________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આવી. સંકટોનો સામનો કરતા હાર્યા ત્યારે નબળી પળે આત્મઘાતનો વિચાર પણ કર્યો, પરંતુ દૈવયોગે બચી ગયો.
દુઃખનો વિપાક પૂર્ણ થતાં ધીમે ધીમે બધા સુખો સામે આવીને પાછા મળ્યા, જે હરિષણે ભાઈની હત્યા કરી પોતે રાજય પડાવી લેવાનો કારસો કર્યો હતો તેણે પણ વાસ્તવિકતા જાણતા પશ્ચાત્તાપ કર્યો. આ બધી બાબતોની જડરૂપ રાણી સુરસુંદરીને પિયર વળાવી, પોતે ભાઈની પાસે ગયો. તેનું ભવ્ય સ્વાગત કરી પાછા લાવ્યો, પરંતુ સંસારની આવી વિચિત્ર પરિસ્થિતિઓએ તેમના મનમાં રહેલી સંયમ અને ત્યાગની ભાવનાને જગાડી બળવત્તર બનાવી. ભાઈને કરેલા અન્યાય બદલ સદાય ડંખતા હૃદયે ભાઈ – ભાભીને પુનઃ રાજય સોંપી સંયમમાર્ગે પ્રયાણ કર્યું. સુરસુંદરીએ પણ સાચી વાત સમજી પતિની પાછળ સંયમમાર્ગે જ આગળ વધવા નિશ્ચય કર્યો. પોતે કરેલા પાપોનું શુદ્ધ હૃદયે પ્રક્ષાલન કરવા તે કટિબદ્ધ બની. ભીમસેને થોડા વર્ષ રાજધુરા વહન કરી પરંતુ બંને પુત્રો યુવાન થતાં દેવસેનનો રાજયાભિષેક કરી, કેતુસેનને યુવરાજપદ સોંપ્યું. બંને પુત્રોને ખાનદાન કુળની રાજકન્યાઓ સાથે પરણાવી. યોગ્ય સમયે હરિષણમુનિ પાસે ભીમસેને તથા સુરસુંદરી આર્યાજી પાસે સુશીલાએ સંયમમાર્ગ અંગીકાર કર્યો.
આ સમગ્ર કથાનકમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી છે તે એ કે એક નારી ધારે તો આ ધરતી પર સ્વર્ગ ઉતારી શકે છે અને નહિ તો સ્ત્રીચરિત્ર દ્વારા અનેકોના જીવન બરબાદ કરી આ ધરતી પર જ નરકનો અનુભવ કરાવી શકે છે. સુરસુંદરીનું પાત્ર એક ઘરને વેરાન બનાવી દે છે. જયારે સુશીલાનું પાત્ર સ્ત્રીને વિશ્વાસ, ધર્મમાં ઊંડી શ્રદ્ધા અને નિશ્ચયના બળ દ્વારા દુઃખમાં પણ હામ ન હારવાની સુંદર પ્રેરણા આપે છે.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોસદ્ધોધના સ્પંદનોઃ
કથાસાહિત્ય દ્વારા તત્ત્વની અઘરી વાતોને પણ સરળતાથી રજૂ કરી લોકો સમક્ષ મૂકવામાં આવે તો આબાલવૃદ્ધ તેને હોંશે હોંશે આવકારે છે. વાર્તાની અટપટી ગૂંથણી દ્વારા રહસ્ય અને જિજ્ઞાસા ઉત્પન્ન કરી વાચકવર્ગને આટાપાટા ઉકેલવાની આંટીઘૂંટી સમજાવી શકાય છે. આ રીતે એક સબોધ આપી વાચકોને સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપી શકાય છે.
પ્રસ્તુત કથાનક ‘વેળા વેળાની વાદળી’ દ્વારા લેખકે જૈનદર્શનના કર્મસિદ્ધાંતને લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. કર્મનો સિદ્ધાંત ગહન અને અઘરો હોવા છતાં જો તેને સરળ રીતે લોકો સમક્ષ મૂકવો હોય તો પ્રથમ તેને બરાબર સમજવો પડે. આ કથાના ચિંતન-મનન દ્વારા ખ્યાલ આવે છે કે લેખકે જૈન ધર્મના સિદ્ધાંતોને, રહસ્યોને મૂળમાંથી સમજીને હૃદયસ્થ બનાવ્યા છે. “કર્મ જેવા કરીએ તેવા જ ફળો કર્મના કરનારને મળે છે,” એટલું જ નહિ કરેલાં કર્મોને ભોગવ્યા વિના છૂટકો જ નથી.” આ બંને બાબતોને તેમણે ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. જો કર્મો કરેલા હોય તે ભોગવવાના જ હોય તો પછી હસતા હસતા જ ભોગવી લઈએ એ બાબતનું સુશીલાના પાત્ર દ્વારા આબેહૂબ ચિત્રણ કર્યું છે. કરેલા કર્મો તીર્થકરોને પણ છોડતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો ગમે તેવા ચમરબંધીને પણ કરેલા કર્મો ભોગવ્યા વગર છૂટકો જ નથી, પરંતુ જો કર્મના આ સિદ્ધાંતને યોગ્ય રીતે સમજી લીધો હોય તો ભોગવતી વખતે હાય-વોય અને હૈયાપીટને બદલે ધર્મધ્યાન તરફ મન આસાનીથી વળી જાય છે. ભીમસેન એક સમર્થ રાજવી હોવા છતાં કર્મોદયે તેને જંગલમાં ભટકતો કરી દીધો, એટલું જ નહિ પોતાની પ્રાણપ્રિય પત્ની અને કલેજાના ટુકડા જેવા સંતાનોનો ત્યાગ કરવા પણ મજબૂર કરી દીધો. આ
૯૧