________________
જૈન કથાનકોમાં સદ્બોધના સ્પંદનો
જણાવે છે કે, ‘તું મારો સહોદર અનુજ છે, દ્વારકા નગરીમાં ભવ્ય મોટા સમારોહ સાથે તારો રાજ્યાભિષેક કરીશ.' ત્યારે ગજસુકુમાલ થોડીવારનાં મૌન બાદ પોતાના વૈરાગ્યની દઢતા દર્શાવે છે, કોઈપણ યુક્તિ સફળ નહીં થતા નિરાશ માતા-પિતા-ભાઈએ એક દિવસની રાજવૈભવની શોભા જોવાની
ઇચ્છા પ્રદર્શિત કરે છે. ગજસુકુમાલ મૌન થઈ ગયા અને ભવ્યતાથી રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક બાદ ત્રણ ખંડના રાજવી ગજસુકુમાલે વૈરાગ્ય ભરેલા શબ્દોમાં રજોહરણ અને પાત્રા મંગાવવાની આજ્ઞા કરે છે.
રાજર્ષિ ગજસુકુમાલની અનાસક્તિ, તેમનો જ્ઞાનગર્ભિત દેઢ વૈરાગ્ય તથા પોતાની ઇચ્છાનુસાર તેઓ સ્વયં પંચમુષ્ટિ લોચ કરી તીર્થંકર નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરે છે. સજલ નયને માતા એક વૈરાગીપુત્રને યોગ્ય શિક્ષા તથા આશીર્વાદમાં વીરમાતાને છાજે તેવા હૃદયોદગારરૂપે કહે છે - હે પુત્ર ! સંયમમાર્ગમાં યત્ના સાથે પરાક્રમ કરજે, જરાપણ પ્રમાદ ન કરીશ. બારમી ભિક્ષુ પ્રતિમા - સસરા સૌમિલનો ઉપસર્ગઃ
ગજસુકુમાલ મુનિ તીર્થંકર નેમિનાથ પ્રભુ પાસે આત્મબોધ સાંભળે છે, દીક્ષાના દિવસે જ ચોથા પ્રહરમાં પ્રભુની આજ્ઞા લઈ બારમી ભિક્ષુ મહાપ્રતિમાની આરાધના કરવા, ઉદ્યાનની બહાર મહાકાળ નામના સ્મશાનમાં જઈ ભૂમિનું પ્રમાર્જન પ્રતિલેખન કરી શરીરને જરા નમાવી, ચાર અંગુલનાં અંતરે બંને પગને સંકોચી, એક પુદ્ગલ પર દષ્ટિ કેન્દ્રિત કરી, એક રાત્રિની ભિક્ષુ મહાપ્રતિમાને ધારણ કરી ધ્યાનમાં લીન થઈ ગયા. આ મહાપ્રતિમાના વહન સમયે અવશ્ય દેવ-મનુષ્ય-તિર્યંચકૃત ઉપસર્ગ આવે છે. જો સમ્યક્ આરાધનાથી મહાપ્રતિમાને પૂર્ણ કરે તો અવશ્ય અવધિજ્ઞાન - મન:પર્યયજ્ઞાન - કેવળજ્ઞાન આ ત્રણમાંથી એક જ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
* ૨૫૦ -
જૈન કથાનોમાં સદ્બોધના સ્પંદનો
ગજસુકુમાલમુનિના ઉત્કૃષ્ટ વૈરાગ્યથી અજ્ઞાત અને પુત્રીમોહથી ક્રોધાંધ થયેલા સસરા સોમિલ અત્યંત ક્રૂર અને નૃશંસ વ્યવહાર કરે છે. ક્રોધની આંધીએ તેના વિવેકનો દીપક બુઝવી નાંખ્યો, પરિણામ સ્વરૂપ નવદીક્ષિત મુનિરાજના તાજા મુંડિત મસ્તક પર ધગધગતા ખેરના અંગારા ભીની માટીની પાળ બાંધી રાખી દીધા. એ અંગારાનાં તાપથી ગજસુકુમાલ મુનિના શરીરમાં અસહ્ય, પ્રગાઢ, મહાભયંકર કલ્પનાતીત વેદના ઉત્પન્ન થઈ. પરંતુ મુનિ સોમિલ પર લેશમાત્ર દ્વેષ ના કરતા અત્યંત ધૈર્યપૂર્વક તે મહાવેદનાને સહન કરવા લાગ્યા. અત્યંત શુભ પરિણામ તથા પ્રશસ્ત અધ્યવસાયથી તે-તે આત્મગુણોના આચ્છાદક કર્મોનો નાશ કરી અપૂર્વકરણપૂર્વક ક્ષેપક શ્રેણીએ વર્ધમાન પરિણતિથી, શુદ્ધાતિશુદ્ધ આત્મભાવોથી ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કરી પ્રતિપૂર્ણ, નિરાવરણ, કેવળજ્ઞાન - કેવળદર્શનને પ્રાપ્ત કર્યું. ત્યારબાદ શેષ અઘાતી કર્મ ક્ષય કરી સિદ્ધ – બુદ્ધ – મુક્ત થયા.
કથાનકથી પ્રાપ્ત વિશિષ્ટ બોધ :
પુત્રની માતૃભક્તિ :- એક પુત્ર પણ સમય આવ્યે વિપત્તિ અને મનોવેદના દૂર કરી શકે છે. શ્રીકૃષ્ણ, વાસુદેવ – ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં પોતાના સર્વ રાજકીય કાર્યો અને સુખ-વૈભવને ગૌણ કરી માતાની સંવેદના દૂર કરવા હેતુથી તે જ ક્ષણે ત્રણ દિવસની નિરાહાર પૌષધ-સાધના સાથે માતાની ચિંતા દૂર કરે છે.
શ્રીકૃષ્ણનો ભ્રાતૃપ્રેમ ઃ- ગજસુકુમાલના દૃઢ વૈરાગ્યની વાત સાંભળે છે ત્યારે શ્રીકૃષ્ણ ગજસુકુમાલને લઘુભ્રાતા તરીકે આલિંગન કરીને પ્રેમથી વાત કરે છે કે, હે અનુજ, દ્વારકાનગરીમાં ભવ્ય મોટા સમારોહ સાથે તારો
૨૫૧