________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો બાબત જ નમ્રતા, મૈત્રીભાવ અને ઋજુતા વધારે છે. માનવીને દુ:ખ સહન કરવાની શક્તિ આપે છે. પાપભીરુ બનાવે છે. કારમાં દુ:ખો પડે ત્યારે ધર્મ તરફ ઉદાસીનતાને બદલે ધર્મશ્રદ્ધાને વધારે ગહન કરે છે, જેથી પુણ્ય બંધાતા પુણ્યોદયે પાપ કપાય છે.
ભીમસેન અને સુશીલા ભયંકર પાપોદયમાં પણ ટકી શક્યા હોય તો તેની પાછળ તેમની ધર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા રહેલી છે. આવેલા કમના ઉદયને તેમણે હસતા-હસતા ભોગવી, તમામ કર્તવ્યો પૂર્ણ કરી છેલ્લે જે કાર્ય સાધવાનું છે - મોક્ષ મેળવવાનો છે – તે મેળવવા સંયમમાર્ગે પ્રયાણ આદર્યું. તેના દ્વારા લેખક એક જીવનપદ્ધતિનું ચિત્રણ વાચક સમક્ષ મૂકે છે. કથાનું હાર્દઃ
આ કથામાંથી મળતા બોધ વિષે આગળ આપણે જોયું. કથાનું હાર્દ એ છે કે ત્યાગ દ્વારા જ આત્માનું શ્રેય થાય છે. ત્યાગ વગર મુક્તિ નથી. મુક્તિ વગર શાશ્વત સુખની પ્રાપ્તિ નથી. આત્માની સમગ્ર શક્તિઓને વિકસાવનારું કોઈ ચિરંજીવ ઔષધ હોય તો તે કેવળ ત્યાગ છે. પોતે પણ સંસાર ત્યાગીને જૈન સાધુ થતાં થતાં સહેજમાં રહી ગયા હતા, જેનું દુઃખ જિંદગીભર ચાલ્યું. પરિણામરૂપે દૂધપાક ન ખાવાની પ્રતિજ્ઞા આજીવન નિભાવી. ત્યાગનો મહિમા તેમના અંતઃકરણમાં સમાઈ ગયો હતો. આથી જ તેમના આ એક પુસ્તકમાં જ નહિ પરંતુ તેમની મોટાભાગની નવલકથાઓમાં વર્ણવ્યો છે. સંયમ અને ત્યાગ દ્વારા કર્મોની નિર્જરા કરી આત્મકલ્યાણ સાધવું એ માનવજીવનનું લક્ષ્ય હોવું જોઈએ. આ જ વાત તેમણે નવલકથાઓ દ્વારા જનસમૂહ સમક્ષ મૂકી છે.
બાકી નવલકથાની સમગ્ર શૈલી પ્રવાહબદ્ધ હોવાથી વાચકને જકડી રાખી શકે છે. આવી જ તેમની બધી જ નવલકથાઓને જબ્બર લોકપ્રિયતા
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોમળી છે. ધામીજીની પાત્રાલેખનની કલા અદ્ભુત છે, મંગલ દૃષ્ટિ છે. તેજસ્વી લેખિની છે. જૈન સંસ્કૃતિ જે સમસ્ત સંસારની મંગલમયી માતા છે તેનો એક સંસ્કારશીલ સતુપુત્ર પોતાની તેજીલી કલમે, મૃદુ-મધુર શૈલીએ, ભવ્ય ભાષાવૈભવ દ્વારા તથા ઈતિહાસને વાસ્તવિક રૂપમાં રાખીને જે રીતે ગૌરવ ગાથાઓનું સર્જન કરીને સમગ્ર માનવસમાજને “જાગતા રહેજો” નો ભવ્ય સંદેશો આપે છે તે ખરેખર અજોડ છે. આવા મહાન સાહિત્યકાર અને તેમના દરેક સર્જનને સો સો સલામ. ઉપસંહાર :
સાહિત્ય એ સમાજનો પ્રાણ છે, સમાજની આરસી છે, સમાજની ભાવના અને જ્ઞાનની સાચી સંપત્તિ છે. સમાજના લોકોના ઘડતર માટે જ્ઞાનનો પ્રકાશ ફેલાવી, સાચી દિશા બતાવનાર, સદ્ગુણનો વિકાસ કરનાર, ન્યાયનીતિ અને પ્રામાણિકતાની શિક્ષા આપનાર સાહિત્યની જરૂર પડે છે. આવું સાહિત્ય અને તે પણ વિપુલ પ્રમાણમાં સર્જન કરી સમાજ, શાસન અને જન-જનને સમર્પિત કરનાર, સાહિત્ય ગગનના તેજસ્વી તારક ધામીજીએ જે જે ક્ષેત્રમાં કામ કર્યું ત્યાં ત્યાં પોતાનું નામ પણ ઉત્તમ રીતે ઉજ્જવળ કર્યું. એ જ બાબત એક સમર્થ લેખક હોવાનો પુરાવો છે. બહુમુખી પ્રતિભાસંપન્ન, બાહોશ અને નીવડેલા લેખક એવા ધામીજીનું યોગદાન સાહિત્યક્ષેત્રે જે છે તે તેમને સદીઓ સુધી લોકહૃદયમાં જીવંત રાખશે. ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જક વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામીને ફરી ફરી સો સો સલામ.
(રાજકોટ સ્થિત પારુલબેન જૈનદર્શનના અભ્યાસુ છે. જૈનશાળા અને જૈન શિક્ષણ સાથે સંકળાયેલા તેમના ચાર પુસ્તકો પ્રગટ થયા છે. તેમના નિબંધને મુંબઈ જૈન પત્રકાર સંઘનો ઍવોર્ડ પ્રાપ્ત થયો છે.)
૯૩.