક જ ધ્યેય હતો, ‘કર્મમુક્ત થવાનો’ તેથી ખૂબજ કષ્ટદાયક તપશ્ચર્યા કરી. વિરસ નીરસ આહાર લઈ કંચન સમી કોમળ કાયાને મુરઝાવી નાખી. ઉગ્ર તપશ્ચર્યાના પરિણામ રૂપે નંદિષણને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. અતીન્દ્રિય શક્તિઓ ઉત્પન્ન થઈ.
દીક્ષિત જીવન પસાર કરતાં કરતાં એક દિવસ ગોચરી લેવા નીકળ્યા. ભૂલથી કોઈ વેશ્યાના દ્વારે પહોંચી ગયા અને ધર્મલાભ' બોલ્યા. વેશ્યાએ બારણું ખોલ્યું. મુનિને જોઈ પ્રભાવિત થઈ ગઈ ને ટોણો માર્યો, ‘અહીં ધર્મલાભ ન હોય, અહીં તો અર્થલાભ હોય’વેશ્યાનો આ ટોણો મુનિ સહન કરી શક્યા નહીં. પોતાની શક્તિનો ઉપયોગ કર્યો. પગથી તરણું દબાવ્યું ને ધનવર્ષાથી વેશ્યાનું આખું ઘર ભરાઈ ગયું. હવે વેશ્યા મુનિને થોડી જવા દે ? યેન કેન પ્રકારે મુનિને વશ કરી લીધા. મુનિ પણ ભોગાવલી કમ બાકી હશે તેથી ડગી ગયા ને મુનિપણું છોડી વેશ્યાને ઘેર રહી ગયા પણ સાથે નિર્ણય કર્યો કે રોજ ૧૦ વ્યક્તિને પ્રતિબોધ કરીશ ને પ્રભુ પાસે દીક્ષા લેવા મોકલીશ. પછી જ આહાર વાપરીશ. મુનિ પાસે એવી વચનસિદ્ધિ હતી કે રોજ ૧૦ વ્યક્તિ પ્રતિબોધ પામી પ્રભુ પાસે દીક્ષા લઈ લેતા. આમ, ૧૨ વર્ષ વીતી ગયા. એક દિવસ એવો આવ્યો કે ૯ પ્રતિબોધ પામ્યા પણ દશમો ન મળ્યો. મુનિ ચિંતિત હતા ને ત્યાં વેશ્યાને હાસ્ય સૂઝયું. તે બોલી ઉઠી, “એમાં શું છે? દશમાં તમે”. વેશ્યાના આ બે શબ્દોએ મુનિને જાગૃત કરી દીધા. ‘હું દશમો
૧૨૦
કથામાં રહેલા સદ્ધોધના સ્પંદનો
કથામાંથી ૩પ્રકારનો સબોધ ઉદ્ભવે છે. મુનિ ઉગ્ર તપશ્ચર્યા કરે છે ને પરિણામે તપના ફળ સ્વરૂપ અનેક સિદ્ધિઓ પામે છે. દરેક તપસ્વીને આવું ફળ પ્રાપ્ત થતું નથી. તપ એના યથાર્થ સ્વરૂપમાં થાય તો જ આવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તપનું યથાર્થ સ્વરૂપ બતાવતા શાસ્ત્રકારો કહે છે. (૧) તપસ્વીને તપ કેમ કરું છું તેનું જ્ઞાન હોવું જોઈએ. (૨) તપસ્વીએ ઇન્દ્રિયોને પરાજિત કરી છે. એ વીરતાનો, વિજયનો આનંદ એના મુખ પર દેખાવો જોઈએ. (૩) તપસ્વી વાસના પર વિજય મેળવતો જાય. (૪) તપસ્વી શલ્યરહિત હોવો જોઈએ. (૫) તપસ્વી ક્રોધરહિત હોય. આ બધા લક્ષણો હોય તો આજે પણ આવી લબ્ધિઓ પ્રાપ્ત કરી શકાય. વ્યક્તિને વિશિષ્ટ પ્રયત્નોથી જ્યારે લબ્ધિઓ, શક્તિઓ પ્રાપ્ત થાય છે ત્યારે વ્યક્તિમાં એ શક્તિઓને પચાવવાની પાત્રતા પણ હોવી જરૂરી છે. પોતાની શક્તિઓનો ઉપયોગ પરોપકાર માટે કરવો જોઈએ, પરંતુ જો આ શક્તિઓને પચાવતા ન આવડે તો જ્યારે વ્યક્તિ પોતાના વ્યક્તિગત અહમને પોષવા માટે તેનો ઉપયોગ કરે તો તેનું અવશ્ય પતન થાય છે. વેશ્યાએ ટોણો માર્યો ‘અહીં ધર્મનું નહીં, અર્થનું કામ છે.’ મુનિ સહન કરી શક્યા નહીં. વેશ્યાનો ટોણો નિવારવા પોતાની સિદ્ધિનો ઉપયોગ કર્યો, ધનની વર્ષા કરી. શક્તિના આ દુરુપયોગથી
Page #63
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
પ્રભાવકની કથામાં સદ્ધોધના સ્પંદનો
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો મુનિનું પતન થયું. મહામૂલ્યવાન સાધુપણું છોડી વેશ્યાને ત્યાં રહી ગયા. સાધુને સાધુત્વ જાળવી રાખવા માટે બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરવાનું હોય છે. તેમાં એક વાડ એ છે કે સ્ત્રી સાથે ક્યારેય એકાંતમાં મળવું ન જોઈએ. સજજાયમાં કહ્યું છે,
સાધુજી ના જઈએ રે પર ઘેર એકલા રે,
નારી શું કવણ વિશ્વાસ; નંદીષય ગણિકા વચને રહ્યા રે,
બાર વર્ષ ઘર વાસ.” ને છેલ્લે કહ્યું,
‘સાધુ તું એકલો કે પરઘેર ગમન નિવાર.” માટે સાધુ ભગવંતે ક્યારેક એકલા પણ ન રહેવું જોઈએ અને પરસ્ત્રીને એકાંતમાં પણ ન મળવું જોઈએ.
આ વાત શ્રાવક-શ્રાવિકાને પણ લાગુ પડે છે. શિયળવ્રતનું શુદ્ધ પાલન કરવા પરસ્ત્રી કે પુરુષ સાથે એકાંતનો ત્યાગ કરવો જોઈએ.
નંદિષેણ મુનિ તો અનેક લબ્ધિઓના સ્વામી હતા. વળી તેમને તો પ્રભુ મહાવીર જેવા ગુરુ હતા. તેથી ચૂક્યા પણ ચેતી ગયા, પણ બધા પાસે આવા સંજોગ નથી હોતા. અધઃપતન વિનાશ સર્જે છે. માટે હંમેશાં ચેતીને જ ચાલવું.
- ડૉ. રશ્મિબેન ભેદા
મોક્ષ એટલે આધ્યાત્મિક જીવનવિકાસનું અંતિમ પરિણામ, જે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સંસારી આત્મા શુભાશુભ સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્ત બને છે, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે અને સિદ્ધાત્મા બને છે. તે જ મોક્ષ છે. મોક્ષનો માર્ગ એટલે આત્માની શુદ્ધિ. એનો પાયો છે સમ્યકત્વ. સમ્યક્ત્વ એટલે સાચી દૃષ્ટિ, વસ્તુસ્વરૂપને યથાર્થપણે સહવું. આ સમ્યક્ત્વ ગુણ જો આત્મામાં નિશ્ચયથી પ્રગટ થયો હોય તો તેનામાં ૬૭ સ્થાનો પ્રગટ થાય છે. જયારે કોઈ વખત સમ્યગદર્શન ન થયું હોય તો આ ૬૭ સ્થાનો આચરવાથી સમ્યગદર્શન પ્રગટ થાય છે. એટલે આ ૬૭ સ્થાનો સમ્યત્વનું કાર્ય પણ છે અને સમ્યકત્વ પ્રાપ્તિનું કારણ પણ છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ સમ્યક્ત્વ ગુણના આ ૬૭ ગુણને સમજાવતો પ્રાકૃતમાં ‘શ્રી સમ્યકત્વ સપ્તતિકા' નામનો ગ્રંથ લખેલો છે, જેમાં દરેક ગુણ પર એકેક કથા આપેલી છે. સમ્યકત્વના
(અમદાવાદ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ છાયાબહેન પંડિત પ્રભુદાસ પારેખના જીવન અને સાહિત્ય પર સંશોધન કરી પી.એચ.ડી. કરેલ છે. તેઓશ્રી જૈન શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ રસ ધરાવે છે.)
- ૧૨૨ -
• ૧૨૩
Page #64
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો આ ૬૭ બોલોમાં આઠ પ્રકારના પ્રભાવક આવે છે. જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા ધર્મનો વિસ્તાર કરવો, અનેક જીવોને તેના સિદ્ધાંતો, તત્ત્વના રહસ્યો સમજાવવા અને તેમાં પ્રવર્તાવવા - આ સર્વ શાસન પ્રભાવના કહેવાય. સમ્યત્વ પ્રાપ્ત કરેલા જીવો જેમ જેમ મોક્ષમાર્ગ પર આગળ વધતા જાય છે, તેમનું આત્મજ્ઞાન વધુને વધુ પ્રગટ થતું જાય છે. તેમ તેઓ જૈન શાસનની વિશેષ પ્રભાવના કરી શકે છે. આ મહાત્માઓ પોતાની આત્મવિશુદ્ધિથી પ્રગટેલી શક્તિઓ દ્વારા જૈનશાસનની પ્રભાવના કરે છે. તેઓને પ્રભાવકે કહેવાય છે. આવા મુખ્ય આઠ પ્રભાવક કહ્યા છે. એમાંથી બે પ્રકારના પ્રભાવક – તપસ્વી પ્રભાવક અને કવિ પ્રભાવકની કથા અહીં રજૂ કરું છું.
(૧) તપસ્વી પ્રભાવક:- છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારના તપનું જે વિશિષ્ટપણે આચરણ કરે છે, તીવ્ર તપગુણથી દીપે છે, તીવ્ર તપ દ્વારા મેળવેલી લબ્ધિથી જે શાસન પ્રભાવના કરે છે તે તપસ્વી પ્રભાવક કહેવાય છે. એના માટે શ્રી વિષ્ણુકુમાર મુનિની કથા આપેલી છે.
હસ્તિનાપુર રાજયમાં પદ્મોત્તર નામે રાજા અને એની જવાલા નામે રાણી હતી. એણે ગર્જના કરતા સિંહના સ્વપ્રથી સૂચિત એવા પુત્રને જન્મ આપ્યો, જેનું નામ ‘વિષ્ણુકુમાર' રાખ્યું અને ચૌદ સ્વપ્રોથી સૂચિત બીજો એક પુત્ર જન્મ્યો. જેનું નામ “મહાપા' રાખ્યું. બંને ભાઈઓ યુવાવસ્થા પામ્યા. ત્યારે વિષ્ણુકુમાર મોટા ભાઈ હોવા છતાં વૈરાગી ચિત્તવાળા હોવાથી રાજાએ નાનાભાઈ મહાપદ્મને યુવરાજ પદ આપ્યું.
| ઉજૈન નગરીમાં નરવર્મ રાજાને ત્યાં જૈન ધર્મનો દ્વેષી એવો નમૂચિ નામે મંત્રી હતો. ૨૦ માં તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામીના ‘સુવ્રત’ નામે શિષ્ય બીજા મુનિઓ સાથે તે નગરીના ઉદ્યાનમાં પધાર્યા. રાજાને ખબર
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો મળતા તેમને વંદન કરવા રાજા પોતાના નમૂચિ મંત્રીને સાથે લઈને ત્યાં ગયા. જૈન મુનિઓનો દ્વેષી એવા નમૂચિએ સુવ્રતાચાર્ય સામે વાદનો પડકાર ફેંક્યો. વાદ માટે અયોગ્ય સમજી ગુરુ મૌન રહ્યા, પરંતુ ગુરુ મૌન રહે તો તેમનો પરાભવ થાય એમ સમજી એક નાના મુનિએ નમૂચિ સાથે પ્રત્યક્ષ – અનુમાન - આગમાદિ પ્રમાણો દ્વારા ધર્મતત્ત્વ એવી રીતે રજૂ કર્યું કે નમૂચિ નિરુત્તર થઈ ગયો. પોતાનો વાદમાં પરાભવ થવાથી નમૂચિનો સાધુઓ પ્રત્યેનો દ્વેષ વધ્યો. એમના ઉપર અત્યંત ક્રોધ આવવાથી અર્ધરાત્રિએ તલવાર લઈને મુનિને મારવા માટે ઉદ્યાનમાં ગયો, પરંતુ શાસનદેવીએ એને ખંભિત કરી દીધો. પ્રભાવે ખંભિત થયેલ નમૂચિને જોઈ લોકો એને ધિક્કારવા લાગ્યા. ક્ષમાવાન એવા આચાર્ય ભગવંતે દેવીને કહી એને મુક્ત કર્યો. નમૂચિનો આ વૃત્તાંત જાણી રાજાને નમૂચિ પર ક્રોધ આવતા એને દેશમાંથી કાઢી મૂક્યો. નમૂચિ ત્યાંથી હસ્તિનાપુરી ગયો. ત્યાં મહાપદ્મરાજાએ એને પોતાના મંત્રી તરીકે રાખ્યો.
હસ્તિનાપુરના કુરુ દેશના સીમાડે સિહરથ રાજા હતો કે જે કપટથી મહાપદ્મ રાજાના ગામોને ભાંગતો હતો. એટલે મહાપદ્મ રાજાના આદેશથી નમૂચિ મંત્રી સિંહરથ રાજાને જીતવા માટે ગયો. નમૂચિએ પોતાના બુદ્ધિનો પ્રયોગ કરી યુક્તિથી સિહરથ રાજાને પકડી લાવી રાજા સમક્ષ હાજર કર્યો. તેથી ખુશ થયેલા રાજાએ નમૂચિને વરદાન માગવાનું કહ્યું. નમૂચિએ ‘અવસરે માંગીશ’ એમ કહી વરદાન ભંડારી રાખ્યું.
પોત્તર રાજાએ મહાપદ્મ યુવરાજનો રાજયાભિષેક કરી પોતે મોટા પુત્ર વિષ્ણુકુમાર સાથે શ્રી સુવ્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. મહાપદ્મ રાજા ભરતક્ષેત્રના છએ ખંડ જીતીને નવમા ચક્રવર્તી રાજા થયા. પૌોત્તર મુનિ અને
૧૨૫
+ ૧૨૪.
Page #65
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
વિષ્ણુકુમાર મુનિ તપ, ધ્યાન આદિ દ્વારા આત્મસાધનામાં લીન થયા. કર્મોનો ક્ષય કરતાં કરતાં વિષ્ણુકુમાર મુનિને અનેક લબ્ધિઓ પ્રગટ થઈ. તે લબ્ધિસંપન્ન એવા મુનિ આત્મસાધના માટે મેરુ પર્વત પર ચાતુર્માસ માટે રહ્યા. તે વખતે સુવ્રતાચાર્ય ચાતુર્માસ માટે હસ્તિનાપુર હતા. મંત્રી નમૂચિને સુવ્રતાચાર્યના ચાતુર્માસની ખબર પડતા ભૂતકાળમાં ઉજ્જૈનીમાં થયેલો વાદનો પ્રસંગ તાજો થયો. સુવ્રતાચાર્ય પરનું વેર તાજું થયું અને બદલો લેવાની તીવ્ર ઇચ્છા થઈ, પરંતુ રાજા જૈન ધર્મ અને જૈન મુનિઓના ઉપાસક હતા. તેથી વિચારતા એમને ઉપાય સૂઝ્યો. રાજા પાસે રાખેલું પોતાનું વરદાન એણે માગ્યું. ‘સાત દિવસ માટે તમારું રાજ્ય મને આપો.' રાજા વચનબદ્ધ હોવાથી તેને રાજ્ય આપી પોતે ગુપ્ત સ્થાનમાં રહ્યા. રાજા બનતા નમૂચિએ સુવ્રતાચાર્યને બોલાવીને સાત દિવસની અંદર સર્વ જૈનમુનિઓને રાજ્યમાંથી જવાનો આદેશ આપ્યો. સુવ્રતાચાર્યે નમૂચિને ચાતુર્માસ હોવાથી જૈન મુનિઓનો વિહાર ન કરાવાનો આચાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દ્વેષથી ભરેલો નમૂચિ સમજ્યો નહિ. જૈન મુનિઓ અને જૈનશાસન પર આવેલી આ આફતનું નિવારણ કરવા સુવ્રતાચાર્યે આકાશગામિની વિદ્યાધારી એવા એક મુનિને મેરુ પર્વત પર ચાતુર્માસ કરી રહેલ એવા અનેક લબ્ધિસંપન્ન વિષ્ણુકુમાર મુનિને બોલાવવા મોકલ્યા. હકીકત જાણતા વિષ્ણુકુમાર મુનિ હસ્તિનાપુર આવ્યા અને નમૂચિને ચાતુર્માસ સુધી મુનિઓને રહેવા દેવા માટે કહ્યું, પરંતુ દ્વેષભાવથી ભરેલા એવો નમૂચિ પોતાના વચન પર અડગ રહ્યો અને હવે બાકી રહેલા પાંચ દિવસમાં સર્વ મુનિઓને રાજ્ય છોડી દેવાનું કહ્યું. ત્યારે વિષ્ણુકુમાર મુનિએ કહ્યું, “તમારું રાજ્ય તો સંપૂર્ણ ભરતમાં છે અને મુનિઓ ભરતક્ષેત્રની બહાર જઈ શકતા નથી. તેથી બધા મુનિઓને રહેવા માત્ર ત્રણ ડગલા જેટલી ભૂમિ
* ૧૨૬
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
આપો.” નમૂચિએ કહ્યું, “ત્રણ ડગલા જેટલી ભૂમિ આપું છું, પણ તે ત્રણ ડગલાની બહાર જો કોઈ મુનિ હશે તો એને હું મારી નાખીશ.’’ એટલે અત્યંત ક્રોધાયમાન થયેલા એવા વિષ્ણુકુમાર મુનિએ તીવ્ર તપાદિથી મેળવેલી વૈક્રિય લબ્ધિથી એક લાખ યોજન પ્રમાણ વૈક્રિય શરીર બનાવ્યું અને જંબુદ્વીપના બંને છેડાએ બે પગ મૂકી પૃથ્વીને રોકી લીધી અને ત્રીજું પગલું નમૂચિ પર મૂકી એને કીડાની જેમ દબાવ્યો. વિષ્ણુમુનિનો આ ક્રોધ જોઈ સુવ્રતાચાર્યે પોતાની અમૃત સરખી વાણીથી એમનો ક્રોધ શાંત કર્યો. વિષ્ણુકુમાર મુનિ પોતાનું વૈક્રિય સ્વરૂપ સંકેલી મૂળ શરીર ધારણ કર્યું. આવા જિનશાસન અને જૈન સાધુઓની અવહેલના કરનારા નમૂચિને રાજ્ય સોંપવા બદલ રાજાને ઠપકો આપ્યો અને પોતે ગુરુ પાસે પોતાના આ વૈક્રિય શરીર અને ક્રોધની આલોચના, પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થયા. આ પ્રમાણે તપ દ્વારા પ્રાપ્ત થયેલ લબ્ધિ દ્વારા જૈનશાસનની પ્રભાવના કરે એ તપસ્વી પ્રભાવક કહેવાય છે.
૨)
કવિ પ્રભાવક - જૈન દર્શનમાં પદાર્થનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપે જે રીતે કહ્યું છે તે જ રીતે યથાર્થપણે ગદ્ય-પદ્ય રૂપે રચે, અર્થગૌરવ અને શબ્દ લાલિત્યથી મનોહર હોય, રાજા-પ્રજા આદિ જેનાથી પ્રતિબોધ પામે તેવી મધુર અર્થવાળી કૃતિઓ કદાગ્રહ કે મમત્વભાવ વિના જે રચે અને જૈન શાસનનો પ્રભાવ વધારે તે કવિ પ્રભાવક કહેવાય છે. અહીં સિદ્ધસેન દિવાકરસૂરિની કથા છે.
શ્રી પાદલિપ્તસૂરિજીની શિષ્ય પરંપરામાં કંદિલાચાર્યના મુકુંદ મુનિ નામે શિષ્ય હતા. એમણે એકવીસ દિવસ ઉપવાસ કરીને સરસ્વતી દેવીને પ્રસન્ન કરી. દેવીએ સર્વ વિદ્યાઓમાં પારગામી થવાનું વરદાન આપ્યું. તે મુનિ જૈનશાસનની પ્રભાવના કરતા વાદીઓને વાદમાં જીતતા સર્વ વાદીઓમાં વાદીરાજ થયા અને તેઓ ‘વૃદ્ધવાદી’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
* ૧૨૦ *
Page #66
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો અવંતિ નગરીમાં વિક્રમ રાજાના રાજયમાં દેવસિયા નામે બ્રાહ્મણનો સિદ્ધસેન નામે પુત્ર હતો. તે અતુલ વિદ્યાબળ વડે આખાય જગતને તૃણ સમાન માનતો હતો. વાદ-વિવાદમાં નિપુણ એવા સિદ્ધસેને પ્રતિજ્ઞા કરી કે વાદમાં એને જે જિતે તેનો એ શિષ્ય થાય. વૃદ્ધવાદીનું નામ સાંભળી તેઓની સાથે વાદ કરવાના ઇચ્છાથી સિદ્ધસેન બ્રાહ્મણ એ જયાં વિચરી રહ્યા હતા તે તરફ ગયા અને રસ્તામાં વૃદ્ધવાદીને વાદ માટે લલકાર્યા. વૃદ્ધવાદીએ કહ્યું, “રાજયસભા વિના ન્યાય (જય-પરાજય) કોણ આપશે ?” તો સિદ્ધસેને ત્યાં હાજર રહેલા ઘેટાં બકરાં ચરાવનાર ગોવાળિયાઓ જ વાદમાં સાક્ષી થશે' એમ કહ્યું. વૃદ્ધવાદી સંમત થયા અને સિદ્ધસેનને પૂર્વપક્ષ રજૂ કરવાનું કહ્યું . સિદ્ધસેને સંસ્કૃત ભાષામાં અલંકાર ભરેલા કાવ્યો ગાયા, પરંતુ ગોવાળિયા તે ભાષા સમજવા જેટલું ઊંચું જ્ઞાન ધરાવતા ન હતા. તેથી તેમણે સિદ્ધસેનને કહ્યું, “અમને કાંઈ સમજાયું નથી.” એના પછી સમયજ્ઞ એવા વૃદ્ધવાદી કેડ ઉપર કપડું બાંધીને ગોવાળિયાની જ ભાષામાં રાસડો ગાતા નાચવા લાગ્યા, ‘કોઈ પ્રાણીને મારવો નહિ, કોઈનું ધન ચોરવું નહિ, પરસ્ત્રીગમન કરવું નહિ.... ઈત્યાદિ.” આ સાંભળી ગોવાળિયાઓએ ખુશ થઈ વૃદ્ધવાદી તરફ ન્યાય આપ્યો. સિદ્ધસેનને પોતાની ભૂલ સમજાઈ અને વૃદ્ધવાદીસૂરિને દીક્ષા આપી પોતાનો શિષ્ય બનાવવાની વિનંતી કરી. વૃદ્ધવાદીસૂરિએ એમને દીક્ષા આપી કુમુદચંદ્ર નામ આપ્યું. થોડા જ સમયમાં તેઓ જૈનાગમોનો અભ્યાસ કરી મહાવિદ્વાન થયા ત્યારે ગુરુએ એમને સૂરિપદ આપી એમનું નામ ‘સિદ્ધસેનદિવાકરસૂરિ’ રાખ્યું. વિહાર કરતા તેઓ ઉજજૈની નગરીમાં પધાર્યા. પોતાના જ્ઞાનથી ત્યાંના વિક્રમ રાજા પર પ્રભાવ પાડ્યો. રાજાએ ક્રોડ સોનામહોરો જિનમંદિરમાં, જીણોદ્ધારમાં વાપરી. ત્યાંથી ચિત્રકૂટ નગરીમાં
- જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો વિદ્યાઓથી ભરપૂર એવા પુસ્તકોમાંથી બે વિદ્યા એમને પ્રાપ્ત થઈ. ત્યાંથી કુમારપુર નગરે આવી ત્યાંના શ્રીદેવ રાજાને પ્રતિબોધી જિનશાસનનો અનુરાગી બનાવ્યો. એકવાર સિદ્ધસેને દિવાકરસૂરિએ શ્રીદેવ રાજાને એના સીમાડાના શત્રુ રાજાઓના આક્રમણ સામે જિતાડ્યો. એટલે રાજા સૂરિનો પરમ ભક્ત થયો. રાજકીય માન-સન્માન મળવાથી સિદ્ધસેનસૂરિ અને તેમનો પરિવાર ચારિત્રમાં શિથિલ થયા. તેમના શિથિલાચારથી શ્રાવક ઉપાશ્રયમાં આવતા બંધ થયા. આ પ્રમાણે સિદ્ધસેનસૂરિના શિથિલાચારની વાતો સાંભળી તેમને પ્રતિબોધવા તેમના ગુરુ વૃદ્ધવાદિસૂરિ એકલા કુમારપુર નગરે આવ્યા. ઋદ્ધિગારવથી આસક્ત થયેલા સિદ્ધસેનજીએ ગુરુને ઓળખ્યા નહીં. પરંતુ ગુરુએ એક શ્લોક અને એનો અર્થ સંભળાવીને તેમને પ્રતિબોધ્યા. સિદ્ધસેનજીને પણ ગુરુના શિક્ષાથી પોતાની ભૂલ સમજાઈ. ક્ષમા માગી પોતાના દુશ્ચારિત્રની આલોચના કરી અને વૃદ્ધવાદીસૂરિ સાથે વિહાર કર્યો. તેઓએ અન્ય અન્ય સૂરિવરો પાસેથી ઘણું શ્રુતજ્ઞાન મેળવ્યું અને શ્રુતધર થયા.
એક વખત સિદ્ધસેનસૂરિએ સંઘને કહ્યું કે, “જો સંઘની આજ્ઞમાં હોય તો સર્વ સિદ્ધાંત ગ્રંથ જે પ્રાકૃતમાં છે તે સંસ્કૃત ભાષામાં રૂપાંતર કરું.” સંઘે કહ્યું, “આવું બોલવું એ પણ પાપ છે, કારણ સર્વ અક્ષરોના સંયોજનને જાણનારા એવા ગણધર ભગવંતો શું આ સિદ્ધાંત સંસ્કૃત ભાષામાં રચી શકતા ન હતા ? પરંતુ ચારિત્રની ઇચ્છાવાળા એવા બાલ-વૃદ્ધ અને સ્ત્રી તથા અજ્ઞાની જીવોના અનુગ્રહ માટે તત્ત્વજ્ઞ પુરુષોએ આ સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં રચ્યા છે. પરંતુ આ પ્રમાણે બોલતા તમે પારાંચિત નામના પ્રાયશ્ચિત્તને યોગ્ય છે.” સિદ્ધસેનજીએ પોતાની ભૂલ કબૂલી લીધી, પરંતુ સંઘયણ અને બુદ્ધિબલના અભાવે પારાંચિત પ્રાયશ્ચિત્ત વિચ્છેદ પામેલું હોવાથી તેને અનુસરનારું બાર
૧૨૮
૧૨૯
Page #67
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
૧૭
શ્રી સનતકુમાર ચક્રવર્તીની કથામાં
સદ્ધોધના સ્પંદનો
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો વર્ષ સુધી ગુપ્તવેશમાં રહેવાવાળું પ્રાયશ્ચિત્ત એમણે લીધું. ગચ્છનો ત્યાગ કરી, વિવિધ તપ, જપ, ધ્યાનાદિ આચરતા આઠ વર્ષ બાદ ઉજૈની નગરીમાં મહાકાલના મંદિરમાં આવ્યા. પારાંચિત તપને યોગ્ય તપને સેવતા એ, મૌનને કારણે લોકો પૂછવા છતાં કાંઈ બોલતા નથી. તેથી લોકોએ રાજાને નિવેદન કર્યું કે કોઈ પરદેશી મંદિરમાં રહેવા છતાં મહાદેવને પ્રણામ કરતો નથી. આશ્ચર્ય અને ક્રોધ સાથે રાજાએ સિદ્ધસેનસૂરિ મહાદેવને પ્રણામ ન કરવાનું કારણ પૂછ્યું. સિદ્ધસેનસૂરિએ અત્યારે જિનશાસનની પ્રભાવના કરવા યોગ્ય અવસર જાણી રાજાને કહ્યું, “મારી સ્તુતિ આ મહાદેવ સહી શકશે નહીં.'' રાજાએ વધારે ગુસ્સે થઈ કહ્યું, “જે થવાનું હોય તે થાય પણ તમે મહાદેવને પ્રણામ અને સ્તુતિ કરો.” ત્યારે સૂરિએ જિનગુણથી ગર્ભિત એવા બત્રીસ બત્રીસ શ્લોક રચવા લાગ્યા અને અત્યંત પ્રભાવશાળી એવા “કલ્યાણમંદિર સ્તોત્ર' ની રચના કરી. જે રચતા શિવલિંગમાંથી અગ્નિની જવાલાઓ નીકળી અને એના મધ્યમાંથી અપ્રતિમ સૌંદર્યવાળી એવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ. આ દશ્ય જો ઈ રાજા અને લોકોએ પાર્શ્વનાથ પ્રભુનો અને જિનશાસનનો જયજયકાર કર્યો. સૂરિજીએ રાજાને ધર્મોપદેશ આપી જૈન ધર્મનો અનુરાગી બનાવ્યો. આવી રીતે સિદ્ધસેનસૂરિએ જિનશાસનની પ્રભાવના કરી એટલે સંઘે પણ પારાંચિત પ્રાયશ્ચિત્તના બાકી રહેલ ચાર વર્ષના પ્રાયશ્ચિત્તની ક્ષમા આપી અને ઘણા બહુમાનપૂર્વક સૂરિજીને નગરપ્રવેશ કરાવ્યો. તેઓએ સંમતિપ્રકરણ, બત્રીસ બત્રીસિકો આદિ સુંદર કાવ્યરચનાઓ દ્વારા જિનશાસનની પ્રભાવના કરી એટલે તેઓ આઠમા કવિ પ્રભાવક કહેવાયા.
- મિતેશભાઈ એ. શાહ
જૈન દર્શન અનુસાર ચાર અનુયોગ પૈકી ધર્મકથાનુયોગનું પણ મહત્ત્વનું સ્થાન છે. પ્રથમાનુયોગ (ધર્મકથાનુયોગ) માં મુખ્યત્વે ૬૩ શલાકા પુરુષ (૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ બળભદ્ર, ૯ નારાયણ તથા ૯ પ્રતિનારાયણ) ના જીવનચરિત્રનું વર્ણન આવે છે. શ્રી પદ્મપુરાણ, શ્રી હરિવંશપુરાણ, શ્રી આદિપુરાણ, શ્રી ઉત્તરપુરાણ, શ્રી પ્રદ્યુમ્નકુમાર ચરિત્ર વગેરે ગ્રંથો ધર્મકથાનુયોગ અંતર્ગત આવે છે. પ્રથમાનુયોગના અધ્યયનથી પરલોક તેમજ પાપ-પુણ્ય તત્ત્વની શ્રદ્ધા દેઢ થાય છે. સૂક્ષ્મ અને દૂરવર્તી પદાર્થોનું જ્ઞાન થાય છે.
૬૩ શલાકા પુરુષો પૈકી ચોથા ચક્રવર્તી શ્રી સનતકુમાર શ્રી ધર્મનાથ તથા શ્રી શાંતિનાથ તીર્થંકરના આંતરામાં થઈ ગયા. તેઓ વીતશોક નગરના રાજા અનંતવીર્ય તથા તેઓની મહારાણી સીતાના પુત્ર હતા. તેઓએ છે ખંડને વશ કરી ચક્રવર્તી પદને ધારણ કર્યું હતું. ચક્રવર્તીની વિભૂતિ આ પ્રમાણે
| (મુંબઈ સ્થિત રશ્મિબહેને જૈનદર્શનમાં યોગ વિષય પર સંશોધન કરી પી.એચ.ડી. કરેલ છે. તેમના ચાર પુસ્તકો પ્રગટ થયા છે. જ્ઞાનસત્રોમાં તેઓ અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે.)
- ૧૩૦ -
૧૩૧
Page #68
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોહોય છે – નવનિધિ, ચૌદ રત્નો, ચોર્યાસી લાખ હાથી, ચોર્યાસી લાખ રથ, અઢાર કરોડ ઘોડા, ચોર્યાસી કરોડ શૂરવીર, છગુ કરોડ ધાન્યથી ભરેલા ગામ, છવુ હજાર રાણીઓ, બત્રીસ હજાર મુકુટધારી રાજાઓના સ્વામી.
દેવો અને વિદ્યાધરો પણ સનતકુમાર ચક્રવર્તીની સેવામાં તત્પર રહેતા. જિનધર્મ પર તેઓને પૂર્ણ શ્રદ્ધા હતી. છ ખંડના અધિપતિ હોવા છતાં તેઓ નિત્ય ધર્મક્રિયાઓ કરતા. જ્યારે આજના માનવીને ‘ધર્મ” કરવા માટે સમય મળતો નથી ! ખરેખર તો તેઓને અંતરમાં ધર્મ પ્રત્યે રુચિ હોતી નથી. ધર્મ પ્રત્યે રુચિ પ્રગટે તો વ્યસ્ત જીવનશૈલીમાંથી પણ ધર્મઆરાધના માટે સમય કાઢી લે.
કશું કરું કરતાં કશું નથી કરતો, ધ્યાન પ્રભુનું હજુ નથી ધરતો; વાતો કરતાં શુભ વેળા જાયે વહી રે, રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે ?”
એક દિવસ સૌધર્મસ્વર્ગના ઈન્દ્રની સભામાં સનતકુમાર ચક્રવર્તીના રૂપની પ્રશંસા થઈ. ત્યારે મણિમાલ અને રત્નચૂલ નામના બે દેવો કસોટી કરવા વિપ્રરૂપે સનતકુમારના અંતઃપુરમાં ગયા. તે વખતે સનતકુમાર સ્નાન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેમનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિને જોઈને બહુ આનંદ પામ્યા અને માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ આનું કારણ પૂછતાં દેવોએ જણાવ્યું કે અમે તમારા વર્ણ, રૂપની પ્રશંસા સાંભળી હતી; આજે તે વાત અમને પ્રમાણભૂત થઈ. એથી અમે આનંદ પામ્યા અને માથું ધુણાવ્યું કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ ઓછું નથી. સુંદર રૂપની પ્રાપ્તિ પૂર્વ પુણ્યના ઉદયથી
- ૧૩૨.
-જૈન કચાનકોમાં સદ્ભોધના સ્પંદનો થાય છે. જૈન ધર્મ અનુસાર કામદેવનું પદ પ્રાપ્ત કરનાર અદ્વિતીય રૂપ ધરાવતા હોય છે.
પોતાના રૂપની પ્રશંસા સાંભળી અહંકારથી ગ્રસિત થતાં સનતકુમારે કહ્યું કે તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે. પરંતુ હું જયારે રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી સિંહાસન પર બેસું છું ત્યારે મારું રૂપ અને વર્ણ જોવા યોગ્ય છે. તે વખતે મારું રૂપ જોઈને તમે ચક્તિ થઈ જશો. ‘અમે રાજસભામાં આવીશું' એમ કહીને દેવો ત્યાંથી ચાલ્યા ગયા.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત ! મનુષ્યભવમાં અભિમાનની મુખ્યતા હોય છે. અહંકારરૂપી પર્વતને ભેદ્યા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અસંભવ છે. એક કવિએ કહ્યું છે, “અહમ્ રે અહમ્ તું જાને રે મરી, બાકી મારામાં રહે તે હરિ.” અહંકારના અનેક પ્રકાર છે, પણ તેમાં મુખ્ય આઠ પ્રકાર છે :
"ज्ञानं पूजा कुलं जाति बलमृद्धि तपो वपुः । अष्टावाश्रित्य मानित्वं स्मयमाहुर्गतस्मयाः ॥”
- શ્રી રત્નકરડશ્રાવકાચાર – ૨૫
સનતકુમાર ઉત્તમ વસ્ત્રાલંકારો ધારણ કરીને સિંહાસન પર આરૂઢ થયા. રાજેશ્વર ચામરછત્રથી અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યા છે અને વધાવાઈ રહ્યા છે. ત્યાં પેલા દેવતાઓ આવ્યા. અભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ આનું કારણ પૂછ્યું. ત્યારે દેવોએ કહ્યું, “હે મહારાજા ! તે રૂપમાં ને આ રૂપમાં ભૂમિઆકાશનો ફેર પડી ગયો છે. પ્રથમ તમારી કોમળ કાયા
૧૩૩
Page #69
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો અમૃતતુલ્ય હતી. આ વેળાએ ઝેરરૂપ છે. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધિ કરવી હોય તો તમે હમણાં તાંબૂલ થૂંકો, તે પર ક્ષિકા બેસશે અને પરધામ પ્રાપ્ત થશે.”
સંસારની બધી વસ્તુઓ અનિત્ય - ક્ષણભંગુર છે. બધી વસ્તુઓ ક્ષણે ક્ષણે પરિવર્તિત થતી રહે છે. ક્ષણમાં નીરોગી ને ક્ષણમાં રોગી ! પર્યાયર્દષ્ટિ જીવ મૂઢ, અજ્ઞાની છે. દ્રવ્યદૃષ્ટિ જીવ જ્ઞાની છે.
“વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !'' - શ્રીમદ્ રાજચંદ્રજી
સનતકુમારે પરીક્ષા કરી તો એ સત્ય ઠરી. પૂર્વકર્મના પાપનો ઉદય અને તેમાં કાયાસંબંધી મદ મળવાથી ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. માટે પુણ્યના ઉદયમાં છકી ન જવું અને પાપના ઉદયમાં નાસીપાસ ન થઈ જવું.
“સુખમાં ન છકી જવું, દુઃખમાં ન હિંમત હારવી; સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી.”
પાપનો ઉદય થતાં સંજોગો બદલાઈ જાય છે. કરોડપતિ રોડપતિ થઈ જાય છે. નીરોગી રોગી બની જાય છે. ખુદના સગાં મોં ફેરવી લે છે. સારું કરવા છતાં પણ અપકીર્તિ મળે છે.
વિનાશી અને અશુચિમય કાયાનો પ્રપંચ જોઈને સનતકુમારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે વિચારવા લાગ્યો કે સંસારની બધી સંપત્તિ વીજળીના ચમકારાની જેમ જોત-જોતામાં નષ્ટ પામે છે. સંસાર દુ:ખનો
૧૩૪
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
સમુદ્ર છે. શરીર દુર્ગંધયુક્ત અપવિત્ર વસ્તુઓથી ભરેલું છે. પાંચ ઈન્દ્રિયોના વિષયો આત્માને ઠગનારા છે. મિથ્યાત્વ એ આત્માનો મોટો શત્રુ છે. તેને વશ થઈને જીવ સંસારના દુઃખોથી છોડાવીને અવિનાશી સુખ પ્રદાન કરનાર પવિત્ર જૈનધર્મ પ્રત્યે અનુરાગી થતો નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ યોગ્ય જ કહ્યું છે, “જ્ઞાનીઓએ એને (સંસારને) અનંત ખેદમય, અનંત દુ:ખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. અનંત ભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક એ વડે કરીને સંસારચક્રમાં આત્મા ભમ્યા કરે છે. જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યો પણ એ સંસારની ઝેર વિના રહી નથી.... અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને પૂંઠ દીધી છે તે સત્ય છે. એ ભણી પાછું વાળી જોવા જેવું નથી, ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે.’
વૈરાગ્યથી રંજિત થયેલ સનતકુમારે સંસારત્યાગ કરી પ્રવજ્યા ધારણ કરી. સાચે જ, માનવભવની સફળતા જ્ઞાન અને સંયમની આરાધનામાં છે. “ नृजन्मनः फलं सारं यदेतदज्ञानसेवनम् । अनिगूहित वीर्यस्य संयमस्य च धारणम् ॥” - શ્રી સારસમુચ્ચય
સનતકુમાર સાધુરૂપે વિચરતા હતા ત્યારે તેમને શરીરમાં મહારોગો ઉત્પન્ન થયા. પરંતુ ચક્રવર્તીના મન પર આ વ્યાધિઓની કોઈ અસર ના થઈ. તેઓ શરીરથી નિર્મોહી રહ્યા અને સાવધાનીપૂર્વક મુનિધર્મનું પાલન કરતા રહ્યા. ૨૨ પ્રકારના પરિષહોને સમભાવે વેદતાં મુનિજનોને ધન્ય છે !
* ૧૩૫
Page #70
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો “કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા,
નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.”
સનતકુમારની પરીક્ષા કરવા દેવ વૈદ્યનું રૂપ ધારણ કરીને આવ્યો. તેણે જોયું કે સનતકુમારનું સમગ્ર શરીર રોગોનું ઘર બની ગયું છે, છતાં તેઓ સુમેરુ સમાન નિશ્ચલ બનીને તપ કરી રહ્યા છે. છતાં સનતકુમારની પરીક્ષા કરવા તે દેવે કહ્યું કે હું કુશળ રાજવૈદ છું; તમારી કાયા રોગોનો ભોગ બનેલી છે; જો આપની ઇચ્છા હોય તો તત્કાળ તે રોગોને દૂર કરી દઉં. શરીર પ્રત્યે નિઃસ્પૃહ તે મહાત્મા બોલ્યા, “હે વૈદ ! કર્મરૂપી રોગ મહા ઉન્મત્ત છે. એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તો આ રોગ ભલે રહ્યો !” દેવતાએ કહ્યું કે એ રોગ ટાળવાની સમર્થતા હું ધરાવતો નથી. દેવ દ્રવ્યરોગ ભલે ટાળી શકે, પણ ભાવરોગ ટાળવાની તેની શક્તિ નથી. ભાવરોગ ટાળવા તો વ્યવહારથી સત્ દેવ-ગુરુધર્મનું શરણ અને નિશ્ચયથી શુદ્ધાત્માનું શરણ સ્વીકારવું જરૂરી છે.
પછી સનતકુમાર સાધુએ પોતાની લબ્ધિના બળ વડે ઘૂંકવાળી અંગુલિ કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગનો નાશ થયો. દેવ મુનિના ગુણાનુવાદ કરી સ્વસ્થાનકે ગયો.
સનતકુમાર ચક્રવર્તીનું ચરિત્ર અશુચિ ભાવનાને દેઢ કરે છે. તેઓએ ૧૮ જેટલા મહારોગોને ૭00 વર્ષ સુધી સમભાવે સહન કર્યા.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો - અજ્ઞાની જીવ શરીરના મોહમાં ઉન્મત્ત બનીને રાતદિવસ તેની સેવા કરે છે. જ્યારે શરીર છોડવાનો વખત આવે છે ત્યારે ભયંકર વિલાપ કરે છે. સડી જાય, ગળી જાય, પડી જાય, મળી જાય, વીખરાઈ જાય એવો શરીરનો સ્વભાવ છે. જ્યારે હું (આત્મા) અખંડ, અવિનાશી, અજન્મા, અજર, અમર, અમૂર્તિક, શુદ્ધ, જ્ઞાતાદેષ્ટા, પરમાનંદમય સપદાર્થ છું.
જો શરીરના સ્વરૂપનો બરાબર વિચાર કરવામાં આવે તો કોઈ પણ બુદ્ધિમાન અશુચિ, મલિન અને ગ્લાનિ ઉપજાવે તેવા શરીરની સંગતિ પસંદ ન કરે. ઔદારિક શરીરની ઉત્પત્તિનું કારણ માતાપિતાનું અત્યંત મલિન રજવીર્ય છે. આ શરીર રસ, રુધિર, માંસ, ચરબી, હાડકાં, મજજા અને વીર્ય એ સાત ધાતુઓનું બનેલું છે. વાત, પિત્ત, શ્લેષ્મ, શિરા, સ્નાયુ, ચામડી અને ઉદરાગ્નિ - આ સાત ઉપધાતુઓના આધારે શરીર ટકી રહે છે. બે કર્ણછિદ્ર, બે આંખ, બે નાકનાં છિદ્ર, એક મુખ, લિંગ અને ગુદા - આ નવદ્વારથી નિરંતર ગંદકી જ વહે છે.
અજ્ઞાની જીવ માને છે કે શરીર સ્થિર છે, પરંતુ તે અસ્થિર છે. શરીરમાં જૂના પરમાણુ ખરતા રહે છે અને નવા આવીને મળતા રહે છે. શરીર પુદ્ગલ છે. પુરણ અને ગલન તેનો સ્વભાવ છે. જેમ દૂધ અને પાણીનો સંબંધ છે તેમ આત્માનો શરીર સાથે સંબંધ છે. (શરીર અને આત્માનો એકક્ષેત્રાવહગાહ સંબંધ છે.)
રક્તપિત્ત જેવા સદૈવ લોહીપરુથી ગદગદતા મહારોગોની ઉત્પત્તિ શરીરમાં છે. પળમાં વણસી જવાનો શરીરનો સ્વભાવ છે. શરીરના પ્રત્યેક રોમમાં પોણા બન્ને રોગનો નિવાસ છે. તેવા સાડા ત્રણ કરોડ રોમયુક્ત કાયામાં પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણું હજાર પાંચસો ચોરાસી (૫,૬૮,૯૯, ૫૮૪) જેટલા રોગો શરીરમાં ઊપજવા યોગ્ય છે.
+ ૧૩૦
“ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.”
- શ્રીમદ્ રાજચંદ્રજી
+ ૧૩૬ +
Page #71
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો જેટલા પવિત્ર પદાર્થો છે તે પણ શરીરનો સ્પર્શ પામતાં જ અપવિત્ર થઈ જાય છે. દેહને સ્નાન, અત્તર, સુગંધી લેપ આદિથી ધોવા છતાં પણ સદા દુર્ગધ બહાર કાઢે છે. પંડિત બનારસીદાસજી “સમયસાર નાટક' માં જણાવે
છે,
દેહ અચેતન પ્રેત કરી રજ રેત ભરી મલ ખેતકી ક્યારી, વ્યાધિ કી પોટ અરાધિ કી ઓટ ઉપાધિ કી જોટ સમાધિસોં ન્યારી; રે જિય! દેહ કરે સુખહાનિ ઈત પર તો તોહિ લાગત પ્યારી, દેહ તો તોહિ તજેગી નિદાન પૈ તૂહી તજે ક્યાં ન દેહ કી યારી.”
૧૮
દશાર્ણભદ્રની કથામાં સબોધના સ્પંદનો
- યોગેશ બાવીશી
આવું અપવિત્ર શરીર પણ જો ધર્મરત્નોથી વિભૂષિત હોય તો પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. આપણે નરદેહને પુદ્ગલમય, અશુચિમય, નાશવંત અને આયુષ્યકર્મને આધીન સમજીને શરીર દ્વારા જેટલું આત્મકલ્યાણ થાય તેટલું શીધ્ર કરી લેવું જોઈએ.
“રે આત્મ તારો ! આત્મ તારો ! શી એને ઓળખો, સર્વાત્મમાં સમષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો.”
(અમદાવાદ સ્થિત જૈનધર્મના અભ્યાસુ મિતેશભાઈ ‘દિવ્યવધ્વનિ' ના તંત્રી છે. તેમના લેખો સામયિકો અને વર્તમાનપત્રોમાં અવારનવાર પ્રસિદ્ધ થાય
જૈન દર્શન એટલે વિશ્વશાંતિ દર્શન અને જૈન દર્શનના પાયામાં રહેલી જ્ઞાન-દર્શન અને ચારિત્રની મહત્તા. તેમાં જ્ઞાન એટલે પાયાનો સિદ્ધાંત. જ્ઞાનનો વિકાસ સમ્યક્રસારમાં પરિણમે. દર્શનને દેઢ બનાવવા અને જડ-ચેતનનો ભેદ જાણવા ચારિત્ર અને તપ દ્વારા ઉજજવળ બનાવવા જ્ઞાનની મુખ્ય ભૂમિકા રહેલ છે. જ્ઞાન ગુરુ પાસેથી મળે, જ્ઞાન આગમમાંથી મેળવી શકાય, ભક્તિ સ્વરૂપે મેળવી શકાય, કથા દ્વારા મેળવી શકાય, દેશ્ય દ્વારા મેળવી શકાય. દરેક આત્મા પોતાના ક્ષયોપશમ પ્રમાણે જ્ઞાનનું ઉપાર્જન કરે છે. જ્ઞાનના સબોધન દ્વારા આત્મશુદ્ધિનું ચોક્કસ ફળ મળે છે. આત્મશુદ્ધિ થાય તો જીવની પડતી દશામાંથી બચી શકાય છે અને જીવ ઊર્ધ્વગતિ તરફ પ્રયાણ કરે છે.
જ્યારે લિપિ ન હતી ત્યારે ગુરુ, આચાર્યો, ઉપાધ્યાય, ગણધર આદિ કંઠથી કંઠ દ્વારા જ્ઞાનનું શિષ્યોમાં પ્રરૂપણ કરતા હતા. તેને ગુરુ-શિષ્ય પરંપરા કહેવાતી
- ૧૩૮ -
૧૩૯
Page #72
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો હતી અને ત્યારે ગુરુ જૈન દર્શનના ઘણા બધા સંતો, સગવડો, રાજા-મહારાજાના કથાનકો દ્વારા શિષ્યોને જ્ઞાન અને તેનો સાર તેમજ તત્ત્વોનું નિરૂપણ કરતા હતા. આપણા ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરે પ્રરૂપેલા અને ગણધરોએ ગૂંથેલા આગમોમાં ઘણા બધા આગમની અંદર કથા દ્વારા સર્બોધ અને સ્વરૂપના સ્પંદનો સમજાય છે. જેવા કે, ઉત્તરાધ્યયન સૂત્ર, ભગવતી સૂત્ર, અંતગડ સૂત્ર જેવા આગમની અંદર આવી કથાઓ જોઈ શકાય છે. આજે ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમા અધ્યયનનો સહારો લઈને ‘દશાર્ણભદ્ર’ રાજાની કથા આપ સમક્ષ રજૂઆત કરવાનો છું. દરેક કથામાં રાજા-મહારાજા-ચક્રવર્તી જેવા ધૂરંધરોએ ત્યાગનો માર્ગ અપનાવીને વીરગતિ પ્રાપ્ત કરેલ છે તેનું મહત્ત્વ રહેલું છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં મુખ્ય સૂત્ર જ્ઞાન એ જ છે. તેમાં ૩૬ અધ્યયન રહેલા છે, જેમાં આજે ૧૮ મા અધ્યયનની અંદર દશાર્ણભદ્ર ઉપર મેં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરેલ છે. આ અધ્યયનમાં ભરત ચક્રવર્તી, નમિ કરકડુ, ઉદયન જેવા અનેક મહાન આત્માની કથાનું વર્ણન છે. ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાન મહાવીરની અંતિમ દેશના ગણાય છે.
દશાર્ણભદ્ર ૧૮ માં અધ્યયનમાં ૪૭ ગાથાઓનો સમાવેશ થયેલો છે. તેમાં ૪૪ મી ગાથામાં આ પ્રમાણે કહેલું છે.
