________________
- જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો મહેનત કરતાં પરંતુ બુદ્ધિજડતાને કારણે વરદત્ત કોરીધાકોર રહ્યો. હવે સહાધ્યાયી તેની ઠેકડી ઉડાડવા લાગ્યા. તેના સંદર્ભમાં કવિરાજ માર્મિક વાત ઉપદેશે છે : “દીધો હુવૈ તો પામીજૈ રે, સું બુધિ સ્ વલિ વિત્ત (ક. ૩).” શ્રી અને સરસ્વતી આપવાથી જ મળે છે. અહીં જૈન ધર્મની ત્યાગપ્રધાન ભાવના અભિપ્રેત
કલાચાર્યે રાજા-રાણીના કૃપાપાત્ર બનવા, પોતાની નામના વધારવા વરદત્તને ભણાવવામાં કોઈ કસર ન રાખી, પરંતુ જયાં વર્ણમાળાનો એક અક્ષર ન ચડે ત્યાં શાસ્ત્રોની મોટી મોટી વાતો ક્યાંથી પલ્લે પડે ? એક વર્ષમાં કુંવર કંઈ ન શીખ્યો ત્યારે કલાચાર્યે કહ્યું, “રાજનું ! સાક્ષાત સરસ્વતી પણ વરદત્તને સાક્ષર કે કલાવિદ નહીં બનાવી શકે.” પાટવી કુંવરની અનપઢતાથી રાજા-રાણી ચિંતાતુર થયા. સમયના વહેણ સરતા ગયા. વરદત્તે યુવાનીમાં પ્રવેશ કર્યો. ત્યાં અશુભ કમોંએ નવો ખેલ માંડ્યો. વરદત્તનું આખું શરીર કોઢથી વિણસી ગયું. કંચનવર્ણ કાયા કદરૂપી થઈ ગઈ. રાજાએ ચિકિત્સાના ઉપાયોમાં કોઈ ખામી ન રાખી પરંતુ રોગ વકરતો ગયો. રાજા-રાણીના મનમાંથી ખેદ નીકળતો ન હતો. ‘એકનો એક પુત્ર અનપઢ, કદરૂપો ! કઈ કન્યા તેને પરણશે ? વંશ-વેલો કઈ રીતે પાંગરશે?” આ વિચારોએ કેડો ન મૂક્યો.
ઢાળ : ૩ એ અરસામાં તે જ નગરમાં સિંહદાસ નામના દાનવીર અને જૈનધર્મી શ્રેષ્ઠીની અર્ધાગિની કપૂરતિલકાને ત્યાં અઘટિત ઘટના ઘટી. તેમની પુત્રી ગુણમંજરી મૂક હતી. વળી તેનું શરીર રોગથી ફદફદી ગયું હતું. ચિકિત્સાનો એક પ્રયોગ સફળ થતો ન હતો. જોતજોતામાં કન્યા સોળ વર્ષની થઈ. કોઈ યુવક આવી કન્યા સાથે પાણિગ્રહણ કરવા તૈયાર ન હતા તેથી માતા-પિતાને પુત્રીની વ્યથા દિલને કોરી ખાતી હતી.
- ૧૬૪ -
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો આવા ટાણે ચાર જ્ઞાનના ધારક એવા વિજયસેનસૂરિજી શિષ્યવૃંદ સાથે નગરમાં પધાર્યા. રાજવી અજિતસેન પોતાના પુત્ર વરદત્તને તથા સિંહદાસ શ્રેષ્ઠી પોતાની પુત્રી ગુણમંજરીને લઈ આચાર્ય પાસે આવ્યા.
ઢાળ : ૪ સુનિયોજિત શબ્દાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકારોના નિરૂપણ સાથે કવિરાજને આચાર્ય ભગવંતની દેશના આલેખી છે; જેમાં દાન, શીલ, તપ અને ભાવ ધર્મની આરાધનાની સાથે સાથે જ્ઞાનની આરાધનાની આગવી મિસાલનું અનુસંધાન છે. ‘જ્ઞાન નિર્વાણપ્રાપ્તિનું કારણ હોવાથી જ્ઞાન કે જ્ઞાનીની બદબોઈ કરનાર તેના માઠાં ફળો ભોગવે છે. મનથી વિરાધના કરનાર મૂર્ખ બને છે, વચનથી વિરાધના કરનાર મૂંગો, બોબડો બને છે અને કાયાથી વિરાધના કરનાર હઠીલા રોગોથી પીડાય છે. વળી, જ્ઞાનની વિરાધના કરનાર, કરાવનાર કે અનુમોદના કરનાર સ્વજનો અને મિત્રોના વિયોગથી સંતપ્ત રહે છે.'
કવિરાજ આ પ્રમાણે કહી કર્મસિદ્ધાંતને અનુસરી જ્ઞાનના સાધનો અને જ્ઞાની સાથે ચેડાં ન કરવાની ચેતવણી આપી જ્ઞાન પ્રત્યેનો ગજબનો અનુરાગ અને ઉલ્લાસ પાઠકોમાં જગાવે છે.
ઢાળ : ૫ થી ૮ સિંહદાસ શ્રેષ્ઠીની સમસ્યાનું નિરાકરણ કરવા સૂરિજી ગુણમંજરીના પૂર્વભવ તરફ દોરી જાય છે. ઘાતકીખંડ દ્વીપના પૂર્વ ભારતમાં ખેટક નામના નગરમાં જિનદાસ શેઠ અને તેમની પત્ની સુંદરી રહેતા હતા. તેમના પાંચ પુત્રો હતાં. તેમને વિદ્યાભ્યાસ માટે જ્ઞાનમંદિરે મોકલ્યા. પરંતુ શિસ્તબદ્ધતાના અભાવમાં રેઢિયાળ બાળકોએ ધીંગામસ્તી કરી જ્ઞાનાર્જન ન કર્યું અને અન્ય વિદ્યાર્થીઓને પણ ખલેલ પહોંચાડી. અધ્યાપકે ચીમકી આપવા સોટી ઉગામી, મોં ચડાઉ બાળકોએ માતા પાસે રાવ ખાધી. માતાએ અધ્યાપકનો
- ૧૫