________________
-જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનોમદનરેખા યુગબાહુની ધર્મપત્ની હતી. તે મહાન પતિભક્ત, ધર્મપરાયણ, અનેક સદ્ગુણસંપન્ન તથા અતિ સૌંદર્યવાન હતી. સાથે સાથે એટલી જ બુદ્ધિશાળી પણ હતી. એટલે જ યુગબાહુ કોઈપણ નિર્ણય લેતાં પહેલાં તેની સાથે ચર્ચા કરતો. યુવરાજ પદ સ્વીકારતાં પહેલાં પણ તેણે તેની પત્નીની સલાહ લીધી હતી. તેમનો ચંદ્રયશ નામનો એક સુંદર પુત્ર હતો.
બહુ આનંદપૂર્વક સૌનું જીવન વ્યતીત થઈ રહ્યું હોય છે. ત્યાં એક વખત મણિરથે મહેલની અગાસીમાં મદનરેખાને જોઈ. તેના અદ્દભુત રૂપલાવણ્યને જોઈને તેના પર કામવાસના સવાર થઈ ગઈ. તેણે કોઈપણ ભોગે તેને મેળવવાનું નક્કી કર્યું. તે માટે તેણે સૌથી પહેલાં યુગબાહુને દૂર કરવાનો વિચાર કર્યો.
જર, જમીન ને જોરુ,
ત્રણ કજિયાના છોરું. જ્યારે કોઈ પુરુષ પર કામવાસના સવાર થઈ જાય છે ત્યારે તે સંપૂર્ણ વિવેક ખોઈ બેસે છે. તેને મેળવવા માટે ગમે તેટલી નીચી પાયરીએ ઉતરવું પડે તો પણ તે ઉતરી જાય છે. ભાઈનો એક ક્ષણનો પણ વિરહ સહન ન કરી શક્તો મણિરથ હવે તેને કપટથી દૂર કરવાનો પ્રયત્ન શરૂ કરી દે છે ! રાજ્યની સરહદ પર ઉત્પાત મચાવતા લૂંટારુઓની સામે લડવા માટે યુગબાહુને મોકલે છે.
હવે મણિરથને મોકળું મેદાન મળે છે. તે પોતાની એક વિશ્વાસપાત્ર દૂતી દ્વારા મદનરેખાને દિવ્ય વસ્ત્રો, રત્નજડિત આભૂષણો તથા વિવિધ મિષ્ટાન્ન મોકલાવે છે. મદનરેખાને તે ગમ્યું તો નહીં, પરંતુ તેણે એવા વિચાર સાથે તે સ્વીકારી લીધું કે મારા પતિની ગેરહાજરીમાં મારા જેઠ પિતાની જેમ મારું ધ્યાન રાખતા હશે.
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોઆ જાણીને મણિરથ ખુશ થયો. થોડાંક દિવસ પછી તેણે ફરીથી એથી પણ વિશેષ વસ્ત્રાદિ મોકલ્યાં. આથી મદનરેખાએ દૂતીને સ્પષ્ટ કહ્યું કે પહેલી વખત તો મેં જેઠજીનો અનાદર ન થાય એટલા માટે પ્રસાદ સમજીને સ્વીકાર્યું હતું, પણ હવે તું આ બધું પાછું લઈ જા. આથી દૂતીએ લુચ્ચું હસતાં કહ્યું કે જો. તમે નહીં સ્વીકારો તો મહારાજનું દિલ તૂટી જશે. તે તમને ખૂબ ચાહે છે. આથી મદનરેખાના અંગેઅંગમાં ક્રોધ વ્યાપી ગયો. તે ખુલ્લી તલવાર લઈને તેને મારવા દોડી. દૂતી માંડ માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગી.
મણિરથ ઉપર આ બધાંની કંઈ અસર ના થઈ. તે તો હજી વધુ પ્રયત્ન કરવા લાગ્યો. એક વખત તે છૂપા રસ્તે મદનરેખાના મહેલ સુધી પહોંચી ગયો અને તેની પાસે પોતાના પ્રેમની રજૂઆત કરી. તેણે મણિરથને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. કોઈપણ રીતે તે માન્યો નહીં, ત્યારે મદનરેખાએ ચતુરાઈ વાપરી અને સાસુને બોલાવ્યા. આથી મણિરથ શરમાઈને જતો રહ્યો.
સાસુ પણ મનમાં વહુની પ્રશંસા કરવા લાગ્યા કે તેણે પોતાનું સતીત્વ પણ બચાવ્યું અને કુળની આબરૂ પણ બચાવી.
યુગબાહુ બળવાખોરોને વશ કરીને પાછો આવી જાય છે. બંને બાઈઓ વચ્ચે કોઈ ક્લેશ ના થાય એટલા માટે તે યુગબાહુને કંઈ કહેતી નથી.
હવે મણિરથ યુગબાહુને મારી નાંખીને મદનરેખાને બળજબરીથી પોતાને વશ કરવાનો વિચાર કરે છે. જુઓ ! આ વાસના કેટલી ખરાબ વસ્તુ છે કે તેમાં વ્યક્તિ એ પણ ભૂલી જાય છે કે નાના ભાઈની પત્ની તો પુત્રી સમાન ગણાય. વાસના એ કેટલી અંધ છે! વાસનામાં ફસાયેલ પુરુષને તે સ્ત્રી સિવાય બીજું કંઈ જ દેખાતું નથી હોતું. જે રાજસિંહાસન પર બેસીને સૌનો ન્યાય કરતો હતો તે જ આજે અન્યાય કરવા તૈયાર થયો ! રક્ષક જ ભક્ષક બની ગયો !
- ૨૬૬ +
- ૨૦