वसण्णरज्जं मुदियं, चरुताण मुणी चरे । दसणमदे णिण्सतो, सष्सवं सव्वणं चोइओ ।। ४४ ।।
ભારત વર્ષમાં દશાર્ણપુર નામનું રાજય હતું. તેમાં દશાર્ણભદ્ર નામે રાજા હતા. તેમનું રાજય વૈભવશાળી હતું. ન્યાયસંપન્ન હતું. પ્રજા સુખી સમૃદ્ધ
- ૧૪૦
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોહતી. ગોકુળ જેવું રાજા દશાર્ણભદ્રનું રાજ્ય હતું. તેમના નગરની બહાર ચરમ તીર્થંકર પરમ તીર્થંકર પ્રભુ મહાવીર વિહાર કરતા રાજયની બહાર મંગળ ઉદ્યાનમાં પધાર્યા હતા. રાજાના હર્ષનો પાર ન હતો. પોતે જેમ ધર્મમાં અનુરક્ત હતા તેમ પ્રભુના સન્માન-સ્વાગત અને દર્શન કરવા માટે ભવ્ય સામૈયા સાથે જવું તેમ નક્કી કરેલ. તેમને વિચાર કરીને કંઈક અલૌકિક કરવું તેમ સમજીને સમસ્ત વૈભવ સાથે પ્રભુને વંદન કરવા ગયા. અહીં તે વાત નક્કી થાય છે કે પ્રભુ મહાવીર પહેલા પણ જૈન ધર્મ હતો અને ત્યારે પણ સાધુ સંતોને માનસન્માન સાથે નગરમાં લાવવામાં આવતા હતા. આમાં અહોભાવ વ્યક્ત થાય છે. આરંભ-સમારંભ નથી થતા. રાજાએ સમગ્ર નગરને સજાવ્યું. ઠેરઠેર માણેક, મોતીના હાર-તોરણ લગાડાવ્યા. હાથી પર સવારી કરી તથા ઉપર છત્ર અને બન્ને બાજુએ ચામર ઢાળતા સેવકો સાથે સામંત, રાજા તેમજ નગરના શ્રેષ્ઠી મહાજનો ચતુરંગિણી સભા અને શ્રાવક-શ્રાવિકા સાથે દશાર્ણભદ્ર પ્રભુને વાંદવા માટે પ્રસ્થાન કરે છે. ઈન્દ્ર જેવા શોભાયમાન દેખાય છે. હર્ષ અને ઉલ્લાસ ક્યાંય સમાતો નથી. તેવા પ્રકારનો ગર્વનો અનુભવ કરી રહ્યા છે. અહીંયા આત્મા ગર્વ અનુભવશે તો તેનો વિકાસ શક્ય નથી તેવું ઈન્દ્રલોકમાં રહેલા ઈન્દ્ર તેના અવધિજ્ઞાનમાં જોયું. આ બધું મેળવેલું છે તે પુણ્યના ઉદય છે. અહોભાવ તેનું ઉપાદાન તૈયાર છે તે બતાવે છે અને ઉત્સાહ તેના પૂર્વ જન્મના સંસ્કારથી આવેલ છે, પરંતુ હવે તેને અટકાવવાની જરૂર છે અને ઉપરથી ઈન્દ્ર મહારાજાએ દશાર્ણભદ્રના આત્માના વિકાસ માટે પ્રભુભક્તિમાં આવો ગર્વ ઉચિત નથી તેવું સમજાવવા ઈન્દ્ર ઐરાવત દેવને આદેશ આપીને પોતાના રસાલા સાથે દશાર્ણપુર નગરમાં પ્રભુ મહાવીરના દર્શન અર્થે આકાશમાર્ગથી આવી પહોંચ્યા. તેઓ પણ તેમની સેના અને શોભાયાત્રા લઈને આવેલા.
૧૪૧
Page #73
--------------------------------------------------------------------------
________________
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો અહીંયા એ ફલિત થાય છે કે જો આત્મા તેના માર્ગમાંથી ચલિત થાય તો દેવો તેમને સહાય કરે છે. અહીંયા નીચા દેખાડવાનો ભાવ નથી. હરીફાઈનો ઉદ્દેશ પણ નથી, પરંતુ દશાર્ણભદ્રનું ગર્વ જો ઓગળે તો તેમનો આત્મા ઊર્ધ્વગામી બને તેમ છે, તેવું પ્રતીત કરાવવાનો ઉદ્દેશ છે. ઈન્દ્ર મહારાજાની શોભાયાત્રા સામે દશાર્ણભદ્રની શોભાયાત્રા ફીક્કી પડવા માંડી. આ પરિસ્થિતિ જોઈને દશાર્ણભદ્રના મનમાં કાંઈ પણ રાગ-દ્વેષ ઉત્પન્ન થવાના બદલે તે પોતાના આત્મચિંતનમાં ઊતરી જાય છે અને વિચારે છે કે ઈન્દ્રનો વૈભવ તેમની ધર્મ આરાધનાથી જ પ્રાપ્ત થાય છે અને મારે પણ મારા જીવનમાં શુદ્ધ ધર્મની આરાધના કરવી જોઈએ, જેથી કર્મની નિર્જરા થાય, મારા ભાવ સચવાય અને ગર્વ પણ રહી જાય. આમ એકાંતે વિચાર થતા, સંસારથી વિરક્ત થઈ પ્રભુ મહાવીર પાસે દીક્ષા પ્રદાન કરવાની પ્રાર્થના કરી. અહીંયા એ જોઈ શકાય કે તીર્થકર સિવાય કોઈપણ પોતે પોતાની રીતે સ્વયં બુદ્ધ થઈ શક્તો નથી. ગુરુની આજ્ઞા ખૂબ જરૂરી છે. અહીંયા ગુરુનું મહત્ત્વ સમજાય છે. સાથે રાજાનો વિનય દેખાય છે અને વ્યવહારનયથી આમ જ થાય તે પ્રતિપાદિત થાય છે. દશાર્ણભદ્ર જેવા પાંચ મહાવ્રત ધારણ કરે છે કે તરત જ પોતે પોતાનો કેશલોચ કરીને પ્રભુ મહાવીર પાસે દીક્ષાનો પાઠ ભણીને દીક્ષા અંગીકાર કરે છે. અહીંયા આ પરંપરા આજે પણ દેખાય છે. દશાર્ણભદ્ર રાજાને એ ઈન્દ્ર વારંવાર ધન્યવાદ આપ્યા અને બોલ્યા કે વૈભવમાં અમે તમારા કરતા ઘણા શક્તિમાન છીએ, પરંતુ તમારી જેમ ત્યાગ કરવાની શક્તિ મારામાં નથી. દેવલોકનો વૈભવ ગમે તેટલો ભવ્ય હોય પરંતુ મનુષ્યભવમાં જ આત્મવૈભવ પ્રાપ્ત કરવાની અનંત શક્તિ હોય છે. આવી ભૂરી ભૂરી અનુમોદના કરતા ઈન્દ્ર પરત ઈન્દ્રલોકમાં ચાલ્યા ગયા.
-જૈન કચાનકોમાં સદ્ભોધના સ્પંદનો અહીંયા મનુષ્યભવની મહત્તા સમજાય છે. મનુષ્યભવ સિવાય મોક્ષપદ નથી તે પ્રતિપાદિત થાય છે. ત્યાગ એ વૈભવ કરતા ઘણો આગળ છે. ત્યાગનું મહત્ત્વ ખૂબ રહેલું છે. ઈન્દ્રિયના વિષયોને ત્યાગીને સ્વીકારેલા સંયમ થકી તથા ઉગ્ર તપ દ્વારા આરાધના કરતા કરતા દશાર્ણભદ્ર રાજવી તેજ ભવે કર્મ ક્ષય કરીને મોક્ષે પધારીને મુક્તિ પામ્યા. એટલે આપણો ધર્મ ત્યાગપ્રધાન છે. માત્ર જીવો અને જીવવા દો તે ફિલોસોફીમાં નથી માનતો, પરંતુ જીવો, ત્યાગ કરો, સંયમ કરો અને અન્યને જીવાડો તે માન્યતા દૃઢ કરે છે. ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે વૈભવત્યાગ ઝડપથી કર્મની નિર્જરા કરાવે છે.
આવા કથાનકો સત્ય છે અને તેના દ્વારા જૈનદર્શનના બધા સિદ્ધાંતો જેવા કે નવ તત્ત્વ, છ દ્રવ્ય, બાર ભાવના, છ વેશ્યા, અઢાર પાપસ્થાનક વગેરે આપણા જેવા બાલજીવોને સમજાય તો તે માટે કથાનક સ્વરૂપ આપવામાં આવેલ છે. અહીં આ લોજીકલ લેવાને કારણે બાળબુદ્ધિવાળા મારા જેમ ઝડપથી સમજી શકે તે ઉદ્દેશ રહેલો છે.
મારાથી કોઈપણ પ્રકારની અતિશયોક્તિ, ઉત્સુત્ર પ્રરૂપણા તેમજ કેવળી પ્રરૂપિત ધર્મથી વિરુદ્ધ કાંઈપણ લખાઈ ગયું હોય તો આત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્.
(જૈન ધર્મના અભ્યાસુ યોગેશભાઈ ઘાટકોપર સાંઘાણી ઉપાશ્રય, વિશ્વવાત્સલ્ય સંઘ તથા જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ સાથે સંકળાયેલા છે.)
- ૧૪૨ -
૧૪૩
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૯
જૈન કથાનોમાં સદ્બોધના સ્પંદનો.
ચારુદત્તની કથામાં સદ્બોધના સ્પંદનો
- ડૉ. પાર્વતી ખીરાણી
આધિ, વ્યાધિ, ઉપાધિથી ગ્રસ્ત, ત્રસ્ત, તપ્ત થયેલા જીવોને શાસ્ત્રોપદેશનું સારતત્ત્વ ગળે શીરાની જેમ લસરીને ઉતરી જાય એ રીતે જે માધ્યમ દ્વારા પીરસવામાં આવે છે એ માધ્યમનું નામ છે ધર્મકથાનુયોગ. આ કથાઓથી જીવ મુક્ત, શાંત, શીત અને તૃપ્ત થઈ જાય છે. જૈનદર્શનમાં કથાનો વિશાળ મહાસાગર ઘૂધવે છે. એના અનેક કથારત્નમાંથી અહીં ચારુદત્ત નામના નાયકની કથા પ્રસ્તુત છે.
આ કથા આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત કુંવરજીભાઈ આણંદજીભાઈ દ્વારા અનુવાદિત ‘શ્રી ઉપદેશપ્રાસાદ’ નામક ગ્રંથમાંથી અહીં ઉષ્કૃત કરી છે.
ઉપદેશપ્રાસાદ ગ્રંથનો પરિચય :- આ ગ્રંથમાં દ્રવ્યાનુયોગ તથા કથાનુયોગનો મણિકાંચન યોગ અનુભવાય છે. અઘરા સિદ્ધાંત સાથે દૃષ્ટાંત
- ૧૪૪
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
એ ન્યાયે જૈનદર્શનના સિદ્ધાંતોની સમજણ દૃષ્ટાંત સહિત આપી છે. યથાસ્થાને શાસ્ત્રીય પ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો, બોધકથાઓ આદિનો સુમેળ સાધ્યો છે.
આ મૂળ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ છે. તેમણે આ ગ્રંથરૂપ પ્રાસાદના ૨૩ સ્તંભો કલ્પી દરેક સ્તંભની પંદર પંદર અસ્ર (હાંસ) કલ્પી છે. એ રીતે વર્ષના દિવસપ્રમાણ ૩૬૦ વ્યાખ્યાનોરૂપ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. પ્રસંગોપાત્ત અનેક સૂત્રો તથા ગ્રંથોમાંથી પ્રસ્તુત વિષયને દૃઢ કરતાં શ્લોકો તથા ગદ્ય અવતરણો આપી ગ્રંથને પરિપૂર્ણ અને સમૃદ્ધ કર્યો છે.
પ્રથમ વ્યાખ્યાનની શરૂઆત ચૈત્ર સુદ-૧ થી કરેલી છે ત્યાર પછીના દિવસોની ગણતરીએ બધા પર્વના વ્યાખ્યાનો આપેલા છે. દા.ત. દીપોત્સવીનું વ્યાખ્યાન ૨૧૦ મું, બેસતાવર્ષનું વ્યાખ્યાન ૨૧૧ મું, જ્ઞાનપંચમીનું ૨૧૫ મું એ રીતે બધા પર્વોનું સમજવું.
આ ગ્રંથ મુખ્યત્વે ઉપદેશબોધનો છે. દૃષ્ટાંતશૈલીથી એમાં ૧૨ વ્રત એના અતિચારો દાન-શીલ-તપ-ભાવ આદિનું ટૂંકું ને વિશદ વિવેચન કરીને નાના-મોટા દૃષ્ટાંતોથી અસરકારક ૩૬૦ વ્યાખ્યાનો સંકલન સહિત આપ્યા
છે.
આ ગ્રંથની ઉપયોગિતા જાણીને તેનું ગુજરાતી ભાષાંતર ઘણાં વર્ષો પૂર્વે શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ ખૂબજ મહેનત લઈને ચીવટ લઈને કર્યું હતું. સદ્ગત કુંવરજીભાઈ તેમના પ્રકાંડ પાંડિત્યને કારણે ઘણા સાધુ-સાધ્વીના વિદ્યાગુરુ હતા. એમનામાં જ્ઞાન-ક્રિયાનો સંપૂર્ણ સમન્વય હતો. અભ્યાસ સાથે તેઓ
૧૪૫
Page #75
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો સામાયિક, પ્રતિક્રમણ, પૌષધાદિ ક્રિયાઓ પણ કરતા હતા. અક્ષરોને બે હાથે ભેગા કરી કરી હજાર હાથે વહેંચનાર એવા શ્રાવક કુંવરજીભાઈ માત્ર આકૃતિથી જ માનવ નહોતા, પરંતુ જાગૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિથી પણ માનવ હતા.
ચારુદત્તનું કથાનક આ કથામાં છઠ્ઠા દિગ્વિરતિ વ્રતના સિદ્ધાંતને ઉજાગર કરવામાં આવ્યું
जगदाक्रममाणस्य, प्रसरल्लोभवारिधेः । स्खलनं विदधे तेन, येन दिग्विरति: कृता ।। १ ।।
અર્થાત્ – જે જીવ આ દિગ્વિરતિરૂપ છઠું વ્રત ગ્રહણ કરે છે તે આ આખા જગત પર આક્રમણ કરનાર અને ચારે બાજુથી પ્રસાર પામતા લોભસમુદ્રની સ્કૂલના કરે છે.
જે વ્યક્તિ લોભને વશ થાય છે તેને ત્રણે લોકની સંપત્તિ, ઈંદ્રાદિનું પદ મેળવવાનું મન થાય છે. એ રીતે તે સર્વ જગતને દબાવે છે. એ લોભરૂપી સમુદ્રને નાથવું હોય તો છઠું વ્રત ગ્રહણ કરવું જોઈએ. એ વ્રતને ધારણ કરનાર મર્યાદા કરેલી સીમાથી આગળ જવા ઇચ્છતો નથી તેથી એ સીમાની બહાર રહેલા સુવર્ણ-રૂપું-ધન-ધાન્ય વગેરેનો તે લોભ કરતો નથી; અને જેને તેવો નિયમ હોતો નથી તે તૃષ્ણા વડે સર્વત્ર ભ્રમણ કર્યા કરે છે એનો બોધ ચારુદત્તની કથામાંથી મળે છે.
ચારુદત્તની કથા -વર્ષો પહેલાંની વાત છે. રમણીય, શોભનીય, દર્શનીય ચંપા નામની નગરી હતી. એમાં ભાનુદત્ત નામના શેઠ રહેતા હતા. એમને સર્વાગ સુંદર ચારુદત્ત નામનો અંગજ (પુત્ર) હતો. સારી રીતે પાલનપોષણ પામતો યૌવનાવસ્થામાં પ્રવેશ્યો ત્યારે શેઠે સુઅવસરે યોગ્ય કન્યા સાથે
- ૧૪૬
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પરણાવ્યો. પણ કોઈ કારણસર વૈરાગ્યવાસિત થવાને કારણે વિષયથી વિરક્ત થઈ પોતાની પત્નીથી દૂર રહેવા લાગ્યો. એ શેઠના ધ્યાનમાં આવવાથી તેને વિષયાસક્ત કરવા માટે એક ગણિકા (શ્યા) ને ત્યાં મોકલ્યો. પણ તેનું પરિણામ વિપરીત આવ્યું. તે ગણિકામાં જ આસક્ત થઈને પોતાના ઘરથી વિમુખ થઈ ગયો. બાર વર્ષ ગણિકાને ત્યાં જ રહી ગયો.
જયારે તેના પિતાનો અંતિમ સમય આવ્યો ત્યારે તેમણે પુત્રને પોતાની પાસે બોલાવીને કહ્યું, “હે વત્સ ! તેં જન્મથી માંડીને મારું વચન માન્યું નથી પણ હવે આ છેવટનું એક વચન માનજે, તે એ કે જયારે તને સંકટ પડે ત્યારે નવકારમંત્રને સંભારજે.” આ પ્રમાણે કહીને પિતા પરલોક સિધાવી ગયા. થોડા દિવસ પછી માતા પણ ચિરનિદ્રામાં પોઢી ગયા. માતા-પિતા જતા રહેતા કોઈ રોક-ટોક કરવાવાળું ન રહ્યું. એથી દુર્બસનમાં ફસાયેલા ચારુદત્તે વારસાગત સંપત્તિને આડેધડ વાપરી નાંખી. તેથી પત્નીને પિયરની વાટ પકડવી પડી. એનું ધન ખૂટી જતાં સ્વાર્થી વેશ્યાએ પણ એને ઘરમાંથી રવાના કર્યો. એટલે તે સસરાને ઘરે ગયો.
સસરાને કાકલુદી કરીને એમની પાસેથી થોડું ધન મેળવીને કમાવવા માટે વહાણે ચડ્યો. પણ ભાગ્યવશાત્ વહાણ અધવચ્ચે તૂટી પડ્યું. પરંતુ ચારુદત્તના પુણ્ય જોર કરતા હતા. તેથી તેને એક પાટિયું મળી ગયું. જેના સહારે તરતો તરતો હેમખેમ કિનારે પહોંચી ગયો. ત્યાંથી પોતાના મામાને ઘરે પહોંચ્યો. ત્યાં પોતાની આપવીતી કહીને થોડું ધન મેળવીને પાછું કમાવા માટે પગરસ્તે પ્રયાણ કર્યું, પણ કરમની કઠણાઈ પીછો છોડતી નથી. રસ્તામાં તેને ચોરે લૂંટી લીધો. પાછો દુ:ખી થઈને અહીંતહીં ભટકતા, રસ્તામાં કોઈ
+ ૧૪૦
Page #76
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો યોગી મળ્યા. એમને રસકૂપિકામાંથી રસ જોઈતો હતો એટલે કોઈ પુરુષની શોધમાં હતા.
તેમણે ચારુદત્તને કહ્યું કે તું મને કૂવામાંથી રસ કાઢી આપીશ તો અર્ધા ભાગ તને આપીશ. ચારુદત્ત તૈયાર થયો એટલે યોગીએ એને રસકૂપિકામાંથી રસ લેવા માટે માંચી પર બેસાડીને કૂવામાં ઉતાર્યો. રસનો કુંભ ભરીને ચારુદત્ત ઉપર આવ્યો. યોગીએ એના હાથમાંથી કુંભ લઈને માંચી સહિત એને કૂવામાં ધકેલી દીધો અને પોતે નાસી ગયો. એ કૂવામાં બીજો પણ એક પુરુષ હતો, જે મૃત્યુ સન્મુખ જઈ રહ્યો હતો. એને ચારુદત્તે નવકારમંત્ર સંભળાવ્યો.
ત્રીજે દિવસે એક ચંદન ઘો કૂવામાં રસ પીવા આવી. એને જોતાં જ ચારુદત્તમાં બુદ્ધિસંચાર થયો અને એ ઘોના પૂંછડે વળગી પડ્યો. એના સહારે કષ્ટ વેઠીને બહાર નીકળી આવ્યો. ત્યાંથી નીકળીને આગળ વધતાં કર્મયોગે રસ્તામાં તેના મામાના પુત્ર રૂદ્રદત્ત સાથે મુલાકાત થઈ ગઈ..
તેની પરિસ્થિતિ જાણીને રૂદ્રદત્તે તેને કહ્યું કે આપણે બે ઘેટાં લઈને સુવર્ણદ્વીપ જઈએ. ચારુદત્તને એ વાત યોગ્ય લાગતા સંમતિ આપી એટલે બે ઘેટાં લઈને સમુદ્રકિનારે આવ્યા. પછી રૂદ્રદત્તે કહ્યું કે આ બે ઘેટાને હણીને તેના ચર્મની અંદર છરી લઈને પેસીએ. પછી જયારે અહીં ભારંડ પક્ષી આવશે તે માંસની લાલચે ઘેટામાં રહેલા આપણને ઘેટું સમજી ઉપાડીને સુવર્ણદ્વીપ લઈ જશે એટલે આપણે ચામડાને ચીરીને બહાર નીકળીને ત્યાંથી સુવર્ણ લઈ આવીશું.
ચારુદત્તને વધ કરવાવાળી વાત કરી નહિ એટલે તેણે કહ્યું, “આપણાથી જીવનો વધ કેવી રીતે થાય ?” એટલામાં તો રૂદ્રદત્તે શસ્ત્રના એક ઝાટકે ઘેટાંને મારી નાંખ્યું. પછી જેવો બીજાને મારવા જતો હતો ત્યાં ચારુદત્તે ઘેટાંને
- ૧૪૮
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો - નવકારમંત્ર સંભળાવ્યો. ઘેટાંએ અનશન ગ્રહણ કર્યું. પછી બંને જણા તે ઘેટાંની ચર્મની ધમણમાં પ્રવેશ્યા, ત્યાં જ ભાખંડ પક્ષી તે ધમણ લઈને આકાશમાં ઉડ્યું. પરંતુ, રસ્તામાં બીજા ભાખંડ પક્ષી સાથે યુદ્ધ થતાં તેના મુખમાંથી ચારુદત્તવાળી ધમણ એક સરોવરમાં પડી ગઈ. એમાંથી ચારુદત્ત બહાર નીકળીને ભ્રમણ કરતો હતો ત્યાં એક ચારણમુનિનો ભેટો થયો. તેમને યથાવિધિ વંદન કરીને તેમની પાસે બેઠો ત્યારે મુનિએ પૂછ્યું કે, “હે ભદ્ર આ નિર્જન સ્થળમાં તું ક્યાંથી આવ્યો ?' ચારુદત્તે પ્રત્યુત્તરમાં પોતાની વીતકકથા કહી, જે સાંભળીને મુનિએ એને દિશાઓની મર્યાદા કરવાવાળું છઠું દિગ્વિરતિ વ્રત સમજાવીને બોધ આપ્યો. ચારુદત્તે સમજણ સહિત તે વ્રત ગ્રહણ કર્યું.
એ અરસામાં કોઈ દેવે ત્યાં આવીને પ્રથમ ચારુદત્તને, પછી મુનિને વંદના કરી. ત્યાં વંદનાર્થે આવેલા વિદ્યાધરે આ જોઈને પેલા દેવને પૂછ્યું કે હે દેવ ! તમે સાધુને બદલે પ્રથમ ગૃહસ્થને કેમ નમ્યા? આ સાંભળીને દેવે કહ્યું કે, “પૂર્વે પિપ્પલાદ નામે બ્રહ્મર્ષિ ઘણા લોકોને યજ્ઞ કરાવી, પાપમય શસ્ત્રો પ્રરૂપીને નરકે ગયા હતા, તે પિપ્પલાદ ઋષિ નરકમાંથી નીકળી પાંચ ભવ સુધી બકરા થયા. તે પાંચે ભવમાં યજ્ઞમાં જ હોમાયો. છટ્ટે ભવે પણ બકરો થયા પણ તે ભવમાં મરતી વખતે આ ચારુદત્તે અનશન કરાવી નવકારમંત્ર સંભળાવ્યો. તેના મહિમાથી મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. તે દેવ હું છું. અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને આ મારા ગુરુએ આપેલા નવકારમંત્રનો મહિમા કહેવા અને ઉપકારી ગુરુને વંદવા હું અહીં આવ્યો. એટલે મેં તેમને પ્રથમ વંદના કરીને પછી સાધુને વંદના કરી છે.”
પૂર્વોક્ત હકીક્ત સાંભળીને ચારુદત્તે વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી અને અનેક પ્રકારની તપસ્યા કરીને તે સ્વર્ગે ગયો.
૧૪૯
Page #77
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો વિદેશી માલ આવતો બંધ થાય તો વિદેશના વ્યાપાર કરવા માટેના બંદરો-પોર્ટ મેળવવા માટે થતા ખટરાગ, વિશ્વયુદ્ધ વગેરે બંધ થાય. વિશ્વયુદ્ધો બંધ થાય તો અણુબોંબ, હાઈડ્રોજન જેવા વિષારી બોમ્બોને બદલે માનવહિતની તથા શાંતિવર્ધક શોધ થવા પામે. આ રીતે અબજો રૂપિયાઓનો નાશ અટકે, જે જનહિત માટે વાપરી શકાય. આ વ્રત તૃષ્ણા ટૂંકાવવા માટે અને અપરિગ્રહની દૃઢતા માટે જરૂરી છે.
(ડૉ. પાર્વતીબહેને શ્રાવક કવિ ઋષભદાસના રાસ પર સંશોધન કરી Ph.D. કર્યું છે. મહાસંઘના ધાર્મિક શિક્ષણ બોર્ડમાં ઉપપ્રમુખ છે. હસ્તલિખિત પ્રતોના સંશોધન કાર્યમાં રસ ધરાવે છે.)
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો જેમ ચારુદત્તે દિગ્વિરતિ વ્રત નહોતું લીધું તેને કારણે અનેક સ્થાને ભમી ભમીને દુઃખી થયો, તેમ જે પ્રાણી તે વ્રત ગ્રહણ નહીં કરે તો દુ:ખી થશે. માટે ભવ્યજીવોએ આ વ્રત ગ્રહણ કરવું.
સર્બોધ સ્પંદન:- આજે માનવીની લાલસાઓ દિવસે ન વધે એટલી રાત્રે વધે છે. જેને કારણે તે દેશના એક રાજયમાંથી બીજા રાજ્યમાં તેમજ દેશ-વિદેશમાં દોડાદોડ કરે છે. ક્યારે વ્યાપારાર્થે, પ્રદર્શનાર્થે કે પર્યટણાર્થે ફર્યા કરે છે. માણેક માટે બર્મા જશે તો હીરા માટે એન્ટવર્પ કે આફ્રિકા જશે. વળી, ચાઈના તો બધા પ્રકારની કટલરી માટે આંટા માર્યા કરશે. એક દિશામાંથી બીજી દિશામાં દોડાદોડ કરનારને ઘડીભર પણ નિરાંતે બેસીને દોડાદોડના ધ્યેય વિચારવાની ફુરસદ પણ નથી મળતી.
એ જે ક્ષેત્રમાં જાય ત્યાંના વેપારધંધા પર પોતાની કાબેલિયતને કારણે વર્ચસ્વ જમાવી દે છે. તેથી ત્યાંના વતનીઓના ધંધા-રોજગાર છીનવાઈ જાય છે, જેથી અહિંસા વ્રતના અતિચાર લાગે છે. વળી, તેમની પ્રવૃત્તિથી પરદેશી વ્યાપારીઓ અને તે દેશના વતનીઓ વચ્ચે ઘર્ષણ, વૈમનસ્ય આદિ ઉત્પન્ન થાય છે. જો દિશાની મર્યાદા બાંધી હોય તો જે તે દેશોમાં જવાનો પ્રસંગ જ ઉદ્દભવતો નથી અને સંઘર્ષથી બચી જવાય છે.
દિશાની મર્યાદાને કારણે ચાઈના-આફ્રિકા વગેરે દેશોમાંથી માલ મંગાવી શકાય નહિ તેમ માલ મોકલી પણ શકાય નહિ. તેમજ બીજા દેશો પર આધાર રાખવાની વૃત્તિ દૂર થાય અને પોતાના દેશને ઉત્પાદનની બાબતમાં સ્વતંત્ર કરવાની વૃત્તિ જાગે. આજકાલ ચાઈનાના માલની બોલબાલા થાય છે તેના કારણે આપણા જ કારીગરો બેકાર થાય છે. માટે જ નરેન્દ્ર મોદીએ ‘મેક ઈન ઈન્ડિયા” નું જે સૂત્ર આપ્યું છે તે આ વ્રતની પુષ્ટિ કરે એવું છે.
+ ૧૫૦
૧૫૧
Page #78
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
૨૦
અનેકસેનાદિ છ મુનિરાજોના
કથાનક દ્વારા ધર્મબોધ
- ડૉ. કેતકી યોગેશ શાહ
તીર્થંકરના અર્થરૂપ ઉપદેશના આધારે ગણધર ભગવંતો દ્વારા રચિત આગમો અંગસૂત્ર કહેવાય છે. તેમાંનું આઠમું અંગસૂત્ર તે અંતગડ સૂત્ર; જેમાં અનેકસેનાદિ છ મુનિરાજોનો અધિકાર છે. વર્તમાનમાં ઉપલબ્ધ અંગસાહિત્ય ગણધર સુધર્માસ્વામીની રચના છે, જેમનો જન્મ વાણિજયગ્રામ નગરના કોલ્લાક સન્નિવેશમાં ધમ્મિલ બ્રાહ્મણ તથા માતા ભદિલાને ત્યાં વીર નિર્વાણ પૂર્વે ૮૦ વર્ષે થયો હતો. મધ્ય પાવાપુરીના મહાસન ઉદ્યાનમાં ૫૦ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહી, વીર નિર્વાણ પછી ૧૨ વર્ષ છદ્મસ્થ રહી, આઠ વર્ષની કેવળી પર્યાય પાળી કુલ ૧૦૦ વર્ષની ઉંમરે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. સુધર્માસ્વામી ભગવાન મહાવીર સ્વામીના સમકાલીન હતા. તેથી વર્તમાન અંગસાહિત્યનો રચનાકાળ ઈ.સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દી સિદ્ધ થાય છે.
અંતગડ સૂત્ર ધર્મકથાનુયોગ છે. કથાના રૂપમાં પીરસાતો બોધ
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો - લસપસતા શીરા જેવો હોય છે, તેવા અંતગડની ભાષા અર્ધમાગધી છે તો શૈલી કથાત્મક છે. અંતગડસૂત્ર શ્રદ્ધા, ત્યાગ, તપ, આચાર, ભાવરૂપી ધર્મનું જનરેટર હોવાથી પર્યુષણ પર્વમાં વાચના કરવાની પરંપરા છે. “અંતગડ’ એટલે તે જ ભવમાં મોક્ષે જવાવાળા ચરમ શરીરી જીવો. તેવા નેવું જીવોનો અધિકાર અંતગડ સૂત્રમાં છે. તેમાં ૮ વર્ગ અને ૯૦ અધ્યયન છે. તેમનાથ ભગવાનના શાસનના ૫૧ જીવો અને ભગવાન મહાવીરના શાસનકાળના ૩૯ જીવોનું વર્ણન છે. પ્રસ્તુત લેખના નાયક અનેકસેનાદિ છ મુનિનું વર્ણન ત્રીજા વર્ગના પહેલા ૬ અધ્યયનમાં છે. તે ૬ ભાઈ મુનિનાં નામ : (૧) અનીયસકુમાર (અનેકસેન), (૨) અનંતસેનકુમાર, (૩) અનિહતકુમાર, (૪) વિદ્વતકુમાર, (૫) દેવયશકુમાર, (૬) શત્રુસેનકુમાર.
આ અવસર્પિણીકાળના ચોથા આરે ભદિલપુર નામના નગરના જિતશત્રુ રાજા હતા. તે નગરમાં નાગ ગાથાપતિ રહેતા હતા. તે ઋદ્ધિસંપન્ન, તેજવી હતા. સુવર્ણ, રજત આદિ ધનની બહુલતાયુક્ત હતા. તેઓ અર્થલાભ માટે ધનના આદાન-પ્રદાનરૂપ પ્રયોગ કરતા હતા. ભોજન પશ્ચાત પણ તેમને ત્યાં વિપુલ પ્રમાણમાં ભોજન બચતું. આ નાગ ગાથાપતિને સુલસી નામની પત્ની હતી; જેઓ સર્વાગ સુંદર, ચંદ્રસમાન સૌમ્ય, કાન્ત, પ્રિય, દર્શનીય, રૂપયુક્ત હતા. તેમને અનેકસેન કુમાર નામનો પુત્ર હતો, જે સુકોમળ, સુંદર, રૂપવાન હતો. પાંચ ધાવમાતા (ક્ષીરધાત્રી, મંડનધાત્રી, મજ્જનધાત્રી, ક્રીડાપનધાત્રી, અંકધાત્રી) દ્વારા લાલનપાલન કરાતા અનેકસેનકુમાર સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યો.
ત્યારપછી આઠ વર્ષથી અધિક ઉંમરનો જાણી માતાપિતાએ તેને કલાચાર્ય પાસે વિદ્યાભ્યાસ માટે મોકલ્યો. કલાચાર્યે પુરુષોચિત ૭૨ કળાઓ
- ૧૫૩
• ૧૫૨
Page #79
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો(નામ આગમમાંથી જાણવા) મૂળ, અર્થને ગ્રંથ તથા પ્રયોગ દ્વારા સિદ્ધ કરાવી અને શીખવાડી. અહીં સુધી શૈશવ અને શૈક્ષણિક જીવનનું વર્ણન છે. બાળકના સંસ્કાર ઘડતરનો કોલ ગર્ભાવસ્થાથી લઈ આઠ વર્ષ સુધીનો છે. એ સંસ્કાર ઘડતરમાં ઘરનું વાતાવરણ, માતાપિતાની જાગૃતિ વધુ જવાબદાર બને છે. પ્રાયઃ આઠ વર્ષની ઉંમરનું ઘરના સંસ્કારથી ઘડાયેલું બાળક બહારના વાતાવરણમાં જાય તો પણ તેનામાં પ્રાયઃ કુસંસ્કાર પ્રવેશી શકતા નથી. જયારે આજે વિદેશી વાયરાથી રંગાયેલી માતા પોતાના બાળકને સર્વશ્રેષ્ઠ બનાવવાની હોડમાં અને લ્હાયમાં, બાળક હજુ બોલતા પણ ન શીખ્યું હોય ત્યાં તેને પ્લેહાઉસ કે નર્સરીમાં બેસાડી દે છે. બાહ્ય વિદ્યાભ્યાસની યોગ્યતાનો પ્રારંભિક કાળ સાતિરેક આઠ વર્ષનો છે.
અનેકસેનકુમારનો યૌવનાવસ્થામાં પ્રવેશ થતાં સમાન વય, સમાન ત્વચા, રૂપ, ગુણ તથા સમાન ઈભ્યકુળની ૩૨ ઈભ્ય કન્યાઓ સાથે એક જ દિવસે માતાપિતાએ વિવાહ કરાવ્યો. વિવાહ બાદ નાગગાથાપતિએ અનેકસેનને પ્રીતિદાનમાં ૩૨ કરોડ સુવર્ણ-રજતથી લઈ તમામ ભોગોપભોગની સામગ્રી આપી. અનેકસેનકુમારે તે બત્રીસ પત્નીઓમાં વિભાજિત કરી વહેંચી દીધી. અહીં નોંધનીય બાબત એ છે કે વિવાહ હંમેશાં સમાન કુળાચાર સંપન્ન સાથે જ કરવામાં આવે છે. આજે પ્રેમલગ્નની ઘેલછાએ આંતરજાતીય વિવાહમાં મોટાભાગે પાછળથી ઉદ્ભવતા પ્રશ્નો અને સમસ્યાઓ જીવન વેરવિખેર કરી નાંખે છે.
તે જ ભક્િલપુર નગરીના શ્રીવન નામના ઉદ્યાનમાં ભગવાન અરિષ્ટનેમિ (૨૨ મા તીર્થંકર) પધાર્યા, જનસમૂહ ધર્મોપદેશ સુણવા જઈ રહ્યો હતો. તેનો કોલાહલ સાંભળી કારણ પૂછ્યું અને તેઓ પણ ભગવાન સમીપે
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો આવ્યા. પ્રવચન પ્રભાવથી વૈરાગ્ય જાગ્યો અને પ્રભુના ચરણોમાં દીક્ષિત થયા. અઢળક સંપત્તિના ધણી હોવા છતાં, વૈભવની છોળમાં માણવા છતાં, ૩૨-૩૨ સુંદર પત્નીઓ હોવા છતાં એ બધું છોડીને દીક્ષા લેવી એ અપૂર્વ વાત છે. કારણ કે પુણ્ય કર્મના ઉદયમાં આત્માને સુખ દેવાનો સ્વભાવ નથી. મોહરાજા પાપની ગોળી મારી ધર્મ કરતાં અટકાવે કાં તો પુણ્યનો ગોળ આપી, લલચાવી, પોતાના પાસમાં જકડે છે. પણ તેના સકંજામાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય ધર્મ છે. આ જ રીતે અનેકસેનકુમારથી લઈ શત્રુસેન કુમારનું જાણવું.
અહંત અરિષ્ટનેમિ ભગવાનના ૬ અંતેવાસી અણગાર સહોદર ભાઈ હતા. તેઓ એક સમાન આકારવાળા, સમાન ત્વચાવાળા તથા સમવયસ્ક જણાતા હતા, નળકુબેર સમાન શોભતા હતા. દીક્ષાને દિવસે જ ભગવાનને વંદન-નમસ્કાર કરીને જીવનપર્યત નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠ તપસ્યા કરવાની અનુજ્ઞા માંગી. છઠ્ઠ તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
વિચરતા વિચરતા એકદા છએ અણગારો ભગવાન સાથે દ્વારકા નગરીમાં પધાર્યા. એક સમયે છઠ્ઠના પારણાના દિવસે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરી, બીજા પ્રહરમાં ધ્યાન કર્યું, ત્રીજા પ્રહરમાં કાયિક અને માનસિક ચપળતાથી રહિત થઈને મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું, પાત્ર વસ્ત્રોનું પ્રતિલેખન કર્યું, પ્રતિલેખન કરીને પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરીને પાત્રોને ઝોળીમાં રાખ્યાં, તે લઈને ભગવાન પાસે વંદન નમસ્કાર કરીને બોલ્યા કે હે ભગવન્ ! આપની આજ્ઞા હોય તો અમે તો છઠ્ઠના પારણા માટે બન્નેના ત્રણ સંઘાડાએ દ્વારકા નગરીમાં ભિક્ષા હેતુ ગમન કરવા ઇચ્છીએ છીએ. ભગવાન બોલ્યા – ૩ સુk વેવાઈપિયા ! મા પડવંધં કરે - જેમ આપને સુખ ઊપજે તેમ પ્રતિબંધ વિના કરો. છએ મુનિ પ્રભુની અનુજ્ઞા પામી, વંદન-નમસ્કાર કરી બહાર
૧૫૫
* ૧૫૪
Page #80
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો નીકળીને ત્રણ સંવાડામાં ચપળતા, ચંચળતારહિત ભિક્ષા માટે ઉચ્ચ-નિમ્નમધ્યમ કુળોમાં ફરવા લાગ્યા.
અહીં ગોચરી માટે સંત-સતીઓએ ક્યારે અને કેવી રીતે નીકળવું તેનું સુંદર અને વિધિવત્ વર્ણન છે. તે સમયમાં સાધુ પ્રાયઃ ત્રીજા પ્રહરમાં ગોચરી જતા અને એક ટંક (સમય) ભોજન કરતા. છ મુનિઓની ગોચરી એક મુનિ પણ લાવી શકે છે, પરંતુ વિશિષ્ટતપસાધના, અભિગ્રહ ધારણ સ્વતંત્ર ગોચરીમાં શક્ય બની શકે છે. બે સંત સાથે જવામાં એક સંત ગોચરી અને બીજા પાણી ગ્રહણ કરી શકે છે. આજે આહાર તો પ્રાયઃ કરીને ગૃહસ્થના ઘરેથી ગવેષણા કરી સાધુ લાવે છે પણ પાણી તો ઉપાશ્રયના રસોડેથી જ વહોરતા સાધુસાધ્વીની સંખ્યા વધારે છે. તેમાં કદાચ શ્રાવકોની બેદરકારી છે અને સાધુસાધ્વીના નબળાં સંઘયણને દોષ આપી શકાય. તેમ છતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવના બહાના આગળ ન ધરીને સૂઝતાં-અસૂઝતાની ગવેષણા કરી ઘરેઘરેથી કલ્પનીય પાણી વહોરનાર સાધુ-સાધ્વી ધન્યવાદને પાત્ર જરૂર છે !!!
ત્રણ સંઘાડામાંથી એક સંઘાડો (બે મુનિનો) ફરતાં ફરતાં રાજા વસુદેવના મહારાણી દેવકીના મહેલમાં પધાર્યા. તે સમયે દેવકી પ્રસન્નચિત્ત થયા. પ્રફુલ્લિત હૃદયે આસનથી ઊભા થઈને સાત-આઠ પગલાં સામે ગયા. વંદન નમસ્કાર કરી રસોઈઘર હતું ત્યાં આવ્યા. સિંહકેસર લાડવાઓનો થાળ ભરી મુનિઓને વહોરાવ્યા. ફરી વંદન-નમસ્કાર કરી તેઓને વિદાય કર્યા. પ્રથમ સંઘાડો ગયા બાદ બીજો સંઘાડો આવ્યો. ફરી તે જ રીતે લાડવા વહોરાવી વિદાય આપી.
અહીં ગોચરી અર્થે સાધુ પધારે ત્યારે શ્રાવકનો વિનય કેવો હોય તે દર્શાવ્યું છે કે સાધુને આવતાં જુએ કે તરત જ આસનથી ઊભા થવું અને તેમની સન્મુખ જવું તે શ્રાવકનો વિશિષ્ટ વ્યવહાર છે.
+ ૧૫૬
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ત્યાર પછી ત્રીજો સંઘાડો દેવકીમાતાના ઘરે આવ્યો. ફરી તે જ રીતે પ્રસન્નચિત્તે ગોચરી વહોરાવ્યા પછી દેવકીમાતા બોલ્યા, “દેવાનુપ્રિયો ! કૃષ્ણ વાસુદેવની પ્રત્યક્ષ સ્વર્ગપુરી સમાન દ્વારકા નગરીમાં શ્રમણ નિગ્રંથોને ગોચરી હેતુ ફરતાં શું આહાર-પાણી પ્રાપ્ત નથી થતાં ? કે જે કુળોમાંથી એણે પહેલાં આહાર-પાણી લીધાં છે તે જ કુળોમાં પુનઃ પુનઃ આવવું પડે છે?” અહીં દેવકી માતાની વિશાળતા અને વિવેકનું દર્શન થાય છે. બધાંને વિધિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવથી વહોરાવ્યા પછી તેઓ નમ્રતાથી પૂછે છે. સાચા શ્રાવક સાધુના અમ્માપિયા કહેવાય છે, તે સંતોને ક્યારેક જિજ્ઞાસા કે શંકાના સમાધાન માટે પ્રશ્ન પૂછીને જાગૃત રાખી શકે છે. રખેને ! કોઈ દોષ ન રહી જાય !
દેવકી માતાના પ્રશ્નથી મુનિ વિસ્તારથી, પ્રેમથી જવાબ આપે છે, આપ કહો તેમ નથી. વાસ્તવમાં અમે છ સહોદર ભાઈઓ છીએ. એક સમાન દેખાઈએ છીએ. બન્નેના ત્રણ સંઘાડામાં ગોચરી કરતાં ત્રણેય સંઘાડા તમારા ઘરે આવ્યા હોય તેમ લાગે છે. અમે પહેલાં બે સંવાડાના મુનિ નથી.” મુનિએ પણ બહુ વિવેકપૂર્ણ ભાષામાં પ્રત્યુત્તર આપ્યો. જેની કોઈ તિથિ નથી એવા અતિથિ-અણગાર છે. કોઈપણ જાતના સંદેશા વગર, ગોચરીના ૪૨૪૭-૯૬ દોષને ટાળીને આહાર-પાણી લેતાં સંત-સતીઓ આગમકાલીન આચારની પરંપરાને જાળવી વ્રતની વફાદારી રાખે છે એ જ મહાવીરના શાસનને ૨૧,૦૦૦ વર્ષ જીવંત રાખશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
શ્રમણોએ વિદાય લીધી પણ દેવકીના મનમાં ઉહાપોહ જાગ્યો કે, પોલાસપુર નગરમાં અતિમુક્ત, કંસના ભાઈ હતા. જેમણે લધુવયમાં સંયમ ગ્રહણ કર્યો હતો. જે સમયે કંસની પત્ની જીવયશા દેવકીના વિવાહોત્સવ પ્રસંગે આનંદપ્રમોદ કરી રહી હતી, તે સમયે કંસના નાના ભાઈ અતિમુક્ત અણગાર ગોચરી માટે પધાર્યા. રંગરાગમાં મસ્ત જીવયશાએ પોતાના દિયર
૧૫e.
Page #81
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
મુનિનું પોતાનું રૂપ દેખાડીને ઉપહાસ કરવાનો પ્રારંભ કર્યો. તે બોલી, “દિયર! આવો, તમે પણ મારી સાથે આનંદપ્રમોદ કરો.” આ પ્રમાણે બોલીને અભદ્ર ચેષ્ટા કરવા લાગી. ત્યારે અતિમુક્ત અણગારે જીવયશાને કહ્યું, “તું જે દેવકીના વિવાહ પ્રસંગે ઉન્મત્ત થઈ રહી છો, એનું સાતમું સંતાન જ તને વૈધવ્ય દેશે અને એ જ સાતમું સંતાન અડધા ભારત વર્ષનો સમ્રાટ થશે.” ત્યાર પછી દેવકીને કહ્યું હતું કે, હે દેવકી ! એક સમાન આઠ પુત્રોને જન્મ આપનારી માતા આખા ભારત વર્ષમાં એક તું જ થઈશ.
અતિમુક્તકુમારના વચન જીવયસાએ કંસને કહ્યા. તેથી કંસે પોતાના મિત્ર વસુદેવ પાસે તેના સાતે સંતાનો માંગી લીધા. જેમાંથી પ્રથમના અનેકસેન આદિ છ કુમારો અને સાતમા કૃષ્ણ વાસુદેવ હતા. દેવયોગે છ કુમારોનું સાહરણ હરિણગમેષી દેવે કર્યું હતું અને સાતમા પુત્રનું પુણ્યયોગે સ્થાનાંતર થયું. દેવકીના સાત પુણ્યશાળી દીકરા સુરક્ષિત રહી ગયા અને કંસે મરેલાને મારી સંતોષ અનુભવ્યો.અતિમુક્ત અણગારે મને બચપણમાં કહ્યું હતું કે તું એક સમાન રંગ, રૂપ, ત્વચા, આકૃતિવાળા નળકુબેર સમાન આઠ પુત્રોને જન્મ આપીશ. આખા ભરતક્ષેત્રમાં તારા સમાન બીજી કોઈ માતા નહીં
હોય. તો પછી આ કથન મિથ્યા કેમ થયું ? પોતાના પ્રશ્નનું સમાધાન મેળવવા તે અરિષ્ટનેમિ ભગવાન પાસે પહોંચ્યાય
કેવળજ્ઞાની ભગવાન દેવકીમાતાને જોઈને જ તેમના મનોગત ભાવોને જાણી લીધા અને કહ્યું, “ભદિલપુર નગરના નાગ ગાથાપતિની પત્નીને બાલ્યાવસ્થામાં કોઈ નિમિત્તકે કહ્યું હતું કે આ બાલિકા નિંદ્ર અર્થાત્ મૃતવત્સા (જેને મરેલાં બાળક જ જન્મે) થશે. માટે સુલસા બાલ્યકાળથી જ હરિણગમેષી દેવની ભક્તિ કરવા લાગી હતી. તેની ભક્તિ, બહુમાન તથા શુશ્રૂષાથી દેવ પ્રસન્ન થયા. અનુકંપાથી પ્રેરાઈને દેવ સુલસાને અને તને સાથે સાથે ઋતુમતિ
• ૧૫૮
જૈન કથાનોમાં સદ્બોધના સ્પંદનો
કરતા હતા. બંને સાથે ગર્ભધારણ કરતાં અને પ્રસવ પણ સાથે જ કરતાં હતાં. જ્યારે સુલસા મૃતબાળકને જન્મ દેતી ત્યારે હરિણગમેષી દેવ તે લઈને તારી પાસે આવતો અને તારા સુકુમાર સુંદર બાળકને ત્યાં મૂકી દેતો. તેથી હે દેવકી! આ છયે અણગારો તારા જ અંગજાત પુત્રો છે, સુલસાના નહીં.”
ભગવાન પાસેથી સમાધાન મળતાં દેવકી માતા હર્ષિત અને સંતુષ્ટ થયાં. ભગવાનને નમસ્કાર કરીને છ અણગાર હતા ત્યાં આવ્યા. છ મુનિઓને નમસ્કાર કર્યા અને પુત્ર-સ્નેહે તેનું માતૃત્વ વહેવા લાગ્યું. તેમની આંખો હર્ષથી પ્રફુલ્લિત થઈ ગઈ, તેમના રોમેરોમ વાત્સલ્યના અતિરેકથી વિકસિત થઈ ગયાં. નીરખ્યા પછી વંદન-નમસ્કાર કરી ફરી ભગવાન પાસે ગયા, વંદનનમસ્કાર કરી પોતાના ભવનમાં પાછા ફરે છે.
દેવકી માતાના હૃદયમાં અતૃપ્ત માતૃત્વ લૂંટાઈ રહ્યું છે કે મેં મારા સાત બાળકમાંથી એકની પણ બાળક્રીડાનો આનંદાનુભવ નથી કર્યો. હું તો અધન્યા, અપુણ્યા છું. આવું વિચારી શોકમુદ્રામાં આર્ત્તધ્યાન કરવા લાગ્યા. કૃષ્ણ વાસુદેવ જ્યારે માતાના ચરણવંદન માટે આવ્યા ત્યારે શોકનું કારણ પૂછ્યું. કારણ જાણી માતાને આશ્વાસન આપ્યું કે હું એવો પ્રયત્ન કરીશ કે જેનાથી મને લઘુભ્રાતા પ્રાપ્ત થાય. ત્યાંથી નીકળી કૃષ્ણ વાસુદેવ પૌષધશાળામાં આવ્યા, અક્રમ પૌષધની આરાધના કરી, હરિણગમેષી દેવને પ્રસન્ન કર્યા. અહીં એક પુત્રની માતૃભક્તિ વંદનીય છે. ત્રિખંડાધિપતિ હોવા છતાં, અનેક દેવો સેવામાં હાજર રહેવા છતાં, ૩૨,૦૦૦ રાણીઓનું અંતઃપુર હોવા છતાં માતા પ્રત્યેની અપૂર્વ ભક્તિથી, માતાની ભાવનાને પૂર્ણ કરવા, ત્યાંથી સીધા પૌષધશાળામાં ગયા હતા. ત્યાર પછી હરિણગમેષી દેવ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે તમારો સહોદર લઘુભ્રાતા અવશ્ય થશે પણ યુવાવસ્થા પ્રાપ્ત થતા ભગવાન સમીપે દીક્ષા લેશે. અહીં સહુને પરિચિત એવા સંત-સતીઓના પ્રવચનનું
૧૫૯
Page #82
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
૨૧
કવિશ્રી ઋષભસાગરજી કૃત વરદત્ત - ગુણમંજરીની ચોપાઈ - કથાનક
- ડૉ. ભાનુબેન જે. શાહ (સત્રા)
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોપ્રિયપાત્ર એવા ગજસુકુમારનો જન્મ તથા તેમના પરિષદની કથા છે.
આખી ધર્મકથામાં સંયોગ અને વિયોગ સંકળાયેલા છે. છ ભાઈનો જન્મ થતાં માનવભવનો સંયોગ થયો પણ માતા દેવકીનો વિયોગ થયો. જો દેવકીમાતાનો સંયોગ રહેત તો જીવથી વિયોગ થવું પડત ! ભલે દેવકીમાતાનો વિયોગ થયો પણ પરસ્પર ભાઈઓનો સંયોગ જ રહ્યો. કારણ કે ભાઈઓના પરસ્પરના પુણ્ય હતા કે છયે ભાઈઓ છૂટા ન પડ્યા. હવે છએ ભાઈઓ દીક્ષા લીધી ત્યારે સુલસામાનો વિયોગ થયો, પણ પરમાત્માનો સંયોગ થયો, ૩૨ પત્નીનો વિયોગ થયો પણ પ્રવચનમાતા (પસમિતિ + ૩ ગુપ્તિ - દીક્ષા) નો સંયોગ થયો. દેવકીમાતા અને છયે દીકરાઓનો વિયોગ આશરે ૯૯૦-૯૯૧ વર્ષે સંયોગમાં પલટાયો. આમ, સંયોગ-વિયોગ તો પગમાં ખૂંચેલા પથ્થર જેવા છે. જે પથ્થર ખૂંચેલો હોય તેને ખેંચવો – ઉખેડવો પડે પણ જે ખૂંચેલો નથી તેને હાથેથી ઉપાડી બાજુએ મૂકાય. એવું હકારાત્મક અને સકારાત્મક વલણ જ જીવને ન્યાલ કરી દે છે. અંતે, યે મુનિરાજોએ ૧૪ પૂર્વનું અધ્યયન કર્યું, ૨૦ વર્ષની દીક્ષા પર્યાયનું પાલન કર્યું; એક માસની સંલેખના દ્વારા સર્વ કર્મનો ક્ષય કરી શત્રુંજય પર્વત પર સિદ્ધગતિને પામ્યા અને છેલ્લે, શરીર તથા સંસારનો વિયોગ થતાં સિદ્ધનો સંયોગ થયો.
