________________
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો પર મિથ્યા કલંક ચડાવતાં કેવું દુઃખ આવી ચડે છે તેના ઉદાહરણ તરીકે સતી સીતાની વાત ગૌતમસ્વામીએ કહી. જેમાં સીતાના પૂર્વભવની કથાથી આરંભ થાય છે.
કલંક ન દીજઈ કેહની, વલી સાધનઈ વિશેષિ,
પાપવચન સહુ પરિહરડે, દુઃખ સીતા ની દેખિ. ‘સીતારામ ચોપાઈ' માં સીતાના વેગવતી તરીકેના પૂર્વજન્મનો વૃત્તાંત નિરૂપાયો છે. ભરતક્ષેત્રમાં મૃણાલ કુંડ નગરમાં શ્રીભૂતિ પુરોહિતની પુત્રી વેગવતી રહેતી હતી. એકવાર સુદર્શન નામના મહારાજના ઉપદેશથી સર્વત્ર તેમની પ્રશંસા નગરમાં ફેલાઈ જાય છે. ત્યારે વેગવતી માટે સાધુની પ્રશંસા અસહનીય બને છે અને તે લોકોમાં સાધુના ચરિત્રસંદર્ભે અફવા ફેલાવે છે. પરિણામે શાસનદેવીના પ્રભાવથી વેગવતીને શારીરિક તકલીફ થાય છે અને સાધુ પણ કલંક દૂર ન થાય ત્યાં સુધી ઉપવાસનું વ્રત ધારણ કરે છે. પોતાની શારીરિક તકલીફોથી ત્રસ્ત વેગવતીને ભૂલનું ભાન થાય છે અને પશ્ચાત્તાપ કરે છે, સત્ય જાહેર કરે છે. પણ વેગવતીના આ કૃત્યનું ફળ તેને આવનારા ભવમાં સીતારૂપે ભોગવવાનું આવે છે. વેગવતી મિથિલા નગરીના મહાન રાજવી જનકની પુત્રી સીતા તરીકે જન્મ લે છે. સીતા યુવાનીમાં આવતાં જનક રાજા પોતાના મંત્રીને સીતા માટે યોગ્ય એવા વરની શોધ કરવા માટે કહે છે. મંત્રી દશરથ રાજાના પુત્ર રામ પર પસંદગી ઉતારે છે અને સીતાની સગાઈ રામ સાથે કરવામાં આવે છે. સમયસુંદરની આ કથામાં સીતાના સ્વયંવરની કોઈ વાત આવતી નથી. ઉપરાંત ધનુષ્યનું કથાનક પણ જુદી રીતે આવે છે. આમ તો આ કથાનક ઘણું લાંબુ હોવાને કારણે મેં મારી વાત “સીતા”
૧૮૪ •
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોના પાત્ર પૂરતી જ મર્યાદિત રાખી છે અને એ પાત્ર દ્વારા કઈ રીતે નીતિ, મૂલ્ય અને ધર્મબોધ પ્રાપ્ત થાય છે, એ અંગે ચર્ચા પ્રસ્તુત પેપરમાં કરી છે.
સીતાની સગાઈ પછી એકવાર નારદમુનિ મિથિલા નગરી પધારે છે ત્યારે સીતા તેમનું ભયાનક રૂપ જોઈ ડરીને ભાગી જાય છે. પોતાનું યોગ્ય સ્વાગત ન થવાને કારણે નારદ ક્રોધે ભરાય છે અને વૈતાઢય પર્વત પર ભામંડલ રાજા પાસે સીતાનું ચિત્ર દોરી તેમને સીતા પ્રત્યે આકર્ષિત કરે છે. ચંદ્રગતિ - ભામંડલના પિતા, રાજા જનક પાસે સીતાની માગણી કરે છે, પણ જનક જણાવે છે કે સીતાની સગાઈ રામ સાથે થઈ ગઈ છે ત્યારે ચંદ્રગતિ બીજા વિદ્યાધરો સાથે મળીને જનક રાજાની સામે શરત મૂકે છે કે જો રામ દેવાધિષ્ઠિત ધનુષ્ય ઉંચકીને બાણ ચડાવી શકશે તો જ તે સીતાને પરણી શકશે. નહિ તો તેઓ સીતાને લઈ જશે. ઘરે આવીને જનક વાત કરે છે ત્યારે સીતાને પોતાના ધર્મ અને કર્મ પર પૂરેપૂરી શ્રદ્ધા છે. શીલવાન સ્ત્રીને આવી નાની અચડણોથી ડર નથી લાગતો, તેમ સીતા પણ પિતાને કહે છે કે મારા લગ્ન તો રામ સાથે જ થશે. લગ્નપ્રસંગે રામ બાણ ચઢાવે છે અને સીતા સાથે તેમના લગ્ન થાય છે. સાથે સાથે વિદ્યાધર પણ રામની ગુણશક્તિ જોઈને પોતાની અઢાર કન્યાઓ રામ સાથે પરણાવે છે.
રાજા દશરથ શુદ્ધ શ્રાવક ધર્મનું પાલન કરતા હતા. એકવાર જિનાલયમાં અઢાર મહોત્સવની ઉજવણી કરતાં એક વૃદ્ધ દૂતના પ્રસંગ દ્વારા તેમને પણ પોતાનું ભવિષ્ય અને વૃદ્ધાવસ્થાનો આભાસ થાય છે અને મનમાં વૈરાગ્ય જાગે છે.
બીજી તરફ ભામંડલને જાતિસ્મરણ થાય છે અને સીતા પોતાની સહોદરા હોવાની જાણકારી મળે છે. આ વાત તે ચંદ્રગતિને કરે છે. આ
૧૮૫