________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો સામાયિક, પ્રતિક્રમણ, પૌષધાદિ ક્રિયાઓ પણ કરતા હતા. અક્ષરોને બે હાથે ભેગા કરી કરી હજાર હાથે વહેંચનાર એવા શ્રાવક કુંવરજીભાઈ માત્ર આકૃતિથી જ માનવ નહોતા, પરંતુ જાગૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિથી પણ માનવ હતા.
ચારુદત્તનું કથાનક આ કથામાં છઠ્ઠા દિગ્વિરતિ વ્રતના સિદ્ધાંતને ઉજાગર કરવામાં આવ્યું
जगदाक्रममाणस्य, प्रसरल्लोभवारिधेः । स्खलनं विदधे तेन, येन दिग्विरति: कृता ।। १ ।।
અર્થાત્ – જે જીવ આ દિગ્વિરતિરૂપ છઠું વ્રત ગ્રહણ કરે છે તે આ આખા જગત પર આક્રમણ કરનાર અને ચારે બાજુથી પ્રસાર પામતા લોભસમુદ્રની સ્કૂલના કરે છે.
જે વ્યક્તિ લોભને વશ થાય છે તેને ત્રણે લોકની સંપત્તિ, ઈંદ્રાદિનું પદ મેળવવાનું મન થાય છે. એ રીતે તે સર્વ જગતને દબાવે છે. એ લોભરૂપી સમુદ્રને નાથવું હોય તો છઠું વ્રત ગ્રહણ કરવું જોઈએ. એ વ્રતને ધારણ કરનાર મર્યાદા કરેલી સીમાથી આગળ જવા ઇચ્છતો નથી તેથી એ સીમાની બહાર રહેલા સુવર્ણ-રૂપું-ધન-ધાન્ય વગેરેનો તે લોભ કરતો નથી; અને જેને તેવો નિયમ હોતો નથી તે તૃષ્ણા વડે સર્વત્ર ભ્રમણ કર્યા કરે છે એનો બોધ ચારુદત્તની કથામાંથી મળે છે.
ચારુદત્તની કથા -વર્ષો પહેલાંની વાત છે. રમણીય, શોભનીય, દર્શનીય ચંપા નામની નગરી હતી. એમાં ભાનુદત્ત નામના શેઠ રહેતા હતા. એમને સર્વાગ સુંદર ચારુદત્ત નામનો અંગજ (પુત્ર) હતો. સારી રીતે પાલનપોષણ પામતો યૌવનાવસ્થામાં પ્રવેશ્યો ત્યારે શેઠે સુઅવસરે યોગ્ય કન્યા સાથે
- ૧૪૬
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પરણાવ્યો. પણ કોઈ કારણસર વૈરાગ્યવાસિત થવાને કારણે વિષયથી વિરક્ત થઈ પોતાની પત્નીથી દૂર રહેવા લાગ્યો. એ શેઠના ધ્યાનમાં આવવાથી તેને વિષયાસક્ત કરવા માટે એક ગણિકા (શ્યા) ને ત્યાં મોકલ્યો. પણ તેનું પરિણામ વિપરીત આવ્યું. તે ગણિકામાં જ આસક્ત થઈને પોતાના ઘરથી વિમુખ થઈ ગયો. બાર વર્ષ ગણિકાને ત્યાં જ રહી ગયો.
જયારે તેના પિતાનો અંતિમ સમય આવ્યો ત્યારે તેમણે પુત્રને પોતાની પાસે બોલાવીને કહ્યું, “હે વત્સ ! તેં જન્મથી માંડીને મારું વચન માન્યું નથી પણ હવે આ છેવટનું એક વચન માનજે, તે એ કે જયારે તને સંકટ પડે ત્યારે નવકારમંત્રને સંભારજે.” આ પ્રમાણે કહીને પિતા પરલોક સિધાવી ગયા. થોડા દિવસ પછી માતા પણ ચિરનિદ્રામાં પોઢી ગયા. માતા-પિતા જતા રહેતા કોઈ રોક-ટોક કરવાવાળું ન રહ્યું. એથી દુર્બસનમાં ફસાયેલા ચારુદત્તે વારસાગત સંપત્તિને આડેધડ વાપરી નાંખી. તેથી પત્નીને પિયરની વાટ પકડવી પડી. એનું ધન ખૂટી જતાં સ્વાર્થી વેશ્યાએ પણ એને ઘરમાંથી રવાના કર્યો. એટલે તે સસરાને ઘરે ગયો.
સસરાને કાકલુદી કરીને એમની પાસેથી થોડું ધન મેળવીને કમાવવા માટે વહાણે ચડ્યો. પણ ભાગ્યવશાત્ વહાણ અધવચ્ચે તૂટી પડ્યું. પરંતુ ચારુદત્તના પુણ્ય જોર કરતા હતા. તેથી તેને એક પાટિયું મળી ગયું. જેના સહારે તરતો તરતો હેમખેમ કિનારે પહોંચી ગયો. ત્યાંથી પોતાના મામાને ઘરે પહોંચ્યો. ત્યાં પોતાની આપવીતી કહીને થોડું ધન મેળવીને પાછું કમાવા માટે પગરસ્તે પ્રયાણ કર્યું, પણ કરમની કઠણાઈ પીછો છોડતી નથી. રસ્તામાં તેને ચોરે લૂંટી લીધો. પાછો દુ:ખી થઈને અહીંતહીં ભટકતા, રસ્તામાં કોઈ
+ ૧૪૦