________________
-જૈિન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો
કે પ્રભુ મહાવીરે પોતાના જીવન કાળમાં પ્રથમ ગણધર ગૌતમને સંબોધીને કહ્યા હતા.
આ સૂત્રમાં ૩૬ અધ્યયનો છે, પદ્યમાં લખાયેલ ૨,000 શ્લોક છે. અને તેમાં મુખ્યત્વે યમનિયમોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં શિખામણના રૂપમાં શિક્ષાવાક્યો, યતિને પ્રેરણાશીલ કથનો, મોક્ષપ્રાપ્તિમાં જન્મ, ધર્મશિક્ષા, શ્રદ્ધા અને સંયમનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, ખરા સાધુ અને ખોટા સાધુ વચ્ચેનો ભેદ ઈત્યાદિ વિષયોને ગહનતાથી નિરૂપ્યા છે. વિષયવસ્તુને સરળ કરવા સુંદર ઉદાહરણોનો ઉપયોગ સમયે-સમયે જોવા મળે છે. અધ્યયન૬ માં ક્ષુલ્લકના દૃષ્ટાંત દ્વારા સંયમીની પરિમિતતા દર્શાવે છે, અધ્યયન-૮ માં કવિતાના દૃષ્ટાંત દ્વારા કષાયોના પરિણામની વાત કરી. ૩૬ અધ્યયનોમાં મુનિજીવનના દરેકેદરેક પાસાંઓને વિશિષ્ટ રૂપે છણાવટ કરીને તાણા-વાણાની જેમ વણી લીધા છે.
ઉત્તરાધ્યયન સૂત્રની રચના સમય :- શ્વેતામ્બર સંપ્રદાય અને સ્થાનકવાસી સંપ્રદાય બંનેમાં માન્ય ગણાતા સૂત્રોમાં આ એક ઉત્તમ સૂત્ર છે. સૂત્રોના ચાર વિભાગો અંગ, ઉપાંગ, મૂળ અને છેદ છે. ઉત્તરાધ્યયન સૂત્રની ગણના મૂળ વિભાગમાં થાય છે. પ્રભુ મહાવીરના નિર્વાણ પછી બારમાં વર્ષે ગૌતમ ગણધર મોક્ષે ગયા હતા. તેમના ગયાના વીસ વર્ષ બાદ તેમની પાટે આવેલા સુધર્માસ્વામી મોક્ષે ગયા. ત્યારબાદ તેમની પાટે જંબુસ્વામી આવ્યા. (વીર-વંશાવલી) આ સમયમાં ઉત્તરાધ્યયન સૂત્રની રચના થઈ. તે પરથી તેની પ્રાચીનતા સ્વયં સ્પષ્ટ થઈ જાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રની ભાષા :- જૈનઆગમમાં જે સૂત્રોમાં સૌથી જૂની
- જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો ભાષા સંગ્રહિત થઈ છે તેમાંનું એક સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્ર છે. આચારાંગ સૂત્રની ભાષા સૌથી જૂની છે. બીજા સ્થાને સૂયગડાંગ સૂત્ર છે અને ત્રીજા સ્થાને ઉત્તરાધ્યયન સૂત્ર આવે છે એવું ભાષાશાસ્ત્રીઓ માને છે.
ઉત્તરાધ્યયનનું સ્થાન :- જૈન શાસનના ધાર્મિક ગ્રંથોમાં – સૂત્રોમાં ઉત્તરાધ્યયનનું સ્થાન અદકેરું છે. મૂળ સૂત્રરૂપ સામાન્ય સંજ્ઞાથી ઓળખાતા ચાર સૂત્ર છે - ઉત્તરાધ્યયન સૂત્ર આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર અને પિડનિયુકિત સૂત્ર.
આ સૂત્રો મૂળસૂત્ર શા માટે કહેવાય ? તેના વિશે વિદેશી વિદ્વાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ડૉ. શૂબિંગ મૂળસૂત્રનો અર્થ દર્શાવતાં જણાવે છે કે, “સાધુ તરીકેના જીવનની શરૂઆતમાં જે યમનિયમાદિ આવશ્યક છે, તેનો આ ગ્રંથો (સૂત્ર) માં ઉપદેશ હોઈ આ ગ્રંથોને મૂળસૂત્રો કહેવામાં આવ્યા હોય.”
જર્મન વિદ્વાન શોપેન્ટીયર મૂળસૂત્ર વિશે જણાવે છે કે, “આ ગ્રંથોને આવું નામ મળવાનું કારણ એ જ છે કે એ ગ્રંથોમાં મહાવીર સ્વામીના પોતાના જ શબ્દો ગ્રંથિત થયેલા છે.” પરંતુ તેમનું આ વિધાન દશવૈકાલિક સૂત્ર સાથે બંધબેસતું નથી. (ઉત્તરાધ્યયન સૂત્ર Introduction P 32)
પ્રોફેસર ગોરીનોટનું માનવું છે કે, “આ ગ્રંથો અસલ ગ્રંથો છે, જેના ઉપર અનેક ટીકાઓ, નિયુક્તિઓ થઈ છે. જે ગ્રંથ ઉપર ટીકા કરવી હોય તે ગ્રંથને મૂળ ગ્રંથ કહીએ છીએ. વળી, જૈન ધાર્મિક ગ્રંથોમાં સૌથી વધારે આ ગ્રંથો ઉપર ટીકાગ્રંથો છે. એ કારણોથી આ ગ્રંથોને ટીકાઓની અપેક્ષાએ મૂળ ગ્રંથો અથવા ‘મૂળ સૂત્ર’ કહેવાની પ્રથા પડી હશે એમ કલ્પી શકાય છે.” (La Religion D Jaina - P. 79)
+ ૧૦૪
+ ૧૦૫