________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
મુનિનું પોતાનું રૂપ દેખાડીને ઉપહાસ કરવાનો પ્રારંભ કર્યો. તે બોલી, “દિયર! આવો, તમે પણ મારી સાથે આનંદપ્રમોદ કરો.” આ પ્રમાણે બોલીને અભદ્ર ચેષ્ટા કરવા લાગી. ત્યારે અતિમુક્ત અણગારે જીવયશાને કહ્યું, “તું જે દેવકીના વિવાહ પ્રસંગે ઉન્મત્ત થઈ રહી છો, એનું સાતમું સંતાન જ તને વૈધવ્ય દેશે અને એ જ સાતમું સંતાન અડધા ભારત વર્ષનો સમ્રાટ થશે.” ત્યાર પછી દેવકીને કહ્યું હતું કે, હે દેવકી ! એક સમાન આઠ પુત્રોને જન્મ આપનારી માતા આખા ભારત વર્ષમાં એક તું જ થઈશ.
અતિમુક્તકુમારના વચન જીવયસાએ કંસને કહ્યા. તેથી કંસે પોતાના મિત્ર વસુદેવ પાસે તેના સાતે સંતાનો માંગી લીધા. જેમાંથી પ્રથમના અનેકસેન આદિ છ કુમારો અને સાતમા કૃષ્ણ વાસુદેવ હતા. દેવયોગે છ કુમારોનું સાહરણ હરિણગમેષી દેવે કર્યું હતું અને સાતમા પુત્રનું પુણ્યયોગે સ્થાનાંતર થયું. દેવકીના સાત પુણ્યશાળી દીકરા સુરક્ષિત રહી ગયા અને કંસે મરેલાને મારી સંતોષ અનુભવ્યો.અતિમુક્ત અણગારે મને બચપણમાં કહ્યું હતું કે તું એક સમાન રંગ, રૂપ, ત્વચા, આકૃતિવાળા નળકુબેર સમાન આઠ પુત્રોને જન્મ આપીશ. આખા ભરતક્ષેત્રમાં તારા સમાન બીજી કોઈ માતા નહીં
હોય. તો પછી આ કથન મિથ્યા કેમ થયું ? પોતાના પ્રશ્નનું સમાધાન મેળવવા તે અરિષ્ટનેમિ ભગવાન પાસે પહોંચ્યાય
કેવળજ્ઞાની ભગવાન દેવકીમાતાને જોઈને જ તેમના મનોગત ભાવોને જાણી લીધા અને કહ્યું, “ભદિલપુર નગરના નાગ ગાથાપતિની પત્નીને બાલ્યાવસ્થામાં કોઈ નિમિત્તકે કહ્યું હતું કે આ બાલિકા નિંદ્ર અર્થાત્ મૃતવત્સા (જેને મરેલાં બાળક જ જન્મે) થશે. માટે સુલસા બાલ્યકાળથી જ હરિણગમેષી દેવની ભક્તિ કરવા લાગી હતી. તેની ભક્તિ, બહુમાન તથા શુશ્રૂષાથી દેવ પ્રસન્ન થયા. અનુકંપાથી પ્રેરાઈને દેવ સુલસાને અને તને સાથે સાથે ઋતુમતિ
• ૧૫૮
જૈન કથાનોમાં સદ્બોધના સ્પંદનો
કરતા હતા. બંને સાથે ગર્ભધારણ કરતાં અને પ્રસવ પણ સાથે જ કરતાં હતાં. જ્યારે સુલસા મૃતબાળકને જન્મ દેતી ત્યારે હરિણગમેષી દેવ તે લઈને તારી પાસે આવતો અને તારા સુકુમાર સુંદર બાળકને ત્યાં મૂકી દેતો. તેથી હે દેવકી! આ છયે અણગારો તારા જ અંગજાત પુત્રો છે, સુલસાના નહીં.”
ભગવાન પાસેથી સમાધાન મળતાં દેવકી માતા હર્ષિત અને સંતુષ્ટ થયાં. ભગવાનને નમસ્કાર કરીને છ અણગાર હતા ત્યાં આવ્યા. છ મુનિઓને નમસ્કાર કર્યા અને પુત્ર-સ્નેહે તેનું માતૃત્વ વહેવા લાગ્યું. તેમની આંખો હર્ષથી પ્રફુલ્લિત થઈ ગઈ, તેમના રોમેરોમ વાત્સલ્યના અતિરેકથી વિકસિત થઈ ગયાં. નીરખ્યા પછી વંદન-નમસ્કાર કરી ફરી ભગવાન પાસે ગયા, વંદનનમસ્કાર કરી પોતાના ભવનમાં પાછા ફરે છે.
દેવકી માતાના હૃદયમાં અતૃપ્ત માતૃત્વ લૂંટાઈ રહ્યું છે કે મેં મારા સાત બાળકમાંથી એકની પણ બાળક્રીડાનો આનંદાનુભવ નથી કર્યો. હું તો અધન્યા, અપુણ્યા છું. આવું વિચારી શોકમુદ્રામાં આર્ત્તધ્યાન કરવા લાગ્યા. કૃષ્ણ વાસુદેવ જ્યારે માતાના ચરણવંદન માટે આવ્યા ત્યારે શોકનું કારણ પૂછ્યું. કારણ જાણી માતાને આશ્વાસન આપ્યું કે હું એવો પ્રયત્ન કરીશ કે જેનાથી મને લઘુભ્રાતા પ્રાપ્ત થાય. ત્યાંથી નીકળી કૃષ્ણ વાસુદેવ પૌષધશાળામાં આવ્યા, અક્રમ પૌષધની આરાધના કરી, હરિણગમેષી દેવને પ્રસન્ન કર્યા. અહીં એક પુત્રની માતૃભક્તિ વંદનીય છે. ત્રિખંડાધિપતિ હોવા છતાં, અનેક દેવો સેવામાં હાજર રહેવા છતાં, ૩૨,૦૦૦ રાણીઓનું અંતઃપુર હોવા છતાં માતા પ્રત્યેની અપૂર્વ ભક્તિથી, માતાની ભાવનાને પૂર્ણ કરવા, ત્યાંથી સીધા પૌષધશાળામાં ગયા હતા. ત્યાર પછી હરિણગમેષી દેવ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે તમારો સહોદર લઘુભ્રાતા અવશ્ય થશે પણ યુવાવસ્થા પ્રાપ્ત થતા ભગવાન સમીપે દીક્ષા લેશે. અહીં સહુને પરિચિત એવા સંત-સતીઓના પ્રવચનનું
૧૫૯