આમ, આ કથામાંથી બોધનું અમૃત, આચારની સમજણ, વિચારની દિશા, ધર્મની પ્રેરણા, ભક્તિના પાઠ શીખવા મળે છે. આગમમાં દર્શાવાયેલી એક પણ ક્રિયા નાની કે નમાલી નથી તો એક પણ કથા ઉપદેશવિહીન નથી, એક પણ વચન ખોખલું નથી, એક પણ આચાર વ્યર્થ નથી, એક પણ સમાચારી વિંધ્યા નથી. જ્ઞાન સાથે ક્રિયાનો સમન્વય જ મોક્ષ આપશે.
(ડૉ. કેતકીબહેને ગુણસ્થાનક પર સંશોધન કરી અને Ph.D. ની ડિગ્રી મેળવી છે. તેઓ જૈન શિક્ષણ અને સાધુ-સંતોની વૈયાવચ્ચમાં ખૂબ રસ લે છે.)
- ૧૬૦ -
પ્રસ્તુત મહામૂલી કૃતિના શીર્ષકમાં ‘ચોપાઈ' શબ્દનો પ્રયોગ થયો છે. વાસ્તવમાં ચોપાઈ છંદ સોળ માત્રાનો છે. ૨૧ ઢાળમાં અક્ષરદેહ પામેલી આ દીર્ઘ રચના ચોપાઈ છંદમાં રચાયેલી નથી. તેના ચાર ચરણને કારણે ચોપાઈ નામાભિધાન આલેખાયું છે. આ ચોપાઈનું માળખું રાસની જેમ દુહાઢાળ, દુહા-ઢાળ એ પ્રકારે રચાયું છે. આ ગેય કૃતિ વિવિધ દેશીઓ અને રાગરાગિણીથી રસપ્રદ બની છે.
મધ્યકાલીન સાહિત્યના ઉદ્યાનમાં અનેક સાહિત્ય કુસુમો ખીલ્યાં છે. તેમાંથી જ્ઞાનપંચમીનું માહાભ્ય દર્શાવતી આ ઐતિહાસિક કથાની હસ્તપ્રત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનમંદિર કોબા (ગાંધીનગર) થી હાથવગી થઈ છે.
હસ્તપ્રત પરિચય :- ગ્રંથ ક્રમાંક - ૦૧૩૪૦, પત્ર સંખ્યા - ૩૦, પ્રતનું માપ – ૨૭ x ૧૨ સે.મી. પ્રતિ પત્ર ઉપર ૧૧ પંક્તિઓ છે. પ્રતિ
- ૧૬૧
Page #83
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પંક્તિમાં ૩૦ થી ૩૫ અક્ષરો મુદ્રિત છે. પ્રત્યેક પત્રના મધ્ય ભાગમાં ચોખંડા જેવી જગ્યા વચ્ચે કોરી છે, પરંતુ તે આકાર અનિશ્ચિત છે. આ ચોખંડામાં ઉપર-નીચે, જમણી-ડાબી બાજુએ એક એક અક્ષર સુઘડ રીતે મુદ્રિત છે. પત્રની બન્ને બાજુ દોઢ ઈંચનો હાંસિયો છે. હાંસિયામાં પત્રક્રમાંક અને કોઈ જગ્યાએ ખૂટતા પાઠ પાછળથી ઉમેરાયા છે. પ્રતની સ્થિતિ સામાન્ય છે. અક્ષરો મધ્યમ કદના અને સ્વચ્છ છે. પ્રત પ્રારંભ / ૬૦ // $ નમ: થી થયો છે. પ્રતના અંતે સુકાવવા ફરમાવેની શવનાય એવું લખ્યું છે.
કર્તા અને રચનાતાલઃ- પ્રસ્તુત પદ્યકૃતિ સં. ૧૭૪૮ કારતક સુદ પંચમી, સોમવારે, આગ્રામાં રચાઈ છે. ઢાળ (૨૧) અનુસાર તપગચ્છના વિજયપ્રભસૂરિજીની પરંપરાના ચારિત્રસાગરજીના શિષ્ય કલ્યાણસાગરજીના શિષ્ય ઋધિસાગરજીના શિષ્ય ઋષભસાગરજીએ ‘કરમાદે’ નામની પવિત્ર અને ધર્મિષ્ઠ શ્રાવિકાના કહેવાથી તેમજ લોકકલ્યાણ માટે જ્ઞાનપંચમીનો મહિમા દર્શાવતી ઉપદેશ પ્રધાન રચનાનું ઝરણું પ્રગટતાં મૂલ્યવાન કૃતિનું કવન કર્યું છે.
ફલશ્રુતિઃ- જૈન ધર્મનું પરમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. જ્ઞાન એ મોક્ષપ્રાપ્તિમાં જીવાદોરી સમાન છે. જ્ઞાનમાં અવરોધક જ્ઞાનાવરણીય કર્મ છે. તેને ખસેડવા જ્ઞાનપંચમીનો આરાધનાનો માર્ગ ખુલ્લો કરી પરમપદ પ્રાપ્તિ તરફ કવિરાજ દિશાચિંધણું કરે છે. કથાનાયક અને નાયિકાએ પૂર્વભવમાં જ્ઞાનની વિરાધના કરી તેનાં કડવાં ફળો ચાખ્યાં પરંતુ સદ્દનસીબે સદ્દગુરુનો ભેટો થતાં જ્ઞાનપંચમીની આરાધનામાં એવાં તો ઓળઘોળ થયાં કે શિવરમણીનાં સુખો મેળવીને જ રહ્યાં. કવિરાજે કથાની સાથે પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતનો ઉપદેશ ગૂંથી લીધો છે. શ્રીપાળ-મયણાસુંદરીની કથાની જેમ આ કથામાં તપ અગ્રસ્થાને છે.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો કથાવસ્તુ :- ઢાળ : ૧ માં રચનાકારે મંગલાચરણમાં પાર્થ પ્રભુની સ્તવના કરી કથાનાયકના વતનનો પરિચય આપતાં પદ્મપુર નગરનું શબ્દચિત્ર ખડું કર્યું છે. તેઓ આટલેથી અટકતાં નથી, પરંતુ તે સમયની રાજનીતિ, જાહોજલાલી, વેપાર-વાણિજયનો અહેવાલ આપી પાઠકને પ્રાચીનકાળમાં દોરી જાય છે. અહીં કવિ પ્રતિભાનો ઉત્તમ પરિચય અભિપ્રેત થયો છે. કવિશ્રીની કલમ વર્ણનોમાં અતિશયોક્તિ વિના સ્વાભાવિક રીતે આસાનીથી વિહરી રસલહાણ કરાવે છે.
પદ્મપુરના મહાપ્રતાપી રાજવી અજિતસેન અને પટરાણી યશોમતીનો કામદેવ જેવો સ્વરૂપવાન કુંવર એટલે કથાનાયક વરદત્તકુમાર ! કર્તવ્યશીલ માવિત્રોએ આઠ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે કલાચાર્ય પાસે મોકલ્યો. પ્રસંગોપાત કવિરાજ ઉપમા અલંકારમાં વિદ્યાનું મહત્ત્વ કંડારે છે.
વિણ વિદ્યા બાલક બાકરો, કહીએ વલિ જેવો કાંકરો; નવિ શોભે તિણ સભા સ્વયંસ, શોભે ન બગ જિહાં બેઠા હંસ.”
અનપઢની અવદશા દર્શાવી કવિરાજના હૃદયમાં ‘વિદ્વાન સર્વત્ર પૂક્યતે' એવો ભાવ છુપાયેલો છે.
વિદ્યાધ્યયન પૂર્વે થતી તે કાળની રસમ પણ આશ્ચર્યજનક છે. રાજવી અજિતસેને પંડિતોને બોલાવી શુભ મુહૂર્ત શોધાવ્યું. ત્યારબાદ માતા શારદાનું પૂજન કરી વરદત્તકુમારને ચંચળ ઘોડા ઉપર બેસાડી, વાજિંત્રોના નાદ સાથે, હર્ષભેર નગરની સ્ત્રીઓના મંગળ ગીતો સાથે મોટા આડંબરપૂર્વક વ્યાસ નામના કલાચાર્ય પાસે વિદ્યાભ્યાસ માટે મોકલ્યો.
ઢાળ : ૨ કલાચાર્યે સૌ પ્રથમ વર્ણમાળાના અક્ષરોનો ઉચ્ચાર કરાવ્યો. પ્રતિદિન વરદત્ત કલાચાર્ય પાસે વિદ્યાભ્યાસ માટે આવતો. કલાચાર્ય તનતોડ
- ૧૬૩
- ૧૨ -
Page #84
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો મહેનત કરતાં પરંતુ બુદ્ધિજડતાને કારણે વરદત્ત કોરીધાકોર રહ્યો. હવે સહાધ્યાયી તેની ઠેકડી ઉડાડવા લાગ્યા. તેના સંદર્ભમાં કવિરાજ માર્મિક વાત ઉપદેશે છે : “દીધો હુવૈ તો પામીજૈ રે, સું બુધિ સ્ વલિ વિત્ત (ક. ૩).” શ્રી અને સરસ્વતી આપવાથી જ મળે છે. અહીં જૈન ધર્મની ત્યાગપ્રધાન ભાવના અભિપ્રેત
કલાચાર્યે રાજા-રાણીના કૃપાપાત્ર બનવા, પોતાની નામના વધારવા વરદત્તને ભણાવવામાં કોઈ કસર ન રાખી, પરંતુ જયાં વર્ણમાળાનો એક અક્ષર ન ચડે ત્યાં શાસ્ત્રોની મોટી મોટી વાતો ક્યાંથી પલ્લે પડે ? એક વર્ષમાં કુંવર કંઈ ન શીખ્યો ત્યારે કલાચાર્યે કહ્યું, “રાજનું ! સાક્ષાત સરસ્વતી પણ વરદત્તને સાક્ષર કે કલાવિદ નહીં બનાવી શકે.” પાટવી કુંવરની અનપઢતાથી રાજા-રાણી ચિંતાતુર થયા. સમયના વહેણ સરતા ગયા. વરદત્તે યુવાનીમાં પ્રવેશ કર્યો. ત્યાં અશુભ કમોંએ નવો ખેલ માંડ્યો. વરદત્તનું આખું શરીર કોઢથી વિણસી ગયું. કંચનવર્ણ કાયા કદરૂપી થઈ ગઈ. રાજાએ ચિકિત્સાના ઉપાયોમાં કોઈ ખામી ન રાખી પરંતુ રોગ વકરતો ગયો. રાજા-રાણીના મનમાંથી ખેદ નીકળતો ન હતો. ‘એકનો એક પુત્ર અનપઢ, કદરૂપો ! કઈ કન્યા તેને પરણશે ? વંશ-વેલો કઈ રીતે પાંગરશે?” આ વિચારોએ કેડો ન મૂક્યો.
ઢાળ : ૩ એ અરસામાં તે જ નગરમાં સિંહદાસ નામના દાનવીર અને જૈનધર્મી શ્રેષ્ઠીની અર્ધાગિની કપૂરતિલકાને ત્યાં અઘટિત ઘટના ઘટી. તેમની પુત્રી ગુણમંજરી મૂક હતી. વળી તેનું શરીર રોગથી ફદફદી ગયું હતું. ચિકિત્સાનો એક પ્રયોગ સફળ થતો ન હતો. જોતજોતામાં કન્યા સોળ વર્ષની થઈ. કોઈ યુવક આવી કન્યા સાથે પાણિગ્રહણ કરવા તૈયાર ન હતા તેથી માતા-પિતાને પુત્રીની વ્યથા દિલને કોરી ખાતી હતી.
- ૧૬૪ -
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો આવા ટાણે ચાર જ્ઞાનના ધારક એવા વિજયસેનસૂરિજી શિષ્યવૃંદ સાથે નગરમાં પધાર્યા. રાજવી અજિતસેન પોતાના પુત્ર વરદત્તને તથા સિંહદાસ શ્રેષ્ઠી પોતાની પુત્રી ગુણમંજરીને લઈ આચાર્ય પાસે આવ્યા.
ઢાળ : ૪ સુનિયોજિત શબ્દાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકારોના નિરૂપણ સાથે કવિરાજને આચાર્ય ભગવંતની દેશના આલેખી છે; જેમાં દાન, શીલ, તપ અને ભાવ ધર્મની આરાધનાની સાથે સાથે જ્ઞાનની આરાધનાની આગવી મિસાલનું અનુસંધાન છે. ‘જ્ઞાન નિર્વાણપ્રાપ્તિનું કારણ હોવાથી જ્ઞાન કે જ્ઞાનીની બદબોઈ કરનાર તેના માઠાં ફળો ભોગવે છે. મનથી વિરાધના કરનાર મૂર્ખ બને છે, વચનથી વિરાધના કરનાર મૂંગો, બોબડો બને છે અને કાયાથી વિરાધના કરનાર હઠીલા રોગોથી પીડાય છે. વળી, જ્ઞાનની વિરાધના કરનાર, કરાવનાર કે અનુમોદના કરનાર સ્વજનો અને મિત્રોના વિયોગથી સંતપ્ત રહે છે.'
કવિરાજ આ પ્રમાણે કહી કર્મસિદ્ધાંતને અનુસરી જ્ઞાનના સાધનો અને જ્ઞાની સાથે ચેડાં ન કરવાની ચેતવણી આપી જ્ઞાન પ્રત્યેનો ગજબનો અનુરાગ અને ઉલ્લાસ પાઠકોમાં જગાવે છે.
ઢાળ : ૫ થી ૮ સિંહદાસ શ્રેષ્ઠીની સમસ્યાનું નિરાકરણ કરવા સૂરિજી ગુણમંજરીના પૂર્વભવ તરફ દોરી જાય છે. ઘાતકીખંડ દ્વીપના પૂર્વ ભારતમાં ખેટક નામના નગરમાં જિનદાસ શેઠ અને તેમની પત્ની સુંદરી રહેતા હતા. તેમના પાંચ પુત્રો હતાં. તેમને વિદ્યાભ્યાસ માટે જ્ઞાનમંદિરે મોકલ્યા. પરંતુ શિસ્તબદ્ધતાના અભાવમાં રેઢિયાળ બાળકોએ ધીંગામસ્તી કરી જ્ઞાનાર્જન ન કર્યું અને અન્ય વિદ્યાર્થીઓને પણ ખલેલ પહોંચાડી. અધ્યાપકે ચીમકી આપવા સોટી ઉગામી, મોં ચડાઉ બાળકોએ માતા પાસે રાવ ખાધી. માતાએ અધ્યાપકનો
- ૧૫
Page #85
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ઉધડો લઈ ક્રોધના અતિરેકમાં પાટી, પેન, પુસ્તક સળગાવી દીધાં. તેનું જ્ઞાનાવરણીય કર્મ ગંઠાઈ ગયું. તેણીએ બાળકોને ગુરુ વિરુદ્ધ ભડકાવતાં કહ્યું, “પુત્રો ! જો પંડિત વઢે તો તેને મારજો.” પ્રસંગોપાત જિનદાસ શેઠ નીતિકારનો ટૂચકો આપી પત્નીને જ્ઞાનની સંવેદનાથી ઝંકૃત કરવા કહે છે, “પ્રિયે ! પાંચ વર્ષ સુધી પુત્રને ઉછેરવો, દસ વર્ષ સુધી જ્ઞાનાર્જન માટે આવશ્યક પડે તો તાડન પણ કરવું અને પુત્ર સોળ વર્ષનો થાય ત્યારે તેની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો.” વિદ્યાદેવી સુંદરીને આ ઉપદેશ બળતામાં ઘી હોમાયા જેવું નીવડ્યું. તેણીએ પતિ સાથે મોટે પાયે કજિયો માંડ્યો. પરિવારના સંબંધોમાં તહેલકો મચી ગયો. પુત્રી માતાના કહેવાથી પિતાથી વિમુખ થયા. પ્રસંગોપાત કવિશ્રી (ઢા. ૬) માં કહે છે : “કુત્સિત, દુબુદ્ધિ, અતિક્રોધી સ્ત્રીઓ કલંકરૂપ છે. નિર્લજ્જ, નિર્દયી, દંભી, માયાવી અને મૂર્ખ સ્ત્રીનો વિનિયોગ થવો એ ઈશ્વર કે સિદ્ધપુરુષના અભિશાપરૂપ (અર્થાત્ પાપના ઉદયરૂપ) છે.’
સુંદરીની એલફેલ વાણીથી શેઠને ક્રોધનો આફરો ચડ્યો. તેમણે વિચાર્યા વિના જ બાજુમાં પડેલો પથ્થર ઊંચકી સુંદરીના કપાળે ઝીંકી દીધો. આ પથ્થર મર્મસ્થાને વાગતાં સુંદરી યમસદને પહોંચી ગઈ. તેણી કપૂરતિલકા શેઠાણીની કુશિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે જન્મથી મૂંગી થઈ. પ્રસંગોપાત કવિશ્રી લોકકહેવતમાં કર્મસિદ્ધાંતને ગૂંથી ઉપદેશે છે : “વિણ ભોગવ્યા ન છૂટર્જ, લિખિયો પૂરવ લેખ; કીધા કરમનો ક્ષય નહીં, કરહુ કોટિ ઉપાય; પાર્વ જેહવો તેહવો કરે, લોકે એમ કહેવાય.”
સિંહદાસ શ્રેષ્ઠીએ સમસ્યાના નિરાકરણનો ઉપાય પૂછ્યો ત્યારે સૂરિજીએ જ્ઞાનપંચમીની વિધિ દર્શાવી. કાર્તિક સુદ પંચમીએ ગુરુગમથી ચૌવિહાર ઉપવાસના પ્રત્યાખ્યાન કરવા. બાજોઠ ઢાળી તેના ઉપર ગ્રંથ (આગમ) ને
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોસ્થાપિત કરી તેની સમક્ષ ચોખાનો સાથિયો કરવો. સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી, દીપક પ્રગટાવી પાંચ પ્રકારનાં ફળો નૈવેદ્ય તરીકે ધરવાં. દર માસની સુદ પંચમી એમ કુલ પાંચ વર્ષ સુધી વિધિપૂર્વક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક જ્ઞાનપંચમીની આરાધના કરવી. આ વિધિની સાથે સાથે ઈશાન ખૂણામાં શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા લઈ તેમની સન્મુખ મુખ રાખી ‘નમોનાણસ્સ' ની માળા ત્રણે યોગોને નિયંત્રિત રાખી એકાગ્રચિત્તે કરવાથી ગાઢ જ્ઞાનાવરણીય કર્મ અવશ્ય પાતળું પડે છે.
ઢાળ : ૮ માં કવિરાજે પૂજાવિધિ સરળ શબ્દોમાં વિસ્તારપૂર્વક ફૂલગુંથણી કરી સમ્યક્ ક્રિયા બતાવી સમાજનું ઘડતર કર્યું છે.
ઢાળ : ૯ ગુણમંજરીએ જ્ઞાનપંચમીની આરાધના કરી. પ્રસંગોપાત કવિરાજ કેસર, ચંદન આદિ વિવિધ સુગંધી પદાર્થોની અને તપના ઉજમણાના પ્રસંગે પૂજાની સામગ્રી તથા જ્ઞાનના સાધનોની પાંચ પાંચ વસ્તુઓની લાંબી યાદી ટાંકે છે, જે તેમના વ્યવહારિક જ્ઞાનનું કૌશલ્ય ઉજાગર કરે છે. જ્ઞાનપંચમીનું ફળ દર્શાવવા રચનાકાર ઉપમા અલંકાર અચૂક પ્રયોજે છે. “ધનથી દુષ્કાળ, સૂર્યથી, પૃથ્વીનો અંધકાર નષ્ટ પામે છે, તેમ સમ્યફપ્રકારે જ્ઞાનપંચમીની આરાધના કરવાથી રોગ નષ્ટ થાય છે.'
અહીં એકાંત તપની પૂર્ણાહુતિ પ્રસંગે ઉજમણાનો નિષેધ નથી થયો. સાંપ્રાતકાળે તપની ઉજમણીને આરંભ-સમારંભમાં ખતવી તેની વગોવણી કરનાર માટે આ તથ્ય પડકારરૂપ છે. કારણ કે આવા પ્રસંગો દ્વારા ઘણાં હળુકર્મી આત્માઓ તપ ધર્મની આરાધનામાં જોડાય છે.
ઢાળ ૧૦ અને ૧૧ : સોરઠી રાગમાં સૂરિજીએ વરદત્તકુમારના ઠોઠ રહેવાનું કારણ પ્રગટ કર્યું છે. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં શ્રીપુર નામના નગરમાં
- ૧૬૦
- ૧૬
Page #86
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
વસુ નામના શ્રીમંત શ્રેષ્ઠી રહેતા હતા. તેમના વસુસાર અને વસુદેવ નામના બે વિનયી પુત્રો હતા. એકવાર તેમને જંગલમાં જતાં સુંદરસૂરિ નામના જ્ઞાની મહાત્માનો ભેટો થયો. તેમની દેશના શ્રવણ કરી વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેમણે પ્રવ્રજ્યા અંગીકાર કરી. વસુદેવ મુનિ મેઘાવી હતા. તેઓ અલ્પકાળમાં આગમ વિશારદ બન્યા. તેમની તત્ત્વમીમાંસા સાંભળી શ્રોતાઓ મુગ્ધ થતા. તેઓ પ્રશ્નોનું સચોટ નિરાકરણ કરતા. તેઓ નિત્ય પાંચસો સાધુઓને વાચના આપતા તેથી તેમને આચાર્યની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.
એકવાર રાત્રિના સમયે આચાર્ય વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે કેટલાક સાધુઓ આગમનો અર્થ પૂછવા આવ્યા. એમના ગયા પછી અનુયોગની શંકા લઈ બીજા-ત્રીજા શિષ્યગણ હાજર થયા. તેમની શંકાનું સમાધાન થયું ત્યાં મિથ્યાવાદી વાદ કરવા આવ્યા. આ સર્વ આટોપતાં રાત્રિ પસાર થઈ ગઈ. થાકી ગયેલા આચાર્ય મનોમન ધૂંધવાયા. ‘મેં વિપુલ જ્ઞાનાર્જન કરી નાહકની ઉપાધિ વહોરી છે, જ્યારે મોટા વસુસાર મુનિ કેવું આરામનું જીવન જીવે છે ! આ જ્ઞાને મારી ઊંઘ હરામ કરી છે.’ મેઘમુનિને પગના પરિષહે હંફાવ્યો તેમ વસુદેવસૂરિને જ્ઞાનના પરિષહે હંફાવ્યા. જ્ઞાનનું જાગરણ તેમને માટે ઉજાગરો બની ગયો. તેમણે જ્ઞાનની ખટપટમાં ન પડવા સાત પ્રતિજ્ઞાઓ લીધી. ‘(૧) હવેથી શિષ્યોને ભણાવીશ નહીં (૨) કોઈના પ્રશ્નોના ઉત્તર નહીં આપું (૩) કોઈની સાથે પ્રતિવાદ નહીં કરું (૪), (૫) જ્ઞાન કે જ્ઞાનીની સ્તુતિ કે બુહમાન નહીં કરું (૬) શીખેલા જ્ઞાનની પરિયટ્ટણા નહીં કરું. (૭) ધર્મદેશના નહીં આપું.'
આવો દૃઢ નિર્ણય કરી આચાર્યે બાર દિવસનું મૌન સ્વીકાર્યું. તેઓ આલોચના કર્યા વિના જ મૃત્યુ પામી માનસરોવરમાં હંસ તરીકે અવતર્યા.
૧૬૮
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
ત્યાંથી ચ્યવી વરદત્તકુમાર થયા. ઢાળ - ૧૧ મલ્હાર રાગમાં, યમક અલંકારમાં કવિશ્રીએ આચાર્યની અંતરમનો વ્યથાનો છટપટાહટ પ્રગટ કરવાનો અભિગમ કેળવ્યો છે, જેમાં તેઓ સાંગોપાંગ પાર ઉતર્યા છે.
ઢાળ : ૧૨ તપનું માહાત્મ્ય (ક્ર. ૩ થી ૬) ધબકી રહ્યું છે, જે ઉપાસકના હૃદયને ઢંઢોળી તપમાં જોડે છે. તપથી રોગ નષ્ટ થાય, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, કાયા સ્વરૂપવાન બને છે. વિકારો શમી જાય છે, આધિ-વ્યાધિ-ઉપાધિ ઉપશાંત થાય છે, શાતાવેદનીય કર્મ બંધાય છે, અશુભ કર્મો નષ્ટ થાય છે.
ઢાળ : ૧૩ જ્ઞાનપંચમીની સમ્યક્ આરાધના કરી શ્રીપાળ રાજાની જેમ વરદત્તકુમાર દેવકુમાર જેવો સ્વરૂપવાન થયો. તેના ચંપાવતીના રાજા ભીમસેનની સો પુત્રીઓ સાથે વિવાહ થયા.
ઢાળ : ૧૪ પ્રસંગોપાત કવિરાજ વિવાહપદ્ધતિનું બેનમૂન વર્ણન કરે છે. અહીં નૂતન અને ધ્યાન ખેંચે એવી ઉત્પ્રેક્ષા અલંકારની જોગવાઈ પણ થઈ છે; જેમાં કવિશ્રી જૈન ખગોળજ્ઞાનની વાટ પકડે છે. કવિશ્રી સૂર્ય-ચંદ્ર પ્રાપ્તિ જેવા આગમગ્રંથોનો સ્પર્શ કરે છે.
પરગટ મેરુ ગિરી ન ઈ પાખતી, જાણે નક્ષત્રમાલ' (ક્ર. ૯) સો કન્યાઓ સાથે લગ્ન મંડપમાં ફેરા ફરતા વરદત્તકુમારમાં મેરુપર્વતનું આરોપણ થયું છે. મેરુપર્વતની આસપાસ નક્ષત્રો, ગ્રહો ફરે છે, તેમ વરદત્તકુમારની આસપાસ સો કન્યાઓ વિધિમંડપમાં ફેરા ફરતી હતી.
શરણાઈ, મૃદંગ, લગ્નગીતો, હથલવો, પાલખી, હવનકુંડ, પહેરામણી, ચાર મંગળ ફેરા આદિ લગ્નવિધિનું વૈવિધ્યપૂર્ણ તળપદી વર્ણન રચનાકારે સાધુકવિ હોવા છતાં આબેહૂબ કર્યું છે, જેમાં આપણી સંસ્કૃતિ, પરંપરા અને પવિત્રતાનો અભિપ્રેત ઝળકે છે. સાંપ્રતકાળે લગ્ન પ્રસંગે દાન * ૧૬૯
Page #87
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ભાધના સ્પંદનો
આપી નવદંપતીના લગ્નજીવનની મંગળકામના કરવામાં આવે છે, એ જ જુગજૂની પરંપરાને અનુસરી ભીમરાજાએ ભાટચારણો અને વાચકોને દાન આપી ખુશ કર્યા. તેમણે નવદંપતીને ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા.
ઢાળ : ૧૫ નવવધૂઓ સાથે વરદત્તકુમારનું નગરમાં ભવ્યાતિભવ્ય સામૈયા સાથે આગમન થયું. પ્રણાલિકાનુસાર સો વહુવારુઓને સાસુએ પગે પડામણીમાં કંકણ, કુંડળ આદિ વસ્તુઓ ભેટમાં આપી. પુત્રને રાજયનો ભાર સોંપી વૃદ્ધાવસ્થા થતાં રાજવી અજિતસેન દીક્ષિત થયા. વરદત્તકુમાર રાજા થયા. તેમણે રાજ્યના સીમાડા વધાર્યા. અંતે પિતાને પગલે પગલે ચાલી મુનિપણું અંગીકાર કર્યું.
ઢાળ : ૧૬ ગુણમંજરીના સૌંદર્યનું દીર્ઘવર્ણન, જેમાં શૃંગારરસ ખીલી ઊઠ્યો છે. ઉપમા, ઉન્મેક્ષા જેવા અલંકારો વિખરાયેલાં મોતીની જેમ સંપૂર્ણ ઢાળમાં અહીં તહીં વેરાયેલ જોવા મળે છે.
ઢાળ : ૧૭ અને ૧૮ વાડિલપુરના રાજવી જિનચંદ સાથે ગુણમંજરીના વિવાહ થયા. અહીં લગ્નવિધિ અને ચોરીનું વર્ણન સંસારથી વિરક્ત થયેલા સાધુ કવિ દ્વારા સુરેખ થયું છે. તેમાં તે સમયની પરંપરાનો અણસાર છતો થાય છે. સાસુએ ગુણમંજરીને ‘ફૂલી આંગણમેં ફિરૈ’ એવા આશીર્વાદ આપ્યા. જે ‘દૂધો નાવ, પૂતો ફલો” એ કહેવતને ચરિતાર્થ કરે છે.
વરદત્ત મુનિ સમ્યપણે સંયમનું પાલન કરી વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રની પુષ્પકલાવતી વિજયની પુંડરીકિણી નગરીમાં અમરસેન રાજાની પટરાણી ગુણવંતીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. આ પુત્રનું નામ સુરસેન રાખ્યું. બાર વર્ષની વયે ૧૦૮ કન્યાઓ સાથે વિવાહ થયા. અમરસેન રાજાએ રાજયનો ભાર સુરસેનને સોંપી ગૃહત્યાગ કર્યો.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોઢાળ : ૧૯ રાજવી સુરસેન ગુણિયલ અને ધર્મપ્રિય હતા. તેઓ ગુરુ આજ્ઞાને ‘તહતુ’ કરી સ્વીકારનારા અને ગુરુના આદેશને અનુસરનારા હતા. એકદા નગરમાં તીર્થંકર શ્રી સીમંધરસ્વામી તેમના શિષ્ય પરિવાર સાથે પધાર્યા ત્યારે રાજવી સુરસેન ચતુરંગી સેના સાથે, પ્રમોદ સહિત રાજવી ઠાઠમાઠપૂર્વક, નગરજનો સહિત પરમાત્માના દર્શન-વંદનાર્થે ઉદ્યાનમાં આવ્યા. પાંચ અભિગમ સાચવી, કેવળજ્ઞાનીનો વિનય કરી તેઓ ઉચિત સ્થાને પર્ષદામાં બેઠા. પ્રસંગોપાત કવિરાજે કાવ્ય કંડિકામાં કરેલું વર્ણન શ્રી ઉવવાઈ સૂત્રમાં આગમકારના વર્ણનની ઝાંખી કરાવે છે.
શ્રી સીમંધર જિનેશ્વરે અમૃત સમાન મધુર દેશના આપી. “ચોર્યાશી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરતાં જીવે ઘણી માયા કરી છે. તેથી તેને ભવરોગ લાગુ પડ્યો છે. આ ભવાટનમાં જીવે ઘણીવાર પુત્ર, પત્ની, પતિ, મિત્ર આદિ સંબંધો બાંધી પાપકર્મ આચર્યા છે. જે શુભાશુભ કર્મ કરે છે તેને સુખ-દુ:ખ મળે છે, તેથી સદા સુક્ષ્મ કરો. જ્ઞાનપંચમી તપ કરો. જે માનવી એકચિત્તે જ્ઞાનપંચમીની આરાધના કરશે તે વરદત્તની જેમ વ્યાધિ ટાળી સમાધિ મેળવશે.”
આ સાંભળી રાજવી સુરસેનના હૃદયમાં ‘વરદત્ત કોણ હતો ?” એનો વૃત્તાંત સાંભળવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. ત્યારે શ્રી સીમંધર સ્વામીએ વરદત્તના પૂર્વભવની કથા અથથી ઇતિ સુધીની કહી. પોતાના જ પૂર્વભવોને સાંભળી રાજવી સુરસેન પ્રતિબોધ પામ્યા. તેઓ ૧૦,OOO વર્ષનું રાજયસુખ ભોગવી, પુત્રને કારભાર સોંપી તીર્થકર ભગવંત પાસે દીક્ષિત થયા. તેઓ ૧,OOO વર્ષનું ચારિત્ર પાળી કેવળજ્ઞાની બની સિદ્ધ-બુદ્ધ-મુક્ત થયા.
ઢાળ : ૨૦જિનેશ્વર ભગવંતે ગુણમંજરીનો અવદાત કહ્યો. જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રની રમણિક વિજયના અમરસેન મહારાયની ગુણવાન અને શીલવાન ભામિની અમરવતીની કુક્ષિમાં ગુણમંજરીનો આત્મા અવતર્યો.
- ૧૦૦
૧૦૧
Page #88
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
૨૨
સમુદ્રપાલની કથામાં સંબોધ
- ડૉ. રેખા વોરા
-જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનોજ્યારે બધા ગ્રહો ઉચ્ચ સ્થાને હતા ત્યારે રાણીએ સુંદર બાળકને જન્મ આપ્યો. પુત્રજન્મની ખુશાલીમાં (ક્ર. ૪ થી ૬) તળપદી રીતે ઉજવાયેલો પ્રસંગ તે સમયના જન્મમહોત્સવની પ્રથાનો અચૂક અણસાર આપે છે. કર્તાની વિદ્વતા તથા જાણપણાની સાક્ષી પૂરે છે.
ભવ્યાતિભવ્ય મહોત્સવ જોઈ સ્વર્ગના અધિપતિ ઈન્દ્ર મહારાજ પણ આશ્ચર્યચકિત થયા. દસમે દિવસે રાણીએ દેહશુદ્ધિ કરી, પરિવારજનોને ભોજન કરાવી સંતુષ્ટ કર્યા. ભૂવાઓએ બાળકનું નામકરણ કર્યું. બાળકનું નામ સુગ્રીવકુમાર રાખ્યું. ધાવમાતાઓ વડે લાલનપાલન થતાં, વિદ્યાભ્યાસ કરી સુગ્રીવકુમારે ૨૦ વર્ષની વયે ઘણી કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. અમરસેન રાજાએ સદ્દગુરુના સંગથી સંસાર અસાર જાણી દીક્ષા લીધી. સુગ્રીવકુમાર સૂર્યની જેમ શૂરવીરતાથી દીપતા હતા. તેમણે પૂર્વકૃત સંસ્કારથી ખૂબ પુણ્યોપાર્જન કર્યું. અનુક્રમે ૮૪,૦૦૦ વર્ષ વ્યતીત થતાં શ્રી યુગમંધર જિનેશ્વર પાસે ધર્મદેશના શ્રવણ કરી. જિનવાણીમાં ચિત્ત ચોંટી જતાં પુત્રને રાજકાજ સોંપી શ્રમણધર્મ અંગીકાર કર્યો. એક લાખ પૂર્વનું શુદ્ધ સંયમ પાળી પરમપદ પામ્યા.
ઢાળ : ૨૧ કાવ્યના અંતે સામાન્યતઃ કવિનો પરિચય, એમના ગુરુનો નામોલ્લેખ, ગ્રંથની રચનાતાલ અને ફળશ્રુતિ છે.
આમ, વિદ્વાન કર્તાએ જૈન ધાર્મિક અને દાર્શનિક સિદ્ધાંતોને ગેય પદો દ્વારા સરળ બનાવીને સુંદર રજૂઆત કરી છે. સામાન્ય માનવ પણ તેને સરળતાથી હૃદયંગમ બનાવી શકે છે. તપ ધર્મનો મહિમા વર્ણવતી આ કૃતિ કવિના ઉદ્દેશને ફળીભૂત થતી જોઈ શકાય છે.
| (જૈન દર્શનના વિદ્વાન ડૉ. ભાનુબહેન સશાહ (સત્રા) એ શ્રાવકકવિ ઋષભદાસની રચના સુમિત્ર રાજશ્રી રાસ પર મહાનિબંધ લખી Ph.D. કર્યું છે. હસ્તલિખિત ગ્રંથોના સંશોધનકાર્યમાં ખૂબ રસ ધરાવે છે.)
- ૧૦૨
આગમમાં ઉત્તરાધ્યયન સૂત્ર, વાંચો વરસમાં એકવાર,
જ્ઞાનનો દીપ અંતરે પ્રગટશે, દૂર થશે અંધકાર.” પરમકૃપાળુ પરમાત્મા મહાવીરના ઉપલબ્ધ સૂત્રોના બે વિભાગ પડે છેઃ(૧) અંગ પ્રવિષ્ટ :- આ સૂત્રોનું ગૂંથન ગણધર ભગવંતોએ કર્યું છે. (૨) અંગ બાહ્ય :- આ સૂત્રોનું ગૂંથન ગણધરો અને પૂર્વાચાર્યોએ કર્યું છે.
આ બંને પ્રકારના સૂત્રોમાં પ્રભુ મહાવીર અને પૂર્વવર્તી તીર્થંકર પરમાત્માઓના આત્માનુભવનું જ દર્શન થાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ અંગબાહ્ય પ્રકારનું સૂત્ર છે. જેમનું ગોત્ર અગ્નિ વૈશ્યાયન હતું તેવા પ્રભુ મહાવીરના પાંચમાં ગણધર સુધર્માસ્વામીએ આ ઉત્તરાધ્યયન સૂત્ર તેમના શિષ્ય જંબુસ્વામીને સંબોધીને કહેલું છે. “સમયે ગામ મા પમાયણ, વાસન મહાવીરે અવમવધ્યાર્થ’ ઈત્યાદિ સૂત્રો વારંવાર આવે છે. જે પરથી જણાય છે
- ૧૦૩
Page #89
--------------------------------------------------------------------------
________________
-જૈિન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો
કે પ્રભુ મહાવીરે પોતાના જીવન કાળમાં પ્રથમ ગણધર ગૌતમને સંબોધીને કહ્યા હતા.
આ સૂત્રમાં ૩૬ અધ્યયનો છે, પદ્યમાં લખાયેલ ૨,000 શ્લોક છે. અને તેમાં મુખ્યત્વે યમનિયમોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં શિખામણના રૂપમાં શિક્ષાવાક્યો, યતિને પ્રેરણાશીલ કથનો, મોક્ષપ્રાપ્તિમાં જન્મ, ધર્મશિક્ષા, શ્રદ્ધા અને સંયમનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, ખરા સાધુ અને ખોટા સાધુ વચ્ચેનો ભેદ ઈત્યાદિ વિષયોને ગહનતાથી નિરૂપ્યા છે. વિષયવસ્તુને સરળ કરવા સુંદર ઉદાહરણોનો ઉપયોગ સમયે-સમયે જોવા મળે છે. અધ્યયન૬ માં ક્ષુલ્લકના દૃષ્ટાંત દ્વારા સંયમીની પરિમિતતા દર્શાવે છે, અધ્યયન-૮ માં કવિતાના દૃષ્ટાંત દ્વારા કષાયોના પરિણામની વાત કરી. ૩૬ અધ્યયનોમાં મુનિજીવનના દરેકેદરેક પાસાંઓને વિશિષ્ટ રૂપે છણાવટ કરીને તાણા-વાણાની જેમ વણી લીધા છે.
ઉત્તરાધ્યયન સૂત્રની રચના સમય :- શ્વેતામ્બર સંપ્રદાય અને સ્થાનકવાસી સંપ્રદાય બંનેમાં માન્ય ગણાતા સૂત્રોમાં આ એક ઉત્તમ સૂત્ર છે. સૂત્રોના ચાર વિભાગો અંગ, ઉપાંગ, મૂળ અને છેદ છે. ઉત્તરાધ્યયન સૂત્રની ગણના મૂળ વિભાગમાં થાય છે. પ્રભુ મહાવીરના નિર્વાણ પછી બારમાં વર્ષે ગૌતમ ગણધર મોક્ષે ગયા હતા. તેમના ગયાના વીસ વર્ષ બાદ તેમની પાટે આવેલા સુધર્માસ્વામી મોક્ષે ગયા. ત્યારબાદ તેમની પાટે જંબુસ્વામી આવ્યા. (વીર-વંશાવલી) આ સમયમાં ઉત્તરાધ્યયન સૂત્રની રચના થઈ. તે પરથી તેની પ્રાચીનતા સ્વયં સ્પષ્ટ થઈ જાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રની ભાષા :- જૈનઆગમમાં જે સૂત્રોમાં સૌથી જૂની
- જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ભાષા સંગ્રહિત થઈ છે તેમાંનું એક સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્ર છે. આચારાંગ સૂત્રની ભાષા સૌથી જૂની છે. બીજા સ્થાને સૂયગડાંગ સૂત્ર છે અને ત્રીજા સ્થાને ઉત્તરાધ્યયન સૂત્ર આવે છે એવું ભાષાશાસ્ત્રીઓ માને છે.
ઉત્તરાધ્યયનનું સ્થાન :- જૈન શાસનના ધાર્મિક ગ્રંથોમાં – સૂત્રોમાં ઉત્તરાધ્યયનનું સ્થાન અદકેરું છે. મૂળ સૂત્રરૂપ સામાન્ય સંજ્ઞાથી ઓળખાતા ચાર સૂત્ર છે - ઉત્તરાધ્યયન સૂત્ર આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર અને પિડનિયુકિત સૂત્ર.
આ સૂત્રો મૂળસૂત્ર શા માટે કહેવાય ? તેના વિશે વિદેશી વિદ્વાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ડૉ. શૂબિંગ મૂળસૂત્રનો અર્થ દર્શાવતાં જણાવે છે કે, “સાધુ તરીકેના જીવનની શરૂઆતમાં જે યમનિયમાદિ આવશ્યક છે, તેનો આ ગ્રંથો (સૂત્ર) માં ઉપદેશ હોઈ આ ગ્રંથોને મૂળસૂત્રો કહેવામાં આવ્યા હોય.”
જર્મન વિદ્વાન શોપેન્ટીયર મૂળસૂત્ર વિશે જણાવે છે કે, “આ ગ્રંથોને આવું નામ મળવાનું કારણ એ જ છે કે એ ગ્રંથોમાં મહાવીર સ્વામીના પોતાના જ શબ્દો ગ્રંથિત થયેલા છે.” પરંતુ તેમનું આ વિધાન દશવૈકાલિક સૂત્ર સાથે બંધબેસતું નથી. (ઉત્તરાધ્યયન સૂત્ર Introduction P 32)
પ્રોફેસર ગોરીનોટનું માનવું છે કે, “આ ગ્રંથો અસલ ગ્રંથો છે, જેના ઉપર અનેક ટીકાઓ, નિયુક્તિઓ થઈ છે. જે ગ્રંથ ઉપર ટીકા કરવી હોય તે ગ્રંથને મૂળ ગ્રંથ કહીએ છીએ. વળી, જૈન ધાર્મિક ગ્રંથોમાં સૌથી વધારે આ ગ્રંથો ઉપર ટીકાગ્રંથો છે. એ કારણોથી આ ગ્રંથોને ટીકાઓની અપેક્ષાએ મૂળ ગ્રંથો અથવા ‘મૂળ સૂત્ર’ કહેવાની પ્રથા પડી હશે એમ કલ્પી શકાય છે.” (La Religion D Jaina - P. 79)
+ ૧૦૪
+ ૧૦૫
Page #90
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો ઉત્તરાધ્યયન સૂત્રને મૂળસૂત્ર માનવા અંગે મતભેદ પ્રવર્તે છે. વિદેશી વિદ્વાન લ્યુમન (Leumann) આને પાછળથી રચાયેલ સૂત્ર માને છે અને તેના સમર્થનમાં જણાવે છે કે, “આ ગ્રંથ અંગ ગ્રંથોની અપેક્ષાએ પાછળથી રચાયેલો હોઈ એને ‘ઉત્તર’ એટલે પાછળનો ગ્રંથ કહ્યો છે.”
વાસ્તવિક રીતે જોઈએ તો ઉત્તરાધ્યયન ઉપરના ટીકા ગ્રંથોમાંથી આપણને જાણવા મળે છે કે પરમાત્મા મહાવીર પ્રભુએ તેમના છેલ્લા ચોમાસામાં અંતિમ દેશનામાં છત્રીસ અણપૂછ્યા પ્રશ્નોના ‘ઉત્તર' અર્થાત્ જવાબો આપેલા તે આ ગ્રંથમાં ગ્રંથિત થયેલા છે અને ‘ઉત્તર' શબ્દનો અર્થ તેમાં પૂર્તિ કરે છે.
આ સૂત્રમાં છત્રીસ અધ્યયનોમાં છત્રીસ દૃષ્ટાંતો સહિત સાધુ જીવનના યમનિયમોનું મુખ્યત્વે નિરુપણ કરવામાં આવ્યું છે. તેમાંથી એકવીસમાં અધ્યયનમાં સમુદ્રપાલીયનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. તેના દષ્ટાંત દ્વારા સમભાવને સમજાવ્યો છે. તિર્યંચના અતિ ભયંકર ઉપસર્ગ હોય કે રોગોનો ઉદયયોગ, રાગદ્વેષ, મોહમાયાના બંધનો હોય - દરેક પરિસ્થિતિમાં સમભાવમાં રહેવું તે સમુદ્રપાલના દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું છે.
સમુદ્રપાલીય અધ્યયનમાં ચોવીસ શ્લોક છે. તેના પ્રથમ આઠ શ્લોકમાં સમુદ્રપાલીના માતા-પિતા અને જન્મ-યુવાવસ્થાને વર્ણવવામાં આવેલ છે. સમુદ્રપાલે પૂર્વભવમાં શુભ ફળના બીજને વાવ્યું હતું. તેનો જન્મ પરમાત્મા મહાવીરના ચંપાનગરીના શ્રાવક પાલિતને ત્યાં દેશાવરથી પાછા ફરતાં સમુદ્રમાં થયો હતો. તેથી તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. યુવાવસ્થામાં તે સૌમ્ય કાંતિવાળો, બુદ્ધિમાન, બોતેર કળાઓમાં અને નીતિશાસ્ત્રમાં પંડિત થયો. પિતાએ તેને અપ્સરા જેવી રૂપવંતી કન્યા સાથે પરણાવ્યો. સમુદ્રપાલ તેની પત્ની સાથે રાજસી ભોગ ભોગવી રહ્યો છે.
+ ૧૦૬
-જૈન કચાનકોમાં સદ્ભોધના સ્પંદનો - ૯ થી ૧૨ માં શ્લોકમાં વધસ્તંભે લઈ જવાતા ચોરને જોઈ “જેવું કરીએ તેવું પામીએ” કર્મના આ અચળ સિદ્ધાંતે સમુદ્રપાલના અંગે અંગને કંપાવી દીધું. પોતે જ ભૌતિક સુખો ભોગવી રહ્યો છે તેનું પ્રયોજન અને પરિણામ શું ? ગહન ચિંતનના પરિણામ સ્વરૂપ જાતિસ્મરણજ્ઞાન થયું. મહાક્લેશ, મહાભય, મહામોહ અને મહાઆસક્તિના મૂળરૂપ લક્ષ્મી તથા સ્વજનોના મોહમય સંબંધને છોડી, વૈરાગી બની સંયમ ધર્મ અંગીકાર કર્યો. જિનેશ્વર પરમાત્માએ ફરમાવેલા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો અને સદાચારોને તેઓ આરાધવા લાગ્યા.
| જિનેશ્વર પરમાત્માએ ફરમાવેલા ત્યાગમાર્ગમાં ભિક્ષુએ કેમ વર્તવું તે ૧૩ થી ૨૪ માં શ્લોકમાં બતાવ્યું છે.
જગતના સમસ્ત જીવો પ્રત્યે અનુકંપા અને કલ્યાણની ભાવના રાખતાં, ક્ષમાને સેવનાર, પંચ વ્રતનું પાલન અને ઈન્દ્રિયોનું દમન કરતાં સમુદ્રપાલ મુનિ વિચરવા લાગ્યા. પોતાની દિનચર્યા નિયમ પ્રમાણે જ કરતાં, પોતાના બલાબલને જાણીને આર્ય – અનાર્ય પ્રદેશમાં વિચરવા લાગ્યા. કોઈના અભદ્ર શબ્દને સાંભળવા છતાં સિંહની જેમ નીડર રહેતાં અને કઠોર વચન ઉચ્ચારતા નહિ, અર્થાત્ કોઈપણ ક્ષેત્રમાં વિચરતાં હોય છતાં મુનિએ સાધુજીવનની દિનચર્યાને યોગ્ય જ કાર્ય કરતાં રહેવું જોઈએ. તેમણે સ્વાધ્યાયના સમયે નિદ્રા ન કરવી અને ગોચરી (ભિક્ષા) સમયે સ્વાધ્યાય. આમ, અકાલ ક્રિયાઓ ન કરવી જોઈએ. સર્વ સ્થળે અને સમયે નિશ્ચિત ક્રિયાઓ જ કરવી જોઈએ.
સમુદ્રપાલ મુનિ તટસ્થ ભાવે સંયમમાં વિચરતાં હતા. દરેક સ્થળે દરેક વસ્તુઓની અપેક્ષા કરતા નહિ. અરે ! પૂજા અને નિંદાની પણ ઇચ્છા કરતા નહિ. તાત્પર્ય કે મુનિએ પૂજા-સ્તુતિની ઇચ્છા ન રાખવી અને નિંદાને મનમાં ન આણવી, માત્ર સત્યશોધક થઈ પંચમહાવ્રતનું એક વ્રત સત્યનું આચરણ કરતાં રહેવું જોઈએ.
- ૧eo,
Page #91
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો માનવીના અનેક પ્રકારના અભિપ્રાયો હોય છે. મુનિના મનમાં પણ એવો ભાવ હોઈ શકે. તટસ્થ રહી, જ્ઞાનપૂર્વક તેનું સમાધાન કરવું. મનુષ્ય, દેવ, તિર્યંચના ભયંકર ઉપસર્ગોને સમભાવે સહન કરતાં મુનિ વિચરતા હતા. અહીં પરમાત્માએ મુનિની લોકરુચિ, લોકમાનસને ઓળખવાનું અને સમભાવથી તેનું સમાધાન કરવાનું બતાવી સંયમીની ફરજ સમજાવી છે.
શ્લોક ૧૭ થી ૨૪ માં કર્મોનો ક્ષયોપશમ કરી ઉત્કૃષ્ટતા તરફ ગમન કરવા મુનિએ કેવા પ્રકારનું જીવન જીવવું જોઈએ તે પ્રભુએ જણાવ્યું છે.
જયારે પરિષદો (વિવિધ સંકટો) આવે છે ત્યારે કાયર સાધક શિથિલ થઈ જાય છે, પરંતુ શૂરવીર-દેઢ સાધકની જેમ સમુદ્રપાલ પરિષહો સામેના યુદ્ધના મોખરે રહેનાર હાથીની જેમ ગભરાતા ન હતા. તેમજ આદર્શ સંયમી શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છરના સ્પર્શી કે વિવિધ રોગો ઉદયે આવતાં તે આજંદ કરતા નથી પણ તેને સમભાવે સહન કરે છે અને પૂર્વકૃત કર્મોનું પરિણામ છે એમ જાણી કષ્ટોને સહી કર્મોને ખપાવે છે. વિચક્ષણ મુનિ રાગદ્વેષ, મોહનો ત્યાગ કરીને વાયુથી અકંપિત મેરુની જેમ પરિષહ (સંકટો) થી કંપાયમાન થતો નથી પણ સમભાવે સહન કરે છે. | મુનિએ ન તો ગર્વિષ્ઠ થવું કે ન કાયર થવું, ન તો પૂજા-સત્કાર ઇચ્છવા કે ન તો નિંદા કરવી જોઈએ, પરંતુ તેણે તો સમુદ્રપાલની જેમ સમભાવ સ્વીકારીને રાગથી વિરક્ત રહી ‘જ્ઞાનદર્શન ચારિત્રાણિ મોક્ષમાર્ગ' ની ઉપાસના કરવી જોઈએ. | મુનિએ રતિ-અરતિ છોડીને, સંયમમાં લીન રહેવું અને આત્માના ચિંતક થવું. તેમજ શોક, મમતા અને પરિગ્રહની લાલસાને ભેદી અકિંચન ભાવથી મોક્ષમાર્ગમાં સ્થિર થવું.
૧૭ થી ૨૧ માં શ્લોકના નિચોડરૂપ ૨૨ મો શ્લોક છે, જેમાં પ્રભુ મહાવીર કહે છે કે, આજ પ્રમાણે સમુદ્રપાલ આત્મરક્ષક અને જીવરક્ષક બની
- ૧૦૮
જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ઉપલેપ વિનાના અને પોતાના માટે નહિ બનાવેલા એવાં જ એકાંત સ્થાનોમાં વિચરે છે અને મહાયશસ્વી મહર્ષિઓએ જે જે આચરણો આચર્યા હતા તેને આચરે છે. તેમજ આવી પડેલાં અનેક પરિષહો (સંકષ્ટો) ને સહન કરે છે.
યશસ્વી અને શ્રુતજ્ઞાનથી સંપન્ન એવા સમુદ્રપાલ મુનિ જ્ઞાનમાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટતાને પામ્યા અને ઉત્તમ સંયમ ધર્મ પાળીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું અને જેમ આકાશમાં સૂર્ય શોભે તેમ આત્મજયોતિથી દૈદીપ્યમાન થયા. પુણ્ય અને પાપ બંને પ્રકારના કર્મોનો ક્ષય કરીને સમુદ્રપાલ મુનિ સર્વ બંધનોથી મુક્ત થઈને શૈલેષી (અડોલ-અવિચલ) અવસ્થાને પામ્યા. આ સંસારરૂપી ભવસમુદ્રથી પાર થઈને સમુદ્રપાલ મુનિ અપુનરાગતિ અર્થાત્ સિદ્ધગતિને પામ્યા.
