________________
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો -
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો માણેકશાનો વેપાર ધમધોકાર ચાલવા લાગ્યો. લક્ષ્મીની વૃદ્ધિની સાથે એમણે દાનગંગાનો પ્રવાહ પણ વધાર્યો. માણેકશાને વ્યાપારાર્થે આગ્રા જવાનું થયું. આગ્રાના મુખ્ય જિનાલયમાંથી બહાર નીકળતાં જ સમાચાર મળ્યા કે પોતાના ઉપકારી ગુરુદેવ પૂ. હેમવિમલસૂરિજી મ. સાહેબ આગ્રામાં ચાતુર્માસાર્થે રોકાયા છે. માણેકશાહ ગુરુમહારાજને વંદન કરીને તેમની પાસે બેઠા. ગુરુમહારાજ પાસેથી જાણ્યું કે શત્રુંજય માહાભ્ય ગ્રંથના આધારે પ્રવચનો ચાલે છે. માણેકશાહને શંત્રુજયની યાત્રા બાકી હતી એટલે એમને મનમાં થયું કે જાત્રા જયારે જવા મળશે ત્યારે ખરું. અત્યારે તીર્થનો મહિમા જાણવા માણેકશાહ ચાતુર્માસ માટે આગ્રામાં રોકાયા.
ગુરુભગવંતના શ્રીમુખે સાંભળ્યું કે “શત્રુંજય તીર્થ શાશ્વત છે, અનંતા આત્માઓ મોક્ષે ગયા છે, એના દર્શન કરવાથી પ્રાણીના પાપ-સમૂહોનો નાશ થઈ જાય છે.” શત્રુંજય વિશે કહેવાયું છે કે,
એકેકું ડગલું ભરે, શેત્રુજા સામું જેહ,
ઋષભ કહે ભવકોડના કર્મ ખપાવે તેહ.” શેત્રુંજયનો મહિમા સાંભળીને શેત્રુંજયને ભેટવાના એમના કોડ વધતા જાય છે. માણેકશાહે આસો સુદ પંચમીના દિને શત્રુંજયની યાત્રા ઉપવાસ સાથે પગપાળા કરવાની દઢ પ્રતિજ્ઞા લીધી.
ચાતુર્માસ પૂર્ણ થયું. વિ.સં. ૧૫૬૫ ના કાર્તિક વદ એકમે પ્રભુજીના દર્શન કરી, ગુરુ ભગવંતના આશીર્વાદ લઈ સિદ્ધગિરીજીની શુભ યાત્રા કરવા પ્રયાણ આદર્યું. આગ્રા સંઘે પણ ભાવભીની વિદાય આપી. માણેક શાહ રાતદિવસ જોયા વિના ચાલતા જ રહ્યા. રસ્તામાં આવતી અનેક મુશ્કેલીઓ
પાર કરતાં કરતાં રાજસ્થાનની હદ વટાવી ગુજરાતની ધરતી પર પગ મૂક્યો. પાલનપુર થઈ સિદ્ધપુરની પાસે આવેલા મગરવાડાના પ્રદેશમાં આવ્યા. આ જગ્યાએ એ સમયે ગાઢ જંગલ હતું. ત્યાં ચોર-લૂંટારુઓનો સતત ભય રહેતો હતો. આ જંગલમાંથી પસાર થતાં માણેકશાને જોઈને ચોરોને લાગ્યું કે શેઠ પાસે માલ લાગે છે. શેઠને ઊભા રહેવા અને પોતાની પાસેથી માલ આપી દેવા જણાવ્યું. પરંતુ શેઠ તો પોતાની ધૂનમાં જ હતા અને એમને આજુબાજુનું કંઈ ભાન હતું નહિ. શેઠ ઊભા ન રહેતાં ચોરોએ શેઠના શરીર પર જોરથી તલવારનો ઘા કર્યો. એક શરીર, બે ઘા અને ત્રણ ટુકડા. જય શત્રુંજય, જય આદિનાથ બોલતાં જ શેઠના પ્રાણ ચાલ્યા ગયા. એમનું શરીર મસ્તક, ધડ અને પગ – એમ ત્રણ ભાગમાં વહેંચાયું. એ દિવસ હતો વિ.સં. ૧૫૬૫ પોષ વદ ૧૪ નો.
અંત સમયે પણ શુભ ભાવ ટકાવી રાખનાર શેઠ માણેકશાહનું વીરોચિત મૃત્યુ થયું. ભુવનપતિમાં વ્યંતર નિકાયના છઠ્ઠા ઈન્દ્ર શ્રી માણિભદ્ર યક્ષ તરીકે તેઓ ઉત્પન્ન થયા. જેઓ દેવગતિમાંથી મનુષ્યભવમાં આવી, શુદ્ધ ચારિત્ર પાળીને કેવળજ્ઞાન પામી મુક્તિગામી બનશે.
લોંકાગચ્છના યતિઓને સમાચાર મળ્યા કે પૂ. શ્રી હેમવિમલસૂરિજીએ શેઠ માણેકશાને પુનઃ ધર્મમાં સ્થિર કર્યા છે. આ જાણીને તેઓ હેમવિમલસૂરિજી પ્રત્યે ભયંકર ઈર્ષ્યા ધરાવતા થઈ ગયા અને પૂ. હેમવિમલસૂરિજીના સાધુઓને ખેદાનમેદાન કરવા શ્રી પદ્મનાભસૂરિએ કાળા-ગોરા ભૈરવને પ્રત્યક્ષ કરી પૂ. હેમવિમલસૂરિજીના સાધુઓને એક પછી એક ખતમ કરવા આજ્ઞા કરી. હેમવિમલસૂરિજીના સાધુઓ એક પછી એક એમ દસ દિવસમાં દસ સાધુઓને પરલોક ભેગા કરી દીધા.
૨૦૮
- ૨૦૯ ૨