________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
૬
શ્રી રથનેમિની કથામાં રહેલા
સદ્ધોધના સ્પંદનો
- જાદવજી કાનજી વોરા
સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. ની જન્મ શતાબ્દીની પાવન સ્મૃતિમાં શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશને શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર પ્રકાશિત કર્યું છે. એના પ્રમુખ સંપાદિકા પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી અને સહસંપાદિકા ડૉ. પૂ. આરતીબાઈ મ.સ. તથા પૂ. સુબોધિકાબાઈ મ.સ. છે. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ અખૂટવૈર્ય, અપૂર્વશક્તિ અને અત્યંત સાહસ ધરાવનાર પુણ્યાત્મા હતા. એમના ગુરુ પૂ. જયચંદ્રજી મહારાજની ઉમર હોવાથી દીક્ષા પછી તેમના શિરે માત્ર ત્રણ વરસમાં જ ગોંડલ ગચ્છનો સઘળો ભાર સોંપ્યો હતો. તેમની વાણીની ખુમારી એવી હતી કે દરબારો જેવા દરબારો પણ તેમના એકમાત્ર વચનથી પોતાના સર્વ વ્યસનો છોડી દેતા. આપણા કરકમલોમાં આ આગમ આવે એ માટે તેને અનુવાદ સાથે લિપિબદ્ધ કરવાનું કાર્ય પૂ. શ્રી મુક્ત-લીલમ પરિવારના પૂ. સાધ્વી શ્રી સુમતિબાઈ મ.સ. એ કરેલ છે.
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની વિશિષ્ટતા એ છે કે એ સારભૂત જૈન ઉપદેશનો ‘નિચોડ' ગ્રંથ છે. એમાં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સ્પર્શ કરવા માટે ભગવાન મહાવીરસ્વામીની ચરમ દેશનારૂપ પ્રસિદ્ધ પામેલ આગમવાણી આપવામાં આવી છે. જૈન ધર્મગ્રંથોમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું સ્થાન મૂળસૂત્ર રૂપે અનોખું છે. તેમાં સાધકોને ઉપયોગી યમ-નિયમોનું મુખ્યત્વે નિરૂપણ છે તેમજ સાધકોની સાધનાના પ્રેરણાત્મક હિતશિક્ષા સૂત્રો છે. ભૂદાન પ્રણેતા આચાર્ય વિનોબા ભાવે રાત્રે સૂતી વખતે પોતાની એક બાજુ ગીતા અને બીજી બાજુ ઉત્તરાધ્યયનસૂત્ર રાખતા હતા. તેમનું કહેવું હતું કે, “પોતાના જીવનમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નોના જવાબ તેમને ઉત્તરાધ્યયન સૂત્રમાંથી મળી રહે છે. એમાં માનવમૂલ્યો, આત્મઉત્થાનના ઉપાયો અને જન-જનને સ્પર્શતા સનાતન અને સૈકાલિક સત્યોની રજૂઆત છે.”
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૨ માં અધ્યયનમાં શ્રી રથનેમિની કથામાં રાજેમતી સાધ્વીજીએ શ્રી રથનેમિ સાધુજીને આપેલો ઉપદેશ વર્તમાનમાં શિથિલાચાર આચરીને પથભ્રષ્ટ થઈ રહેલા સાધકો માટે પુનઃ સંયમમાર્ગે પાછા ફરવા માટે ઉત્સાહપ્રેરક અને માર્ગદર્શક છે. આવા ઉપદેશનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
સૌર્યપુર નગરમાં દશ ભાઈઓમાં સહુથી મોટા વસુદેવ તથા સહુથી નાના સમુદ્રવિજય નામના બે ભાઈઓ રાજય કરતા હતા. તેમાં સમુદ્રવિજય રાજાની શિવા નામની રાણી તથા અરિષ્ટનેમિ, રથનેમિ, સત્યનેમિ તથા દઢનેમિ નામના ચાર પુત્રો હતા. મોટા પુત્ર અરિષ્ટનેમિની ઉગ્રસેન રાજાની પુત્રી રાજેમતિ સાથે સગાઈ નક્કી થઈ હોવાથી વિવાહ માટે જતી વખતે એ મંડપની નજદીક પહોંચ્યા ત્યારે તેમણે વાડાઓ અને પાંજરામાં પુરાયેલા
૪૯