ઉત્તરાધ્યયનના છત્રીસે છત્રીસ અધ્યયન સંયમી જીવનને કેમ સુવાસિત બનાવવું તેની જડીબુટ્ટી સમાન છે. તે અધ્યયન પછી કાપિલિકનું હોય કે મૃગાપુત્રીનું હોય, એલકનું હોય કે ઈષકારીય ઈત્યાદિનું હોય. આ ૨૧ માં સમુદ્રપાલીય અધ્યયનમાં પ્રભુએ ત્યાગધર્મની ઈમારતના પાયા સમાન સરળ ભાવ, તિતિક્ષા, નિરાભિમાનિતા, અનાસક્તિ, નિંદા કે પ્રશસા બંને સ્થિતિમાં સમાનતા, જીવમાત્ર પ્રત્યે સમભાવ, એકાંતવૃત્તિ અને અપ્રમત્તતા વગેરે બતાવ્યા છે. પાયાના આ આઠ સિદ્ધાંત જેટલા પરિપક્વ અને મજબૂત તેટલું જ ત્યાગી જીવન ઉચ્ચ અને સુગંધિત કસ્તૂરી જેવું. એ કસ્તૂરીની સુગંધથી અનંતભવની વાસનામય દુર્ગધ નષ્ટ થઈ જાય છે અને જીવાત્મા ઉત્કૃષ્ટતાની સોપાનશ્રેણિમાં આગળ ને આગળ વધતા શિખર પર પહોંચે છે. આખરે તે આત્માનું જે નિજ સ્વરૂપ છે તેને પ્રાપ્તિ કરી સિદ્ધગતિને પામે છે..
(મુંબઈ સ્થિત રેખાબહેન જૈન ધર્મના અભ્યાસુ છે. તેમણે ભક્તામર સ્તોત્ર પર પી.એચ.ડી. કર્યું છે. ભક્તામર સ્તોત્ર અને ભગવાન ઋષભદેવ પર તેમના અભ્યાસપૂર્ણ ગ્રંથ પ્રગટ થયા છે. તેઓ એક્યુપ્રેશર નિષ્ણાત છે.)
- ૧૭૯
Page #92
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો સાહિત્યનું તે અગત્યનું પ્રેરકબળ હતું. સાહિત્યમાં ધર્મની પ્રધાનતા સ્વાભાવિકતાથી આલેખાતી હતી.
જૂના ગુજરાતી સાહિત્યમાં ગદ્યલખાણો વિરલ કે ઓછા હતાં એવો સામાન્ય ખ્યાલ પ્રવર્તે છે, પણ જૂના સાહિત્યની શોધ થતી જાય છે તેમ તેમ એ ખ્યાલ બદલાતો જાય છે. ચૌદમા સૈકાથી માંડી જૂની ગુજરાતીમાં ગદ્યસાહિત્ય મળે છે અને એનું વૈપુલ્ય ઉત્તરોત્તર વધતું જાય છે. અહીં એ મુદ્દો યાદ રાખવો જોઈએ કે જૈન સાહિત્યકારો મોટે ભાગે જૈન સાધુ-સાધ્વીઓ છે. ગૃહસ્થાશ્રમી શ્રાવક કવિઓ ઘણી અલ્પ સંખ્યામાં છે. સાહિત્યકોસના ૧૬૦૦ જેટલા મધ્યકાળના જૈન કવિઓમાં શ્રાવક કવિઓ પચાસેકથી વધારે થવાની ધારણા
૨૩
જૈન કથાનુયોગમાં વ્યક્ત થતું નીતિ
સદાચાર અને ધર્મદર્શન
- ડૉ. સેજલ શાહ
નથી.
સાહિત્ય વાસ્તવિકતામાં ઉમેરો કરે છે. એ માત્ર વાસ્તવનું આલેખન નથી કરતું પણ તમારા રોજિંદા જીવનમાં આવશ્યક રસોનું ઉમેરણ કરે છે. એ દ્વારા એ વેરાનમાં પણ વાવેતર કરવાની કોશિશ કરે છે. જીવનને ગતિમાન, ચેતનવંતુ અને સંવેદનશીલ બનાવવાનું કામ સાહિત્યનું છે.
ઉચ્ચ કક્ષાના વાડમય સાહિત્યનું પ્રચ્છન્નતા એક એવું લક્ષણ છે કે એમાં જો કોઈ જીવનનો સંદેશ હોય તો પણ તે વાંચકને પ્રગટપણે સંભળાતો નથી. ઉપદેશના તત્ત્વથી બીજે છેડે આવી કલાકૃતિઓ હોય છે. જૈનસાહિત્યની ઘણી કૃતિઓ નીવડી છે. પણ સાંપ્રદાયિકતાના સીમિત દૃષ્ટિકોણને કારણે તે વાંચક સુધી પહોંચી નથી. ‘સીતારામ ચૌપાઈ સમયસુંદરની કૃતિ એક વિશિષ્ટ કલાકૃતિનો નમૂનો છે. મધ્યકાળનું સાહિત્ય બહુધા ધર્મપ્રધાન કે ધર્મમૂલક હતું. સૌથી વિષમ સમયમાંયે સમાજશરીરમાં, ધર્મની નાડીમાં ચેતન હોઈ
- ૧૮૦
જૈન સાહિત્યનો મુખ્ય ઉદ્દેશ ધર્મોપદેશનાનો રહ્યો છે. એમાં કર્મફળને અધિક મહત્ત્વ અપાયું છે. અહીં માત્ર ઈશ્વરની સ્તુતિ નથી આવતી, પણ પાત્ર પર જ્યારે દુઃખ પડે છે ત્યારે એમ મનાય છે કે આ એના કર્મનું ફળ છે. આમ, કર્મવાદનો ઉપદેશ અહીં અપાયો છે. જે કંઈ સંકટ આવે છે કે દુઃખ પડે છે એનું કારણ પૂર્વજન્મની કરણી છે અને એ જ માટે પૂર્વજન્મની કથાઓ પણ આવરી લેવાય છે. આ કારણે એક કથામાં અનેક કથાઓ કહી શકાય છે. કથામાં મુનિ આવે છે અને જેમના ઉપદેશથી પાત્રો તેમની પાસે દીક્ષા લે છે. કથાનું મૂળ ધ્યય કર્મ ખપાવવા અને દીક્ષા – એ બે બાબતને ખૂબ જ મહત્ત્વ અપાયું છે.
જૈન સાહિત્યે લોકોને આકર્ષવા અને કથાને વધુ રસિક બનાવવા લોકપ્રિય કથાવસ્તુ અને સ્વરૂપોને સ્વીકાર્યા છે. આ સર્જકો વાંચકોની પસંદગીને બરાબર ઓળખે છે. એટલે જૈન સાહિત્યમાં અનેક હિન્દુ પરંપરાની પ્રચલિત
૧૮૧
Page #93
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કથાઓ જેવી કે રામાયણ, મહાભારતનો આધાર લઈ લોકપ્રચલિત કથાવસ્તુને સ્વીકારી તેનું રૂપાંતર જૈન ધર્મના સંદર્ભે કરાયું છે. આ રીતે પ્રચલિત આધારોને સ્વીકારી સર્જકે પોતાની મૌલિકતા તેના આધારે વિકસાવી છે. જૈન કથાનો મૂળ ધ્યેય તો વાંચકની અંદર ધર્મભાવ જગાડવાનો હોઈ એમ સ્વાભાવિક રીતે જ નીતિ, સદાચાર અને ધર્મદર્શન વ્યક્ત થાય છે. સમયસુંદરની કૃતિ ‘સીતારામ ચોપાઈ” ની રચના સં. ૧૬૭૭ થી ૧૬૮૦ સુધીમાં મેડતા, સાચોર વગેરે સ્થળે રહીને થઈ છે. રામ અને સીતાનું કથાનક સુદીર્ઘ છે અને સર્જકે એને નવખંડમાં અને પ્રત્યેક ખંડમાં દુહા અને સાત ઢાળ છે. દુહા અને ૬૩ ઢાળ મળીને ૩૭00 ગાથામાં આ રાસની રચના કવિએ કરી છે.
જૈન પરંપરાની “સીતારામ ચોપાઈ’ વાલ્મિકી રામાયણથી ઘણી દૃષ્ટિએ ભિન્ન છે. રામકથાના મુખ્ય ત્રણ પુરુષ પાત્રો રામ, લક્ષ્મણ અને રાવણ - ને જૈનોના ત્રેસઠ શલાકા પુરુષોમાં ગણવામાં આવ્યા છે. ત્રેસઠ શલાકા પુરુષોમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બલદેવો, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવો એમ મળીને કુલ ૬૩ મહાપુરુષો ગણાય છે. તેમાં રામ આઠમા બલદેવ, લક્ષ્મણ આઠમા વાસુદેવ અને રાવણ આઠમાં પ્રતિવાસુદેવ છે. જૈન માન્યતા અનુસાર પ્રત્યેક કલ્પમાં બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ સમકાલીન હોય છે. વાસુદેવ પોતાના મોટાભાઈ બલદેવની મદદ વડે પ્રતિવાસુદેવ સાથે યુદ્ધ કરીને એને હરાવે છે અને એનો વધ કરે છે. તે પ્રમાણે આઠમાં વાસુદેવ રાવણનો વધ કરે છે. આમ, જૈન ધર્મના સંદર્ભે આ પાત્રોનો વિસ્તાર કરવામાં આવ્યો છે, જે જૈનદર્શનનો ખ્યાલ આપે છે.
જૈન પરંપરામાં પ્રાકૃત ભાષામાં રામકથાનું નિરૂપણ ઘણા કવિઓ દ્વારા થયું છે. રામ અને કૃષ્ણ ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક ચેતનાના
* ૧૮૨
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો પ્રતીક છે. એમના વિષયક અનેક પ્રકારના સાહિત્યનું નિર્માણ થયું છે. રામાયણ અને મહાભારત એ એવા સાંસ્કૃતિક ગ્રંથો છે કે જે અનેક સંસ્કૃતિ, અનેક પરંપરા અને સમાજના પ્રતીક છે. લોકસાહિત્ય, ધાર્મિક સાહિત્ય રૂપે, સાહિત્ય રૂપે, ચેતનાના પ્રતીક રૂપે તે અનેક રૂપે વ્યક્ત થયા છે. જૈન પરંપરામાં પણ રામકથાના અનેક રૂપો છે, એમાં સંદદાસગણિકૃત ‘વસુદેવ હિંડી', વિમલસૂરિકૃત ‘પઉમચરિય’ અને ગુણભદ્ર કૃત ‘ઉત્તરપુરાણ' ગણાય છે. આ ત્રણની રામકથામાં થોડીક વિભિન્નતા છે, પરંતુ મહત્ત્વની બધી ઘટનાઓ સમાન છે. તેમાં શ્વેતામ્બર પરંપરામાં ‘પઉમચરિય’ અને દિગંબર પરંપરામાં ‘ઉત્તરપુરાણ' નો પ્રભાવ વિશેષ રહ્યો છે. જૈન પરંપરામાં જે વિવિધ કૃતિઓ જોવા મળે છે, તેમાં પણ સમયસુંદરે સંમૂકાવ્ય “સીયાચરિઉ’ નો મુખ્ય આધાર લીધેલો છે, સાથે એમણે ‘પઉમચરિય’ નો પણ આધાર લીધો છે.
સીતા કથાનકનો મૂળ ઉદ્દેશ શીલધર્મ છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક ઉદ્દેશ છે, જેમાં સાધુને માથે ખોટું આળ, મિથ્યાકલંક ચડાવવાના પરિણામે માણસને કેવા કેવા દુઃખ ભોગવવા પડે છે અને પોતાના કર્મનો ભાર સહન કર્યા પછી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સ્ત્રીનું ‘શીલ’ અને તેની પવિત્રતા પણ કેવી કસોટીએ ચડે છે, પણ અંતે તો કર્મનો ક્ષય થતાં ધર્મને શરણે જ કૈવલ્ય પ્રાપ્ત થાય છે, આવા કેટલાક સંદર્ભો અહીં સ્પષ્ટરૂપે વ્યક્ત થયા છે.
સીતારામ ચોપાઈ” ની શરૂઆત ગૌતમસ્વામી અને શ્રેણિક મહારાજાના પ્રસંગથી થાય છે. એક વખત ગણધર શ્રી ગૌતમસ્વામી રાજગૃહ નગરમાં પધારે છે અને અઢાર પાપસ્થાનક વિશે ઉપદેશ અપતા હતા. તે વખતે તેમની સેવામાં શ્રેણિક મહારાજા ત્યાં આવ્યા હતા. ત્યારે સાધુ વગેરે
૧૮૩
Page #94
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો પર મિથ્યા કલંક ચડાવતાં કેવું દુઃખ આવી ચડે છે તેના ઉદાહરણ તરીકે સતી સીતાની વાત ગૌતમસ્વામીએ કહી. જેમાં સીતાના પૂર્વભવની કથાથી આરંભ થાય છે.
કલંક ન દીજઈ કેહની, વલી સાધનઈ વિશેષિ,
પાપવચન સહુ પરિહરડે, દુઃખ સીતા ની દેખિ. ‘સીતારામ ચોપાઈ' માં સીતાના વેગવતી તરીકેના પૂર્વજન્મનો વૃત્તાંત નિરૂપાયો છે. ભરતક્ષેત્રમાં મૃણાલ કુંડ નગરમાં શ્રીભૂતિ પુરોહિતની પુત્રી વેગવતી રહેતી હતી. એકવાર સુદર્શન નામના મહારાજના ઉપદેશથી સર્વત્ર તેમની પ્રશંસા નગરમાં ફેલાઈ જાય છે. ત્યારે વેગવતી માટે સાધુની પ્રશંસા અસહનીય બને છે અને તે લોકોમાં સાધુના ચરિત્રસંદર્ભે અફવા ફેલાવે છે. પરિણામે શાસનદેવીના પ્રભાવથી વેગવતીને શારીરિક તકલીફ થાય છે અને સાધુ પણ કલંક દૂર ન થાય ત્યાં સુધી ઉપવાસનું વ્રત ધારણ કરે છે. પોતાની શારીરિક તકલીફોથી ત્રસ્ત વેગવતીને ભૂલનું ભાન થાય છે અને પશ્ચાત્તાપ કરે છે, સત્ય જાહેર કરે છે. પણ વેગવતીના આ કૃત્યનું ફળ તેને આવનારા ભવમાં સીતારૂપે ભોગવવાનું આવે છે. વેગવતી મિથિલા નગરીના મહાન રાજવી જનકની પુત્રી સીતા તરીકે જન્મ લે છે. સીતા યુવાનીમાં આવતાં જનક રાજા પોતાના મંત્રીને સીતા માટે યોગ્ય એવા વરની શોધ કરવા માટે કહે છે. મંત્રી દશરથ રાજાના પુત્ર રામ પર પસંદગી ઉતારે છે અને સીતાની સગાઈ રામ સાથે કરવામાં આવે છે. સમયસુંદરની આ કથામાં સીતાના સ્વયંવરની કોઈ વાત આવતી નથી. ઉપરાંત ધનુષ્યનું કથાનક પણ જુદી રીતે આવે છે. આમ તો આ કથાનક ઘણું લાંબુ હોવાને કારણે મેં મારી વાત “સીતા”
૧૮૪ •
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોના પાત્ર પૂરતી જ મર્યાદિત રાખી છે અને એ પાત્ર દ્વારા કઈ રીતે નીતિ, મૂલ્ય અને ધર્મબોધ પ્રાપ્ત થાય છે, એ અંગે ચર્ચા પ્રસ્તુત પેપરમાં કરી છે.
સીતાની સગાઈ પછી એકવાર નારદમુનિ મિથિલા નગરી પધારે છે ત્યારે સીતા તેમનું ભયાનક રૂપ જોઈ ડરીને ભાગી જાય છે. પોતાનું યોગ્ય સ્વાગત ન થવાને કારણે નારદ ક્રોધે ભરાય છે અને વૈતાઢય પર્વત પર ભામંડલ રાજા પાસે સીતાનું ચિત્ર દોરી તેમને સીતા પ્રત્યે આકર્ષિત કરે છે. ચંદ્રગતિ - ભામંડલના પિતા, રાજા જનક પાસે સીતાની માગણી કરે છે, પણ જનક જણાવે છે કે સીતાની સગાઈ રામ સાથે થઈ ગઈ છે ત્યારે ચંદ્રગતિ બીજા વિદ્યાધરો સાથે મળીને જનક રાજાની સામે શરત મૂકે છે કે જો રામ દેવાધિષ્ઠિત ધનુષ્ય ઉંચકીને બાણ ચડાવી શકશે તો જ તે સીતાને પરણી શકશે. નહિ તો તેઓ સીતાને લઈ જશે. ઘરે આવીને જનક વાત કરે છે ત્યારે સીતાને પોતાના ધર્મ અને કર્મ પર પૂરેપૂરી શ્રદ્ધા છે. શીલવાન સ્ત્રીને આવી નાની અચડણોથી ડર નથી લાગતો, તેમ સીતા પણ પિતાને કહે છે કે મારા લગ્ન તો રામ સાથે જ થશે. લગ્નપ્રસંગે રામ બાણ ચઢાવે છે અને સીતા સાથે તેમના લગ્ન થાય છે. સાથે સાથે વિદ્યાધર પણ રામની ગુણશક્તિ જોઈને પોતાની અઢાર કન્યાઓ રામ સાથે પરણાવે છે.
રાજા દશરથ શુદ્ધ શ્રાવક ધર્મનું પાલન કરતા હતા. એકવાર જિનાલયમાં અઢાર મહોત્સવની ઉજવણી કરતાં એક વૃદ્ધ દૂતના પ્રસંગ દ્વારા તેમને પણ પોતાનું ભવિષ્ય અને વૃદ્ધાવસ્થાનો આભાસ થાય છે અને મનમાં વૈરાગ્ય જાગે છે.
બીજી તરફ ભામંડલને જાતિસ્મરણ થાય છે અને સીતા પોતાની સહોદરા હોવાની જાણકારી મળે છે. આ વાત તે ચંદ્રગતિને કરે છે. આ
૧૮૫
Page #95
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો સાંભળતા ચંદ્રગતિ વિરક્તિ અનુભવે છે. તે ભામંડલનો રાજયાભિષેક કરી પોતે દીક્ષા લે છે. સીતા-રામ-જનક સૌને સમાચાર મળ્યા, બધા આનંદિત થઈ જાય છે.
જૈન ધર્મ અનુસાર પોતાનું હિત ચાહતો આત્મા દીક્ષા ગ્રહણ કરે છે, તેમ જનકરાજા પણ હવે સંસારી કર્મોથી મુક્તિ ઇચ્છી દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છે છે. અહીં ભૌતિક વૈભવ કે સંપત્તિ પણ માણસના મનને લોભાવી શકતી નથી. જે ઉચ્ચ આત્મા છે, તે પોતાનું હિત સાધી જ લે છે, એવો એક સંદેશો પણ મળે છે.
| જિમ સુખ તિમ કરિજયો તુમ્હરે, હું લેઈસિ વ્રતભાર, વિષમ મારગજો આવી તણઉ રે, તુહે જામ્યો હુસિયારો રે.
જૈન કથા સંસારની અસારતાને વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. સીતાએ પોતાના જીવનની શરૂઆત કરી છે, પણ તેને ગયા જન્મે જે સાધુની નિંદા કરી હતી, તેનું ફળ તેને આ ભવમાં ભોગવવાનું છે. પશ્ચાત્તાપ કે ભૂલની જાગૃતિ થવી એટલું પૂરતું નથી, પરંતુ કર્મનું ફળ ભોગવીને જ કર્મનો ખપ થાય છે.
રામના વનવાસની મુખ્ય ઘટનાઓ વાલ્મિકી રામાયણની પરંપરામાં અને ‘પઉમચરિય’ ની પરંપરામાં એકસરખી છે. સીતા-રામ અને લક્ષમણ - કકેયીના વરદાન માગવાને કારણે રાજગાદીને બદલે વનવાસ ભોગવે છે. અહીં “મંથરા’ નામનું પાત્ર નથી આવતું.
સીતારામ ચોપાઈના પાંચમા ખંડથી રાવણ કથાનો પ્રારંભ થાય છે. દક્ષિણ દિશામાં રાક્ષસ નામના દ્વીપમાં ચિત્રકૂટગિરિ નામના પર્વતમાં લંકા નામની નગરી આવેલી છે. ત્યાં વંશાશ્રવ નામનો વિદ્યાધર રાજા રાજ કરતો
+ ૧૮૬ +
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો હતો, એનો પુત્ર તે રાવણ. રાવણને નાનપણમાં તેના પિતાએ દિવ્ય રત્નોનો એક હાર પહેરાવ્યો હતો. એ હારના નવરત્નોમાં રાવણના મૂળનું સ્પષ્ટ પ્રતિબિંબ પડતું હતું. એટલા માટે રાવણને દશમુખ કહેવામાં આવતો હતો. રાવણ નામ માટે એવી દંતકથા છે કે એક વખત બાલી નામના ઋષિએ એને એક પહાડ નીચે કચડવા પ્રયત્ન કર્યો ત્યારે રાવણે ‘વ’ અર્થાત્ રુદન શરૂ કર્યું. એટલા માટે ‘રવ કરનાર' તે રાવણ એવું તેનું નામ પડી ગયું.
જૈન કથામાં રસિક તત્ત્વોનું આલેખન કરાયું હોય છે. અકલ્પનીય વર્ણનો, પ્રસંગો પ્રજાને કથા તરફ ખેંચી રાખે છે. જેમ પ્રેમાનંદ પોતાની કથામાં રસને વળ ચઢાવી ચઢાવી ભાવકને તલ્લીન બનાવતો તેમ અહીં પણ સર્જક કથામાં જયાં શક્ય હોય ત્યાં તે રસની તીવ્રતાનો અનુભવ કરાવે છે, પણ મૂળ એનું અમન શાંત રસમાં થાય છે. સીતારામ ચોપાઈમાં રાવણ સાધુવેશે સીતાનું અપહરણ નથી કરતો. અહીં રામ સીતા સાથે કુટિરમાં હોય છે અને લક્ષ્મણ લડાઈ પર ગયા હોય છે ત્યારે લક્ષ્મણ જેવી દહાડ પાડી અને કુટિરમાંથી દૂર જાય છે અને જટાયુને ઘાયલ કરી પછી રાવણ સીતાનું અપહરણ કરે છે. રસ્તામાં રાવણ વિચારે છે કે ભલે સીતા અફસોસ કરતી પણ એકવાર પોતાની સંપત્તિ જોશે એટલે તેનું મન પીગળી જશે.
ખિણ રોયઈ કરઈ વિલાપ, ખિલ કહઈ પોતંઈ પાપ, ખિણ કરઈ ગીત નઈ ગાન, ખિણ કરઈ જાપ નઈ ધ્યાન,
ખિણ એક ઘઈ હુંકાર, કારણ વિના બાર બાર, નાખઈ મુખઈ નીસાસ, ખિણ ખંચિનઈ પડઈ સાસ.
લંકા પહોંચ્યા પછી સીતા, રામ-લક્ષ્મણના કુશળ સમાચાર ન મળે ત્યાં સુધી રત્નજળનો ત્યાગ કરે છે. આ કથામાં સીતાની શોધ સુગ્રીવ કરે છે
- ૧૮૦
Page #96
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનોઅને તેની ભાળ મળ્યા પછી રાવણને સમજાવવા હનુમાન જાય છે. સીતા શીલવતી નારી છે, તે પરપુરુષની સામે આંખ ઉઠાવીને જોતી પણ નથી, તેને માત્ર રાવણના પગ જ જોયા છે અને રાવણે અનન્તવીર્ય મુનિ પાસે નિયમ લીધો છે કે ક્યારેય કોઈ સ્ત્રીને જબરદસ્તીથી પ્રાપ્ત નહીં કરે, તેથી સીતા પર પણ બળનો પ્રયોગ કરતો નથી.
કથાની મૂળ વાર્તા બદલાતી નથી, પરંતુ વાંચકને સતત જૈન સંસ્કારોનો અનુભવ થાય એવા મુદ્દાઓ વ્યક્ત થયા કરે છે, ઉપરાંત જૈન સાધુની સર્જકતા રૂપાંતરકરણમાં સતત પ્રતીત થયા કરે છે. જ્યાં જયાં શક્ય હોય ત્યાં નવીન કથા મૂકી મૂળને વધુ સમૃદ્ધ કરવાનું તેઓ ચૂક્યા નથી. રાવણ સામેના યુદ્ધમાં ઘાયલ લક્ષ્મણને બચાવવા અયોધ્યાથી દૈવી જળ લાવવા ભામંડળને મોકલે છે. આ ઉપરાંત રાવણ સીતાના બદલામાં પોતાનું અડધું રાજય આપવાની દરખાસ્ત રામને મોકલાવે છે. લક્ષ્મણ દ્વારા રાવણ હણાય છે અને બધાનું મિલન થતાં તેઓ શાંતિનાથ ભગવાનના જિનાલયમાં જઈ પૂજાસ્તવન પણ કરે છે.
જૈન કથાની બીજી એક ખાસિયત સ્વપ્ન ફળ અને તેનું કથા સાથેનું જોડાણ છે. એક દિવસ સીતા સ્વપ્નમાં સિંહને આકાશેથી ઉતરી પોતાના મુખમાં પ્રવેશતો જુએ છે અને પોતાને વિમાનમાંથી પૃથ્વી પર પડતા જુએ છે. આ સ્વપ્નના ફળરૂપે રામ કહે છે કે સીતાને પુત્રરત્ન પ્રાપ્ત થશે, પરંતુ વિમાનમાંથી પડવું એ અશુભનો સંકેત છે. સીતા વિચારે છે કે હજી કેટલા કર્મોનો ક્ષય સહેવાનો છે. રામ-સીતાનો સુખી સંસાર જોઈ સીતાની અન્ય સ્ત્રીઓ તેની ઈર્ષા કરે છે. તેઓ સીતા પાસે રાવણના પગનું ચિત્ર દોરાવી રામને ભરમાવાની કોશિશ કરે છે, રામ તો આ બાબતને અવગણે છે, પણ પ્રજાજનોમાં સીતા
૧૮૮
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો અંગે નિંદનીય વાતો ઊભી થાય છે. એકવાર સાધુ માટે નિંદનીય પ્રચાર કરનાર સીતા આ ભવમાં પોતે જ એનો શિકાર બને છે. શીલવાન સીતા ગર્ભાવસ્થા દરમ્યાન જિનેશ્વર પૂજા, શાસ્ત્રો સાંભળવાનું અને મુનિરાજોને દાન દેવાની ઇચ્છાનો અનુભવ પણ કરે છે. આમ, એક ચરિત્રવાન સ્ત્રીને આ દોહદ થાય તે સ્વાભાવિક છે, પણ જો ન થાય તો પણ તેને આ કાર્ય પોતાના બાળકના સારા સંસ્કાર માટે કરવું જોઈએ. લોકનિંદાનો ભોગ બનેલી સીતાનો રામ ત્યાગ કરે છે અને ત્યાં જંગલમાં તેને વાલ્મિકી નહીં પણ વજજંઘ નામનો ધર્મનો ભાઈ બનીને રાજા આશરો આપે છે. કારણ તેના સારા કર્મોનો પ્રબળ પ્રભાવ તેને દુઃખનો અનુભવ કરાવ્યા પછી તેમાંથી માર્ગ પણ કાઢી આપે છે. સીતા અનંગલવણ અને મદનાંકુશ નામના બે પુત્રોને જન્મ આપે છે, મોટા થઈ તેઓ રામ સાથે યુદ્ધ કરે છે અને સત્યની જાણકારી મળતા રામ સીતા સહિત બાળકોને ઘરે પાછા ફરવાનું આમંત્રણ આપે છે. સીતાને પટરાણી બનાવવાનું પણ કહે છે. પરંતુ સીતા અગ્નિપરીક્ષાનો આગ્રહ રાખે છે. સીતાના જીવનનું ધ્યેય પટરાણી નહીં પરંતુ વૈરાગ્ય છે, પણ એ પહેલાં તે પોતાના શીલને સિદ્ધ કરવા ઇચ્છે છે. મુનિસુવ્રત સ્વામીને વંદન કરી સીતા અગ્નિમાં પ્રવેશે છે ત્યારે ઈન્દ્ર દેવની આજ્ઞાથી હરિભેગોત્રી દેવ નિર્મલ શીલાલંકાર ધારિણી સતી સીતાની સહાયમાં ઉપસ્થિત રહે છે અને અગ્નિનું જળમાં રૂપાંતર થાય છે. હવે અહીં સતીત્વ સિદ્ધ થાય છે, જલપ્રવાહ ફૂટી નીકળે છે કે પૂરની સ્થિતિ સર્જાય છે અને સતી સીતા પોતાના હાથથી એ પૂરને રોકે છે. આ છે ‘શીલ' નું તેજ. ત્યારબાદ સીતા કેશનો લોચ કરી દીક્ષા લે છે અને સાથે તેના બે પુત્રો પણ દીક્ષા લે છે.
૧૮૯
Page #97
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો સીતારામ ચોપાઈ” માં આવા અનેક ઉદાહરણ જોવા મળે છે. કૃતિમાં અંતે રામના ભાતૃપ્રેમનું કથાનક અને પછી રામ દીક્ષા લે અને કેવળજ્ઞાનનો પ્રસંગ આવે છે, પણ આપણે અહીં સીતા પૂરતી જ વાત મર્યાદિત કરી હોવાને કારણે સંપૂર્ણ કૃતિના બધા સંદર્ભોને આવર્યા નથી, સંક્ષિપ્ત નિરૂપણ કર્યું છે.
| (ડૉ. સેજલ શાહ મણિબહેન નાણાવટી વિમેન્સ કૉલેજના ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિભાગાધ્યક્ષ છે. “પ્રબુદ્ધ જીવન’ ના તંત્રી છે. તેઓએ બે પુસ્તકો લખ્યાં છે - “મુઠ્ઠી ભીતરની આઝાદી’ અને ‘આંતરકૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ' ઉપરાંત ગુજરાતી પદ્યવિમર્શ : ફાગુ, બારમાસીનું સંપાદનકાર્ય કર્યું છે.)
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો જૈનધર્મ કાર્યકારણનો ધર્મ છે. અહીં પશ્ચાત્તાપ મહત્ત્વનો છે. અનેક સારા કર્મોના બદલામાં ખરાબ કર્મોનો ક્ષય નથી થતો, એ ભોગવવા પડે છે, પણ એની તીવ્રતામાં ઘટાડો થાય છે. ભાગ્યે જ કોઈ એવી જૈન કથા હશે એમાં પણ ખાસ કરીને મુનિ ભગવંત દ્વારા કહેવાયેલી કે જેમાં ચરિત્રને મહત્ત્વ ન અપાયું હોય. જૈન કથાઓમાં સંસાર તરફ ધૃણા ઉપજાવવા, શ્રોતાઓમાં વૈરાગ્ય પ્રેરવા અને તેમને કામવાસનાથી દૂર કરવા સ્ત્રીનિંદા સારી પેઠે થતી હોય છે. વાર્તાકાર જાતે જ સ્ત્રીને કુટિલ અને દુરાચારી દર્શાવે છે. અહીં સ્ત્રીનું માહાભ્ય કરાયું હોવાથી સ્ત્રી આવા આરોપથી બચી ગઈ છે. સતી સીતા ધર્મબોધ પમાડે છે અને સંસારની સ્ત્રીઓ માટે ઉદાહરણ રૂપ સાબિત થાય છે. સામાન્ય રીતે સ્ત્રીનો ધર્મ પતિના પગલે ચાલવામાં છે, પણ અહીં વ્યક્તિત્વને મહત્ત્વ અપાયું છે. આખરે સંસારમાં પતિ, ભાઈ એ બધા જ સંબંધો રાગ નિર્માણ કરે છે. જયારે ધર્મના માર્ગે આ બધા જ સંબંધોથી મુક્ત થઈ પરમને પામવાનું હોય છે. સીતા પણ રામ પ્રત્યેના પોતાના રાગથી મુક્ત થઈ પતિ પહેલા દીક્ષા લે છે અને રામમાં હજી વિરક્તિનો ભાવ આવ્યો નથી. એટલે સ્વ પ્રત્યેની પ્રથમ ફરજનો એક વિચાર પણ અહીં જોવા મળે છે. પ્રસંગોપાત ધર્મબોધ જોવા મળે છે તેનું એક ઉદાહરણ,
સાધ કહઈ ધમ સાંભળઉ, એ સંસાર અસાર,
જનમમરણ વેદન જરા, દુ:ખ તણઉ ભંડાર. કાચઉ ભાંડઉ નીર કરિ, જિણ વેગી ગલિ જાય,
કાયા રોગ સમાકુલી, ખિણ મઈ ખેરૂં થાય. બીજલિ નઉ ઝબકલ જિસ્યઉં, જિસ્યઉ નહીં નઉ વેગ. જીવનમય જાણઉ તિસ્યઉં, ઉલટ વહઈ ઉહેગ.
+ ૧૯૦
- ૧૯૧
Page #98
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
જયભિખુની કથા દેવાનંદા’ માં વ્યક્ત થતો માતૃત્વનો મહિમા
- ડૉ. સુધાબેન નિરંજન પંડ્યા
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો વીરતત્ત્વ પ્રકાશક મંડળના સ્થળાંતરને કારણે ગ્વાલિયર રાજ્યના પ્રકૃતિ તત્ત્વોથી ભર્યાભર્યા શિવપુરી ગામે આઠ-નવ વર્ષ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી તેમજ અંગ્રેજીનો અભ્યાસ તો કર્યો, પરંતુ પોતે જે કંઈ પામ્યા છે તે સમાજને આપવાનું પોતાનું ઉત્તરદાયિત્વ છે એમ સમજી કલમને ખોળે માથું મૂકવાનો દૃઢ નિશ્ચય કરી લેખનકાર્ય જીવનપર્યંત ચાલુ રાખ્યું, અને માર્ગમાં આવતા અવરોધોને હસતે ચહેરે, ઓળંગવાનું સ્વરચ્છાએ સ્વીકારી લીધું. ‘ભિક્ષુ સાયલાકર' ના નામથી પોતાના ગુરુ વિજયધર્મસૂરિજીનું જીવનચરિત્ર ૧૯૨૯ માં રચ્યું, ત્યારથી એમણે કલમ ઉપાડી તે ૧૯૬૯ માં થયેલા એમના અવસાન બાદ જ અટકી. ધર્મ અને માનવજીવન વિશેની ઊંડી, પાક્કી સમજને કારણે એમણે હંમેશાં હકારાત્મક અભિગમ રાખી જીવનની માત્ર ઊજળી બાજુને જ વર્ણવવાનું વિચાર્યું, જેથી ઊગતી નવી પેઢીને જીવનરસ પાવાનું અને એના સંસ્કારને સંકોરવામાં સહાયરૂપ બનવાનું કાર્ય સરળતાથી કરી શકાય.
પત્રકાર તરીકેની લગભગ ચાલીસ વર્ષની કારકિર્દીમાં ‘ગુજરાત સમાચાર’, ‘ઝગમગ’, ‘જયહિંદ', ‘ફૂલછાબ' તેમજ કેટલાંક અન્ય સામયિકોમાં ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓ, જીવનચરિત્રો અને વાર્તાઓ સમેત ૨૯૭ થી વધુ જનકલ્યાણમાર્ગને ચીંધતી રચનાઓ જયભિખુએ આપી છે. જૈન શાસ્ત્રોના એમના ઊંડા અધ્યયનને કારણે જૈન કથાસાહિત્યને સમાજોપયોગી બનાવવા માટે સદાચાર અને બોધપ્રદ, ભાવસભર કથાનકોના મૂળ આત્માને અશ્રુષ્ણ રાખી, તત્કાલીન સમાજના પ્રવાહને સમજી, પોતાના આગવાં અર્થઘટનો કરી, એમણે સજ્જતા, સમાનતા અને પ્રતિબદ્ધતાથી કલાતત્ત્વની માવજત કરતાં કરતાં સાહજિક્તાથી એમાં તત્ત્વબોધને વણી લીધો છે. એમાં આવતા સંવેદનશીલ સંવાદો વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે. વાર્તા
જીવન ખાતર કલાના આજીવન ઉપાસક રહેલા બાલાભાઈ વીરચંદ દેસાઈ એટલે ‘જયભિખ્ખ' તરીકે ગુજરાતી સાહિત્ય જગતમાં જાણીતા અને માનીતા સર્જક. એમણે માનવધર્મ અને માનવકર્મના આગ્રહી બની રહી જૈન ધર્મના સાંપ્રદાયિક અર્થથી દૂર જઈ, સર્વધર્મસમભાવ તથા જીવનમૂલ્યોને અપનાવી, પોતાના સંપર્કમાં આવનાર સૌના અને વાચકોના ઊર્ધ્વગામિતાના પથદર્શક બનવાનું શ્રેય અંકે કરી લીધું હતું. માત્ર ચાર વર્ષની વયે માતા પાર્વતીબહેનની ચિરવિદાયને કારણે માસી, પિતા તેમજ અન્ય કુટુંબીજનો તરફથી મળેલા સંસ્કારે એમના જીવનદર્શી અભિગમને કેળવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. જયભિખ્ખનું (૧૯૦૮ થી ૧૯૬૯) બાળપણ મોસાળ વીંછિયામાં, પ્રાથમિક શિક્ષણ બોટાદમાં તથા માધ્યમિક કક્ષાનો અભ્યાસ વરસોડા અને અમદાવાદમાં વીત્યા બાદ મુનિશ્રી વિજયધર્મસૂરિએ સ્થાપેલ
૧૯૨
૧૯૩
Page #99
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પ્રવાહને ખલેલ પહોંચાડ્યા વગર એમાં સનાતન સત્યોની ગૂંથણી એમની ગદ્યશૈલીનો વિશેષ છે.
માતૃત્વના સમર્પણ જેવા અતિશય દુષ્કર લાગતા કથાબીજને પ્રકૃતિ તત્ત્વોની સાક્ષીએ ‘દેવાનંદા’ વાર્તામાં એમણે વિકસિત કર્યું છે. ભગવતી સૂત્ર ભાગ ૩ ના શતક ૯ માં ઉદ્દેશક ૩૩ માં આ કથાનક પ્રાપ્ત થાય છે. ૧૯૪૯ માં પ્રકાશિત થયેલી ‘વીર ધર્મની વાતો' ના બીજા ભાગમાં સમાવિષ્ટ છે વાર્તામાંની ‘દેવાનંદા’ એક વાર્તા છે; જેને ૧૯૮૬ માં શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટે ‘વિમલ ગ્રંથાવલિ : ૨’ પુસ્તિકારૂપે પ્રગટ કરી છે.
વિશાળ આકાશની પૂર્વમાં ઉદય પામતા બાલ સૂર્યના પ્રતાપી અવતરણની સાથે સાથે પશ્ચિમમાં આથમણી દિશાએ દૃશ્યમાન થતા શશીનું તારામૈત્રક રચાતાં, કોણ કોનાથી અનુગ્રહિત છે એ રહસ્ય અકબંધ રાખતાં સર્જક ‘દેવાનંદા' વાર્તાના આરંભમાં જ અણસાર આપે છે કે ધરતી પર એવી કેટલીય અગમ્ય ઘટનાઓ ઘટે છે જેનો ભેદ ઉકેલવો અશક્ય છે. વૈશાલી નગરીના શાખાનગર કુંડગ્રામના બ્રાહ્મણવાડાની અને રજપૂતવાસની સૂર્યશશી જેવી શીલવાન, ગુણવાન, સૌંદર્યવાન અને અતિપ્રેમાળ બે સહેલીઓની ઉદાત્તતા તેમજ મહાનતાને સર્જકે અહીં ઓળખાવી છે અને બિરદાવી છે. ચાર વેદ, પાંચ ઈતિહાસને છઠ્ઠા નિઘંટુમાં નિષ્ણાંત, વ્યાકરણ, છંદ, ગણિત, જયોતિષ તથા સર્વનીતિશાસ્ત્રો અને દર્શનશાસ્ત્રોમાં પારંગત એવા પંડિત કોડાલગોત્રીય બ્રાહ્મણ ઋષભદત્તની ભાર્યા દેવાનંદા જૂઈના ફૂલ જેવી સુકોમળ, નમણી અને સુશીલ હતી તો બીજી સૂર્યવંશી, ઈકવાકુ, કાશ્યપગોત્રીય ક્ષત્રિય રાજા સિદ્ધાર્થની રાણી તથા રાજા ચેટકની બહેન ત્રિશલાદેવી, જાસવંતીના પુષ્પસમી તેજસ્વી અને ઓજસ્વી ક્ષત્રિયાણી હતી. આ બંને નારીરત્નોની
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો દેહદૃષ્ટિને એમના વ્યક્તિત્વ અને અંતઃસત્ત્વના વિશેષને ઉજાગર કરતાં સર્જક અહીં સુંદર સંક્ષિપ્ત શબ્દચિત્ર આપ્યું છે. બ્રાહ્મણો અને ક્ષત્રિયો વચ્ચેના વેરઝેર જે સમયે પરાકાષ્ઠાએ હતા અને બંને પોતાને સર્વ વર્ગોમાં શ્રેષ્ઠ સમજતા હોઈ અન્યોન્યના ક્ષેત્રોમાં પગપેસારો કરી વૈમનસ્ય અને કટુતા હદ બહારની વધારી ચૂક્યા હતા. તે સમયે પણ દેવાનંદા અને ત્રિશલાદેવીના સહેલી સંબંધો અકબંધ રહ્યા હતા. સર્જક અહીં નોંધે છે કે “આખું વિશ્વ રણની શુષ્કતા ધારણ કરીને આગની જેમ ભડભડ બળી રહ્યું હતું.” (વિમલ ગ્રંથાવલિ : ૨, પૃ.૫)
એક દિવસ પોતાને આવેલા ચૌદ સુંદર સ્વપ્રોની અને ત્યારબાદ પતિ ઋષભદત્ત સાથે થયેલા સંવાદની વાત દેવાનંદા શરમાતા શરમાતાં ત્રિશલાને જણાવે છે કે પોતાને પેટ ધર્મ-ચક્રવર્તી જન્મશે, એ પુરુષશ્રેષ્ઠ થશે, ધર્મનો ઉદ્ધાર કરશે... અમારે જોઈએ... એ મારો જાયો ધર્મને એક ચક્ર કરશે. જો આજથી કહી રાખું છું કે એનું સ્વપ્નબળ એવું સૂચક છે કે વેરીમાં વહાલ કરાવશે, તારા ક્ષત્રિયો પણ એને સન્માનશે, અમારા બ્રાહ્મણો પણ એને પૂજશે. ક્લેશ કંકાસથી ક્ષીણ થયેલી પૃથ્વીની પુણ્યલક્ષ્મીથી એ વૃદ્ધિ કરશે' (પૃ. ૮) આ એકત્વની ભાવનાને પ્રસ્થાપિત કરવા રોજ રોજ લડતા શ્રોત્રિયો અને ક્ષત્રિયો વચ્ચે પ્રેમસેતુ બાંધનાર ધર્મ-ચક્રવર્તીના આગમનના એંધાણ સર્જકે આપ્યા છે. સાંપ્રત સમયમાં સમગ્ર વિશ્વમાં પોતાની સર્વોપરિતાને સિદ્ધ કરવા સતત ખેલાતાં રહેતાં યુદ્ધો તથા સર્વત્ર પ્રવર્તમાન ધાર્મિક ગેરસમજો અને સાંપ્રદાયિક જડતાને તોડનાર આવા એક ધર્મ-ચક્રવર્તીની આજે અનિવાર્યતા છે, જે સ્નેહસેતુ બાંધી માણસને જીવનકલ્યાણનો માર્ગ બતાવી શકે.
દેવાનંદાની જેમ ત્રિશલાને પણ સારા દિવસો પસાર થતા હતા. સગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં દેવાનંદાને પોતાનાં અંગો હળવાં લાગતાં
- ૧૯૪.
- ૧૯૫
Page #100
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો બ્રાહ્મણવાડાની એક ડોશીમાને પૂછતાં, કોઈ અદ્ભુત બનાવ બન્યો હોવાની શંકા ચિત્તમાં સળવળવા લાગી. આ ફેરફાર સખીને જણાવવા રાજમંદિર જતાં, આનંદ-ઉત્સાહનો માહોલ જોતાં એની શંકા દેઢ બની ગઈ. આ દર્દભરી દ્વિધા ત્રિશલાને જણાવતાં એણે કહ્યું, ‘મને લાગે છે કે મારા જ ગર્ભનું હરણ કરીને દેવતાઓ તારામાં સ્થાપન કરી ગયા. દેવોની અચિંત્ય શક્તિ તો તું જાણે છે ને !' (પૃ. ૧૫) પછી પોતાની થાપણ સમજીને એ સંતાનને ઉછેરવાની જાણે ત્રિશલાને અનુમતિ આપી અને સંતાનનું નામ પોતે “વૃદ્ધિમાન” નિશ્ચિત કર્યું હતું, તેને બદલે ‘વર્ધમાન રાખવાનું સૂચન કર્યું. માતા અને માસીના વહાલમાં વર્ધમાન મોટો થવા લાગ્યો.
‘ગેરસમજના ગોળા' જેવી પૃથ્વી પર વેર અને વિરોધનું માનસ ધરાવનારા વિજ્ઞસંતોષી માણસોની ક્યાં ખોટ છે? એમણે વર્ધમાનને હેરાન કરવાના અને મારવાના પ્રયાસો કર્યા પણ કાળને જીતવા જન્મેલા આ નિર્ભય બાળકનો વાળ વાંકો ન કરી શક્યા. એનો કાંટો કાઢી નાખવા લોકઉશ્કેરણીથી આવેલા અઘોરીને પણ લાગ્યું કે આ સામાન્ય બાળક નથી – દૈવી બાળક છે. આ બાળક માત્ર વીર નથી પણ મહાવીર છે !' (પૃ. ૨૨) આ વૈમનસ્યના વાતાવરણમાં દેવાનંદાને ભય રહેતો કે વર્ધમાનની જયાં-ત્યાં જમવાની ટેવને કારણે કોઈક એને ભોજનમાં ઝેર તો નહિ આપી દે ને ? અત્યંત તાત્ત્વિક પ્રત્યુત્તર આપતાં વર્ધમાને કહ્યું, ‘મા ભોજનના ઝેર ભારે પડતાં નથી. એ તો,
ઓકી નંખાય : પણ ભાવનાના ઝેર અતિ ભારે છે. એનું ઔષધ શોધવું છે...' (પૃ. ૨૫)
જ્યારે બ્રાહ્મણવાડાના શ્રોત્રિયોને સજા કરવાનો રાજકર્મચારીઓને હુકમ મળ્યો ત્યારે દેવાનંદાને લાગ્યું કે આ સઘળા અનર્થની જનેતા પોતે છે. એણે જ બ્રાહ્મણ જુવાનોના મનમાં સંદેહ ઉત્પન્ન કરે એવું વર્તન કર્યું છે. માટે
- ૧૯૬
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો - શિક્ષા પોતાને થવી જોઈએ. એણે જાહેર કરી દીધું કે વર્ધમાન ક્ષત્રિય છે અને ત્રિશલાનો જાયો છે. પછી બાળકનું કંઈ પણ અનિષ્ટ ન થાય માટે દેવાનંદાએ માતૃત્વનો મોહ છોડી દઈ વર્ધમાનથી મોં ફેરવી લીધું. માતૃત્વની આ કેવી કપરી કસોટી ! આ ત્યાગનું મૂલ્ય કોણ આંકી શકશે?
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા શત્રુઓ સાથે લડવા વર્ધમાને સંસારી માયાજાળ છોડી અને દિવ્ય આત્માની શોધમાં બાર બાર વર્ષ તપસ્યા કરી. ત્યારબાદ ગૌતમ જેવા અગિયાર શ્રોત્રિય શિષ્યો સાથે બ્રાહ્મણકુંડ ગામમાં આવી સમોસર્યા ત્યારે વૃદ્ધ થઈ ચૂકેલાં માતા-પિતા, દેવનંદા અને ઋષભદત્ત દર્શને દોડ્યા. સંતાનહીન બની ગયેલી દેવાનંદા અનિમેષ નયને મહાવીરને તાકી રહી. તે સમયે એના કમખાની કસ તૂટી અને વક્ષસ્થળમાંથી દૂધની ધારા વહેવા લાગી. ત્યાં ઉપસ્થિત પ્રજાજનોએ ઊભા કરેલા વિવાદના ઉત્તરમાં મહાવીર વર્ધમાન બોલ્યા કે, “હું ખરી રીતે એના પેટે જ પેદા થયો છું. એ મારી માતા છે. વર્ષોના વિયોગ પછી મને નીરખી એના હૈયામાં છુપાયેલી સ્નેહધારા દ્રવી ઊઠી છે.” (પૃ. ૩૦) આ વાત સામાન્યજનની સમજની બહારની છે. કારણ વગરના પ્રશ્નોમાં શંકા કરી કચકચમાં સમય વિતાવી જીવનને વ્યર્થ જવા દેતાં માણસને, સર્જક જયભિખ્ખું, દેવાનંદાને મહાવીરે આપેલા ઉપદેશના માધ્યમથી સમજાવે છે કે “લોક પ્રશંસામાં સમભાવ સ્થાપન કર ! પ્રીતિ ને અપ્રીતિ વિષે સમાન રસ ધારણ કર ! તું તરી જઈશ. યાદ રાખજે કે તૃપ્તિ કરતાં ત્યાગ મોટો છે, દેહ કરતાં આત્મા મોટો છે. સંસાર કરતાં સ્નેહ મોટો છે. દીર્ઘકાળ સેવેલાં જ્ઞાન અને ચારિત્ર સિવાય જાતિ કે કુળ કોઈને બચાવી શકતા નથી. કર્મ મહાન છે, કુળ નહિ.' (પૃ. ૩૨) દેવાનંદાની વાર્તા આ સનાતન સત્યને, ઊગતી યુવા પેઢીને દેઢતાથી સમજાવી એના અનુસરણ માટે પ્રેરણા આપે છે.
- ૧૯૦૦
Page #101
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
૨૫
પવિત્ર ભેટ અને જાતિસ્મરણને ઉજાગર કરતી આદ્રકુમારની કથા
- ડૉ. મધુબેન જી. બરવાળિયા
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ‘મહાભારત' મહાકાવ્યના એક મહત્ત્વના પાત્ર કર્ણની વ્યથા આ જ છે કે પોતે સારથિપુત્ર તરીકે ઓળખાતો હોવાને કારણે જીવનભર અપમાનિત થતો રહ્યો છે. એણે કહ્યું છે કે -
સૂતો વા સૂતપુત્રો વા, યો વા કોવા ભવામ્યહમ્ |
દૈવાયત્ત કુલે જન્મ, મદાયત્ત તુ પૌરુષમ્ // કયા કુળમાં કે જ્ઞાતિમાં જન્મ થવો એ તો ઈશ્વરના હાથની વાત છે, પરંતુ કેવા કર્મ કરવા એ માણસ પોતે નક્કી કરે છે. તેથી વર્ધમાન મહાવીરની વાણી ‘કર્મ મહાન છે, કુળ નહિ' ને જો સમાજ અને આ વિશ્વ સ્વીકારે તો યુદ્ધના મૂળ નષ્ટ પામે. વિષ્ટિમાં નિષ્ફળતા મળતાં કૃષ્ણ જયારે કર્ણને પાંડવપક્ષે આવવા સમજાવે છે ત્યારે કર્ણના આક્રોશ વ્યક્ત કરતાં ‘કર્ણ-કુષ્ણુ” કાવ્યમાં કવિ ઉમાશંકરે લખ્યું છે -
‘કે હીન જન્મે નવ હીન માનવ કે હીન કર્મે કરી હીન માનવ. લડી રહ્યો હું ય સમષ્ટિ કાજ સમષ્ટિમાં જે સહુ જનમ હીણાં જીવે, વળી ભાવિ વિષય જીવશે,
એ સર્વના જન્મકલંક કરો અન્યાય ધોવા મથું છું સ્વરક્તથી.' (‘પ્રાચીના'). ‘દેવાનંદા’ એ જ્ઞાતિઓ વચ્ચેના વૈમનસ્ય અને ઝઘડાની પરિસ્થિતિને અટકાવવા પોતાના માતૃત્વને સમર્પિત કર્યું એ કથાબીજ કર્મની મહાનતાને સદ્ધોધે છે.
