________________
૧૯
જૈન કથાનોમાં સદ્બોધના સ્પંદનો.
ચારુદત્તની કથામાં સદ્બોધના સ્પંદનો
- ડૉ. પાર્વતી ખીરાણી
આધિ, વ્યાધિ, ઉપાધિથી ગ્રસ્ત, ત્રસ્ત, તપ્ત થયેલા જીવોને શાસ્ત્રોપદેશનું સારતત્ત્વ ગળે શીરાની જેમ લસરીને ઉતરી જાય એ રીતે જે માધ્યમ દ્વારા પીરસવામાં આવે છે એ માધ્યમનું નામ છે ધર્મકથાનુયોગ. આ કથાઓથી જીવ મુક્ત, શાંત, શીત અને તૃપ્ત થઈ જાય છે. જૈનદર્શનમાં કથાનો વિશાળ મહાસાગર ઘૂધવે છે. એના અનેક કથારત્નમાંથી અહીં ચારુદત્ત નામના નાયકની કથા પ્રસ્તુત છે.
આ કથા આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત કુંવરજીભાઈ આણંદજીભાઈ દ્વારા અનુવાદિત ‘શ્રી ઉપદેશપ્રાસાદ’ નામક ગ્રંથમાંથી અહીં ઉષ્કૃત કરી છે.
ઉપદેશપ્રાસાદ ગ્રંથનો પરિચય :- આ ગ્રંથમાં દ્રવ્યાનુયોગ તથા કથાનુયોગનો મણિકાંચન યોગ અનુભવાય છે. અઘરા સિદ્ધાંત સાથે દૃષ્ટાંત
- ૧૪૪
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
એ ન્યાયે જૈનદર્શનના સિદ્ધાંતોની સમજણ દૃષ્ટાંત સહિત આપી છે. યથાસ્થાને શાસ્ત્રીય પ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો, બોધકથાઓ આદિનો સુમેળ સાધ્યો છે.
આ મૂળ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ છે. તેમણે આ ગ્રંથરૂપ પ્રાસાદના ૨૩ સ્તંભો કલ્પી દરેક સ્તંભની પંદર પંદર અસ્ર (હાંસ) કલ્પી છે. એ રીતે વર્ષના દિવસપ્રમાણ ૩૬૦ વ્યાખ્યાનોરૂપ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. પ્રસંગોપાત્ત અનેક સૂત્રો તથા ગ્રંથોમાંથી પ્રસ્તુત વિષયને દૃઢ કરતાં શ્લોકો તથા ગદ્ય અવતરણો આપી ગ્રંથને પરિપૂર્ણ અને સમૃદ્ધ કર્યો છે.
પ્રથમ વ્યાખ્યાનની શરૂઆત ચૈત્ર સુદ-૧ થી કરેલી છે ત્યાર પછીના દિવસોની ગણતરીએ બધા પર્વના વ્યાખ્યાનો આપેલા છે. દા.ત. દીપોત્સવીનું વ્યાખ્યાન ૨૧૦ મું, બેસતાવર્ષનું વ્યાખ્યાન ૨૧૧ મું, જ્ઞાનપંચમીનું ૨૧૫ મું એ રીતે બધા પર્વોનું સમજવું.
આ ગ્રંથ મુખ્યત્વે ઉપદેશબોધનો છે. દૃષ્ટાંતશૈલીથી એમાં ૧૨ વ્રત એના અતિચારો દાન-શીલ-તપ-ભાવ આદિનું ટૂંકું ને વિશદ વિવેચન કરીને નાના-મોટા દૃષ્ટાંતોથી અસરકારક ૩૬૦ વ્યાખ્યાનો સંકલન સહિત આપ્યા
છે.
આ ગ્રંથની ઉપયોગિતા જાણીને તેનું ગુજરાતી ભાષાંતર ઘણાં વર્ષો પૂર્વે શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ ખૂબજ મહેનત લઈને ચીવટ લઈને કર્યું હતું. સદ્ગત કુંવરજીભાઈ તેમના પ્રકાંડ પાંડિત્યને કારણે ઘણા સાધુ-સાધ્વીના વિદ્યાગુરુ હતા. એમનામાં જ્ઞાન-ક્રિયાનો સંપૂર્ણ સમન્વય હતો. અભ્યાસ સાથે તેઓ
૧૪૫