________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
૩૫
ઉદાયન રાજાની કથામાં ક્ષમાભાવ
- શૈલા રાજેન્દ્ર શાહ
તીર્થંકર મહાવીરના સમયમાં સિંધુ-સૌવીર દેશમાં ઉદાયન રાજા રાજય કરતો હતો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર' માં ઉદાયન રાજાનું ચરિત્ર વિસ્તારથી આપ્યું છે. આ પદ્યાત્મક સંસ્કૃત કૃતિમાં પ્રભુ મહાવીરનું ચરિત્ર તથા ગણધરો અને ઉત્તમ શલાકા ૬૩ પુરુષોની કથાનું ચિત્રણ કર્યું છે.
સિંધુ સૌવીર દેશના વીતભય નામના નગરમાં ઉદાયન રાજા રાજય કરતો હતો. તેની અતિ સ્વરૂપવાન પ્રભાવતી રાણી સમ્યગુદર્શનથી યુક્ત હતી. રાજા-રાણી બંને વીતરાગી મહાવીર પ્રભુની ભક્તિ તન-મનથી કરતા હતા. તેમના મહેલના દેરાસરમાં ગોશીષચંદનકાષ્ઠની ઈન્દ્ર મહારાજાએ સ્વર્ગમાં પૂજેલ પ્રભુ મહાવીરના જીવનકાળમાં જ નિર્મિત થયેલ ચમત્કારિક જીવિત સ્વામીની પ્રતિમા હતી. તેની પૂજા-અર્ચના બંને સાથે મળીને પ્રેમપૂર્વક કરતા હતા. સાથે તેમની કુબ્બા દાસી પણ પરમાત્માની ભક્તિ કરતી હતી.
- ૨૦૪
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો એક દિવસ જિનમંદિરમાં મહારાજા વીણા વગાડતા હતા અને રાણી ભક્તિમાં લીન થઈ નૃત્ય કરતી હતી. ત્યારે અચાનક રાજાની નજર રાણી પ્રભાવતી પર પડી તો જોયું કે, મહારાણીનું મસ્તક દેખાતું નથી અને બાકીનું શરીર નૃત્ય કરે છે. મહારાજાને આ વિચિત્ર દેશ્યનું કારણ સમજમાં આવ્યું નહીં. તેમણે ઘણાં જ પ્રેમથી સર્વ હકીક્ત પ્રભાવતીને જણાવી. તેઓ સામુદ્રિક વિદ્યાના જાણકાર હતા. માટે પોતાના અલ્પ આયુષ્યની ઉદાયન રાજાને વાત કરી. રાણીએ પોતાની સંયમ લેવાની ભાવના તથા જિનમંદિરની સારસંભાળ કુન્જા દાસીને સોંપવાની ઇચ્છા પણ સાથે સાથે જણાવી. ઉદાયન રાજા ઉદાર મનના હતા. તેમણે રાણીને દીક્ષા લેવાની રજા આપી અને રાણી જો દેવપણાને પામે તો તેમને પ્રતિબોધ પમાડવા માટે આવે એવું વચન પણ લઈ લીધું.
હવે કુબ્બા દાસી જિનમંદિરની સેવિકા બની ગઈ. એકવાર ગાંધાર દેશનો એક શ્રાવક આ પ્રતિમાના વંદનાર્થે વીતભયનગર આવ્યો. દાસીએ જીવિત સ્વામીજીના દર્શન કરાવ્યા. તે બીમાર થઈ જતાં દાસીએ ખૂબ સેવાચાકરી કરી. એ શ્રાવક દાસીની સેવાથી પ્રસન્ન થયો અને પોતાની પાસેની ગુટિકાથી કુ%ા દાસીને અતિ સ્વરૂપવાન બનાવી દીધી. લોકો એને સુવર્ણ ગુલિકાના નામથી ઓળખવા લાગ્યા.
અવંતીદેશમાં ચંડપ્રદ્યોત રાજાએ એકવાર આ દાસીના રૂપના વખાણ સાંભળ્યા. એ સ્વરૂપવાન દાસીને પોતાની રાણી બનાવવાના ખ્યાલથી વીતભયનગર આવ્યો. એની સાથે આવેલા અનલગિરિ હાથીએ રાતોરાત કોઈના પણ જાણ વગર દબાતે પગલે પોતાના માલિકના હુકમનું પાલન કર્યું. આમ, ચંડપ્રદ્યોત રાજા સ્વરૂપવાન દાસી અને ચંદનની જિનપ્રતિમા ઉજજૈન લઈ જવા નીકળ્યા. રાજા ઉદાયને મંદિરમાં સ્થાપિત થયેલ નવી પ્રતિમા જોઈ
- ૨૦૫