(ડૉ. સુધાબેન પંડ્યા એમ.એસ. યુનિવર્સિટીના ગુજ.વિભાગના હેડ ઓફ ડીપા. હતા. સંપાદક અને સંશોધક છે. તેમને સંસ્કાર પારિતોષિક અર્પણ કરવામાં આવેલ.)
- ૧૯૮ -
ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરના કેવળજ્ઞાનમાંથી પ્રગટ થયેલ રહસ્યો, આગમમાં દશ્યમાન થાય છે. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષની ઉત્કૃષ્ટ તપ સાધનાના પરિપાકરૂપે મન, વચન અને કાયાનો પૂર્ણ નિગ્રહ કરી આત્મસિદ્ધિ દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે કેવળજ્ઞાનમાં જે રહસ્યો અનુભવ્યા, પ્રગટ્યા અને તેમાં જગતજીવોને દુ:ખી થતાં જોયાં. કરુણાના કરનારા પ્રભુના મુખારવિંદમાંથી પ્રબુદ્ધ અને સહજતાથી ભવ્યજીવોના કલ્યાણરૂપ શ્રેયનો માર્ગ પ્રગટ થયો. જે શ્રુતગંગા વહી તેમાંથી આપણને પાવન આગમ મળ્યા.
શ્રી સૂત્રકૃતાંગ એટલે શ્રી સૂયગડાંગ સૂત્રના ૨૨ માં અધ્યયનમાં આદ્રકુમારની વાત આવે છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં જૈનદર્શનની શ્રેષ્ઠતાનું ન્યાયયુક્ત વર્ણન કરવામાં આવ્યું છે.
- ૧૯૯
Page #102
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી જયારે સાધક આત્મશુદ્ધિ કરવાનો પુરુષાર્થ ઉપાડે છે ત્યારે તે જગતના અનેક દર્શનોમાં અટવાય છે. આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો કે જેથી હું આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી શકું. આવો પ્રશ્ન જ્યારે ઊઠે છે ત્યારે જગતના અનેક ધર્મો, દર્શનો અને અનેક પ્રકારની માન્યતાઓ તેના માનસમાં ઊઠે છે, અને જયારે આવા પ્રકારની વિચારણાઓ તેના મનમાં જાગે છે ત્યારે તે જગતની અનેક માન્યતાઓનું તે દર્શન કરે છે ત્યારે ઘણી વાર સાધક અટવાઈ જાય છે અને જયારે તે અટવાઈ જાય ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો તેના હૃદયમાં ઉદ્ભવે છે કે મારે શું કરવું? આવા સંજોગોમાં ભગવાન મહાવીર ઉપકારક દૃષ્ટિબિંદુ આપે છે. જગતના અનેક દર્શનો - માન્યતાઓ જગતની અનેક પ્રકારની આત્મશુદ્ધિની માન્યતાઓમાં સર્વજ્ઞ પ્રભુ મહાવીરે યોગ્ય દિશા કેવી હોવી જોઈએ તેનું પૂર્ણ નિરૂપણ શ્રી સૂયગડાંગ સૂત્રમાં કરેલું છે.
જગતના અન્ય દર્શનોથી જૈનદર્શન ક્યાં અને કેવી રીતે અલગ પડે છે, તેના કારણો શું છે અને જૈનદર્શનની વિશિષ્ટતાઓ શું છે તેનું અત્યંત ઉપકારક વર્ણન સૂયગડાંગ સૂત્રમાં આવે છે. અનેક ધર્મોની માન્યતાઓથી જૈનદર્શનની માન્યતા કેવી રીતે અલગ પડે છે તેની ઉપર વિશેષ વર્ણન આ સૂયગડાંગ સૂત્રમાં આવે છે. આ સૂત્રમાં નરક અને નરકની વેદનાનું વર્ણન અને ભગવાન મહાવીરની વિલક્ષણતાઓનું વર્ણન આ સૂત્રમાં આવે છે. અનેક ધર્મઅભ્યાસુ આત્માઓ, તત્ત્વચિંતન કરતા આત્માઓ માટે સૂયગડાંગ સૂત્ર પૂર્ણ તત્ત્વચિંતનની દશાઓ પ્રગટ કરે, જ્યારે કોઈપણ આત્મા પૂર્ણપણે ચિંતન દિશામાં આગળ વધે છે ત્યારે તે વિવિધ પ્રકારની માન્યતામાં અટવાઈ ન જાય તેવા દૃષ્ટિબિંદુ આ સૂત્રમાં મળે છે.
- ૨૦૦
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો આ આગમમાં આદ્રકુમારની કથા દ્વારા સંયમ પહેલાં ભવિષ્યવાણી થયેલ કે તું દીક્ષા ભલે લે પણ તારા ૧૨ા (સાડા બાર) વર્ષના ભોગવલી કર્મ બાકી છે તે ભોગવવા સંસારમાં પાછું આવવું પડશે ને તેમ જ થયું.
આગમનો આછેરો પરિચય પામ્યા પછી હવે આપણે આદ્રકુમારની રસપ્રદ કથા માણીએ.
શ્રી આદ્રકુમાર આદ્રક (હાલનું અરબીઆ) દેશના રાજકુમાર હતા. એકવાર અરબદેશના વેપારીઓ રાજગૃહી નગરીમાં આવતા, શ્રેણિકરાજાને આદ્રક રાજા તરફથી ભેટ ધરી. અભયકુમાર મંત્રીએ વળતી ભેટ તરીકે એક પત્ર ને પેટી એકાંતે વાંચવા ને ખોલવાની શરતે આદ્રકુમાર માટે મોકલાવી. પેટી ઉઘાડતા રજોહરણ આદિ ધર્મકરણીના ઉપકરણો જોયા. નવાઈ પામીને વિચારે ચડતાં જાતિસ્મરણશાનથી પૂર્વનો સામયિક નામે કણબીનો ભવ જોયો ને જાણ્યો. બંધુમતી નામે પત્ની હતી. બંનેએ સંયમ લીધેલ, પછી બંધુમતી સાધ્વીજીને જોતાં મન ચલિત થતાં સાધ્વીજીએ તેમને સ્થિર કરવા પ્રાણ તજયા. પશ્ચાત્તાપ કરીને પોતે દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવી આદ્રકુમાર થયા. હવે તે સાધના પૂરી કરવી તેમ નિશ્ચય કરી પિતા પાસે આજ્ઞા માગી, પણ ન મળતા અશ્વ ખેલાવવાના બહાને સમુદ્રકિનારે જઈ, તૈયાર રાખેલા વહાણમાં બેસી જઈ, ભારતના લક્ષ્મીપુર નગરે ઉતરી સ્વયં દીક્ષા લેતા દેવે (મિત્ર દેવ થયેલો) કહ્યું : “દીક્ષા ન લો. હજી તમારે ભોગાવલી કર્મ ભોગવવાના બાકી છે.” પણ તે દેવવાણી ન ગણકારતાં સાધુ બની વિચરવા લાગ્યા.
એકવેળા વસંતપુર પધારી મંદિરમાં ધ્યાનમાં ઊભા છે, ત્યારે ત્યાંના ધનદત્ત શેઠની પુત્રી શ્રીમતી જે પૂર્વે બંધુમતી હતી; તે સખીઓ સાથે દર્શન કરીને થાંભલો પકડવાની રમત રમી રહી હતી. આછા અંધારામાં થાંભલો
- ૨૦૧
Page #103
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ધારી મુનિને વળગતાં તે બોલી, “આ મારો વર” ત્યારે ફરી દેવે કહ્યું, “યોગ્ય થયું” પણ આર્દ્રકુમાર મુનિ તો હાથ છોડાવી તુરત ચાલ્યા ગયા. જતી વખતે મુનિના પગમાં રહેલું ચળકતું પદ્મચિહ્ન શ્રીમતીએ ધારીને જોઈ લીધું. ઘેર જઈ માતાપિતાને કહ્યું કે હવે તો તે જ મારા આ ભવના પતિ.
- સાધુસંતોને માટે દાનશાળા ખોલી શ્રીમતી પ્રતીક્ષા કરવા લાગતા, બાર વર્ષે આદ્રકુમારને પદ્મના ચિહ્નથી ઓળખીને પોતાના આવાસમાં લઈ જઈ ઓળખાણ આપી. ત્યારે દેવે ત્રીજી વખત કહ્યું કે તમારે ભોગાવલી કર્મ બાકી છે તેથી શ્રીમતી સાથે લગ્ન કરી લો. બાર વર્ષ સંસારમાં રહેવાની શરત કરી લગ્ન કર્યા. એક પુત્ર થયો. બાર વર્ષ પૂરા થવાની રાત્રિએ શ્રીમતી રેંટિયો કાંતવા બેસતાં, પુત્રે કારણ પૂછતાં કહ્યું, “સવારે તો તારા પિતા ચાલ્યા જશે પછી ગુજરાન ચલાવવા કાંઈક તો કરવું પડશે ને ?” પુત્રે પલંગમાં સૂતેલા પિતાને કાંતેલા તારથી બાંધવા માંડ્યા. પિતા જાગી જતાં પૂછ્યું કે આ શું કરે છે? “તમને બાંધું છું. સવારે નહિ જવા દઉં.” પુત્રની આ બાળચેષ્ટા જોઈ આદ્રકુમારે તાર ગણતા બાર થયા. “જા, તારી માને કહેજે કે બીજા બાર વર્ષ રહીશ.” આમ, ચોવીશ વર્ષમાં ભોગાવલી કર્મ ખપાવી, ફરી સ્વયં દીક્ષા લઈ પ્રભુ મહાવીરના દર્શને જતાં માર્ગમાં ગોશાલક, બૌદ્ધ મતવાળા, સાંખ્યમતી ને હસ્તિ તાપસ સાથે તત્ત્વચર્યા થાય છે. તે બધાની માન્યતાનું નિરાકરણ કરીને વીતરાગમાર્ગની સ્થાપના કરે છે. પ્રભુના દર્શન કરી, અભયકુમારને વૈરાગ્ય પમાડી દુષ્કર તપસ્યા કરી આયુષ્ય પૂર્ણ થતાં પહેલા દેવલોકમાં ગયા છે. ત્યાંથી અવી મનુષ્યભવ પામી મોક્ષે જશે.
મોટી સાધુવંદનામાં પૂ. જયમલજી મ.સા. આદ્રકુમારનો ઉત્તમ વંદનીય પુરુષ તરીકે ઉલ્લેખ કર્યો છે.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો જૈન કથાનકોની ખાસિયત એ છે કે તેમાંથી વિશિષ્ટ સબોધના સ્પંદનો પ્રગટ થાય છે, જે માનવીના જીવનને નવી દિશા બતાવવા સક્ષમ છે.
અભયકુમારે આદ્રકુમારને ધાર્મિક ઉપકરણોની ભેટ મોકલી, જે ભેટ દ્વારા તેના જીવનની દશા ને દિશા બદલાઈ ગઈ.
આદર્શ ભેટ દ્વારા મિત્ર સન્મિત્ર બની શકે છે તેનું આ જવલંત ઉદાહરણ છે. આ ભેટના ઉપકરણો આન્દ્રકુમાર માટે જાતિસ્મરણજ્ઞાન પ્રગટાવવા નિમિત્ત બને છે.
મતિ અને શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન છે, જે સત્પરુષો પાસેથી સાંભળીને કે સન્શાસ્ત્રો વાંચીને પ્રાપ્ત થાય છે.
જાતિસ્મરણજ્ઞાન મતિની નિર્મળતાને કારણે થાય છે. આ જ્ઞાનને કારણે પૂર્વ ભવો જ્ઞાનમાં જણાય છે. આ જ્ઞાન પ્રાથમિક દશામાં પરોક્ષ છે અને ઉત્કૃષ્ટ દશામાં પ્રત્યક્ષ છે. જો આપણી મતિ નિર્મળ હોય તો ભવિષ્યની દિશા મળી શકે. અહીં બોધ અને પ્રેરણાદાયક વાત એ છે કે પૂર્વે આરાધેલું
ક્યાંય જતું નથી. પૂર્વે આદ્રકુમારે બંધુમતી સાથે સંયમ લીધો. જાતિસ્મરણજ્ઞાન થતાં અધૂરી રહેલી આરાધના આ ભવમાં આગળ વધારવા સંકલ્પ કર્યો.
આમ, જૈનકથાઓનું પ્રયોજન મનઃરંજન નથી પણ તે ધર્મના ઊંડા રહસ્યો ઉઘટિત કરી અને જીવનમાં સમ્બોધના સ્પંદનો પ્રગટાવે છે.
| (જૈન ધર્મના અભ્યાસુ મુંબઈ સ્થિત ડૉ. મધુબહેન સોહમ મંડળ’ સાથે સંકળાયેલા છે. તેમના સંપાદિત ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે.)
- ૨૦૨ -
+ ૨૦૩.
Page #104
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
૬
શ્રી માણિભદ્રવીરનું કથાનક
- કનુભાઈ શાહ
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો પરમોપકારી પરમાત્માના જિનશાસનમાં સમ્યક્દૃષ્ટિ દેવ-દેવીઓનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. દેવ-દેવીઓની સ્થાપના પરંપરાગત છે. પૂર્વાચાર્યોએ તપ-જપ કરી, મંત્ર આરાધી શ્રી માણિભદ્રવીરને સમકિતધારી જાણી જૈનશાસન અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપિત કર્યા છે.
ભૂતકાળમાં જે અવંતીનગરી તરીકે ઓળખાતી હતી, મધ્યકાળમાં જેની ઓળખ ઉજૈની તરીકે થતી, તે આજે ઉજજૈન તરીકે ઓળખાય છે. જૈન સાધુ-સંતોએ આ ભૂમિને પવિત્ર બનાવેલી છે. વિક્રમાદિત્ય, કવિ કાલિદાસ અને રાજા ભતૃહરિ જેવા રાજાઓ અને કવિઓ થઈ ગયા. એભુત અને આકર્ષક જિનમંદિરોની સાથોસાથ અન્ય ધર્મના દેવમંદિરો, શિવમંદિરો, આશ્રમો, ધર્મશાળાઓ, પૌષધશાળાઓથી આ નગરી શોભતી હતી. આ નગરીની જાહોજલાલી વિસ્તરેલી હતી.
આ ધર્મનગરી અને ઐતિહાસિક નગરીમાં વિક્રમના સોળમા સૈકામાં ધર્મપ્રેમી સુખલાલ શેઠ અને કસ્તુરીબાઈનું કુટુંબ વસતું હતું. સુખલાલ શેઠનો પરિવાર પહેલેથી જ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયનો અનુયાયી હતો. ભક્તિ અને આરાધનાથી તેમનું જીવન ભર્યું ભર્યું હતું. આ દંપતીને બધું જ સુખ હોવા છતાં ‘ખોળાનો ખુંદનાર કોઈ ન હતું.
વર્ષો બાદ એક દિવસ શેઠને ત્યાં સોનાનો સૂરજ ઊગ્યો. પૂર્વભવના કોઈ પુણ્યોદયે શેઠાણીએ તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. એ મંગલદિન હતો - વિ.સં. ૧૫૪૧, મહાસુદ ૫ એટલે કે વસંતપંચમી, જન્મની ખુશાલીમાં મંગળમય ગીતો ગવાયાં, નગરમાં મીઠાઈ વહેંચાઈ. સૌની ખુશીનો પાર ન હતો. ફોઈબાએ તેનું નામ પાડ્યું “માણેક'.
કથાનકના સર્જકનો પરિચય:
મગરવાડીયા શ્રી માણિભદ્રવીર દાદા કથાનકના સર્જક છે શ્રી કનુભાઈ એફ. વલાણી. લેખકે આ પુસ્તક સૌ પ્રથમ લેસ્ટર જૈન સમાજના ઉપક્રમે પ્રસિદ્ધ કર્યું હતું. આ પુસ્તકની સતત માંગ રહેતી હોઈ તેની છ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે. આ લેખકશ્રીના નાના-મોટા સત્તર જેટલાં પુસ્તકો પ્રગટ થયાં
છે.
દેશ-વિદેશમાં લેખકે ભારત, ટાન્ઝાનીયા, કેન્યા, નાઈરોબી, લંડન આદિ પ્રદેશોમાં શ્રી માણિભદ્રવીરના પૂજનો ભણાવ્યા છે. જ્યાં જયાં પૂજનો ભણાવ્યા છે ત્યાં કોઈને કોઈ વીરદાદાનો નાનો-મોટો પ્રભાવ જોવા મળ્યો છે. લેખકને પણ પરોક્ષ રીતે - સ્વપ્નથી, ફુરણાથી ચમત્કારો અને અનુભવો થયા છે.
- ૨૦૪ -
- ૨૦૫ -
Page #105
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો માણેક અભ્યાસમાં હોંશિયાર હતો, ધાર્મિક જ્ઞાન પણ મેળવ્યું. જિનમંદિરે પૂજા કરવા જતો. યુવાનવયે આવતાં જ પિતાની દુકાનનો કારભાર પણ સંભાળ્યો. માતા-પિતાએ માણેકમાં સંસ્કારનું સિંચન કરવામાં કશું બાકી રાખ્યું ન હતું. સુખમય દિવસોમાં એક કરુણ ઘટના બની. પ્રેમાળ પિતા સુખલાલ શેઠનું અવસાન થયું. માણેકે પિતાનું શિરછત્ર ગુમાવ્યું.
યુવાન માણેકશાની વ્યાપારી તરીકેની કીર્તિ ચોમેર પ્રસરી હતી. માતાને લાગ્યું કે હવે મારે એના લગ્ન કરવા જોઈએ. ધારાનગરીના શેઠ ભીમજીભાઈ શાહની રૂપ-ગુણ-કલા અને વિનય-વિવેકથી શોભતી પુત્રી લીલાવતી (ઉર્ફે લક્ષ્મી) સાથે મહા સુદ ૭ ને સોમવારના શુભ દિવસે માણેકશાના લગ્ન થયા. લીલાવતી ઘણી હોંશિયાર હોઈ ઘરનો કારભાર સંભાળી લીધો અને વિનયવિવેકથી માતાનું હૃદય પણ જીતી લીધું.
કુટુંબનો વ્યવહાર સારી રીતે ચાલી રહ્યો હતો તેવા સમયે એક ઘટના બની. વિ.સં. ૧૫૬૩માં લોંકાગચ્છના આચાર્ય શ્રી પદ્મનાભસૂરિજી ઉર્જનમાં પધાર્યા. આ ગચ્છના યતિઓ મૂર્તિપૂજાનો સદંતર વિરોધ કરતા. પથ્થરમાં વળી પરમાત્મા પધારતા હશે? મૂર્તિપૂજા એ ઢોંગ છે, શાસ્ત્રોક્ત નથી. માણેક શાહ એમના પ્રવચનોથી પ્રભાવિત થયા. શ્રી માણેક શાહ મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી થયા. વર્ષોથી મજબૂત થયેલી શ્રદ્ધા કડડડભૂસ કરતી તૂટી ગઈ.
માણેક શાહે દર્શન-સેવા-પૂજા બધું બંધ કર્યું. તેથી તેનો મોટો આઘાત એમની માતા અને પત્નીને લાગ્યો. એમના આવા પરિવર્તનથી માતાએ કડક નિયમ લીધો કે “જયાં સુધી મારો પુત્ર જિનપૂજા ચાલુ ન કરે ત્યાં સુધી મારે છે વિગઈનો ત્યાગ.’ પત્નીએ આ વાત જાણી ત્યારે એણે પણ છ વિગઈનો ત્યાગ
- જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો એક દિવસ પોતાની પત્ની લીલાવતીએ સમય-સંજોગો જોઈ માણેક શાહને માતાજીના આવા કડક નિયમની વાત કરી અને એમની તબિયત ધીમે ધીમે બગડતી જાય છે. માતાના આપણી ઉપર અસંખ્ય ઉપકાર છે. તેથી માતાજીનું દુઃખ દૂર કરવું જોઈએ. માતાજીની વ્યથાની વાત સાંભળી માણેકશા તેમની પાસે તુરંત ગયા. માતાજીની પાસે ધ્રુસકે ધ્રુસકે રડ્યા અને પોતાના આ કાર્યની ક્ષમા માગી. માતાએ પુત્રને જિનપૂજા ચાલુ કરવા સમજાવ્યા પરંતુ તેઓ સહમત ન થયા.
આ જ અરસામાં વિ.સં. ૧૫૬૪ માં મહાપ્રભાવક આચાર્ય શ્રીમદ્ વિજય હેમવિમલસૂરિજી પોતાના શિષ્યો સાથે આ નગરીમાં પધાર્યા. આચાર્ય ભગવંતે કઠોર તપસ્યા આદરી હતી. તેથી માતાએ માણેક શાહને ગુરુભગવંતને પારણું કરવા પોતાની પૌષધશાળામાં પધારવા વિનંતી કરવા જણાવ્યું. માણેક શાહની વિનંતીથી ગુરુદેવ પૌષધશાળાએ શિષ્યો સાથે પધાર્યા. ગુરુદેવના વ્યાખ્યાનથી શ્રી માણેક શાહ પ્રભાવિત થયા. ગુરુદેવ જ્ઞાની છે એમ જાણી પોતાની શંકાનું સમાધાન કરવા જણાવ્યું. ગુરુદેવ પાસે શંકા વ્યક્ત કરતાં જણાવ્યું, “મૂર્તિપૂજા શાસસંમત છે કે નહિ ?” ગુરુદેવ જણાવ્યું, “મૂર્તિપૂજા એ શાસ્ત્રસંમત છે. ભગવતીસૂત્ર, રાયપણેણી સૂત્રમાં મૂર્તિપૂજાને સારી રીતે વર્ણવવામાં આવી છે. જિનપૂજા અને જિનાગમનું શરણું લેવાથી પાપનો, કર્મનો અને જન્મનો ક્ષય થાય છે.” આચાર્ય ભગવંતની વાણીની માણેકશા પર જાદુઈ અસર થઈ અને એમના જીવનમાં પરિવર્તન લાવી દીધું. માણેકશાએ પૂર્વવત્ ઉલ્લાસપૂર્વક જિનપૂજા ચાલુ કરી દીધી. માતા અને પત્ની અત્યંત ખુશ થયા. ગુરુ મહારાજ ત્યાંથી વિહાર કરી આગ્રા ગયા.
કર્યો.
* ૨૦૬ -
- ૨૦૦
Page #106
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો -
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો માણેકશાનો વેપાર ધમધોકાર ચાલવા લાગ્યો. લક્ષ્મીની વૃદ્ધિની સાથે એમણે દાનગંગાનો પ્રવાહ પણ વધાર્યો. માણેકશાને વ્યાપારાર્થે આગ્રા જવાનું થયું. આગ્રાના મુખ્ય જિનાલયમાંથી બહાર નીકળતાં જ સમાચાર મળ્યા કે પોતાના ઉપકારી ગુરુદેવ પૂ. હેમવિમલસૂરિજી મ. સાહેબ આગ્રામાં ચાતુર્માસાર્થે રોકાયા છે. માણેકશાહ ગુરુમહારાજને વંદન કરીને તેમની પાસે બેઠા. ગુરુમહારાજ પાસેથી જાણ્યું કે શત્રુંજય માહાભ્ય ગ્રંથના આધારે પ્રવચનો ચાલે છે. માણેકશાહને શંત્રુજયની યાત્રા બાકી હતી એટલે એમને મનમાં થયું કે જાત્રા જયારે જવા મળશે ત્યારે ખરું. અત્યારે તીર્થનો મહિમા જાણવા માણેકશાહ ચાતુર્માસ માટે આગ્રામાં રોકાયા.
ગુરુભગવંતના શ્રીમુખે સાંભળ્યું કે “શત્રુંજય તીર્થ શાશ્વત છે, અનંતા આત્માઓ મોક્ષે ગયા છે, એના દર્શન કરવાથી પ્રાણીના પાપ-સમૂહોનો નાશ થઈ જાય છે.” શત્રુંજય વિશે કહેવાયું છે કે,
એકેકું ડગલું ભરે, શેત્રુજા સામું જેહ,
ઋષભ કહે ભવકોડના કર્મ ખપાવે તેહ.” શેત્રુંજયનો મહિમા સાંભળીને શેત્રુંજયને ભેટવાના એમના કોડ વધતા જાય છે. માણેકશાહે આસો સુદ પંચમીના દિને શત્રુંજયની યાત્રા ઉપવાસ સાથે પગપાળા કરવાની દઢ પ્રતિજ્ઞા લીધી.
ચાતુર્માસ પૂર્ણ થયું. વિ.સં. ૧૫૬૫ ના કાર્તિક વદ એકમે પ્રભુજીના દર્શન કરી, ગુરુ ભગવંતના આશીર્વાદ લઈ સિદ્ધગિરીજીની શુભ યાત્રા કરવા પ્રયાણ આદર્યું. આગ્રા સંઘે પણ ભાવભીની વિદાય આપી. માણેક શાહ રાતદિવસ જોયા વિના ચાલતા જ રહ્યા. રસ્તામાં આવતી અનેક મુશ્કેલીઓ
પાર કરતાં કરતાં રાજસ્થાનની હદ વટાવી ગુજરાતની ધરતી પર પગ મૂક્યો. પાલનપુર થઈ સિદ્ધપુરની પાસે આવેલા મગરવાડાના પ્રદેશમાં આવ્યા. આ જગ્યાએ એ સમયે ગાઢ જંગલ હતું. ત્યાં ચોર-લૂંટારુઓનો સતત ભય રહેતો હતો. આ જંગલમાંથી પસાર થતાં માણેકશાને જોઈને ચોરોને લાગ્યું કે શેઠ પાસે માલ લાગે છે. શેઠને ઊભા રહેવા અને પોતાની પાસેથી માલ આપી દેવા જણાવ્યું. પરંતુ શેઠ તો પોતાની ધૂનમાં જ હતા અને એમને આજુબાજુનું કંઈ ભાન હતું નહિ. શેઠ ઊભા ન રહેતાં ચોરોએ શેઠના શરીર પર જોરથી તલવારનો ઘા કર્યો. એક શરીર, બે ઘા અને ત્રણ ટુકડા. જય શત્રુંજય, જય આદિનાથ બોલતાં જ શેઠના પ્રાણ ચાલ્યા ગયા. એમનું શરીર મસ્તક, ધડ અને પગ – એમ ત્રણ ભાગમાં વહેંચાયું. એ દિવસ હતો વિ.સં. ૧૫૬૫ પોષ વદ ૧૪ નો.
અંત સમયે પણ શુભ ભાવ ટકાવી રાખનાર શેઠ માણેકશાહનું વીરોચિત મૃત્યુ થયું. ભુવનપતિમાં વ્યંતર નિકાયના છઠ્ઠા ઈન્દ્ર શ્રી માણિભદ્ર યક્ષ તરીકે તેઓ ઉત્પન્ન થયા. જેઓ દેવગતિમાંથી મનુષ્યભવમાં આવી, શુદ્ધ ચારિત્ર પાળીને કેવળજ્ઞાન પામી મુક્તિગામી બનશે.
લોંકાગચ્છના યતિઓને સમાચાર મળ્યા કે પૂ. શ્રી હેમવિમલસૂરિજીએ શેઠ માણેકશાને પુનઃ ધર્મમાં સ્થિર કર્યા છે. આ જાણીને તેઓ હેમવિમલસૂરિજી પ્રત્યે ભયંકર ઈર્ષ્યા ધરાવતા થઈ ગયા અને પૂ. હેમવિમલસૂરિજીના સાધુઓને ખેદાનમેદાન કરવા શ્રી પદ્મનાભસૂરિએ કાળા-ગોરા ભૈરવને પ્રત્યક્ષ કરી પૂ. હેમવિમલસૂરિજીના સાધુઓને એક પછી એક ખતમ કરવા આજ્ઞા કરી. હેમવિમલસૂરિજીના સાધુઓ એક પછી એક એમ દસ દિવસમાં દસ સાધુઓને પરલોક ભેગા કરી દીધા.
૨૦૮
- ૨૦૯ ૨
Page #107
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
શ્રી હેમવિમલસૂરિજીએ આ ભયંકર ઘટના અટકાવવા માટે પોતાના તપના પ્રભાવે શ્રી માણિભદ્રવીરને પ્રત્યક્ષ કર્યા. શ્રી માણિભદ્રવીરે કાળાગોરા ભૈરવને આવું નીચ કૃત્ય બંધ કરવા જણાવ્યું, પણ તેઓ ન માન્યા. એટલા માટે તેમણે તેમની સાથે યુદ્ધ કરીને તેમને હરાવીને આ ઉપદ્રવ દૂર
કર્યો.
આચાર્ય ભગવંત પૂ. શ્રી હેમવિમલસૂરિજી મ. સાહેબને વિનંતી કરી કે “આપ હાલ જે રાયણ વૃક્ષ નીચે બિરાજમાન છો, તે જગ્યાએ મારો દેહ નિશ્ચેષ્ટ બન્યો હતો. તેથી આ સ્થળે મારા પગની પિંડીની સ્થાપના કરાવો. આપશ્રી મંત્રાક્ષરો દ્વારા તેની પ્રતિષ્ઠાવિધિ કરજો.”
આચાર્ય ભગવંતે તેમની વિનંતીનો સ્વીકાર કર્યો અને જણાવ્યું, “હે માણિભદ્રવીર ! ભવિષ્યમાં સમસ્ત તપાગચ્છને કોઈ તકલીફ ન આવે તે માટે તમે સદૈવ જાગૃત રહેશો અને સહાયક બનજો.” શ્રી માણિભદ્રવીર આટલી ટકોરમાં એમનું બધું કર્તવ્ય સમજી ગયા.
આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મ. સાહેબે સં. ૧૯૮૫ ના મહાસુદ પાંચમના શુભ મુહૂર્તે મગરવાડા ગામની બહાર પગની પિંડીની પ્રતિષ્ઠાવિધિ કરી સ્થાપના કરાવી. મગરવાડીયા વીર તરીકે તેમનો મહિમા આજે પણ
પ્રસિદ્ધ છે. આચાર્ય ભગવંતે આ પ્રતિષ્ઠા પ્રસંગ બાદ જિનશાસનના અધિષ્ઠાયક માણિભદ્રદેવને ‘તપાગચ્છરક્ષક’ તરીકે પદવી અર્પણ કરી.
શ્રી માણિભદ્રવીર દાદાના ત્રણ મુખ્ય સ્થાન છે : (૧) મગરવાડા : પગની પિંડીઓ પૂજાય છે. (૨)
આગલોડ : ધડની પૂજા થાય છે. (૩) ઉજ્જૈન : શિરની પૂજા થાય છે.
* ૨૧૦ ૨
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
શ્રી માણિભદ્રવીરના ચમત્કારો આજે પણ અવારનવાર સાંભળવા
મળે છે.
કથાનકનો સદ્બોધઃ
દુર્લભ એવો માનવભવ મળ્યો છે તેને વેડફી ન નાંખતા તેના વડે મુક્તિને પામવાના જે જે પ્રયત્નો કરવા પડે તે કરી લઈએ તો જ માનવજીવનની સફળતા છે, એની ભવ્યતા છે. જૈન કુળમાં જન્મેલાં બધાં જ મનુષ્યો ચારિત્ર અંગીકાર ન કરી શકે, પરંતુ સંસારમાં રહીને પણ સદ્કાર્યો દ્વારા પોતાનું જીવન એવી રીતે જીવે કે તેની સુવાસ ચારે તરફ પ્રસરે અને પ્રભુએ બતાવેલા માર્ગે ચાલીને પોતાનું ભાવિ સુંદર રીતે નિર્માણ કરી શકે છે. આવું જ કંઈક શ્રી માણિભદ્રવીરની કથા દ્વારા આપણને સમજાય છે.
શ્રી માણિભદ્રવીર એક સામાન્ય માનવી જ હતા પણ સંકલ્પ અને
શ્રદ્ધાના બળથી શું થઈ શકે છે તેનું આ એક સચોટ ઉદાહરણ છે.
સામાન્ય માનવી જે ભૂલ કરે એવી જ ભૂલ માણેક શાહે આચાર્યશ્રી પદ્મનાભસૂરિજીનો ઉપદેશ ગ્રહણ કરીને કરી. આ ગચ્છના સાધુઓ મૂર્તિપૂજાના વિરોધી હતા. એમણે એવો ઉપદેશ આપ્યો કે મૂર્તિપૂજા એ શાસ્ત્રોક્ત નથી પણ ઢોંગ છે. વારંવાર આ સાંભળવાથી માણેકશાહે મૂર્તિપૂજાનો ત્યાગ કર્યો. દેરાસર તેમજ ઉપાશ્રયે જવાનું બંધ કર્યું. ત્યારબાદ આચાર્ય ભગવંત શ્રી હેમવિમલસૂરિજીના સંપર્કમાં આવ્યા અને તેમના ઉપદેશથી મૂર્તિપૂજા શરૂ અને દેરાસર – ઉપાશ્રયે ફરીથી જવાનું શરૂ કર્યું. માનવી ભૂલ કરે તે સમજાય પણ કરેલી ભૂલને સુધારીને સાચા માર્ગે પાછો વળે તે મહામાનવ બની શકે છે.
૨૧૧
Page #108
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ધ્યાન, સાધના અને આરાધના જીવને ક્યાંયથી ક્યાંય લાવીને મૂકી દે છે. જ્ઞાનીઓએ સાચું જ કહ્યું છે કે “જેવી મતિ તેવી ગતિ.” શ્રી માણેકશાહ શ્રી શેત્રુંજયના દાદાનું રટણ કરતાં કરતાં મૃત્યુ પામ્યા અને ભુવનપતિમાં વ્યંતર નિકાયમાં છઠ્ઠી ઇન્દ્ર શ્રી માણિભદ્ર ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થયા.
કોઈના ઉપકારનો બદલો જ્યારે સમય આવે ત્યારે સવાયો વાળવો તે માનવીનું સાચું કર્તવ્ય છે. શ્રી માણિભદ્રવીરે જાણ્યું કે મારા પૂર્વગુરુદેવ મુશ્કેલીમાં છે, તેમના સાધુઓને મૃત્યુના મુખ સુધી પહોંચાડે છે, ત્યારે તે સમયસર એમને સહાય કરીને પોતાનું પૂર્વભવનું ઋણ અદા કરે છે.
જિનેશ્વર પરમાત્માના શાસન પર જેને શ્રદ્ધા હોય, સુપાત્રને દાન દેવાતું હોય, સાધુ-સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ કરાતી હોય તેવો શ્રાવક મુક્તિપદને પામતો હોય છે તેવું માણેકશાહનું ઉજજવળ દેષ્ટાંત સહુના જીવનને પ્રેરણા પૂરી પાડે છે.
બાહુબલીની વિશ્વ પ્રસિદ્ધ પ્રતિમાના
અભિષેકની કથા
- ડૉ. રેણુકા પોરવાલ
નોંધ :
લેખકશ્રી કનુભાઈ એફ. વલાણીએ પ. પૂજયપાદ શ્રી અશોકચંદ્રસૂરિજી પાસે સંયમમાર્ગ સ્વીકાર્યો છે. હવે તેઓશ્રી પ.પૂ. પંડિત મુનિશ્રી વિરાગશેખર મ. સાહેબ (ડહેલાવાળા) તરીકે ઓળખાય છે.
કથાપરિચય:
બાહુબલી અને ભરત બંને ઋષભદેવના પુત્ર હતા. ચોથા આરાના યુગલિક કાળની આ વાત છે. ઋષભદેવે મોટા પુત્ર ભરતને અયોધ્યા અને નાના બાહુબલીને તક્ષશિલા - પોદનપુરનું રાજય વહેંચી આપ્યું. પરંતુ પાછળથી ભરતને ચક્રવર્તી રાજા થવાની અભિલાષા જાગતાં અતુલ્ય બળવાન બાહુબલી સાથે યુદ્ધ કર્યું. બાહુબલીના એક જ પ્રહારથી ભરતનું મોત નિશ્ચિત જ હતું છતાં તેણે મોટાભાઈ પર હાથ ઉગામવાને બદલે એ જ હાથથી લોચ કરવાનું વધુ પસંદ કર્યું. દીક્ષા બાદ એક જ સ્થળે તક્ષશિલામાં ઘોર તપ કર્યું. શરીર પર વેલીઓ વીંટળાઈ ગઈ, પરંતુ મનમાં જે અહંકાર ભરાયો હતો તેને કારણે એ કેવળજ્ઞાનથી વંચિત રહ્યા. બાહુબલીને ત્યારબાદ બહેનોની માર્મિક ટકોર સમજાતાં એણે ભાઈને મળવા જેવો પગ ઉપાડ્યો કે તરત એમને કેવળજ્ઞાન
- ૨૧૩
(જૈન ધર્મના અભ્યાસુ અમદાવાદ સ્થિત કનુભાઈ શાહ એ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તથા મહાવીર આરાધના કેન્દ્ર, કોબા વગેરના ગ્રંથ ભંડારમાં સેવા પ્રદાન કરે છે.)
- ૨૧૨ -
Page #109
--------------------------------------------------------------------------
________________
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો થયું. ભરત રાજાએ બાહુબલીની પ્રતિમા પોદનપુરમાં ભરાવી હતી, પરંતુ એ કાળક્રમે નષ્ટ થઈ ગઈ. ત્યારબાદ લગભગ પાંચમી સદીમાં એલોરા અને બદામી વગેરે ગુફાઓમાં એનું નિર્માણ થયું પણ વિશ્વમાં અદ્દભુત કહી શકાય એવી પ્રતિમા દસમી સદીમાં શ્રવણબેલગોલામાં સ્થાપિત થઈ. અહીં શ્રવણનો અર્થ શ્રમણ થાય. આમ, શ્રવણબેલગોલા અર્થાતુ જયાં શ્રમણો રહેતા હોય તેવું સ્થાન.
ઉપરોક્ત બાહુબલીની દસમી સદીમાં નિર્માણ પામેલ અજોડ પ્રતિમાની કથા ઘણી જ અદ્વિતીય અને રોચક છે. એ પ્રતિમાના નિર્માણ માટે કર્ણાટકના મહાઅમાત્ય ચામુંડરાયે ઘણા પ્રયત્ન એક શિલ્પીને શોધ્યો. એ ઘણો વિચિત્ર સ્વભાવનો હતો, પરંતુ શિલ્પી તરીકે એની બરાબરી કરનાર ભાગ્યે જ કોઈ હતું. એણે તૈયાર કરેલ પ્રતિમા, એને સ્થાપિત કરનાર ચામુંડરાય અને પ્રથમ અભિષેક કરનારી શ્રાવિકાની બોધદાયક કથા અત્રે પ્રસ્તુત છે. સંક્ષિપ્ત કથા :
આગમ કથા પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્ય જૈનધર્મી હતા. આચાર્ય ભદ્રબાહુની બાર વર્ષીય દુકાળની ભવિષ્યવાણી સાંભળી સંઘ સાથે સહુ કર્ણાટક શ્રવણબેલગોલામાં આવ્યા. આ શહેર વિધ્યગિરિ અને ચંદ્રગિરિ બે નાના પહાડોની વચમાં છે. અહીં જૈનોની વસાહત પહેલેથી જ હતી. માટે સાધુસંઘની ગોચરી પાણીની વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી નડી નહીં. આ સ્થળેથી જ તામિલ, આંધ્ર , શ્રીલંકા, કેરલ વગેરે દેશોમાં જૈનધર્મના ઘણા પ્રચાર સાધુમહારાજાઓ અને સંઘે કર્યો હતો એમ બાવીસસો વર્ષ પ્રાચીન, પંચ્યાશીથી વધુ બ્રાહ્મી ભાષાના શિલાલેખોને આધારે ઈતિહાસકારો કહે છે. તે સમયે દક્ષિણમાં સર્વત્ર જૈનધર્મ હતો. ચંદ્રગિરિ પહાડી પર ચંદ્રગુપ્ત મૌર્યે સંલેખના લીધી હતી.
૨૧૪
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો આજે પણ સાધુઓના રહેવા-સૂવા માટેની શૈયાઓ ઘણે સ્થળે જોઈ શકાય છે.
દસમી સદીમાં થયેલા મહાઅમાત્ય ચામુંડરાયે માતાની ઇચ્છાનુસાર બાહુબલીની વિશાળ પ્રતિમાનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. તેમનું અપર નામ ગોમ્મટ હતું. એક ધૂની શિલ્પી મળ્યો પણ તેણે શરત મૂકી કે પ્રતિમા નિર્માણ કરતાં જે બારીક રજ નીકળે એનું ભારોભાર સોનું પ્રધાનમંત્રી તેને આપે. એની શરત મંજૂર થઈ અને કામ આગળ ચાલ્યું. શિલ્પી થોડો લોભી જરૂર હતો, પરંતુ સાથે સાથે ઉત્તમ કારીગર હતો. બાહુબલીની પ્રતિમા કંડારવા માટેના શિલાખંડન કેન્દ્ર બનાવી, બાકી સ્થાનને સમતલ કરતાં એને રાતદિવસની પણ સુધ રહી નહીં. જોતજોતામાં ચાળીસ હાથ ઊંચી અને ચોવીસ હાથ પહોળી પ્રતિમા કંડારવા માટેની શિલા તૈયાર કરી. હજુ સુધી અમાત્ય ચામુંડરાય એને પ્રધાન તરીકે મળ્યા નહોતા. હંમેશાં સાદા વેશમાં જ તેઓ નિરીક્ષણ માટે આવતાં. શિલ્પીનું નિર્માણકાર્ય આગળ ચાલતું હતું. પ્રતિમાના વિશાળ નેત્ર, છાતી, બાહુ સાથે વેલીઓ વગેરે તૈયાર થઈ ગયા હતા. તેણે તરત જ માતાને શિલાચૂર્ણથી ભરેલા થેલાઓ બતાવતાં કહ્યું કે, “મા, અમાત્યજી મને આ શિલાચૂર્ણના વજનનું સોનું આપશે.”
જેવો શિલ્પીએ પથ્થરની રજ બતાવવા થેલામાં હાથ નાંખ્યો કે એના હાથ-પગ શિથિલ થઈ ગયા. શિલ્પી ખૂબ ડરી ગયો કારણ કે પ્રતિમાનું ઘણું કાર્ય બાકી હતું. અમાત્ય ચામુંડરાય તરત જ હાજર થયા. શિલ્પીને ઓળખાણ આપી પૈર્ય બંધાવ્યું. બધા નેમિચંદ્રાચાર્યજી પાસે આવ્યા. તેમણે શાસનદેવીની માફી માંગવાનું જણાવતાં, તે મુજબ કરવાથી શિલ્પીની શિથિલતા ગઈ અને સારો થઈ ગયો. ભગીરથ કાર્ય પૂર્ણ થયું. આવું અપ્રતિમ કાર્ય કરતાં તેના મનની આંતરિક સ્થિતિ બદલાઈ. તે નિર્મોહી, કષાયરહિત બન્યો. વિશ્વ
- ૨૧૫
Page #110
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પ્રસિદ્ધ મૂર્તિનું નિર્માણ કરતાં તેને દુન્યવી કોઈપણ વસ્તુની સ્પૃહા ન રહી. પ્રતિષ્ઠાની પૂર્વ રાત્રે બાહુબલીની પ્રતિમા પાસે ધ્યાન લગાવી પરોઢ સુધી એ બેસી રહ્યો અને તે સમયે ફક્ત પ્રતિમાના ચરણોમાં કન્નડ, તામિલ અને મરાઠી ભાષામાં ‘શ્રી ચામુંડરાય ને કરવામા’ એટલું જ અંકન કરી બાહુબલીજીને વંદન કરી એ સ્થાન સાથે પોતાનો નાતો ત્યાં જ મૂકી એકલો ચાલી નીકળ્યો. કોઈપણ સ્થળે પોતાનું નામ આપ્યું નહિ.
અમાત્ય ચામુંડરાય પ્રતિષ્ઠાના દિવસે સપરિવાર પધાર્યા. તેઓ વિચારતા હતા કે “આ જગતપ્રસિદ્ધ વિધિવિધાન સહિત નિર્મિત થયેલ વિશાળ બાહુબલીની અપ્રતિમ સૌંદર્ય નિખારતી પ્રતિમાના કર્તા તરીકે પોતાનું નામ હશે.' અમાત્યજીના મનમાં અહંભાવ ઉત્પન્ન થયો કે એમણે નિર્માણ કરેલ આવી અભુત પ્રતિમા જેવી અન્ય કોઈ બનાવી શકશે નહિ. મહામસ્તકાભિષેક ચાલુ તો કરવામાં આવ્યો પરંતુ સહુના આશ્ચર્ય વચ્ચે અભિષેકનું દૂધ પ્રભુના વક્ષ:સ્થલની નીચે પહોંચતું ન હતું. એક સહસથી વધુ દૂધના ઘડાથી અભિષેક કરાયા પરંતુ દૂધ પ્રતિમાના મસ્તકથી આગળ સ્પર્શવાને બદલે દૂરથી જ વહેતું હતું.
જે બાહુબલીએ અખંડ ધ્યાનસાધના કરી માન કષાયનો સર્વથા ત્યાગ કર્યો એની મૂર્તિ નિર્માણ તથા પ્રતિષ્ઠામાં જગદીશ્વર વિશ્વકર્માને અભિમાન કે માનનો અંશ પણ મંજૂર હતો. માટે અમાત્યજી અભિષેક પૂર્ણ કરવા તરત જ એના ઉપાય શોધવા લાગ્યા. ચિંતિત અમાત્ય માન કષાયથી ઉપર ઉઠ્યા.
એકત્ર થયેલ માનવ મહેરામણ પર નજર નાંખી. તો તેમણે એક દેશ્ય જોયું. એક અતિ વૃદ્ધ શ્રાવિકા નાળિયેરના વાટકા-ગુલ્લકમાં દૂધ લઈ આવી હતી પણ અધિકારીઓ તેને રોકતા હતા. ચામુંડરાયને તરત જ જ્ઞાન લાધ્યું કે
* ૨૧૬
- જેના કથાનકોમાં સમ્બોધના સ્પંદનોપોતે કરેલ ગર્વને ખંડિત કરવા અને આત્મતત્ત્વનો બોધ પમાડવા જ એ શ્રાવિકા ગુલ્લકમાં દૂધ ભરીને આવી છે. ચામુંડરાયે માનસહિત એ વૃદ્ધાને અભિષેક માટે બાંધેલા મંચ પર બોલાવી એની પાસે અભિષેક કરાવ્યો. માજીનો અભિષેક પ્રતિમાની નીચે સુધી પહોંચ્યો. બાહુબલીના જયજયકાર સાથે વાતાવરણમાં ખુશીની લહેર પ્રસરી ગઈ. દેવાંશી વૃદ્ધા અભિષેક પછી અદૃશ્ય થઈ ગઈ, પરંતુ એણે કરેલા દૂધનો અભિષેકથી નવું સરોવર બની ગયું. કથામાં ફલિત થતું બોધનું તત્ત્વઃ
અહીં ચામુંડરાયના મનમાં માન કષાય ઉત્પન્ન થતાં જ એને અંતર્ગાન થયું. પોતે ક્યાંક ભૂલ કરી છે એવો અહેસાસ થયો અને તરત જ પોતાનો ગર્વ
ઓગાળી નાંખી વિનયપૂર્વક વૃદ્ધાની પાસે અભિષેક કરાવે છે. જેવી રીતે શિલ્પીએ પોતે નામની ખેવના વગર અદ્દભુત કાર્યનો સર્વ શ્રેય ચામુંડરાયને આપી ત્યાંથી ચાલ્યો ગયો. તેના જ પગલે શ્રી અમાત્યજી ચાલે છે. આત્મામાં અભિમાન પ્રવેશ્યો અને જોરશોરથી થતું કાર્ય થંભી ગયું. માન કષાયને જીતવા માટે તેઓ વિનયગુણને યાદ કરે છે. વૃદ્ધા દ્વારા અભિષેક કરાવીને તેઓ અટકી જતા નથી, પરંતુ ભગવાન બાહુબલીનો અભિષેક કરનારી વૃદ્ધાની મૂર્તિ કરાવી એને બાહુબલીની સામે જ સ્થાપિત કરી છે. પોતાને થયેલ શંકા કે આટલા ઓછા દૂધથી કેવી રીતે વિશાળ પ્રતિમાને અભિષેક થશે એ માટે તેમણે જ્યાં અભિષેકનું દૂધ એકત્ર થયું હતું ત્યાં કલ્યાણી નામનું સરોવર બનાવી વૃદ્ધાને અમરતા બક્ષી.
અહંભાવ જેવો પ્રધાન ચામુંડરાયના હૃદયમાં દાખલ થયો કે તેમના શુભ કર્મ પર થતી કુદરતની કૃપા થંભી ગઈ.
અભિમાન એ દુર્ગતિનું કારણ બને છે એ રાવણ અને દુર્યોધનના
૨૧૬
Page #111
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ઉદાહરણથી સમજાય છે કે તેઓ અભિમાનને કારણે જ પોતાનો વિનાશ નોતર્યો. પૂર્વે થયેલા ઘણા મહાપુરુષોના ચરિત્રો પરથી એક વાત જાણવા મળે છે કે મોટી મોટી તપસ્યા કરી હોય, પરંતુ અભિમાનને કારણે તેઓ એના ફળથી વંચિત રહ્યા. કૂલરાણીની કથા જાણીતી છે કે તેને તપાભિમાન થવાને કારણે શ્વાનનો અવતાર મળ્યો પણ ત્યારબાદ એ બોધ પામતાં પુનઃ મરીને સ્વર્ગ સિધાવી.
મહામસ્તકાભિષેકની કથામાં અમાત્ય પોતે મોટા સાધક હતા, ઉપરાંત જૈનદર્શનને જીવનમાં વણી લીધેલ હોવાથી પોતાના મનથી થયેલ અપરાધને પણ ક્ષમત્વ ભાવમાં પરિણમન કર્યું. બાહુબલીની પ્રતિમા આપણને સૂચવે છે કે અભિમાનને કારણે ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચેલ સાધના હોવા છતાં કેવળજ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થાય જયારે ગર્વને ઓગાળી નાખવામાં આવે. એની પ્રતિમા કંડારનાર શિલ્પીને લોભ કષાય એટલો નડ્યો કે એ શરીરથી પરવશ થઈ ગયો. એણે મનથી પશ્ચાત્તાપ કર્યો અને શાસનદેવો તથા સર્વજનોની માફી માંગી, જેથી એની શક્તિ પુનઃ જાગૃત થઈ અને તેણે પ્રતિમાનું અધૂરું કાર્ય પાર પાડ્યું.
મદ કે અભિમાન આઠ પ્રકારના હોય છે –
જ્ઞાનાભિમાન, પૂજાભિમાન, કુલાભિમાન, જાતિઅભિમાન, બળાભિમાન, રિદ્વાભિમાન, તપાભિમાન, શરીરાભિમાન.
કવિ દૌલતરામજી તેમના ‘છ ઢાળા’ ના સચિત્ર પુસ્તકમાં મદના પ્રકાર દર્શાવતું એક સુંદર પદ આપ્યું છે –
ત્રીજી ઢાળ ગાથા - તેર
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો - પિતા ભૂપ વા માતુલ નૃપ જો, હોય ન તૌ મદ ઠાનૈ, મદ ન રૂપકૌ, મદ ન જ્ઞાનકૌ, દન-બલકી મદ ભાનૈ.
ગાથા -ચૌદ તપકી મદ ન, મદ જુ પ્રભુતાકૌ કરે ન, સો નિજ જાનૈ.
મદ ધારે તો યહી દોષ વસુ, સમકિતકો મલ ઠાને. અર્થ :
ઉપરોક્ત ગાથા કહે છે કે પિતાનું કુળ જો પ્રતાપી રાજાનું હોય કે માતાના પક્ષે કોઈ રાજા થયો હોય તે કુળ અને જાતિ અભિમાન કહેવાય છે અને જે શરીરની સુંદરતાનો ગર્વ કરે તેણે રૂપમદ કર્યો છે એમ કહી શકાય. જે વિદ્યાનું અભિમાન કરે તથા કોઈને શીખવે નહીં તે વિદ્યાભિમાની તથા જે ધનનો ગર્વ કરે તે રિદ્ધિમદયુક્ત, એ જ પ્રમાણે બળનું અભિમાન બળમદ, તપનું અભિમાન તપમદ અને પ્રભુતાના મદને પૂજામદ કહે છે. આ કથા પ્રમાણે કષાયને કાબૂમાં રાખવાથી સમ્યગુ દર્શન શુદ્ધ થતાં આત્મામાં પરમજયોતિ પ્રગટે છે.
આ આઠ મદ થકી આઠ દોષ લાગે છે, જે સભ્યત્વને દૂષિત કરે છે. જે પુરુષ આ આઠનો ગર્વ કરતો નથી તેને જ સમ્યત્વની પ્રાપ્તિ થાય છે.
| (ડૉ. રેણુકાબહેન પોરવાલે આચાર્ય બુદ્ધિસાગરજીના સાહિત્ય પર શોધપ્રબંધ લખી Ph.D. કર્યું છે અને “જૈન જગત’ પત્રિકાના મહિલા વિભાગના સંપાદનમાં કાર્ય કરે છે. જૈન શિલાલેખોના સંશોધન કાર્યમાં રસ ધરાવે છે.)
