________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો બ્રાહ્મણવાડાની એક ડોશીમાને પૂછતાં, કોઈ અદ્ભુત બનાવ બન્યો હોવાની શંકા ચિત્તમાં સળવળવા લાગી. આ ફેરફાર સખીને જણાવવા રાજમંદિર જતાં, આનંદ-ઉત્સાહનો માહોલ જોતાં એની શંકા દેઢ બની ગઈ. આ દર્દભરી દ્વિધા ત્રિશલાને જણાવતાં એણે કહ્યું, ‘મને લાગે છે કે મારા જ ગર્ભનું હરણ કરીને દેવતાઓ તારામાં સ્થાપન કરી ગયા. દેવોની અચિંત્ય શક્તિ તો તું જાણે છે ને !' (પૃ. ૧૫) પછી પોતાની થાપણ સમજીને એ સંતાનને ઉછેરવાની જાણે ત્રિશલાને અનુમતિ આપી અને સંતાનનું નામ પોતે “વૃદ્ધિમાન” નિશ્ચિત કર્યું હતું, તેને બદલે ‘વર્ધમાન રાખવાનું સૂચન કર્યું. માતા અને માસીના વહાલમાં વર્ધમાન મોટો થવા લાગ્યો.
‘ગેરસમજના ગોળા' જેવી પૃથ્વી પર વેર અને વિરોધનું માનસ ધરાવનારા વિજ્ઞસંતોષી માણસોની ક્યાં ખોટ છે? એમણે વર્ધમાનને હેરાન કરવાના અને મારવાના પ્રયાસો કર્યા પણ કાળને જીતવા જન્મેલા આ નિર્ભય બાળકનો વાળ વાંકો ન કરી શક્યા. એનો કાંટો કાઢી નાખવા લોકઉશ્કેરણીથી આવેલા અઘોરીને પણ લાગ્યું કે આ સામાન્ય બાળક નથી – દૈવી બાળક છે. આ બાળક માત્ર વીર નથી પણ મહાવીર છે !' (પૃ. ૨૨) આ વૈમનસ્યના વાતાવરણમાં દેવાનંદાને ભય રહેતો કે વર્ધમાનની જયાં-ત્યાં જમવાની ટેવને કારણે કોઈક એને ભોજનમાં ઝેર તો નહિ આપી દે ને ? અત્યંત તાત્ત્વિક પ્રત્યુત્તર આપતાં વર્ધમાને કહ્યું, ‘મા ભોજનના ઝેર ભારે પડતાં નથી. એ તો,
ઓકી નંખાય : પણ ભાવનાના ઝેર અતિ ભારે છે. એનું ઔષધ શોધવું છે...' (પૃ. ૨૫)
જ્યારે બ્રાહ્મણવાડાના શ્રોત્રિયોને સજા કરવાનો રાજકર્મચારીઓને હુકમ મળ્યો ત્યારે દેવાનંદાને લાગ્યું કે આ સઘળા અનર્થની જનેતા પોતે છે. એણે જ બ્રાહ્મણ જુવાનોના મનમાં સંદેહ ઉત્પન્ન કરે એવું વર્તન કર્યું છે. માટે
- ૧૯૬
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો - શિક્ષા પોતાને થવી જોઈએ. એણે જાહેર કરી દીધું કે વર્ધમાન ક્ષત્રિય છે અને ત્રિશલાનો જાયો છે. પછી બાળકનું કંઈ પણ અનિષ્ટ ન થાય માટે દેવાનંદાએ માતૃત્વનો મોહ છોડી દઈ વર્ધમાનથી મોં ફેરવી લીધું. માતૃત્વની આ કેવી કપરી કસોટી ! આ ત્યાગનું મૂલ્ય કોણ આંકી શકશે?
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા શત્રુઓ સાથે લડવા વર્ધમાને સંસારી માયાજાળ છોડી અને દિવ્ય આત્માની શોધમાં બાર બાર વર્ષ તપસ્યા કરી. ત્યારબાદ ગૌતમ જેવા અગિયાર શ્રોત્રિય શિષ્યો સાથે બ્રાહ્મણકુંડ ગામમાં આવી સમોસર્યા ત્યારે વૃદ્ધ થઈ ચૂકેલાં માતા-પિતા, દેવનંદા અને ઋષભદત્ત દર્શને દોડ્યા. સંતાનહીન બની ગયેલી દેવાનંદા અનિમેષ નયને મહાવીરને તાકી રહી. તે સમયે એના કમખાની કસ તૂટી અને વક્ષસ્થળમાંથી દૂધની ધારા વહેવા લાગી. ત્યાં ઉપસ્થિત પ્રજાજનોએ ઊભા કરેલા વિવાદના ઉત્તરમાં મહાવીર વર્ધમાન બોલ્યા કે, “હું ખરી રીતે એના પેટે જ પેદા થયો છું. એ મારી માતા છે. વર્ષોના વિયોગ પછી મને નીરખી એના હૈયામાં છુપાયેલી સ્નેહધારા દ્રવી ઊઠી છે.” (પૃ. ૩૦) આ વાત સામાન્યજનની સમજની બહારની છે. કારણ વગરના પ્રશ્નોમાં શંકા કરી કચકચમાં સમય વિતાવી જીવનને વ્યર્થ જવા દેતાં માણસને, સર્જક જયભિખ્ખું, દેવાનંદાને મહાવીરે આપેલા ઉપદેશના માધ્યમથી સમજાવે છે કે “લોક પ્રશંસામાં સમભાવ સ્થાપન કર ! પ્રીતિ ને અપ્રીતિ વિષે સમાન રસ ધારણ કર ! તું તરી જઈશ. યાદ રાખજે કે તૃપ્તિ કરતાં ત્યાગ મોટો છે, દેહ કરતાં આત્મા મોટો છે. સંસાર કરતાં સ્નેહ મોટો છે. દીર્ઘકાળ સેવેલાં જ્ઞાન અને ચારિત્ર સિવાય જાતિ કે કુળ કોઈને બચાવી શકતા નથી. કર્મ મહાન છે, કુળ નહિ.' (પૃ. ૩૨) દેવાનંદાની વાર્તા આ સનાતન સત્યને, ઊગતી યુવા પેઢીને દેઢતાથી સમજાવી એના અનુસરણ માટે પ્રેરણા આપે છે.
- ૧૯૦૦