________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
સાદા, સરળ શબ્દો, નાના-નાના વાક્યો, રસાળ વહેતો કથાનો પ્રવાહ, બંને રાજવી સહોદર છે તે દર્શાવતું ચમત્કૃતિનું તત્ત્વ - આ બધી લેખકની શૈલીની વિશેષતાઓ વાચકને પકડી રાખે છે.
સમગ્ર પૃથ્વી ઉપર અત્યારે જ્યારે આતંકનો ભય વ્યાપેલો છે ત્યારે આપણા મનના છૂપા ખૂણામાં આશાનો એક તંતુ જીવંત હોય છે કે કોઈક તત્ત્વ આ સંહારને રોકે. અહીંયા જેમ સાત્ત્વિકતા અને કોમળતાના પ્રતીક સમ સાધ્વીજી આવી ચડે છે!, તેમ અત્યારના આતંકને અટકાવવા માટે લાગણીસભર, નાનું એવું વિચારબિંદુ પણ નિમિત્ત બને તો સારું એમ આપણું મન ઝંખે છે. કાળમીંઢ પથ્થર ઉપરથી ખળખળ વહેતા પાણીના ઝરણાંની તાકાત કેટલી કે તે પથ્થરમાં પણ ખાડાં પાડી શકે છે. એ જ રીતે છળકપટ વગરના, દંભ વગરના માનવીના મનની સરળ વૃત્તિઓની તાકાત પણ કાંઇ કમ નથી હોતી. મહાત્મા ગાંધીજીએ શસ્ત્રો વગર ભારત દેશને અહિંસક માર્ગે આઝાદી અપાવી તે ઘટના પાછળ પણ સત્ય, અહિંસા જેવા સનાતન મૂલ્યોમાં રહેલો તેમનો દૃઢ વિશ્વાસ જ દૃષ્ટિગોચર થાય છે. જમીનમાં ઢબૂરાયેલું નાનું બીજ જમીનના પડને વીંધીને પોતાના અંકુરોને વ્યક્ત કરે છે તેમ, મૂલ્યોની છૂપી તાકાત ગજબની હોય છે. જો માણસના હૈયામાં રામ વસે તો અશક્ય વાત પણ શક્ય બને છે અને દુર્લભ વસ્તુ સુલભ બને છે.
આ જ્ઞાનસત્ર નિમિત્તે મને મારા વિચારો રજૂ કરવાની અને કંઈક અંશ પિતૃઋણ અદા કરવાની તક આપી તે બદલ આ જ્ઞાનસત્રના આયોજકોનો હાર્દિક આભાર.
(ભાવનગર સ્થિત માલતીબેન શાહે તત્ત્વજ્ઞાન વિષયમાં Ph.D. કરેલ છે. તેમના ચાર પુસ્તકો પ્રગટ થયા છે. જૈન સેમિનારમાં શોધપત્રો પ્રસ્તુત કરે છે.)
*
૧૧
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
મોહનલાલ ધામી કૃત ‘વેળા વેળાની વાદળી’ માં વ્યક્ત
થતો કર્મસિદ્ધાંત
- પારુલ ભરતકુમાર ગાંધી
અખૂટ સાહિત્યભંડારથી જૈનશાસન આજે સમગ્ર વિશ્વને ઝળાહળાં કરી રહ્યું છે. શૂન્યનો સર્વ પ્રથમ પરિચય આપનાર કહો કે પરમાણુની સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમજણ આપનાર કહો, છ કાયમાં જીવની પ્રથમવાર ઓળખ કરાવનાર કહો કે અનેકાંત દ્વારા સંઘર્ષોનું સમાધાન આપનાર જૈનદર્શને ભારતને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સાબિત કર્યું છે. જૈનદર્શનના સાંાકેતિક મૂલ્યવાન ખજાનાનો સૌથી લોકપ્રિય અને લોકભોગ્ય સાહિત્યપ્રકાર રહ્યો હોય તો તે કથાસાહિત્ય છે. ૧૯ મી ૨૦ મી સદીમાં જે મહાન સાહિત્યકારો થઈ ગયા તેમાં સિદ્ધહસ્ત નવલકથાકાર મોહનલાલ ચુનીલાલ ધામીનું નામ સુવર્ણાક્ષરે લખાયેલું છે. સરસ્વતીપુત્ર મોહનલાલ ચુ. ધામી વિશે થોડુંક :
માતા-પિતા : પુંજીબા (ઝવેર ભગતના પુત્રી) તથા ચુનીલાલભાઈ ધામી જન્મભૂમિ : ઉત્તર ગુજરાત, પાટણ
જન્મતિથિ : સં. ૧૯૬૧ જેઠ સુદ અગિયારસ
૫