- ૨૧૮ -
૧૯
Page #112
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો
૨૮
ગુણ ગૌરવનું દર્શનઃ હરિકેશીય કથા
- ડૉ. ઉત્પલા કાન્તિલાલ મોદી
જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો વધશે તો એમાંથી અહંકારનું ભૂત વળગશે. “અહં' જાગશે તો આત્મજ્ઞાન નહીં આવે.
વિશેષમાં, ધાર્મિક અને આધ્યાત્મિક સાધના ઉપરાંત, સંતે સામાજિક બાબતો અંગે શું કરવું, લોકકલ્યાણ માટેની પ્રવૃત્તિઓમાં કેવી રીતે સક્રિય થવું વગેરે બાબતોનાં સંપૂર્ણ ક્રાંતિકારક વિચારો ઉદ્ભવ્યાં. સંપૂર્ણ ક્રાંતિ માટે જાણે કે તેમણે તૈયારી કરી લીધી. જાહેર નિવેદન અને જાહેર લોકસેવાના કાર્યોને લીધે તેઓ સંપ્રદાયથી જુદા થયા ખરા પરંતુ સાધુવેશ ન છોડ્યો અને પોતાના ગુરુદેવ સાથે અંતિમ સમય સુધી વિનયભાવે સંબંધ સાચવ્યો. ગુરુદેવ કહેતા,
સંતબાલ જૈન સાધુ નહીં, જગતસાધુ છે.” જૈન પરંપરાને આધુનિક યુગના વિચારના અનુસંધાન દ્વારા આગળ ધપાવવો એ એમનું જીવનકાર્ય બની રહ્યું.
પૂ. સંતબાલજીએ પોતાના જીવનકાળ દરમિયાન વૈવિધ્યસભર સાહિત્યનું સર્જન કર્યું છે. ગદ્ય અને પદ્ય એમ બંનેમાં એમની સર્જનપ્રવૃત્તિ મળી આવે છે. મુખ્યત્વે ચિંતનાત્મક ધાર્મિક સાહિત્ય પણ સજર્યું છે.
જૈન સૂત્રો, ઉત્તરાધ્યયન, આચારાંગ તથા દશવૈકાલિકને તથા તત્ત્વાર્થસૂત્રને સરળ ભાવવાહી ગુજરાતી ભાષામાં ઉતારી, ગુજરાતી પ્રજા પર મહાન ઉપકાર કર્યો છે. સર્વધર્મ પ્રાર્થના, પીયૂષ વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના અને ધર્માનુબંધી વિશ્વદર્શનના ૧૦ પુસ્તકો મળે છે. ‘રામાયણ’, ‘મહાભારત' અને જૈનદષ્ટિએ “ગીતા” જેવા પુસ્તકો પણ તેમની કલમે સર્જાયા છે. પત્રકારત્વના ક્ષેત્રમાં પણ એમનું સારું એવું પ્રદાન છે.
જૈનના ધાર્મિક ગ્રંથોમાં ઉત્તરાધ્યયનનું સ્થાન અનોખું છે. મહાવીર સ્વામીએ તેમના છેલ્લા ચોમાસામાં છત્રીસ અણપૂછડ્યા પ્રશ્નોના ‘ઉત્તર’ અર્થાત્ જવાબો આપેલા, જે જવાબો આ ગ્રંથના રૂપમાં સંગ્રહિત છે. આ ‘ઉત્તરાધ્યયન
મુનિશ્રી સંતબાલજી ક્રાંતિકારી જૈન સંત હતા. તેઓશ્રીના જીવનકાળ દરમ્યાન તેમણે જૈનધર્મ, ભારતીય દર્શનો અને અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું.
નાનપણથી જ સંતબાલજીની યાદશક્તિ ખૂબ તીવ્ર હતી, તેથી તેમણે અવધાનના પ્રયોગો શરૂ કર્યા. સંયમી જીવનની તાલીમ, અભ્યાસ-વાંચન અને સાહિત્ય-સર્જન પણ ક્રમશઃ થવા લાગ્યું.
શતાવધાની સૌભાગ્યચંદ્ર એક સાથે એક કરતાં વધુ વસ્તુને સ્મૃતિમાં ધારણ કરી શકતા - યાદ રાખી શકતા હતા. પ્રારંભમાં આઠ અવધાન પછી પચ્ચીસ-પાંત્રીસ એમ સંખ્યા વધારતા ગયા અને અવધાનના જાહેર પ્રયોગો પણ કરવા લાગ્યા. લોકો એમની અદ્દભુત શક્તિથી પ્રભાવિત થઈ, મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા, પરંતુ ગુરુદેવને ડર હતો કે જો અવધાન દર્શાવવાની વૃત્તિ
- ૨૨૦
૨૨૧
Page #113
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
સૂત્ર’ બે શબ્દોથી બનેલ એક નામ છે. ઉત્તર + અધ્યયન. ઉત્તર = સર્વશ્રેષ્ઠ, અધ્યયન = પ્રકરણ. એક એકથી અધિક. વિશેષ બોધદાયક શ્લોકોનો જેમાં સંગ્રહ છે, તેવા ૩૬ અધ્યયનોમાં દૃષ્ટિ તથા જીવનનું પરિવર્તન લાવી દે તેવાં બોધપ્રદાયક કથાનકો તથા તત્ત્વનો સંગ્રહ છે. મારે જે કથાનકની વાત કરવાની છે તે બારમાં અધ્યયનમાં ‘હરિકેશી મુનિ’ ની છે. જીવનમાં જાતિની મહત્તા નથી, પરંતુ સદ્ગુણથી મહાન બનાય છે. ચાંડાલ કુળમાં જન્મેલા હરિકેશીએ જાતિસ્મરણજ્ઞાનથી બોધ પામી મુનિ બનીને દેવના પૂજનીય બન્યા.
બારમા અધ્યયનમાં તપનું માહાત્મ્ય બતાવતા પરમ તપસ્વી હિરકેશબલ નામના સાધુના જીવનવૃત્તાંતનું વર્ણન કરે છે. તાત્પર્ય એ છે કે હિરકેશબલ સાધુ મહાન તપસ્વી થઈ ગયા. એમના તપનું માહાત્મ્ય આ અધ્યયનમાં વર્ણવવામાં આવેલ છે.
આત્મવિકાસમાં જાતિના બંધન હોતા નથી. ચાંડાલ પણ આત્મકલ્યાણનો માર્ગ આરાધી શકે છે. ચંડાલ જાતિમાં ઉત્પન્ન થનારનું પણ હૃદય પવિત્ર હોઈ શકે છે.
હિરકેશ મહામુનિ ચંડાલ કુળમાં જન્મ્યા છતાં ગુણના ભંડાર હતા. પૂર્વના યોગ સંસ્કાર હોવાથી નિમિત્તવશાત્ વૈરાગ્ય પામી ત્યાગી બન્યા. ત્યાગ લીધા પછી એક દેવે તે તપસ્વીની આકરામાં આકરી કસોટી કરેલી. સાચા સુવર્ણની જેમ પાર ઉતરેલા તે મહામુનિ પ્રત્યે પ્રસન્ન થયો. પછી તે દેવ મુનિ સાથે દાસ બનીને કાયમ રહ્યો.
એકાદ યક્ષ મંદિરના સભામંડપની અંદર (કે જ્યાં તે દેવનો વાસ હતો) આકરી તપશ્ચર્યાથી કૃશ થયેલા હરિકેશ ધ્યાનમગ્ન થઈ અડોલ ઊભા હતા. કૌશલ રાજાના પુત્રી ભદ્રા તેમની સહેલીઓ સાથે તે જ મંદિરમાં દર્શનાર્થે આવેલા.
- ૨૨૨
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
ગર્ભદ્વાર નજીક જઈ સૌએ દેવના પેટભરી દર્શન કર્યા. દર્શન કરીને પાછા ફરતાં દરેક સહચરીએ ક્રીડાર્થે સભામંડપના દરેક સ્તંભને બાથ ભીડી લીધી. પાછળ રહેલી ભદ્રાકુમારીએ (અંધારામાં બરાબર ન સૂઝવાથી સ્તંભ જાણી) તપસ્વીને બાથ ભીડી લીધી. ભદ્રાના હાથમાં સ્તંભને બદલે તપસ્વી આવેલા જાણી સૌ સખીઓ “તમારા હાથમાં તો સાચા પતિ જ આવી ગયા’ એમ કહીને કુતૂહલથી હસવા લાગી. કુમારી ભદ્રા આથી ચિડાઈ ગયા અને તપસ્વીની મહા અવગણના કરી નાખી.
દેવ આથી ખૂબ કોપ્યો. ભદ્રા તે જ સમયે અવાક થઈ ઢળી પડી. આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. કૌશલરાજ ત્યાં પધાર્યા. આખરે દૈવી કોપ દૂર કરવા તે દેવપ્રવેશક દેહવાળા તપસ્વીજી સાથે ભદ્રાના લગ્ન કરવાની તૈયારી થવા લાગી.
તે જ સમયે મુનિના દેહમાંથી દેવ અદશ્ય થયો. તપસ્વી સાવધ થયા અને આ બધી ધમાલ જોઈ વિસ્મિત બની ગયા. અંતે પોતાના આકરા સંયમની અને અપૂર્વ ત્યાગની પ્રતીતિ આપી એ મહાયોગીએ ત્યાંથી પ્રયાણ કર્યું.
ત્યારબાદ આ ભદ્રાદેવીના સોમદેવ નામના પુરોદાસ સાથે લગ્ન થાય છે. તે દંપતી બ્રાહ્મણો પાસે કુળ પરંપરા મુજબ મહાયજ્ઞ કરાવે છે. યજમાનરૂપે એ દંપતી ત્યાં મંત્ર જાપાદિ ક્રિયા કરી રહ્યા છે.
ગામ, નગર, શહેરાદિ સર્વ સ્થળે અભેદભાવે વિચરતા એ વિશ્વોપકારક મહામુનિ તે જ યજ્ઞશાળામાં એક માસની તપશ્ચર્યાને પારણે ભિક્ષાર્થે પધાર્યા છે. ત્યાં અપરિચિત બ્રાહ્મણો પ્રથમ તેમનો ઉપહાસ, અપમાન અને તિરસ્કાર કરે છે. ભિક્ષાને બદલે દંડો લઈ સામે મારવા દોડે છે. આવા કપરા વખતમાં એ તિન્દુકદેવ હાજર થઈ શું કરે છે ? ભદ્રાદેવીને જાણ થયા પછી તેને શી
* ૨૨૩
Page #114
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો -
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો અસર થાય છે ? આખું વાતાવરણ તપશ્ચર્યાના પ્રભાવે કેવું સુવાસિત બને છે ? તે આ અધ્યયનમાં વર્ણવ્યું છે.
જાતિના વિધાન મદ માટે નથી. વર્ણવ્યવસ્થા કર્મ પ્રમાણે નિયત થઈ હતી. તેમાં ઊંચનીચના ભેદોને સ્થાન ન હતું. જયારથી ઊંચનીચના ભેદોને સ્થાન મળ્યું ત્યારથી તે વ્યવસ્થા મટી તિરસ્કાર અને અભિમાનના પુંજોમાં પલટી ગઈ.
ભગવાને જાતિવાદના ખંડન કર્યા. ગુણવાદને સમજાવ્યો. અભેદ ભાવના અમૃત પાયા અને દીન, હીન અને પતિત જીવોનો ઉદ્ધાર કર્યો.
પૂર્વજન્મના કૃતકમેં જન્મ લીધો ચાંડાળ કુળ... નિમિત્ત મળતા પામ્યા જાતિસ્મરણજ્ઞાન, થયું સ્વનું ભાન, કર્યું સંયમમાં પ્રસ્થાન... તપ... ત્યાગથી થયું ઉત્થાન, અંતે કર્મક્ષય કરી બની ગયા ભગવાન. જરૂરી છે જાતની શુદ્ધિ, પરિણામની વિશુદ્ધિ, ગુણોની વૃદ્ધિ... !
સંયમશીલ મુનિની આ વૃત્તિ છે કે જો કોઈ પુરુષ અજ્ઞાનતાવશ પ્રથમ એનો તિરસ્કાર કરે, પરંતુ પછીથી વિનમ્ર થઈને પ્રાર્થના કરે તો પછી પણ મુનિ ત્યારે એને નિરાશ કરતા નથી. પરંતુ ત્યાંથી પોતાને અનુકૂળ આહાર લઈને એને સફળ મનોરથ બનાવવાનો પ્રયત્ન કરે. આ જ નિયમ અનુસાર ઉક્ત મુનિએ ભિક્ષા ગ્રહણ કરી. દાન કરવાથી લક્ષ્મી વૃદ્ધિ પામે છે માટે ‘દાન કરવાથી લક્ષ્મી ક્ષીણ થઈ જશે” એવો સંકુચિત વિચાર દાનશીલ પુરુષના હૃદયમાં ક્યારેય ન આવવો જોઈએ. જેમ કૂવામાંથી જળ કાઢવાથી એ ખાલી થતો નથી, પરંતુ એમાં શુદ્ધ પવિત્ર વધુ જળ આવવા માંડે છે, એ જ દેષ્ટાંત દાનના વિષયમાં પણ માની લેવું જોઈએ. તાત્પર્ય એ છે કે – ‘દાનથી લક્ષ્મી ઘટતી નથી, પરંતુ એમાં પ્રતિદિન વૃદ્ધિ થતી રહે છે.”
- ૨૨૪
આ હરિકેશબલ નામના સાધુ કેટલા હીનકુળ અથવા હીનજાતિમાં ઉત્પન્ન થયેલ, પરંતુ તપોબળ એટલું બળવાન છે કે એના પ્રભાવથી મનુષ્ય તો શું દેવતા પણ એમની સેવામાં ઉપસ્થિત રહેવામાં પોતાનું પરમ સૌભાગ્ય સમજે છે. આનાથી પ્રતીત થાય છે કે – “કેવળ જાતિમાં કોઈ ગૌરવ અથવા મહિમાની વાત નથી. એટલા માટે બુદ્ધિમાન પુરુષો માટે ઉચિત છે કે તેઓ માત્ર જાતિના અભિમાનમાં ફસાયેલા ના રહે, પણ પોતાના આત્મામાં ગુણોત્કર્ષની પ્રાપ્તિ માટે અધિકથી અધિક પ્રયત્ન કરે.”
ધર્મરૂપ તળાવ છે, બ્રહ્મચર્ય શાંતિતીર્થ છે. બાહ્ય સ્નાનને માટે એક જળાશય હોય છે, એ જ રીતે આંતરિક સ્નાન માટે અહિંસા ધર્મરૂપ જળાશય છે કે જે કર્મરૂપ મળને દૂર કરવામાં સમર્થ છે. તથા જે પ્રમાણે તળાવમાં સોપાનાદિક હોય છે, એ જ પ્રમાણે અહિંસારૂપ તળાવના બ્રહ્મચર્યાદિરૂપ તીર્થ સોપાન છે. આ તીર્થ કર્મરૂપ મળને મૂળમાંથી દૂર કરવામાં તથા મિથ્યાત્વાદિ કાલુષ્યરહિત હોવાથી પ્રસન્ન લેશ્યા છે. એના સંપાદનમાં સમર્થ છે. આથી સિદ્ધ થાય છે કે બ્રહ્મચર્ય અને શાંતિ એ બંને ધર્મરૂપ તળાવમાં સુદૃઢ તીર્થ - સોપાન છે. તો આ પ્રકારથી ધર્મરૂપી જળાશયમાં સ્નાન કરેલ આત્મા નિર્મળ-કર્મમળથી રહિત થઈને નિષ્કલંક થઈ જાય છે.
હરિકેશી મુનિના તપ-સંયમ અને ચારિત્રના પ્રભાવે યક્ષ તેની સેવામાં રહ્યો. બ્રાહ્મણોને જૈનધર્મ અને તપનો મહિમા સમજાવ્યો. ભાવયજ્ઞ અને ભાવનાનનું સ્વરૂપ સમજાવ્યું.
માટે જ કહ્યું છે કે જ્ઞાનના શિખરો ચારિત્રના નંદનવનથી શોભે છે. જાતિના ઊંચ-નીચ ભાવો ચારિત્રના પવિત્ર પ્રવાહમાં સાફ થઈ જાય છે.
- ૨૨૫
Page #115
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો અહો ! ચારિત્રનું પારસ લોખંડ સમા કંઈક આત્માઓને સુવર્ણસમાન મૂલ્યવાન અને શુદ્ધ બનાવી દે છે. હૃદયનું પરિવર્તન ચારિત્રની ચિનગારીથી થાય છે. જ્યાં ચારિત્રની સુવાસ મહેકે છે ત્યાં મલિન વૃત્તિઓ નાશ પામે છે. ક્ષણવારમાં પ્રબળ વિરોધકોને સેવકરૂપ બનાવી દે છે.
મુનિવરની તપશ્ચર્યા, ઈર્ષા, ભાષા, એષણા, આદાન, ભંડ નિક્ષેપ અને ઉચ્ચાર પાસવણ ખેલ જલ સંઘાણ પારિઠાવણીયા - એમ પાંચે સમિતિઓમાં સંયમી તથા સુસમાધિપૂર્વક યત્નોવાળા, સહનશીલતા, દયાવાન, ક્ષમા, ચારિત્રવાન વગેરે ગુણો આપણને પ્રેરણારૂપ છે. જે આપણને વિશિષ્ટ બોધ આપે છે કે “જો કરે તો પામ.’ ધન્ય છે તે મુનિવરને ! અને વંદન તેના ચારિત્ર પાલનને ! તેમના જેવા સદ્ગુણો આપણામાં પણ પ્રગટે તે શુભેચ્છા સાથે વિરમું છું.
૨૯
લોભ કષાય સામે સજાગ કરતી
કપિલ કેવળીની કથા
- રમેશ ક. ગાંધી
(ડૉ. ઉત્પલાબહેને M.A.Ph.D. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ સોમાની ભવન્સ કોલેજના ફિલોસોફીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. તેઓનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયા છે.)
ઉત્તરાધ્યયન સૂત્ર એ વર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર શ્રી વીર વર્ધમાન મહાવીર સ્વામીની અંતિમ દેશના રૂપ છે. પ્રભુએ નિર્વાણપ્રાપ્તિ પૂર્વે વિપાકસૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રના અનુક્રમે દુ:ખવિપાકે અને સુખવિપાકના ૫૫ અધ્યયન (પ્રત્યેકના) દેશના રૂપે ફરમાવી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયન છે. ૩૨ આગમોનું વિભાગીકરણ ૫ ભેદથી થયેલ છે : (૧) અંગ (૨) ઉપાંગ (૩) મૂળ (૪) છેદ અને (૫) આવશ્યક. ઉત્તરાધ્યયન સૂત્ર મૂળ સૂત્રના ૪ આગમો પૈકી એક છે. આ સૂત્રના ૩૬ અધ્યયનોની અપૃષ્ટ વ્યાકરણ એટલે કે પૂછ્યા વગર કથન કરાયેલા શાસ્ત્રરૂપ ગણના કરવામાં આવી છે. પ્રભુની આ દેશના, પાવાપુરી નગરીમાં, દીપાવલીના બે દિવસ અગાઉ સમવસરણ જે દેવતાઓએ રચેલ, ત્યાં થઈ. ૯ મલ્લિ અને ૯ લિચ્છવી એમ ૧૮ દેશના રાજાઓ પણ છઠ્ઠ પૌષધવ્રત ગ્રહણ
૨૨૨૦
- ૨૨૬
Page #116
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કરી, દશનામાં શ્રોતા રૂપે હાજર હતા. આ દેશના સળંગ ૧૬ પ્રહર સુધી ચાલેલ. આ ઉપદેશધારા અખ્ખલિતપણે પ્રભુએ વહેવડાવેલ હતી. રાજાઓ ઉપરોક્ત છઠ્ઠ તપ ધારણ કરી પ્રભુની દેશના શ્રવણમાં એકાગ્રચિત્ત થઈ ગયેલ હતા. કાળની અપેક્ષાએ ધનતેરસની સાંજથી દીપાવલીના ત્રીજા પ્રહરના આરંભ સુધીનો તે કાળ હતો. પ્રભુ દીપાવલીની મધ્યરાત્રિએ નિર્વાણ પામ્યા. પટ્ટ શિષ્ય તથા પ્રથમ ગણધર ગૌતમસ્વામીને પ્રભુ પ્રત્યે તીવ્ર રાગભાવ (પ્રશસ્ત - ભક્તિરૂપ) હોવાથી પ્રથમ કરૂણ વિલાપ પછી ચિંતનધારાએ તેમને વૈરાગ્યવાસિત કરી ક્ષેપક શ્રેણીએ આરૂઢ કરાવી ‘કૈવલ્ય’ પ્રાપ્તિ રૂપ ૧૨ મા ગુણસ્થાનના અંતે અનોખી-અનુપમ ભેટ મળી એટલે જ દીપાવલીની રાત્રિએ જે ૨૦-૨૦ માળા કરવામાં આવે છે તેમાં પરોઢિયે જાપમંત્ર “પ્રભુ મહાવીર પહોંચ્યા નિર્વાણ, ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન” નું પ્રત્યેક જૈન સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ અનુષ્ઠાન કરે છે.
આ છે ઉત્તરાધ્યયન સૂત્રનો પરિચય. આ આગમમાં ચારેય અનુયોગનો સમાવેશ થાય છે. આપણા નિબંધનો વિષય “ધર્મ કથાનુયોગ' રૂપે ૮માં કાપીલીય’ અધ્યયનની કથાનો સંક્ષેપમાં આસ્વાદ માણીએ. કથાનક:
તે કાળે, તે સમયે હુંડાવસર્પિણી કાળના (ચોથા આરામાં) કૌશંબી નામની નગરીમાં જિતશત્રુ નામના રાજાનું રાજય હતું. તેમની રાજધાનીમાં ચૌદ વિદ્યાના જ્ઞાયક કાશ્યપ નામે બ્રાહ્મણ હતા. તેઓ રાજપુરોહિતનું પદ શોભાવતા હતા. પરિવારમાં યશા નામે પત્ની અને કપિલ નામે પુત્ર હતો. અકસ્માતે કાશ્યપ પુરોહિતનું નિધન થતાં તેને સ્થાને અન્ય પુરોહિત નિયુક્ત થયા. પોતાના પતિને સ્થાને તેનું પદ ભોગવતાં પુત્રને બદલે ‘અન્ય' ને જોઈ
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો યશા દુઃખી થઈ. કારણ તેનો પુત્ર કપિલ પાત્રતાને અભાવે તદરૂપ વિઘાધારક ન હોવાથી પુરોહિત ન બની શક્યો. યશાને આથી લાગી આવતા અશ્રુપાત કરી રૂદન કરવા લાગી. આ સાંભળી પુત્ર કપિલે કારણ પૂછતાં કહે, “જો તું ભણ્યો હોત તો આ સ્થાન તું શોભાવતો હોત.” કપિલ માતાના આંસુ (અશ્રુ) અને દુ:ખ ન જોઈ શક્યો અને માતાને ઉપાય પૂછતા માતાએ તેને અભ્યાસ અર્થે તેના સ્વ. પિતાના મિત્ર ઈન્દ્રદત્ત નામના વિદ્વાન જે શ્રાવસ્તી નામે નગરીમાં રહેતા હતા તેમની પાસે અભ્યાસ કરવા સૂચવતા કપિલ ત્યાં જવા તત્પર બન્યો. શ્રાવસ્તી નગરીમાં પ્રવેશી ઈન્દ્રદત્તને સઘળી વાત કરી. માતાપિતાનો પરિચય આપી તેને અભ્યાસ કરાવવા વિનવ્યા. મિત્રના પુત્રને અભ્યાસ કરાવવાનું વચન આપી, પોતાને ત્યાં આવકારી તેના રહેવા-જમવાનો પ્રબંધ કરી અભ્યાસ ચાલુ કરાવ્યો. કાળજીથી કપિલ અભ્યાસમાં આગળ વધ્યો. કર્મના ઉદયે અભ્યાસ દરમ્યાન જે શેઠ શાલિભદ્રને ત્યાં જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ તેના ઘરની દાસીના સૌંદર્યમાં મુગ્ધ બની આસક્ત બનતા અભ્યાસ પ્રતિ ઉદાસીન બન્યો અને ધ્યેયને વિસરી તે દાસી સાથે સંસાર માંડી બેઠો. તેણી ગર્ભવતી બનતા, આજીવિકાનો પ્રશ્ન ઉપસ્થિત થયો અને તે મૂંઝવણ અનુભવી રહ્યો. કારણ કે કમાણીનું સાધન ન હતું. ઉપરાંત, જવાબદારી આવી પડી. છેવટે પત્નીએ સૂચવ્યું કે આ નગરીનો રાજા દયાળુ છે. જો પ્રાતઃકાળે પ્રથમ પહોંચી તેને આશીર્વાદ આપે તો બે માસા સોનું દક્ષિણામાં આપે છે. આ તેનો દૈનિક ક્રમ છે, પણ સવારના પ્રથમ પહોંચવું અતિ આવશ્યક છે. કપિલ તદરૂપ ઘેરથી નીકળી પડ્યો – પ્રથમ પહોંચવાનું ચુકાઈ ન જાય તે માટે પરોઢિયાને બદલે મધરાતે ચાલી નીકળ્યો. પરિણામે તેને ‘ચોર’ ધારી રાજયના રક્ષકોએ પકડી સવારે રાજા પાસે રજૂ કર્યો. આમ કરવાનું કારણ
૨૨૯
- ૨૨૮
Page #117
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સોધના સ્પંદનોપૂછતાં સરળ, નિર્દોષ કપિલે સત્ય ઘટના અથથી ઇતિ સુધી કહી, પોતાનો પરિચય આપ્યો. રાજા દયાળુ હતો. તેની સરળતા-નિર્દોષતા, સત્યવક્તાપણાથી પ્રભાવિત થઈ તેને “જે જોઈતું હોય’ તે માગવા કહ્યું. કપિલે વિચારવાનો સમય માગતા તે આપ્યો. હવે અહીં શરૂ થાય છે કથાનું હાર્દ અને કપિલનું જીવનપરિવર્તનઃ
કપિલને માગવાનું હતું (મળવાનું હતું, “બે માસા સોનું” તેને બદલે રાજા તૃષમાન થતાં ઇરછે તે માગવાનું કહેતા, કપિલ વિચારે છે કે શું માગવું ? વિચારતાં બે માસાથી આગળ વધતા વધતા તેની લોભવૃત્તિએ તેના મન પર કબજો જમાવી બે માસાથી આગળ વધતા હજાર સુવર્ણ મુદ્રા, તેનાથી સંતોષ ન થતાં લાખ-ક્રોડ યાવતુ પૂર્ણ રાજય જ માગવા સુધી તેની લાલસાની તીવ્રતાએ પહોંચાડ્યો. અહીં તેને એક ઝાટકો લાગ્યો કે જેણે મારા પર કૃપા કરી માગે તે આપવા સ્વીકાર્યું તેના રાજ્યને ‘હડપ’ કરવા સુધીની અધમતા સુધી પહોંચાડનાર તો મારી લોભ-લાલસા વૃત્તિ જ ને? તે મળતા પણ તૃપ્તિ થાશે કે નહીં તેની ખાતરી શી ? આ તો કૃતજ્ઞતાને બદલે કૃતજ્ઞતા કહેવાય ! આમ વિચારશ્રેણી - પોતાની અધમતાના પશ્ચાત્તાપે તેને લોભવૃત્તિની પ્રબળતામાંથી જાગૃત કર્યો. “લોભ એ જ સર્વ પાપ અને દુ:ખનું મૂળ છે” તે પરમ સત્યનો બોધ થતાં અને “સંતોષ જેવું અન્ય સુખ બીજું કંઈ નથી” એમ સમ્યફ વિચારે તેને વધુ ચિંતન કરવા સંસાર છોડી સાધુપણું પ્રાપ્ત કરી, ચારિત્ર-તપ દરમ્યાન ચિંતનમાં ઊંડો ઉતરતા મોહનીય કર્મ ક્ષીણ થવા લાગતાં ક્ષપક શ્રેણી આરૂઢ થઈ “કૈવલ્ય’ પામી કપિલ નામે ગરીબ દરિદ્ર બ્રાહ્મણ ‘સ્વયંબુદ્ધ' કપિલ કેવળી બની સાધનાને શિખરે ગુણસ્થાનક શ્રેણીના ૧૩ મા સ્થાનથી આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ શાશ્વત સિદ્ધિના લક્ષ્યને પામ્યા.
+ ૨૩૦ •
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો આ કથાનકથી આપણને લોભ કષાયનું સ્વરૂપ અને તેનાથી થતી તૃષ્ણાવૃદ્ધિનું દુઃખ, છેવટે તીવ્ર પશ્ચાત્તાપ દ્વારા સંતોષ યાવત્ સર્વત્યાગ રૂપી ગુણ પ્રાપ્ત થતાં આત્માને પરમ ગતિ તરફ લઈ જાય છે, તેવો ઉત્તમ બોધ પ્રાપ્ત થાય છે. આ સર્બોધના સ્પંદનનું હવે સાંપ્રત જીવનમાં નિરૂપણ કરીએ.
આ કથા સાંપ્રત જીવનમાં ઘટાવતા મુખ્ય બોધ એ ગ્રહણ કરવાનો કે ચાર કષાય પૈકી ‘લોભ' કષાય ખતરનાક છે. (લોભને પાપનો બાપ કહેવાય છે.) અપેક્ષાએ વિચારીએ તો ચાર કષાય એ મૂળ દોષ રાગ અને દ્વેષમાં સમાવિષ્ટ છે. લોભકષાય ‘રાગ’ ના પરિવારમાં આવે છે. અહીં પણ આપણે જોયું કે ‘લોભ’ વિષેનું કપિલનું ચિંતન છેવટે રાગથી વૈરાગ્ય યાવત્ વીતરાગતા (કૈવલ્ય) માં પરિણમ્યું. વર્તમાન જીવનમાં ‘લોભ” ની બોલબાલા છે. સત્તાનો લોભ રાજકારણને કેટલું કલુષિત, હીન-તિરસ્કૃત બનાવે છે ! વર્તમાનમાં ફાલેલ અને ફૂલેલ ભ્રષ્ટાચારના મૂળમાં શું છે ? ‘લોભ” કે બીજું કંઈ ? લાખોપતિથી કરોડપતિ - કરોડપતિથી અબજપતિ આજની ભાષામાં - યુગમાં માનવી અવિવેકી બની Millionaire - Billionaire થવા અથવા Multi millionere થવા, પ્રશસ્ત કે અપ્રશસ્ત કોઈપણ માર્ગ અપનાવે છે. જરાપણ શરમ-સંકોચ અનુભવતો નથી. રોજ છાપા ઉથલાવે તો ‘લોભ' વશ જે અપરાધો આચરાય છે તેવા સમાચાર આવે છે. અરે, પંચેન્દ્રિય જીવ – માનવહત્યા કે બળાત્કાર સુદ્ધા થાય છે. તેના મૂળમાં ‘લાલસા-લોભ' જ છે. સુધરેલા સમાજમાં પણ ‘સંપત્તિ' નો લોભ લગ્ન, વેવિશાળમાં કરિયાવરના રૂપે અગત્યનો ભાગ ભજવે જ છે ને ! ખાનદાન કુટુંબની આજની વ્યાખ્યામાં વાડી, બંગલા, બિઝનેસ-ઉદ્યોગો જ અન્ય ગણતરી કરતાં વધુ અગ્રતાક્રમ – ભાગ ભજવે છે.
- ૨૩૧
Page #118
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો મુખ્યત્વે આત્મવિકાસના માર્ગે ભૌતિક વિકાસ મર્યાદા ૪૯% અને નૈતિક આધ્યાત્મિક વિકાસ ૫૧% થી શરૂઆત કરી ભૌતિકતા % ને ક્રમશઃ ઘટાડી તેટલા આધ્યાત્મિકતા - નૈતિકતા વધારી રૂપિયા-સંપત્તિ ઉપાર્જનને બદલે પુણ્યાનુબંધી પુણ્ય' ઉપાર્જન કરશે અર્થાત્ સંપત્તિનો સવ્યય કરશે તો સિદ્ધ દશા બહુ દૂર નહીં હોય. સંસાર પરિમિત થતાં હળુકર્મી થવાથી જન્મ-મરણના ફેરા અટકશે અને “સ્વ” “પર” નું હિત સાધી, જીવન સાર્થક બનશે.
(જૈન ધર્મના અભ્યાસુ રમેશભાઈ નિવૃત્ત બેંક મેનેજર છે. સ્વાધ્યાય અને સાધુ-સંતોની વૈયાવચ્ચમાં રસ ધરાવે છે.)
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ‘માલદાર' પાર્ટી આગળ બધું ગૌણ બની જાય છે. સામાજિક-રાજકીય કે વ્યાવસાયિક ક્ષેત્રે પણ માણસની કિંમત તેના Business Capital ની Networth પરથી થાય છે. Global - વિદેશયાત્રા કે Five - Seven Star Culture ના મૂળમાં શું છે ? ફક્ત આર્થિક નહીં, લોભનું વિસ્તરણ – વિષય ભોગલાલસા અને નૈતિક અધઃપતન સુધી દોરી જાય છે. સુ ‘સંસ્કાર” ને જે ઘસારો લાગ્યો છે તેમાં પણ મૂળ તો લોભ જ ‘પરિગ્રહ' ના રૂપમાં છે. “નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથાલાલ” કહેવત એમ જ નથી પડી. આજે, અહીં પુણિયા શ્રાવક કરતાં આનંદ, કામદેવાદિની બોલબાલા વધુ છે.
આપણા તીર્થકરો – મુનિવરોએ જે પાંચમું અણુવ્રત કહ્યું છે તેમાં બાહ્ય અને આત્યંતર પરિગ્રહનું પરિણામ નક્કી કરી જીવનઘડતર કરવાનું રહે છે. માનવની આવશ્યકતાના મૂળમાં રોટી, કપડાં, મકાન, કેળવણી – શિક્ષણ અને તંદુરસ્તીની જાળવણી - સ્વસ્થ જિંદગી જીવવા પર્યાપ્ત છે અને જેમ કપિલ માટે કોઈ માગવાની Limit ન હતી અને અંતરાત્મા જાગૃત થતાં પાછો ફર્યો તેમ આપણે સૌએ પણ માલ-મિલકત વગેરે જીવનની Asset Side માં મર્યાદા સ્વીકારી Maximum Limit નક્કી કરવી જ જોઈએ. તો જ સાચો સમજવાદ આવશે. “કહેવાતા સમાજવાદ કરતા સમજવાદ વધુ અગત્યનો છે.” જૈનદર્શનની કર્મ Theory વિશેષ તો એ તત્ત્વજ્ઞાન કે “સંપત્તિ – પુણ્યાધીન છે, પુણ્ય સત્કાર્ય દ્વારા નવ પ્રકારે ઉપાર્જન થાય છે” તે સમજવાનું છે. જૈન આગમ સાહિત્યમાં આદર્શ શ્રાવકનું જીવન કેવું હોવું જોઈએ તેનું વિસ્તૃત વર્ણન છે. પુણિયા શ્રાવક જેવું ભલે ન થવાય પણ આનંદ, કામદેવ જેવા થવાનું લક્ષ રાખીએ તો પણ વર્તમાન જૈન સમાજ – રાષ્ટ્ર - વિશ્વ અને
- ૨૩૨ -
- ૨૩૩
Page #119
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
વિનય અને વૈયાવૃત્યને ઉજાગર કરતી
પંથકમુનિની કથા
- ગુણવંત બરવાળિયા
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો સમગ્ર માનવજાતના કલ્યાણ માટેની હિતચિંતાનો ભાવ, અકારણ કરુણાના કરનારા પ્રભુ મહાવીરને સતત દેશના આપવા પ્રેરે છે. તેને કારણે માત્ર જૈન સાહિત્યને જ નહીં પરંતુ વિશ્વના દર્શન સાહિત્યને એક અમૂલ્ય ભેટ મળે છે.
આગમનું ચિંતન, સ્વાધ્યાય અને પરિશીલન અજ્ઞાનના અંધારા દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. જૈન તત્ત્વજ્ઞાનનું આચારશાસ્ત્ર તથા વિચાર દર્શનના સુભગ સમન્વય સાથે સંતુલિત તેમજ માર્મિક વિવેચન આગમમાં છે, તેથી તેને જૈન પરંપરાનું જીવનદર્શન કહી શકાય.
પાપ-પ્રવૃત્તિ અને કર્મબંધનમાંથી મુક્ત થઈને પંચમગતિના શાશ્વત સુખો કઈ રીતે પામી શકાય તે અહિંસાના પરમ ધ્યેયની પુષ્ટિ કરવા સદ્દગુણોની પ્રતિષ્ઠા આ સંપૂર્ણ સૂત્રોમાં કરી છે.
આગમના નૈસર્ગિક તેજપુંજમાંથી એક નાનકડું કિરણ મળે તો પણ આપણું જીવન પ્રકાશમય થઈ જાય. આત્માને કર્મમુક્ત થવાની પાવન પ્રક્રિયામાં પ્રવાહિત કરતાં આગમસૂત્રો, આત્મ સુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે.
જ્ઞાતાસૂત્રજીના અધિકારના પાંચમાં અધ્યયનમાં પંથકમુનિની કથા છે. શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રમાં જનસમાજને ધર્મ અને સદાચારની સમજણ આપતી કથાઓ છે.
ભગવાન મહાવીરે જગતના અનેક પ્રકારના જીવોની રુચિઓનું દર્શન કરેલું છે, અને તેની અલગ પ્રવૃત્તિ પ્રમાણે અલગ અલગ બોધવાક્યોથી સાધકોને જ્ઞાન તરફ, જીવનમૂલ્યો તરફ વાળેલાં છે અને એવા જ એક આગમનું નામ છે જ્ઞાતાધર્મકથા. આ સૂત્રમાં જનસામાન્ય વાર્તાઓ, લોકભોગ્ય કથાઓ દ્વારા બોધ આપેલ છે.
પ્રબુદ્ધ કરુણાના કરનારા ભગવાન મહાવીરે ઉપ્પનેઈવા, વિગમેઈવા અને ધુવેઈવા - આ ત્રિપદી દ્વારા દેશના આપી. ગણધર ભગવંતો દ્વારા આ ઉપદેશનો આગમરૂપે જનસામાન્ય બોધરૂપે ગુંથન થયો.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૯૮૦ વર્ષ પછી પૂ. શ્રી દેવર્ધગણિને અનુભૂતિ થઈ કે કાળક્રમે માનવીની સ્મૃતિ ઓછી થતી જાય છે, જેથી પૂજયશ્રીએ ભગવાન મહાવીરનો આ દિવ્ય વારસો જળવાઈ રહે તે માટે વલ્લભીપુરમાં ૫૦૦ સાધુ મહાત્માઓના સહયોગથી સતત ૧૩ વર્ષના પુરુષાર્થથી લેખનકાર્ય દ્વારા લિપિબદ્ધ કર્યો...
પૂર્વાચાર્યોએ શ્રમણ સંસ્કૃતિની જ્ઞાનધારા ગતિમાન રાખવા માટે સમયે સમયે આગમોનું સંપાદન, સંશોધન, સંવર્ધન અને સંકલન કરી અદ્ભુત યોગદાન આપ્યું છે.
- ૨૩૪ -
- ૨૩૫
Page #120
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ભગવાનના સમયમાં ત્રણ કરોડ વાર્તાઓ હતી પરંતુ વર્તમાને જીવન જીવવાની કળા ૧૯ વાર્તા દ્વારા, બની ગયેલી ઘટનાઓના આધારે કરેલી છે.
આ આગમમાં મહાપુરુષોના જીવનની સત્યઘટનાઓ અને ઔપદેશિક કથાનકોનો વિપુલ સંગ્રહ છે. આ ધર્મકથાનું શ્રવણ, બાલજીવોને ધર્મપ્રીતિ પ્રેરનારું બની રહે. ધર્મમાર્ગમાં સ્થિર કરનારું બની રહે.
જીવન જીવવાના અનેક દૃષ્ટિબિંદુ આપેલાં છે. જેમ કે પોઝિટીવ થિકિંગ કઈ રીતે રાખવું, સમુદાયની વચ્ચેના જીવનમાં સમુદાયધર્મ કઈ રીતે નિભાવવો, પરિવારમાં વડીલોનું સ્થાન કેવું હોવું જોઈએ, નાનાએ મોટાનું કઈ રીતે સન્માન આપવું જોઈએ વગેરે.
આ સૂત્રમાં ભગવાન મહાવીરે ‘ક્રિએટીવ પરસન’ કઈ રીતે પ્રગતિ કરી શકે છે, અંદરની જ્ઞાનશક્તિને વાપરવાથી કઈ રીતે સફળતા મળે છે તેનું વર્ણન છે.
આ સૂત્રમાં વડીલો દ્વારા નાનાનો નિગ્રહ કેમ કરવો, કોઈપણ દુઃખની ક્ષણને સુખમાં કઈ રીતે પલટાવી શકાય તેનું વર્ણન કરેલું છે.
ભગવાન મહાવીરે, આકર્ષણ અંતે પતનનું કારણ બને છે તે માર્મિક સત્યને અનેક કથામાં વર્ણન દ્વારા સિદ્ધ કર્યું છે. જ્ઞાતાધર્મકથા કથાસાહિત્યની દૃષ્ટિએ ઉત્તમ રહેલ છે, તેમાં તે સમયના નગરોની રચના, તે સમયનાં મકાનોની રચના અને સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર આ કથાઓમાં બતાવેલી છે.
વાસ્તુશાસ્ત્ર, નગરરચના, જીવનવ્યવસ્થા, જીવનશૈલીમાંથી ઉદ્ભવતા પ્રશ્નો અને તેનું સમાધાન જાણવાની ઇચ્છાવાળાઓએ જ્ઞાતાધર્મકથા સૂત્ર વાંચવું જોઈએ.
જ્ઞાતાધર્મ કથામાં દર્શાવેલી તે સમયની જીવનશૈલી આજે પણ ઉપકારક
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો છે તે કથા વાંચતા જરૂર સમજાઈ જશે. જીવન જીવવાનાં મૂલ્યો માટેનું કથાસાહિત્યનું ઉત્તમ આગમ છે.
અહીં કેટલાક મનોવૈજ્ઞાનિક રહસ્યોનું ઉદ્ઘાટન થયું છે. શ્રીકૃષ્ણ યુદ્ધ કરવા જતી વેળાએ આત્મવિશ્વાસથી કહે છે કે હું જીતીશ અને તેમ જ થાય છે. આ પોઝિટીવ થિંકિંગની વાત છે. બે મિત્રોને મોરનાં ઈંડા મળે છે. પહેલો મિત્ર સતત ચિંતવે છે કે આ ઈંડામાંથી એક સુંદર બચ્યું જરૂર બહાર આવશે. બીજાને વિશ્વાસ નથી. તે વિચારે છે કે કદાચ બચ્ચું બહાર ન પણ આવે. પહેલાંને સુંદર બચ્ચું મળે છે. શંકા છે તેને મૃતપ્રાયઃ મળે છે. આ નકારાત્મક વિચારોનું પરિણામ દર્શાવે છે.
માનવીય વૃત્તિ છે કે તેને જે વસ્તુની ના પાડવામાં આવે તેને તે કરવાનું વધુ મન થાય છે. તે વાત જિનપાલ અને જિનરક્ષિતની કથામાં છે.
આપણા પૂર્વના વધુ દુઃખો કે અન્યના વધુ દુ:ખોની સરખામણી વર્તમાન દુઃખો સાથે કરતાં આપણું વર્તમાનનું દુ:ખ નાનું લાગશે, તે મેઘકુમારની કથા દ્વારા સમજાવવામાં આવ્યું છે. શેલક રાજર્ષિ અને બહુસૂત્રીય પંથકમુનિની કથા વિનય અને વૈયાવચ્ચેના ભાવને ઉજાગર કરે છે.
એક સમયે શુક અણગાર વિચરતા વિચરતા શેલકપુર પધાર્યા. “શેલક રાજા પંથકજી” આદિ પાંચસો મંત્રીઓ સહિત દર્શનાર્થે આવ્યા અને દેશના સાંભળી વૈરાગ્ય પામી પાંચસો મંત્રી સહિત દીક્ષા લીધી. શુક અણગારે પંથકજી સહિત પાંચસો મુનિઓને શેલક રાજર્ષિને સોંપી, પોતાનો અંતિમ સમય આવ્યો જાણી પુંડરગિરિ પર સંથારો કરી શિષ્યો સહિત મોક્ષે ગયા.
શેલક રાજર્ષિને નીરસ આહારાદિને કારણે પિત્તજવર લાગુ પડ્યો. વ્યાધિ સહિત વિચરતા શિષ્યો સાથે શેલકપુર પધાર્યા, મંડુક રાજાએ વ્યાધિથી
૨૩૬
૨૩૦
Page #121
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો દુર્બળ બનેલા રાજર્ષિને તેમની યાન (૨થ) શાળામાં પધારવા વિનંતી કરી. વૈદો પાસે ચિકિત્સા કરાવી. યોગ્ય ઉપચાર અને પથ્ય આહારથી રોગ મટી ગયો, તો પણ શેલક રાજર્ષિએ રસપ્રચૂર આહાર છોડ્યા નહિ. બલ્ક અતિ લુબ્ધ બની પોતાના ધાર્મિક ક્રિયા અનુષ્ઠાન કરવામાં શિથિલ બન્યા. સાજા થઈ જવા છતાં વિહાર કરવા તૈયાર ન થયાં, તેથી પંથક મુનિ સિવાય બાકીના ૪૯૯ શિષ્યો ચાતુર્માસ નજીક આવતું હોવાથી વિહાર કરી ગયા. પંથક મુનિએ જરાય કચવાયા વગર આખું ચાતુર્માસ ગુરુજીની સેવા કરી. શેલક રાજર્ષિ તો રસપ્રચૂર આહારાદિ લઈ પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા કરવાનું છોડી દઈ આરામથી સૂઈ રહેતા. આમ કરતાં કાર્તિકી પૂર્ણિમાં આવી. પંથકજી પ્રતિક્રમણ કરી ગુરુને વાંદવા જતાં, તેમનું મસ્તક સૂતેલા ગુરુને અડી ગયું. તેથી જાગી જઈ ગુરુ ક્રોધે ભરાયા ને પંથકજીને શા માટે જગાડ્યો તે પૂછવા લાગ્યા. પંથકજીએ વિનયપૂર્વક ખમાવતા કહ્યું, “ગુરુદેવ આજે ચૌમાસી મોટી પાખી છે. તેથી પ્રતિક્રમણ કરીને આપને વંદન કરવા જતાં મસ્તક અંધારામાં અડી ગયું. તો તે માટે મને ક્ષમા કરો. ફરી આમ નહિ કરું.” પંથકજીના આ વિનયપૂર્વકના કથનથી, ગુરુ દ્રવ્યનિદ્રાની સાથે ભાવનિદ્રાથી પણ જાગ્રત બની ગયા. પોતાની ભૂલનું ભાન થયું. પંથકજીને ખમાવ્યા ને આલોચના, પ્રાયશ્ચિત્ત કરી બીજે જ દિવસે પંથકમુનિ સાથે વિહાર કરી ગયા. ૪૯૯ શિષ્યો જે ચોમાસા પહેલાં વિહાર કરી ગયેલા તે પણ ગુરુની સેવામાં આવી પહોંચ્યા. “વિનય મૂલો ધર્મ” નું પંથકજી શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયા.
ત્યાર પછી શેલક રાજર્ષિએ ઉત્કૃષ્ટ આરાધના કરી શત્રુંજય પર્વત પર શિષ્યો સાથે જઈ, થાવચ્ચપુત્ર અણગારની જેમ સંથારો કરી, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો જૈનાચાર્યો, પંડિતો, સંત-સતીજીઓ અને વિદ્વાન શ્રાવકોએ સમયે સમયે જૈનકથાઓનું નિરૂપણ કર્યું છે. આ કથાઓ જનરંજન માટે પ્રયોજાયેલી નથી. જૈન કથાનુયોગની લાખો કથાઓ, જીવનઘડતર, સદાચાર અને આત્મોત્થાન કરાવનારી છે.
બહુસૂત્રીય પંથકમુનિ અને શેલક રાજર્ષિનું આ કથાનક આપણા જીવનને એક નિરાળો સંદેશ આપે છે.
આ કથા વિનય અને વૈયાવચ્ચનું આપણા જીવનમાં અવતરણ થાય તેવા પ્રેરક બળને પૂરી પાડનાર છે.
શાસ્ત્રકાર પરામર્શીઓએ ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય બતાવ્યો છે. વિનય વિના સમતિની પ્રાપ્તિ થતી નથી.
આ કથાનકમાં ગુરુને ખમાવવા જતાં તેમનો સ્પર્શ થાય છે. ગુરુ ક્રોધિત થાય છે, છતાં શિષ્ય નમ્રતાથી ક્ષમાયાચના કરે છે. આ છે વિનયધર્મની પરાકાષ્ઠા.
વૈયાવચ્ચમાં વિનય અભિપ્રેત જ હોય, વિનય વિનાની વૈયાવચ્ચ વાંઝણી છે. વિનય અને વૈયાવચ્ચ એક સિક્કાની બે બાજુ છે.
બીજું, આ કથામાં આપણે પંથકમુનિની વૈયાવચ્ચ ભાવનાના દૈદિપ્યમાન પાસાના દર્શન કર્યા તેથી અહીં આપણે સેવા-વૈયાવચ્ચ ભાવનાના વિવિધ પાસાઓનું ચિંતન કરીએ.
નગરથી ઉપવન તરફ જતાં રાજમાર્ગ પર ચાલી જતી બે સહિયરોએ એક દેશ્ય જોયું. કૌતુક ભરેલા દેશ્યને નિહાળવા એ બન્ને સખી આગળ ચાલી.
નગરશ્રેષ્ઠી હાથીની અંબાડી પર બેઠેલા હતા. બાજુમાં મહાવ્રત, આગળ-પાછળ સેવકો ચાલી રહ્યા હતા. રાજમાર્ગથી રસ્તો ફંટાયો, નાનકડો
+ ૨૩૮ -
- ૨૩૯
Page #122
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો રસ્તો ઉપવન તરફ જતો હતો ત્યાં શ્રેષ્ઠી હાથી પરથી ઊતર્યા અને ઘોડા પર બેઠા. થોડું આગળ ચાલતા એક પગદંડી આવી. શ્રેષ્ઠી ઘોડા પરથી ઊતર્યા, અનુચરો પાલખી લઈને ઊભા હતા તેમાં શ્રેષ્ઠીને બેસાડી ઊબડ-ખાબડ કેડી પર જરા પણ આંચકો ન આવે તેમ ભોઈ-અનુચરો પાલખી ઊંચકીને ચાલવા લાગ્યા. ઉપવન આવતાં શ્રેષ્ઠી નીચે ઊતર્યા અને મખમલી તળાઈ સાથેની ફૂલશૈયા પર સૂતા. અનુચરો પગ દબાવવા લાગ્યા. એ કૌતુકભર્યુ દશ્ય જોતાં એક સખી બીજી સખીને પૂછે છે :
હાથી બેઠો, ઘોડે બેઠો, બેઠો પાલખીમાંય, કિયા દિનકો થકો, સખીરી પડ્યો દબાવત પાય”
આ શેઠ હાથી-ઘોડા ને પાલખીમાં જ બેઠા છે. ચાલ્યા લગીરે નથી, તો કયા દિવસનો એવો તે તેને થાક લાગ્યો કે પગ દબાવે છે. સખી જવાબ આપે છે :
સાધુ સંત કી સેવા કિની, ચાલ્યો અણવણ પાય,
તા' દિનકો થકો સખીરી, પડ્યો દબાવત પાય. હે સખી, તું સાંભળ! પૂર્વભવમાં આ શેઠે સાધુ-સંતની ખૂબ વૈયાવચ્ચ, સેવા-સુશ્રુષા કરી હતી. પાદવિહારમાં સાધુ-સંત સાથે ઉઘાડે પગે ચાલ્યો હતો. પૂર્વના એ થાકને ઉતારવા તેના દેહને વિશ્રામ આપવા અનુચરો પગ દબાવે
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો વૈયાવચ્ચ કે વૈયાવૃત્ત શબ્દમાં, સેવા-સુશ્રુષાની પવિત્ર ભાવના અભિપ્રેત છે.
