________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોમુનિનો ઉપદેશઃ
મુનિએ કહ્યું કે હે રાજનું ! મારા તરફથી તું નિર્ભય થઈ જા, તું પણ અન્ય જીવો માટે અભયદાતા બની જા. સર્વદાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. અનિત્ય એવા આ સંસારમાં તું શા માટે હિંસામાં આસક્ત થઈ રહ્યો છે ? સર્વસ્વ અહીં જ મૂકીને એક દિવસ ચાલ્યા જવું પડશે. આવા અનિત્ય આ સંસારમાં, રાજયસંપદામાં શા માટે આસક્તિ કરે છે?
વળી, જેમાં તું આસક્ત થઈ રહ્યો છે તેવું આ જીવન, મનુષ્ય આયુષ્ય અને શરીરનું રૂપ વીજળીના ચમકારા જેવું ચંચળ છે. માટે તું પરલોક હિતાર્થે કેમ વિચારતો નથી ? આ સ્વાર્થમય સંસારમાં સ્ત્રીઓ અને પરિવારના બીજા લોકો, સંબંધીઓ એ બધા જીવતાને જ અનુસરે છે, તેમના સુખમાં ભાગીદાર બને છે. મરેલા પાછળ કોઈ સાથે જતું નથી. મૃત્યુ પામેલા તેના પિતાને તેના પુત્રો, ઘરમાંથી બહાર કાઢે છે, સ્મશાન તરફ લઈ જાય છે. તેવી જ રીતે મરેલા પુત્રને પણ પિતા તેમ જ કરે છે. માટે હે રાજન ! તું તપશ્ચર્યા કર અને સંયમ ગ્રહણ કર. વળી, હે રાજન્ ! મૃત્યુ પછી વ્યક્તિ દ્વારા મળેલા ધન તથા સુરક્ષિત રાખેલી સ્ત્રીઓનો ઉપભોગ બીજા મનુષ્યો જ કરે છે.
તે મૃત વ્યક્તિએ જે કંઈપણ શુભ કે અશુભ કર્મ કર્યા છે તે કમની સાથે પરલોકમાં એકલો જ જાય છે. ભયભીત રાજાને મુનિએ આશ્વાસન આપતાં કહ્યું કે હે રાજન્ ! તને મારા તરફથી અભય છે. જેમ તને મૃત્યુનો ભય લાગે છે તેમ બીજા પ્રાણીઓને પણ મૃત્યુનો ભય છે. જેમ મેં તને અભયદાન આપ્યું તેમ તું બીજા પ્રાણીઓનો અભયદાતા બન. આ પ્રમાણે ગદંભાલી અણગારની પાસે ધર્મનો ઉપદેશ સાંભળીને સંજય રાજા તે જ સમયે સંવેગ અને નિર્વેદ ભાવને પામ્યા. સંસારથી વિરક્ત થયા. સંવેગ એટલે
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો મોક્ષની અભિલાષા અને નિર્વેદ એટલે સંસારથી વિરક્તિ ભાવના. છેવટે જિનશાસન – વીતરાગધર્મના માર્ગે વધી, સંસાર છોડી દીક્ષા ગ્રહણ કરી. જૈન કથાનકમાં સદ્ધોધના સ્પંદન જોવા મળે છે, જે નીચે પ્રમાણે છે : (૧) આ સમગ્ર સંસાર અનિત્ય છે. જીવન ક્ષણિક છે, તો પછી આવા
ક્ષણિક જીવનમાં હિંસાદિ ઘોર કૃત્યો શા માટે કરવાં ? પદાર્થોના મોત છોડવો જરૂરી છે. જીવ એકલો પોતાના શુભાશુભ કર્મો સાથે પરલોકમાં જાય છે. ત્યાં કોઈ સગાસંબંધી દુઃખ ભોગવવાં આવતાં નથી.
આ રીતે મુનિએ રાજાને અભયદાન આપી, રાજ્ય ત્યાગ કરવાનો અને મોક્ષમાર્ગી થવાનો, આસક્તિ કે મમત્વ ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. સાંપ્રતજીવનમાં પણ આ બધા બોધ જરૂરી બને છે. અહિંસા, સત્ય જેવા મૂલ્યોની સ્થાપના માટે “ધર્મ: રક્ષતિ રક્ષિતઃ.”
(૨)
(જૈનદર્શનના અભ્યાસુ કોકિલાબહેને મુંબઈ યુનિવર્સિટીના Ph.D. ના માર્ગદર્શક રૂપે સેવા આપેલ છે. હાલ સોમૈયા કૉલેજના જૈન અધ્યયન કેન્દ્રમાં સેવા આપે છે.)
- ૨૫૬
- ૨૫o.