________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો અમૃતતુલ્ય હતી. આ વેળાએ ઝેરરૂપ છે. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધિ કરવી હોય તો તમે હમણાં તાંબૂલ થૂંકો, તે પર ક્ષિકા બેસશે અને પરધામ પ્રાપ્ત થશે.”
સંસારની બધી વસ્તુઓ અનિત્ય - ક્ષણભંગુર છે. બધી વસ્તુઓ ક્ષણે ક્ષણે પરિવર્તિત થતી રહે છે. ક્ષણમાં નીરોગી ને ક્ષણમાં રોગી ! પર્યાયર્દષ્ટિ જીવ મૂઢ, અજ્ઞાની છે. દ્રવ્યદૃષ્ટિ જીવ જ્ઞાની છે.
“વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !'' - શ્રીમદ્ રાજચંદ્રજી
સનતકુમારે પરીક્ષા કરી તો એ સત્ય ઠરી. પૂર્વકર્મના પાપનો ઉદય અને તેમાં કાયાસંબંધી મદ મળવાથી ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. માટે પુણ્યના ઉદયમાં છકી ન જવું અને પાપના ઉદયમાં નાસીપાસ ન થઈ જવું.
“સુખમાં ન છકી જવું, દુઃખમાં ન હિંમત હારવી; સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી.”
પાપનો ઉદય થતાં સંજોગો બદલાઈ જાય છે. કરોડપતિ રોડપતિ થઈ જાય છે. નીરોગી રોગી બની જાય છે. ખુદના સગાં મોં ફેરવી લે છે. સારું કરવા છતાં પણ અપકીર્તિ મળે છે.
વિનાશી અને અશુચિમય કાયાનો પ્રપંચ જોઈને સનતકુમારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે વિચારવા લાગ્યો કે સંસારની બધી સંપત્તિ વીજળીના ચમકારાની જેમ જોત-જોતામાં નષ્ટ પામે છે. સંસાર દુ:ખનો
૧૩૪
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
સમુદ્ર છે. શરીર દુર્ગંધયુક્ત અપવિત્ર વસ્તુઓથી ભરેલું છે. પાંચ ઈન્દ્રિયોના વિષયો આત્માને ઠગનારા છે. મિથ્યાત્વ એ આત્માનો મોટો શત્રુ છે. તેને વશ થઈને જીવ સંસારના દુઃખોથી છોડાવીને અવિનાશી સુખ પ્રદાન કરનાર પવિત્ર જૈનધર્મ પ્રત્યે અનુરાગી થતો નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ યોગ્ય જ કહ્યું છે, “જ્ઞાનીઓએ એને (સંસારને) અનંત ખેદમય, અનંત દુ:ખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. અનંત ભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક એ વડે કરીને સંસારચક્રમાં આત્મા ભમ્યા કરે છે. જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યો પણ એ સંસારની ઝેર વિના રહી નથી.... અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને પૂંઠ દીધી છે તે સત્ય છે. એ ભણી પાછું વાળી જોવા જેવું નથી, ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે.’
વૈરાગ્યથી રંજિત થયેલ સનતકુમારે સંસારત્યાગ કરી પ્રવજ્યા ધારણ કરી. સાચે જ, માનવભવની સફળતા જ્ઞાન અને સંયમની આરાધનામાં છે. “ नृजन्मनः फलं सारं यदेतदज्ञानसेवनम् । अनिगूहित वीर्यस्य संयमस्य च धारणम् ॥” - શ્રી સારસમુચ્ચય
સનતકુમાર સાધુરૂપે વિચરતા હતા ત્યારે તેમને શરીરમાં મહારોગો ઉત્પન્ન થયા. પરંતુ ચક્રવર્તીના મન પર આ વ્યાધિઓની કોઈ અસર ના થઈ. તેઓ શરીરથી નિર્મોહી રહ્યા અને સાવધાનીપૂર્વક મુનિધર્મનું પાલન કરતા રહ્યા. ૨૨ પ્રકારના પરિષહોને સમભાવે વેદતાં મુનિજનોને ધન્ય છે !
* ૧૩૫