________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
૨૦
અનેકસેનાદિ છ મુનિરાજોના
કથાનક દ્વારા ધર્મબોધ
- ડૉ. કેતકી યોગેશ શાહ
તીર્થંકરના અર્થરૂપ ઉપદેશના આધારે ગણધર ભગવંતો દ્વારા રચિત આગમો અંગસૂત્ર કહેવાય છે. તેમાંનું આઠમું અંગસૂત્ર તે અંતગડ સૂત્ર; જેમાં અનેકસેનાદિ છ મુનિરાજોનો અધિકાર છે. વર્તમાનમાં ઉપલબ્ધ અંગસાહિત્ય ગણધર સુધર્માસ્વામીની રચના છે, જેમનો જન્મ વાણિજયગ્રામ નગરના કોલ્લાક સન્નિવેશમાં ધમ્મિલ બ્રાહ્મણ તથા માતા ભદિલાને ત્યાં વીર નિર્વાણ પૂર્વે ૮૦ વર્ષે થયો હતો. મધ્ય પાવાપુરીના મહાસન ઉદ્યાનમાં ૫૦ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહી, વીર નિર્વાણ પછી ૧૨ વર્ષ છદ્મસ્થ રહી, આઠ વર્ષની કેવળી પર્યાય પાળી કુલ ૧૦૦ વર્ષની ઉંમરે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. સુધર્માસ્વામી ભગવાન મહાવીર સ્વામીના સમકાલીન હતા. તેથી વર્તમાન અંગસાહિત્યનો રચનાકાળ ઈ.સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દી સિદ્ધ થાય છે.
અંતગડ સૂત્ર ધર્મકથાનુયોગ છે. કથાના રૂપમાં પીરસાતો બોધ
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો - લસપસતા શીરા જેવો હોય છે, તેવા અંતગડની ભાષા અર્ધમાગધી છે તો શૈલી કથાત્મક છે. અંતગડસૂત્ર શ્રદ્ધા, ત્યાગ, તપ, આચાર, ભાવરૂપી ધર્મનું જનરેટર હોવાથી પર્યુષણ પર્વમાં વાચના કરવાની પરંપરા છે. “અંતગડ’ એટલે તે જ ભવમાં મોક્ષે જવાવાળા ચરમ શરીરી જીવો. તેવા નેવું જીવોનો અધિકાર અંતગડ સૂત્રમાં છે. તેમાં ૮ વર્ગ અને ૯૦ અધ્યયન છે. તેમનાથ ભગવાનના શાસનના ૫૧ જીવો અને ભગવાન મહાવીરના શાસનકાળના ૩૯ જીવોનું વર્ણન છે. પ્રસ્તુત લેખના નાયક અનેકસેનાદિ છ મુનિનું વર્ણન ત્રીજા વર્ગના પહેલા ૬ અધ્યયનમાં છે. તે ૬ ભાઈ મુનિનાં નામ : (૧) અનીયસકુમાર (અનેકસેન), (૨) અનંતસેનકુમાર, (૩) અનિહતકુમાર, (૪) વિદ્વતકુમાર, (૫) દેવયશકુમાર, (૬) શત્રુસેનકુમાર.
આ અવસર્પિણીકાળના ચોથા આરે ભદિલપુર નામના નગરના જિતશત્રુ રાજા હતા. તે નગરમાં નાગ ગાથાપતિ રહેતા હતા. તે ઋદ્ધિસંપન્ન, તેજવી હતા. સુવર્ણ, રજત આદિ ધનની બહુલતાયુક્ત હતા. તેઓ અર્થલાભ માટે ધનના આદાન-પ્રદાનરૂપ પ્રયોગ કરતા હતા. ભોજન પશ્ચાત પણ તેમને ત્યાં વિપુલ પ્રમાણમાં ભોજન બચતું. આ નાગ ગાથાપતિને સુલસી નામની પત્ની હતી; જેઓ સર્વાગ સુંદર, ચંદ્રસમાન સૌમ્ય, કાન્ત, પ્રિય, દર્શનીય, રૂપયુક્ત હતા. તેમને અનેકસેન કુમાર નામનો પુત્ર હતો, જે સુકોમળ, સુંદર, રૂપવાન હતો. પાંચ ધાવમાતા (ક્ષીરધાત્રી, મંડનધાત્રી, મજ્જનધાત્રી, ક્રીડાપનધાત્રી, અંકધાત્રી) દ્વારા લાલનપાલન કરાતા અનેકસેનકુમાર સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યો.
ત્યારપછી આઠ વર્ષથી અધિક ઉંમરનો જાણી માતાપિતાએ તેને કલાચાર્ય પાસે વિદ્યાભ્યાસ માટે મોકલ્યો. કલાચાર્યે પુરુષોચિત ૭૨ કળાઓ
- ૧૫૩
• ૧૫૨