________________
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો
-જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો
કુમારને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ઉચ્ચ કુળની અપ્સરા જેવી કન્યાઓ સાથે ધામધૂમથી લગ્ન કરાવી આપવાની લાલચ આપે છે, પરંતુ માતાની મૂર્છા કે પિતાની મૂક વેદના કુમારને પીગળાવી શકતી નથી. કર્મની ગતિ બહુ ગહન છે. જીવ માત્રને સારાનરસા સંજોગમાં મૂકે છે. જયાં કર્મની પ્રબળતા છે ત્યાં જીવાત્મા તેનો ચાકર બની જાય છે. ઈલાયચી પણ કર્માધીન બની મા-બાપને તરછોડી પોતાની કામના પૂરી કરવા નટમંડળી સાથે ચાલી નીકળે છે.
નટનું રૂપ ધારણ કરી કુમાર નટમંડળી સાથે ગામેગામ ભ્રમણ કરવા લાગ્યો. કુમાર અને નટકન્યા પરસ્પર પ્રેમના તંતુથી બંધાયા છે, પરંતુ સાંસારિક નિયમ પ્રમાણે લગ્નવિધિ ન થાય ત્યાં સુધી પોતાનો ધર્મ સંભાળીને ચાલે છે. સમય જતાં ઈલાયચી નટવિઘામાં કુશળ બની ગયો. તેની નટવિઘા જોઈને નટરાજ પણ સંતોષ અનુભવે છે. ફરતાં ફરતાં કુમાર નટમંડળી સાથે પોતાની જ નગરીમાં આવે છે. રાજાની આજ્ઞા લઈ ખેલ શરૂ કર્યો. આજે ઈલાયચીનો ઉત્સાહ અનેરો છે કારણ કે રાજાને રીઝવી ઈનામ મેળવી શરત પૂરી કરવાનો મોકો મળ્યો હતો. તેણે એક પછી એક શ્રેષ્ઠ ખેલ શરૂ કર્યા. જીવ સટોસટના ખેલ ખેલે છે, લોકો તાળીઓ પર તાળીઓ પાડે છે, વાહ, વાહના પોકારો થાય છે, પણ રાજા રીઝતો નથી. મોહની કેવી કરામત ! રાજા પણ તે જ નટકન્યા પર મોહ પામ્યો છે. રાજા વિચારે છે કે ક્યારે આ નટકાર દોરડા પરથી નીચે પડે અને મૃત્યુ પામે, જેથી આ સુંદર નટકન્યા મને મળે. જયારે કુમાર માટે રાજાનું આનંદિત થવું જરૂરી છે એટલે ફરીથી પાછો વધુ જોખમી ખેલ કરે છે. આમ તે ત્રણ ત્રણ વાર ખેલ કરે છે. દરેક વખતે જોખમની માત્રા વધતી જાય છે છતાં રાજા આનંદિત થતો નથી. બીજી તરફ નટકન્યા પણ આ
ત્રણ વખતના ખેલ પછી ખૂબજ આનંદિત બને છે અને તે કુમારના જીવના જોખમની ચિંતા કરે છે. વિધિની વક્રતા તો જુઓ ! એક તરફ રાણી અને અન્ય પ્રજાજનો આ નટકુમારના ખૂબ વખાણ કરે છે, પરંતુ રાજાનું મન રીઝયું નહીં. ત્રીજીવારના ખેલ પછી છેલ્લું અભિવાદન કરવા તે એકવાર ફરીથી દોરી પર ચડ્યો. ત્યારે સહુ કોઈ તેના સાહસના વખાણ કરવા લાગ્યા, પરંતુ ત્યાં જ જીવનમાં એકાએક અદ્ભુત પરિવર્તન આવે છે. જાણે ઈલાયચીનો પ્રબળ મોહનો અંત આવવાનું નિમિત્ત ઊભું થાય છે. | દોરી ઉપર ઊભેલા કુમારની નજર સામેની એક હવેલીના ચોકમાં જાય છે. ત્યાં એક રૂપ રૂપની અંબાર સમી યૌવનવંતી નાર મુનિ ભગવંતને આહાર-પાણી વહોરાવી રહી છે, પણ એ મુનિ તેની સામે ઊંચી આંખ કરીને જોતાં પણ નથી. મુનિની દૃષ્ટિ નીચી છે. રંભા જેવી સુંદર સ્ત્રીનું રૂપ પણ તેમના મનને જરાપણ વિચલિત કરી શકતું નથી. આ દેશ્ય જોતાં જ કુમારનો આત્મા જાગી ઊઠ્યો. કર્મવિપાક પૂરા થતાં મોહનો પડદો તૂટી ગયો, જ્ઞાન પ્રકાશિત થતાં જ શુદ્ધ ચિંતનની ધારા વહેવા લાગી.
ઈલાયચી પુત્ર વિચારે છે, એ હા હા ! ક્યાં આ મુનિનો ત્યાગ અને ક્યાં મોહની ખીણમાં મારું પગલું ! આ પુણ્યાત્મા ઘરબાર છોડી આત્મકલ્યાણમાં રમી રહ્યા છે, જયારે હું ઘરબાર છોડી કાદવમાં (મોહમાં) ફસાયેલો છું. આમ, પશ્ચાત્તાપની અગ્નિમાં તપતાં તપતાં ઈલાયચી કુમારના મનોભાવ ઊર્ધ્વદિશા તરફ ગતિ કરવા લાગ્યા. નીચે ઊતરી, મુનિને વંદન કરી, સંયમની અનુમતિ મેળવી, પંચમુષ્ટિ લોચ કરી ઈલાયચી મુનિ સંયમને પંથે ચાલી નીકળ્યા.
૧૦૬
- ૧૦૦