________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોહોય છે – નવનિધિ, ચૌદ રત્નો, ચોર્યાસી લાખ હાથી, ચોર્યાસી લાખ રથ, અઢાર કરોડ ઘોડા, ચોર્યાસી કરોડ શૂરવીર, છગુ કરોડ ધાન્યથી ભરેલા ગામ, છવુ હજાર રાણીઓ, બત્રીસ હજાર મુકુટધારી રાજાઓના સ્વામી.
દેવો અને વિદ્યાધરો પણ સનતકુમાર ચક્રવર્તીની સેવામાં તત્પર રહેતા. જિનધર્મ પર તેઓને પૂર્ણ શ્રદ્ધા હતી. છ ખંડના અધિપતિ હોવા છતાં તેઓ નિત્ય ધર્મક્રિયાઓ કરતા. જ્યારે આજના માનવીને ‘ધર્મ” કરવા માટે સમય મળતો નથી ! ખરેખર તો તેઓને અંતરમાં ધર્મ પ્રત્યે રુચિ હોતી નથી. ધર્મ પ્રત્યે રુચિ પ્રગટે તો વ્યસ્ત જીવનશૈલીમાંથી પણ ધર્મઆરાધના માટે સમય કાઢી લે.
કશું કરું કરતાં કશું નથી કરતો, ધ્યાન પ્રભુનું હજુ નથી ધરતો; વાતો કરતાં શુભ વેળા જાયે વહી રે, રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે ?”
એક દિવસ સૌધર્મસ્વર્ગના ઈન્દ્રની સભામાં સનતકુમાર ચક્રવર્તીના રૂપની પ્રશંસા થઈ. ત્યારે મણિમાલ અને રત્નચૂલ નામના બે દેવો કસોટી કરવા વિપ્રરૂપે સનતકુમારના અંતઃપુરમાં ગયા. તે વખતે સનતકુમાર સ્નાન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેમનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિને જોઈને બહુ આનંદ પામ્યા અને માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ આનું કારણ પૂછતાં દેવોએ જણાવ્યું કે અમે તમારા વર્ણ, રૂપની પ્રશંસા સાંભળી હતી; આજે તે વાત અમને પ્રમાણભૂત થઈ. એથી અમે આનંદ પામ્યા અને માથું ધુણાવ્યું કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ ઓછું નથી. સુંદર રૂપની પ્રાપ્તિ પૂર્વ પુણ્યના ઉદયથી
- ૧૩૨.
-જૈન કચાનકોમાં સદ્ભોધના સ્પંદનો થાય છે. જૈન ધર્મ અનુસાર કામદેવનું પદ પ્રાપ્ત કરનાર અદ્વિતીય રૂપ ધરાવતા હોય છે.
પોતાના રૂપની પ્રશંસા સાંભળી અહંકારથી ગ્રસિત થતાં સનતકુમારે કહ્યું કે તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે. પરંતુ હું જયારે રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી સિંહાસન પર બેસું છું ત્યારે મારું રૂપ અને વર્ણ જોવા યોગ્ય છે. તે વખતે મારું રૂપ જોઈને તમે ચક્તિ થઈ જશો. ‘અમે રાજસભામાં આવીશું' એમ કહીને દેવો ત્યાંથી ચાલ્યા ગયા.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત ! મનુષ્યભવમાં અભિમાનની મુખ્યતા હોય છે. અહંકારરૂપી પર્વતને ભેદ્યા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અસંભવ છે. એક કવિએ કહ્યું છે, “અહમ્ રે અહમ્ તું જાને રે મરી, બાકી મારામાં રહે તે હરિ.” અહંકારના અનેક પ્રકાર છે, પણ તેમાં મુખ્ય આઠ પ્રકાર છે :
"ज्ञानं पूजा कुलं जाति बलमृद्धि तपो वपुः । अष्टावाश्रित्य मानित्वं स्मयमाहुर्गतस्मयाः ॥”
- શ્રી રત્નકરડશ્રાવકાચાર – ૨૫
સનતકુમાર ઉત્તમ વસ્ત્રાલંકારો ધારણ કરીને સિંહાસન પર આરૂઢ થયા. રાજેશ્વર ચામરછત્રથી અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યા છે અને વધાવાઈ રહ્યા છે. ત્યાં પેલા દેવતાઓ આવ્યા. અભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ આનું કારણ પૂછ્યું. ત્યારે દેવોએ કહ્યું, “હે મહારાજા ! તે રૂપમાં ને આ રૂપમાં ભૂમિઆકાશનો ફેર પડી ગયો છે. પ્રથમ તમારી કોમળ કાયા
૧૩૩