________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો કથાઓ જેવી કે રામાયણ, મહાભારતનો આધાર લઈ લોકપ્રચલિત કથાવસ્તુને સ્વીકારી તેનું રૂપાંતર જૈન ધર્મના સંદર્ભે કરાયું છે. આ રીતે પ્રચલિત આધારોને સ્વીકારી સર્જકે પોતાની મૌલિકતા તેના આધારે વિકસાવી છે. જૈન કથાનો મૂળ ધ્યેય તો વાંચકની અંદર ધર્મભાવ જગાડવાનો હોઈ એમ સ્વાભાવિક રીતે જ નીતિ, સદાચાર અને ધર્મદર્શન વ્યક્ત થાય છે. સમયસુંદરની કૃતિ ‘સીતારામ ચોપાઈ” ની રચના સં. ૧૬૭૭ થી ૧૬૮૦ સુધીમાં મેડતા, સાચોર વગેરે સ્થળે રહીને થઈ છે. રામ અને સીતાનું કથાનક સુદીર્ઘ છે અને સર્જકે એને નવખંડમાં અને પ્રત્યેક ખંડમાં દુહા અને સાત ઢાળ છે. દુહા અને ૬૩ ઢાળ મળીને ૩૭00 ગાથામાં આ રાસની રચના કવિએ કરી છે.
જૈન પરંપરાની “સીતારામ ચોપાઈ’ વાલ્મિકી રામાયણથી ઘણી દૃષ્ટિએ ભિન્ન છે. રામકથાના મુખ્ય ત્રણ પુરુષ પાત્રો રામ, લક્ષ્મણ અને રાવણ - ને જૈનોના ત્રેસઠ શલાકા પુરુષોમાં ગણવામાં આવ્યા છે. ત્રેસઠ શલાકા પુરુષોમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બલદેવો, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવો એમ મળીને કુલ ૬૩ મહાપુરુષો ગણાય છે. તેમાં રામ આઠમા બલદેવ, લક્ષ્મણ આઠમા વાસુદેવ અને રાવણ આઠમાં પ્રતિવાસુદેવ છે. જૈન માન્યતા અનુસાર પ્રત્યેક કલ્પમાં બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ સમકાલીન હોય છે. વાસુદેવ પોતાના મોટાભાઈ બલદેવની મદદ વડે પ્રતિવાસુદેવ સાથે યુદ્ધ કરીને એને હરાવે છે અને એનો વધ કરે છે. તે પ્રમાણે આઠમાં વાસુદેવ રાવણનો વધ કરે છે. આમ, જૈન ધર્મના સંદર્ભે આ પાત્રોનો વિસ્તાર કરવામાં આવ્યો છે, જે જૈનદર્શનનો ખ્યાલ આપે છે.
જૈન પરંપરામાં પ્રાકૃત ભાષામાં રામકથાનું નિરૂપણ ઘણા કવિઓ દ્વારા થયું છે. રામ અને કૃષ્ણ ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક ચેતનાના
* ૧૮૨
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો પ્રતીક છે. એમના વિષયક અનેક પ્રકારના સાહિત્યનું નિર્માણ થયું છે. રામાયણ અને મહાભારત એ એવા સાંસ્કૃતિક ગ્રંથો છે કે જે અનેક સંસ્કૃતિ, અનેક પરંપરા અને સમાજના પ્રતીક છે. લોકસાહિત્ય, ધાર્મિક સાહિત્ય રૂપે, સાહિત્ય રૂપે, ચેતનાના પ્રતીક રૂપે તે અનેક રૂપે વ્યક્ત થયા છે. જૈન પરંપરામાં પણ રામકથાના અનેક રૂપો છે, એમાં સંદદાસગણિકૃત ‘વસુદેવ હિંડી', વિમલસૂરિકૃત ‘પઉમચરિય’ અને ગુણભદ્ર કૃત ‘ઉત્તરપુરાણ' ગણાય છે. આ ત્રણની રામકથામાં થોડીક વિભિન્નતા છે, પરંતુ મહત્ત્વની બધી ઘટનાઓ સમાન છે. તેમાં શ્વેતામ્બર પરંપરામાં ‘પઉમચરિય’ અને દિગંબર પરંપરામાં ‘ઉત્તરપુરાણ' નો પ્રભાવ વિશેષ રહ્યો છે. જૈન પરંપરામાં જે વિવિધ કૃતિઓ જોવા મળે છે, તેમાં પણ સમયસુંદરે સંમૂકાવ્ય “સીયાચરિઉ’ નો મુખ્ય આધાર લીધેલો છે, સાથે એમણે ‘પઉમચરિય’ નો પણ આધાર લીધો છે.
સીતા કથાનકનો મૂળ ઉદ્દેશ શીલધર્મ છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક ઉદ્દેશ છે, જેમાં સાધુને માથે ખોટું આળ, મિથ્યાકલંક ચડાવવાના પરિણામે માણસને કેવા કેવા દુઃખ ભોગવવા પડે છે અને પોતાના કર્મનો ભાર સહન કર્યા પછી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સ્ત્રીનું ‘શીલ’ અને તેની પવિત્રતા પણ કેવી કસોટીએ ચડે છે, પણ અંતે તો કર્મનો ક્ષય થતાં ધર્મને શરણે જ કૈવલ્ય પ્રાપ્ત થાય છે, આવા કેટલાક સંદર્ભો અહીં સ્પષ્ટરૂપે વ્યક્ત થયા છે.
સીતારામ ચોપાઈ” ની શરૂઆત ગૌતમસ્વામી અને શ્રેણિક મહારાજાના પ્રસંગથી થાય છે. એક વખત ગણધર શ્રી ગૌતમસ્વામી રાજગૃહ નગરમાં પધારે છે અને અઢાર પાપસ્થાનક વિશે ઉપદેશ અપતા હતા. તે વખતે તેમની સેવામાં શ્રેણિક મહારાજા ત્યાં આવ્યા હતા. ત્યારે સાધુ વગેરે
૧૮૩