________________
-જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
દા.ત. તે ચક્રની ધારા સુવર્ણમય હતી. તે ચક્ર નાંદીઘોષ સહિત હતું. ચંદનના વિલેપનવાળું હતું – એક હજાર યક્ષોથી અધિષ્ઠિત હતું.... ઈત્યાદિ. તે ચક્ર જોઈને આયુધાગારના ઉપરી પુરુષે તેને નમસ્કાર કર્યા. પછી હર્ષવંત થઈને સત્વરે રાજાને તે અંગે આદરપૂર્વક નિવેદન કર્યું. આ સાંભળીને રાજાએ તેને પારિતોષિકરૂપે અંગ પર રહેલાં સર્વ આભૂષણો તત્કાલ આપ્યા. રાજા સગર પછી વિવેક સહિત તે ચક્રનું ઉચિત વિધિથી પૂજન કરે છે. તે પછી સગર રાજાને દિગ્યાત્રાનો વિચાર આવ્યો અને મંગલ મુહૂતૅ ગજરત્ન ઉપર આરૂઢ થયા અને સેનાપતિ અશ્વરત્ન ઉપર બેસી, હાથમાં દંડરત્ન લઈને રાજાની આગળ ચાલ્યો. આખી સેનાનું વર્ણન પણ આબેહૂબ છે. આખી યાત્રાનું વર્ણન લગભગ ૧૨ પાનાં ભરીને છે.
યથા સ્થળે રાજા અઠ્ઠમ તપ કરે છે અને આવશ્યકતા પ્રમાણે ચારે પ્રકારની રાજનીતિ – શામ, દામ, ભેદ અને દંડ વડે દિગ્વિજય પ્રાપ્ત કરે છે. ચારે દિશાઓનું તેમજ માગધતીર્થ, વરામતીર્થ અને પ્રભાસતીર્થનું તેમજ મિસ્રાગુફાનું વર્ણન કરવામાં આવેલ છે. જરૂરત પ્રમાણે અષ્ટાક્ષિકાપર્વના ઉત્સવો પણ કર્યા. પૌષધાગારમાં જઈને પૌષધ કર્યું પછી સ્રી-રત્ન સહિત
પાછા આવ્યા.
પંચમ સર્ગમાં સગર ચક્રવર્તીના પુત્રોનું તીર્થરક્ષા નિમિત્તે થયેલ નિધનનું વર્ણન છે. સર્ગના પ્રારંભમાં તીર્થંકર ભગવાન શ્રી અજિતનાથસ્વામી સાકેતનગરમાં આવીને સમસર્યા અને તે ધર્મસભામાં વૈરાનુબંધવાળા બે જીવો – પૂર્ણમેધ અને સુલોચન આવેલ હતા. સગર ચક્રવર્તીએ પ્રભુને બેના વેરનું કારણ પૂછ્યું. ભગવાને સવિસ્તારપૂર્વક કારણ જણાવ્યું. તે બન્નેના પૂર્વભવ પણ જણાવ્યા. બાદમાં સગર ચક્રવર્તીએ સહસ્ત્રલોચન પ્રત્યે સ્નેહ થવાનું
૯૬
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
કારણ પણ ભગવાને પૂછ્યું. ઉત્તરરૂપે ભગવાને સવિસ્તર પૂર્વભવનું કથન કર્યું.
ત્યારબાદ સગર ચક્રવર્તી તેમની ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે ઈન્દ્રની જેમ અંતઃપુરમાં રતિક્રીડા કરવા લાગ્યા. આમ વિષયસુખ ભોગવતા તેમને જદ્દુકુમાર આદિ સાઠ હજાર પુત્રો થયા. યોગ્ય કાળે યૌવનને પ્રાપ્ત થયા. અનેક કળા અને વિદ્યાઓમાં કુશળ થયા. એક દિવસે બળવાન કુમારોએ રાજ્યસભામાં સગર ચક્રવર્તી પિતાને ખૂબજ નમ્રતાપૂર્વક અને વિવેક અને વિનયપૂર્વક નિવેદન કરતા જણાવ્યું કે પરાક્રમને યોગ્ય સર્વકામ કર્યા છે. અમારે હવે તેવું કશું જ કરવાનું બાકી નથી. આથી અમે વિહાર કરવા ઇચ્છીએ છીએ. પછી પ્રયાણ વખતે મંગલસૂચક દુંદુભિ વગડાવ્યા. કાળયોગે તે સમયે અશુભ શુકન પણ થયા. અનેક પ્રકારના અપશુકનના વર્ણનનો ઉલ્લેખ છે.
સર્વે પુત્રો ત્યાંથી ચાલ્યા. કેટલાક ઉત્તમ હાથી પર, તો કેટલાક સુંદર અશ્વ પર તો કેટલાક રથમાં બેઠા. બધાએ મુગટ પહેર્યા હતા અને ઈન્દ્ર સમાન શોભતા હતા. યાત્રાનું વિસ્તૃત વર્ણન છે. અનુક્રમે ફરતા ફરતા પુણ્યસંપત્તિના સ્થાનરૂપ અષ્ટાપદ પર્વતની સમીપે આવી પહોંચ્યા. અષ્ટાપદ પર્વતનું સુંદર અને વિસ્તૃત વર્ણન કરેલ છે. ભરત ચક્રવર્તી દ્વારા નિર્માણ કરાયેલ સિંહનિષદ્યા નામના ચૈત્યનો ઉલ્લેખ છે, જેમાં ઋષભસ્વામી અને પછી થનારા બીજા ત્રેવીસ તીર્થંકરોનાં બિબો નિર્દોષ રત્નોથી પોતપોતાના દેહપ્રમાણ, સંસ્થાન, વર્ણ અને લાંછનવાળા વિધિ પ્રમાણે કરાવેલા છે તેમ જણાવેલ છે. તે બધાએ સરખી શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા. ભક્તિ, પૂજા, આરતી ઈત્યાદિનું ખૂબજ સુંદર મનમોહક રસપ્રદ વર્ણન છે. ઋષભસ્વામીની સ્તુતિ કરી અને
૯૭