________________
જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો
૬
શ્રી માણિભદ્રવીરનું કથાનક
- કનુભાઈ શાહ
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો પરમોપકારી પરમાત્માના જિનશાસનમાં સમ્યક્દૃષ્ટિ દેવ-દેવીઓનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. દેવ-દેવીઓની સ્થાપના પરંપરાગત છે. પૂર્વાચાર્યોએ તપ-જપ કરી, મંત્ર આરાધી શ્રી માણિભદ્રવીરને સમકિતધારી જાણી જૈનશાસન અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપિત કર્યા છે.
ભૂતકાળમાં જે અવંતીનગરી તરીકે ઓળખાતી હતી, મધ્યકાળમાં જેની ઓળખ ઉજૈની તરીકે થતી, તે આજે ઉજજૈન તરીકે ઓળખાય છે. જૈન સાધુ-સંતોએ આ ભૂમિને પવિત્ર બનાવેલી છે. વિક્રમાદિત્ય, કવિ કાલિદાસ અને રાજા ભતૃહરિ જેવા રાજાઓ અને કવિઓ થઈ ગયા. એભુત અને આકર્ષક જિનમંદિરોની સાથોસાથ અન્ય ધર્મના દેવમંદિરો, શિવમંદિરો, આશ્રમો, ધર્મશાળાઓ, પૌષધશાળાઓથી આ નગરી શોભતી હતી. આ નગરીની જાહોજલાલી વિસ્તરેલી હતી.
આ ધર્મનગરી અને ઐતિહાસિક નગરીમાં વિક્રમના સોળમા સૈકામાં ધર્મપ્રેમી સુખલાલ શેઠ અને કસ્તુરીબાઈનું કુટુંબ વસતું હતું. સુખલાલ શેઠનો પરિવાર પહેલેથી જ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયનો અનુયાયી હતો. ભક્તિ અને આરાધનાથી તેમનું જીવન ભર્યું ભર્યું હતું. આ દંપતીને બધું જ સુખ હોવા છતાં ‘ખોળાનો ખુંદનાર કોઈ ન હતું.
વર્ષો બાદ એક દિવસ શેઠને ત્યાં સોનાનો સૂરજ ઊગ્યો. પૂર્વભવના કોઈ પુણ્યોદયે શેઠાણીએ તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. એ મંગલદિન હતો - વિ.સં. ૧૫૪૧, મહાસુદ ૫ એટલે કે વસંતપંચમી, જન્મની ખુશાલીમાં મંગળમય ગીતો ગવાયાં, નગરમાં મીઠાઈ વહેંચાઈ. સૌની ખુશીનો પાર ન હતો. ફોઈબાએ તેનું નામ પાડ્યું “માણેક'.
કથાનકના સર્જકનો પરિચય:
મગરવાડીયા શ્રી માણિભદ્રવીર દાદા કથાનકના સર્જક છે શ્રી કનુભાઈ એફ. વલાણી. લેખકે આ પુસ્તક સૌ પ્રથમ લેસ્ટર જૈન સમાજના ઉપક્રમે પ્રસિદ્ધ કર્યું હતું. આ પુસ્તકની સતત માંગ રહેતી હોઈ તેની છ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે. આ લેખકશ્રીના નાના-મોટા સત્તર જેટલાં પુસ્તકો પ્રગટ થયાં
છે.
દેશ-વિદેશમાં લેખકે ભારત, ટાન્ઝાનીયા, કેન્યા, નાઈરોબી, લંડન આદિ પ્રદેશોમાં શ્રી માણિભદ્રવીરના પૂજનો ભણાવ્યા છે. જ્યાં જયાં પૂજનો ભણાવ્યા છે ત્યાં કોઈને કોઈ વીરદાદાનો નાનો-મોટો પ્રભાવ જોવા મળ્યો છે. લેખકને પણ પરોક્ષ રીતે - સ્વપ્નથી, ફુરણાથી ચમત્કારો અને અનુભવો થયા છે.
- ૨૦૪ -
- ૨૦૫ -