________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
શાસ્ત્રકારનો સંકેત દેહાધ્યાસને છોડવાનો છે. સાધક દેહાસક્તિને છોડીને આત્મા સાથે અનુસંધાન કરે, દેહદષ્ટિ છૂટે, આત્મદૃષ્ટિ પ્રગટે, ત્યાર પછી સાધકને શરીર કે આહાર પ્રતિ આસક્તિ રહેતી નથી. તે માત્ર સાધનામાં
સહાયક સમજીને અનાસક્ત ભાવે શરીરનું પોષણ કરે છે.
નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ વૃત્તિમાં આ વિષયનું અર્થઘટન ઉપમા દ્વારા કર્યું છે. રાજગૃહ નગર સમાન મનુષ્યક્ષેત્ર, ધન્ય સાર્થવાહ સમાન સાધુ, વિજયચોર સમાન શરીર, દેવદત્ત સમાન સંયમ અને તેના આભૂષણો સમસ્ત ઈન્દ્રિયના વિષયો છે. સાધુ સંયમની સુરક્ષા માટે શરીરનું સંરક્ષણ કરે છે. તેના અંતરમાં ઈન્દ્રિયના વિષયોનું કોઈ આકર્ષણ હોતું નથી. વૃત્તિમાં આ ભાવોને પ્રગટ કરતી ગાથા આ પ્રમાણે છે -
सिवसाहणेसु आहार - विरहिओ जं ण वदृण देहो । तम्हा धण्णो व्व विजयं, साहू तं तेण पोसेज्जा ।।
આહાર વિના આ દેહ દ્વારા મોક્ષની સાધના થઈ શકતી નથી, તેથી સાધુ આહારથી શરીરનું પોષણ કરે છે, પણ જેમ ધન્ય સાર્થવાહે લેશમાત્ર અનુરાગ વિના વિજયચોરનું પોષણ કર્યું તેમ સાધક આહાર કે શરીરમાં આસક્ત થયા વિના શરીરનું પોષણ કરે છે.
કર્મસિદ્ધાંત :
ડાળ માાં જ મોવો અસ્થિ | કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. શાસ્ત્રોમાં કર્મોની સફળતાનું અનેક સ્થાને દિગ્દર્શન છે. પ્રસ્તુત કથા કર્મના સિદ્ધાંતને સમજાવે છે. વિષયોની આસક્તિથી કપાયનો જન્મ થાય છે. કષાય કર્મબંધનું કારણ છે. બંધાયેલા કર્મો અનુસાર સુખ કે દુઃખ જનક પરિસ્થિતિનું સર્જન થાય છે. આ જ સંસારનો ક્રમ છે.
૨૨
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
વિજયચોર દેવદત્તના આભૂષણોમાં આસક્ત થયો. તેને લોભ જાગૃત થયો. લોભની પૂર્તિ માટે ક્રૂર રીતે બાળહત્યા કરી. પંચેન્દ્રિયહિંસાના તે ઘોર પાપના પરિણામે તેણે આ ભવમાં વર્ષો સુધી કારાગૃહનો ભયંકર ત્રાસ સહન કર્યો. તે દુષ્કૃત્યોથી બંધાયેલા કર્મોથી નરકાયુષ્યનો બંધ થયો. તે કર્મના પરિણામે લાખો, કરોડો, અબજોના અબજો વર્ષો સુધી નરકગતિના દારૂણ દુઃખો ભોગવવા પડશે. ત્યાર પછી પણ દીર્ઘકાલ પર્યંત તે દુ:ખની પરંપરા સ્વરૂપે સંસારપરિભ્રમણ થશે.
એક વસ્તુની આસક્તિ આટલું ભયંકર પરિણામ લાવે છે. આ કથાનક સાંપ્રતકાલના સંપત્તિ, પદ કે પ્રતિષ્ઠાના લોભમાં અંધ બનેલા લોકો માટે લાલબત્તી સમાન છે. વ્યક્તિ આ ભવની પાંચ-પચ્ચીસ વર્ષની જિંદગી માટે પરિણામનો વિચાર કર્યા વિના બેફામ પાપોનું આચરણ કરે છે, અમિત્ત સુ વહુાન યુવા ક્ષણિક-અલ્પકાલના સુખ માટે તે સ્વયં પોતાના દીર્ઘકાલના દુઃખનું નિર્માણ કરે છે, આ તેની મૂઢદશા છે.
ભોગનું પરિણામ દીર્ઘકાલનું દુઃખ છે અને ત્યાગનું પરિણામ દીર્ઘકાળનું સુખ, શાંતિ અને સમાધિ છે.
ધન્ય સાર્થવાહે સત્સંગથી બોધ પામી ત્યાગમાર્ગ સ્વીકારી દુ:ખજનક, આધિ-વ્યાધિ-ઉપાધિજનક ભવપરંપરાનો અંત કર્યો. સ્થૂળદષ્ટિએ ત્યાગ માર્ગ કદાચ કઠિન લાગે પરંતુ તેનું પરિણામ શ્રેષ્ઠ છે.
આ રીતે કથાનક કર્મના સુખરૂપ વિપાક અને દુઃખરૂપ વિપાકને સમજાવે
છે.
અનેકાંત દૃષ્ટિ ઃ
કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનું દર્શન એક દૃષ્ટિકોણથી થાય,
૨૩