જૈન ધર્મમાં બાર પ્રકારનાં તપ દર્શાવવામાં આવ્યા છે. છ બાહ્યતા અને છ આત્યંતર તપ. વ્રત-તપના પ્રેરક જૈનાચાર્યોએ ત્રીજા આત્યંતર તપનું જૈન વ્રત-તપમાં વિશ્લેષણ કરતાં કહ્યું છે કે :
જ્ઞાની અને તપસ્વી, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ-સાધ્વી તથા વડીલ, વૃદ્ધ, બીમાર, અપંગ આદિની વિવિધ પ્રકારે ઉચિત સેવાભક્તિ કરવી તે જ વૈયાવૃત્ત નામનું તપ. ગુણોમાં અનુરાગપૂર્વક સંયમી પુરુષો તેમ જ અઠ્ઠમ અથવા તેથી વધુ તપ કરનાર તપસ્વીઓનો ખેદ દૂર કરવો, પગ વગેરે દાબવાચોળવા, ચંદન કે શીતળ દ્રવ્યનું લેપન કરવું, લવિંગનો ખરડ કરવો તેમ જ તેમનાં સુખ-સગવડનો ખ્યાલ રાખવો અને એમ કરીને તેમને સુખ-શાતા ઉપજાવવાથી આ તપ થાય છે. ચતુર્વિધ સંઘની અને કુટુંબીજનોની ઉચિત સેવાભક્તિ કરવી તે પણ આ તપનો જ પ્રકાર છે. આ સર્વ પાત્રોને યોગ્ય રીતનાં શયન-સ્થાનની વ્યવસ્થા, સમયસર ઔષધિ આપવી, શારીરિક સ્વચ્છતા જાળવવામાં મદદ કરવી, અંગત વપરાશના સાધનોની સફાઈ કરવી, નિર્દોષ આહાર યોગ્ય સમયે આપવો, વ્યાધિપીડિત અંગોની સફાઈ કરવી, વસ્ત્રો ધોઈ આપવાં, પ્રવાસમાં મદદ કરવી, હલનચલનમાં ટેકો આપવો, હળવો વાર્તાવિનોદ કરવો, પત્રવ્યવહારમાં મદદ કરવી એવી અનેકવિધ રીતે સેવાશુશ્રુષા કરવી તે જ વૈયાવૃત્ય.
વૈયાવૃત્ય કરનારને શ્રદ્ધા, ભક્તિ, વાત્સલ્ય, વિચ્છિન્ન સમ્યકત્વનું પુનઃસંધાન, તપ, પૂજા, તીર્થ, સમાધિ વગેરે પ્રાપ્ત થાય છે. જિનાજ્ઞાનું પાલન, સંયમ, સહાય, દાન, નિર્વિચિકિત્સા, પ્રભાવના, કાર્ય-નિર્વહણ, મૈત્રી, કરુણા
સખીઓના સંવાદનો એવો સંકેત છે કે પૂર્વે સાધુ-સંતની વૈયાવચ્ચ, સેવા-સુશ્રુષા કરનારને તેના પ્રચંડ પુણ્યોદયે કેવી સમૃદ્ધિ મળે છે.
અહીં ભાવપૂર્વક વૈયાવચ્ચ કરનારને થનાર પુણ્યબંધ પ્રતિ અંગુલિનિર્દેશ અભિપ્રેત છે.
- ૨૪૦
- ૨૪૧
Page #123
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો વગેરે વૈયાવૃત્ય કરનારના ગુણ છે. વૈયાવૃત્યતા શ્રાવકો માટે મુખ્ય અને સાધુઓ માટે ગૌણ છે. વૈયાવૃત્ય એ ધ્યાનના ઊંડાણની પારાશીશી છે. વૈયાવૃત્ય એ પોતાની જાતમાંથી બહાર નીકળવા માટેનું બારણું છે. ધ્યાન દ્વારા તપસ્વી જેને અંતરના ઊંડાણમાંથી પામવા મથે છે તેને જ વૈયાવૃત્ય દ્વારા પ્રત્યક્ષપણે પામી શકાય છે. આત્માનો વિસ્તાર થતો અનુભવાય છે. એક એવી પરમ અવસ્થા પામી શકાય છે કે જયાં ધ્યાન અને વૈયાવૃત્ય એકરૂપ બની જાય છે.
શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ ઉપદેશકની ૧૮ મી ગાથામાં કહ્યું છે કે, સાધકે માન અને અપમાનમાં કેટલી સમતા કેળવી છે ? તેની ભિક્ષામય જીવનથી કસોટી થાય છે. ભિક્ષા એ ત્યાગી જીવનનું કપરું અને કઠિન વ્રત છે. ભિક્ષા અને પાદવિહાર એ બે એવાં જ્ઞાનના સાધનો છે, કે જે જ્ઞાન ભૂગોળના કે માનસશાસ્ત્રોના અનંત ગ્રંથોથીય ન મળી શકે એવું લોકમાનસનું જ્ઞાન આ બે સાધનો દ્વારા મળી રહે છે અને ત્યાગી જીવનના આદર્શનો પ્રચાર પણ આ બે સાધનો દ્વારા સહેલાઈથી, ગામડે ગામડે ઘરે ઘરે પહોંચી વળે છે. એ દૃષ્ટિએ જ શ્રમણસંસ્થા માટે આ બે સાધનો નિર્માયા છે.”
પ્રથમ તીર્થકર ઋષભદેવ આદિનાથથી શરૂ કરી ચરમતીર્થકર ભગવાન મહાવીરસ્વામી સુધીના તમામ તીર્થકરોએ પાદવિહાર અને ભિક્ષાચરી દ્વારા સંયમજીવનનું પાલન કર્યું.
ભગવાન મહાવીર નિર્વાણ પછીના કેટલાક સમય સુધી તો જૈન મુનિ ભગવંતો ગામબહાર ઉદ્યાનમાં ચાતુર્માસ કરતાં. શેષકાળમાં પણ મુનિઓ ગામબહાર રાજા, શ્રેષ્ઠી, શ્રાવકોના ચૈત્યો, ઉપવનો, વિહારો કે ઉદ્યાનમાં રોકાતા અને સ્વની સાધના સાથે પરનું કલ્યાણ કરતાં.
સમયના સાંપ્રત વહેણમાં શ્રાવકોના વસવાટને કારણે ગામ, નગર અને મહાનગરોમાં અનેક ધર્મસ્થાનકો થયા અને સાધુસંતો તેમાં ચાતુર્માસ અર્થે કે શેષકાળમાં પધારી સ્વસાધના અને ધર્મજાગૃતિનું કાર્ય કરવા લાગ્યા.
- પ્રદૂષિત હવા-પાણીના કારણે અને કાળના પ્રભાવે, શરીરના સંઠાણ (સંઘયણ) પરિવર્તનોને કારણે ખાસ કરીને મોટી ઉંમરના સાધુ-સંતો માટે પાદવિહાર કઠિન બની ગયો.
શ્રાવકો માટે સંતોની વૈયાવચ્ચ માટે બે પાસાં ઊપસી આવ્યાં. એક વિહાર કરી શકે તેવી ઉંમર અને શારીરિક ક્ષમતા ધરાવતા સંતોની બીમારી કે અકસ્માત વખતેની વૈયાવચ્ચ અને મોટી ઉંમરના વિહાર કે ગોચરી માટે ફરી ન શકે તેવી શારીરિક ક્ષમતા ગુમાવેલા સંતો, નાની ઉંમર હોવા છતાં ભયંકર રોગનો ભોગ બનેલા કે અકસ્માતને કારણે શારીરિક વિકલાંગતા કે અશક્તિ આવતા વિહારાદિની શારીરિક ક્ષમતા ગુમાવતા સંતોના સ્થિરવાસ અને વૈયાવચ્ચની વ્યવસ્થા કરવાનું શ્રાવકો માટે જરૂરી બન્યું.
વિશ્વની તમામ ધર્મપરંપરાએ સહાનુભૂતિની વાત કહી છે, જયારે જૈન ધર્મ ત્યાંથી આગળ વધીને સમાનાભૂતિની વાત કરી છે. સહાનુભૂતિમાં અનુકંપા અને દયા અભિપ્રેત છે, જયારે સમાનાભૂતિમાં ગૌરવ અભિપ્રેત છે. અન્યને દુ:ખ કે પીડા ઉત્પન્ન થતાં હું દુઃખી થાઉં, પીડિત વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ પાઠવું તે એક વાત, પણ અન્યનાં દુ:ખ કે પીડા જોઈ માત્ર દુઃખી ન થાઉં, પરંતુ મને એવા જ પ્રકારનું દુઃખ થયું છે એવી અનુભૂતિ કરું. જેવો મારો આત્મા છે એવો જ સામેની પીડિત વ્યક્તિનો આત્મા છે. આ દુઃખ મને થઈ રહ્યું છે એવી વેદનાની અનુભૂતિ કરું અને પછી તેની સેવા-વૈયાવૃત્ય કરું
- ૨૪૨ -
- ૨૪૩
Page #124
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો વૈયાવચ્ચનો ગુણ ધારણ કરનાર, એને જીવનમાં ચરિતાર્થ કરનાર વંદનને પાત્ર છે.
સેવામૂર્તિ નંદિષણની કસોટી કરવા પરુની દુર્ગંધવાળા મુનિ દેહરૂપ ખુદ ઈન્દ્ર આવ્યા અને નંદિષેણે ભાવપૂર્વક વૈયાવચ્ચ કરી કસોટીથી પાર ઊતર્યા. મરૂદેવી માતા, પૂ. સુમર્થમલજી, શૈલકરાજર્ષિ અને બહુસૂત્રી પંથકમુનિ, વૈયાવચ્ચ ભાવનાનું પાવનસ્મરણ કરી અભિવંદના કરીએ.
(ગુણવંતભાઈએ સી.એ. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ શૈક્ષણિક, ધાર્મિક અને આરોગ્યને લગતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમના લખેલા અને સંપાદિત થયેલા ૬૦ પુસ્તકો પ્રગટ થયા છે. જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે. જૈન વિશ્વકોશ, ગુજરાત વિશ્વકોશ અને જૈન આગમ મીશન સાથે જોડાયેલા છે.)
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો તો એ નિજી સંવેદના બની જશે. વળી, પંચમહાવ્રતધારી સંતો તો આપણા પૂજનીય છે માટે સેવા અને વૈયાવૃત્યમાં ફરક છે. સેવા એટલે રાહતનું ગુંજન, વૈયાવચ્ચ એટલે રત્નત્રયીનું પૂજન.
સાધુ-સંતો તો પરિષહો સહેતા આવ્યા છે. ઉપસર્ગો સામે ઝઝૂમે છે માટે વૈયાવચ્ચ એ સંતોની સેવા જરૂરિયાત નથી, આપણા હૃદયની સંવેદના છે. જયારે કાયાની માયા વિસારનારા સંતને અસમાધિ થાય ત્યારે આપણે નમ્રતા સાથે વંદના કરી વિનંતી કરી કે અમને વૈયાવચ્ચનો લાભ આપો.
ઉપ એટલે સમીપ, યોગ એટલે જોડાવું. જે ક્રિયા આત્માની સમીપ જવામાં સહકારી નીવડે એ ઉપયોગ ગણાય. સેવા એ સહયોગ છે, તો વૈયાવચ્ચે એ ઉપયોગ છે.
વૃદ્ધ માતા-પિતા, રુષ્ણુ, ગુરુ કે સંતની વૈયાવચ્ચ કરનારની સ્મરણશક્તિમાં વૃદ્ધિ થાય છે. તેને વિદ્યા અને જ્ઞાનપ્રાપ્તિ સુલભ બને છે. વૈયાવચ્ચનો ધર્મ આપણામાં એવી રીતે પ્રતિષ્ઠિત થવો જોઈએ કે જે સાધુઓનાં વ્રતોને લક્ષમાં રાખીને જ કરવામાં આવે. વ્રતમાં શક્ય એટલા દોષ ન લાગે તેની ઝીણવટભરી કાળજી સાવધાનીમાં જ વિવેક અભિપ્રેત છે.
સંત-સતીજીઓ માટે શક્ય એટલી વધુ આરાધનાધામોમાં વૈયાવચ્ચની સગવડો ઉપલબ્ધ થાય, જરૂરિયાત પ્રમાણેનાં સેવાકેન્દ્રોનું નિર્માણ થાય તેની મહાસંઘો કે મહાજન સંસ્થાઓ કાળજી લેશે તો શાસનનું ગૌરવ જળવાશે. તીર્થંકર નામકર્મ ઉપાર્જનના વીશ બોલમાં ૧૬ મો બોલ વૈયાવચ્ચનો છે. સાધુ-સંતોની ઉત્કૃષ્ટભાવે વૈયાવચ્ચ – સેવા કરવાથી સ્વયં ભગવાન બની શકાય છે અને કહ્યું છે કે, વૈયાવચ્ચ ગુણધરાણે નમો નમોઃ
- ૨૪૪.
+ ૨૪૫
Page #125
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
૩૧
ઉત્કૃષ્ટ ક્ષમાભાવનું દર્શન કરાવતી
ગજસુકુમાલની કથા
- ડૉ. પૂર્ણિમા મહેતા
- જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો - લાખ જીવાયોનિનાં ભવભ્રમણના ચક્રનો અંત કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી છે, તેવા તદ્દભવી મોક્ષગામી, ચરમશરીરી નેવું મહાન પુણ્યાત્મા મુનિઓના જીવનચરિત્રોનું વર્ણન છે. તેમાં શ્રેષ્ઠ કથાનકો સાથે સામાન્ય માનવીની કથારુચિ પણ સંતોષાય તેવી વિશિષ્ટ શૈલીથી, સહનશીલતાથી સફળતા સુધીની યાત્રાનું વર્ણન છે.
અંતગડસૂત્રમાં એક શ્રુતસ્કંધ છે. ૯૦ અધ્યયનો છે. ૯00 સૂત્રો છે. આ આગમ ઘણું જ ઉચ્ચ સ્થાન ધરાવે છે. ઉત્તર ભારતમાં પર્યુષણ પર્વનાં માંગલિક દિવસોમાં અંતકૃત આગમનાં એક એક વર્ગના વાંચન સાથે આઠ વર્ગની વાંચણી આઠ દિવસમાં પૂરી કરવામાં આવે છે. તેના આઠ વર્ગમાંના ત્રીજા વર્ગના આઠમાં અધ્યયનમાં ગજસુકુમાલના ઐતિહાસિક કથા પ્રસંગનાં ઉલ્લેખથી કદાચિતુ કોઈક જ જૈન અજાણ હશે. અનેક સાધુ-સાધ્વી ભગવંતો ગજસુકુમાલના ગુણગાન અલગ અલગ દૃષ્ટિકોણથી વર્ણવે છે. કથાનકનાં સર્જક મહાત્મા મુનિ ગજસુકુમાલનો જન્મઃવસુદેવના નંદન, ધન્ય ધન્ય ગજસુકુમાલ,
રૂપે અતિ સુંદર, કલાવંત વય બાલ... શ્રી નેમિ સમીપે, છોડ્યો મોહજંજાળ;
ભિક્ષુની પડિમાં, ગયા મસાણ મહાકાળ... દેખી સોમિલ કોપ્યો, મસ્તકે બાંધી પાળ;
ખેર તણા ખીર, શિર ઠવિયા અસરાળ... મુનિ નજર ન ખંડી, મેટી મનની જાળ, પરિષહ સહીને, મુગતિ ગયા તત્કાળ...
શ્રી મોટી સાધુવંદણા (ગાથા નં. ૬૨ થી ૬૫) + ૨૪૦
જેમ ગજ રણસંગ્રામે ચઢી માલિકને વિજય પ્રાપ્ત કરાવે, તેમ ગજસુકુમાલ સમતાગજની અંબાડી ઉપર આરૂઢ થઈ, સુકુમાલ બની સૌમિલ દ્વારા મારણાંતિક ઉપસર્ગમાં ઉત્કૃષ્ટ ક્ષમાભાવ ધારણ કરી શાંત-સૌમ્ય રસ સાથે પોતાના લક્ષ્યને, કેવળજ્ઞાનને પામી ગયા. આ અદ્ભુત કથાનક સાથે ‘અંતગડસૂત્ર' નામના આઠમા આગમનો પરિચય નીચે દર્શાવેલ છે. અંતગડસૂત્રનો પરિચયઃ
આ સૂત્રનું બીજું નામ “અંતકૃતદશાંગ’ પણ જોવા મળે છે. શ્રી અભયદેવસૂરિ મહારાજાએ દર્શાવ્યું છે તે મુજબ ‘ભવનો અંત કરે તે અંતકૃત'. સંસારનો સંપૂર્ણ અંત કરાવતી અંતઃકરણની યાત્રા. જેઓએ સંયમ-તપ સાધના દ્વારા નિરંતર શુદ્ધાવસ્થા તરફ ગમન કરતાં પરિષહ અને ઉપસર્ગોને સમભાવે સહન કરી, આઠે કર્મો પર વિજય પ્રાપ્ત કરી અંતિમ અંતઃમુહૂર્તમાં ચોર્યાસી
- ૨૪૬
Page #126
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો સૌરાષ્ટ્ર દેશની દ્વારકા નગરીના રાજા વસુદેવ અને રાણી દેવકીના પુત્ર તે ગજસુકુમાલ, જેઓ શ્રી કૃષ્ણ વાસુદેવના અનુજ અને બાવીસમા તીર્થંકર નેમનાથનાં પિતરાઈ પણ અને શિષ્ય પણ. તેમનું કથાનક જોતાં તેમનો જન્મ અદ્ભુત સંયોગોથી થયો હતો. માતા દેવકી સાત-સાત પુત્રોને જન્મ આપવા છતાં એક પણ પુત્રને પોતે રમાડી કે ઉછેરી શક્યા નહીં તેના વિષાદ સાથે એક પુત્રને રમાડવાનો લ્હાવો લેવાની અંતરની અભિલાષા પુત્ર શ્રી કૃષ્ણએ જાણી. માતા પાસેથી નીકળી જયાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા. ભૂમિનું પ્રમાર્જનપ્રતિલેખનાદિ કરી, અઠ્ઠમ તપ સાથે દર્ભના આસને આરાધનામાં મગ્ન થઈ ગયા. શ્રીકૃષ્ણ વાસુદેવે દેવની આરાધના કરી જાણ્યું કે હજુ એક પુત્રનો યોગ છે, પરંતુ તે પુત્ર સોળ વર્ષનો થતાં સંસારત્યાગ કરી આત્મકલ્યાણ સાધશે.
પુત્રનો યોગ જાણી દેવકીમાતા સંતુષ્ટ પામી હર્ષિત થયા. એક શુભ રાત્રિએ દેવકીમાતાએ સિંહનું સ્વપ્ન જોયું. સવા નવ માસે દેવકીમાતાને સૂર્યની પ્રભા સમાન તેજસ્વી, ચંદ્ર સમાન સૌમ્ય, કાંત, પ્રિય, મનોહર સુંદરતાવાળા પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તે બાળક ગજલાલુ અર્થાત્ હાથીનું તાળવું સમાન, જેની વિશિષ્ટ પ્રભા છે, કાંતિ છે, રંગ છે, ચમક છે તેવા અત્યંત સુકોમળ હોવાથી ગજસુકુમાલ નામ પાડ્યું.
અતિ લાડકોડ, સર્વ પ્રકારની અનુકૂળતા સાથે ૭૨ પ્રકારની કળાઓમાં પારંગત થતા સોળમું વર્ષ બેઠું. તીર્થંકર પ્રભુ નેમિનાથ દ્વારકાનગરી પધાર્યા છે. શ્રીકૃષ્ણ વાસુદેવ ગજસુકુમાલ આદિ પરિવાર સાથે હાથી પર બેસીને પ્રભુના દર્શન કરવા જઈ રહ્યા છે. તે સમયે દ્વારિકાનગરીના વિદ્વાન પંડિત સોમિલ નામના બ્રાહ્મણની અત્યંત રૂપ-લાવણ્યમય કાંતિ ધરાવતી સોમા નામની કન્યા પર નજર પડી. ગજસુકુમાલ સોળમા વર્ષે સાધુ બની જશે, તે દેવની
+ ૨૪૮
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોવાત તેમનાં લક્ષમાં હતી. તેથી પાણી પહેલા પાળ બાંધવા સોમાની યોગ્યતા જાણી. તપાસીને ગજસુકુમાલની ભાવિ પત્ની તરીકે સોમિલ પાસે યાચના કરી. સોમિલની સંમતિ મળતાં સોમાને અંતઃપુરમાં મોકલી, યથાસમયે લગ્ન કરાવવાનું નક્કી કર્યું. વૈરાગ્યભાવ અને દીક્ષાની આજ્ઞાપ્રાપ્તિઃ
ગજસુકુમાલનો વિવાહ નક્કી થઈ ગયો છે, પરંતુ ભવિતવ્યતા તો કાંઈક જુદી જ હતી, નેમિનાથ પ્રભુ સમીપે ધર્મશ્રવણ સાંભળી ગજસુકુમાલને વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય છે. ગજસુકુમાલ પ્રભુની સંમતિ મેળવી માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા મેળવવા વાર્તાલાપ કરે છે. માતા-પિતાને પોતાની ધર્મરુચિ ને અને અણગાર બનવાની ઇચ્છા પ્રદર્શિત કરી. સાથે મનુષ્યભવ અનિત્ય, અધ્રુવ, અશાશ્વત, વિનશ્વર, પાણીના પરપોટા સમાન, વીજળીના ચમકારા સમાન, સંધ્યાના રંગ સમાન, સ્વપ્નદર્શન સમાન, ચંચળ અને રોગોથી સડવા યોગ્ય, ક્ષણભંગુર, ક્ષીણસ્વભાવી, અવશ્ય ત્યાગવા યોગ્ય આદિ અનેક શબ્દોથી અનેક ઉપમાઓથી મનુષ્યભવની નશ્વરતાનું વર્ણન કરે છે. કોણ જાણે છે કે પ્રથમ કોનું મૃત્યુ થશે ? ઈત્યાદિ વચનો સાંભળી દેવકીમાતા લાવણ્યરહિત, નિસ્તેજ, દીન, હીન થઈ ગયા. પુત્રપ્રેમથી મોહવશ માતા પોતાના પુત્રને રાગયુક્ત પ્રલોભનો, સંયમમાર્ગની મુશ્કેલીઓ, પ્રતિકૂળતા આદિ અનેક પ્રકારે યોગથી ભોગ તરફ વાળવાની યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા સમજાવટ કરે છે, પરંતુ ગજસુકુમાલનાં જ્ઞાનગર્ભિત દેઢ વૈરાગ્યથી માતા-પિતા ઝૂકી જાય છે. શ્રીકૃષ્ણ, વાસુદેવ દ્વારા કસોટી અંતે ગજસુકુમાલની ભવ્ય દીક્ષાઃ
શ્રીકૃષ્ણ ગજસુકુમાલની વિરક્ત થવાની વાત સાંભળી ઉત્તર રૂપે તેને
- ૨૪૯
Page #127
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
જણાવે છે કે, ‘તું મારો સહોદર અનુજ છે, દ્વારકા નગરીમાં ભવ્ય મોટા સમારોહ સાથે તારો રાજ્યાભિષેક કરીશ.' ત્યારે ગજસુકુમાલ થોડીવારનાં મૌન બાદ પોતાના વૈરાગ્યની દઢતા દર્શાવે છે, કોઈપણ યુક્તિ સફળ નહીં થતા નિરાશ માતા-પિતા-ભાઈએ એક દિવસની રાજવૈભવની શોભા જોવાની
ઇચ્છા પ્રદર્શિત કરે છે. ગજસુકુમાલ મૌન થઈ ગયા અને ભવ્યતાથી રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક બાદ ત્રણ ખંડના રાજવી ગજસુકુમાલે વૈરાગ્ય ભરેલા શબ્દોમાં રજોહરણ અને પાત્રા મંગાવવાની આજ્ઞા કરે છે.
રાજર્ષિ ગજસુકુમાલની અનાસક્તિ, તેમનો જ્ઞાનગર્ભિત દેઢ વૈરાગ્ય તથા પોતાની ઇચ્છાનુસાર તેઓ સ્વયં પંચમુષ્ટિ લોચ કરી તીર્થંકર નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરે છે. સજલ નયને માતા એક વૈરાગીપુત્રને યોગ્ય શિક્ષા તથા આશીર્વાદમાં વીરમાતાને છાજે તેવા હૃદયોદગારરૂપે કહે છે - હે પુત્ર ! સંયમમાર્ગમાં યત્ના સાથે પરાક્રમ કરજે, જરાપણ પ્રમાદ ન કરીશ. બારમી ભિક્ષુ પ્રતિમા - સસરા સૌમિલનો ઉપસર્ગઃ
ગજસુકુમાલ મુનિ તીર્થંકર નેમિનાથ પ્રભુ પાસે આત્મબોધ સાંભળે છે, દીક્ષાના દિવસે જ ચોથા પ્રહરમાં પ્રભુની આજ્ઞા લઈ બારમી ભિક્ષુ મહાપ્રતિમાની આરાધના કરવા, ઉદ્યાનની બહાર મહાકાળ નામના સ્મશાનમાં જઈ ભૂમિનું પ્રમાર્જન પ્રતિલેખન કરી શરીરને જરા નમાવી, ચાર અંગુલનાં અંતરે બંને પગને સંકોચી, એક પુદ્ગલ પર દષ્ટિ કેન્દ્રિત કરી, એક રાત્રિની ભિક્ષુ મહાપ્રતિમાને ધારણ કરી ધ્યાનમાં લીન થઈ ગયા. આ મહાપ્રતિમાના વહન સમયે અવશ્ય દેવ-મનુષ્ય-તિર્યંચકૃત ઉપસર્ગ આવે છે. જો સમ્યક્ આરાધનાથી મહાપ્રતિમાને પૂર્ણ કરે તો અવશ્ય અવધિજ્ઞાન - મન:પર્યયજ્ઞાન - કેવળજ્ઞાન આ ત્રણમાંથી એક જ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
* ૨૫૦ -
જૈન કથાનોમાં સદ્બોધના સ્પંદનો
ગજસુકુમાલમુનિના ઉત્કૃષ્ટ વૈરાગ્યથી અજ્ઞાત અને પુત્રીમોહથી ક્રોધાંધ થયેલા સસરા સોમિલ અત્યંત ક્રૂર અને નૃશંસ વ્યવહાર કરે છે. ક્રોધની આંધીએ તેના વિવેકનો દીપક બુઝવી નાંખ્યો, પરિણામ સ્વરૂપ નવદીક્ષિત મુનિરાજના તાજા મુંડિત મસ્તક પર ધગધગતા ખેરના અંગારા ભીની માટીની પાળ બાંધી રાખી દીધા. એ અંગારાનાં તાપથી ગજસુકુમાલ મુનિના શરીરમાં અસહ્ય, પ્રગાઢ, મહાભયંકર કલ્પનાતીત વેદના ઉત્પન્ન થઈ. પરંતુ મુનિ સોમિલ પર લેશમાત્ર દ્વેષ ના કરતા અત્યંત ધૈર્યપૂર્વક તે મહાવેદનાને સહન કરવા લાગ્યા. અત્યંત શુભ પરિણામ તથા પ્રશસ્ત અધ્યવસાયથી તે-તે આત્મગુણોના આચ્છાદક કર્મોનો નાશ કરી અપૂર્વકરણપૂર્વક ક્ષેપક શ્રેણીએ વર્ધમાન પરિણતિથી, શુદ્ધાતિશુદ્ધ આત્મભાવોથી ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કરી પ્રતિપૂર્ણ, નિરાવરણ, કેવળજ્ઞાન - કેવળદર્શનને પ્રાપ્ત કર્યું. ત્યારબાદ શેષ અઘાતી કર્મ ક્ષય કરી સિદ્ધ – બુદ્ધ – મુક્ત થયા.
કથાનકથી પ્રાપ્ત વિશિષ્ટ બોધ :
પુત્રની માતૃભક્તિ :- એક પુત્ર પણ સમય આવ્યે વિપત્તિ અને મનોવેદના દૂર કરી શકે છે. શ્રીકૃષ્ણ, વાસુદેવ – ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં પોતાના સર્વ રાજકીય કાર્યો અને સુખ-વૈભવને ગૌણ કરી માતાની સંવેદના દૂર કરવા હેતુથી તે જ ક્ષણે ત્રણ દિવસની નિરાહાર પૌષધ-સાધના સાથે માતાની ચિંતા દૂર કરે છે.
શ્રીકૃષ્ણનો ભ્રાતૃપ્રેમ ઃ- ગજસુકુમાલના દૃઢ વૈરાગ્યની વાત સાંભળે છે ત્યારે શ્રીકૃષ્ણ ગજસુકુમાલને લઘુભ્રાતા તરીકે આલિંગન કરીને પ્રેમથી વાત કરે છે કે, હે અનુજ, દ્વારકાનગરીમાં ભવ્ય મોટા સમારોહ સાથે તારો
૨૫૧
Page #128
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
રાજ્યાભિષેક કરીશ અને તુરત જ મહાર્થ, મહામૂલ્ય અને વિપુલ ઋદ્ધિથી ગજસુકુમાલને રાજ્યાભિષેકથી અભિષિક્ત કરે છે અને ત્યારબાદ પણ ગજસુકુમાલની દીક્ષા-ભાવના જોઈ દીક્ષા મહોત્સવ પણ ભવ્યતાથી સંપન્ન કરે
છે.
માતાની શીખ :- દેવકીમાતા પોતાના પુત્રને સંસાર તરફ વાળવા અનેક યુક્તિ-પ્રયુક્તિ કરે છે, પરંતુ દઢ વૈરાગી ગજસુકુમાલ મનુષ્યભવની વિનશ્વરતાનું સાદશ્ય વર્ણન કરે છે. ત્યારે પુત્રનો દૃઢ વૈરાગ્ય જોઈને માતા પોતાના પુત્રને શિક્ષા દે છે કે, હે પુત્ર ! તું સંયમમાં પરાક્રમી બનજે, પ્રમાદ કરીશ નહીં.
ગુરુ - શિષ્યનો આત્મીય અને વૈરાગ્યસંપન્ન સંબંધ :- ધર્મગુરુ નેમિનાથ પ્રભુએ સ્વયં ગજસુકુમાલ મુનિ - શિષ્યને સમિતિ - ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાની શિક્ષા આપે છે. પ્રભુના શ્રીમુખેથી શિક્ષા પામી, ગજસુકુમાલ મુનિ ગુપ્ત બ્રહ્મચારી, જિતેન્દ્રિય બની આત્મભાવમાં વિચરે છે. અહીં શિષ્યનું વિનયભાવે સમર્પણ છે અને પ્રભુ - ગુરુ સ્વ અસ્તિત્વદાનથી શિષ્યને સંયમમાં સમર્થતા અર્પે છે, જેમાં દાતા – પાત્ર બંને ધન્ય બને છે.
મારણાંતિક ઉપસર્ગમાં પણ સોળ વર્ષના મુનિનો ઉત્કૃષ્ટ ક્ષમાભાવ :ગજસુકુમાલ મુનિ માત્ર સોળ વર્ષની વયે અને થોડાક કલાકની દીક્ષા પર્યાયમાં બારમી ભિક્ષુપ્રતિમાની સાધના અર્થે સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિત બને છે. સોમિલનું ત્યાંથી પસાર થવું, મુનિને સાધુવેશમાં ધ્યાનસ્થ મુદ્રામાં જુએ છે. ક્રોધના આવેશમાં વિવેકભાન ભૂલી મુનિને મસ્તક પર માટીની પાળ બાંધી ખેરના અંગારા મુકે છે, તે સમયે દઢતા, સહનશીલતા અને ઉત્કૃષ્ટ ક્ષમાભાવના સાથે મુનિ લાખો ભવનાં પૂર્વસંચિત કર્મોનો મિનિટોમાં જ ક્ષય
- ૨૫૨
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
કરી દે છે. તે સમયે કેવા ઉત્કૃષ્ટ - શુદ્ધ ભાવો, લેશમાત્ર પણ દ્વેષ નહીં, તેમાંથી વિપરીત ઉપસર્ગ દેનારને મોક્ષસિદ્ધિનાં સહાયક માને છે.
સાંપ્રત સમયમાં કથાનકમાંના ઉપયોગી તત્ત્વો ઃ- આજના આધુનિક યુગમાં મોબાઈલ, લેપટોપાદિ ભૌતિક સાધનો તેમજ જ્યારે કુટુંબના સભ્યો ભણતર તથા કારકીર્દિ માટે અલગ વસવાટ કરી રહ્યા છે ત્યારે તેઓ પ્રસ્તુત કથાનકમાં દૃષ્ટિગોચર થતાં માતૃપ્રેમ, ભ્રાતૃપ્રેમ, માતા – પિતા – ભાઈ પ્રત્યેનો વિવેકપૂર્ણ વ્યવહાર, તીર્થંકર પ્રત્યે ભક્તિભાવના આદિરૂપ સંસ્કારોથી વંચિત થતાં જાય છે. જીવનમાં જ્યારે પ્રેમભાવ, ક્ષમાભાવ, ત્યાગભાવ, સમભાવ વણાઈ જાય છે ત્યારે જીવન ખરેખર સાર્થક બની જાય છે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહું છું.
(અમદાવાદ સ્થિત ડૉ. પૂર્ણિમા એસ. મહેતા ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ જૈન વિદ્યા અધ્યયન કેન્દ્રના ઈન્ચાર્જ છે અને જ્ઞાનસત્રોમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે.)
૨૫૩
Page #129
--------------------------------------------------------------------------
________________
૩૨
જૈન કથાનોમાં સદ્બોધના સ્પંદનો.
અભયદાનને ઉજાગર કરતી સંજય રાજા (સંયતિ રાજા) ની કથા - ડૉ. કોકિલા શાહ
ઉત્તરાધ્યયન સૂત્ર જૈન આગમસાહિત્યનું પ્રતિનિધિ આગમ છે. તેમાં જીવનનિર્માણના સૂત્ર પ્રચૂર માત્રામાં ઉપલબ્ધ છે. અઢારમાં સંજયીય અધ્યયનમાં સંજય-સંયતિ રાજાના પૂર્વજીવનની કથા છે. પંચાલ દેશના કાપિલ્ય નગરમાં વિશાળ સેના અને વાહનોથી સંપન્ન - અશ્વદળ, પાયદળ વગેરે લઈને તે શિકાર કરવા માટે પોતાના નગરમાંથી બહાર નીકળ્યા. ઘોડા પર આરૂઢ થયેલા તે રાજા પશુમાંસના રસાસ્વાદમાં આસક્ત બની, કાપિલ્યનગરના કેસરબાગમાં થાકેલા ભયભીત હરણાંઓને બાણથી વીંધવા લાગ્યા, મારવા
લાગ્યા.
ત્યાં કેસર ઉદ્યાનમાં જ એક તપોધની અણગાર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન હતા. તેમની પાસે ઘવાયેલાં હરણાંઓ આવી પહોંચ્યા. ત્યારપછી અશ્વારૂઢ રાજા હરણાંઓને જોવા જલ્દી તે સ્થાને આવ્યા. ત્યાં તેણે હણાયેલા હરણાંઓને
- ૨૫૪
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
જોયાં અને ત્યાં જ ધ્યાનસ્થ તપસ્વી ગર્દભાલી જેમનું નામ હતું તેમને પણ જોયા. મુનિને જોઈ રાજા ભયભીત થયા. તેણે વિચાર્યું કે હું કેટલો પુણ્યહીન છું, તેમજ હિંસક વૃત્તિનો છું. મેં વ્યર્થ જ મુનિને પીડા આપી તેમનું દિલ દુભાવ્યું છે.
તે રાજાએ તુરત જ ઘોડા પરથી ઉતરીને અણગારના બંને ચરણોમાં સવિનય, સભક્તિ વંદન કર્યા અને કહ્યું, “ભગવન્, આ અપરાધ માટે મને માફ કરો.” પરંતુ તે મુનિ ભગવંત મૌનપૂર્વક ધર્મધ્યાનમાં તલ્લીન રહ્યા. તેમણે રાજાને કંઈ ઉત્તર ન આપ્યો, તેથી રાજા વધુ ભયભીત થયા. રાજાએ કહ્યું કે હે ભગવંત ! હું સંજય રાજા છું. આપ મારી સાથે બોલો કે મારી સામે જુઓ, કારણ કે હું જાણું છું કે કુપિત થયેલા અણગાર પોતાની શક્તિથી કરોડો વ્યક્તિઓને બાળી શકે છે. મુનિએ કંઈ પ્રત્યુત્તર ન આપ્યો, તેથી રાજાએ વિચાર્યું કે મુનિ મારા પર ક્રોધિત થઈ ગયેલા લાગે છે. મુનિનું મૌન જોઈને રાજા અત્યંત ભયભીત થઈ ગયા કે ઋષિ ક્રોધિત થઈ ગયા લાગે છે, તે શું કરશે ? રાજાએ ભયભીત થઈ પોતાનો પરિચય આપ્યો. જેથી તેને કોઈ સામાન્ય મનુષ્ય માની કોપિત થઈ ભસ્મ ન કરે. રાજાએ કહ્યું કે હું એટલા માટે ભયભીત છું કે આપ મારી સાથે વાત કરતા નથી. મેં સાંભળ્યું છે કે તપસ્વી અણગાર કોપાયમાન થાય તો પોતાના તેજ વડે તેજોલેશ્યાદિથી કરોડો મનુષ્યને ભસ્મ કરી શકે છે.
પ્રાચીન સમયમાં રાજા અને લોકો પણ શિકાર કરવાના શોખીન હતા.
આ સંજય રાજર્ષિને મુનિ ઉપદેશ આપે છે; જેમાં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.
૨૫૫
Page #130
--------------------------------------------------------------------------
________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોમુનિનો ઉપદેશઃ
મુનિએ કહ્યું કે હે રાજનું ! મારા તરફથી તું નિર્ભય થઈ જા, તું પણ અન્ય જીવો માટે અભયદાતા બની જા. સર્વદાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. અનિત્ય એવા આ સંસારમાં તું શા માટે હિંસામાં આસક્ત થઈ રહ્યો છે ? સર્વસ્વ અહીં જ મૂકીને એક દિવસ ચાલ્યા જવું પડશે. આવા અનિત્ય આ સંસારમાં, રાજયસંપદામાં શા માટે આસક્તિ કરે છે?
વળી, જેમાં તું આસક્ત થઈ રહ્યો છે તેવું આ જીવન, મનુષ્ય આયુષ્ય અને શરીરનું રૂપ વીજળીના ચમકારા જેવું ચંચળ છે. માટે તું પરલોક હિતાર્થે કેમ વિચારતો નથી ? આ સ્વાર્થમય સંસારમાં સ્ત્રીઓ અને પરિવારના બીજા લોકો, સંબંધીઓ એ બધા જીવતાને જ અનુસરે છે, તેમના સુખમાં ભાગીદાર બને છે. મરેલા પાછળ કોઈ સાથે જતું નથી. મૃત્યુ પામેલા તેના પિતાને તેના પુત્રો, ઘરમાંથી બહાર કાઢે છે, સ્મશાન તરફ લઈ જાય છે. તેવી જ રીતે મરેલા પુત્રને પણ પિતા તેમ જ કરે છે. માટે હે રાજન ! તું તપશ્ચર્યા કર અને સંયમ ગ્રહણ કર. વળી, હે રાજન્ ! મૃત્યુ પછી વ્યક્તિ દ્વારા મળેલા ધન તથા સુરક્ષિત રાખેલી સ્ત્રીઓનો ઉપભોગ બીજા મનુષ્યો જ કરે છે.
તે મૃત વ્યક્તિએ જે કંઈપણ શુભ કે અશુભ કર્મ કર્યા છે તે કમની સાથે પરલોકમાં એકલો જ જાય છે. ભયભીત રાજાને મુનિએ આશ્વાસન આપતાં કહ્યું કે હે રાજન્ ! તને મારા તરફથી અભય છે. જેમ તને મૃત્યુનો ભય લાગે છે તેમ બીજા પ્રાણીઓને પણ મૃત્યુનો ભય છે. જેમ મેં તને અભયદાન આપ્યું તેમ તું બીજા પ્રાણીઓનો અભયદાતા બન. આ પ્રમાણે ગદંભાલી અણગારની પાસે ધર્મનો ઉપદેશ સાંભળીને સંજય રાજા તે જ સમયે સંવેગ અને નિર્વેદ ભાવને પામ્યા. સંસારથી વિરક્ત થયા. સંવેગ એટલે
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો મોક્ષની અભિલાષા અને નિર્વેદ એટલે સંસારથી વિરક્તિ ભાવના. છેવટે જિનશાસન – વીતરાગધર્મના માર્ગે વધી, સંસાર છોડી દીક્ષા ગ્રહણ કરી. જૈન કથાનકમાં સદ્ધોધના સ્પંદન જોવા મળે છે, જે નીચે પ્રમાણે છે : (૧) આ સમગ્ર સંસાર અનિત્ય છે. જીવન ક્ષણિક છે, તો પછી આવા
ક્ષણિક જીવનમાં હિંસાદિ ઘોર કૃત્યો શા માટે કરવાં ? પદાર્થોના મોત છોડવો જરૂરી છે. જીવ એકલો પોતાના શુભાશુભ કર્મો સાથે પરલોકમાં જાય છે. ત્યાં કોઈ સગાસંબંધી દુઃખ ભોગવવાં આવતાં નથી.
આ રીતે મુનિએ રાજાને અભયદાન આપી, રાજ્ય ત્યાગ કરવાનો અને મોક્ષમાર્ગી થવાનો, આસક્તિ કે મમત્વ ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. સાંપ્રતજીવનમાં પણ આ બધા બોધ જરૂરી બને છે. અહિંસા, સત્ય જેવા મૂલ્યોની સ્થાપના માટે “ધર્મ: રક્ષતિ રક્ષિતઃ.”
(૨)
(જૈનદર્શનના અભ્યાસુ કોકિલાબહેને મુંબઈ યુનિવર્સિટીના Ph.D. ના માર્ગદર્શક રૂપે સેવા આપેલ છે. હાલ સોમૈયા કૉલેજના જૈન અધ્યયન કેન્દ્રમાં સેવા આપે છે.)
- ૨૫૬
- ૨૫o.
Page #131
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
નમિરાજર્ષિના જીવન-કવનમાંથી
સબ્રોધના સ્પંદનો
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો મિથિલા નગરીના રાજા નમિનો અધિકાર શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના નવમાં અધ્યયન નમિ પ્રવજયામાં આવે છે. અપરંપાર સુખ સાહ્યબીની વચ્ચે રહેતા નમિ રાજાના આખા શરીરમાં દાહજવરનો રોગ થયો હતો. જેના કારણે તેમને અસહ્ય બળતરા અને અશાતા થઈ રહી હતી. અનેક વૈદ્યના ઉપચાર કરાવ્યા છતાં પણ કંઈ ફરક ન પડ્યો. અંતે એક હકીમે કહ્યું કે રાજનને આખા શરીર ઉપર ચંદનનો લેપ લગાવો. એનાથી તેમને શાતા વળશે. પોતાના નાથને શાતા પહોંચાડવા, નમિ રાજાની એક હજાર રાણીઓ સ્વયંના હસ્તે ચંદન ઘસવા લાગી ગયા. ચંદન ઘસવાના કારણે તેમના હાથમાં રહેલ અનેક રત્નજડિત કંકણ અથડાવાને કારણે ખૂબજ અવાજ આવી રહ્યો હતો. આ ઘોંઘાટને કારણે રાજા વધુ અશાંત થઈ ગયા. અસ્વસ્થ વ્યક્તિને સામાન્ય અવાજ પણ અશાંત કરી દેતો હોય છે. રાણીઓને જેવું જ્ઞાત થયું કે તેમના કંકણનો અવાજ રાજનને અશાંત કરે છે તો તરત જ તેમણે પોતાના હાથમાં એક કંકણ રાખીને બીજા બધાં જ કંકણ કાઢી નાખ્યા. ચંદન ઘસવાનું કામ પણ ચાલુ રહ્યું અને અવાજ પણ બંધ થઈ ગયો. અવાજ બંધ થવા પર રાજાએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું કે અવાજ બંધ થઈ ગયો તો પણ ચંદનનો લેપ કેવી રીતે ચાલુ છે ? ત્યારે રાણીએ જવાબ આપ્યો કે સૌભાગ્યના પ્રતીક રૂપ એક જ કંકણ રાખ્યા છે, જેથી અથડાવાનો અવાજ ન થાય અને આપની સેવા પણ
- શૈલેષી અજમેરા જેનો આત્મા જાગૃત થઈ ગયો હોય, જેણે સંસારના સ્વરૂપને જાણી લીધું હોય, જેની અંતરદષ્ટિ ખુલી ગઈ હોય અને એકવાર જેને સત્યનું ભાન થઈ જાય છે એવો વ્યક્તિ સંસારમાં રહી જ શકતો નથી. મહત્ત્વ હોય છે. આત્મજાગૃતિનું અને આત્મજાગૃતિ કરાવનાર નિમિત્તનું. જેનો આત્મા જાગૃત થઈ ગયો હોય છે, કોઈ સમય અને સંયોગો અસર નથી કરી શકતા. આવી જ આત્મજાગૃતિને પામેલા હતા નમિ રાજર્ષિ કે જેઓ રાજવી પદને છોડી તેને સ્વયંને પામવા માટે અને પરમાત્માના દ્વાર સુધી પહોંચવા માટે સંયમના માર્ગ પર નીકળી પડે છે.
સુખ, સમૃદ્ધિ કે સંપત્તિની...
ન હતી કોઈ ખોટ કે કમી... સહસ્ર રાણીઓના એ હતા ધણી... તેવા હતા મિથિલા નરેશ રાજા નમિ....
થાય.
એક ઘટનાથી ભાવો ગયા પલટી... અનંત ભવોની તૂટી આત્મભ્રાંતિ...
જયાં એક છે ત્યાં શાંતિ... અનેક છે ત્યાં અશાંતિ...
- ૨૫૯
૨૫૮
Page #132
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો રાજાને આખી રાત ઊંઘ ન આવી અને એક જ વિચારના ઊંડા ચિંતનમનનમાં ઉતરી ગયા. જ્યાં મારો આત્મા એકલો છે ત્યાં જ શાંતિ છે અને જયારે બધા સાથે છે ત્યાં અથડામણ છે. કલાકોના મનોમંથન પશ્ચાત્ મતિજ્ઞાન નિર્મળ થવા લાગે છે અને રાજાને જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભવોભવના સંયમના સંસ્કાર જાગૃત થવા લાગ્યા. સત્યના માર્ગ પર આગળ વધવા એના સંકલ્પ દેઢ થવા લાગે છે. એક જ બોધ, એક જ ઘટના ક્યારેક કોઈ શ્રેષ્ઠ આત્માની પરમાત્મા બનવાની યાત્રા શરૂ કરવામાં નિમિત્ત રૂપ બનતો હોય છે.
આવ્યો એક સદ્ વિચાર... કર્યું નિશ્ચિત થવું છે ભવપાર... સત્યનો માર્ગ કરવો છે સ્વીકાર...
સંયમ લઈ બનવું છે અણગાર... હૈયામાં હળવાશ અને સંયમના દેઢ સંકલ્પ સાથે નમિ જયારે સૂઈને સવારે ઊઠ્યા ત્યારે તેમનો આ ભયંકર રોગ મટી ગયો હતો. મિથિલા નરેશ નમિ જયારે પ્રવજયા પંથે પ્રયાણ કરવા નીકળી પડે છે ત્યારે નમિનું મન ઉત્કૃષ્ટ સંયમભાવોમાં રમણ કરી રહ્યું હતું. તેમને અસાર એવા સંસારનું સ્વરૂપ જણાવા લાગ્યું હતું. ભવોભવની અધૂરી સંયમસાધનાને અંત સુધી પહોંચાડવા તે થનગની રહ્યા હતા.
એક જ ઘટનાથી સનાતન સત્ય લીધું જાણી... જેમના જીવનની દોર લાગણીમાં ન અટવાણી... સર્વસંગપરિત્યાગ કરી, આત્મબોધ પામી... બન્યા નમિ પ્રવજયા પંથના પથગામી...
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોતે જ સમયે દેવલોકના ઈન્દ્ર શક્રેન્દ્ર દેવ બ્રાહ્મણ વેશ ધારણ કરીને તેમના ત્યાગ અને વૈરાગ્યના ગુણોની પરીક્ષા લેવા આવે છે અને પ્રશ્ન પૂછે છે, “રાજન, તમારી આખી નગરી રડી રહી છે. રાણીઓ અને નગરજનો બધાને રડતા મૂકીને આપ સંયમમાર્ગે જાઓ છો તેનું કારણ શું છે?”
નમિ જવાબ આપે છે, “મિથિલા નગરીમાં એક વિશાળ વૃક્ષ હતું. એમાં ઘણા બધા ફળફૂલ હતા. પક્ષીઓના કિલ્લોલથી વાતાવરણ હર્યુંભર્યું હતું. એક દિવસ વાવાઝોડાના કારણે વૃક્ષ પડી ગયું ત્યારે માળો બાંધવાવાળા અનેક પક્ષીઓ રડવા લાગ્યા. ઝાડ પડી ગયું એની ચિંતા નથી, અમે હવે ક્યાં રહીશું એની ચિંતા છે?”
નમિએ કહ્યું કે, “જગત રડે છે પોતાના સ્વાર્થને. તે રડે છે પોતાના અજ્ઞાન, મોહ, સ્વાર્થ અને ઇચ્છાને કારણે. હું દીક્ષા લઉં છું એટલે રાણીઓ અને સર્વ દુઃખી નથી પરંતુ એ વિચારથી દુઃખી છે કે મારા વગર એમનું શું થશે! દરેક વ્યક્તિ દુ:ખી અને સુખી થાય છે પોતાના પુણ્ય અનુસાર. કોઈપણ વ્યક્તિ કોઈને સુખી કે દુ:ખી કરી શકતો જ નથી.”
આપણી life માં પણ આવી અનેક ઘટનાઓ સર્જાતી હોય છે. બસ આપણે સમ્યફદૃષ્ટિ કેળવીને એમાંથી બોધ પ્રાપ્ત કરવાની જરૂર છે. એક દિવસ એવું બન્યું કે એક માતાએ પોતાના આઠ વર્ષના બાળકને કહ્યું, “બેટા, હું બે દિવસ માટે બહારગામ જાઉં છું. તું પપ્પા સાથે ડાહ્યો થઈને રહેજે. તને મારી યાદ તો નહિ આવે ને ?” માતાના પ્રશ્નનો બાળકે નિખાલસતાપૂર્વક જવાબ આપ્યો, “મમ્મી ! હું તમને miss તો નહીં કરું પણ હા, તમે જશો તો મારી favourite ડિશ કોણ બનાવશે અને હું જમીશ શું? મારું સ્કૂલનું હોમવર્ક કોણ કરાવશે?” આ જવાબ સાંભળીને માતા વિચારમાં પડી ગઈ. બાળકને માતા
- ૨૬૦
- ૨૬૧
Page #133
--------------------------------------------------------------------------
________________
-જૈન કચાનકોમાં સદ્ધોધના સ્પંદનો આવ્યા વગર રહેતી નથી. એટલે જ પરમાત્માએ મૈત્રીને શ્રેષ્ઠ દર્શાવી છે. સર્વ પ્રકારના સંબંધોથી મુક્ત થવાનું કહ્યું છે.
સર્વના છતાં સ્વના” આ મંત્ર જે આત્મસાત્ કરી જીવનમંત્ર બનાવે છે તેને જગતમાં કોઈ ક્યારેય દુઃખી કરી શકતો જ નથી ! જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધ મિચ્છામી દુક્કડમ.
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પ્રત્યે લાગણી તો હોય જ છે, પરંતુ એના કરતા પણ વધારે પોતાનું routine disturb ન થાય તેની ચિંતા છે.
થોડું ઊંચું ચિંતન કરશું તો સમજાશે કે આપણી આસપાસ રહેલી વ્યક્તિઓ કરતા આપણને તેમના થકી મળતી અનુકૂળતાઓ વધુ ગમતી હોય છે. પરંતુ આપણે એ વિચારતા નથી કે જે પરિવારને કે સુખસામગ્રીઓને પોતાના અનુકૂળ હું માનું છું તે સંબંધોની અનુકૂળતા પણ સ્વાર્થ આધારિત હોય છે અને ફક્ત આ ભવ પૂરતી સીમિત હોય છે. જયાં સુધી એકબીજાનો સ્વાર્થ પરિપૂર્ણ કરીએ છીએ ત્યાં સુધી જ તે વ્યક્તિ આપણને અનુકૂળ રહેશે. જ્યારે એ નથી થતું તો તે વ્યક્તિ પ્રત્યેની લાગણી ઓછી થવા લાગે છે. તે જ સંબંધોની સત્યતા છે, જે સમજવામાં આપણે ચૂકી જતા હોઈએ છીએ. લાગણીની બોટલ હંમેશાં expiry date સાથે આવે છે. આપણે લાગણીઓની ક્ષણભંગુરતામાં અટવાઈને આ અમૂલ્ય માનવભવ વેડફી નાખીએ છીએ.
રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે એક પ્રવચનમાં ખૂબ મર્મસ્પર્શી બોધ આપતાં કહ્યું હતું કે બધાં જ સંયમ અંગીકાર કરી શકે તેવી પરિસ્થિતિ હોતી નથી. સંસારમાં રહીને સમભાવમાં રહેવાનો એક જ formula છે. કોઈપણ સંબંધોની ફરજ 100% નિભાવવી, પરંતુ લાગણી 0% રાખવી. જેને આ balance કરતા આવડી જાય છે તેને ક્યારેય સંબંધોમાંથી અપેક્ષા રહેતી નથી. જયારે આશા અને અપેક્ષાઓ નાશ પામે છે ત્યારે શાંતિ અને સમાધિની પ્રાપ્તિ થતી હોય છે. સંબંધોમાં લાગણી રાગ કરાવે છે અને રાગનું પરિણામ દ્વેષ હોય છે. મોટાભાગે આપણે અશાંતિ વસ્તુઓને કારણે નહીં પરંતુ વ્યક્તિઓને કારણે હોય છે. જયાં સંબંધ હોય છે ત્યાં સમસ્યા
| (ચેન્નઈ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ શૈલેષીબહેને મુંબઈ યુનિવર્સિટીમાં Microbiology અને Biochemistry માં graduation કરેલ છે, જૈન વિશ્વભારતી ઈન્સ્ટીટ્યુટનો જીવનવિજ્ઞાન, પ્રેક્ષાધ્યાન અને યોગનો અભ્યાસ કર્યો છે. મુંબઈ યુનિવર્સિટીનો ડિપ્લોમા ઈન જૈનોલોજી કોર્સ કરેલ છે. Look N Learn અને સંબોધી સત્સંગ સાથે જોડાયેલા છે.)
- ૨૨ -
+ ૨૬૩.
Page #134
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
૩૪
મહાસતી મદનરેખાની કથામાં
સમ્બોધ
- રીના શાહ
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આગમોથી શરૂ કરીને પુરાણ, ચરિત્ર, કાવ્ય, રાસ તથા લોકકથાના રૂપમાં જૈનધર્મની હજારો કથાઓ પ્રસિદ્ધ છે. પ્રાકૃત, સંસ્કૃત તથા અનેક પ્રાંતીય ભાષાઓમાં તે ઉપલબ્ધ છે. આથી તે સરળતાથી સુપ્રાપ્ય છે.
જૈન કથા-સાહિત્ય ફક્ત મનોરંજન માટે જ નથી, પરંતુ મનોરંજનના માધ્યમ વડે તે આચાર, ન્યાય, નીતિ, કર્મફળ, પુનર્જન્મ વગેરે શિખવાડે છે.
આપણા ભારત દેશમાં અનાદિ કાળથી અસંખ્ય મહાન સ્ત્રી-પુરુષો થઈ ગયા છે. અનેક ગુણોથી સભર મહાન સતી સ્ત્રીઓ થઈ ગઈ છે, જેમણે અનેક કષ્ટો સહન કરીને, પ્રાણના ભોગે પણ પોતાનાં સતીત્વનું રક્ષણ કર્યું છે. તેમાંનું એક રત્ન એટલે મહાસતી મદનરેખા ! જેનું બીજું નામ મયણરેખા પણ છે.
જયારે હું પંદર વર્ષની હતી ત્યારે મારા હાથમાં મહાસતી મદનરેખાનું પુસ્તક આવ્યું હતું. ખૂબ રસપૂર્વક વાંચ્યું હતું. મારા બાળમાનસ પર તેની ઘણી ઊંડી અસર થઈ હતી. આવા ચરિત્રોમાંથી પ્રેરણા લઈને જ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ન કરવાનો તથા સમગ્ર જીવન ધર્મમય જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી. આથી જ મને જ્યારે વિષયની પસંદગી પૂછવામાં આવી ત્યારે તરત જ મારા મોઢામાં મહાસતી મદનરેખાનું નામ આવી ગયું હતું.
આવો, અતિટૂંકમાં તેમનું જીવનચરિત્ર જોઈએ.
સુદર્શનપુર નામનું એક નગર હતું. મણિરથ તે નગરનો રાજા હતો. તેનો નાનો ભાઈ યુગબાહુ યુવરાજ હતો. બંને ભાઈઓમાં વીરતા, પરાક્રમ, શૌર્યતા, યુદ્ધકૌશલ, ન્યાયનીતિ નિપુણતા, પ્રજાપાલન, ધર્મપરાયણતા વગેરે ક્ષત્રિયને યોગ્ય ગુણો ઠાંસી ઠાંસીને ભર્યા હતા. બંને ભાઈઓ વચ્ચે રામલક્ષ્મણ જેવો અનન્ય પ્રેમ હતો. આથી જ મણિરથે પોતાના પુત્રનું યુવરાજ પદ યુગબાહુને આપ્યું હતું.
- ૨૬૫
તીર્થકર ભગવંતોનો ઉપદેશ મુખ્યપણે ચાર અનુયોગમાં વહેંચાયેલો છે – દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને ધર્મકથાનુયોગ (પ્રથમાનુયોગ).
- સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા કરતાં સામાન્ય મનુષ્યોની સંખ્યા હંમેશાં વધુ હોય છે. તેમને ધર્મના માર્ગમાં પ્રવેશ કરાવવા માટે કથાનુયોગ બહુ ઉપયોગી છે. કેમકે, સામાન્ય મનુષ્યોને ધર્મમાં એકદમ રસ ઉત્પન્ન થતો નથી. આથી અપાર કરુણાવંત એવા જ્ઞાની ભગવંતોએ ધર્મને અને તત્ત્વજ્ઞાનને એવી રીતે કથાઓમાં વણી લીધાં છે, જેવી રીતે વૈદ્ય કડવી દવાને sugar coat માં વણી લે છે. વળી, કથા એ સરળ, સ-રસ અને શીવ્ર અસર કરનારી વિદ્યા છે. સંસ્કાર રેડવા માટે કથા જેવું બીજું સુગમ સાહિત્ય નથી. કથામાં આબાલ વૃદ્ધ, નિરક્ષર - સાક્ષર, ગરીબ – ધનવાન સૌને રસ પડે છે.
- ૨૬૪
Page #135
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનોમદનરેખા યુગબાહુની ધર્મપત્ની હતી. તે મહાન પતિભક્ત, ધર્મપરાયણ, અનેક સદ્ગુણસંપન્ન તથા અતિ સૌંદર્યવાન હતી. સાથે સાથે એટલી જ બુદ્ધિશાળી પણ હતી. એટલે જ યુગબાહુ કોઈપણ નિર્ણય લેતાં પહેલાં તેની સાથે ચર્ચા કરતો. યુવરાજ પદ સ્વીકારતાં પહેલાં પણ તેણે તેની પત્નીની સલાહ લીધી હતી. તેમનો ચંદ્રયશ નામનો એક સુંદર પુત્ર હતો.
બહુ આનંદપૂર્વક સૌનું જીવન વ્યતીત થઈ રહ્યું હોય છે. ત્યાં એક વખત મણિરથે મહેલની અગાસીમાં મદનરેખાને જોઈ. તેના અદ્દભુત રૂપલાવણ્યને જોઈને તેના પર કામવાસના સવાર થઈ ગઈ. તેણે કોઈપણ ભોગે તેને મેળવવાનું નક્કી કર્યું. તે માટે તેણે સૌથી પહેલાં યુગબાહુને દૂર કરવાનો વિચાર કર્યો.
જર, જમીન ને જોરુ,
ત્રણ કજિયાના છોરું. જ્યારે કોઈ પુરુષ પર કામવાસના સવાર થઈ જાય છે ત્યારે તે સંપૂર્ણ વિવેક ખોઈ બેસે છે. તેને મેળવવા માટે ગમે તેટલી નીચી પાયરીએ ઉતરવું પડે તો પણ તે ઉતરી જાય છે. ભાઈનો એક ક્ષણનો પણ વિરહ સહન ન કરી શક્તો મણિરથ હવે તેને કપટથી દૂર કરવાનો પ્રયત્ન શરૂ કરી દે છે ! રાજ્યની સરહદ પર ઉત્પાત મચાવતા લૂંટારુઓની સામે લડવા માટે યુગબાહુને મોકલે છે.
હવે મણિરથને મોકળું મેદાન મળે છે. તે પોતાની એક વિશ્વાસપાત્ર દૂતી દ્વારા મદનરેખાને દિવ્ય વસ્ત્રો, રત્નજડિત આભૂષણો તથા વિવિધ મિષ્ટાન્ન મોકલાવે છે. મદનરેખાને તે ગમ્યું તો નહીં, પરંતુ તેણે એવા વિચાર સાથે તે સ્વીકારી લીધું કે મારા પતિની ગેરહાજરીમાં મારા જેઠ પિતાની જેમ મારું ધ્યાન રાખતા હશે.
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોઆ જાણીને મણિરથ ખુશ થયો. થોડાંક દિવસ પછી તેણે ફરીથી એથી પણ વિશેષ વસ્ત્રાદિ મોકલ્યાં. આથી મદનરેખાએ દૂતીને સ્પષ્ટ કહ્યું કે પહેલી વખત તો મેં જેઠજીનો અનાદર ન થાય એટલા માટે પ્રસાદ સમજીને સ્વીકાર્યું હતું, પણ હવે તું આ બધું પાછું લઈ જા. આથી દૂતીએ લુચ્ચું હસતાં કહ્યું કે જો. તમે નહીં સ્વીકારો તો મહારાજનું દિલ તૂટી જશે. તે તમને ખૂબ ચાહે છે. આથી મદનરેખાના અંગેઅંગમાં ક્રોધ વ્યાપી ગયો. તે ખુલ્લી તલવાર લઈને તેને મારવા દોડી. દૂતી માંડ માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગી.
મણિરથ ઉપર આ બધાંની કંઈ અસર ના થઈ. તે તો હજી વધુ પ્રયત્ન કરવા લાગ્યો. એક વખત તે છૂપા રસ્તે મદનરેખાના મહેલ સુધી પહોંચી ગયો અને તેની પાસે પોતાના પ્રેમની રજૂઆત કરી. તેણે મણિરથને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. કોઈપણ રીતે તે માન્યો નહીં, ત્યારે મદનરેખાએ ચતુરાઈ વાપરી અને સાસુને બોલાવ્યા. આથી મણિરથ શરમાઈને જતો રહ્યો.
સાસુ પણ મનમાં વહુની પ્રશંસા કરવા લાગ્યા કે તેણે પોતાનું સતીત્વ પણ બચાવ્યું અને કુળની આબરૂ પણ બચાવી.
યુગબાહુ બળવાખોરોને વશ કરીને પાછો આવી જાય છે. બંને બાઈઓ વચ્ચે કોઈ ક્લેશ ના થાય એટલા માટે તે યુગબાહુને કંઈ કહેતી નથી.
હવે મણિરથ યુગબાહુને મારી નાંખીને મદનરેખાને બળજબરીથી પોતાને વશ કરવાનો વિચાર કરે છે. જુઓ ! આ વાસના કેટલી ખરાબ વસ્તુ છે કે તેમાં વ્યક્તિ એ પણ ભૂલી જાય છે કે નાના ભાઈની પત્ની તો પુત્રી સમાન ગણાય. વાસના એ કેટલી અંધ છે! વાસનામાં ફસાયેલ પુરુષને તે સ્ત્રી સિવાય બીજું કંઈ જ દેખાતું નથી હોતું. જે રાજસિંહાસન પર બેસીને સૌનો ન્યાય કરતો હતો તે જ આજે અન્યાય કરવા તૈયાર થયો ! રક્ષક જ ભક્ષક બની ગયો !
- ૨૬૬ +
- ૨૦
Page #136
--------------------------------------------------------------------------
________________
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો થોડા સમય પછી મદનરેખા ફરી ગર્ભવતી બને છે. વસંતોત્સવ મનાવવા તથા બાળક પર ધર્મના સંસ્કાર પડે તે હેતુથી યુગબાહુ - મદનરેખા થોડા સૈન્ય સાથે નગર બહારના વનમાં થોડાક દિવસ રહેવા માટે જાય છે.
મણિરથને આ ઉત્તમ તક મળી ગઈ. યુગબાહુને મારવા માટે તે એકલો તેને મળવા જાય છે. દ્વારપાળ દ્વારા યુગબાહુને પોતાના આગમનના સમાચાર મોકલે છે. યુગબાહુને તેમાં ભાઈનો પ્રેમ દેખાય છે. જ્યારે મદનરેખા અનિષ્ટની શંકાથી ડરી જાય છે અને નાછૂટકે બધી જ વાત યુગબાહુને કરે છે. યુગબાહુનું લોહી તપી ઉઠ્યું. કંઈ પણ થશે તો લડી લઈશ એમ વિચારીને ભાઈને અંદર બોલાવ્યા. થોડી આમતેમ વાતો કરીને મણિરથે યુગબાહુ પાસે પાણી માંગ્યું. યુગબાહુ પાણી લેવા જાય છે ત્યાં જ મણિરથે તક જોઈને યુગબાહુના માથા પર ઝેરવાળી તલવારનો ઘા કર્યો. | ‘અરે દુષ્ટ ભાઈ...' એમ કહીને યુગબાહુ ધરતી પર પડ્યો અને તડપવા લાગ્યો. મદનરેખા દોડી આવી. તે પરિસ્થિતિ પામી ગઈ. ચોકીદારોએ મણિરથને પકડી લીધો હતો. તેને છોડી દેવાનું કહ્યું અને કહ્યું કે આપણે કોઈને સજા કરવાવાળા કોણ ? તેના કર્મ જ તેને સજા કરશે.
યુગબાહુમાં ભાઈ પ્રત્યે ખૂબ વેરના ભાવ હતા અને તે મરણપથારીએ હતો. આથી તેનું મૃત્યુ ન બગડે તે હેતુથી તેને ધર્મનો ઉપદેશ આપવા લાગી અને કહ્યું, કે તમારા ભાઈને તો તમારા પર ખૂબ જ પ્રેમ હતો. મારા કારણે તેમનામાં વાસના ઉત્પન્ન થઈ હતી. વળી, કોઈ કોઈને મારી શકતું નથી. આત્મા અમર છે. આયુષ્યના ક્ષયથી મૃત્યુ થાય છે. તમારા ભાઈ તો નિમિત્ત બન્યા છે. માટે તેમના પ્રત્યે કોઈપણ પ્રકારનો દ્વેષ, ધૃણા કે ક્રોધ ના રાખો. વીતરાગ પ્રભુને યાદ કરો. નવકારમંત્રનું સ્મરણ કરો અને સમભાવપૂર્વક દેહત્યાગ કરો.
- ૨૬૮ -
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો યુગબાહુ પર મદનરેખાના ઉપદેશની અસર થઈ. થોડી જ વારમાં શાંતિપૂર્વક દેહ છોડીને તેણે સ્વર્ગગમન કર્યું.
યુગબાહુના વધના સમાચાર સર્વત્ર ફેલાઈ ચૂક્યા હતા. ચંદ્રયશ પણ આવી ગયો. મદનરેખાએ પુત્રને ધીરજ આપી. સૌ યુગબાહુની અંતિમવિધિની તૈયારી કરવા લાગ્યા. તક જોઈને મદનરેખા પોતાના શીલનું રક્ષણ કરવા જંગલમાં ભાગી ગઈ.
જંગલમાં જ અનુપમ પુત્રને જન્મ આપ્યો. પુત્રનો જન્મ થતાં જ તેને કાનમાં નવકારમંત્ર સંભળાવ્યો. જુઓ ! આવી વિકટ સ્થિતિમાં પણ પુત્રને ધર્મના સંસ્કાર આપવાનું ભૂલતી નથી ! આવી મહાન માતાઓના પુત્ર પણ મહાન જ થાય એમાં શું આશ્ચર્ય !
બાળકને એક કપડામાં લપેટીને ઝાડની ડાળીએ બાંધી પ્રસવથી ઉદ્દભવેલી અશુદ્ધિ દૂર કરવા એક સરોવર તરફ ગઈ. ત્યાં એક વિશાળ હાથી તેની પાછળ પડ્યો અને તેને સૂંઢમાં પકડીને ઊંચે ઉછાળી.
તે જ સમયે મણિપ્રભ નામનો એક વિદ્યાધર મુનિદર્શન માટે જતો હતો. તેણે મદનરેખાને વિમાનમાં ઝીલી લીધી. મદનરેખાના અનુપમ રૂપને જોઈને તે પણ તેની પર મોહિત થયો. તેણે મદનરેખાને તેનું પટરાણી પદ સ્વીકારવા ઘણું કહ્યું. ત્યારે મદનરેખા મનમાં વિચારવા લાગી કે મારું રૂપ જ મારું દુશ્મન બન્યું છે. એક મુસીબત તો હજી ટળી નથી ત્યાં બીજી આવી. ખરેખર મહાત્મા ભર્તુહરિએ ખરું જ કહ્યું છે,
રુપે તરુખ્ય મર્યો એટલે સ્ત્રીને રૂપથી ભય છે. હવે હું શું કરું કે જેથી આનાથી છૂટું ? એમ વિચારીને તે થોડી બુદ્ધિથી કામ લે છે. તે પૂછે છે કે તમે ક્યાં જતા હતા ? ત્યારે મણિપ્રભ કહે છે કે મારા પિતાશ્રી મણિચૂડે મુનિદીક્ષા
- ૨૯
Page #137
--------------------------------------------------------------------------
________________
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો લીધેલ છે. હું તેમના દર્શન કરવા જતો હતો. આથી મદનરેખાએ તેને પોતાની મુનિદર્શનની ઇચ્છા પૂરી કરવા કહ્યું. મણિપ્રભે તે માન્ય રાખી.
બંને મુનિ પાસે પહોંચે છે. મુનિ ચાર જ્ઞાનધારક હોવાથી બધું જાણી લે છે. તે ઉપદેશ આપે છે કે ભવ્ય જીવો ! પરનારીની અભિલાષા ઝેર સમાન છે. તે સમગ્ર કુળનો નાશ કરે છે. વળી, સ્ત્રીનું શરીર મળમૂત્રની ખાણ છે. જગતના સૌથી ગંદા પદાર્થો તેના શરીરમાં રહેલા છે. ઉપર સુંદર ચામડીથી તેને મઢેલું છે. તેમજ આજે જે પત્ની છે તે કોઈક ભવમાં માતા બને છે અને માતા કોઈક ભવમાં પત્ની બને છે.
“નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.”
- શ્રીમદ્ રાજચંદ્રજી. જે પોતાથી નાની ઉંમરવાળીને પુત્રી, સમાન ઉંમરવાળીને બહેન તથા મોટી ઉંમરવાળીને માતા સમાન ગણે છે તે ભગવાન સમાન છે.
મણિપ્રભ પર છવાયેલ વાસનાના પડળ દૂર થઈ જાય છે અને મદનરેખાની માફી માંગે છે.
ત્યારબાદ મદનરેખા પોતાના નવજાત શિશુના સમાચાર મુનિ પાસેથી જાણે છે કે મિથિલાપુરીના રાજા પદ્મરથને ત્યાં તે સુખપૂર્વક પહોંચી ગયો છે. આ બાજુ તેના જેઠ મણિરથને રસ્તામાં ખૂબ પશ્ચાત્તાપ થાય છે કે અરે ! આ મેં શું કર્યું? મારી આજ્ઞામાં સદા તત્પર પુત્ર સમાન ભાઈને મેં મારી નાંખ્યો? પુત્રી સમાન મદનરેખા પ્રત્યે મેં ખરાબ નજર કરી ? હવે હું કોઈને મારું મોં નહીં બતાવું.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો એમ વિચારીને તે જંગલ તરફ જતો હતો. રસ્તામાં તેનો પગ ભયંકર નાગ પર આવી જવાથી તે નાગે તેને ડંખ માર્યો. ત્યાં વળી પાછા તેના ભાવ બદલાઈ ગયા. તે વિચારવા લાગ્યો કે મેં જે કર્યું છે તે ક્ષત્રિયને યોગ્ય જ કર્યું છે. હું મદનરેખાને પ્રેમ કરું છું. તેને મેળવવા મેં યુગબાહુને મારીને કંઈ ખોટું કર્યું નથી. ચંદ્રયશ વચ્ચે આવશે તો તેના પણ એ જ હાલ કરીશ. આવી દુર્ભાવનામાં મરીને તે નરકમાં ગયો. ચંદ્રયશ સુદર્શનપુરનો રાજા બન્યો.
ત્યાં જ દેવ બનેલ યુગબાહુ મુનિના દર્શન માટે આવે છે. વિશેષ પદ પર રહેલ વ્યક્તિ કરતાં નાના પદ પર રહેલ પરંતુ પોતાના ઉપકારી તે પોતાને માટે વિશેષ છે એમ વિચારીને તેણે સૌપ્રથમ મદનરેખાને નમસ્કાર કર્યા, પછી મુનિને નમસ્કાર કર્યા અને પોતાનો પરિચય આપ્યો.
મદનરેખાને મુનિ પાસેથી બધો વૃત્તાંત જાણીને ખૂબ વૈરાગ્ય થાય છે. પુત્રને ક્ષેમકુશળ જોઈને સાધ્વીની દીક્ષા લઈશ એમ વિચારીને તે દેવને મિથિલાપુરી લઈ જવા વિનંતી કરે છે. દેવ તેને મિથિલાપુરી લઈ જાય છે. મદનરેખાને એટલો વૈરાગ્ય હોય છે કે દેવના રત્નજડિત અનુપમ વિમાનમાં ક્યાંય નજર પણ કરતી નથી. મિથિલાપુરી પહોંચીને સૌથી પહેલાં તે સુદર્શના નામના સતી સાધ્વીજી પાસે જાય છે. તેમનો ઉપદેશ સાંભળીને તેની હવે પુત્રદર્શનની ઇચ્છા પણ ચાલી જાય છે. કદાચ પુત્રને જોઈને મોહ ઉત્પન્ન થાય તો ? એમ વિચારીને તરત જ ત્યાં જ સુદર્શના સતી પાસે દીક્ષા લે છે અને સુવ્રતા નામ ધારણ કરે છે.
મદનરેખાના નવજાત પુત્રને રાજા પમરથ પોતાના મહેલમાં લાવે છે અને પુત્રજન્મનો મહોત્સવ કરે છે ત્યારે બધા રાજાઓ તેમને નમવા લાગ્યા. આથી પુત્રનું નામ નમિરાજ રાખે છે. નમિરાજ યુવાન થતાં પદ્મરથ તેને
- ૨૦૧
Page #138
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો સુંદર શિયળ સુર તરુ, મન વાણી ને દેહ; જે નર નારી સેવશે, અનુપમ ફળ લે તેહ.
- શ્રીમદ્ રાજચંદ્ર
શીલ રતનકે પારખું, મીઠા બોલે બૈન; સબ જગસે ઊંચા રહે, નીચાં રાખે નૈન. શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ.
- લાલા રણજીતસિંહજી
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો રાજ્યભાર સોંપે છે. એક વખત ચંદ્રશનો ઉન્મત્ત થયેલો હાથી નમિરાજના નગરની સરહદમાં આવી જાય છે. નમિરાજ તેને પકડી લે છે. ચંદ્રયશ તેને પોતાનો હાથી સોંપી દેવાનું કહે છે, પણ નમિરાજ તે સ્વીકારતો નથી. આથી બંને વચ્ચે યુદ્ધ થાય છે.
સતી સુવ્રતા (મદનરેખા) ના જાણવામાં આવતાં તે તરત યુદ્ધભૂમિમાં પહોંચે છે. આમ તો કોઈપણ સાધુ કે સાધ્વી યુદ્ધભૂમિમાં ન જઈ શકે, પરંતુ યુદ્ધને રોકીને મોટી જાનહાનિ રોકવા અપવાદ રૂપે સાધ્વી સુવ્રતા યુદ્ધભૂમિમાં જાય છે. બંને ભાઈઓને સમજાવે છે અને કહે છે કે તેઓ બંને સગાં ભાઈ જ છે. ત્યારે બંને ભાઈઓને ખૂબ પશ્ચાત્તાપ થાય છે. બંને પ્રેમથી ગળે મળે છે. ચંદ્રયશ નમિરાજને રાજય સોંપીને દીક્ષા લે છે. નમિરાજ પણ થોડા વર્ષો પછી પોતાના પુત્રને રાજય સોંપીને દીક્ષા લે છે. આમ મદનરેખા, ચંદ્રયશ, નમિરાજ શ્રેષ્ઠ આત્મકલ્યાણને સાધે છે.
જુઓ ! એક સતી સ્ત્રીએ યુગબાહુનું સુગતિ મરણ કરાવ્યું, મણિપ્રભને દુર્વાસનામાંથી ઉગાર્યો, બંને પુત્રોને ઉત્તમ સંસ્કાર આપ્યા, યુદ્ધ અટકાવ્યું તેમજ અનેક કષ્ટો વેઠીને પણ પોતાના સતીત્વનું રક્ષણ કર્યું. આપણે પણ તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને જીવનને યત્કિંચિત્ ઊર્ધ્વગામી બનાવીએ. સ્ત્રીમાં ઘણી શક્તિ હોય છે. તે ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને ધારે તો નરક પણ બનાવી શકે છે. બંનેનું પ્રત્યક્ષ અને પરોક્ષ ફળ તે ભોગવે છે. માટે આપણે શું કરવું તે આપણે વિચારવું.
લાખ લાખ વંદના સતી શિરોમણિ મદનરેખાને.
(અમદાવાદસ્થિત જૈનદર્શનના અભ્યાસુ રીનાબહેન સ્વાધ્યાય સત્સંગમાં ખૂબ રસ ધરાવે છે.)
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ.
- ૨૦૨
- ૨૩ -
Page #139
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
૩૫
ઉદાયન રાજાની કથામાં ક્ષમાભાવ
- શૈલા રાજેન્દ્ર શાહ
તીર્થંકર મહાવીરના સમયમાં સિંધુ-સૌવીર દેશમાં ઉદાયન રાજા રાજય કરતો હતો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર' માં ઉદાયન રાજાનું ચરિત્ર વિસ્તારથી આપ્યું છે. આ પદ્યાત્મક સંસ્કૃત કૃતિમાં પ્રભુ મહાવીરનું ચરિત્ર તથા ગણધરો અને ઉત્તમ શલાકા ૬૩ પુરુષોની કથાનું ચિત્રણ કર્યું છે.
સિંધુ સૌવીર દેશના વીતભય નામના નગરમાં ઉદાયન રાજા રાજય કરતો હતો. તેની અતિ સ્વરૂપવાન પ્રભાવતી રાણી સમ્યગુદર્શનથી યુક્ત હતી. રાજા-રાણી બંને વીતરાગી મહાવીર પ્રભુની ભક્તિ તન-મનથી કરતા હતા. તેમના મહેલના દેરાસરમાં ગોશીષચંદનકાષ્ઠની ઈન્દ્ર મહારાજાએ સ્વર્ગમાં પૂજેલ પ્રભુ મહાવીરના જીવનકાળમાં જ નિર્મિત થયેલ ચમત્કારિક જીવિત સ્વામીની પ્રતિમા હતી. તેની પૂજા-અર્ચના બંને સાથે મળીને પ્રેમપૂર્વક કરતા હતા. સાથે તેમની કુબ્બા દાસી પણ પરમાત્માની ભક્તિ કરતી હતી.
- ૨૦૪
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો એક દિવસ જિનમંદિરમાં મહારાજા વીણા વગાડતા હતા અને રાણી ભક્તિમાં લીન થઈ નૃત્ય કરતી હતી. ત્યારે અચાનક રાજાની નજર રાણી પ્રભાવતી પર પડી તો જોયું કે, મહારાણીનું મસ્તક દેખાતું નથી અને બાકીનું શરીર નૃત્ય કરે છે. મહારાજાને આ વિચિત્ર દેશ્યનું કારણ સમજમાં આવ્યું નહીં. તેમણે ઘણાં જ પ્રેમથી સર્વ હકીક્ત પ્રભાવતીને જણાવી. તેઓ સામુદ્રિક વિદ્યાના જાણકાર હતા. માટે પોતાના અલ્પ આયુષ્યની ઉદાયન રાજાને વાત કરી. રાણીએ પોતાની સંયમ લેવાની ભાવના તથા જિનમંદિરની સારસંભાળ કુન્જા દાસીને સોંપવાની ઇચ્છા પણ સાથે સાથે જણાવી. ઉદાયન રાજા ઉદાર મનના હતા. તેમણે રાણીને દીક્ષા લેવાની રજા આપી અને રાણી જો દેવપણાને પામે તો તેમને પ્રતિબોધ પમાડવા માટે આવે એવું વચન પણ લઈ લીધું.
હવે કુબ્બા દાસી જિનમંદિરની સેવિકા બની ગઈ. એકવાર ગાંધાર દેશનો એક શ્રાવક આ પ્રતિમાના વંદનાર્થે વીતભયનગર આવ્યો. દાસીએ જીવિત સ્વામીજીના દર્શન કરાવ્યા. તે બીમાર થઈ જતાં દાસીએ ખૂબ સેવાચાકરી કરી. એ શ્રાવક દાસીની સેવાથી પ્રસન્ન થયો અને પોતાની પાસેની ગુટિકાથી કુ%ા દાસીને અતિ સ્વરૂપવાન બનાવી દીધી. લોકો એને સુવર્ણ ગુલિકાના નામથી ઓળખવા લાગ્યા.
અવંતીદેશમાં ચંડપ્રદ્યોત રાજાએ એકવાર આ દાસીના રૂપના વખાણ સાંભળ્યા. એ સ્વરૂપવાન દાસીને પોતાની રાણી બનાવવાના ખ્યાલથી વીતભયનગર આવ્યો. એની સાથે આવેલા અનલગિરિ હાથીએ રાતોરાત કોઈના પણ જાણ વગર દબાતે પગલે પોતાના માલિકના હુકમનું પાલન કર્યું. આમ, ચંડપ્રદ્યોત રાજા સ્વરૂપવાન દાસી અને ચંદનની જિનપ્રતિમા ઉજજૈન લઈ જવા નીકળ્યા. રાજા ઉદાયને મંદિરમાં સ્થાપિત થયેલ નવી પ્રતિમા જોઈ
- ૨૦૫
Page #140
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો અને સાથે દાસી પણ નહીં દેખાતા સર્વ હકીક્ત જાણી. ચંડપ્રદ્યોત સાથે યુદ્ધ કરવા મેદાને પડ્યો. મહારાજા ઉદાયને અનલવેગ હાથીના પગના તળિયા વીંધી નાંખ્યા અને ચંડપ્રદ્યોતને બાંધી દીધો. તેના લલાટ ઉપર દાસીપતિ લખાવ્યું. જિનપ્રતિમા ત્યાંથી ખસી નહિ માટે એને દશપુરમાં જ રાખી ચંડપ્રદ્યોતને કેદી બનાવી વીતભયનગર જવા નીકળ્યા.
તે સમય દરમ્યાન પર્યુષણ પર્વ આવ્યા. આ પર્વના દિવસોમાં શ્રાવકો પાંચ કર્તવ્યનું પાલન કરે છે - (૧) અમારિ પ્રવર્તન, (૨) સાધર્મિક વાત્સલ્ય, (૩) ક્ષમાપના, (૪) અઠ્ઠમ તપ, (૫) ચૈત્યપરિપાટી.
ઉદાયન રાજાએ ચાતુર્માસ દરમ્યાન જીવહિંસા ન થાય માટે પોતાની યાત્રા થંભાવી દીધી હતી. ઉપવાસ પણ એણે કર્યો હતો. હવે રાજાને ઉપવાસ હોવાથી રસોઈયાએ ચંડપ્રદ્યોત કેદી ભોજનમાં શું લેશે તથા પોતાના માલિક કેમ ઉપવાસ કરે છે એ જણાવ્યું. ચંડપ્રદ્યોત પોતે કેદી હતો. માટે એને શંકા થઈ કે મારા ભોજનમાં આ લોકો ઝેર નાંખશે તો પોતે મરી જશે. આવા ડરને કારણે એણે પણ પોતાને ઉપવાસ છે એમ જણાવ્યું તથા પર્વમાં બીજું કંઈ ખાશે નહિ એમ કહ્યું. ઉદાયન રાજાને જેવી ચંડપ્રદ્યોતના ઉપવાસ વ્રતની જાણ થઈ તેવા તરત જ આવીને એને બંધનમુક્ત કરે છે અને એને ક્ષમા આપે છે. તેઓ પર્વના દિવસમાં દુશ્મનાવટ દૂર કરી અને મિત્ર બનાવે છે. ઉદાયન રાજા પોતે ખૂબ ધાર્મિક વૃત્તિનો હતો. એ મન, વચન, કાયાના ત્રિકરણ યોગથી ચંડપ્રદ્યોત રાજાને ખમાવે છે. પોતાને ઉપવાસ હોવા છતાં એનામાં રહેલા ઉત્કૃષ્ટ દયાભાવથી દુશ્મનને પણ મન ભાવતા ભોજન આપવાનું રસોઈયાને કહે છે. આમ, એ દરેક રીતે શ્રાવકના કર્તવ્યનું પાલન કરે છે.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો તત્ત્વાર્થ સૂત્રની વૃત્તિમાં શ્રી સિદ્ધસેન ગણિ અને વિંશતિવિંશિકામાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ ક્ષમાના પાંચ પ્રકારો દર્શાવ્યા છે – (૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા, (૫) ધર્મ ક્ષમાં.
પ્રભુ મહાવીરના સમકાલીન ઉદાયન રાજાની ક્ષમાને વચનક્ષમા અને ધર્મક્ષમામાં મૂકી સકાય.
આજે દુનિયામાં જયાં જયાં તોફાનો છે તેના મૂળમાં શત્રુભાવ, ધિક્કાર, તિરસ્કાર, વેર વાળવાની વૃત્તિઓ અને બદલો લેવાની ભાવનાઓ વગેરે હોય છે. ક્ષમામાં માનવધર્મ અને વિશ્વશાંતિના શ્રેષ્ઠતમ ઉપાયો છુપાયેલા છે. અહિંસા, શાંતિ, દયા, ક્ષમતા, ઐક્યતા અને ભાઈચારો તથા સર્વજનો માટે ગ્નેહભર્યો વ્યવહાર કરવાની પ્રેરણા એકમાત્ર જિનશાસન આપે છે. ક્ષમા वीरस्य भूषणम् । जैनम् जयति शासनम् ।
(સુરત સ્થિત શ્રીમતી શૈલા રાજેન્દ્ર શાહ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી M.Sc., LL.B. કર્યું છે. જૈન ધર્માનુરાગી છે. જૈન કથાનકોમાં ગહન રુચિ ધરાવે છે. અવારનવાર જ્ઞાનસત્રો અને અન્ય સંસ્થાઓમાં વક્તવ્ય આપે છે. ઉપરાંત કાઉન્સીલીંગ પણ કરે છે. તેમનું કાર્યક્ષેત્ર સુરત છે.)
- ૨૦૬
+ ૨oo.
Page #141
--------------------------------------------------------------------------
________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
૩૬
સંગમથી શાલિભદ્રની યાત્રા: ઉત્કૃષ્ટ દાનભાવનાનું ઉદાહરણ
- હેમાંગ સી. અજમેરા
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ખીર વહોરાવાના પુણ્યના ફળસ્વરૂપે તેમને દેવલોકથી દિવ્ય રત્નો, આભૂષણો, વસ્ત્રો વગેરેની નવ્વાણું પેટીઓ રોજ ઉતરતી હતી. એ શ્રેણિક રાજા કરતા પણ અતિ ધનવાન અને સમૃદ્ધ હતા. તો શું કેવળ એક વાટકી ખીર વહોરાવાથી આટલી બધી સમૃદ્ધિ બધાને મળી શકે ?
પરમાત્મા સમજાવે છે કે મહત્ત્વ દાન કેટલું કર્યું એનું નહિ, પરંતુ કેવી પરિસ્થિતિમાં અને કેવા ભાવો સાથે દાન દેવાય છે તેનું મહત્ત્વ છે. જૈન કથાનુયોગમાં સંગમ ગોવાળ અને શાલિભદ્રના જીવનની તે અમૂલ્ય ક્ષણોનો ઉલ્લેખ છે. સંગમ ગોવાળ, એ આઠ-નવ વર્ષનો એક બાળક ઘણા દિવસોથી તેની માતા પાસે ખીર ખાવાની ઇચ્છાને દર્શાવી રહ્યો હતો. ઘરની પરિસ્થિતિ અત્યંત દારિદ્રમય હોવાના કારણે તે માતા અને દીકરો જમવા માંડ કરીને પામતા હતા. તેવી પરિસ્થિતિમાં ખીર બનાવવી તે એક સ્વપ્ન સમાન જ હતું. રોજ માતા સંગમને સમજાવે, કે આજ નહિ પણ પછી આપણે ખીર બનાવશું. છેવટે, જ્યારે સંગમની ખીર ખાવાની તડપ તેની માતાથી સહન ન થઈ, તો તેણે કોઈક પાસેથી થોડી સાકર અને કોઈક પાસેથી થોડુંક દૂધ એમ એક-એક સામગ્રી માંગીને એક વાટકો ખીર બનાવી હતી. મા એ પ્રેમથી સંગમને માટે ખીર બનાવી અને એક થાળીમાં ઠારવા રાખીને પોતાના કામથી તે બહાર જાય છે. સંગમની ખુશીનો તો કોઈ પાર ન હતો. એ તો ખીરને નિહાળતો જ રહ્યો કે આજે મને મારી મનગમતી ખીર ખાવા મળશે. એવા વિચારથી ખૂબ હરખાવા લાગ્યો. ત્યારે ઘરમાં બીજું કોઈ જ ન હતું. તેવા જ ક્ષણે સંગમને એક સંતનો યોગ થાય છે. આ નાનકડો સંગમબાળ તે સંતને આવકાર આપે છે, અને અત્યંત પ્રસન્નતા અને ભાવપૂર્વક ખીર વહોરાવીને યાચના કરે છે. સંત તેના સરળ ભાવોને નિહાળે છે અને ખીર વહોરાવીને ધર્મલાભ આપે છે.
- ૨૦૯
પરમાત્મા દ્વારા બતાવેલી પ્રત્યેક ધર્મકથામાં ગૂઢ રહસ્યો સમાયેલા હોય છે. જયારે પણ આપણે તે સત્ય ઘટનાઓને સ્મરણપટ ઉપર લાવીને અનુપ્રેક્ષા કરીએ છીએ તો આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. સહજતાથી આત્મલક્ષી બોધ મળે છે.
શ્રાવક ધર્મના ચાર સ્તંભ છે – દાન, શીલ, તપ અને ભાવ. તેમાં શ્રાવકનો સર્વપ્રથમ ધર્મ, સર્વ પ્રથમ કર્તવ્ય દાન છે. અનેક પ્રકારના દાનમાં શ્રેષ્ઠ સુપાત્ર દાન છે, અને જયારે પણ સુપાત્ર દાનની વાત આવે તો સંગમ ગોવાળે કરેલું સુપાત્ર દાન આપણા સહુના સ્મરણમાં આવ્યા વગર રહે જ નહિ, તેમણે એક વાટકો ખીર વહોરાવી હતી અને તેઓ આવતા ભવમાં ગોભદ્ર નામના એક શ્રીમંત શેઠને ત્યાં શાલિભદ્ર રૂપે જન્મ લે છે. એક વાટકી
* ૨૦૮
Page #142
--------------------------------------------------------------------------
________________
--જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો સંગમ ભાવવિભોર થઈને બધી ખીર વહોરાવે છે. સંત તો ત્યાંથી વિહાર કરે છે, પણ સંગમ તો અત્યંત હર્ષ, ઉલ્લાસ અને સંતોષની અનુભૂતિ કરે છે. જેમ એક પાણીનું ટીપું જો સાગરમાં ભળી જાય તો તેનું અસ્તિત્વ જે રીતે ખોવાય જાય, એવી જ રીતે “આજે મને ખીર ખાવા મળશે” ની ટીપું સમાન ખુશી
સંતને વહોરાવાનો લાભ મળ્યો” ની સાગર સમ પ્રસન્નતામાં એવી ખોવાઈ ગઈ કે સંગમને એવો વિકલ્પ પણ ન આવ્યો હવે મારે માટે શું? હવે હું શું ખાઈશ ? સંગમ એટલો ગદગદ થઈ ગયો કે તે હરખાઈને થનગનવા લાગ્યો. એ પોતાની ખુશી કોઈપણ પ્રકારે વ્યક્ત કરી શકતા ન હતા. મુખ પર એક અનેરું સ્મિત. હું કેટલો ભાગ્યવાન છું કે સંતે મારા ઘરમાં પગલાં કર્યા. એ સંત કેટલા ઉપકારી છે કે મારી વિનંતી સ્વીકારી અને ખીર પણ વહોરાવી.
આવી હોય છે ઉત્કૃષ્ટ ભાવના. એક દૃષ્ટિએ જોઈએ તો આ એક નાનકડી જ વાત છે, કે એક નાના બાળકે ભાવપૂર્વક ખીર વહોરાવી ! પણ પરમાત્માએ આ દૃષ્ટાંત આપણી સમક્ષ આપીને આપણને ઘણો બધો બોધ આપ્યો છે. સંગમ જ્યારે આપે છે તો તે સર્વ અર્પણ કરી દે છે. આપણી ખોટ એ છે કે આપણે દ્રવ્યને ગણીએ છીએ પણ ગુણોને ગણતા નથી. સંગમે સંતના ગુણોને જોયા, અને તેની તુલનામાં દ્રવ્યની કિંમત ન ગણકારી ! સંગમ નિઃસ્વાર્થભાવે અર્પણ કરે છે. તેને કંઈ જોઈતું નથી. ‘દાન આપીશ તો મને પુણ્યનો બંધ થશે.” જો એવો ભાવ આવે તો પણ આપણું દાન નિઃસ્વાર્થ નથી રહેતું.
સંગમની દાન ભાવનામાંથી પ્રેરણા લઈ આપણા જીવનમાં ઉતારીએ તો આપણું જીવન ધન્ય બની જાય. ઘણીવાર આપણે સહુ તખ્તી લગાવીને નામ અને પ્રશંસા મળે, તે હેતુથી દાન આપતા હોઈએ છીએ, પરંતુ જ્યારે
- ૨૮૦
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો - આપણું નામ આવે ત્યારે આપણા અંદરમાં “મેં આપ્યું” નો સૂક્ષ્મ અહંકાર જન્મ પણ લઈ શકે છે. સર્વને દાનભાવનાની પ્રેરણા આપવાના હેતુથી જ્યારે આપણે નામ લખાવીએ ત્યારે તે દાન શ્રેષ્ઠ બની જતું હોય છે. સામાન્ય રીતે દાન આપનારને એવું લાગે કે મેં એને આપીને લેનાર ઉપર ઉપકાર કર્યો છે. પણ સંગમને દાન ગ્રહણ કરનાર માટે અહોભાવ થાય છે. એમને એવા ઉત્કૃષ્ટ ભાવો થયા કે સંતે મારી પાસેથી દાન સ્વીકારી મારા ઉપર ઉપકાર કર્યો છે. જેને દાન આપીને દીનતાનો અનુભવ થાય તે જ પરમાત્માના અનુયાયી હોય! જેમ જેમ સંગમ એ વહોરાવાની ક્ષણોને યાદ કરતા એમ એમ એની પ્રસન્નતા બમણી થઈ રહી હતી. આવી પ્રસન્નતાના ભાવમાં જ તેમનું આયુષ્ય પૂર્ણ થાય છે અને તે એક ધનાઢ્ય શેઠના ઘરે શાલિભદ્ર રૂપે જન્મ લે છે.
અત્યંત સુખસાહ્યબીમાં શાલિભદ્ર મોટા થાય છે. એક ઘટનાથી યુવાન શાલિભદ્રને જ્યારે સમજાય છે કે અઢળક સંપત્તિ હોવા છતાં પણ તેમનાથી ઉપર રાજાનું સ્થાન હોય અને તેમની ઉપર કોઈ સ્વામી છે, તો તેમને અકળામણ થવા લાગે છે. એ જ મનોમંથનમાં એક સંતના દર્શનથી એમને બોધ મળે છે કે સંયમી આત્માઓના માથે કોઈ સ્વામી હોતા નથી, કેમકે તેઓ તો પરમની યાત્રાના ગામી હોય છે. ત્યારે તેમને સંસારની મૂલ્યહીનતા સમજાય છે અને તે તેમના બનેવી ધન્નાની સાથે સર્વસંગપરિત્યાગ કરી પરમાત્મા મહાવીરના શરણમાં દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેઓ સાધના, આરાધના અને ઉગ્ર તપસ્યા કરી પોતાના ભવોભવના કમને તોડે છે. પ્રભુની આજ્ઞા લઈને શાલિભદ્ર મુનિ અને ધન્ના મુનિ વૈભારગિરિ પર પાદપોપગમ આજીવન અનશન સ્વીકાર કરે છે. ત્યાંથી ધન્ના મુનિ સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે અને શાલિભદ્ર મુનિ કાલાનુસાર સર્વાર્થસિદ્ધિ નામના અનુત્તર વિમાનમાં
૨૮૧
Page #143
--------------------------------------------------------------------------
________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો તેત્રીસ સાગરોપમનું આયુષ્યના દેવ રૂપે જન્મ લે છે અને ત્યાં હાલ બિરાજમાન છે. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે.
સામાન્ય દૃષ્ટિકોણથી એવું લાગે કે દાન આપવાથી સંગમને શાલિભદ્રના ભવમાં ઋદ્ધિ, સંપત્તિ, સમૃદ્ધિ વગેરે પ્રાપ્ત થયું, પણ તેનાથી પણ અધિક વિશેષ સમજવાનું એ છે કે જ્યારે આપણે એક વાર આપીએ છીએ તો આત્મામાં ધીરે ધીરે આપવાના સંસ્કાર રોપાય છે. જો સંગમ ખીરનો ત્યાગ કરી શક્યા તો જ તે આવતા ભવમાં સર્વસંગપરિત્યાગ કરીને, અઢળક સંપત્તિ, બત્રીસ પત્ની, મહેલથી પણ વિશેષ એવી હવેલીને છોડીને પરમાત્માની રાહ પર પરમાત્મા બનવા તત્પર થયા. કોઈ ત્યાગ નાનો નથી હોતો. શુદ્ધ ભાવથી થતા નાના નાના ત્યાગરૂપી બીજ આપણા આત્મામાં આવતી કાલે વૈરાગ્ય રૂપી વટવૃક્ષ પણ બની શકે છે ! જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધ મિચ્છામી દુક્કડમ.
જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો - ગુણવંત બરવાળિયાનાં પુસ્તક
T સર્જન તથા સંપાદન ખાંભા (અમરેલી) ના વતની ગુણવંતભાઈએ C.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કોન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામ સંઘ-ઘાટકોપર, પ્રાણગુરુ, જૈન સેન્ટર, એમ.બી. બરવાળિયા ફાઉન્ડેશનની અંદન હોલીસ્ટિક ઈન્સ્ટિટ્યૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓનાં મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડોક્ટરેટ કરેલ છે. જૈન વિશ્વકોશ, “ગુજરાત વિશ્વકોશ’ તથા જૈન આગમ મિશન સાથે સંકળાયેલા છે. • હૃદયસંદેશ પ્રીત-ગુંજન શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન અમૃતધારા સમરસેન વયરસેન કથા સંકલ્પ સિદ્ધિનાં સોપાન Glimpsis of world Religion Introduction to Jainisim • Commentray on non-violence. Kamdhenu (wish cow). Glorry of detechment ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈનકથાઓ • વિનયધર્મ • ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના - ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા · આગમ અવગાહન છે જ્ઞાનધારા (ભાગ - ૧ થી ૧૫) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) - કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) • વિચારમંથન • દાર્શનિક દૃષ્ટા - અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) • જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) • અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) • અમરતાના આરાધક જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈનદર્શન અને ગાંધીવિચારધારા - અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી • આપની સન્મુખ • મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) • વીતરાગ વૈભવ આગમદર્શન • જૈનદર્શનમાં સંબોધના સ્પંદનો • જ્ઞાનસાધના અને સરસ્વતીચંદના • વિશ્વ વાત્સલ્યનો સંકલ્પ • વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) આધ્યાત્મિક કાવ્યોમાં આત્મદર્શન • જીવન સંધ્યાએ અરુણોદય • સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) • આદર્શ કેળવણીનું ઉપનિષદ અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે • ઉરનિઝરા (કાવ્યસંગ્રહ) • તપાધિરાજ વર્ષીતપ• દામ્પત્યવૈભવ (દામ્પત્યજીવનને લગતા લેખોનો સંચય) • ઉત્તમ શ્રાવકો છે ભગવાન મહાવીર અને સંયમજીવન • મૃત્યુનું સ્મરણ (44 Riau) • Aagam An Introduction Development & Impact of Jainism is India & abroad જેને પત્રકારિત્વ અધ્યાત્મ આભાઇ શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર: એક અધ્યયન શ્રુતજ્ઞાનનાં અજવાળાં શૈલેષી (આલોચના અને ઉપાસના) જૈન ધર્મના ચોવીસ તીર્થંકરો • જૈન વિશ્વકોશ ખંડ : ૧-૨ (ડૉ. કુમારપાળ દેસાઈ સાથે) E-mail: gunvant.barvalia@gmail.com 022-42153545
- ૨૮૩
| (ચેન્નઈ સ્થિત હેમાંગભાઈ જૈન ધર્મના અભ્યાસુ છે. તેઓ M.Tech., II.T. એરોસ્પેસ એન્જિનીયર છે અને મુંબઈ યુનિવર્સિટીમાં જૈનોલોજી ડિપ્લોમાં કરેલ છે. તેઓ રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પ્રેરિત ‘સંબોધીસત્સંગ’ સાથે સંકળાયેલા છે.)
+ ૨૮૨ ૦
Page #144
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફ્લિોસોફિક્ત એન્ડ
લિટરી રિસર્ચ સેન્ટર, મુંબઈ - ઘાટકોપર
સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજસાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું.
આ સંદર્ભમાં પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતબાઈ મ.સ. નાં વિદ્વાન ૫. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ, મુબંઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજયશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફી એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટરનો ઉદ્દેશ આ પ્રમાણે છે : • જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. • સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મનાં સાહિત્યનું પ્રકાશન કરવું. • જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજુઆત કરવી. • પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ
કરવી. • જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. • જૈન સાહિત્યમાં અધ્યયન અને સંશોધન માટે Work-shop કાર્ય-શાળાનું આયોજન
કરવું. • જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. • વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. • ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું
આયોજન કરવું, સંસ્કારલક્ષી, સજ્વલક્ષી અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. • અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિવાંચન અને પ્રાચીન જૈન ગ્રંથો
(old Jain Manuscript) નું વાંચન. • જૈન ધર્મ પર સંશોધન M.A, Ph.D., M.Phill કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત
સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન, • જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરે સી.ડી. તૈયાર
કરાવવી. • દેશ-વિદેશનમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન - આયોજન, ઈન્ટરનેટ પર
‘વેબસાઈટ” દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ
આપના સહયોગની અપેક્ષા સાથે જૈનફિલોસોફિકલ એન્ડ
ટ્રસ્ટી અને માનદ્ સંયોજક લિટરરીરિસર્ચ સેન્ટર,
ગુણવંત બરવાળિયા અહંમ સ્પીરીચ્યલ સેન્ટર
મો. ૦૯૮૨૦૨૧૫૫૪૨ E-mail: gunvant.barvalia a gmail.com
Page #145
--------------------------------------------------------------------------
________________ વિશ્વભરમાં ધર્મ અને સાહિત્યએ દષ્ટાંત કથાઓનો સહારો લીધો છે. પ્રાથમિક દશાના વાચકો માટે ગહનતત્ત્વો સમજવા અઘરા છે પરંતુ દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવાર થઈ વાચકના હૃદય સુધીની યાત્રા સરળતાથી કરી શકે છે. જૈન કથાનકોની વિરાટ સૃષ્ટિ આપણી અમૂલ્ય સંપદા છે. કથા સાહિત્ય માનવીના ચારિત્ર્ય ઘડતરમાં ઉપયોગી છે. આ કથાનકોમાં શુભાશુભ કર્મવિપાકોને પ્રગટ કરનાર દૃષ્ટાંતો પ્રાપ્ત થાય છે જે આદર્શ જીવનનું દિશા દર્શન કરાવનાર છે.