________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો આપણા બધા માટે આ કેટલું સ્વાભાવિક છે. રાગ કે દ્વેષ સંપૂર્ણ છૂટે એ વિરલ પળ તો ક્યારેક જ આવે છે. બીજી રીતે જોઈએ તો મુનિના મનમાં પુત્ર માટેની આ ચિંતા એ પણ સહજ છે. વસ્ત્ર બદલવાનું સહજ છે. મન બદલવાનું કેટલું દુષ્કર છે તેની આ વાત છે.)
તપમાં મગ્ન મુનિના મનમાં સંકલ્પ-વિકલ્પ ચાલે છે. પ્રસન્નચંદ્ર અપ્રસન્ન થઈ પોતાના સાધુત્વના વ્રતને વિસારી મનથી જ મંત્રીઓ સાથે યુદ્ધ કરે છે. (આપણી જેમ જ ! આપણે પણ પ્રતિદિન, પ્રતિપળ કેવા કેવા મનોયુદ્ધોમાં મચ્યા રહીએ છીએ !)
શ્રેણિક મહારાજા પ્રભુને વંદન કરી પૂછે છે, “માર્ગમાં તપમગ્ન પ્રસન્નચંદ્ર રાજર્ષિને મેં વાંધા છે. આ સ્થિતિમાં એમનું આયુષ્ય પૂર્ણ થાય તો એમની ગતિ કઈ હોય ?”
પ્રભુ મહાવીરે કહ્યું, “સાતમી નરકે જાય.” તે સાંભળી શ્રેણિક વિચારમાં પડી ગયા અને માન્યું કે, સાધુને નરકગમન ન હોય, પ્રભુની વાત મને બરાબર સંભળાઈ નહિ હોય.
થોડી વાર રહી શ્રેણિક મહારાજાએ પ્રભુને ફરી પૂછ્યું, “પ્રભુ ! પ્રસન્નચંદ્રમુનિ આ સમયે કાળ કરે તો ક્યાં જાય ?”
ભગવંતે કહ્યું, “સર્વાર્થસિદ્ધ વિમાને જાય.” શ્રેણિકની જિજ્ઞાસા વધી ગઈ, ફરી પૂછ્યું, “આપે ક્ષણના અંતરમાં બે જુદી જુદી વાત કેમ કહી ?”
પ્રભુએ સમજાવ્યું, “ધ્યાનના ભેદથી મુનિની સ્થિતિ બે પ્રકારની થઈ ગઈ. તેથી મેં બે જુદી વાત કરી છે. દુર્મુખની વાતથી ગુસ્સે થયેલા મુનિ મનમાં યુદ્ધ કરતા હતા તેથી નરકને યોગ્ય હતા. ત્યાંથી તમારા અહીં આવવા દરમ્યાન તેમણે મનમાં વિચાર્યું કે મારા બધા અસ્ત્ર-શસ્ત્ર વપરાઈ ગયા. હવે
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો મસ્તકના શિરસ્ત્રાણ (ભેટ) થી શત્રુને મારું. એમ વિચારી મસ્તકે હાથ મૂક્યો તો લોચ કરેલા મસ્તકે બધું યાદ કરાવી દીધું. મુનિવ્રત યાદ આવ્યું. પોતાને નિંદવા લાગ્યા. આલોચના, પ્રતિક્રમણ કર્યું. પાછા પ્રશસ્ત ધ્યાનમાં સ્થિર થયા. તેથી તમારા બીજી વારના પ્રશ્ન વખતે સર્વાર્થસિદ્ધિને યોગ્ય થયા.”
પ્રભુ હજી આ પરિવર્તનની વાત કરતા હતા ત્યાં પ્રસન્નચંદ્ર મુનિ પાસે દેવદુંદુભિ વાગે છે. શ્રેણિકે પૂછ્યું, “પ્રભુ આ શું થયું ?”
પ્રભુએ કહ્યું, “ધ્યાનમાં સ્થિર થયેલા પ્રસન્નચંદ્ર મુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે.”
આ કથા આપણા મનની ચંચળતા, મનની અગાધ શક્તિ, મનના બદલાતા ભાવને દર્શાવે છે. શાંત સરોવર જેવું મન છે. જરાક જેટલી નાની અમથી કાંકરી પડી કે, પાણીમાં વર્તુળ સર્જાય છે. આધુનિક મનોવિજ્ઞાન અને ધર્મની આ વાતોને સાથે સાથે જોવી જોઈએ.
ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા છીએ. ચાર રસ્તા પાસે પહોંચતાં જ સિગ્નલ લાલ થયું તો નારાજ થઈ ગયા. બીજા સિગ્નલ પાસે પહોંચતાં જ સિગ્નલની લીલી બત્તી થઈ તો પ્રસન્ન થઈ ગયા, મનનો સિસ્મોગ્રાફ ચાલ્યા જ કરે છે. પાંચેય ઈન્દ્રિયોથી કંઈક ને કંઈક ઝીલ્યા જ કરીએ છીએ. તેમાં પણ આંખોથી તો સૌથી વધુ. એટલે તો મનને એકાગ્ર કરવા આંખોને ઢાળી દેવાનું કહે છે. છતાં મનમાં તો ઘંટી ચાલ્યા જ કરે છે. વિચારો ખૂટતા જ નથી.
આપણી મુશ્કેલી એ છે કે, પ્રસન્નચંદ્રમુનિ જેવા કે એનાથીય આકરા નકારાત્મક વિચારો તો ઝટ આવી જાય છે, પણ સકારાત્મક, આત્મબોધના, પ્રતિક્રમણના, ભૂલ સ્વીકારના, સરળતાના વિચારો ઝટ આવતા નથી.
-
o૫ ૪