________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
વિનય અને વૈયાવૃત્યને ઉજાગર કરતી
પંથકમુનિની કથા
- ગુણવંત બરવાળિયા
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો સમગ્ર માનવજાતના કલ્યાણ માટેની હિતચિંતાનો ભાવ, અકારણ કરુણાના કરનારા પ્રભુ મહાવીરને સતત દેશના આપવા પ્રેરે છે. તેને કારણે માત્ર જૈન સાહિત્યને જ નહીં પરંતુ વિશ્વના દર્શન સાહિત્યને એક અમૂલ્ય ભેટ મળે છે.
આગમનું ચિંતન, સ્વાધ્યાય અને પરિશીલન અજ્ઞાનના અંધારા દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. જૈન તત્ત્વજ્ઞાનનું આચારશાસ્ત્ર તથા વિચાર દર્શનના સુભગ સમન્વય સાથે સંતુલિત તેમજ માર્મિક વિવેચન આગમમાં છે, તેથી તેને જૈન પરંપરાનું જીવનદર્શન કહી શકાય.
પાપ-પ્રવૃત્તિ અને કર્મબંધનમાંથી મુક્ત થઈને પંચમગતિના શાશ્વત સુખો કઈ રીતે પામી શકાય તે અહિંસાના પરમ ધ્યેયની પુષ્ટિ કરવા સદ્દગુણોની પ્રતિષ્ઠા આ સંપૂર્ણ સૂત્રોમાં કરી છે.
આગમના નૈસર્ગિક તેજપુંજમાંથી એક નાનકડું કિરણ મળે તો પણ આપણું જીવન પ્રકાશમય થઈ જાય. આત્માને કર્મમુક્ત થવાની પાવન પ્રક્રિયામાં પ્રવાહિત કરતાં આગમસૂત્રો, આત્મ સુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે.
જ્ઞાતાસૂત્રજીના અધિકારના પાંચમાં અધ્યયનમાં પંથકમુનિની કથા છે. શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રમાં જનસમાજને ધર્મ અને સદાચારની સમજણ આપતી કથાઓ છે.
ભગવાન મહાવીરે જગતના અનેક પ્રકારના જીવોની રુચિઓનું દર્શન કરેલું છે, અને તેની અલગ પ્રવૃત્તિ પ્રમાણે અલગ અલગ બોધવાક્યોથી સાધકોને જ્ઞાન તરફ, જીવનમૂલ્યો તરફ વાળેલાં છે અને એવા જ એક આગમનું નામ છે જ્ઞાતાધર્મકથા. આ સૂત્રમાં જનસામાન્ય વાર્તાઓ, લોકભોગ્ય કથાઓ દ્વારા બોધ આપેલ છે.
પ્રબુદ્ધ કરુણાના કરનારા ભગવાન મહાવીરે ઉપ્પનેઈવા, વિગમેઈવા અને ધુવેઈવા - આ ત્રિપદી દ્વારા દેશના આપી. ગણધર ભગવંતો દ્વારા આ ઉપદેશનો આગમરૂપે જનસામાન્ય બોધરૂપે ગુંથન થયો.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૯૮૦ વર્ષ પછી પૂ. શ્રી દેવર્ધગણિને અનુભૂતિ થઈ કે કાળક્રમે માનવીની સ્મૃતિ ઓછી થતી જાય છે, જેથી પૂજયશ્રીએ ભગવાન મહાવીરનો આ દિવ્ય વારસો જળવાઈ રહે તે માટે વલ્લભીપુરમાં ૫૦૦ સાધુ મહાત્માઓના સહયોગથી સતત ૧૩ વર્ષના પુરુષાર્થથી લેખનકાર્ય દ્વારા લિપિબદ્ધ કર્યો...
પૂર્વાચાર્યોએ શ્રમણ સંસ્કૃતિની જ્ઞાનધારા ગતિમાન રાખવા માટે સમયે સમયે આગમોનું સંપાદન, સંશોધન, સંવર્ધન અને સંકલન કરી અદ્ભુત યોગદાન આપ્યું છે.
- ૨૩૪ -
- ૨૩૫